________________
સંવત ૧૦૮૦માં શ્રી જિનેશ્વરસૂરિએ હરિભદ્રસૂરિકૃત “અષ્ટસંગ્રહ' પરની ટીકા અહીં રચી હતી. શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ “બુધ્ધિસાગર' નામનું વ્યાકરણ આ તીર્થધામમાં રચેલું હતું. આચાર્ય ભગવંત શ્રી ઉદ્યોતનસૂરિએ વિ.સં. ૮૩૫માં જાબાલિપુર નગરમાં ‘કુવલયમાલા' ગ્રંથની અહીં પૂર્ણાહુતિ કરી હતી. જાબાલિપુર તે જ આજનું જાલોર તેમ ઈતિહાસકારો માને છે.
વિક્રમ સંવત ૧૨૨૧માં રાજ રાજેવર કુમારપાળ મહારાજાએ સુવર્ણગિરિ પર જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં શ્રી વાદિદેવસૂરિજીના હસ્તે શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી પ્રતિતિ કરાવેલ. આ જિનાલય ‘કુમારવિહાર' તરીકે ઓળખાતું. આ જિનાલય બાવન દેવકુલિકાઓથી અલંકૃત હતું.
પ્રાચીન સમયમાં સ્વર્ણગિરિ પર ‘ચંદનવિહાર' એટલે કે શ્રી મહાવીર સ્વામીનું જિનાલય તથા શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય હતું.
મોગલકાળમાં આ જિનાલયો મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યા. આ મંદિરના કલાકારીગીરી યુક્ત પથ્થરો મજીદના નિર્માણમાં વપરાયા. આમ પૂર્વજોનો વારસો સાચવી ન શકાયો.
વિક્રમ સંવત ૧૬૮૧માં મહાદાનેશ્વરી મંત્રી જયમલે સુવર્ણગિરિનાં પ્રાચીન જિનાલયોનો ઉધ્ધાર કરાવ્યો હતો. તેમજ નૂતન જિનાલય બંધાવ્યું હતું.
સંવત ૧૬૫૧માં પં. નગર્ષિગણિ અહીં ચાર્તુમાસ અર્થે રહ્યાં હતા. તેમણે વરકાણા પાર્શ્વનાથ સ્તોત્ર’ તથા જાલુર ચૈત્ય પરિપાટી'ની રચના કરી હતી. પંડિત વીરચંદે જાલોરમાં શાસનની પ્રભાવના મંત્રવિદ્યાના જોરે કરી હતી.
સુવર્ણગિરિ કિલ્લાને બાવન બુરજ અને ચાર દરવાજા છે. ચાર દરવાજા પસાર કર્યા પછી જ ચાર જિનાલયો આવે છે. રાજ રાજેશ્વર કુમારપાળ મહારાજાએ ‘કુમાર વિહાર' જિનાલય બંધાવ્યું, તે પાર્શ્વનાથ પ્રભુનું જ ‘કુંકુમરોલ પાર્શ્વનાથ' હોવાનું મનાય છે. કાળક્રમે આ જિનાલયનો ધ્વંશ થતાં નૂતન જિનાલયમાં છે.
૧૭માં સૈકાની ગુજરાતી રચનાઓમાં ‘શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ' ના નામનો ઉલ્લેખ જોવા મળે છે. કુંકુમરોલ' નામ શીરીતે પડ્યું તે જાણી શકાતું નથી.
આ મંદિરનો જીર્ણોધ્ધાર શ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મ.ના ઉપદેશથી થયો છે
શ્રી
મરોલજી પાર્શ્વનાથ
૧૦૦