________________
(૨૩)
તે મહામુનિ અતિશાયિક જ્ઞાનવાન હતા. આત્મવિશુદ્ધિથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે જ્ઞાનની શકિતથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળસંબંધી અમુક મર્યાદા સુધીનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેમનું નામ ચંડવેગ મુનિ હતું.
પોતાની પાસે રાજકુમારીને આવેલી જાણી, ધ્યાન પારી, તે મહાત્માએ “ધમવૃદ્ધિ”રૂ૫ આશીર્વાદ આપવાપૂર્વક જણાવ્યું. “કેણ ચંપકલતા' !
બીલકુલ અપરિચિત મુનિના મુખથી અકસ્માત પિતાનું નામ સાંભળી ચંપકલતાને વિસ્મય થયું. હાથ જોડી નીચું મુખ રાખી નમ્રતાપૂર્વક જણાવ્યું. હા. મહામા, હું ચંપકલતા છું. આ પ્રમાણે જણાવી તે મુનિની સન્મુખ વિશુદ્ધ ભૂમિ ઉપર બેઠી. ચંપકલતા ઉપર વિશેષ મોહિત થયેલો મહસેન રાજા પણ પિતાની ઉપર આવી પડેલી વિપત્તિને ભૂલી જઈ, કિકિલ્લી લતાની પાછળ ઓથે ઊભો રહી તેના મુખારવિંદને એકી ટશે નિહાળતા, મુનિ તથા ચંપકલતા વચ્ચે થતો સંવાદ એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો.
અતિશયિક અવધિજ્ઞાનના બળથી મહસેન રાજાનું ચરિત્ર મુનિશ્રીએ જાણી લીધું, અને તેને પ્રતિબંધ આપવા નિમિત્તે ચંપકલતાના સન્મુખ તેઓશ્રીએ ઉત્તમ ધર્મબોધ આપવો શરૂ કર્યો.
ચંપકલતા ! અતિ દુર્લભ માનવજીવન મેળવી વિથાઓનો (સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભોજનની કથા-આ ચાર કથાઓને વિથા કહેવામાં આવે છે.) ત્યાગ કરવાપૂર્વક, તારે ધર્મ ધ્યાનમાં પ્રયત્ન કરવો જોઇએ. શ્રીમાન તીર્થકર દેવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશ-કાળ-પુગળ અને જીવ-આ છ દ્રવ્યો કહ્યાં છે. તેમાં પહેલાં ચાર કર્મબંધનમાં ગજનિમિલિકા કરતાં હોય તેમ મધ્યસ્થ છે, અર્થાત્ તે કર્મબંધનમાં વિશેષ કારણભૂત નથી. પુદ્ગલ સંગતિના દોષથી અર્થાત તેમાં રાગ, દ્વેષ કરવાથી કર્મબંધન થાય છે. જેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ હોય તે પુગલ કહેવાય છે. તેના ઈષ્ટ સંગ,