________________
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ ગૌરવપ્રદ અને મહિમાવંતો છે પ્રાચીન ગ્રંથોમાં જીરાવલાનો ઉલ્લેખ જીરાપલ્લી,જીરિકામલ્લી કે જીરાવલ્લી તરીકેનો થયો છે. પ્રાચીનકાળમાં જીરાવલા એક સમૃદ્ધ શહેર હોવાનું પ્રાચીન ગ્રંથો જણાવે છે. એ સમયે જીરાવલા નગરનો સુવર્ણકાળ હતો. પ્રજાજનો સુખી અને સમૃધ્ધ હતા કોઈ પાંતીનું દુઃખ નહોતું. સંવત ૧૧૦૯ ના સમયની વાત છે. બ્રહ્માણ નામનું નગર હતું. આજે તે વરમાણ નામથી આ ગામ જાણીતું છે. આ ગામમાં એક વૃધ્ધા રહેતી હતી. તે વૃધ્ધાને એક ગાય હતી. આ વૃધ્ધાની ગાય દરરોજ સેહેલી નામની સરિતાના તટે આવેલી દેવીની ગુફામાં દૂધ ઝરી આવતી હતી.
વૃધ્ધાને થયું કે ગાય કેમ દૂધ આપતી નથી. કેટલાંક દિવસો એમને એમ પસાર થઈ ગયા.
એક દિવસ વૃધ્ધાને થયું કે ચોક્કસ કોઈ વ્યક્તિ દૂધ દોહી લેતું હોવું જોઈએ. આથી વૃધ્ધા તે ગાયની પાછળ પાછળ ગઈ. ગાય દરરોજની જેમ દેવીની ગુફા પાસે આવી અને ત્યાં તેના આંચળ માંથી દૂધ આપો આપ ઝરવા લાગ્યું. | વૃધ્ધા આ દૃશ્ય જોઈને આશ્ચર્ય પામી ઉઠી તે ત્યાં ઊભી ન રહેતા દોડી દોડી ગામમાં આવી અને સીધી નગરમાં રહેતા ધાંધલ નામના શ્રેષ્ઠીના ભવને ગઈ. | ધાંધલ શ્રેષ્ઠી પોતાના ભવનના અતિથિ ખંડમાં બેઠા હતા તેની બાજુમાં શેઠાણી બેઠા હતા. શેઠ-શેઠાણી વાર્તાલાપ કરી રહ્યાં હતા.
ધાંધલ શેઠે પોતાની પત્નીને કહ્યું : પ્રિયે, દિવસનો પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો છે હવે મારે પેઢીએ જવાનું છે. - “સ્વામી આપ મધ્યાહન સમયે આવી જજો.',
ભલે હું સમયસર આવી જઈશ ધાંધલ શેઠ આટલું કહીને પોતાના આસન
શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ