________________
૫૦
રમી રાજનું પતન ગણવે. ઉત્તમ દિલવાળો આત્મા કિંમતી છે, જડસુખે અને પદાર્થો તુચ્છ છે. એમાં તણાઈ જવું છેટું છે. એથી દયા ઘવાય છે.
અસંખ્યના સંહાર પરનાં સુખ અને પૈસા કેવા લાગે – - જીવ મહાઆરંભ સમારંભ કરવામાં અસંખ્ય સ્થાવર જેની દયા ભૂલે છે, તે આરંભાદિ કેની ખાતર ? (૧) જડ પદાર્થોના ક્ષણિક સુખ, અને (૨) જડ લક્ષ્મીની મમતા ખાતર જ ને ? પણ એ ખબર છે કે એ તુચ્છ સુખની ભૂખ અને જડની મમતા મટે છે? ના, રોજ ને રોજ એની ખણજ ચાલુ છે! એટલે પછી એના માટેની વેઠ પણ હમેશની માથે લાગી જ છે ! શું કરવાનું આ સુખને ? આ મમતાને ?
જડના સુખ અંગે વિચાર –
આવા સુખની પાછળ પાગલતામાં અસંખ્ય જીવોની દયાને વિચાર જ નહિ કરવાને? આજ ને આજ એવા સુખની લાલસા ન મૂકાય એ બને, પણ એ સુખ કેટલી હિંસાના ઉપર ઊભું થાય છે એનો વિચાર પણ ન કરી શકાય? વિચાર તે લાવ ને ? એ લાવે એટલે એ જીની દયા તે ઉભરાય ને ? પિતાની એ જી પ્રત્યેની અપરાધિતા તે મનમાં આવે ને? શું આપણે એ જીના અપરાધી નથી? એવા અપરાધ કરીને મળેલા સુખ ઉપર નિર્ભયતા રહે કે ભય લાગે ? ખુશીનો પિટલે થવાય કે ખેદ થાય ?
લોકના બંગલા પર ખુશી :રસ્તે ચાલતાં કોઈ સુંદર બંગલો દેખાશે, ને કોઈને