________________
પ્રકરણ ચેાથુ.
ચંપકલતા અને ચ'ડવેગ મુનિના ઉપદેશ
તે સુ ંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણિક પ્રદેશેને નિહાળતી ચારેબાજુ જોવા લાગી. વિમળગિરિને પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતેા, ચારે બાજુ જળ જળાકાર સિવાય જું કાંઇ જણાય તેમ નહેતુ', પહાડને પ્રદેશ ધણા રમણુક હતા. વૃક્ષા, લતા અને સુદર શિલા સિવાય ખીં ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું; તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુધŁ છાયાવાળા પ્રદેશ તરફ્ તેણીનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નચે કોઇ મનુષ્ય એન્ડ્રુ હાય તેમ દેખાયું, સુંદરી નજીક જ જુએ છે તે એક મહષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામુનિ ધ્યાનશામાં લીન હતા, છતાં તેમનો શાંત મુદ્રા ચંદ્રની માફક આહ્વાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપ તેજ તેના શરીર ઉપર સ્ફુરાયમાન થતું હતું. તેની ગંભીર મુખમુદ્રા સાક્ષાત્ મૂર્તિમાન દેહધારી ધર્મ જ હોય નહિ તેમ સૂચવતી હતી. તેએશ્રી એક સુંદર શિલા પટ્ટ પર બિરાજેલા હતા.
આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂતિ મહાત્માને જોતાં જ તે સુંદર બાળાને ઘણા આનદ થયા. સ્વાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દન દુર્લાભ છે, તે મહાત્માનું અકસ્માત્ દન થયું જાણી તેણી પોતાના આત્માને અહાભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિ તેમ બહુ દૂર નહિ' તેને ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથ ભકિતપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી.