________________
બુદ્ધિના દરિયાજ્ઞાની પુરુષે એકેક શબ્દના અનેક અર્થો કરી શકે છે, અને તે પણ સમજદાર માણસેની સમજણમાં આવે તેવા હેય છે. જેમકે શ્રીતીકરદેવની પ્રકાશેલી ૩પ વા, વા વા, પુરે વા, આ ત્રણજ પદે=ત્રિપદીને પામીને, તેનાજ અવલંબનથી ગણધર દ્વાદશાંગી અને ચૌદપૂર્વેની રચના કરે છે.
તેને શબ્દાર્થ–ઉત્પન્ન થવું, નાશ પામવું, અને મૂળસ્વભાવે ટકી રહેવું. ત્રણેના ત્રણ અર્થ થયા. તેને વિશેષાર્થ જગત એટલે કાલેક અથવા છ દ્રવ્યનો સ્વભાવ, ઉત્પન્ન થવાને છે, નાશ પામવાને છે, નિત્ય રહેવાને છે
આ ત્રણ વાતને ધ્યાનમાં રાખી, દરેક કાળના ગણધરભગવન્ત, તે કાળના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવને અનુલક્ષીને, પ્રત્યેક ગણધર પિતાની પૃથક્ પૃથક્ દ્વાદશાંગીએ બનાવે છે. આ બધી જ દ્વાદશાંગીઓનું મૂળકારણ શ્રીજિનેશ્વરદેએ પ્રકાશેલી ત્રિપદી જ છે.
જેમ આ ત્રિપદી દ્વારા દ્વાદશાંગી થઈ તે દ્વાદશાંગીના સૂત્રોના પણ જ્ઞાની પુરુષોએ અનન્તા અર્થો કર્યા છે. તેમ નમસ્કારમહામંત્રમાં અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચપદેને જ નમસ્કાર થાય છે. આ પાંચપદે પણ, દર્શન-જ્ઞાનચારિત્ર અને તપની ઉત્તરોત્તર આરાધના પામી, છેલા ભવે, કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર અને ક્ષાયિકસમ્યકત્વ સુધીની, અતિ ઉચ્ચતરદશા અનુભવનારા થવાથી જ પ્રાણિ માત્રના આરાધ્ય સ્થાનમાં મુકાયા છે.
તેથી આ નવપદનાં ધ્યાન-ધ્યેય અને ધ્યાયક સ્થાને ને,