________________
જૈનોના પવિત્ર તીર્થધામ તરીકેનું સ્થાન પામી છે. આ નગરીમાં દેવોએ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ સુવર્ણતૂપ નિર્માણ કર્યો હતો. ત્રેવીસમા તીર્થંકર પાર્થ પ્રભુના સમયમાં આ સૂપને ઈંટોથી મઢવામાં આવ્યો હતો. ના આઠમા સૈકામાં આ સૂપનો જીર્ણોધ્ધાર શ્રી બપ્પભટ્ટસૂરિની મંગલવાણીથી થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે આ સૂપનો ઉત્સવ થતો ત્યારે ઠેરઠેરથી જૈનસંઘો યાત્રાર્થે આવતા હતા. દેવોએ નિર્માણ કરેલ સુવર્ણતૂપમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પંદર ઉપવાસની તપશ્ચર્યા કરીને ઊધઈથી નાશ પામેલ મહાનિશીથ સૂત્ર' નું અનુસંધાન કરીને ગ્રંથને વ્યવસ્થિત કર્યો હતો.
એ સમયે મથુરાની જાહોજલાલી અપૂર્વ હતી.
એ સમયે મથુરાનાં બારણાંની ઉત્તરંગા પર અહંત પ્રતિમાની ગૌરવભેર સ્થાપના કરાતી. મકાનોની રક્ષા માટે આ પ્રકારના મંગલ ચૈત્યના નિર્માણનો રિવાજ પ્રસિદ્ધ હતો.
હાલ જૈનોના મકાનોના મુખ્ય દ્વારના બારસાખ પર ‘અષ્ટમંગલ' મૂકવામાં આવે છે.
ઈ.સ. પૂર્વે બીજી સદીથી વિક્રમના ૧૧મા સૈકા સુધી મથુરામાં જૈન સંસ્કૃતિનો વ્યાપ વિસ્તર્યો હતો. વિદ્યા અને કલામાં મહાયોગદાન રહ્યું હતું.
માથુરી વાચના” અથવા તો “સ્કાંદિલી વાચના' નામથી પ્રખ્યાતિ પામેલી આગમ વાચનાનું સૌભાગ્ય મથુરાને જ મળેલું.
વિક્રમ સંવત ૩૫૭થી ૩૭૦ના ગાળામાં વિચ્છિન્ન થતાં શ્રુતની રક્ષા કાજે આર્ય સ્કંદિલે પૂરી લગનથી માથુરી વાચનામાં આગમ વાચનાના પાઠને વિશુધ્ધ કર્યા.
આ નગરીનો ભૂતકાળ ભવ્યતાથી ઓપે છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ આ નગરીમાં થયો હતો. સંવત ૮૨૬માં શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આમ રાજાએ મથુરા તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેણે બનાવેલા નૂતન શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પણ શ્રી બપ્પભટ્ટસૂરિએ કરી હતી.
શ્રી મહાવીર સ્વામીના જીવે શ્રી વિશ્વભૂતિ મુનિના ભવમાં બળનું નિયાણું
- ૨૦૪
શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ