________________
કમી રાજાનું પતન અધમ થવાની. એ જ કાળ અને એ જ દેશમાં જ્યારે પેલે રાજકુમાર ઉત્તમ પવિત્ર ભાવમાં રમત ઉત્તમ પ્રવૃત્તિ આચરી રહ્યો છે, ત્યારે તેજ કાળ-ક્ષેત્રમાં આ રાજા હલકટ ભાવમાં તણાયે દગો-પ્રપંચ-મારફાડ-લૂંટ કરવાની અધમ પ્રવૃત્તિ આચરી રહ્યો છે. જેની કેવી વિચિત્રતા છે! જગતમાં સારા નરસાં બે ય જાતના તત્વ મળે; ઉત્તમ અધમ બંને ભાતના માણસે હેય. એમાં સારા ‘ઉત્તમ બનવાની પોતાની ધગશ હોય, તે કોઈ અટકાવતું નથી, ને અધમ થવું હોય, તે ય કેઈ અટકાવતું નથી, અંતરમાં પૂછી લે કે, આપણે સારા ઉત્તમ દિલના બનવાની, બન્યા રહેવાની ધગશ કાયમ રહ્યા કરે છે ને ? આ ધગશ હોય, એની પાકી ગરજ હોય, પછી દિલ ઉત્તમ રાખવામાં શી વાર લાગવાની?
દિલ ઉત્તમ રાખવાના ૨ ઉપાય – (૧) આત્માને કિંમતી સમજ –
દિલ ઉત્તમ બન્યું રાખવાની ભૂમિકામાં પહેલા નંબરમાં જગતના ગમે તેટલા કિંમતી જડ પદાર્થોની પણ કિંમત મામુલી, અને પિતાની, પિતાના ઉત્તમ દિલની કિંમત એના કરતાં લાખો-કોડે ગુણી ઊંચી હૈયે અંકિત કરી રાખવી પડે. આનું કારણ સ્પષ્ટ છે કે એ કિંમતી પણ જડ પદાર્થો જે દિલ શાંત ને સ્વસ્થ હોય તે જ સુખકારી લાગે છે. ગમે તે કલ્પનાથી એ દિલ બળતું હોય તે એ જડ પદાર્થ સુખકર નથી લાગતા. વળી જીવ