________________
અમીચંદભાઈને વીસ હજાર રૂપિયા જેવો નફો થયો.
અમીચંદભાઈના આનંદનો પાર ન રહ્યો. તેઓ પોતાના ઘેર શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુનો જાપ કરતાં હતા. તેમની શ્રધ્ધામાં વધારો થયો. ચાર દિવસ પછી બે-ત્રણ મોટા ઓર્ડર આવી ગયા. અમીચંદભાઈએ પોતાની કરિયાણાની દુકાન હોલસેલ વેપારમાં ફેરવી નાંખી. એક વર્ષમાં તેમનું નામ આણંદમાં મશહુર થઈ ગયું. તેમણે પ્રમાણિકતા અને નિષ્ઠાને જાળવી રાખી હતી તેમજ શ્રી બજા પાર્શ્વનાથની ભક્તિ નિયમિત કરતાં હતા. બે વર્ષ પછી તેમણે સારા વિસ્તારમાં મકાન લીધું અને એક ગાડી પણ લીધી. શંખેશ્વર દર વર્ષે બે-ત્રણ વાર જતા હતા અને શ્રી બરજા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરી શ્રધ્ધા સાથે કરતાં હતા. તેમજ સાત ક્ષેત્રમાં મોટી રકમ પણ લખાવતા હતા.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ | (૩) | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત લાભદાયક છે. કોઈપણ એક મંત્રની એક માળા નિયમિત સવારે કરવાથી આર્થિક, સામાજીક અને શારીરિક લાભ મળે છે. મંત્ર જાપ વખતે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા તેમજ ધૂપ-દીપ અખંડ. મુખ પૂર્વ દિશામાં રાખવું. બને ત્યાં સુધી જે સમય નક્કી કર્યો હોય તે જાળવી રાખવો. આ મંત્રો અત્યંત ફળદાયી છે.
: સંપર્ક: શ્રી બારેજા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પોરબંદર જૈન તપાગચ્છ સંઘ ટ્રસ્ટ મુ. બારેજા વાયા-માધવપુર જિ. પોરબંદર
ફોન : (૦૨૮૬) ૨૨૬૩૪૧૭
શ્રી બજા પાર્શ્વનાથ
, ૨૩૧