Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji
Catalog link: https://jainqq.org/explore/032664/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 27° શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ સંપુર પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર પ. પૂ.આ.શ્રી નોંખસૂરીશ્વરજી મ.સા. :સંપાદકઃ પૂ.મુનિશ્રી પ્રશાંતશેખર વિ. પ્રકાશક... ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. Page #2 -------------------------------------------------------------------------- ________________ બલ્વપૂજય શ્રીમ શ્રીમદ્ વિજય રાજે તઃ સ્મરણીય વિ કલિકાલ કલ્પતરૂ પ્રાતઃ ઇ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. સ્વરિોહણ શતાબ્દિ મહોત્સવ ગુરૂ ચરણે અર્પણ.. ક ભંવરલાલ સીeળરાજજી પરિવા શત શત વંદન... જ પરિવારના Ils Page #3 -------------------------------------------------------------------------- ________________ થી વિજય છે, ગચ્છસૂર્ય પ.પૂ. આ. A તપાગચ્છ રીશ્વરજી મહારાજ. ભક્તિના નંદન... અગાધ પુણ્યાઈ લઈને જન તપગચ્છનાયક પ્રેમસરી રચાઈ લઈને જનમ્યા, થયા ભક્તિના - વાચક પ્રેમસૂરીશ્વજી , તુમ ચરણે હો વંદન શાહ ભંવરલાલા સોહનરાજજી પરિવાર Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ 22 શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ સંપુર પ્રેરક : પ્રેમ ગુરૂ કૃપાપાત્ર પ.પૂ.આ.શ્રી નોંખસૂરીશ્વરજી મ.સા. TO સંપાદક પૂ.મુનિશ્રી પ્રશાંતશેખર વિ. પ્રકાશક... 15.02. ઉગમરાજ ભંવરલાલજી શાહજી 14. ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. KES (18) 4273 A | Page #6 -------------------------------------------------------------------------- ________________ - સર્વ હક્ક પ્રાસન્ને આધીન - પ્રાશન તારીખ : ૭-૫-૦૬, રવિવાર - મૂલ્ય : શ્રી પાર્શ્વનાથ આરાધના - પ્રત : ૧000 નક્લ -: પ્રાપ્તિસ્થળ :ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૩૧૨, કોમર્સ હાઉસ, ૧૪૦ નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. ફોન : ૦૨૨-૨૨૬૫૧૩૧૨ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર શંખેશ્વર મહાતીર્થ મુ. શંખેશ્વર, તા. સમી, જી. પાટણ (ઉ.ગુ.) ફોન : ૦૨૭૩૩-૨૭૩૩૨૫ મુદ્રકઃ જૈનમું ગ્રાફીક્સ સી-૧૪૧, પહેલો માળ, બી.જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ, અમદાવાદ. ફોનઃ ૨૫૬૨૭૪૬૯, ૨૫૬૩૦૧૩૩. Page #7 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જેમની નસ નસ માં છે, સંયમની ખુમારી... જેમના શ્વાસોચ્છવાસમાં છે, જિનભક્તિ... જેમની કૃપાદ્રષ્ટિ જ, મારા જીવન મુડી... જેમના ક્દમ મમાં, શાસન પ્રભાવનાનો મંત્ર... જેમના અણુ-અણુમાં, સમતા ભાવ રમતો હોય... આવા પરમશ્રેષ્ઠ ગુરૂની કૃપા અને અંતરના આશીર્વાદ વિના આત્મકલ્યાણ સંભવ નથી... સો સો સૂરજ ભલે ઉગે ચંદા ઉગે હજાર... ચંદા સૂરજ ભલે ઉગે પર ગુરૂ બિન ધોર અંધાર... એવા આ ગુરૂદેવ ના ચરણ કમલમાં તેમના ૭૫ માં સંયમ સુવર્ણ મહોત્સવે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસ” માળા અર્પણ કરીએ છીએ. શ્રી પ્રેમગુરુ પાપાત્ર શિષ્યરત્ન પં.શ્રી રત્નશેખર વિ. મ.સા. Page #8 -------------------------------------------------------------------------- ________________ રીદરા શહ. ઇ, હાજી ફોમ Page #9 -------------------------------------------------------------------------- ________________ શારીCIઈ સોહલર, ઘજી શાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ ' CCC ADDDDDDDI શિાહ વિરલાલ સોહનરાજી શાહજી પૂ.પિતાશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલા તપશ્ચર્યા... તળેટી થી શત્રુંજયદાદાની નવાણુંયાત્રા, વષીતપ એકાસણાથી, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈતપ, છરીપાલ સંઘ ૮ દિવસનો... Page #11 -------------------------------------------------------------------------- ________________ opp Fccccooooo DDDDDD શાહશીતાબેના ભવરલાલજી શાહજી પૂ.માતુશ્રી એ તેમના જીવનકાળ દરમ્યાન કરેલ તપશ્ચર્યા... વીશસ્થાનક તપ, ૪ માસીક તપ, ઉપધાન તપ, તળેટી થી શત્રુંજયદાદાની નવાણું યાત્રા, ૩ માસીક તપ, ૨ માસીક તપ, ૧ માસીક તપ, ઉપવાસ થી તેમજ આયંબિલથી વર્ષીતપ, અઠ્ઠાઈ, નવપદ ઓલી, ૫૦૦ આયંબિલ તપ, ૧૦૨૦ એકાસણા તપ, છરીપાલિત સંઘ ૨ મહિનાનો... Page #12 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છસૂર્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા નો शुभसंदेश... श्री श्मशाहपातिप्यतीर्थ संघटना दिन का जिम्मारालपरियार नमियाममा पुस्तका कारणामारी रे ने शुललिली . जा-विमसूरि -बिसंडर ? शनवर म.30- - रविवार,महाही Page #13 -------------------------------------------------------------------------- ________________ આ mn[ળા nિ ૧ શ્રી ભક્તિ પાર્શ્વનાથ-શંખેશ્વર (ગુજ.), ૨) શ્રી જીરાવલા પાર્શ્વનાથ-જીરાવલ (રાજ.), [3) શ્રી નામેડાજી પાર્શ્વનાથ-નાકેડા(રાજ.), (૪) શ્રી પંચાસરજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.), (૫ શ્રી સંwહરણજી ભગવાન-જેસલમેર (રાજ.), ૬ શ્રી જોટીંગજી પાર્શ્વનાથ-મુજપુર (ગુજ.) Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ-ગાંભુ (ગુજ.) શ્રાવ 104 ram શા શ્રી । કલ્પદ્રુમજી પાર્શ્વનાથ-મથુરા (ઉ.પ્રદેશ) ૧૧ શ્રી કોકાજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.) ૮ શ્રી વાડીજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.) ૧૦ શ્રી કંઠુમરોલજી પાર્શ્વનાથ-જાલોર (રાજ.) Ice H શ્રી અજાહરાજી પાર્શ્વનાથ-અજાહરા (ગુજ.) Page #15 -------------------------------------------------------------------------- ________________ ફ્રી303 urdara ]િ ૧૩ શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ-રાણજ્જર (રાજ.), ૧૪ શ્રી લિકંડજી પાર્શ્વનાથ-ધોળા (ગુજ.), ૧૫ શ્રી ધૃતલ્લોલજી પાર્શ્વનાથ-સુથરી (ગુજ.) ૧૬ શ્રી દાદાજી પાર્શ્વનાથ-બેડા (રાજ.), IGe) શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ-મહેસાણા (ગુજ.), ૧૮ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ-નેર (મહારાષ્ટ્ર) Page #16 -------------------------------------------------------------------------- ________________ RE CI[GI[ સ્થળ ૧૩ શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ-ફલૌદી (રાજ.) ૨0 શ્રી ભાભાજી પાર્શ્વનાથ-જામનગર (ગુજ.), ૨૧ શ્રી મનમોહનજી પાર્શ્વનાથ-દ્ધોઈ (ગુજ.), ૨૨ શ્રી ભયભંજનજી પાર્શ્વનાથ-ભીનમાલ (રાજ.), ૨૩ શ્રી મનોરથ-સ્પદ્રુમપાનાથ-પાલીતાણા ગુજ.) ૨૪ શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ-શીરપુર (મહારાષ્ટ્ર) Page #17 -------------------------------------------------------------------------- ________________ Indi કા ર૫ શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ-લોદ્રા (રાજ.), રહે શ્રી બારેજા પાર્શ્વનાથ-બારેજા (ગુજ.), શ્રી ચિંતામણી પાર્શ્વનાથ-નાસિક (મહારાષ્ટ્ર) ૨૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-શંખેશ્વર (ગુજ.) ર૯ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ-ઉન્હેલ (રાજ.) ઉ0 શ્રી નાગફણા પાનાથ-વિહાર (ગુજ.), Page #18 -------------------------------------------------------------------------- ________________ I[ળા Exla ઉ૧ શ્રી શામળાજી પાર્શ્વનાથ-અમદાવાદ (ગુજ.) ૩૨ શ્રી પ્રેમ પાર્શ્વનાથ-શંખેશ્વર (ગુજ.) ) ઉ3 શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.) ઉ૪ શ્રી ગાંડલીયાજી પાર્શ્વનાથ-માંડલ (ગુજ.) ઉ૫શ્રી કણજી પાનાથ-પાટણ (ગુજ.), Iઉદે શ્રી નારંગાજી પાર્શ્વનાથ-પાટણ (ગુજ.), ઉ9 શ્રી નવખંડાજી પાર્શ્વનાથ-ઘોઘા (ગુજ.) Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ આરાધના નામના પુસ્તકો શ્રી ઉગમરાજ ભંવરલાલજી શાહજી પરિવાર તરફથી પ્રકાશીત થતાં આનંદની અનૂભુતિ થાય છે કે આપણા ચોવીશે ચોવીશ તીર્થકરોમાં સર્વશ્રેષ્ઠ અદિય નામ કર્મના પ્રબલ ઉપાર્જક, વચન સિદ્ધ, સ્મરણમાત્ર થી દુઃખ અને દર્દ-પીડા પાન શમી જાય, એવા પાર્શ્વનાથ ભગવંતના આ ભારતની ધરતી પર એમના નામના ૧૦૮ (એકસોને આઠ) તીર્થો પ્રસિદ્ધ છે. વ્યક્તિ તરીકે એકજ પરંતુ વ્યક્તિના નામ ૧૦૮. જરાક કલ્પના કરો તો સહજ પણે ખ્યાલ આવી જાય કે આ જગતમાં પાર્શ્વનાથ ભગવંતનો આભા કેવો જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કરી આરાધના અને સાધના ઉપાસનાના બળે વીશસ્થાનક તપની વિશિષ્ઠ કોટીની આરાધના તથા જગતના સર્વ જીવોને સુખી કરૂં, સુખ આપું, સુખી બનાવવામાં નિમિત્ત બનું એ ભાવનાના બળે જ આ, આત્મા તીર્થંકર નામ કર્મ, જબરજસ્ત પુણ્ય કર્મ સાથે અદિય નામ કર્મ સાથે નિકાચીત કર્યું, કે આ આત્માના જન્મના અવસરે જગતમાં જેટલી પણ વિધમાન એટલી પુણ્યરાશી એકત્રિત થઈ કે, જેના પ્રભાવે આ આત્મા જબરજસ્ત કોટીના અદિય નામ કર્મના પ્રભાવે જ્યાં પણ વિચરે કે તરતજ આ આત્માના નામે તીર્થની સ્થાપના થઈ જાય, અત્યારે પણ આપ જોતા જ હશો કે ભારતમાં સૌથી વધુ તીર્થો પાર્શ્વનાથ ભગવંતના નામે જ જોવા મળે છે. એની પાછળ કોઈપણ કામ કરતું હોય તે એકજ એમનું આદેય નામ કર્મ કે જે આત્માનો નામ લેવા માત્ર થી પરમ શાંતિ સંતોષ અને આધિ-વ્યાધિ, ઉપાધિના બંધનોમાંથી છૂટકારો Page #20 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય તથા પરમ આનંદની અનુભૂતિ થવા લાગે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧૦૮) એકસોને આઠ તીર્થોની આરાધનાદર્શન-જાપ-ધ્યાન-સાધના-ઉપાસના દરેક જીવો એક સાથે કરી શકે માટે જ મારા જીવનના રાહબર અને અસીમ અનંત ઉપકારી ભવોદધિતારક એવા મારા વ્હાલા ગુરૂદેવે આ શંખેશ્વરજી તીર્થમાં એકસો આઠ તીર્થ સ્વરૂપી તીર્થની સ્થાપના કરી સાથે સાથે પૂ. ગુરૂદેવશ્રીના સંસારીપક્ષે વડીલભાઈ, ગુરૂભાઈ, સુબોધસૂરીશ્વરજી મ.સા. પણ સંપૂર્ણ સાથ અને સહકાર આપી આ તીર્થની પ્રતિષ્ઠા વધે મહિમા વધે એ વાત ને ધ્યાનમાં લઈને બંને ભાઈઓએ પોતાનું નામ પણ ક્યાંય ન રાખતા ક્ત ગુરૂના નામે જ ભક્તિવિહાર (ભક્તિનગર) એવું નામ આપ્યું અને મૂળનાયક પણ ભક્તિપાર્શ્વનાથ ભગવાન રાખ્યા. આવા મારા ગુરૂદેવના મનમાં ક્યારની એક ભાવના રમી રહી હતી કે ખરેખર ૧૦૮ (એકસો આઠ) પાર્શ્વનાથ ભગવાનનો ટુંકુ અને ટચ મંત્ર આરાધના-જાપ-ધ્યાનસાધના સાથે નો પુસ્તક સેટ બહાર પડે તો કેટલું સારૂં, આ ભાવના ધ્યાનમાં લઈને ગુરૂદેવ મને પ્રેરણા કરી કે ભાઈ રત્નશેખર આવું એકાદ સેટ બહાર પડે તો ખૂબ જ સારું એમાં મારા શિષ્ય પ્રશાંતશેખરે આ વાત ઝીલી લીધી, ગુરુ અને શિષ્યના અથાગ પ્રયત્ન તથા પ્રવર્તિની પૂ.સા.શ્રી વિધુત્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી રત્નપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી સહજુપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી હેમરત્નાશ્રીજી મ. (બેન મ.સા.) ના સહકારથી આ સુંદર પુસ્તકોનો સેટ તૈયાર થયેલ છે. તો આ સંપૂર્ણ સેટ Page #21 -------------------------------------------------------------------------- ________________ [[]]> પ્રકાશિત કરવામાં ભીનમાલ (રાજ.) નિવાસી ઉગમરાજ ભંવરલાલજી શાહજી સપરિવારે સુંદર સહયોગ આપેલ છે, તો આચાર્યપદ પ્રદાન સમારોહ, તપાગચ્છાધિપતિ પદ પાટોત્સવે, અને ૭૫ વર્ષના સંયમ હીરક મહોત્સવે આ સેટ બહાર પાડવામાં આવી રહેલ છે, તો સુરીજનો વાંચી-વિચારી-અનુભવી અને ખુબ-ખુબ મંત્રજાપ આરાધના ઉપાસના સાધના કરી તમારા આત્માને ઉજમાળ બનાવો... એજ અભ્યર્થના સાથે... પં. રત્નશેખર વિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ..અનુકમ...) ૧૧ થી ૨૮ છે ૨૯ થી ૪૧ જ ૪૨ થી પર = | હ હ હું ? શું હું છું હું છું છું હું છું હું છું હું શ્રી ભક્તિ પાર્શ્વનાથ શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી નાોડાજી પાર્શ્વનાથ શ્રી પંચાસરજી પાર્શ્વનાથ શ્રી સંwહરણજી ભગવાન શ્રી જોટીંગજી પાર્શ્વનાથ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ શ્રી વાડીજી પાર્શ્વનાથ શ્રી લ્પદ્રુમજી પાર્શ્વનાથ શ્રી કંમરોલજી પાર્શ્વનાથ શ્રી કોકજી પાર્શ્વનાથ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ શ્રી દાદાજી પાર્શ્વનાથ શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ શ્રી ભાભાજી પાર્શ્વનાથ શ્રી મનમોહનજી પાર્શ્વનાથ શ્રી ભયભંજનાજી પાર્શ્વનાથ પ૩ થી ૬૩ ૬૪ થી ૨ ૭૩ થી ૮૧ ૮૨ થી ૮૯ ૯૦ થી ૯૮ ૯૯ થી ૧૦૬ ૧૦૭ થી ૧૧૪ ૧૧૫ થી ૧૨૩ ૧૨૪ થી ૧૩૧ ૧૩૨ થી ૧૪ ૧૪૧ થી ૧૪૮ ૧૧૯ થી ૧૫૫ ૧૫૬ થી ૧૬૨ ૧૬૩ થી ૧૬૮ ૧૬૯ થી ૧૭૫ ૧૭૬ થી ૧૮૫ ૧૮૬ થી ૧૯૪ ૧૫ થી ૨૦૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩. શ્રી મનોરથ-કલ્પદ્રુમ પાર્શ્વનાથ ૨૪. શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ ૨૬. શ્રી બારેજા પાર્શ્વનાથ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૯. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શ્રી નાગફણા પાર્શ્વનાથ ૩૧. શ્રી શામળાજી પાર્શ્વનાથ ૩૨. શ્રી પ્રેમ પાર્શ્વનાથ ૩૩. શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૩૪. શ્રી ગાંડલીયાજી પાર્શ્વનાથ ૩૫. શ્રી ષ્ણજી પાર્શ્વનાથ શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૩૭. શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૨૦૩ થી ૨૦૯ ૨૧૦ થી ૨૧૭ ૨૧૮ ૨૨૫ થી ૨૩૧ ૨૩૨ થી ૨૩૭ ૨૩૮ થી ૨૪૮ ૨૪૯ થી ૨૫૬ ૨૫૭ થી ૨૬૨ ૨૬૩ થી ૨૬૮ ૨૬૯ થી ૨૭૫ ૨૭૬ થી ૨૮૧ ૨૮૨ થી ૨૮૭ ૨૮૮ થી ૨૯૨ ૨૯૩ થી ૨૯૭ ૨૯૮ થી ૩૦૩ ૩૬. Page #24 -------------------------------------------------------------------------- ________________ સુવાક્ય કેલેન્ડરમાં એક પાના ઉપર કોતરી રાખજો કે...જ્યાં સદ્ભાવ-સ્નેહ્તાવ અને સમર્પણ ભાવ હશે ત્યાં હંમેશા દિવાળી...નહિંતર હોળી તૈયાર જ છે. માત્ર સલાહ આપનારા ‘ઝુરબ્બી’ ન બનશો, સાથે સાથે ‘સાય' આપનાર સાથીદાર પણ બનજો... માં ને પોતાના દિકરાને માણસ બનાવવામાં વીસ વર્ષ લાગે છે, એજ દિકરાને સુર્ખ બનાવવામાં પત્નીને વીસ ઝીનીટ પણ લાગતી નથી. 筑 Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભક્તિ પાર્શ્વનાથ નવી વિન શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ, ભક્તિનગરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક રૂપે બિરાજમાન છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની અને પદ્માસનસ્થ છે. પરિકરથી પરિવૃત્ત અને ફણાથી અલંકૃત છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિ અને શ્રધ્ધાનો સૂર ગુંજવા લાગે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદના પ્રેરક તપાગચ્છ સૂર્ય, ગચછાધિપતિ આચાર્ય દેવ પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા પૂ. આ. દેવશ્રી વિજયસુબોધસૂરિશ્વરજી મહારાજ છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૫ની સાલમાં મહાસુદ-પાંચમના રોજ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા આચાર્ય દેવ શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજ આદિના વરદ હસ્તે કરવામાં આવી હતી. ગચ્છાધિપતિ આ.ભ.પૂ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા આ.ભ.પૂ. શ્રી સુબોધસૂરિશ્વરજી મ. આદિના ગુરૂદેવ આચાર્ય ભગવંત પૂ. શ્રી ભક્તિસૂરિશ્વરજી મહારાજની સ્મૃતિમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયનું શંખેશ્વરમાં નિર્માણ થયેલું છે અને મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે. પૂ. પ્રશાંત મૂર્તિ મુનિ પ્રવર શ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, પદ્મપ્રભાવક, પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મનો મર્મ સમજાવનારા વિશ્વ વિખ્યાત જગતપૂજ્ય, શાસ્ત્ર વિશારદ પૂ.સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મસૂરિશ્વરજી મ. (કાશીવાલા) ના શિષ્ય રત્નોમાં એક આ.ભ. વિજય ભક્તિસૂરિશ્વરજી મહારાજ હતા. તેઓ વર્ધમાન તપના ઉપદેશક હતા. આચાર્ય ભગવંત પૂ. ભક્તિ સૂરિશ્વરજી ના ગુરૂદેવ આ.ભ. શ્રી ધર્મસૂરિશ્વરજી મ. નો જન્મ વિક્રમ સંવત ૧૯૨૪માં મહુવા ખાતે થયો હતો. સંવત ૧૯૪૩માં ભાવનગર ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય પદવી સંવત ભક્તિ પાર્શ્વનાથ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૪માં કાશી (બનારસ)મા પ્રાપ્ત થઈ હતી. આ. શ્રી ધર્મસૂરિજી મહારાજે જૈન દર્શનના અનેક ગ્રંથો લખ્યા છે. તેમના અન્ય શિષ્યોમાં આ શ્રી વિજયેન્દ્રસૂરિજી મ., ઉપાધ્યાય મંગલવિજયજી મ., પૂ.વિદ્યાવિજયજી મ., પૂ. ન્યાયવિજયજી મહારાજ, પૂ. જયંત વિજયજી મ., પૂ. રત્નવિજયજી મ. સહિત અનેક શિષ્યો તથા શિષ્યોના શિષ્યો પણ હતા. આજે તો વિશાળ પરિવાર છે. | ભાદરવા સુદ-૧૪ સંવત ૨૦૫૭માં ભાદરવા સુદ-૧૪ ના શંખેશ્વર તીર્થમાં મુનિ ભક્તિરત્ન વિજયજી મહારાજે ભક્તિમય રચના કરીને પરમ કલ્યાણકારી ગુરૂદેવોને ભાવવંદના કરી છે તે ભાવગીત અત્રે પ્રસ્તુત છે. દિલથી ના વિસરાય, ક્યારે નહિ ભૂલાય ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય..૧ કમલાદેવી માતા હતા રામચંદ્રજી પિતા હતા બેભાઈ અને ચાર બેની વચ્ચે મુલચંદ્રજી સોહાય... ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૨ ગુરૂ વૃધ્ધિ પાસે દીક્ષા લીધી વૈરાગ્ય અમૃત વાણી પીધી ગુરૂવૈયાવચ્ચ કરીને એ તો, ગુરૂના દિલમાં સમાય... ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૩ શાસ્ત્ર વિશારદ જગતગુરૂ ધર્મસૂરિજીની માનસ યાત્રા શરૂ ઘરઘર ગામ જ્યોત જગાવી, મહાવીરનો ઝંડો લ્હેરાય.. ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૪ અંગ્રેજી વિદ્વાનો નમી ગયા છે કાશી નરેશ પ્રણમીને ગયા ભક્તિસૂરિજીના ગુરૂવર એતો, દિવ્ય વિભૂતિ દેખાય... ભક્તિ પાર્શ્વનાથ Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૫ જ્ઞાનની જ્યોતિ ધર્મની ક્રાંતિ તપની જ્ઞાતિ જગની શાંતિ આપના આ સપનાને ઓ દાદા ગુરૂદેવ અમે કરશું સાકાર ધર્મસૂરિ ગુરૂવરના ઉપકારો, ક્યારે ના ભૂલાય...૬ પ્રાતઃ સ્મરણીય પરમપૂજ્ય આચાર્ય દેવ પૂ.વિજય ભક્તિસૂરિશ્વરજી મહારાજનું જીવન-કવન અત્રે પ્રસ્તુત છે. | મહા પ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છત્ર છાયામાં આવેલ સમી નામના ગામમાં વિક્રમ સંવત ૧૯૨૯ના આસો સુદ-૮ના રોજ શ્રીમાળી જ્ઞાતીય શેઠ વસતાચંદ પ્રાગજીભાઈને ત્યાં આ તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો હતો. આ ભાવી મહાત્માનો જન્મસમય પણ ભવ્ય હતો. જૈન શાસનમાં કર્મરાજાના સામ્રાજ્ય ઉપર વિજય મેળવવા માટેનો એ માંગલિક દિવસ હતો. જે દિવસોમાં શાશ્વતી ઓળીની અપૂર્વ આરાધના કરીને અનેક ભવ્યાત્માઓ બાહ્ય અને અત્યંતર તપનું આલંબન લઈને આત્મ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. શુભ દિવસે પરિવારના સભ્યોએ બાળકનું નામ મોહનલાલ પાડ્યું. મોહનલાલ લોકોને મોહિત કરતાં વૃદ્ધિ પામવા લાગ્યા. માતા હસ્તબેન પુત્રને જોઈને અનેકમનોરથો સેવતા હતા. પણ ભાવીના પડદા પાછળ શું છૂપાયેલું હતું તે કોણ જાણતું હતું? સમયને થોભ નથી. કાળનો પ્રવાહ અવિરત ચાલવા માંડ્યો. મોહનલાલ નવ વર્ષના થતાં ગુજરાતી ધોરણ છ સુધી અને ધાર્મિક અભ્યાસમાં પણ પંચ પ્રતિક્રમણ તથા નવસ્મરણ સુધીનો અભ્યાસ કરી લીધો. મોહનલાલને જન્મથી જ પોતાના ધર્મનિષ્ઠ માતા-પિતાના સુસંસ્કારોનો વારસો મળેલો હોવાથી તેઓ દરરોજ જિનમંદિર તથા ઉપાશ્રયાદિ સ્થાનોમાં જતા હતા, જેથી તેમની ધર્મ પ્રત્યેની ભાવના વિકસીત થવા લાગી. સમી ગામ શંખેશ્વર તીર્થની નજીક હોવાથી તેમજ વિહાર માર્ગમાં આવેલ ભક્તિ પાર્શ્વનાથ Page #28 -------------------------------------------------------------------------- ________________ હોવાથી ગામમાં અવારનવાર પૂજ્ય મુનિ મહાત્માઓનું આગમન થતું, જેથી અનેક વખત ગુરૂ ભગવંતોની અધ્યાત્મ વાણીના શ્રવણનો લાભ સૌ કોઈને મળતો રહેતો હતો. પૂ. ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન શ્રવણથી તથા સમાગમથી મોહનલાલના જીવનમાં વૈરાગ્યના બીજ રોપાયાં. સમય જતાં તેમનું જીવન સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી અને તિવિહારાદિવ્રત-નિયમો, તથા ધર્મ આરાધનામાં ઓતપ્રોત બની ગયું. અને વૈરાગ્ય ભાવના વિકસવા લાગી. (ા એ વખતે મોહનલાલને પૂજ્ય શ્રી ધર્મવિજયજી મ. નો સમાગમ થયો. તેઓશ્રીની અમૃત સમાન વૈરાગ્યવાણી સાભળીને તેમનો અંતર આત્મા જાગી ઉઠ્યો : “આ સંસાર અસાર છે. ક્ષણ ભંગુર આ સંસાર માયા મરિચિકાથી પૂર્ણ છે. બાહ્ય દેખાતા સર્વ સંબંધો ક્ષણિક છે. સંસાર સમુદ્રને તરવા માટે એક સંયમનાવ અમોઘ સાધન છે. ત્યાગ સિવાય મુક્તિ નથી. | આમ મોહનલાલના અંતરમનમાં વૈરાગ્યમય વાણીએ ધમસાણ મચાવ્યું અને પ્રથમ મંગલ રૂપે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે શુભ પ્રસ્થાન કર્યું. તેમણે વિધિ સહિત યાત્રા કરી, તેઓ ઘેર પાછા ફર્યા એ દિવસે રાત્રિમાં અર્ધ નિદ્રાવસ્થામાં એક મંગલમય સ્વપ્ન આવ્યું. એ વૈરાગી આત્માએ વૈરાગ્યમાં વિશેષ વૃધ્ધિ કરનારું સ્વપ્ન જોઈને પ્રાતઃકાળે જાગૃત થતાં સંયમ લઈ આત્મ સાધના કરવાનો હૃઢ નિશ્ચય કરી લીધો. અને તે માટેની હિલચાલ શરૂ કરી દીધી. આ અરસામાં સમી ગામની નજીક ચાણસ્મા માં પૂજ્યશ્રી ધર્મવિજયજી મ. પોતાના શિષ્ય પરિવાર સાથે બિરાજમાન હતા. મોહનલાલ તરતજ ચાણસ્મા ગયા અને ત્યાં પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબનું વૈરાગ્યમય વ્યાખ્યાન સાંભળતાની સાથેજ સંયમ લેવાની ભાવના દર્શાવી. પુ.શ્રી ધર્મવિજયજી મહારાજે મોહનલાલની મુખાકૃતિની ભવ્યતા અને વૈરાગ્ય - ગર્ભિત વિનયશીલ વાણી પરથી અનુમાન કર્યું કે આ બાળક કોઈ સામાન્ય કોટિનો આત્મા નથી. પોતાની ઉત્કૃષ્ટ ભાવનાથી દીક્ષા અંગીકાર કરવા માટે ઉત્સુક થયેલા મોહનલાલને “અવસરનાજાણ” એવા તેઓશ્રીએ સમય પણ ન ગુમાવવાનું ભક્તિ પાર્શ્વનાથ Page #29 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું. પ્રવજ્યા અંગીકાર કરવાની પ્રબળ નિશ્ચયવાળા મોહનલાલ પોતાના ગામમાં આવ્યા. તેમણે પોતાના પરિવાર, સગા સ્નેહીઓ તથા શ્રી સંઘમાં સંયમ ધારણ કરવાની ભાવના જણાવી. સંઘે તુરત આજ્ઞા ન આપી. પરંતુ મોહનલાલની દૃઢતા સામે સૌ કોઈ ઝુકી ગયા અને માન્યું કે મોહનલાલમાં ઉત્કૃષ્ટવૈરાગ્ય ભાવના ભરી છે. છેવટે શ્રી સંઘે નિર્ણય કર્યો કે આવા માંગલિક પ્રસંગનો લાભ આપણાં જ ગામને આંગણે લઈશું. ત્યારબાદ મોહનલાલ સાથે પરિવારના સભ્યો અને શ્રી સંઘ ચાણસ્મા ગયો. અને ત્યાં બિરાજમાન પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ પાસે પોતાના ગામમાં જ દીક્ષા મહોત્સવ ઉજવવા માટેની ભાવના વ્યક્ત કરી. તથા સમી ગામમાં પધારવા વિનંતી કરી. આમ સમી જૈન સંઘના અત્યાગ્રહથી પૂ. શ્રી ધર્મવિજયજી મ. તથા શિષ્ય સમુદાય સમી ગામમાં પધારતાં ગુરૂ ભગવંતનું ભવ્ય સ્વાગત કરાયું. એજ વખતે શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું. અને સમીના આંગણે ખૂબજ ધામ ધૂમ પૂર્વક સંવત ૧૯૫૭ના મહા વદ-દશમના રોજ મોહનલાલે પ્રવજ્યા અંગીકાર કરી. તેમનામાં વિદ્યમાન અનેક ગુણો ઉપરાંત ભક્તિનો ગુણ વિશેષ હોવાથી તેમનું નામ ભક્તિ વિજય રાખવામાં આવ્યું. તેઓ મુનિ ભક્તિવિજય બન્યા. ૧ મુક્તિપથના મહાન યાત્રી ખૂબજ વેગથી મુક્તિના મંગલ માર્ગે વિહરવા લાગ્યા. તેમનો આત્મા પહેલેથી જ વૈરાગ્યના રંગો વડે રંગાયેલો હતો, તે સાથે આત્મજ્ઞાન વિકસાવવા અને જ્ઞાન સંપાદન કરવા માટે તેમણે કમ્મર કસી. કાશીબનારસ જેવા વિદ્યાધામમાં તેઓશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી, શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યશ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી તેઓશ્રીને અપૂર્વ જ્ઞાન-પ્રાપ્તિ માટેની સુંદર તક મળી ગઈ. તેઓ રાત-દિવસ અભ્યાસમાં તલ્લીન રહેતા હોવાથી થોડા જ વખતમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વ્યાકરણ, કાવ્ય અને ન્યાયાદિ ગ્રંથોનો સારી રીતે અભ્યાસ કર્યો. આગમ ગ્રંથોનું ઊંડાણથી ચિંતન કર્યું. તેમણે કર્મ પ્રકૃતિ અને પંચ સંગ્રહાદિ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ ર્યો. ભક્તિ પાનાથ Page #30 -------------------------------------------------------------------------- ________________ મુનિપ્રવર પૂ.શ્રી ભક્તિવિજયજી મહારાજશ્રી ની અમૃત-સમ વૈરાગ્યમય વ્યાખ્યાન-વાણી સાંભળીને અનેક ભવ્યાત્માઓવ્રત-નિયમો તથા ધાર્મિક કૃત્યોમાં અભિમુખ થવા લાગ્યા. પૂજયશ્રીની વિદ્વતા અને વિશુધ્ધ ચારિત્રાદિ ગુણોથી આકર્ષાઈ કપડવંજમાં પૂ.આ.શ્રી વિજયવીર સૂરિશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી સંઘે કરેલ અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિસ્નાત્રાદિ મહોત્સવપૂર્વક ખૂબજ ધામધૂમથી તેઓશ્રીને સંવત ૧૯૭૫ના અષાઢ સુદી બીજના શુભ દિને ગણીપદથી અને સુદ પાંચમના પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. ત્યારથી તેઓ પન્યાસશ્રી ભક્તિવિજયજી ગણી એવા શુભ નામથી પ્રસિધ્ધ થયા. કે આમ સ્વ-પરના કલ્યાણાર્થે અનેક પ્રકારની ધર્મઆરાધના કરતાં-કરતાં તેઓશ્રી પાટડી પધાર્યા. પાટડીમાં સંઘવી શેઠ પોપટલાલ ધારશીભાઈએ આવીને તેઓશ્રીને કહ્યું : “આપની વિદ્વતા, શાસન પ્રભાવનાની ધગશ અને વિશુધ્ધ ચારિત્રશીલતા દિના અનેક સદગુણોથી પ્રભાવિત થયેલા શ્રી સંઘે આપને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પવિત્રછાયામાં આચાર્ય પદવીથી વિભૂષિત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આપ કૃપા કરીને પાલીતાણા પધારો. આ પ્રમાણે તેમની આગ્રહભરી વિનંતીને માન આપી પૂજ્યશ્રી પોતાના પરિવાર સાથે પાલીતાણા પધાર્યા અને ત્યાં આગમોધ્ધારક પૂ. આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરિશ્વરજી મહારાજે સંવત ૧૯૯૨ના વૈશાખ સુદી-૪ ના દિવસે પ્રાતઃકાળે વિશાળ માનવમેદની વચ્ચે પં.શ્રી ભક્તિવિજયજીગણીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા ત્યારથી તેઓ વિશ્વમાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિજી એવા શુભ નામથી પ્રસિધ્ધ થયા. પૂજ્યશ્રીનો મહેસાણા, રાધનપુર, સમી, હારીજ અને વીરમગામ વગેરે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ઘણોજ ઉપકાર છે. તેઓશ્રીની ધાર્મિક ક્રિયા એટલી પવિત્ર અને આત્મભાવથી નીતરતી હતી કે જેઓને એમના સંપર્કમાં આવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હશે તેમને એમનામાં રહેલી આત્મ-રમણીયતાથી યુક્ત ક્રિયાથી સુવાસ જોવા મળી હશે. ભક્તિ પાર્શ્વનાથ Page #31 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીએ આત્મા સાથેના કર્મોનો નાશ કરવા માટે તપનું પણ આલંબન લીધું હતું. કેમકે તપ વિના ચીકણાં કર્મરૂપી મેલને બાળવા માટે બીજી કોઈપણ રામબાણ ઔષધિ જિનશાસનમાં બતાવી નથી. એને માટે પૂજ્ય ગુરૂદેવને પોતાની લેખિની અને પ્રૌઢવાણી દ્વારા તથા પોતાની જીવન ચર્યામાં પ્રેક્ટીક્લ સિધ્ધ કરીને જગતના મુમુક્ષુઓ સમક્ષ એક મહાન આંદોલન જગાડ્યું હતું. તેના ફળ સ્વરૂપે ભારત વર્ષના ખૂણે ખૂણે શ્રી વર્ધમાન આયંબીલ તપની સંસ્થાઓ જોવામાં આવી રહી છે. તે પૂજ્યશ્રીના અથાગ પરિશ્રમ અને આત્મદેઢતાના સુંદર ફળો છે. - પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી મ.નું અંતીમ ચાતુર્માસ સમીમાં હતું. આ અરસામાં તેઓશ્રીની વૃધ્ધાવસ્થાના કારણે શારીરિક અશક્તિ વધવા લાગી હતી. તેથી ચાતુર્માસ પહેલાં જ તેઓશ્રીએ પોતાના સુશિષ્યો પૂ. પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મ. (હાલમાં ગચ્છાધિપતિ - તપાગચ્છ સૂર્ય આ.ભ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા)તથા પૂ. પંન્યાસજી શ્રી સુબોધ વિજયજી મ. આદિઠાણાંઓને પોતાની પાસે ચાતુર્માસની આરાધના કરવા માટે મુંબઈથી બોલાવી લીધા હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તબિયત વિશેષ બગડી, જેથી સમીના ગુરૂભક્ત શ્રીસંઘે પાટણથી ડોક્ટર સેવંતીલાલભાઈને બોલાવ્યા. ડોક્ટરે પૂજ્યશ્રીનું શરીર તપાસ્યું. અને આશ્ચર્ય અનુભવતાં બોલી ઉઠ્યા કે આવી પરિસ્થિતિમાં તો કેસ ખલાસ જ થઈ જાય, છતાં આ મહાપુરુષ કઈ રીતે જીવે છે ? એ મારી સમજની બહાર છે. પૂજ્યશ્રીની આ અગાઉ તબીયત બગડી હતી ત્યારે લાગતું હતું કે આ મહાપુરુષ બે-ચાર કલાકમાં પોતાનો દેહ છોડી દેશે. પરંતુ તે વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે. ગુરૂદેવનું તપોબલ અલૌકિક છે. તેઓશ્રીના તપોબળ પાસે અમારૂં વિજ્ઞાન પાંગળું છે. ડોક્ટરના ગયા પછી પૂજ્યશ્રીને થોડા દિવસોમાં આરામ થઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂ. આચાર્યદેવને શાસનદેવનાસંક્તાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવાની પ્રબળ ભાવના થઈ. તેઓશ્રીએ પોતાના શિષ્ય પરિવારને કહ્યું: “ચાલો શંખેશ્વર...મારે આ મહાતીર્થમાં પંદર દિવસની આરાધના કરવી છે...” ભક્તિ પાર્શ્વનાથ Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવે પોતાના શિષ્ય-પરિવાર સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભક્તિસૂરિશ્વરજી મહારાજ શંખેશ્વર આવ્યા બાદ પોતાની શુભ ભાવના મુજબ પંદર દિવસની આરાધના પૂરી કરી. અને જાણે આ જીવની આરાધના પણ પૂરી થઈ હોય તેમ સોળમા દિવસે સવારે ૫.શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પં.શ્રી સુબોધવિજયજી મ. આદિ સાથે પ્રતિક્રમણ ખૂબ જ ભાવથી કર્યું. પછી પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન ભક્તિ સભર આત્મિક ઉલ્લાસપૂર્વક કર્યો. ત્યારબાદ ગુરૂભક્ત શિષ્યોએ વાપરવા માટે પૂજ્યશ્રીને વિનયપૂર્વક વિનંતી કરી, પરંતુ જાણે અનશન ન આદર્યું હોય? તેમ તેઓશ્રીએ કહ્યું કે મારે હજી આરાધના બાકી છે. નવકારવાળી ગણવાની બાકી છે. આજે મારે વિજય મુહુર્ત સાધવાનું છે.' આવા પ્રકારની તેઓશ્રીની વાણી જાણે તે દિવસે સાંકેતિકન હોય. તેમ લાગતું હતું. જ્યારે વિજય-મુહૂર્તનો સમય નજીક આવ્યો ત્યારે ગુરૂદેવે કહ્યું કે “બધા સાધુઓ હાજર છે ને?” એમ કહીને તેઓ નવકારવાળી ગણવા લાગ્યા. આ પ્રમાણે નવકારવાળી ગણતાં ગણતાં પૂજ્ય ગુરૂદેવે પૂર્વથી સૂચિત થયેલ ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસને બેસીને પૂર્ણ સમાધિમાં સંવત ૨૦૧૫ના પોષ સુદિ૩ના બપોરે વિજય-મુહૂર્ત નશ્વર દેહનો ત્યાગ કર્યો. પોતાના અંતિમ સમય સુધી આરાધનામાં તલ્લીન રહીને આ મહાપુરુષે આ સંસારમાંથી વિદાય લીધી. પૂજ્ય ગુરૂદેવે દીર્ઘકાલીન સંયમથી ઉત્કૃષ્ટ સાધનાના શુભફળ રૂપ અજોડ દાખલો પોતાના અંતિમ કાળધર્મ વખતે મહાપ્રભાવક શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં પ્રત્યક્ષ સિધ્ધ કરી બતાવ્યો. પૂજય ગુરૂદેવશ્રીના સમુદાયમાં આજે વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો વિદ્યમાન છે. જે તેઓના પુનીત પગલે ચાલીને શ્રી જિનશાસનની પ્રભાવના કરી રહ્યાં છે. ભક્તિ પાર્શ્વનાથ Page #33 -------------------------------------------------------------------------- ________________ પરમ તપસ્વી, તેજસ્વી મહાપુરુષ, શાસ્ત્ર વિશારદ પૂ. આ.ભ. શ્રી ભક્તિસૂરિજી મહારાજના નામ સાથેની શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય(શંખેશ્વર)માં મૂળ નાયક રૂપે બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભક્તિ પાર્શ્વનાથ 1 શંખેશ્વરમાં તપાગચ્છસૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ.આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજની પ્રેરક પ્રેરણાથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ વિશાળ જગ્યામાં રચાયું છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. જેમાં પ્રથમ શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. શ્રી ભક્તિ પાર્શ્વનાથની ખરા હૃદયથી જેઓએ આરાધના કરી છે તેઓને મંગલકારી લાભ પ્રાપ્ત થયો છે. પ્રતિમાજી માંથી કરૂણા વરસતી જોવા મળે છે. ૯ (e) Page #34 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના (૧) ૐૐ હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐૐ હા શ્રીં હ્રીં શ્રી ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભક્તિ પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણ મંત્રો અત્યંત પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. દરરોજ વહેલી સવારે નિર્ધારિત સમયે અને નિશ્ચિત જગ્યા પર બેસીને જાપ કરવા. આ મંત્રના જાપ કરવાથી સર્વ વિઘ્નો નાશ પામે છે. અશાંત મન શાંત બની જાય છે. જીવનમાં મંગલના સૂરો જ ગુંજતા રહે છે. આવવા માટે સુવિધા રેલ્વે સ્ટેશન વિરમગામ – અમદાવાદ એરપોર્ટ – અમદાવાદ શંખેશ્વરની પંચતીર્થ મોટી ચંદુર, દુધકા, નાયકા, સમી. : સંપર્કઃ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ શ્રી ભક્તિ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ. પો. - શંખેશ્વર, તા. સમી, જી. પાટણ વાયા – હારીજ પીન ઃ ૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫, ૨૭૩૪૪૪ ૧૦ * F? ભક્તિ પાર્શ્વનાથ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ ગૌરવપ્રદ અને મહિમાવંતો છે પ્રાચીન ગ્રંથોમાં જીરાવલાનો ઉલ્લેખ જીરાપલ્લી,જીરિકામલ્લી કે જીરાવલ્લી તરીકેનો થયો છે. પ્રાચીનકાળમાં જીરાવલા એક સમૃદ્ધ શહેર હોવાનું પ્રાચીન ગ્રંથો જણાવે છે. એ સમયે જીરાવલા નગરનો સુવર્ણકાળ હતો. પ્રજાજનો સુખી અને સમૃધ્ધ હતા કોઈ પાંતીનું દુઃખ નહોતું. સંવત ૧૧૦૯ ના સમયની વાત છે. બ્રહ્માણ નામનું નગર હતું. આજે તે વરમાણ નામથી આ ગામ જાણીતું છે. આ ગામમાં એક વૃધ્ધા રહેતી હતી. તે વૃધ્ધાને એક ગાય હતી. આ વૃધ્ધાની ગાય દરરોજ સેહેલી નામની સરિતાના તટે આવેલી દેવીની ગુફામાં દૂધ ઝરી આવતી હતી. વૃધ્ધાને થયું કે ગાય કેમ દૂધ આપતી નથી. કેટલાંક દિવસો એમને એમ પસાર થઈ ગયા. એક દિવસ વૃધ્ધાને થયું કે ચોક્કસ કોઈ વ્યક્તિ દૂધ દોહી લેતું હોવું જોઈએ. આથી વૃધ્ધા તે ગાયની પાછળ પાછળ ગઈ. ગાય દરરોજની જેમ દેવીની ગુફા પાસે આવી અને ત્યાં તેના આંચળ માંથી દૂધ આપો આપ ઝરવા લાગ્યું. | વૃધ્ધા આ દૃશ્ય જોઈને આશ્ચર્ય પામી ઉઠી તે ત્યાં ઊભી ન રહેતા દોડી દોડી ગામમાં આવી અને સીધી નગરમાં રહેતા ધાંધલ નામના શ્રેષ્ઠીના ભવને ગઈ. | ધાંધલ શ્રેષ્ઠી પોતાના ભવનના અતિથિ ખંડમાં બેઠા હતા તેની બાજુમાં શેઠાણી બેઠા હતા. શેઠ-શેઠાણી વાર્તાલાપ કરી રહ્યાં હતા. ધાંધલ શેઠે પોતાની પત્નીને કહ્યું : પ્રિયે, દિવસનો પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો છે હવે મારે પેઢીએ જવાનું છે. - “સ્વામી આપ મધ્યાહન સમયે આવી જજો.', ભલે હું સમયસર આવી જઈશ ધાંધલ શેઠ આટલું કહીને પોતાના આસન શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ Page #36 -------------------------------------------------------------------------- ________________ પરથી ઉભા થયા ત્યાં જ વૃધ્ધાએ ભવનમાં પ્રવેશ કર્યો અને આશ્ચર્યના ભાવ સાથે ધાંધલ શેઠ પાસે આવી. વૃધ્ધાએ શેઠ-શેઠાણીને પ્રણામ કર્યા. ધાંધલ શેઠે કહ્યું: માજી, આમ દોડતા કેમ આવ્યા? શું કંઈ થયું છે? “શેઠજી ગજબનો ચમત્કાર થઈ ગયો. વૃધ્ધાએ આશ્ચર્યભર્યા સ્વરે કહ્યું. શું થયું છે? માંડીને વાત કરો તો ખબર પડે.” શેઠ બોલ્યા શેઠજી કેટલાક દિવસોથી મારી ગાય દૂધ આપતી નહોતીવહેલી સવારે હું તેને ગામના પાદરે છૂટી મૂકી આવતી તે ચરીને ઘેર પાછી આવી જતી પણ દૂધ આપતી નહોતી આથી મને થયું કે કોઈ મારી ગાયને દોહી લેતું હશે. કોણ હશે? એ જાણવા હું ગાયની પાછળ પાછળ ગઈ ત્યાં તો આશ્ચર્ય જેવી વાત હતી.” - “શું થયું? શેઠાણી ને વૃધ્ધાની વાતમાં રસ પડ્યો .” શેઠાણીએ દેવીની ગુફામાં જઈને જોયું તો ત્યાં મારી ગાય ઉભી રહી. ગઈ અને તેના આંચળમાંથી એકાએક દૂધ ઝરવા લાગ્યું, આવું તો મે મારા જીવનમાં ક્યારેય જોયું હોતું આમ કેમ થયુ હશે તે જાણવા હું આપની પાસે આવી છું.' “માજી આપે એક દિવસની પ્રતીક્ષા કરવી પડશે. હું આજ તે સ્થાને જઈ આવું પછી આવતીકાલે જણાવીશ કે આપની ગાય ત્યાં દૂધ કેમ ઝરાવે છે?' તો શેઠજી હું આવતી કાલે આપની પાસે આવું?” “હા... પણ આપની ગાયને ત્યાં તો મોકલજો જ...” “હા... આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ” માજી બોલ્યા. થોડીવાર રહીને વૃધ્ધા પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ તરફ કુતૂહલ પામેલા ધાંધલ શેઠ પેઢીએ જવાના બદલે સીધા દેવીની ગુફા તરફ ગયા. દેવીની ગુફા ગામના પાદર પાસે હતી. ધાંધલ શેઠ ગુફામાં ગયા પરંતુ કશું જોવા ન મળ્યું અને વિચાર્યું કે રાત્રે શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ સ્થાન પર આવીને સૂઈ જઈશ. ધાંધલ શેઠ ત્યાંથી પોતાના પેઢી પર ગયા. ગામનાનું હતું પણ ધાંધલ શેઠ નો વેપાર ધમધોકાર ચાલતો હતો. આજુબાજુના નાના નાના ગામોના વેપારીઓ બ્રહ્માણ ગામમાં ખરીદી કરવા માટે આવતા હતા. ધાંધલ શેઠે પેઢી પર આવીને હિસાબ જોયો. વાણોતર પરગામના એક વેપારીને જોઈતી ચીજ વસ્તુઓ આપી રહ્યો હતો. ધાંધલ શેઠે વાણોતરને પૂછયું: ‘ભાઈ કોઈ ખાસ આવ્યું હતું?' ના શેઠજી, પરગામના પાંચ-સાત વેપારીઓ આપણે ત્યાંથી મોટી ખરીદી કરીને ચાલ્યા ગયા છે. આપને યાદ કરતાં હતા. આજે આપને આવવામાં વિલંબ થયો.' હા... એક કામ આવી પડ્યું એમાં મોડું થયું.” ધાંધલ શ્રેષ્ઠીએ જણાવ્યું. મધ્યાન્હ થયો એટલે ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યા. શેઠાણી સ્વામીની પ્રતીક્ષા કરતા હિંડોળા પર બેઠા હતાં. સ્વામી આવેલા જોઈને તે હિંડોળા પરથી ઉભા થઈ ગયા અને કહ્યું: “સ્વામી આપ દેવીની ગુફાએ જઈ આવ્યા?” “હા... પ્રિયે મને કંઈ અચરજ પમાય તેવું લાગ્યું નથી છતાં મનમાં વિચાર આવ્યો છે કે આજની રાત ત્યાં સૂઈ જઉં જેથી સ્વપ્નમાં કોઈ સંકેત મળે.. ગૌમાતાનું જ્યાં દૂધ ઝરે છે તે જગ્યાએ કોઈ દેવની પ્રતિમાજી હોય એવું લાગે છે.” “આપણે પછી વાતો કરીશું પહેલા ભોજનને ન્યાય આપી દઈએ.” શેઠાણી રસોડા તરફ ચાલવા લાગ્યા. ભોજનની સામગ્રીઓ તૈયાર હતી. દાસીએ શેઠ-શેઠાણીના ભોજન માટેના પાટલાં ગોઠવી રાખ્યાં હતા. બેસવા માટેના આસનો પણ મૂકી દીધા હતા. ધાંધલ શેઠ અને શેઠાણી એ હાથ-મોં સ્વચ્છ કર્યા, પછી ભોજન અર્થે આસન પર બેઠાં દાસીએ તરતજ સાત્વિક ભોજન પીરસવું શરૂ કહ્યું. શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ( ૧૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ બન્ને પતિ-પત્નિએ ભોજન ગ્રહણ કરવું શરૂ કર્યુ ભોજન કરીને બન્નેએ ઉભા થઈને મુખવાસ ગ્રહણ કર્યો અને પ્રતીક્ષા ખંડમાં આવ્યા. સંધ્યાકાળ થયો ત્યારે ધાંધલ શેઠ અને શેઠાણી એ વાળું કરી ને પ્રતિક્રમણ કર્યું. | રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયો એટલે ધાંધલ શેઠ દેવીની ગુફામાં જવા માટે ભવનની બહાર નીકળ્યા શેઠાણીએ પોતાના સ્વામીને સાવચેત રહેવા જણાવ્યું હતું. આ ધાંધલ શેઠ હાથમાં દીપક રાખ્યો હતો. તેના પ્રકાશમાં તેઓ આગળ વધતા હતા. લગભગ અર્ધ ધટિકા બાદ ધાંધલ શેઠ સરિતા પાર કરીને દેવીની ગુફા પાસે આવી પહોંચ્યાં. | દેવીની ગુફામાં એક જગ્યા સ્વચ્છ કરીને આસન પાથર્યું અને તેના પર બેઠાં તરતજ તેમણે શ્રી નમસ્કાર મહામંત્રનું રટણ કરવા માંડ્યું લગભગ એકાદ ઘટિકા શ્રી નવકાર સ્મરણ કરીને તેઓ આડેપડખે થયા. થોડીવારમાં તેમની આંખો ઘેરાવા લાગી અને નિદ્રાધીન થઈ ગયા. રાત્રિના અંતિમ પ્રહરની પ્રથમ ઘટિકા બાદ ધાંધલ શેઠને સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે સંકેત આપ્યોકે આ ગુફામાં જ્યાં દરરોજ ગાય દૂધની ધારા વરસાવે છે ત્યાં નયનરમ્ય અને મનમોહક શ્રી જિનેશ્વર દેવની ચમત્કારિક પ્રતિમાજી છે. સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવની વાણી સાંભળીને ધાંધલ શેઠના આનંદનો પાર ન રહ્યો. તેઓ તરતજ જાગૃત થઈ ગયા અને શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા. થોડીવાર રહીને તેઓ આસન પરથી ઉભા થયા અને અતિહર્ષ અનુભવતો ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યો. ત્યારે રાત્રિનાં અંતિમ પ્રહરની છેલ્લી ઘટિકા ચાલી રહી હતી. જ્યારે ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યા ત્યારે શેઠાણી તેમની પ્રતિક્ષા શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ Page #39 -------------------------------------------------------------------------- ________________ કરતાં ખંડમાં બેઠા હતા. Apsuk 1 pp Fre the form for સ્વામી ને આવેલા જોઈને શેઠાણી આસન પરથી ઉભા થઈ ગયા અને કહ્યું : ‘સ્વામી હું આપની જ પ્રતીક્ષા કરતી હતી.’ ‘પ્રિયે દેવીની ગુફામાં નયનરમ્ય, મહાપ્રભાવક શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી ભંડારાયેલા છે. ત્યાં રાત્રે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો છે.’ ‘ઓહ...આ તો અત્યંત ખુશીના સમાચાર છે...' શેઠાણી એ કહ્યું: ‘મારે આ વાત મહાજનને જણાવવી પડશે. શું કરવું તેનો નિર્ણય કરવો પડશે.’ એમજ થયું ધાંધલ શેઠ પ્રાતઃ કાર્યથી નિવૃત્ત થઈને નવા વસ્ત્રો ધારણ કર્યા પછી ભવનની બહાર નીકળ્યા અને સીધા નગરશેઠની પાસે પહોંચ્યા. નગરશેઠે ધાંધલ શ્રેષ્ઠીને આવકાર આપ્યો...ભાવથી સ્વાગત કર્યું. અને પૂછ્યું: ‘ધાંધલ શેઠ આજે વહેલાં... વહેલાં... મારે ત્યાં... શું કોઈ પ્રશ્ન છે ? નગરશેઠજી એક અત્યંત આનંદ અને હર્ષના સમાચાર આપવા માટે આવ્યોછું. ‘શું વાત છે?’ નગરશેઠને ધાંધલ શેઠની વાતમાં રસ પડ્યો ‘નગરશેઠજી, આપણા ગામના સીમાડે આવેલ દેવીની ગુફામાં શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી ભંડારાયેલી છે તેવો સંકેત મને ગઈકાલે સ્વપ્નમાં મળ્યો છે હવે શું કરવું તે આપને નક્કી કરવાનું છે.’ ‘ધાંધલ શેઠજી તમે વાત પૂરી જણાવો..’ ‘શેઠજી’ મારે ત્યાં એક વૃધ્ધા આવી હતી. તેણીની ગાય છેલ્લા કેટલાક દિવસોથી દૂધ આપી રહી નહોતી આથી તે વૃધ્ધાએ તપાસ કરી તો તેણીને જાણવા મળ્યું કે ગાય દેવીની ગુફામાં જઈને દૂધની ધારા કરે છે. આ વાત તે શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ વૃધ્ધાએ અમને કરી. મને થયું કે કોઈ દેવની પ્રતિમાજી હશે. ગઈકાલે રાત્રે હું ત્યાં નવકાર મંત્રનું સ્મરણ કરીને સૂતો ત્યારે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં દર્શન કરીને જણાવ્યું કે અહીં મનોરમ્ય અને ચમત્કારિક શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી ભંડારાયેલી છે. આ સંકેત જાણ્યા પછી હું આપની પાસે આવ્યો છું.' ‘ઓહ... દેવની ગુફામાં શ્રી જીનેશ્વર દેવની પ્રતિમાજી છે. વાહ.. આપણે વાજતે ગાજતે ગામમાં લાવીને તે પ્રતિમાજી- ની પ્રતિષ્ઠા કરીશું આવતીકાલે સંઘ સાથે જઈશું હું ગામના વણિક પરિવારોને દેવીની ગુફા પાસે પ્રાતઃકાળે એકત્રિત થઈ જવાનું જણાવી દઉં છું’. નગરશેઠે કહ્યું. ધાંધલ શેઠે થોડીવાર રહીને વિદાય લીધી. આ તરફ દેવીની ગુફાની નજીક રહેતા જીરાવલા નગરના લોકો ને ધાંધલ શેઠને આવલા સ્વપ્નની જાણ થઈ. તેઓ પણ ભારે ઉત્સાહમાં આવી ગયા. તેઓએ પણ બહ્માણ ગામના લોકો ની સાથે જોડાવાનું નક્કી કર્યું. અને બીજે દિવસે ...પ્રાતઃકાળે દેવીની ગુફા પાસે બ્રહ્માણ ગામના નગરશેઠ, ધાંધલ શેઠ તથા જૈન અગ્રણીઓ સંઘ સાથે એકત્રિત થયા. સાથોસાથ જીરાવલા નગરનો સંઘ પણ ઉમટી પડ્યો હતો. બન્ને ગામના સંઘોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પ્રવર્તતો હતો. બ્રહ્માણ ગામના નગરશેઠે ધાંધલ શેઠના કથન અનુસાર એક જગ્યાએ ખાડો કરાવ્યો ખાડો કરનારા માણસોએ ખૂબજ ધૈર્ય થી પોતાનું કાર્ય કરતા હતા. શ્રી જિનપ્રતિમાજી ને કોઈપણ જાતનું નૂકશાન ન થાય તેની પુરી ચિવટ અને તકેદારી રાખતા હતા. વાતાવરણમાં ઉત્સુકતા છવાઈ ગઈ હતી. બન્ને ગામના સંઘોમાં ભારે આનંદ છવાયો હતો. ત્યાં એક માણસ ખાડો ખોદતાં બોલી ઉઠ્યોઃ ‘નગરશેઠજી, આનંદ પામો... ઘંટનાદ કરાવો.. વાતાવરણને મંગલમય બનાવો... અહીં શ્રી જિન પ્રતિમાજી છે... ૧૬ શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ Page #41 -------------------------------------------------------------------------- ________________ બન્ને સંઘના લોકોએ હર્ષનાદ કર્યો. Bh તે માણસે હળવેકથી શ્રી જિન પ્રતિમાજીને ખાડામાંથી બહાર કાઢયા. ખાડામાં ભંડારાયેલી હોવા છતાં શ્રી જિન પ્રતિમાજી અત્યંત દિવ્ય લાગતા હતા. તે જિનપ્રતિમા શ્રી પાર્શ્વનાથપ્રભુની હતી. સૌએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જય જયકાર કર્યો. સંઘના અગ્રણીઓએ શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીના વ્હાલથી વધામણાં કર્યાં. દર્શનીય, નયનરમ્ય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી નિહાળીને ભાવિકજનો ભાવ વિભોર બન્યા. બન્ને સંઘના અગ્રણીઓએ શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને ઉચિત સ્થાને બિરાજમાન કર્યા. બ્રહ્માણ ગામના નગરશેઠ કહ્યું: શ્રી પાર્શ્વપ્રભુની આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા અમે ભવ્ય રીતે બહ્માણ ગામમાં કરીશુ’ ત્યાં જીરાવલાના અગ્રણીઓ બોલ્યા : ‘નગરશેઠજી, આપ આ શું કહો છો ? આ દેવીની ગુફાથી અમારું ગામ એકદમ નજીક છે તેથી આ નયનરમ્ય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી ને પ્રતિષ્ઠા કરવાનો અમારો પ્રથમ હક બને છે. નગરશેઠે કહ્યું : ‘ભાઈઓ તમારી વાત સાચી છે કે દેવીની ગુફાથી તમારૂં ગામ જીરાવલા નજીક છે. પરંતુ અહીં શ્રી જિન પ્રતિમાજી ભંડારાયેલા છે તેની જાણ અમારા ગામના ધાંધલ શ્રેષ્ઠીને સ્વપ્નમાં થઈ હતી. તેમને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત આપ્યો હતો આથી અમેજ આ પ્રતિમાજી ની પતિષ્ઠા અમારા ગામમાં કરીશું. અને...બન્ને ગામોના સંઘો વચ્ચે ચર્ચા શરૂથઈ બન્ને સંઘોમાંથી કોઈ મચક આપતું નહોતું બન્ને સંઘો વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બ્રહ્માણ ગામનો સંઘ કહે કે આ પ્રતિમાજી અમે લઈ જઈશું જીરાવલા ગામનો સંઘ કહે કે અમે પ્રતિમાજી લઈ જઈશું આ ચર્ચામાં બે ઘટિકા થઈ ગઈ છતાં કોઈ અંતિમ નિર્ણય લેવાયો નહિ. શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધાંધલ શેઠ કહ્યું : હે મહાનુભાવો, આ રીતે બન્ને ગામોના સંઘ જક્કી વલણ સેવશે તો તેનું કોઈ નિરાકરણ આવવું શક્ય નથી. તેમજ આવી ચર્ચા આપણા સૌ માટે શોભનીય નથી. આ વિવાદનો અંત આણવા મને એક વિચાર સુઝિયો છે બન્ને સંઘના લોકોને માન્ય હોય તો ગ્રહણ કરવો.' | બન્ને સંઘના લોકો શાંત થઈ ગયા અને ધાંધલ શેઠ શું ઉપાય બતાવે છે તે જાણવા ઉત્સુક બન્યા. થોડીવાર રહીને ધાંધલ શેઠે કહ્યું: ‘દેવી ગુફામાંથી દિવ્ય નયનરમ્ય અને દર્શનીય શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીની પ્રાપ્તિ થઈ છે. પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવા માટેની બન્ને સંઘોની દલીલ સાચી છે. શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા ક્યાં કરાવવી તે માટે એક બળદગાડું લઈ આવવું તેમાં બે બળદ જોડવા. તેમાં એક બળદ જીરાવલા ગામનો અને બીજો બળદ બ્રહ્માણ ગામનો રાખવો. ત્યારબાદ બળદગાડામાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી ને પ્રસ્થાપિત કરવા. આ બળદગાડુ જે દિશામાં અર્થાત્ જે ગામના પાદરમાં જાય તે ગામમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા કરવી. બન્ને સંઘોએ ધાંધલ શેઠના વિચારને વધાવી લીધો અને શ્રી પાર્શ્વપ્રભુનો જય જયકાર કર્યો. ( થોડીવારમાં એક બળદ જીરાવલા ગામનો તથા બીજો બળદ બ્રહ્માણ ગામનો બાંધવામાં આવ્યો. બન્ને સંઘના શ્રાવકોમાં ઉત્સુકતા વ્યાપી ગઈ હતી. કે આ બળદગાડુ કઈ દિશામાં જશે ? શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કયા ગામમાં થશે ? શું થશે ? શ્રાવકોએ અનેરા હર્ષ અને ઉમંગ સાથે બળદગાડામાં સુવ્યવસ્થિત રીતે શ્રી પાર્શ્વપ્રભુજીની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરી. બળદગાડુ એકલું રહેવા દઈને બન્ને ગામના સંઘો એક તરફ ઉભા રહી ગયા અને બળદગાડુ કઈ દિશામાં આગળ વધશે તે જોવા ઉત્સુક બની ગયા. થોડીવાર સુધી બળદગાડું ચાલ્યું નહિ. શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ સૌને થયુ કે ધાંધલ શેઠનો આ ઉપાય નિષ્ફળ જશે કે શું ? ના...ના.. અધિષ્ઠાયક દેવો જરૂર સહાય કરશે. શ્રાવક -શ્રાવિકાઓ વધુ કંઈ વિચારે તે પહેલાં બળદ ગાડું સ્વયં ચાલવા લાગ્યું. CROSS બળદગાડાની પાછળ બન્ને સંઘના લોકો ચાલવા લાગ્યા. ત્યાં તો બે માર્ગ આવ્યા. જેમાંનો એક માર્ગ જીરાવલા તરફ જતો હતો. બીજો માર્ગ બ્રહ્માણ ગામ તરફ જતો હતો. હવે સૌને પ્રશ્ન થયો કે બળદગાડુ કઈ દિશાએ આગળ વધશે ? ત્યાં તો સૌના આશ્ચર્ય વચ્ચે બળદગાડું શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી લઈને જીરાવલા તરફ જવાના માર્ગે આગળ વધ્યું. JI જીરાવલા ગામના સંઘના શ્રાવકો-શ્રાવિકાઓએ હર્ષ ની ચિચિયારી કરી મૂકી. જીરાવલાને ત્યારે જીરાપલ્લી પણ કહેવામાં આવતું હતું. જીરાપલ્લીના લોકોમાં આનંદ અને હર્ષનો અવસર ઉભરી આવ્યો. જીરાવલા ગામના લોકોની સાથે બ્રહ્માણ ગામના લોકો પણ જોડાયા. બ્રહ્માણ સંઘ પણ જોડાયો. સર્વત્ર ખુશાલી છવાઈ ગઈ હતી. જીરાવલા સંઘે તરતજ ઢોલ-નગારાના વાદકો ને બોલાવ્યા. વાઘ મંડળીઓને બોલાવી. குதியா ઢોલ નગારાના વાકદો તથા વાઘ મંડળીઓ આવી ગઈ વાતાવરણમાં વાઘોના સૂરો વહેવા લાગ્યા. ઢોલ-નગારા ના પડધમથી વાતાવરણમાં પ્રસન્નતા છવાઈ ગઈ. શ્રી પાર્શ્વપ્રભુનો નગર પ્રવેશ કરાવવા સમગ્ર જીરાવલા ગામના લોકો ઉમટી પડ્યા ભવ્ય નગર પ્રવેશ યાત્રાનું આયોજન ક૨વામાં આવ્યું હતું. અગ્રભાગે વાઘ મંડળી અને ઢોલનગારા વાદકો વાતાવરણને સુરીલું બનાવી રહ્યા હતાં. ત્યાર પછી ગામની કુમારિકાઓ માથા પર કળશ લઈને શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૧૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ શોભાયાત્રામાં જોડાઈ હતી. ગામનું યુવાધન શ્રી પાર્શ્વપ્રભુના નગર પ્રવેશ પ્રસંગે શોભાયાત્રામાં હર્ષનો ભાવ વ્યક્ત કરવા નૃત્યો કરી રહ્યાં હતા. શ્રાવિકા ઓ અને ગામની સ્ત્રીઓ રાસ લઈ રહી હતા. વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. શ્રી પાર્શ્વપ્રભુજીની પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ થયો. નગર પ્રવેશ નિમિત્તે સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું ધૂમાડા બંધ જમણવાર થયો. જીરાવલા માં શ્રી વીઅભુના જિનાલયમાં વાજતે ગાજતે શ્રી પાર્શ્વપ્રભુજીની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજીત કરવામાં આવી થોડા દિવસો પછી ધાંધલ શેઠે જીરાવલામાં ભવ્ય જિનાલય નિર્માણનું કામ શરૂ કરાવ્યું થોડા સમયમાં જીરાવલામાં નૂતન જિનાલય નિર્માણ થયું. એ સમયે આચાર્ય ભગવંત શ્રી અજિતદેવસૂરિજી મહારાજનું આગમન થયું અને તેમની પાવન નિશ્રામાં શ્રી પાર્શ્વપ્રભુનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આઠ-આઠ દિવસ સુધી શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ચાલ્યો આમ જીરાવલામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ધાંધલ શેઠે બનાવેલા નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ જે જીરાવલા પાર્શ્વનાથ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાયા ભાવિકોની મનોકામના આ તીર્થના દર્શન માત્રથી સંપન્ન થતી હોવાથી આ તીર્થનો મહિમા સર્વત્ર ગુંજવા લાગ્યો. રાજસ્થાનમાં આબુરોડ રેલ્વે સ્ટેશનથી ૪૮ કિલોમીટર ના અંતરે તેમજ તાલુકાના રેવદર ગામથી પાંચ કિલોમીટરના અંતરે પ્રાચીન તીર્થસ્થળ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી સિરોહી જીલ્લામાં આવેલું છે. આ તીર્થ આજે અનેક ડુંગરમાળા ઓની વચ્ચે શોભી રહ્યું છે. આ તીર્થમાં બાવન દેવકુલિકાઓમાં જુદા જુદા નામના શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ ૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થની આસપાસ શ્રી આશાપુરણ પાર્શ્વનાથ તીર્થ, શ્રી સિરોડીયા પાર્શ્વનાથ તીર્થ (સિરોડી), શ્રી હમીરપુરા પાર્શ્વનાથ તીર્થ (મીરપુર), શ્રી સ્યાકરા પાર્શ્વનાથ, શ્રી સમેતશિખર તીર્થ (નાના સિરોડી), મુંડસ્થલ, હણાદ્રા, વરમાણ વગેરે તીર્થો આવેલા છે. ભારતભરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ના અનેક જિનાલયો આવેલાં છે. જીરાવલા માં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ પદ્માસનસ્થ છે. વેળુનાવ શ્વેતવર્ણના અને સાતફણાથી અલંકૃત છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ ૧૧ ઈંચ અને ૧૪ ઈંચ પહોળા છે. આ પ્રતિમાજી ભમતીમાં મૂળનાયકની ડાબી બાજુની દીવાલ બહારના ભાગના ગોખલામાં બિરાજીત છે. પ્રભુજીને સાચાં મોતીનો લેપ કરવામાં આવ્યો છે. સંવત ૧૩૬૮ માં અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યએ કાન્હડ દેવને યમસદને પહોંચાડીને જાલોર પરવિજય મેળવ્યો હતો. આ આક્રમણ દરમ્યાન જીરાવલા તીર્થને અલ્લાઉદીન ખીલજીના સૈન્ય દ્વારા ભારે નુકશાન થયું હતું. એ વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ખંડિત થઈ હતી. ખંડિત પ્રતિમાજીના સ્થાને નવી પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી અને તેમની ડાબી બાજુએ આ ખંડિત પ્રતિમાજી ને સ્થાપિત કરવામાં આવ્યા. તે પ્રાચીન પંડિત પ્રતિમાજી આજે દાદા પાર્શ્વનાથજીના નામથી જાણવામાં આવે છે. ખંડિત પ્રતિમાજીના અંગો પર નવ ખંડો આજે પણ જોવા મળે છે. પ્રાચીન શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાને ખંડિત ક૨ના૨ આક્રમણ ખોરોને તેનું પરિણામ તત્કાળ ભોગવવું પડ્યું હતું. જાલોરના સૂબાને આ કૃત્યથી સહી ન શકાય તેવો વિચિત્ર ઉપદ્રવ ઉત્પન્ન થયો. સૂબાએ અનેક ઉપચારો કર્યાં પરંતુ કોઈપણ ઉપાય કરાગત ન નિવડ્યો ત્યારે કારભારીના સૂચનથી આ તીર્થમાં આવીને સૂબાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે આવીને મસ્તક મુંડાવીને ક્ષમા યાચના કરી, તેમ કરવાથી તેનો ઉપદ્રવ શાંત થયો. એવું કહેવાય છે કે ત્યારથી આ તીર્થમાં મસ્તક મુંડાવવાનો ચીલો શરૂ થયો છે. શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૨૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ પંદરમા સૈકામાં માંડવગઢના બાદશાહ આલમશાહના રાજ્ય કારભારી ઝાંઝણશેઠના પુત્ર સંઘવી અલ્હારાજે આ તીર્થમાં અઢળક સંપત્તિ વાપરીને અદ્ભૂત રંગમંડપ બંધાવ્યો હતો. શ્રી સંઘે મુસ્લિમ આક્રમણોથી બચાવવા આ તીર્થના મૂળનાયક માં ફેરફાર કર્યો, ગભારામાં બહારની ડાબી તરફથી દીવાલના બે ગોખલામાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ અને શ્રી દાદા પાર્શ્વનાથને બિરાજીત કર્યા તેમજ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ ફેરફાર ક્યારે થયો તે અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી સંવત ૨૦૨૦ માં વૈશાખ સુદ-૬ ના સોમવારે આચાર્ય ભગવંત શ્રી હિમાચલસૂરિશ્વરજી મહારાજ તથા મુનિરાજ શ્રી ત્રિલોકવિજયજી મહારાજ આદિની શુભ નિશ્રામાં પુનઃ મૂળનાયકના સ્થાનમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવી, જ્યારે શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજીને ભમતીની એક દેરીમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. એક માન્યતા અનુસાર આ પ્રતિમાજીના દર્શન શ્રી મહાવીર સ્વામીએ કર્યા હતા. આજે આ તીર્થનો મહિમા દિવસો દિવસ વધતો જાય છે પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથના મંત્રાક્ષર ૐૐ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ નું આલેખન કરવામાં આવે છે. ભાવિકો પ્રતિક્રમણમાં તીર્થવંદના સૂત્રમાં આ તીર્થને ભાવથી વંદના કરે છે. દર વર્ષે અહીં કાર્તિકી પુનમ, ચૈત્રીપુનમ અને ભાદરવા સુદ છઠ ના દિવસે મેળો ભરાય છે. સવંત ૧૩૪૦માં ઝાંઝણશાહ સંઘ સહિત આ તીર્થની યાત્રાએ આવ્યાનો ઉલ્લેખ ઈતિહાસમાં જોવા મળે છે. તેમણે મૂલ્યવાન મોતી અને સુવર્ણના ૨૨ શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ Page #47 -------------------------------------------------------------------------- ________________ તાર સાથેનો ચંદરવો અહીં બાંધ્યાનું કહેવાય છે. આ તીર્થની અનેક જૈનાઆર્યોએ પ્રશસ્તિ મુક્તમને ગાઈ છે અને તીર્થની પ્રાચીનતા અને પ્રભાવક્તાના ગુણગાન ગાયા છે. આ તીર્થ રાજસ્થાનમાં સિરોહી જીલ્લામાં આવેલું છે. ભારત ભરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીના અનેક જિનાલયો આવેલા છે. તીર્થના સંપર્ક માટે શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્વે. . જૈન તીર્થ મ. જીરાવલા, તા. રેવદર, જી. સિરોહી (રાજસ્થાન) વાયા- આબુરોડ, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ આવેલ છે. તપાગચ્છસૂર્ય પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ તથા ઈતિહાસવેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મહારાજની પાવન પ્રેરણાથી આ ભવ્યાતિભવ્ય તીર્થનું નિર્માણ થયું છે. આ સંકુલમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દેરીઓ આવેલી છે. દરેક દેરીમાં શ્રી પાર્શ્વપ્રભુની નયનરમ્ય, દર્શનીય પ્રતિમાજીઓ બિરાજમાન છે. તીર્થના સંકુલમાં બીજી દેરી શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની છે આ દેરીમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવશાળી અને અલૌકિક છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ અંતરમાં આનંદ પ્રગટી ઉઠે છે. અને તેમની સેવા પૂજા કરતાં હૈયાના ભાવ મહોરી ઉઠે છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ તીર્થની જગ્યા વિશાળ છે. આ સ્થાને આવતાં જ ભાવિકોના હૈયામાં ધર્મ આરાધના કરવાનો ભાવ સંકૃત થયા વિના રહેતો નથી હજારો ભાવિકો ભક્તિ વિહાર મહાપ્રસાદમાં શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૨૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ રોકાઈને ધર્મ આરાધના કરીને આત્માનું શ્રેય સાધે છે. | શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની અહીં અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. અહીં રહીને અનેક સાધકો શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના જાપઆરાધના કરે છે. અને દિવ્યતાની અનુભૂતિ કરે છે. શ્રી ૧૦૮ પાર્શ્વના ભક્તિ વિહાર મહાપ્રસાદમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી૩૧ ઈંચના છે. પ્રભુજીની પ્રતિમા પદ્મસાનસ્થ છે. શ્વેત વર્ણની છે. | મહિમા અપરંપાર માં જામનગરના વેપારી મનસુખભાઈ દર પુનમ ભરવા શંખેશ્વર આવતા અને તેઓ અચૂક ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં દર્શનાર્થે આવતા. એકવાર તેમને વેપારમાં ભારે ખોટ આવી બજારમાં પૈસાન ચૂકવે તો શાખા ગુમાવવી પડે તેમ હતી. આથી મનસુખભાઈ શંખેશ્વર આવ્યા તેમણે બે દિવસ રહીને ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં જાપ કર્યા તેમણે હૃદયના સાચા ભાવથી અને પૂરી શ્રધ્ધાથી શ્રી જીરવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે બેસીને જાપ કર્યા હતા.. ત્રીજે દિવસે જામનગરથી સંદેશો આવ્યોકે બધુ સમુસૂરત ઉતર્યું છે, મનસુખભાઈ જામનગર ચાલ્યા ગયા. અને શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની આરાધાથી તેમની ચિંતા દૂર થઈ. સાવરકુંડલાના રજનીભાઈ મનમાં આવે ત્યારેજ દેરાસર દર્શન કરવા જતાં, એકવાર સાવરકુંડલાથી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા બસ નીકળી. આમ તો રજનીભાઈ યાત્રા પ્રવાસની બસ માં ક્યારેય જતા નહોતા આ વખતે તેમના મિત્રોએ ખૂબ આગ્રહ કર્યો એટલે રજનીભાઈ શંખેશ્વરના શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૨૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ યાત્રા પ્રવાસમાં જોડાયા સાવરકુંડલાથી ઉપડેલી યાત્રાની બસ શંખેશ્વર આવી યાત્રિકોનો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ધર્મશાળા માં ઉતારો હતો. અગાઉથી બુકીંગ કરાવેલું હતું. યાત્રિકો ધર્મશાળામાં ઉતર્યા યાત્રિકોએ નવકારશી વાપરીને સેવાપૂજા માટે તૈયાર થવા લાગ્યા રજનીભાઈ ને ભારે મુંઝવણ થઈ પોતે પૂજાના વસ્ત્રો લાવ્યા નહોતા અને આમેય તેઓ પૂજા પણ કરતાં નહિ. ઘરમાં પૂજાના વસ્ત્રો હતા પણ તેનો ઉપયોગ નહોતો. મિત્રોએ રજનીભાઈ ને કહ્યું: ‘રજનીભાઈ અમારી સાથે પૂજા કરવા આવશોને ?’ ‘હું પૂજાના વસ્ત્રો લાવ્યો નથી’ ‘કંઈ વાંધો નહિ, અહીં પૂજા ઘરમાંથી મળી જશે ત્યાં તમે સ્નાન કરીને પૂજાનના વસ્ત્રો પહેરી લેજો આપણે બેજગ્યાએ પૂજા કરવાની છે. પ્રથમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તથા ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં’ ‘પૂજાનું ૨હેવા દોને’ હું તમારા સૌની સાથે રહીશ’. અરે ભલા માણસ અહીં સુધી આવ્યા હોઈએ અને પૂજા ન કરીએ તે કેમ ચાલે ? મિત્રોએ રજનીભાઈ ને સેવાપૂજા માટે પરાણે તૈયાર કર્યા રજનીભાઈએ બન્ને જિનાલયમાં મિત્રોની સાથે રહીને સેવાપૂજા કરી. મિત્રોની સાથે ચૈત્યવંદન કર્યું રજનીભાઈ પણ તેમાં જોડાયા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે રજનીભાઈ અને તેમના મિત્રોએ ચૈત્યવંદન કર્યું રજનીભાઈ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે એકીટશે જોઈજ રહ્યાં પ્રભુનું જિન સ્તવન ગાતા તેઓ ભાવવિભોર બની ગયા. રજનીભાઈને અંતરમાં પ્રભુભક્તિના અનેરા ભાવ જાગ્યા તેમને થયું કે મને પચાસ વર્ષ થયા અને હું પ્રભુની પૂજાથી વંચિત રહેવા માગતો હતો ? શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ ૨૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ નાનપણમાં માતા-પિતાની સાથે પૂજા કરવા જતો પણ પાછળથી ક્રમ ખોરવાઈ ગયો હતો. આજે વર્ષો પછી પ્રભુની ભક્તિ કરું છું મનમાં કેવી પ્રસન્નતા લાગે છે. આ તીર્થધામમાં પ્રસન્નતાનું જ વાતવરણ જણાય છે. મંદ-મંદ સમીર, પક્ષીઓનો કલરવ વગરે પ્રભુભક્તિમાં સાથ પૂરાવે છે. ઓહ હું વર્ષોથી પ્રભુની સેવાપૂજાથી વંચિત રહ્યો છું. રજનીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને સ્વગત બોલવા લાગ્યા હે ત્રિલોકના નાથ હું આઅસાર એવા સંસાર ચક્રમાં ભટકી ગયો હતો. આજે તારી સેવાપૂજા કરવાથી અંતરમાં જે પ્રસન્નતાનું માધુર્ય ખીલ્યું છે તે હંમેશા રહેવા દેજે... મને તારી ભક્તિથી જુદો કરીશ નહિ. રજનીભાઈએ ત્યાંજ મનોમન નક્કી કરી લીધું કે હવેથી દરરોજ દેરાસર જઈને સેવાપૂજા કરીશ. સૌ સેવાપૂજા કરીને ધર્મશાળામાં પાછા ફર્યા ત્યારે રજનીભાઈએ મિત્રોને કહ્યું : મિત્રો, આજે તમે મને ઉગારી લીધો છે. તમારા ઉપકારનો બદલો હું આ ભવમાં તો ચૂકવી શકું તેમ નથી. - મિત્રોને રજનીભાઈની વિચિત્ર વાત સાંભળીને ભારે નવાઈ લાગી, મિત્રોએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું: “રજનીભાઈ તમે શું કહેવા માગો છો ? અમને કંઈ સમજાતું નથી.' ‘મિત્રો, આજે તમારા સૌના અતિ આગ્રહથી મેં પ્રભુની સેવાપૂજા કરી, પ્રભુ ભક્તિ કરી..મારૂ મન નિર્મળબની ગયું અને પશ્ચાતાપ થયો કે બાળપણમાં માતા પિતા સાથે સેવાપૂજા કરવા જવાનો ક્રમ વર્ષોથી ફરી ગયો હતો..અરે.. પ્રભુના દર્શન કરવા પણ પંદર-વીસ દિવસે જતો તે માત્ર ઔચિત્ય જાળવવા. હૈયામાં ભક્તિ ન હોતી પણ આજે તમારી સાથે સેવાપુજા કરીને અંતરમાં ભક્તિની સરિતા વહેવા લાગી છે. આપ સૌએ સંસારના રાગ રંગમાં સપડાયેલા એવા મને ઉગારીને પ્રભુભક્તિ ના માર્ગે વાળ્યો છે. આ ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહી આજથી મનોમન શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ ૨૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય કર્યો છે હું દરરોજ સેવાપૂજા કર્યા પછીજ કામધંધે જઈશ. મિત્રો પણ રજનીભાઈમાં આવેલા પરિવર્તનથી ભારે આનંદ પામ્યા. ત્યાર પછીથી રજનીભાઈ સાવરકુંડલામાં આવેલ જિનાલયમાં નિયમિત રીતે સેવાપૂજા કરવા જવા લાગ્યા. આજે પણ તેમનો આ ક્રમ ચાલુ જ છે એટલું જ નહિ વર્ષમાં બે-ત્રણ વાર યાત્રાએ જવાનું પણ નક્કી કરી લીધું છે. રજનીભાઈ પ્રથમવાર શ્રી શંખેશ્વર તીર્થ યાત્રા કરી અને તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું માર્ગ ભૂલેલાને માર્ગ મળી ગયો. અંતરના સાચા ભાવ અને શ્રધ્ધાથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો તેનું પરિણામ સર્વશ્રેષ્ઠ આવે છે. શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના મંત્રો ૧. ૐ હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ ૨. ૐ હીં શ્રી ઓ અહં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ ૩. ૐ નમો ભગવતે પાર્શ્વનાથાય મંત્રેણ સમાધિ ક્રિયતે મમ શરીરે રક્ષાં કુરુ કુરુ વનેવા ગામે વા નગરે વા ત્રિકે વા અચ્ચરે વા ચતુષ્ય થે વા દ્વારેવા ગૃહે વા વાહી શુદ્રાણી ક્ષત્રિયાણી વૈશ્યથી ચાંડાલી માતંગિની . ૐ હૌં હીં હૈ હું યઃ ૐ: મંત્ર પ્રસાદેન મમ શરીરે અવતરંતુ દુષ્ટ નિગ્રહકુર્રતુ. હૂંફ સ્વાહા! - ઉપરોક્ત મંત્રની કોઈપણ એક માળા શ્રધ્ધા પૂર્વક ગણવી. મુખ પૂર્વ દિશા પર રાખવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. અખંડ દીવો અને ધૂપ રાખવા ૧૨૫૦૦જાપ પૂર્ણ થયા પછી ઉપરનો કોઈપણ મંત્ર સિધ્ધ થઈ જશે. ત્યાર પછી માળાનું આરાધન ચાલુ રાખવું આ મંત્રથી પરિવારમાં શાંતિ, ઐશ્વર્ય, ઋધ્ધિ-વૃદ્ધિ થાય છે. કલેશ-કંકાશ નાશ પામે છે. યશ-કીર્તિ માં વધારો થાય છે... આ મંત્રના જાપ ૧૨૫૦૦ કરવા. શુભ દિવસથી મંત્રજાપ કરવો આ મંત્રજાપથી માનસિક શાંતિ અને સુખ-વૈભવમાં વધારો થાય છે. દરરોજ ૧૦૮ મણકાની માળા ગણવાથી રિધ્ધિ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ ર૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ પંચ શિખરી જિનાલય રાજસ્થાન સિરોહી જીલ્લાના જીરાપલ્લી ગામમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથનું ભવ્યાતિભવ્ય પંચશિખરી જિનાલયનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયેલ છે આગામી વર્ષોમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવામાં આવનાર છે. A : સંપર્કઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ મુ.પો. જીરાવલા, વાયા રેવદર, જી. સિરોહી (રાજ.) ૩૦૭૫૧૪. ફોન : ૦૨૮૭૫-૨૨૪૪૩૫, ફેક્સઃ ૨૨૪૬૬૪. શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાકોડાજી પાર્શ્વનાથ રાજસ્થાનના બાડમેર જીલ્લાના મેવાનગરમાં પરમદર્શનીય મનમોહક શ્રી નાકોડાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને ભવ્ય તીર્થધામ આવેલું છે. અહી શ્રી નાકોડાજી પાર્શ્વનાથજીના જિનાલયમાં પ્રભુની શ્યામરંગી પદ્માસનસ્થ, સંપ્રફણાથી અલંકૃત, દિવ્યતાના તેજ પ્રસરાવતી પ્રતિમાજી છે. આ પ્રતિમાજીની ઉંચાઈ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૮ ઈંચની છે. શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના તીર્થમાં ત્રીજી દેરીમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય, અંતરમાં ભક્તિના ભાવ જગાડે, પ્રતિમાજી નિહાળતાં જ મનડું નાચી ઉઠે તેવા પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ત્રીજી દેરીમાં બિરાજમાન શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઉંચાઈ૩૧ ઈંચની છે. શ્રી નાકોડા પાર્શ્વનાથ તીર્થધામનો ઈતિહાસ પ્રાચીન અને સમૃધ્ધ છે. આજનું મેવાનગર તે સમયે વીરમગઢ તરીકે ઓળખાતું હતું. વિ. સંવત પૂર્વે ત્રીજા સૈકામાં આ નગરની સમૃધ્ધિ અપાર હતી. જોકે આજે અહીં તીર્થધામ સિવાય કશું નથી. ઈતિહાસના કથન અનુસાર એક મહારાજાને વીરમદત્ત અને નાકોરસેન નામના બે રાજપુત્રો હતા. પ્રાતઃ કાળનો સમય હતો. અંશુમાલિએ પૃથ્વીપર પર પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું નહોતું પરંતુ આછા કિરણો દ્વારા પોતાના આગમનની છડી પોકારી રહ્યાં હતા. ધરતી પણ જાયે સૂરજના સોનેરી કિરણોને બાહુપાશમાં ઝકડી લેવા થનગની રહી હોય તેવું લાગતું હતું. સર્વત્ર પ્રસન્નતાનું વાતાવરણ ઉભું થયું હતું. ત્યારે પંખીઓનું નિર્ભયતાભર્યું પ્રાતઃગાન વાતાવરણની પ્રસન્નતામાં ઉમેરો કરી રહ્યુ હતું. નિરભ્રમાં મુક્તપણે વિહરતા પક્ષીઓનો કિલ્લોલ આનંદ પમાડે તેવો હતો. પશુઓ પણ ઉગતા રવિને અભિનંદી રહ્યાં હતા. શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૨૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ વીરમપુર નગરના નગરજનો પ્રાતઃકાર્યની વિધિ આટોપવામાં મશગુલ થયા હોય તેમ જણાતું હતું નૂતન સંદેશો લઈને આવતાં સૂર્ય મહારાજને સત્કારવા સૌના હૈયા થનગની ઉઠ્યા હતા. નગરીની એકબાજુ સપ્તભૂમિથી શોભતો ભવ્યરાજપ્રસાદ નયનરમ્ય અને કલાત્મક હતો. નગરીમાં અનેક નાના મોટા ઉદ્યાનો હતા. રાજભવનમાં પણ ઉદ્યાનની રચના કરવામાં આવી હતી. ગ્રીષ્મગૃહની રચના ઉપવનમાં કરવામાં આવી હતી. કૃત્રિમ જળધારાથી ઉપવનની શોભા અનેરી લાગતી હતી નાના-મોટા વૃક્ષો-લત્તાઓથી ઉદ્યાન શોભી રહ્યું હતું. રાજભવનમાં એક નાનું છતાં મનમોહક જિનાલય પણ હતું. નગરીમાં અનેક વૈભવશાળી શ્રેષ્ઠીઓ, સાર્થવાહો વસવાટ કરતા હતા. નગરીની મધ્યમાં શોભી રહેલું શ્રી જિનેશ્વર ભગવંતનું જિનાલય કલાત્મક અને ભવ્ય ભાસતું હતું. સુવર્ણયુક્ત દ્વારા તથા જિનાલયને ફરતી અટારી સુવર્ણથી જડિત હતી. શિખર પર સુંદરતા બક્ષતો સુવર્ણકળશ પ્રભાતના આછા કિરણોથી ચળકાટ મારી રહ્યો હતો. શિખર પર લહેરાતો ધ્વજ મંદ ગતિએ વહેતા પવનને કારણે થોડી થોડીવારે ફરકી રહ્યો હતો. નગરના અનેક જૈન પરિવારો આ જિનમંદિર માં પ્રભુની સેવાપૂજા અર્થે આવતા અને ભાવભરી ભક્તિ કરતા. વીરમગઢમાં ભગવાન નટેશ્વરનું પ્રાચીન મંદિર હતું તે પણ સુંદર, મનોરમ્ય અને દર્શનીય હતું. શૈવધર્મીના લોકો હંમેશા દર્શનાર્થે જતા અને ભાવભરી ભક્તિ કરતા. એ સિવાય નાના-મોટા ત્રણચાર મંદિરો આ નગરીને શોભાવી રહ્યાં હતાં. નગરીની બજારો વ્યવસ્થિત રીતે રચવામાં આવી હતી. વિરમદત્ત અને નાકોરસેન યુવાવયમાં પહોંચી ગયા હતા બન્નેએ શસ સંચાલન, રાજનીતિ, સંગીત, વ્યાકરણ, ધર્મ, શાસ્ત્રોમાં પ્રવીણતા હાંસલ કરી લીધી હતી. શ્રી નાકોડાજી પાર્શ્વનાથ Page #55 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ બને પુત્રોના સમૃદ્ધ રાજ્યોની રાજકન્યા સાથે વિવાહ કરાવ્યા હતા. વીરમદત્ત અને નાકોરસેન જૈન ધર્મના અનુયાયી હતા. દરરોજ પ્રાત:કાળે સેવાપૂજા કરવા જતાં હતા. આ પ્રાતઃકાળ થઈ ગયો હતો અને કુમારો પોતાના ભવનમાંથી બહાર નીકળ્યાં અને સાથેજ નગરમાં ભ્રમણ કરવા નીકળ્યા બન્ને રાજપુત્રોનો આ નિત્યક્રમ હતો. વીરમદને કહ્યું : નાકોરસેન, ગઈકાલે મહામંત્રીશ્વર કહેતા હતા કે આપણી નગરીથી પૂર્વ અને પશ્ચિમ દિશા તરફની ભૂમિ અત્યંત ફળદ્રુપ છે ત્યાં નગરો વસાવવામાં આવે તો સમૃધ્ધિ ની છોળો ઊડે તેમ છે. ‘ભાઈ’ આપણે બન્ને ભેગા થઈને નગર વસાવીએતો ? ‘તારી વાત વિચારવા જેવી છે પૂર્વમાં હું નગરી વસાવું, પશ્ચિમ દિશામાં તું વસાવે...' વીરમદત્તે કહ્યું. બન્ને નગર ભ્રમણ કરીને પિતા પાસે આવ્યા અને ભાવથી વંદન કર્યા મહારાજાએ બન્ને કુશાગ્ર બુધ્ધિ ધરાવતાં પુત્રોને આશીર્વાદ આપ્યા. વીરમદત્તે કહ્યું: “પિતાજી, આપને એક વાત જણાવવી છે.' વિના સંકોચે જણાવો” મહારાજાએ પ્રસન્ન સ્વરે કહ્યું. “પિતાજી, ગઈકાલે મહામંત્રીએ કહેલું કેઆપણી નગરીથી પૂર્વ અને પશ્ચિમ દિશાની ભૂમિ અત્યંત ફળદ્રુપ છે. જો આપ આજ્ઞા આપો તો અમે બન્ને ભાઈઓ ત્યાં નગરી વસાવીએ.” મહારાજા થોડીવાર માટે વિચારમાં પડી ગયા પછી કહ્યું: “આ કાર્ય ઘણું દુષ્કર છે. નગરી વસાવવા માટે ઘણો ખર્ચ થાય તેમ છે. શિલ્પકારો, બાંધકામના કારીગરો વગરેની જરૂર પડશે.” પિતાજી' આપના આશીર્વાદથી બધું ગોઠવાઈ જશે મહારાજાએ બન્ને પુત્રો સહમતિ આપી અને પાંચ વર્ષના ગાળામાં વીરમદત્ત અને નાકોરસેને પૂર્વ અને પશ્ચિમ શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ દિશામાં નગરો વસાવ્યા. આ નગરીમાં લોકોના રહેવાની સુવિધા હતી બજારો હતી ભવ્ય જિનાલય, શિવ મંદિર વગેરેના નિર્માણ કરવામાં આવ્યા હતા. બને નગરના નામ અનુક્રમે વીરમપુર અને નાકોરનગર આપવામાં આવ્યા. બને નગરોમાં લોકો રહેવા આવ્યા અને ખૂબજ ટૂંકા ગાળામાં બન્ને નગરો સમૃધ્ધિની ટોચે પહોંચ્યા. બન્ને રાજપુત્રોએ બન્ને નગરીમાં ભવ્ય જિન પ્રાસાદોના નિર્માણ કર્યા. વીરમપુરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય હતું તથા નાકોરનગરમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામીનું દર્શનીય અને ભવ્ય જિનાલય હતું. શ્રી સુપાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી સ્થૂલભદ્ર સ્વામીના સાંનિધ્યમાં થયાનું ઈતિહાસમાં જોવા મળે છે. બન્ને નગરોની પ્રજા સુખી અને સમૃધ્ધ બની બન્ને નગરોની ભૂમિ અત્યંત ફળદ્રુપ અને શુકનવંતી હોવાના કારણે પ્રજામાં ભારે સંતોષ હતો. બન્ને રાજપુત્રોએ હૈયાના ભાવ સાથે નવા નગરોની રચના કરી હતી તેમાંય બને સ્થાનો પર નિર્માણ પામેલા જિનાલયો અત્યંત દર્શનીય અને નયનરમ્ય હતા. પરગામના અનેક લોકો આ નગરીને નિહાળવા માટે આવતા હતા. તેમાંય જિનાલયોની કલાત્મક કારીગરી જોઈને પ્રસન્ન બની જતા હતા. સમયનો પ્રવાહ નિરંતર વહેતો રહ્યો... કાળની ગતિને થોભ નથી... કાળ કાળનું કામ કરે છે... વર્ષોના વર્ષો વીતી ગયા...સૈકાઓ પસાર થતા ગયા... કાળક્રમે આ બન્ને દર્શનીય જિનાલયો જીર્ણ થતા ગયા તેમ તેના જીણોધ્ધાર થતા ગયા. આ બન્ને જિનાલયો જાગતું તીર્થધામ બનીને રહ્યાં. વીર સંવત ૨૮૧ માં મહારાજા સંમતિએ આ બન્ને જિનાલયોનો શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોધ્ધાર કરાવ્યો હતો અને તે વખતે આચાર્ય ભગવંત શ્રી આર્યસુહસ્તિસૂરિજી બિરાજમાન હતા. તેમના વરદહસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. વ્યવસાય વીર સંવત ૫૦૫ માં મહારાજા વિક્રમાદિત્યે આ બન્ને જિનાલયોનો જીણોધ્ધાર કરાવ્યો હતો અને આચાર્ય ભગવંત શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજી ના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. 5 સમય પસાર થતો ગયો આ બન્ને જિનાલયોનો વિક્રમ સવંત ૬૨ માં ફરીને જીણોધ્ધાર થયો અને આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા વિધિ થઈ હતી. ત્યાર પછી આ જિનાલયો જીર્ણ થતાં. વિ.સં. ૪૭૫ માં આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરિશ્વરજી મહારાજના ઉપદેશથી જીણોધ્ધાર કરવામાં આવ્યો. નવમા સૈકામાં પુનઃજીણોધ્ધાર કરાયો. આથી આ તીર્થની પ્રાચીનતાનો ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. નવમા સૈકામાં જીણોધ્ધાર થયો ત્યારે વીરમપુર નગરની જાહોજલાલી ટોચે હતી એ સમયે મોટી સંખ્યામાં જૈન પરિવારોની વસ્તી હતી. વિક્રમ સંવત ૯૦૯ માં ભાતે૨ા ગોત્ર ના ગર્ભશ્રીમંત હરખચંદે આ બન્ને જિનાલયોનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તે વખતે શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી ખંડિત થતાં તે સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી. The Deals Dar વિક્રમ સંવત ૧૨૨૩ માં આ બન્ને નગરોના જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. " વિક્રમ સંવત ૧૨૮૦ આ બન્ને નગરો પર મુસ્લિમ આક્રમણનો ભય ઉત્પન્ન થતાં નાકોર નગરના શ્રી સંઘે મૂળનાયક સહિત ૧૨૦પ્રતિમાજીઓને ત્યાંથી બે માઈલ દૂર કાલીદ્રહ માં છૂપાવી દીધી. મુસ્લિમ આક્રમણમાં સમૃધ્ધિની ટોચે પહોંચેલા બન્ને નગરો ધ્વંશ થઈ ગયા. બન્ને નગરોની શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ જાહોજલાલી નષ્ટ પામી ગઈ. માત્ર ખંડેરો ઉભા રહી ગયા. એ ખંડેરો વીતેલા જમાનાની સમૃધ્ધિની ચાડી ખાતા હતા. થોડા સમય પછી વીરમપુર ફરીને વિકાસ પામ્યું. અહીંના પ્રાચીન જિનાલયોનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ જિનાલયમાં બિરાજમાન કરવા માટે પ્રતિમાજીની શોધખોળ શરૂ થઈ ત્યારે એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલ પ્રતિમાજીઓની જાણકારી આપી. આમ કાલીદ્રહમાં છૂપાવવામાં આવેલી પ્રતિમાજીઓને વીરમપુર લાવવામાં આવી અને વિ.સં. ૧૪૨૯ માં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનાલયમાં મૂળનાયક પદે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ને ગાદીનશીન કરવામાં આવ્યા. પ્રતિમાજી મૂળ નાકોર નગરના હોવાથી “શ્રી નાકોડા પાર્શ્વનાથ' ના નામથી પ્રસિધ્ધ પામ્યા. હવે તો વીરમપુર પણ નાકોડા નામથી જાણીતું થયું છે. સંવત ૧૫૬૪ માં સદારંગ નામના શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. સત્તરમાં સૈકા સુધી આ નગર સમૃધ્ધ રહ્યું હતું. પણ પછી આ ગામની આબાદી નષ્ટ થઈ. વીરમપુરનું નામ મેવાનગર કયારથી જાણીતું થયું તેની કોઈ નોંધ મળતી નથી. સત્તરમાં સૌકામાં અહીં પલ્લીવાલ ગચ્છના જૈન પરિવારો મોટી સંખ્યામાં વસતા હતા તેવા ઉલ્લેખો મળેછે. આજે શ્રી નાકોડા તીર્થનો મહિમા અપૂર્વ છે. વર્ષભર હજારો યાત્રિકોની અવરજવર રહે છે. અહીં બે ત્રણ વિશાળ ધર્મશાળાઓ આધુનિક સગવડો સાથેની છે. શ્રી નાકોડાજી તીર્થમાં દર વર્ષે પોષ દશમીના ભવ્ય મેળો ભરાય છે. ત્યારે ભારતભરમાંથી યાત્રિકો અહીં ઉમટી પડે છે. શ્રી નાકોડાજી પાર્શ્વનાથ શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના જિનાલયમાંથી શ્રી નાકોડાજી ભૈરવનો ગોખલો છે. શ્રી નાકોડાજી પાર્શ્વનાથજીની સેવાપૂજા કર્યા પછી ભાવિકો શ્રી નાકોડા ભૈરવની પૂજા તથા દર્શન-વંદન કરે છે. શ્રી નાકોડા ભૈરવનો મહિમા પણ જૈન-જૈનેતરમાં વ્યાપેલો છે. શ્રી નાકોડા તીર્થ વિષે જૈનાચાર્યો, મુનિ ભગવંતોની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ છે. શ્રી નાકોડાજી તીર્થ જવા માટે રાજસ્થાનના બાડમેર જીલ્લાના મેવાનગર પહોંચવું, ત્યાંથી વાહન મળી શકે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ શંખેશ્વરમાં પરમ દર્શનીય તીર્થધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ.. શંખેશ્વરમાં આ તીર્થધામ વિશાળ જગ્યામાં નિર્માણ પામ્યુ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દૈદિપ્યમાન, દર્શનીય પ્રતિમાજીઓ બિરાજીત કરવામાં આવેલ છે. દરેક પ્રતિમાજીના દર્શન કરતાં અંતરમાં ભક્તિ અને શ્રધ્ધાના અનેરા ભાવ જાગ્યા વિના ન રહે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદમાં ત્રીજી દેરીમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને અંતરમાં ધર્મોલ્લાસ પ્રગટાવે તેવી દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના દર્શન વંદન અને સેવાપૂજા કરતાં અંતર ભક્તિ ભીનું થયા વિના ન રહે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તે શંખેશ્વરનો શણગાર છે. ધર્મ, આરાધનાનું પરમ પાવન તીર્થધામ છે શ્રી નાકોડા પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં અંતર બોલી ઉઠેઃ શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી નાકોડા પ્રભુ અંતરમાં ઉદધિ ઉછળે આનંદ તણી ભીંજાવું છે પ્રભુ, ભીંજાવું છે. પ્રભુ તમ ભક્તિના સંગમાં મારે ભીંજાવું છે. ના આ મહિમા અપરંપાર | પ્રભુભક્તિ થી રોગ ચાલ્યો ગયો.... ધોરાજીના જમનાદાસભાઈ વ્યાસ પોતાના એક જૈન મિત્ર મહેન્દ્રભાઈ શાહ સાથે પ્રથમવાર શંખેશ્વર તીર્થના દર્શને આવ્યા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન પછી તે મહેન્દ્રભાઈ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ત્યાં તેમણે અનેરા ભાવથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી મહેન્દ્રભાઈ તો જમનાદાસભાઈની ભક્તિથી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. વહેલી સવારે જમનાદાસભાઈ શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની દેરી સામે બેસી ગયા અને ભાવથી ભક્તિ કરવા લાગ્યા તેમને કોઈ સ્તવન કે સ્તુતિ આવડે નહિ એટલે એકીટશે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે જોવા લાગ્યા. તેઓ સ્વગત બોલ્યાઃ “હે પ્રભુ આપ તો કરૂણાના સાગર છો... મને વર્ષોથી પેટનો દુઃખાવો રહે છે. આપ મારા પર કૃપા વરસાવો...' તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેઓ શ્રધ્ધાથી પ્રભુ સમક્ષ મનની વાત ઉચ્ચારી રહ્યાં હતા. જમનાદાસભાઈને વર્ષોથી પેટનો દુઃખાવો રહેતો હતો. ડોક્ટરો નિદાન કરી શકતા નહોતા તેમણે અનેક વૈદો, ડોક્ટરો ને પોતાની તબીયત બતાવી પણ નિદાન થઈ શકતું ન હોતું તેમણે પોતાના સ્વાથ્ય માટે સારી એવી શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ રકમ ખર્ચી નાખી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી જમનાદાસભાઈ એ આજે પ્રથમવાર શ્રી નાકોડાપાર્શ્વ પ્રભુ પાસે યાચના કરી હતી. તેમણે ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. તેમને સેવાપૂજા આવડતી નહોતી એટલે માત્ર દર્શન વંદન કરતા હતા. જમનાદાસભાઈ બે દિવસ ભક્તિ વિહારમાં રોકાયા અને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ પોતાના સ્વાથ્ય માટે પ્રાર્થના કરતાં રહ્યાં. જમનાદાસભાઈ અને મહેન્દ્રભાઈ બે દિવસ રોકાઈને પાછા ધોરાજી આવ્યા. બન્ને પોત પોતાના કામમાં લાગી ગયા. લગભગ આઠ દિવસ બાદ ધોરાજીની બજારમાં જમનાદાસભાઈને મહેન્દ્રભાઈ નો ભેટો થઈ ગયો. જમનાદાસભાઈ કહે : “અરે... મહેન્દ્રભાઈ આપ ક્યાં હતા? છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું તમને શોધતો હતો. કેમ શું થયું?' મહેન્દ્રભાઈએ પૂછયું “મારે શંખેશ્વર જવું છે.' હજુ તો હમણાંજ ગયા હતાં.' હું આપને મારી વાત કરું તમે તો જાણો છોકે મને વર્ષોથી પેટના દુ:ખાવાની ફરિયાદ હતી. અનેક ડોક્ટરો-વૈદોની દવા કરી પરંતુ મને લેશમાત્ર ફરક નહોતો પડ્યો, આપણે શંખેશ્વર ગયા હતા. ત્યાં શ્રી નાકોડા. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સમક્ષ અત્યંત શ્રધ્ધાથી ભક્તિ કરી અને તેનું ફળ મને મળી ગયું છે. મારો વર્ષોનો પેટનો દુઃખાવો ગાયબ થઈ ગયો છે. મારે શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા છે. અઠવાડિયા પછી જઈશ” મહેન્દ્રભાઈ એ કહ્યું. ના... આવતીકાલે જ જઈએ...' એમ જ થયું શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૭. Page #62 -------------------------------------------------------------------------- ________________ બીજે જ દિવસે જમનાદાસભાઈ અને મહેન્દ્રભાઈ શંખેશ્વર આવ્યા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ માં જમનાદાસભાઈ સીધા જિનાલાયમાં ગયા અને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેતી રહી... પ્રભુના દર્શનથી અત્યંત ભાવ વિભોર બની ગયા. જમનાદાસભાઈ કલાકો સુધી ત્યાં બેસી રહ્યાં. આ વખતે ચાર દિવસ રોકાઈને તેમણે શ્રધ્ધાપૂર્વક ભક્તિ કરી. આમ પ્રભુભક્તિ થી જમનાદાસભાઈ નો રોગ નષ્ટ થઈ ગયો. સાચા હૃદયથી પ્રભુ ભક્તિ કરવામાં આવે તો જરૂર સર્વશ્રેષ્ઠ ફળ મળે છે. પરીક્ષાનું સફળ પરિણામ આવ્યું વડોદરાનો નિલેશ અભ્યાસમાં તેજસ્વી હતો તે દર વર્ષે શંખેશ્વર આવતો રહેતો. તેણે ધોરણ ૧૦ ની પરીક્ષામાં ૮૦ ટકા થી વધારે માર્કસ મેળવ્યા હતા. આથી સાયન્સની લાઈન પકડી. નિલેશે સાયન્સ લાઈન પકડી પછી તેને બધા વિષયો ખૂબજ અઘરા લાગવા લાગ્યા.ધો. ૧૧માં ૪૫ ટકા ગુણ આવ્યા, આથી તે ભારે મુંઝાઈ ગયો. તેને ડોક્ટર થવું હતું પરંતુ ધો-૧૧ માં આવા ગુણો આવ્યા પછી તેનું મન મરી ચુક્યું હતું. ધો-૧૨ માં પાસ થવાશે કે કેમ તેની ચિંતા પણ તેને સતાવતી રહી. ત્યારે તે પોતાના માતા-પિતા સાથે શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદના દર્શન કરવા આવ્યો. તેણે સેવાપૂજા. કરી અને શ્રી નાકોડાજી પાર્શ્વનાથ પ્રભુની દેરીએ આવીને ભાવથી સેવાપૂજા કરી અને ભક્તિ કરી. શ્રી નાકોડા પાર્શ્વપ્રભુની ભક્તિ ક્ય પછી તેનામાં ન સમજાય તેવી હિંમત આવી તેનું મન દ્રઢ બની ગયું અને ખૂબજ સારા ગુણ મેળવીને જ રહીશ તેવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. તેણે ત્યાં નિયમ લીધો કે હું ધોરણ-૧૨ માં સરસ ગુણ મેળવીશ તો બધા કામ પડતાં મૂકીને અહીં દર્શન-સેવાપૂજા શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે આવીશ નિલેશે તેના મમ્મી-પપ્પા ને વાત કરી ત્યારે તેના મમ્મી-પપ્પાએ કહ્યું: “દીકરા તું સખત મહેનત કર તો જરૂર તું ઈચ્છે છે તેવા ગુણો મેળવી શકીશ શ્રી નાકોડા પાર્શ્વપ્રભુ સમક્ષ પ્રાર્થના કરી છે તો તું સફળ થઈશ જ પરંતુ મહેનત કરવી પડે. પ્રભુ ત્યારે જ ફળ આપે છે કે જ્યારે આપણે આપણા કાર્યમાં પૂરેપૂરા તન્મય બનીએ... પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ...' | મમ્મી-પપ્પાની વાત નિલેશના મનને સ્પર્શી ગઈ વડોદરા પહોંચ્યા પછી નિલેશે ધ્યાન પરોવીને સખત મહેનત કરી કોઈપણ વસ્તુન સમજાય તો ફરી ફરીને તેનો અભ્યાસ કરવા લાગ્યો. અને તેણો ધો-૧૨ ની પરીક્ષા આપી. ધો-૧૨ નું પરિણામ આવ્યું ત્યારે તેને ૯૦ ટકા ગુણ આવ્યા. તેની ખુશીઓ પાર ન રહ્યો. વડોદરા સેન્ટરમાં તેનો નંબર આવ્યો તેમજ પોતાની સ્કુલમાં પ્રથમ આવ્યો. રીઝલ્ટ આવ્યાના દિવસે જ રાત્રે નિલેશ તેના મમ્મીપપ્પા સાથે શંખેશ્વર જવા નીકળી ગયો. અને સવારે પહોંચ્યા પછી તેણે અત્યંત ભાવથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી તેની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. ધો-૧૨ ની પરીક્ષામાં અત્યંત સફળ પરિણામ આવ્યું હતું. શ્રી નાકોડા પાર્શ્વપ્રભુ પ્રત્યેની તેની શ્રધ્ધામાં બેવડો વધારો થયો. નિલેશ તેના મમ્મી-પપ્પા સાથે બે દિવસ ભક્તિ વિહાર માં રોકાઈને પાછો વડોદરા આવ્યો અને તેણે મનમાં કામના સેવી હતી કે ડોક્ટર થવું છે.તેની ઈચ્છા શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ થી તેમજ કરેલા પુરુષાર્થથી સફળ થઈ. નિલેશને મેડીકલમાં પ્રવેશ મળી ગયો અને તેમાં પણ અનેરા ઉત્સાહ સાથે અભ્યાસ કરવા લાગ્યો. | શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો મહિમા અનેરો અને અકલ્પનીય શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૩૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ મનહરભાઈની તા 3 શન કિસાન મનહરભાઈની ચિંતા દૂર થઈ. એકવાર સુરતમાં રહેતા મધ્યમ પરિવારના જૈનકુટુંબના મનહરભાઈનો ચાર વર્ષનો પુત્ર મલય રમતાં-રમતાં પડી ગયો. તરતજ તેને દવાખાને લઈ જવામાં આવ્યો મલયના પગ પર સોજો ચડી ગયો હતો. ડોક્ટરોએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે. પરમાં હાડકું ભાંગી ગયું છે. મનહરભાઈએ ઓપરેશનનો ખર્ચ પૂછયો ત્યારે ડોક્ટરે કહ્યું કે માત્ર પચ્ચીસ હજાર રૂપિયા થશે. મનહરભાઈ ડોક્ટરની ફી સાંભળીને મુંઝાઈ ગયા. તેઓ માંડ માંડ બે-પાંચ હજાર ભેગા કરી શકે તેમ હતા. તેઓ પુત્રને લઈને ઘેર પાછા આવ્યા અને ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું? ઘરના બધા ચિંતામાં પડી ગયા. મનહરભાઈએ બે-ત્રણ જાણીતા સંબંધીઓને ત્યાં એક આંટો મારી આવ્યા પરંતુ કયાંય મેળ ન પડ્યો મનહરભાઈના પત્ની રમાબેન બેત્રણવાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવેલા તેમણે તરતજ શ્રધ્ધાપૂર્વક માનતા માનીકે મારો પુત્ર સાજો થઈ જાયતો હું શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન અને સેવાપૂજા કરાવીશ. રમાબેને આ વાત ઘરમાં કોઈને જણાવી નહોતી ત્યાં મનહરભાઈના જૂના શેઠ હરિચંદભાઈ ત્યાંથી નીકળ્યા હતા. તેથી મનહરભાઈને ત્યાં આવ્યા. હરિચંદભાઈએ મનહરભાઈના ખબર અંતર પૂછયા અને તેના પુત્ર મલયને કણસતો જોઈને બધી વિગતો જાણી મનહર ભાઈએ રડતાં રડતાં હૈયું ખોલ્યું ત્યારે હરિચંદશેઠે કહ્યું : “અરે... મનહરભાઈ, આ શું કરો છો ? ચાલો અત્યારે મારી સાથે... મારા એક ડોક્ટર મિત્ર છે તેની પાસે ઓપરેશન કરાવી લેશું. પૈસાની ચિંતા કરવાની નથી... એમજ થયું શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૪૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ હરિચંદશેઠે મલયનું ઓપરેશન કરાવી દીધું મનહરભાઈ ને હરિચંદભાઈ ભગવાન મળ્યા જેવું લાગતું હતું. ઓપરેશન સફળ થઈ ગયા પછી મનહરભાઈના પરિવારમાં ખુશી ઉત્પન્ન થઈ. મલયનો પાટો છૂટ્યો પછી રમાબેને કહ્યું : મેં મલય માટે એક બાધા રાખી હતી. આપણે તેને શંખેશ્વર લઈ જવો પડશે. આમ કહીને બધી વાત કરી. મનહરભાઈ એ કહ્યું:૨મા, તે ખરાહૃદયથી શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરી કે આપણા ઘેર હરિચંદ શેઠ આવી ગયા અને એમણે આપણા સૌની ચિંતા દૂર કરી. ચાલો... કાલે સવારેજ શંખેશ્વર જઈશું અને પ્રભુની સેવાપૂજા કરીશું...તારી બાધા છૂટી જશે.' અને બીજે દિવસે મલયને લઈને મનહરભાઈનો પરિવાર શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં ઉતર્યા. સૌએ દર્શન -વંદન કર્યા. રમાબેને મલયને સાથે રાખીને શ્રી નાકોડા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયે ભક્તિ કરી. : સંપર્કઃ શ્રી જૈન શ્વે. નાકોડા પાર્શ્વનાથ તીર્થ મુ.પો. નાકોડા, મેવાનગર, તા. બાલોતરા, | જી. બાડમેર, (રાજ.) ૩૪૪૦૨૫ ફોન: ૦૨૯૮૮-૨૪૦૭૬૧, ૨૪000૫ ફેક્સ: ૨૪૦૭૬૨. શ્રી નાકોડાજી પાર્શ્વનાથ ૪૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ તે મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા કુમારપાળની રાજધાની હતી. સિદ્ધપુર-પાટણ એટલે જિનાલયોની નગરી. પાટણમાં સોલંકી વંશના સમયમાં પુષ્કળ જિનાલયો હતો. આજે પણ વિવિધ પોળોમાં જિનાલયો આવેલા છે. સમય જતાં પાટણન જૈનો ધંધા વેપાર અર્થે મુંબઈ સહિત અન્ય વિકસતા શહેરોમાં જવા લાગ્યા અને પાટણમાં જૈનોની વસ્તી ઓછી થઈ. પરંતુ જ્યારે પોળ કે પોતાના મહોલ્લાના જિનાલયની વર્ષગાંઠ હોય ત્યારે તે મહોલ્લાનો કોઈપણ જૈન પરિવાર અચૂક આવે છે અને ભક્તિ પૂર્વક ભાગ લેતો હોય છે. આજે પણ પાટણ નગરમાં સોલંકી વંશના કલાત્મક અવશેષો જોવા મળે છે. જેમાં સહસલીંગ તળાવ, રાણકી વાવ વગેરે દર્શનીય સ્થાનો છે. પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય અને દર્શનીય તીર્થધામ આવેલું છે. આ તીર્થ પીપળાની શેરીમાં, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રોડ પર આવેલું છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આજે ભવ્ય અને જાજરમાન ઈતિહાસ સાથે ઊભું છે. આ જિનાલયમાં શ્યામવર્ણી શ્રી વડલી પાર્શ્વનાથ તથા શ્રી નગીના પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય અને પ્રાચીન પ્રતિમાઓ છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની સર્વોતમ સગવડ છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ-શંખેશ્વર તીર્થમાં પ્રતિમાજી બિરાજમાન છે. તેમજ સાંતાક્રુઝ (મુંબઈ) જીરાવલા તીર્થ તથા શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થમાં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અતીતની ભવ્યતાના દર્શન કરાવે છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્વેતવર્ણના, સપ્તકણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે અને જિનાલયમાં મૂળનાયક રૂપે બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૪૫ ઈંચ અને પહોળાઈ ૩૭ ઈંચ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૪૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં આવેલ ચોથા નંબરની દેરીમાં શ્રી પંચાસરપાર્શ્વનાથની દર્શનીય પ્રતિમાજીની ઉંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજીનો શ્વેત રંગ છે. તેમજ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પાટણમાં આવેલ શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય જિનાલય પાછળ વીર વનરાજ ચાવડાની ગુરુભક્તિ સંકળાયેલી છે. નાગેન્દ્રગચ્છના આચાર્યશ્રી શીલગુણસૂરિએ વનરાજને બાળપણમાં સંસ્કારના બીજ રોપ્યાં અને તેના જીવનનું ઘડતર કર્યું. વિ.સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ પાટણનગરી વસાવી. વનરાજે પોતાના જીવનને સમૃદ્ધ બનાવનાર ગુરૂદેવ આ.શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ આવી. અને તેણે આચાર્ય ભગવંતના ચરણમાં રાજ્ય ધરી દીધું. પરંતુ આત્મકલ્યાણના માર્ગને વરેલા સાધુ-સંતોને સંસારની સમૃદ્ધિ તુચ્છ ભાસે. આથી વનરાજે પાટણની સ્થાપના બાદ થોડા સમયમાં એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું. અને તેમાં પંચાસરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી લાવીને પ્રતિષ્ઠિત કરાવી. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજ્યભૂમિ હતી. ત્યાંથી આવેલા આ પાર્શ્વનાથ શ્રી પંચાસર પાર્શ્વનાથ થી પ્રસિદ્ધ થયાં. વનરાજે આ જિનાલયમાં પોતાની આરાધક મૂર્તિ પણ બેસાડી. આ જિનાલય નવમી સદીના આરંભમાં નિર્માણ પામ્યું હતું. આથી ગુજરાતના પ્રાચીનતમ જિનાલયોમાનું એક ગણવામાં આવે છે. વનરાજ પછીના રાજવીઓ, મંત્રીઓએ પાટણને જિનાલયની નગરી બનાવી દીધી. શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિનાલય વનરાજ ચાવડાએ બંધાવેલું. તેથી ‘વનરાજ વિહાર’ નામથી જાણીતું થયું. આ જિનાલયનો તેરમી સદીમાં આસાક નામના મંત્રીએ જીર્ણોદ્વાર કરાવ્યો. પિતાના આ કાર્યની યાદગીરી રૂપે તેના પુત્ર અરિસિંહે સંવત ૧૩૦૧માં પોતાના પિતાની મૂર્તિ પણ આ જિનાલયમાં મૂકી. ૪૩ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ Page #68 -------------------------------------------------------------------------- ________________ જયસિંહ દેવ અને કુમારપાળના મંત્રી પૃથ્વીપાળે પોતાના માતા-પિતાના સ્મરણાર્થે આ જિનાલયમાં મંડપની રચના કરાવી. વસ્તુપાળ મંત્રીએ આ જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો હતો. નાગેન્દ્ર ગચ્છના આચાર્યશ્રી વિજયસેનસૂરિજીએ આ તીર્થમાં વ્યાખ્યાનો આપ્યા હતા. વિ.સં.૧૩૫૩ થી સં. ૧૩૫૬ સુધીનો સમય પાટણજ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે કપરો નીવડયો. મુસ્લીમ આક્રમણખોરોએ અનેક જિનાલયોને ભારે નુકશાન પહોંચાડયું હતું. તેમાં પણ પાટણ બાકાત ન રહ્યું. એ સમયે કરણ વાઘેલાનું શાસન હતું. બે દશકા બાદ પાટણની જાહોજલાલી પુનઃ ધબકતી થઈ. ‘વનરાજ વિહાર' જિનાલય જૂના પાટણમાં હતું. ત્યાંથી એ પ્રતિમાજીઓ નવા પાટણમાં ક્યારે અને કેવી રીતે આવી તેની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. છેલ્લા જીર્ણોદ્વાર પહેલાંના મંદિરનું સ્થાપત્ય ૧૬ માં સૈકાનું હતું. છેલ્લે સંવત ૧૯૯૮ માં જીર્ણોકૃત જિનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને સંવત ૨૦૧૧માં પરમાત્માની પ્રતિમાજીઓનો જિનાલયમાં પ્રવેશ કરવામાં આવ્યો. મુખ્ય મંદિરને ફરતી ૫૧ દેવ કુલિકાઓનું ખાતમુહૂર્ત સંવત ૨૦૧૩માં કરાવ્યું હતું અને આ દેવકુલિકાઓમાં સંવત ૨૦૧૬ ના જેઠ સુદ-૬ ના શુભ દિવસે જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ભવ્ય જિનાલયના પ્રવેશ દ્વાર પાસે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. તેની સામે આસાકમંત્રીની મૂર્તિ પ્રાચીન છે. અહી પાર્શ્વયક્ષ, પદ્માવતી, આચાર્યભગવંત શ્રી શીલગુણસૂરિજી મ., વનરાજ ચાવડાની પ્રાચીન મૂર્તિઓ છે. એ સિવાય સરસ્વતી, ક્ષેત્રપાળની મૂર્તિઓ પણ છે. મંદિરની બાજુમાં ગુરૂમંદિર બાંધવામાં આવેલ છે. તેમાં આ.શ્રી શીલગુણસૂરિ, તેમના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી હીરવિજય સૂરિ, શ્રી સેનસૂરિશ્વરજી, શ્રી દેવસૂરિશ્વરજી મ., કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૪૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ મ. આદિની મૂર્તિઓ પણ છે. આ જ મંદિરના સંકુલમાં શ્રી પાર્શ્વનાથજીનું ચૌમુખ જિનાલય તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી મહાવીરસ્વામી, શ્રી ધર્મનાથસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો છે. આ જિનાલયમાં સોળ વિદ્યાદેવી, તીર્થંકર ભગવંતોના કલ્યાણકો, દેવાંગનાઓ, દિકપાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો વગેરેના સ્વરૂપો દર્શનીય છે. આ પ્રાચીન જિનાલય દર્શનીય અને ભવ્ય છે. જીવનમાં એકવાર શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શન કરવા જોઈએ. આ તીર્થનું મહાભ્ય પ્રાચીનકાળમાં થઈ ગયેલા અનેક જૈનાચાર્યો, મુનિવરો તથા કવિઓએ પોતાની રચનામાં કરેલું છે. સં.૨૦૬૧ની સાલમાં પાટણમાં શ્રી પંચાસરાપાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જે ૫૦ વર્ષ પછી જીર્ણોદ્ધાર કરાયો હતો. આ પ્રસંગે દેશ-વિદેશના મૂળ પાટણના વતની જૈન પરિવારો આવેલા હતા અને અનેક આચાર્ય ભગવંતો આ પ્રસંગે પધારેલા હતા. પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. પાટણમાં શ્રી પંચાસરપાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હેમચંદ્રાચાર્ય રોડ, પીપળાની શેરીમાં આવેલ છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની સર્વશ્રેષ્ઠ સગવડ છે. ભક્તિવિહારમાં બિરાજતા શ્રી પંચાસારપાર્શ્વનાથજી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલ છે. આ તીર્થનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. જે કોઈ યાત્રિક શંખેશ્વર દર્શનાર્થે આવે છે ત્યારે તે યાત્રિક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં દર્શનાર્થે અવશ્ય આવે છે. શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૪૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થધામમાં ભોજનશાળા, ધર્મશાળાની સર્વશ્રેષ્ઠ સુવિધા છે. તેમજ વિશાળ પટાંગણના કારણે યાત્રિકને બે-ચાર દિવસ પસાર કરવા સહજ બને છે. આજ-બાજુમાં વૃક્ષો હોવાથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય, નયનરમ્ય પ્રતિમાજીઓ ભાવિકોના અંતરમનમાં ભક્તિ અને શ્રદ્ધામાં વધારો કરે છે. આ તીર્થધામમાં ચોથી દેરીમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજીત કરવામાં આવેલા છે. આ તીર્થધામમાં જે કોઈ ભાવિક અનેરી શ્રદ્ધાથી અને ભક્તિથી સેવાપૂજા. કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. મહિમા અપરંપાર મુંબઈના સુશ્રાવક દલીચંદભાઈ પારેખ જૈન ધર્મ પ્રત્યે પૂરી આસ્થા ધરાવતા હતા. તેઓ શેરના દલાલ તરીકેની કામગીરી બજાવતાં હતા. તેઓ વર્ષમાં એકવાર પોતાની પત્ની સાથે શંખેશ્વર આવતાં અને બે દિવસ રોકાઈને ભાવથી ભક્તિ કરતાં. એકવાર શેર બજારમાંથી તેમણે કેટલાક શેરો ખરીદ્યા. તેમને હતું કે આ શેરની કિંમત છ મહિનામાં બે ગણી થઈ જશે. આથી બજારમાંથી મોટી રકમ વ્યાજે લીધી અને શેર ખરીદ્યા. દલીચંદભાઈએ જે કંપનીના શેરો ખરીદ્યા તે પછી બે મહિના સુધી તેના ભાવોમાં એક-બે રૂપિયાની ચડ-ઉતર થતી. આથી તેમણે તે શેર સાચવીને મૂકી રાખ્યા હતા. દલીચંદભાઈ પોતે ખરીદેલા શેરની કંપની વિષેની રજેરજની માહિતી જાણતા હતા. રોજે-રોજ તેનો અભ્યાસ કરતાં હતા. ચારેક મહિના પછી એ કંપનીએ દેવાળું ફૂંક્યુ. આ જાણ શેરબજારમાં થતાં ચહલ-પહલ મચી ગઈ. તે કંપનીના શેરના ભાવ સાવ ગગડી ગયા. પાણીના મૂલે વેચાતા તે શેર ખરીદવા કોઈ તૈયાર થતું નહોતું. શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૪૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ દલીચંદભાઈનો શ્વાસ બેસી ગયો. હવે શું કરવું ? એક કરોડ જેવી રકમ વ્યાજે લીધી છે. હવે ભરપાઈ શી રીતે કરવી ? શેર બજારમાં પોતાની શાખ જળવાઈ રહે તેથી તરતજ તેમણે પોતાનો ફલેટ વેચી નાંખ્યો અને અડધી રકમ ભરપાઈ કરી દીધી. તેઓ ભાડાના ફલેટમાં રહેવા ચાલ્યા ગયા. ગાડી. ઝવેરાત, દાગીના બધુ વહેંચી નાખ્યું. ફીક્સ ડીપોઝીટો વગેરે વટાવીને માંડ માંડ એક કરોડની રકમ ભરપાઈ કરી શક્યા. ટૂંકમાં દલીચંદભાઈ રસ્તા પર આવી ગયા હતા. તેમની પત્ની મૃદુલાબેને આશ્વાસન આપ્યું. ક્યારેક આવું બને છે. આપણાં ભાગ્યમાં દુઃખ લખ્યું હોય તો આવ્યા વગર રહેતું નથી. આપ હિંમત હારશો નહી. ‘મૃદુલા, હું શું કરૂં ? મારી તો મતિ મુરઝાઈ ગઈ છે. જ્યારે આ કંપની ફડચામાં ગઈ તેવું સાંભળ્યું ત્યારે તો આપઘાત કરવાનો વિચાર આવી ગયો હતો. પરંતુ ત્યારે મને તમારા બધાનો વિચાર આવ્યો અને પગ રોકાઈ ગયા. હવે એ બધું ભૂલી જાઓ. આપણે ભલે રસ્તા પર આવી ગયા પણ કોઈની રકમ બાકી રાખી નથી. આપણી શાખ હજુ એવીને એવીજ રહી છે.’ ‘મૃદુલા, મને થાય છે કે આપણે શંખેશ્વરની યાત્રા કરી આવીએ. મનની શાંતિ ત્યાં વગર નહીં મળે. અને બીજે જ દિવેસ દલીચંદભાઈ અને મૃદુલાબેન શંખેશ્વર જવા નીકળ્યા. મુંબઈ થી સીધા અમદાવાદ આવ્યા અને અમદાવાદથી શંખેશ્વર જવા એસ.ટી. બસ પકડી અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવી પહોંચ્યા. તેમણે ધર્મશાળામાં એક રૂમ લીધી. મોડી રાત હતી, એટલે બંને પતિ-પત્ની શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને નિદ્રાધીન થઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે બંને ઉઠયા. પ્રાતઃ કાર્ય સંપન્ન કરી, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં આવ્યાં. ૪૭ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ Page #72 -------------------------------------------------------------------------- ________________ હૈયામાં ભક્તિનો ઉમંગ હતો. દલીચંદભાઈએ નિરાશા ખંખેરી નાંખી હતી. જીવનમાં ચડાવ-ઉતાર આવ્યા કરે છે. તે સત્ય તેઓ સમજતા હતા. બંને પતિ-પત્નીએ દરેક ભગવાનની ભાવથી પૂજા કરીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા અને અનેરી શ્રદ્ધાથી ચૈત્યવંદન કર્યું. સ્તુતિ-સ્તવન ગાયું. પ્રભુની ભક્તિ કરતાં દલીચંદભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ પ્રભુની સ્તુતિ કરતાં હતા. મૃદુલાબેન આ જોઈ ગયા. આથી તેઓ પણ ભાવ વિભોર બની ગયા. લગભગ અડધા કલાક સુધી બંને શ્રી પંચાસરાપાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે બેસી રહ્યાં. પછી ઉભા થયા અને પોતાના સ્થાને આવ્યાં. બંને ભોજનશાળામાં જઈને ભોજન કરી આવ્યા, આમ તેઓ બે દિવસ રોકાઈને મુંબઈ પાછા ફર્યાં. દલીચંદભાઈ શેરબજારમાં ગયા અને તેમણે નાના પાયે એક કંપનીના શેરનો સોદો કર્યો. તેના કલાકમાં પાંચ રૂપિયા વધ્યા અને વેંચી નાખ્યા. એમાં તેમને પાંચ હજાર રૂપિયા જેવી રકમ મળી. આઠ દિવસમાં નાના-નાના સોદા કરીને દલીચંદભાઈ એક લાખ જેવી ૨કમ મેળવી લીધી. તેને થયું કે શ્રી પંચાસરાપાર્શ્વપ્રભુની ભક્તિ કરી તેનું જ આ પરિણામ છે. આમને આમ છ મહિના પસાર થઈ ગયા. દલીચંદભાઈ ફરી ઉભા થઈ ગયા. તેમણે નવો ફલેટ અને ગાડી લઈ લીધી. દલીચંદભાઈ અને મૃદુલાબેને નિયમ લીધો કે દર વર્ષે બે-વાર શંખેશ્વર જવું અને ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથભક્તિવિહાર તીર્થમાં જઈને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવી. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અનેરો છે. શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૪૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાઈનું સ્વાસ્થ્ય સુધરી ગયું... #jjus સુરેન્દ્રનગરમાં રહેતા કલ્પનાબેન તેમના ભાઈના સ્વાસ્થ્ય માટે ભારે ચિંતિત હતા. અમદાવાદમાં રહેતો તેનો ભાઈ ચંપક છેલ્લા ત્રણ મહિનાથી પથારી વશ હતો. ડોક્ટરોની દવાઓ ચાલતી હતી, પરંતુ કોઈ સુધારો વરતાતો નહોતો. કલ્પનાબેન દ૨૨ોજ સવારે ભાઈની ખબર પૂછવા અમદાવાદ ફોન કરતાં ત્યારે ભાભી કહેતી કે તમારા ભાઈને હજું એમને એમ છે. દવાઓ ચાલે છે. પરંતુ કોઈ દવા માફક આવતી નથી. અહીંના સ્પેશ્યાલીસ્ટોને બતાવ્યું, પરંતુ કંઈ ખબર પડતી નથી કે શું કરવું ? ત્યારે કલ્પનાબેને આશ્વાસન આપતાં કહ્યું: ‘ભાભી તમે ચિંતા કરતો નહિં. બધા સારા વાના થઈ જશે. આવતાં અઠવાડિયે હું શંખેશ્વર જવાની છું. તેમના વતી હું ભક્તિ કરીશ.’ ‘બેન, તમારી ભક્તિ ફળે તેમ ઈચ્છું છું...' ભાભી બોલી. આઠ દિવસ પછી કલ્પનાબેન શંખેશ્વર આવ્યા અને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ ખાતે આવ્યા અને એક રૂમમાં ઉતર્યાં. બીજે દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવ્યાં. તેમણે અનેરા ભાવથી સેવા-પૂજા કરી. પછી તેઓ શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા ત્યાં તેમણે ચૈત્યવંદન કર્યું અને તેમણે પોતાના ભાઈનું સ્વાસ્થ્ય સુધરે તે માટેની ખરા હૃદયથી પ્રાર્થના કરી. કલ્પનાબેને સ્તવન ગાયું. તેમની આંખોમાંથી ઝળઝળિયા ટપકવા લાગ્યા. તેઓ પ્રભુ ભક્તિમાં લીન બની ગયા. એક કલાક જેવો સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ નહિ. તેમણે ત્યાં બેસીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની માળા કરી જાપ કર્યાં. ત્યાર પછી વંદન કરીને ઊભા થયા અને પોતાના ઉતારે આવ્યા. કલ્પનાબેન એજ દિવસે બપો૨ની બસ પકડીને સુરેન્દ્રનગર પાછા ફર્યાં. ૪૯ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ Page #74 -------------------------------------------------------------------------- ________________ રાત્રે તેમણે અમદાવાદ ફોન કર્યો. સામેથી સ્ત્રીનો અવાજ સંભળાતા કલ્પનાબેન સમજી ગયા કે ભાભીનો જ અવાજ છે. ભાભી, મારા ભાઈ કેમ છે? હું શંખેશ્વર જઈ આવી છું. ભાઈ વતી પ્રભુને પ્રાર્થના કરી છે. હવે જો જો, તેમની તબિયત સુધરી જશે. બેન, તમારી લાગણી અને પ્રેમથી અવશ્ય તમારા ભાઈ સ્વસ્થ થઈ જશે.” ભાભી એ રડતાં રડતાં કહ્યું. ત્રણ દિવસ પછી અમદાવાદથી ફોન આવ્યોઃ “બેન, તમારા ભાઈની તબિયતમાં અચાનક સુધારો થવા લાગ્યો છે. આજે તેઓ પોતાની જાતે પથારીમાં બેઠા થયા હતા.' “વાહ આ તો સરસ સમાચાર છે, કલ્પનાબેનને આંનદનો પાર ન રહ્યો. અને પંદર દિવસમાં ચંપકભાઈ પથારીમાંથી ઊભા થયા અને બહાર જવા માટેની શક્તિ પણ મેળવી લીધી, તેમનું સ્વાથ્ય સુધરી ગયું હતું. જ્યારે દવા કામ ન કરે ત્યારે દુઆ કામ કરે છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનું પરિણામ જોઈને કલ્પનાબેનના હૈયામાં શ્રદ્ધા વધારે અતુટ બની. શ્રી પાર્શ્વનાથપ્રભુની સ્તુતિ નયનાનંદ આનંદ કહે પારસ જિન પ્યારા; નિલવરણ શિવસુખકરણ તરણ તારણહાર, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણગાતા તારા. ચૈત્યવંદન અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ઘણી, પાર્શ્વનાથ મહારાજ. ૧ થી શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૫૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ એકસો વસ૨નું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ. ભવબંધનને તોડવા, સમરથ છો, પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ... સ્તવન ૧ શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ ; નયનાનંદ મનોહર મારાં, પારસનાથ અનુપ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાનરૂપ અરિહંત ૨ પારસ પરસે લોહ ખંડને પળમાં કંચન થાય; પદ પંકજ પરસના પરસે ભવના બંધન જાધ. ૩ પંચાસરાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય ૪. અંતરના અમૃત છલકાવી પૂજીયે પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટે પુરણ ચંદ (રચના : વૈધ મોહનલાલ ચુનીલાલ ધામી) ૫. PERF મંત્ર આરાધના મંત્ર આરાધના કરતી વખતે મનની અને તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તન અને મન સ્થિર ન હોય તો મંત્રનો પ્રભાવ જોવા મળતો નથી. મંત્ર આરાધન બને ત્યાં સુધી એકજ સ્થળે અને એકજ સમયે થાય તો ઘણું ઉત્તમ ગણાય. મંત્ર આરાધના સમયે ૫૧ શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ Page #76 -------------------------------------------------------------------------- ________________ પદ્માસન સર્વશ્રેષ્ઠ છે. તે ન ફાવે તો સુખાસને કે વજ્રાસનમાં બેસવું. મંત્રની આરાધના ચોક્કસ ફળ આપે છે. તેમાં શ્રદ્ધા અને ભક્તિ ભળવા જોઈએ. ૧. ૐૐ હ્રીં શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમઃ ઉપરોક્ત મંત્રનું આરાધન નિયમિત કરવાથી સુખ વૈભવમાં વધારો થાય છે. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના ૧૨૫૦૦ જાપ કરવા જરૂરી છે. ૨. ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ૐૐ અર્હ શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમો નમઃ આ મંત્રની માળા દરરોજ એક કરવી. અત્યંત પ્રભાવક મંત્ર છે. જીવનમાં આવતી વિપત્તિઓ, સંકટો, મુશ્કેલીઓને નષ્ટ કરે છે. આ મંત્રના ૧૨૫૦૦ જાપ કરવા. ૩. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમઃ આ મંત્રનું આરાધન ફળદાયી છે. આ મંત્રની દરરોજ એક માળા કરવી. આ મંત્રના આરાધનથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. : સંપર્કઃ શ્રી પંચાસરા પાર્શ્વનાથજી દેરાસર ટ્રસ્ટ હેમચંદ્રાચાર્ય માર્ગ, પીંપળાશેરી, મુ.પો. પાટણ, જી. પાટણ પીન ઃ ૩૮૪૨૬૫. (ઉ.ગુ.) ફોન: ૦૨૭૬૬-૨૨૨૨૭૮. . શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ ૫૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ રાજસ્થાનના જેસલમેર નગરમાં કોઠારીપાડો આવેલ છે. આ વિસ્તારમાં શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ઉપરના માળે શ્રી સંકટહરણ પાર્શ્વનાથજી પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. જેસલમેરમાં હાલમાં પાંચ જિનાલયો છે. દરેક જિનાલયો અતીતની ભવ્યતાના દર્શન કરાવે છે. ભદ્રારક ગચ્છના ઉપાશ્રયમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું મંદિર છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ જેસલમેર છે તે સિવાય શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની પાંચમી દેરીમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ ભૂપાલસાગરની ૪૭. મી દેરીમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. સંવત ૧૨૧૨માં રાણા જેસલે આ નગરી વસાવીને ફરતો કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લામાં આઠ જિનાલય અને ગામમાં એક જિનાલય છે. સંકટ સમયે ૭૦૦૦ પ્રતિમાજી રક્ષણ માટે અત્રે આવેલ હતી. કલામય હવેલીઓથી જેસલમેર શોભી રહેલ છે. અહીં પ્રાચીન તાડપત્રીય ભંડાર સુરક્ષિત છે. જેસલમેરના ઉલ્લેખો અનેક જગ્યાએ ઉપલબ્ધ છે. જેસલમેરમાં આવેલ શ્રી સંકટહરણ પાનાથજીની પ્રતિમા પાંચ ફણાથી યુક્ત છે. છ ઈંચની ઉંચી અને છ ઈંચ પહોળી છે. શ્યામ વર્ણના આ પ્રતિમાજી પાષાણના છે. રાણા જેસલજીએ પોતાના નામથી જેસલમેર શહેરનું નિર્માણકાર્ય વિ.સં.૧૨૧૨માં કરેલું હતું. તેમના ભત્રીજા ભોજદેવ રાવળની રાજધાની લોદ્રા હતી. કાકા-ભત્રીજા વચ્ચે માથાકુટ થતાં જેસલજીએ લોદ્રવા ઉપર ચઢાઈ કરી. બંને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું. તેમાં ભત્રીજો ભોજદેવ પરાજિત થયો. તે વખતે લોદ્રવામાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી જેસલજી શ્રી સંwહરણજી પાર્શ્વનાથ ૫૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ Basri cosaseis le પોતાની સાથે લાવ્યા અને જેસલમેરના કિલ્લા ઉપરના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી બિરાજમાન કરાવી. જેસલમેર જૈન ગ્રંથ ભંડારો માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અહીંના જ્ઞાન ભંડારો પ્રાચીનતાની રીતે ભારતમાં મોટામાં મોટા ગણાય છે. અહીં તાડપત્રો ઉપર અને કાગળ ઉપર લખાયેલ પ્રાચીન ગ્રંથો વગેરેનો મોટો સંગ્રહ છે. કાગળની શોધ ૧૩ મી કે ૧૪ મી સદીની ગણવામાં આવે છે. જ્યારે અહીં ૧૧ મી સદીમાં લખાયેલ કાગળના ગ્રંથો છે. તાડપત્રના ગ્રંથો સુવ્યવસ્થિત રીતે ભંડારોમાં સચવાયેલા પડયા છે. અહીં બૃહત ગ્રંથભંડારમાં પ્રથમ દાદા શ્રી જિનદત્તસૂરીશ્વરજી ૮૦૦ વર્ષોથી પણ પ્રાચીન ચાદર, મુહપત્તિ અને ચૌલપટ્ટો સુરક્ષિત છે. એવું માનવામાં આવે છે કે ગુરૂદેવના અગ્નિસંસ્કાર વખતે ઉપરોક્ત વસ્તુઓ દિવ્ય શક્તિના કા૨ણે અગ્નિસાત ન થવાથી ગુરૂભક્તોએ પ્રસાદીરૂપ માનીને સુરક્ષિત રાખી છે. જેસલમેર શહેર પોખરણથી ૧૧૦ કી.મી. છે. જેસલમેરમાં પીળા પથ્થર ઉપર અત્યંત બારીક કોતરણી જોવાલાયક છે. અહીં પટવાઓની હવેલી જોવા લાયક છે. અન્ય માહિતી અનુસાર સૈકાઓ પૂર્વે જેસલમેર જૈનોની પ્રવૃત્તિઓનું મુખ્ય મથક હતું. અહીં ૮૪ ગચ્છોના ૮૪ ઉપાશ્રયો હતા. અહીં મહાન આચાર્યોનું આવગમન રહેતું હતું. તેમજ અહીં જૈનોની વસ્તી પણ વિપુલ પ્રમાણમાં હતી. અહીંના જૈનો ધનવાન, ધર્મવત્સલ અને કલા પારખુ હતા. તેની ઝાંખી અહીંના ભવ્ય જિનાલયોમાં પરથી થયા વિના રહેતી નથી. કેટલાક ધનિક જૈનોના ઘરમાં ગૃહ મંદિરો હતા. જેસલમેરની સ્થાપના થઈ એ સમયના જિનાલયો છે. જેસલમેર નગરના કોઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું બે માળનું જિનાલય છે. જે તપાગચ્છીય જિનાલય તરીકે ઓળખાય છે. મંદિરના ભોંયતળીયે બે ગભારામાંથી એકમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામી અને બીજામાં ૫૪ શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામી મૂળનાયક રૂપે બિરાજે છે. આ જિનાલયમાં પ્રથમ માળના એક ગભારામાં શ્રી ગોડી પાર્શ્વનાથજી અને બીજામાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથજી પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. જેસલમેર શ્રી સંઘે વિ.સં.૧૮૬૮ ના વૈશાખ સુદ-૩ ના આ મંદિરની પ્રતિષ્ઠા કરાવ્યાની પ્રશસ્તિ આજે પણ છે. આ પ્રાચીન તીર્થના યશોગાન અનેક જૈનાચાર્યોએ કરેલાં છે. આગ્રામાં શ્રી સંકટભંજન પાર્શ્વનાથનું જિનાલય હોવાનો શ્રી સૌભાગ્ય વિજયજી મહારાજા એ તીર્થમાલા માં ઉલ્લેખ કરેલો છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ (પેઢી), શ્રી સુપાર્શ્વનાથ જે. જૈન મંદિર, કોઠારી પાડો, જેસલમેર (રાજ.) | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમા | શ્રી સંકટહરણ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને અલૌકિક પ્રતિમાજીઓ બિરાજમાન છે. તીર્થધામમાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથની પ્રતિમાજી પાંચમી દેરીમાં સ્થિત છે. અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ૩૧ ઈંચ ઉંચાઈ છે. પ્રતિમાજી પણ પદ્માસનસ્થ છે. મહિમા અપરંપાર શ્રી સંકટહરણ પાર્શ્વનાથ એટલે સંકટહરનારા પાર્શ્વનાથજી પ્રભુ. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરનારા ભક્તોના સંકટો હરે છે. મુશ્કેલીઓનું નિવારણ કરે છે. વિપત્તિઓ નષ્ટ કરે છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથની ભક્તિ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે. શ્રી સંહરણજી પાર્શ્વનાથ ૫૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ અરૂણભાઈનું સંકટ ટળ્યું..... નવસારીમાં રહેતા જૈન શ્રાવક અરૂણભાઈ શાહ અને તેમના પત્ની રેખાબેન દરરોજ ધર્મ આરાધના કરતાં હતા. અરૂણભાઈની ઉંમર ૪૫ વર્ષની હતી. અને રેખા બેન ૪૩ વર્ષના હતા. તેમને સંતાનોમાં એક પુત્ર જ હતો. તેનું નામ વંદન હતું. વંદન ધોરણ ૧૦માં આવ્યો હતો. અરૂણભાઈ સરકારી નોકરી કરતાં હતા. તેઓ ખૂબજ ઈમાનદારી અને પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવતા હતા. અરૂણભાઈએ જે ટેબલ પર બેસીને કામ કરતાં હતા તે ટેબલ ઉપર લાખો રૂપિયા રળી શકાય તેવું હતું પરંતુ પ્રમાણિક સ્વભાવ ધરાવતાં અરૂણભાઈ પોતાનું કાર્ય નિષ્ઠાથી કરતાં, કોઈ બે પૈસા આપવાનું કહેતો ગુસ્સે થઈ જતાં. સ્ટાફમાં તેમની છાપ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની હતી. છતાંય કેટલાંક ભ્રષ્ટાચારી અધિકારીઓને અરૂણભાઈની પ્રમાણિકતા ખટકતી હતી. તેવા અધિકારીઓ અરૂણભાઈની અન્યત્ર બદલી થઈ જાય તેવા પ્રયાસો કરતાં હતા. એક દિવસ અરૂણભાઈની ઓફીસના એક ભ્રષ્ટાચારી અધિકારીએ અરૂણભાઈ શાહને ફસાવવાનો કિમીયો રચ્યો. અરૂણભાઈ ઓફીસમાં આવે તે પહેલાં તેના ટેબલના ખાનામાં દસ હજાર રૂપિયા મૂકી દીધાં. અરૂણભાઈ ઓફીસમાં આવ્યા ત્યારે તે અધિકારીએ સ્ટાફમાં કાગારોળ મચાવી હતી કે મારી બેગમાંથી દશ હજાર રૂપિયા ચોરાઈ ગયા છે. ઓફીસે આવ્યો ત્યારે તેમાં હતા. અત્યારે નથી. તે ભ્રષ્ટ અધિકારી બધાની બેગ તપાસતો હતો. તેણે અરૂણભાઈનું ટેબલ તપાસ્યું અને તેમાંથી દશ હજાર રૂપિયા નીકળ્યા. ભ્રષ્ટ અધિકારીએ સ્ટાફમાં કહ્યું મારા પૈસા અરૂણેજ ચોર્યા હતા. હું પોલીસ ફરિયાદ કરીશ. અરૂણભાઈ જરાય ગભરાયા નહિ તેમણે હિંમત પૂર્વક કહ્યું : ભાઈ, હું તો હજુ ઓફીસમાં પગ મુકું છું. મારા ટેબલ પર બેઠો નથી. હું ત્યાં બેસું તે શ્રી સંwહરણજી પાર્શ્વનાથ ૫૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ પહેલાં તમે મારું ખાતું ખોલ્યું અને તમે મૂકેલા પૈસા નીકળ્યા. આવું શા માટે કરો છો ? મેં તમારું શું બગાડયું છે. હું હવે શાંત રહેવાનો નથી. હું સાહેબ આવશે, એટલે તેની સામે ફરિયાદ કરીશ.' સ્ટાફના માણસોમાં બે ભાગ પડી ગયા. કેટલાક અરૂણભાઈની પડખે ઉભા રહ્યાં, ત્યારે કેટલાંક ભ્રષ્ટ અધિકારીની પડખે ઉભા રહ્યાં. - ત્યાં ઓફીસમાં મોટા સાહેબ આવ્યા. પેલા ભ્રષ્ટ અધિકારીએ મોટા સાહેબ સમક્ષ ફરિયાદ કરી. અરૂણભાઈ શાહે મારી બેગમાંથી દશ હજારની તફડંચી કરી હતી. તેના ટેબલના ખાના તપાસતાં તેમાંથી મળી આવ્યાં છે. મોટા સાહેબ અરૂણશાહને પોતાની પાસે બોલાવ્યા અને વિગતો પૂછી ત્યારે અરૂણભાઈએ કહ્યું સાહેબ, મેં જ્યારે ઓફીસમાં પગ મૂક્યો ત્યારે જ આ સાહેબ પોતાના દશ હજાર રૂપિયાની શોધખોળ કરતાં હતા. હું મારા ટેબલ પર જઈને બેસે તે પહેલાં જ તેમણે મૂકેલા તેમની રકમ મારા ટેબલના ખાનામાંથી કાઢી અને મારા પર હળાહળ જુઠો ચોરીનો આરોપ મૂક્યો છે. મોટા સાહેબે સ્ટાફની એક-એક વ્યક્તિને અલગ-અલગ બોલાવીને પૂછયું. છેવટે સ્પષ્ટ થયું કે અધિકારીની જ આ ચાલ હતી. અરૂણ શાહને નીચો જેવડાવવા તેણે આ રમત આદરી હતી. આ મોટા સાહેબે ભ્રષ્ટ અધિકારીને પોતાની પાસે બોલાવીને ઠપકો આપ્યો અને અરૂણભાઈની માફી માંગવાનું કહ્યું તે અધિકારીએ અરૂણભાઈની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેમ જણાવ્યું. અરૂણભાઈ આ બનાવ પછી વધારે સતેજ રહેવા લાગ્યા. તેમના જીવનમાં ક્યારેય આવી ઘટનાઓ બની નહોતી આથી તેમને ઘણું દુઃખ થયું. બીજીવાર તે ભ્રષ્ટ અધિકારીએ અરૂણભાઈને સપડાવવા યોજના ઘડી. ઓફીસની રકમ જમા કરાવવા તે અધિકારીએ અરૂણભાઈને બેંકમાં મોકલ્યા. લગભગ ૫૦ હજાર જેવી રકમ હતી. શ્રી સંwહરણજી પાર્શ્વનાથ ૫૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ અરૂણભાઈ તે રકમ પોતાના હાથમાં લીધી અને બેંકમાં ગયાં, ત્યાં ભ્રષ્ટ અધિકારીનો એક માણસ અગાઉથી પહોંચી ગયો હતો. તેણે યેનકેન પ્રકારેણ અરૂણભાઈના પોર્ટફોલીયામાંથી તે રકમ સેરવી લઈને રફુચક્કર થઈ ગયો. અરૂણભાઈને કશી ખબર જ ન પડી. જ્યારે કાઉન્ટર પર રકમ ભરવાનો ક્રમ આવ્યો ત્યારે તેમણે પોતાનો પોર્ટફોલીયો ખોલ્યો તો રકમ ગાયબ થયેલી જોવા મળી. તેમને ધ્રાસ્કો પડયો. તેમણે આમ-તેમ બધેય જોયું પણ ક્યાંય ૨કમ જોવા મળે નહિં. તેમણે બેંક મેનેજરને જણાવ્યું કે મારા પોર્ટફોલીયોમાંથી રકમ ગાયબ થઈ ગઈ છે. બેંક મેનેજરે કર્મચારીઓ મારફત તપાસ કરાવી, પરંતુ ક્યાંયથી તે રકમ ન મળી. અરૂણભાઈ નિરાશવદને પાછા ફર્યા અને ઓફીસમાં આવીને મોટા સાહેબને બધી વાત કરી. મોટા સાહેબે અરૂણભાઈને ઠપકો આપ્યો કે તમે કોઈ કામ ધ્યાનથી કરતાં જ નથી. આ રકમ હવે તમારે ભરવી પડશે. અરૂણભાઈ કરગર્યા, સાહેબ, આટલી મોટી રકમ હું ક્યાંથી લાવી શકું? “એ તમારે જોવાનું, ચાર દિવસમાં સરકારના રૂપિયા જમા કરાવી દો. માટે બીજું કંઈ સાંભળવું નથી.” મોટા સાહેબે કહ્યું. અરૂણભાઈનું મુખ લેવાઈ ગયું. તેઓ ચિંતામાં પડી ગયા. પચાસ હજાર જેવી રકમ ક્યાંથી મેળવવી? સાંજે પોતાના ઘરે પાછા ફર્યા. તેમના પત્ની રેખાબેન આજે પતિનું ઢીલું મોટું જોઈને સમજી ગયા કે ઓફીસમાં જરૂરી કંઈક બન્યુ લાગે છે. રેખાબેને પૂછયું : અરૂણ, શું થયું? આજ તમારો ચહેરો, ઉતરેલો કેમ લાગે છે? શું ઓફીસમાં કંઈ માથાકુટ થઈ છે. ના... આજે હું ઓફીસના પૈસા ભરવા બેંકમાં ગયો ત્યારે કોઈ ગઠિયો પોર્ટફોલીયોમાંથી તે રકમ ઉપાડી ગયો.” મોટા સાહેબે ચાર દિવસમાં રકમ ભરી જવા જણાવી દીધું છે. ઓહ! કેટલા રૂપિયા હતાં?” શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ ૫૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ પચાસ હજાર રૂપિયા !' “ઓહ! તમે આટલી મોટી રકમ ક્યાંથી કાઢશો? ઓહ...કોઈ રસ્તો તો કાઢવો પડશે ને...' રેખાબેન બોલ્યાં. તેમાં “મારી મતિ જ બંધ થઈ ગઈ છે. આટલા રૂપિયા ઉછીના પણ કોણ આપે ?' અરૂણે કહ્યું. એક કામ કરો... શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થ છે. આપણે એકવાર ગયેલા છીએ. ત્યાં શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની પાંચમી દેરી છે. તમે બાધા રાખો કે હું આ સંકટમાંથી આરપાર નીકળી જઈશ તો તત્કાળ દર્શન કરવા માટે આવીશ, રેખાબેને કહ્યું. અરૂણભાઈએ પત્નીના સૂચન પ્રમાણે ખરા હૃદયથી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં પાંચમી દેરીમાં બિરાજમાન સર્વના સંકટો હરનારા શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને આવેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરી. ' અરૂણભાઈ પ્રાર્થના કરતાં કરતાં રડી પડયા અને સ્વગત બોલવા લાગ્યા. હે પ્રભુ, તારા સિવાય મારો કોઈ આશરો નથી. હું આ સંકટમાંથી નીકળી જઈશ તો હું અને મારા પત્ની આપના દર્શનાર્થે આવીશું. અરૂણભાઈ પ્રાર્થના કર્યા પછી જ ભોજન કરવા બેઠાં. બીજે દિવસે અરૂણભાઈ ઓફીસમાં આવ્યા ત્યારે સ્ટાફમાં તેના નામની જ ચર્ચા થતી હતી. અરૂણભાઈ કોઈની સાથે વાતચીત કર્યા વગર પોતાના ટેબલ ઉપર જઈને બેસી ગયા. સ્ટાફના કેટલાક કર્મચારીઓ તેની પાસે આવ્યા અને આશ્વાસન આપવા લાગ્યા. પેલા ભ્રષ્ટ અધિકારીને થયું કે અરૂણ હવે બરાબર સપડાયો છે. ગમેતેમ કરીને તેણે ત્રણ દિવસમાં રૂપિયા પચાસ હજાર ઓફીસમાં ભરવા જ પડશે. જોઈએ તે શું કરે છે. આ તરફ ભ્રષ્ટ અધિકારીનો માણસ જેણે અરૂણભાઈના શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ (૫૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ પોર્ટફોલીયામાંથી રૂપિયા પચાશ હજાર સેરવી લીધા હતા. તે આ રકમ લઈને ઘેર આવ્યો હતો. તેની પત્નીએ આટલી મોટી રકમ ક્યાંથી મળી તેવો પ્રશ્ન કર્યો ત્યારે તેણે બધી વાત કરી. તમે જેના પોર્ટફોલીયોમાંથી રકમ કાઢી લીધી તેને ઓળખ્યો છે. ‘હા...તેનું નામ અરૂણભાઈ શાહ છે. આ રકમ તો મેં મારા સાહેબના કહેવાથી જ ચોરી છે. હવે આ રકમ આપણે બેંકમાં ભરી દઈએ.’ ના...એમ કરવું નથી . બિચારા અરૂણભાઈની હાલત કેવી કફોડી થઈ હશે ? તમે એના પૈસા એના ઘેર જઈને આપી આવો. આવું કામ કરવાની કમતિ તમને કેમ સુઝી ? ‘હવે એવું બધું ન વિચારાય ! તું પણ ગાંડી છે .’ ના...તમને મારા સમ છે... તમે આ રકમ તેના ઘેર જઈને આપી આવો... તેની પત્નીએ ભારપૂર્વક કહ્યું. ‘પણ...હું તેમની પાસે કયા મોઢે જાઉં ?’ ‘એ હું કંઈ ના જાણું... આ રકમ ફરીથી અરૂણભાઈના હાથમાં સોપીં દો અને માફી માગી આવો.’ તે માણસને પણ થયું કે મેં એક સજ્જન માણસને ફસાવ્યા છે. મારી પત્નીની વાત સાચી છે. મારા સાહેબને આ વાત કર્યા વગર અરૂણભાઈને ત્યાં જઈ આવું. અને તેઓ ન હોયતો તેમના પત્નીને આ રકમ આપી આવું. તે માણસ રૂપિયા પચાશ હજાર લઈને અરૂણભાઈના ઘેર ઉપડયો. તેણે અરૂણભાઈનું ઘર જોયું હતુ. તે જ્યારે અરૂણભાઈના ઘરે પહોંચ્યો ત્યારે અરૂણભાઈ આવેલા નહોતા. તેણે ડોરબેલ વગાડી. રેખાબેને દરવાજો ખોલ્યો. સામે ઉભેલા માણસને જોઈને પૂછ્યું: ‘બોલોભાઈ કોનું કામ છે. અરૂણભાઈનું...! તેઓ છે...!’ ‘ના... હજુ આવ્યા નથી. અર્ધો કલાક પછી આવશે.’ ‘મારૂં એક કામ કરશો. હું બેંકમાંથી આવું છું. બે દિવસ પહેલાં તેઓ FO શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ Page #85 -------------------------------------------------------------------------- ________________ セ બેંકમાં પૈસા ભરવા આવ્યા હતા ત્યારે તેમની રકમ ચોરાઈ ગઈ હતી તે મળી જતાં આપવા આવ્યો છું. આ લ્યો...રૂપિયા પચાશ હજાર ગણી લેજો ...’ આમ કહીને તે માણસે રૂપિયા પચાશ હજાર રેખાબેનના હાથમાં મૂક્યાં. Pa fjoi રેખાબેને તે રકમ લઈ લીધી હતી. તે માણસ તરત જ ત્યાંથી નીકળી ગયો. સાંજ સાત વાગે અરૂણભાઈ પોતાના ઘેર પાછા ફર્યા. તેમના વદન પર નિરાશાના વાદળો હતા. ત્રણ દિવસ થઈ ગયા હતા. આવતી કાલે ગમે તેમ રીતે અરૂણભાઈને રકમ જમા કરાવવાની હતી. તેમણે અનેક જગ્યાએ ઉછીની રકમ માટે મહેનત કરી જોઈ પણ ક્યાંય મેળ પડયો નહોતો. આથી તેઓ નિરાશવદને ઘેર પાછા ફર્યાં હતા. તેમણે ઘરમાં પ્રવેશતાજ વેંત પત્નીએ કહ્યું : ‘રેખા, હું હિંમત હારી ગયો છું. કોઈ મને મદદ કરવા તૈયાર થતું નથી. કાલે તો મારે ગમે તે પ્રકારે રકમ જમા કરાવવી પડશે. કાલ સવારે તારા દાગીના ગીરવે મૂકીને વ્યાજે પૈસા લેવા પડશે.’ રેખાબેન હસી પડ્યા. અરૂણભાઈને નવાઈ લાગી અને કહ્યું : ‘રેખા, તને હસવું કેમ આવ્યું? અત્યારે મારી પરિસ્થિતિ અત્યંત દયાજનક છે. અને તું આમ હસે છે ?’ ‘શું કરૂં ? હસવું આવી ગયું. હવે તમારી ચિંતા ટળી ગઈ છે. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુએ આપણા સામે જોયું છે. આવતીકાલ રાત્રે જ આપણે મેલમાં નીકળીએ છીએ. અમદાવાદ પહોંચીને શંખેશ્વર જવાનું છે.’ ‘પણ હજું મારૂં સંકટ ક્યાં દુર થયું છે ? તમારૂં સંકટ દૂર થઈ ગયું છે. તમે જે બેંક માં પૈસા ભરવા ગયા હતા તેનો માણસ રૂપિયા પચાશ હજાર આપી ગયો છે. તેણે કહ્યું કે બેંક માંથી આ રકમ મળી ગઈ છે. તે માણસ રકમ આપીને ચાલ્યો ગયો. ‘તેનું શું નામ હતું ?’ શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ ૬ ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ એવું કશું પૂછયું નથી,’ રેખા બોલી. રેખાએ તરતજ પચાસ હજાર રૂપિયાનું બંડલ અરૂણના હાથમાં આપી દીધું. | અરૂણતો રાજી-રાજી થઈ ગયો. તેણે મનોમન, શ્રદ્ધા પૂર્વક શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થધામમાં બિરાજમાન શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભને વંદન કર્યા. અરૂણભાઈએ બીજે જ દિવસે પોતાની ઓફીસમાં મોટા સાહેબને રૂપિયા પચાસ હજાર આપી દીધા. મોટા સાહેબે પૂછ્યું : અરૂણ, તે વ્યવસ્થા કઈ રીતે કરી? ત્યારે અરૂણ બધી વાત કરી અને શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુની વાત પણ કરી, તેમની કૃપા થી જ સંકટ ટળ્યાનું જણાવ્યું. એજ રાત્રે અરૂણ-રેખા અને વંદન મુંબઈથી શંખેશ્વર જવા માટે ટ્રેન દ્વારા નીકળી ગયા અને શંખેશ્વર પહોંચીને શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન અને સેવા-પૂજા કરીને માથું ટેકાવ્યું. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અપરંપાર છે. | મંત્ર આરાધના • ૩ૐ હ્રીં શ્રીં સંકટહરણ પાર્શ્વનાથાય નમઃ આ મંત્રની માળા દરરોજ એકવાર સવારના સમયે ગણવી. સ્થાન અને સમય જળવાય તેનો ખ્યાલ રાખવો. મંત્ર જાપથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં સંકટહરણ પાર્શ્વનાથાય નમો નમઃ દરરોજ સવારે એકમાળા નિશ્ચિત સ્થાન પર બેસીને કરવી. સમય એકજ રાખવો. શ્રદ્ધા અને ભક્તિથી આ જાપ કરવામાં આવે તો આવતાં સંકટો દૂર થાય છે. સર્વકાર્યોમાં સિદ્ધિ મળે છે. શ્રી સંwહરણજી પાર્શ્વનાથ Page #87 -------------------------------------------------------------------------- ________________ 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં હ્રીં શ્રીં સંકટહરણ પાર્શ્વનાથાય નમઃ આ મંત્ર જાપ દરરોજ સવારે કરવા. રોજની એક માળા અવશ્ય કરવી. જીવનમાં પડતી વિપત્તિઓ આ મંત્ર જાપથી નષ્ટ પામે છે. અત્યંત પ્રભાવક મંત્ર છે. એ A : સંપર્ક: છેશ્રી સંધ્રહર પાર્શ્વનાથ જે. જૈન તીર્થ - શ્રી સુપાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ કોઠારી પાડો, મુ.પો. જેસલમેર-૩૮૫૦૦૧ (રાજ.). ના ફોન:૦૨૭૯૨-૨૫૩૩૪૭. શ્રી સંwહરણજી પાર્શ્વનાથ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ મહેસાણા (ગુજરાત) ના સમી તાલુકાના મુંજપુર ગામમાં પ્રાચીન શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ કે જોટીગડા પાર્શ્વનાથ પ્રભુનું નયનરમ્ય જિનાલય આવેલું છે. | શંખેશ્વરથી મુંજપુર ૬.૫ માઈલના અંતરે આવેલું છે. સમી તથા હારીજ થી ૮ માઈલના અંતરે, કંબોઈ તીર્થ થી ૧૨ માઈલના અંતરે અને હારીજ રેલ્વે સ્ટેશન થી ૧૩ કિ.મીના અંતરે આવેલું છે. મુંજપુર ગામમાં બે ઉપાશ્રય અને બે ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં પાંજરાપોળ પણ છે. શ્રી જોટીંગડા કે કોટીગંજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મુંજપુર છે. તે સિવાય શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં શ્રી કોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છઠ્ઠી દેરીમાં બિરાજીત છે. સાંતાક્રુઝ (મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શ્રી જીરાવલા તીર્થના જિનાલયની ભમતીમાં શ્રી કોટીંગજી કે શ્રી જેટીગડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. મુંજપુર તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુના ઘુમ્મટબંધ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુએ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી જેટીગંજી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્વેત પાષાણની, ફણારહિત અને પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૨૮ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજાની સંમતિના સમયની હોવાનું માનવામાં આવે છે. મહાતીર્થ શંખેશ્વરથી ૬.૫ માઈલના અંતરે મુંજપુર તીર્થ આવેલું છે. આ પ્રાચીન અને ઐતિહાસિક ગામ છે. સંવત ૧૦૦૩ માં રાજા મુંજે આ ગામ વસાવ્યું હતું. મૂળરાજ સોલંકીએ એક પંડિતને આ ગામ દાનમાં આપ્યાનું જણાય છે. પંદરમાં સૈકામાં મુકિંગ નગરના મુંટનામના ભાવિક શ્રેષ્ઠીએ ધાતુની અસંખ્ય શ્રી જોટીગંજી પાર્શ્વનાથ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચોવીશીના બિંબો ભરાવ્યાના ઉલ્લેખ ‘સોમ સૌભાગ્ય’ કાવ્યમાં દર્શાવાયા છે. શ્રી સોમસુંદરસૂરિજી મહારાજાએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મુર્ફિંગનગર તે હાલનું મુંજપુર હોવાનું માનવામાં આવે છે. સંવત ૧૫૬૯ કુતુબપુરા પક્ષીય તપાગચ્છાધિરાજ શ્રી ઈન્દ્રનંદસૂરિના ઉપદેશથી મુજિંગપુરના શ્રી સંઘે નાડલાઈના જિનાલયમાં દેવકુલિકાઓ કરાવી એવું એક શિલાલેખ દ્વારા જાણી શકાય છે. મુંજપુરમાં ત્રણ જિનાલયો હોવાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૬૪૮ માં આચાર્ય ભગવંતશ્રી લલિતપ્રભસૂરિજી મહારાજે રચેલી ‘પાટણ ચૈત્ય પરિપાટી' માં ત્રણ જિનાલયોનો ઉલ્લેખ કરાયો છે. મુંજપુરમાં શ્રી જોટીંગડા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હોવાની નોંધ સંવત ૧૯૬૭ માં રચાયેલા એક સ્તવનમાં છે. આજે તો જોટીંગડા કે ઝોટીગંજી પાર્શ્વનાથનું સ્વતંત્ર જિનાલય નથી. ત્રીજું દેરાસર ક્યારે નાશ પામ્યું તેમજ પ્રતિમાજીને ક્યારે આ દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી તેની જાણકારી ઉપલબ્ધ નથી. સંવત ૧૭૧૫ થી ૧૭૬૪ વચ્ચે ધર્મઝનુની ઔરંગઝેબ ના શાસનકાળમાં તેના આદેશ થી અમદાવાદના સૂબાએ મુંજપુરના ઠાકોર હમીરસિંહને યુદ્ધમાં મારી નાંખ્યો અને તે સમયે આ મંદિર તોડી નાખવામાં આવ્યું હોવાનું મનાય છે. અને પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્રી શાંતિનાથ જિનાલયમાં પધરાવી હશે તેમ કહી શકાય. ગામના નામ પરથી આ પાર્શ્વનાથ ને ‘શ્રી મુંજપુરા પાર્શ્વનાથ ’ કહે છે. પરંતુ જોટીંગડા કે ઝોટીગંજી પાર્શ્વનાથ વધારે જાણીતું છે. ST શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયની છે. શ્રી શાંતિનાથજીનું જિનાલય ૪૦૦ વર્ષ થી વધારે પ્રાચીન છે. અહીં બીજું શ્રી ગોડી પાર્શ્વનાથનું બે મજલાનું શિખર બધી જિનાલય છે. અહીં દર વર્ષે માગસર સુદ-૧૧ ના શ્રી શાંતિનાથ જિનાલયની સાલગિરી ઉજવાય છે. સંવત ૨૦૦૧ માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. ૬૫ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ Page #90 -------------------------------------------------------------------------- ________________ જિનાલયમાં ચાર કમાન, નવ તોરણ, અને છતની કોતરણી દર્શનીય અને કલાત્મક છે. પ્રાચીન ગ્રંથોમાં, પ્રાચીન રચનાઓમાં આચાર્ય ભગવંતો, મુનિરાજો, કવિઓએ આ તીર્થની સ્તવના ગાઈ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ મુંજપુર થી શંખેશ્વર ૬.૫ માઈલના અંતરે આવેલું છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસદ તીર્થ અત્યંત દર્શનીય છે. અહીં ૧૦૮ પાર્શ્વનાથપ્રભુજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મુક્ત વાતાવરણ અને પર્યાવરણની દ્રષ્ટિએ આ તીર્થધામ અત્યંત રમણીય છે. શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. આ તીર્થધામની યાત્રાએ આવનાર યાત્રી સંસારના બંધનોથી મુક્ત થઈને માત્ર પ્રભુમય બની જાય છે. આ તીર્થધામમાં રહેવાજમવાની વ્યવસ્થા છે. સુંદર અને બધી સગવડો સાથેની ધર્મશાળા છે. ભોજનશાળામાં સાત્વિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આ તીર્થ ખરા અર્થમાં ભક્તિનું ધામ છે, જ્યાં માત્ર શ્રદ્ધા અને પ્રેમની સરિતા વહે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાતીર્થમાં છઠ્ઠી દેરી શ્રી જોટીંગડા પાર્શ્વનાથ કે ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની છે. કે આ દેરીમાં શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ પ્રતિમાજી છે. આ પ્રતિમાની ઉંચાઈ૩૧ ઈંચની છે. પ્રતિમાજી શ્વેતવર્ણની છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં છઠ્ઠી દેરી (ભમતી) માં બિરાજમાન શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત મનોહર અને દર્શનીય છે. મહિમા અપરંપાર દામિનીબેનની મનોકામના પૂર્ણ થઈ. વડોદરાના અશ્વિનભાઈ દેસાઈનો પરિવાર અત્યંત ધર્મિષ્ઠ. વર્ષમાં બે શ્રી જોટીગંજી પાર્શ્વનાથ ξε Page #91 -------------------------------------------------------------------------- ________________ વાર શંખેશ્વર આવવાનું થાય. અશ્વિનભાઈને વડોદરામાં ફેક્ટરી. તેમનો ધંધો પણ સરસ ચાલતો હતો. સુખી અને સંપન્ન પરિવાર હતો. અશ્વિનભાઈની પત્નીનું નામ દામિની હતું. અને એક પુત્ર રાજેશ તથા મોટી પુત્રી બિજલ. સુખી અને સંપન્ન હોવા છતાં અશ્વિનભાઈને ચિંતા ઘર કરી ગઈ હતી. તેમને મોટી પુત્રી બિજલના વિવાહની ચિંતા હતી. બિજલનું ક્યાંય ગોઠવાતું નહોતું. યોગ્ય મુરતિઓ મળતો ન હતો. અશ્વિનભાઈ અને દામિનીબેન પુત્રી માટે મુરતિયો જોયા કરતાં હતાં, પરંતુ ક્યાંય સરખું આવતું નહોતું. બિજલની ઉંમર ૨૪ વર્ષની થઈ હતી. બિજલ અભ્યાસમાં કુશાગ્ર હતી. તેમજ કલામાં માહિર હતી. તેને સંગીતનો ભારે શોખ હતો. વડોદરામાં તે શાસ્ત્રીય ગાયનનો અભ્યાસ કરી રહી હતી. તે એકદમ સીધી અને સરળ હતી. | એક દિવસ અશ્વિનભાઈએ પોતાની પત્નીને કહ્યું: “દામિની, બિજલને યોગ્ય ઠેકાણું મળતું નથી. ચિંતા ઘેરી વળી છે. શું કરવું?' અશ્વિન, ચિંતા તો મને પણ થાય છે. આપણો પુરુષાર્થ ઓછો નથી. જ્યાં મુરતિયો આપણને જ પસંદ પડતો ન હોય ત્યાં તેને બિજલ શી રીતે પસંદ કરે ?' તારી વાત સાચી છે. મેં બે-ત્રણ જયોતિષીઓને તેની જન્મકુંડળી બતાવી, પણ જ્યોતિષીઓ કહે છે કે દીકરીમાં કોઈ દોષ નથી, ખૂબજ સરસ પાત્ર મળશે.' છેલ્લા બે દિવસથી મારા અંતરમાં શંખેશ્વરની યાત્રા કરવાનું મન થયું છે. બાળકો ન આવે તો કંઈ નહિ પરંતુ આપણે બંને શંખેશ્વર દર્શન કરી આવીએ. દામિની બોલી તને શંખેશ્વર જવાની કામના થઈ છે તો આવતી કાલે સવારે જ જઈએ. બે દિવસ ત્યાં રોકાઈને પાછા ફરીશું. રાજેશ અને બિજલ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભલે અહીં રહેતા. આવતી કાલે મંગળવાર છે તથા બુધવારે ફેક્ટરી બંધ રહેશે. 159 આમ અશ્વિનભાઈએ દામિનીની ઈચ્છાનો સત્કાર કરીને શંખેશ્વર જવાનો કાર્યક્રમ ગોઠવી નાંખ્યો. અશ્વિનભાઈએ તે દિવસે ફેક્ટરીના અગત્યના કાર્યો પૂરાં કર્યા. અને બીજે દિવસે ગાડી લઈને વડોદરાથી શંખેશ્વર જવા નીકળી ગયા. બંને પતિ-પત્ની શંખેશ્વર આવ્યા. સૌ પ્રથમ તેઓએ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યાં. ત્યારે પછી બંને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા. ધર્મશાળામાં એક રૂમ લખાવીને બંને રૂમ પર ગયા. સતત મુસાફરીના કારણે બંને શ્રમિત થયા હતા. આથી કલાકેક આરામ કર્યો. ભોજનકાર્ય પતાવ્યું અને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શનાર્થે ગયા. બંને એ મૂળનાયકને વંદન કરીને ભમતી ફરી. તેમાં દામિનીને છઠ્ઠી દેરીમાં બિરાજમાન શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રત્યે વધારે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેઓ ત્યાં બેસી ગયા અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન ગાવા લાગ્યા. તેમની સાથે અશ્વિનભાઈ પણ બેઠાં હતાં. દર્શન–વંદન કરીને બંને પાછા રૂમ પર આવ્યાં, બીજું કોઈ કામ હતું નહિ એટલે શંખેશ્વરની નાનકડી બજા૨માં આંટો મારવા ગયા. સંધ્યાકાળ શરૂ થતાં પહેલાં બંને ધર્મશાળામાં આવ્યા અને થોડીવાર રહીને ભોજનશાળામાં જઈને ભોજન કર્યું. ફરીને તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યારપછી વિશાળ પટાંગણમાં ગોઠવાયેલા બાંકડા પર બેઠા. રાત્રે રૂમમાં જઈને સૂઈ ગયા. બીજે દિવસ વહેલી સવારે ઉઠીને, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવા-પૂજા કરવા અર્થે ગયા. દામિનીબેન દરેક ભગવાનની અનેરા ભાવથી પૂજા કરી અને શ્રી શ્રી જોટીગંજી પાર્શ્વનાથ ૬૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ જોટીંગજી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતાં મનમાં ધારણા કરી કે મારી પુત્રી બિજલનું આ મહિનામાં ઉચિત પાત્ર સાથે ગોઠવાઈ જશે તો આપના દર્શનાર્થે આવીશ. દામિનીબેને ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. તેઓ ભાવ વિભોર બની ગયા હતા. તેમની આંખોમાંથી અશ્રુઓ ટપકી પડયા હતા. અશ્વિનભાઈ અન્યત્ર પૂજા કરતાં હતા. દામિનીબેને ત્યાં ચૈત્યવંદન કર્યું. સુમધુર સ્વરે સ્તવન ગાયું. તેમણે અંતરના અનેરા ભાવથી ભક્તિ કરી હતી. બંને એ દરેક ભગવાનની પૂજા કરી હતી. ત્યાર પછી બંને રૂમ પર આવ્યા અને વડોદરા જવાની તૈયારી કરવા લાગ્યા. બપોરે ભોજનશાળામાં ભોજન કરીને એક કલાક રૂમમાં આરામ કરીને વડોદરા જવા નીકળી ગયા. રાત્રે વડોદરા પહોંચી ગયા. આઠ દિવસ પસાર થઈ ગયા. બિજલ માટે કોઈ વાત આવી નહોતી. નવમા દિવસે વડોદરાનું જ ઠેકાણું આવ્યું. અશ્વિનભાઈ સામે વાળાને જાણતાં હતા. તેમણે દામિનીને કહ્યું- બિજલ માટે આ ઠેકાણું ખૂબજ સરસ છે. પ્રદીપચંદ્રના પુત્ર રશ્મિનને મેં જોયો છે. એકદમ સરસ છે. ભણેલો છે. તેમજ પિતાની ફેક્ટરી સંભાળે છે. બીજે દિવસે મીટીંગ થઈ. બંને પરિવારને આ સંબંધ બંધાય તો ખુશી ઉપજે તેમ હતી. પરંતુ મુખ્ય પ્રશ્ન છોકરા-છોકરીનો હતો. ત્રણ મીટીંગ પછી રશ્મિને હા પાડી. બિજલે પણ હા પાડી. અને ગોળધાણા ખાવામાં આવ્યા. શ્રીફળ વિધિ યોજાઈ. દામિનીબેનને થયું કે મેં કરેલી પ્રાર્થના નિષ્ફળ નથી ગઈ. તેઓ શ્રીફળવિધિનો પ્રસંગ પૂરો થયો કે બીજે જ દિવસે અશ્વિનભાઈને લઈને એક દિવસ માટે શંખેશ્વર આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુને દર્શન-વંદન-સેવા-પૂજા કરી. ૬૯ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ Page #94 -------------------------------------------------------------------------- ________________ દામિની બેનની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થના સાધારણ ખાતામાં અગિયાર હજાર રૂપિયા લખાવ્યા. એજ દિવસે અશ્વિનભાઈ અને દામિની વડોદરા પરત ફર્યા. દામિની બેન ખુશ હતા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક છે. ઈન્ટરવ્યુનો કોલ આવ્યો.... રમણિકે એમ.કોમ.ની પરીક્ષામાં સર્વ શ્રેષ્ઠ ગુણ મેળવ્યા હતા. લેક્ટરર માટે બે-ત્રણ કોલેજમાં અરજી કરી હતી. તેને ઈન્ટરવ્યુ કોલ આવ્યા. રમણિક ઈન્ટરવ્યુ પણ દઈ આવ્યો છતાં તેનો નંબર ન લાગ્યો. આથી તે નિરાશા અનુભવવા લાગ્યો. રમણિકનો મિત્ર હિતેશ ને એમ.કોમ. માં સેકન્ડક્લાસ આવ્યો હોવા છતાં તેને લેક્ટરરની પોસ્ટ મળી ગઈ હતી. રમણિકને આશ્ચર્ય થયું હતું કે મારા સર્વ શ્રેષ્ઠ ગુણ છે. છતાં મને નોકરી મળતી નથી. જ્યારે હિતેશને પહેલા ધડાકે નોકરી મળી ગઈ. વાહ... આતો નસીબની બલિહારી જ છે... એક દિવસ રમણિક અને હિતેશ ભેગા થયા. હિતેશને પૂછ્યું: રમણિક, શું થયું? રમણિક કહેઃ શું થાય? હજુ સુધી ક્યાંય મેળ પડ્યો નથી. કમાલ છે...!તારા જેવી તેજસ્વી વિદ્યાર્થીને નોકરી માટે આટલાં બધા ફાંફા મારવા પડે !” હિતેશ, મને પણ આશ્ચર્ય થાય છે કે આમ કેમ બને? રમણિકે હ્યું. એક કામ કર ! તું કોઈ જ્યોતિષીને તારી કુંડળી બતાવી દે... તે કંઈક રસ્તો બતાવશે. કોઈ ગ્રહ નડતો હોય તો તેની વિધિ કરાવી દેશે. શ્રી જોટીગંજી પાર્શ્વનાથ ૭૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘ના ભાઈ...ના... મારે કોઈ જ્યોતિષીના ચક્કરમાં પડવું નથી. અગાઉ એક જ્યોતિષીએ મને કહેલું કે તમારા નસીબમાં ભણતર જ નથી. મેં તેના જોષ ખોટા પાડીને બતાવ્યા. બસ ત્યાર પછી થી હું કોઈ જ્યોતિષી પાસે ગયો નથી.’ તો પછી શું કરીશ ? કરવાનું શું હોય ? ઈન્ટરવ્યુ આપતો રહીશ ક્યારેક તો સફળતા મળશે ને ! ૨મણિકે મક્કમ સ્વરે કહ્યું. ‘રમણિક, તું તો જૈન છે. એકવાર શંખેશ્વર દર્શન કરી આવ.’ તારા બધા પ્રશ્નોનો નિકાલ આવી જશે. શંખેશ્વર અત્યંત જાગ્રત તીર્થસ્થાન છે. ‘મને શંખેશ્વર જવાની ઈચ્છા છે તું મારી સાથે આવીશ.’ હું આવું ખરો પણ શનિવારે અને રવિવારે રાત્રે પાછા ફરવું પડશે. હિતેશ બોલ્યો. એમજ થયું. બંને મિત્રો શનિવારે બપોરે એક વાગે નીકળી ગયા અને સાંજના છ વાગે પહોંચી ગયા. તેઓ બંને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામની ધર્મશાળામાં ઉતર્યાં. રસ્તામાં પૂરો નાસ્તો કર્યો હોવાથી બંનેને ભૂખ રહી નહોતી. ભોજનશાળા પણ બંધ થઈ ગઈ હતી. બંને ધર્મશાળાની રૂમમાં ઉતર્યાં. સર્વ પ્રથમ બંનેએ સ્નાન કર્યુ. નવા વસ્ત્રો પહેરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના દર્શનાર્થે ગયાં. બંનેએ મૂળનાયકને વંદન કર્યાં પછી ભમતી ફરી અને દર્શન કર્યાં. તેમાં ૨મણિકને છઠ્ઠી દેરીમાં બિરાજમાન શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ખૂબજ ગમી. ત્યાં તેના પગ રોકાઈ ગયા. હિતેશ તો દર્શન કરીને બહાર ઓટલા પર બેઠો મિત્રની પ્રતિક્ષા કરવા લાગ્યો હતો. ૨મણિકે શ્રી જોટીંગજી પાર્શ્વનાથ પ્રભુની સામે એકીટશે જોવા લાગ્યો અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, મારા કામમાં અડચણ કેમ આવે છે ? મને લેક્ચરરની નોકરી સરસ રીતે મળી જાય તો હું આપના ૭૧ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ Page #96 -------------------------------------------------------------------------- ________________ દર્શનાર્થે આવીશ. આ રમણિકે ખરા હૃદયથી પ્રાર્થના કરી હતી. થોડીવાર રહીને તે જિનાલયની બહાર આવ્યો ત્યારે હિતેશ તેની પ્રતિક્ષા કરતો બેઠો હતો. બંને દર્શનવંદન કરીને રૂમ પર આવ્યા. અને આરામ કરવા લાગ્યા. બીજે દિવસે બપોર પછી બંને નીકળી ગયા અને પોતાના શહેરમાં પાછા ફર્યા. બીજે દિવસે જ રમણિકને જે કોલજમાં લેક્ટરરની પોસ્ટ જોઈતી હતી તે કોલેજની નિમણૂંક પત્ર આવી ગયો. રમણિકની ખુશીનો પાર ન રહ્યો. તે તરતજ હિતેશ પાસે આવ્યો અને બધી વાત કરી. અને ફરીથી શંખેશ્વર જવાની વાત કરી. બંને મિત્રો બીજા રવિવારે ફરીથી શંખેશ્વર ગયા અને શ્રી જેટીગંજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કર્યા. જો માનવી શ્રદ્ધા અને ભક્તિથી પ્રભુની સેવા-પૂજા કે દર્શન-વંદન કરે તો અવશ્ય તેના કાર્યોને સિદ્ધિ મળે છે. | મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ઝોટીગંજી પાર્શ્વનાથાય નમઃ આ મંત્ર અત્યંત ફળદાયી છે. દરરોજ સવારે વહેલા ઉઠીને અગિયાર માળા કરવી. આસન અને સમય બંને ત્યાં સુધી જાળવી રાખવા. આ મંત્રના આરાધનથી અધુરા કાર્યો પૂરા થાય છે. ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કોટીગંજી પાર્શ્વનાથાય નમઃ દરરોજ વહેલી સવારે ઉઠીને આ મંત્રની એક માળા ગણવી. આ મંત્રની આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. છે : સંપર્કઃ શ્રી જોટીંગજી પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. મુજપુર, તા. સમી, જી. પાટણ (ઉ.ગુ.) પીન: ૩૮૪૨૪૦. ફોન:૦૨૭૩૩-૨૮૧૩૪૩ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ ૭૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ G મહેસાણા જિલ્લામાં ચાણસ્મા તાલુકાના ગાંભુ નામના ગામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીનું પ્રાચીન અને દર્શનીય તીર્થ આવેલું છે. આ તીર્થ સ્થળ મહેસાણાથી મોઢેરા રોડના માર્ગ પર ગણેશપુરા આવેલ છે. ત્યાંથી ગાંભુ લગભગ ૨૦ કિ.મી. છે. અર્થાત મહેસાણાથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. ગાંભુ તીર્થની નજીક શંખેશ્વર, ચાણસ્મા, કંબોઈ, મહેસાણા, પાટણ વગેરે તીર્થો આવેલા છે. ગાંભુ તીર્થમાં ધર્મશાળા - ભોજનશાળા તથા સાધુ-સાધ્વીજીઓ માટેનો ઉપાશ્રય છે. પેઢી તરફથી યાત્રિકોને ભાતું અપાય છે. પૂર્વે અહીં જૈનોની વિશાળ વસ્તી હતી. અત્યારે ઓછાં ઘર છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ગાંભુ છે. તે સિવાય શ્રી ગંભીરાજી પાર્શ્વનાથની દર્શનીય પ્રતિમાજી શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામની ભમતીમાં સાતમી દેરીમાં બિરાજમાન કરવામાં આવેલી છે. શ્રી ગંભીરા પાર્શ્વનાથનું પ્રાચીન જિનપ્રસાદ ડુંગરપુર(મેવાડ) માં બાવન દેરીઓથી વિભૂષિત છે. શ્રી કરેડા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી ગંભીરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિજા૨માન છે. મહેસાણાથી ૨૦ કિ.મી. ના અંતરે આવેલ ગાંભુ નામના ગામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય શિખરબંધી છે. અહીં શ્વેત પાષાણની, પદ્માસનસ્થ આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. અહીં ઘણી પ્રતિમાજીઓ ભૂગર્ભ માંથી મળી આવેલ છે. પ્રાચીન સંપ્રતિ મહારાજાના સમયની ઘણી પ્રતિમાજીઓ મુંબઈ, તળાજા, પાલીતાણા વગેરે સ્થળોએ મોકલવામાં આવી છે. અહીં અનેક જૈન ગ્રંથોની રચના થઈ છે. ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર’ ઉપરાંત બીજા અનેક ગ્રંથો અહીં આઠમી-નવમી સદીમાં તાડપત્રો ૫૨ લખાયેલ છે. ગાંભુ ગામમાં બિરાજમાન શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ સવા વીસ ઈંચની છે. સૈકાઓ પૂર્વે ગાંભુ ગામ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું નગર હતું. વિક્રમની દશમી (વિ.સં. ૯૫૬) સદીમાં યક્ષદેવના શિષ્ય પાર્થનાગે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ ૭૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાંભુ ગામમાં શ્રાવક જંબૂનાગની મદદથી તેના જિનાલયમાં ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર’ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર’ નું વ્યાખ્યાન ચૈત્ર માસની પાંચમે પૂરું કરેલું. આથી તે સમયે આ જિનાલય હતું તે ફલિત થાય છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથના જિનાલયમાં પ્રતિમાજીની સંખ્યા વિશેષ છે. મોટા ભાગના પ્રતિમાજીઓ ગાંભુ ગામની જમીનમાંથી મળી આવેલા છે. મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલ લાલબાગ જિનાલયના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રાચીન પ્રતિમાજી ગાંભુ ગામેથી લાવવમાં આવી છે. આ ગાંભુ ગામમાં મોટા મોટા ટેકરાંઓ, ખંડેરો પરથી જણાય છે કે અહીં અનેક જિનાલયો હશે તેમજ ગાંભુ ગામ પ્રવૃત્તિઓથી ધમધમતું હોવું જોઈએ. તો ગાંભુ ગામમાં આવેલ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય બે માળનું છે. આ જિનાલયની જીર્ણોધ્ધાર સંવત ૨૦૨૫માં થયો હતો. આ જિનાલયનો શિલ્પ - કારીગીરી અદ્દભૂત અને દર્શનીય છે. - અહીં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ દર વર્ષે મહા સુદ-૪ના રોજ ઉજવવામાં આવે છે. તે દિવસે વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવીને મહોત્સવમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લે છે. | વિવિધ જૈનાચાર્યોએ તેમની રચનામાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે ઉલ્લેખ મેવાડના ડુંગરપુર તીર્થમાં આવેલ શ્રી ગંભીરા પાર્શ્વનાથ વિશે છે. ગાંભુ તીર્થનો ઉલ્લેખ પ્રાચીન રચનાઓમાં ખાસ કરીને જોવા મળતો નથી. . ગાંભુના શ્રી ગંભીરા પાર્શ્વનાથના દિવ્ય પ્રભાવની ગાથા આજે પણ લોકમુખે ચર્ચાય છે. લોકવાયકા મુજબ દરરોજ વહેલી સવારે જિનાલયના દ્વાર ખોલવામાં આવતાં ત્યારે ગર્ભદ્વાર ખોલીને દર્શનાર્થી પ્રભુજીની પાસે પહોંચે ત્યારે તેને પ્રભુની હથેળીમાં એક રૂપિયો પ્રગટ થયેલો દેખાતો. શરૂઆતમાં સૌ કોઈને આ બાબતે ભારે આશ્ચર્ય થયું, પછી આ ઘટના સામાન્ય બની ગઈ. પ્રભુના અધિષ્ઠાયક દેવો જાગૃત છે તેની પ્રતિતિ ગામના અને યાત્રાળુઓને થવા લાગી. આ કારણે યાત્રિકોનો ઘસારો વધી પડ્યો હતો. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ ૭૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ એકવાર આ ગામમાં એક યતિ મહારાજ આવ્યા અને તેના કાને આ વાત સાંભળવામાં આવી તો તેણે ઊંડી તપાસ કરી પછી જણાયું કે ભગવાનના તિલકની વિશિષ્ટતાના કારણે આ ચમત્કાર થતો હતો. એવું કહેવાય છે કે યતિએ પ્રભુના મસ્તક પરનું તિલક કાઢી લીધું, તે પછીથી રૂપિયો આવતો બંધ થયો. જે હોય તે, પણ આ પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને દર્શનીય છે. સંવત ૧૫૨૫ના વૈશાખ વદ ૧૦ના ડુંગરપુરના મંત્રી શાલસહાનાએ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો હતો. આ મહોત્સવ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદર સૂરિશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય ભગવંત શ્રી લક્ષ્મણસાગર સૂરિજીની નિશ્રામાં થયો હતો. સંપર્ક : શ્રી ગંભીરા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થની પેઢી, મુ.ગાંભુ, તા. ચાણસ્મા (જીલ્લો - મહેસાણા) ગુજરાતી માં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમાન શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની મંગલમય પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારિક છે. ભક્તિવિહાર તીર્થમાં જિનાલયની ભમતીમાં ૭મી દેરી શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની છે. શ્વેત આરસપહાણની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ ભક્તિના ભાવ જાગ્યા વગર રહેતા નથી. શંખેશ્વરની યાત્રાએ જવાનું થાય ત્યારે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન અવશ્ય કરવા જેવા છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીની પ્રતિમાના અશ્રુમાંથી જાણ્યે અમૃતધારા વરસતી હોય તેમ દર્શનાર્થીઓને અનુભવ થઈ રહ્યો છે. મહિમા અપરંપાર... અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો આઠ વર્ષનો શૈલેષ નાનપણથી શ્રી ગંભીરજી પાર્શ્વનાથ ૭૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ જ અસ્પષ્ટ બોલતો હતો. તેના માતા-પિતા મિહિરભાઈ અને જ્યોત્સનાબેને અનેક ડોક્ટરોને બતાવ્યું પણ કોઈ નિદાન કરી શકતું નહોતું. મિહિરભાઈએ પોતાના પુત્રની તોતડાતી જીભની સારવાર માટે ખૂબ દવાઓ કરી પરંતુ કોઈ ઉપાય કારગત નીવડ્યો નહિ. છેવટે કંટાળીને બધા પ્રયોગો બંધ કરી દીધા અને ભાગ્યમાં હશે તેમ થશે તેમ માનીને દિવસો પસાર કરતાં હતા. તેમાં એક દિવસ તેમને ત્યાં મુંબઈના મહેમાન આવ્યા. તેનું નામ દિલીચંદભાઈ હતું. તેઓ ઘણા વર્ષો પછી આવ્યા હતા. વેપાર ધંધાના કારણે તેઓ મુંબઈ છોડી શક્યા નહોતા. મિહિરભાઈની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને તેઓ આવ્યા હતા. મિહિરભાઈ તે દિવસે ઓફિસેથી વહેલાં ઘેર આવી ગયા. જ્યોત્સનાબેન અને મિહિરભાઈએ દલીચંદભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ. દલીચંદભાઈ પતિ-પત્નીની લાગણી જોઈને ભાવવિભોર બની ગયા હતા. દલીચંદભાઈએ પૂછયું : “મિહિરભાઈ, તમારો પુત્ર દેખાતો નથી ? હવે તો તે મોટો થઈ ગયો હશે ?' હા... આઠ વર્ષનો થયો છે. તે હમણાં જ સ્કૂલેથી આવવો જોઈએ.” બન્ને મિત્રો વાતોએ વળગ્યા. લગભગ અર્ધા કલાક પસાર થઈ ગઈ ત્યાં શૈલેષ સ્કૂલેથી પાછો ફર્યો. શૈલેષે જોયું કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું છે એટલે તેણે પોતાની સ્કૂલ બેગ યથા સ્થાને મૂકીને દલીચંદભાઈ બેઠા હતા ત્યાં આવ્યો અને વંદન કરીને કહ્યું : ‘જય જિનેન્દ્ર !” શૈલેષ તોતડી ભાષામાં બોલ્યો હતો. દલીચંદભાઈને ભારે નવાઈ લાગી છતાં તેમણે પૂછયું: ‘તારૂ નામ શું?' શૈલેષ' ની સ્કૂલે ગયો હતો?’ હા... હવે હું રમવા જઈશ.” શૈલેષ તોતડી ભાષામાં બોલ્યો. દલીચંદભાઈ શૈલેષના શબ્દો સમજી ગયા હતા. શૈલેષ ત્યાંથી નીકળીને રમવા ચાલ્યો ગયો. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ Page #101 -------------------------------------------------------------------------- ________________ દલીચંદભાઈએ મિહિરને પૂછયું : “મિહિરભાઈ, તમારો પુત્ર તોતડું કેમ બોલે છે? કોઈ ડોક્ટરને બતાવ્યું છે કે નહિ?” ‘જ્યોત્સનાબેન બોલ્ય : ‘ભાઈ, અનેક ડોક્ટરોને બતાવ્યું છે. ખૂબ દવા કરી છે. સારવાર કરવામાં કમી રાખી નથી પરંતુ શૈલેષની જીભમાં કોઈ સુધારો થતો નથી. હમણાંથી બધી દવાઓ બંધ કરી દીધી છે. ભાગ્યમાં હશે તેમ થશે તેવું મન વાળીને બેસી ગયા છીએ” ના...ના...જ્યાં દવા કામ ન કરે ત્યાં પ્રભુની કૃપા, દુઆ કામ કરે છે. ‘એટલે ? અમને સમજાયું નહિ.' મિહિરભાઈએ પૂછયું. ‘મિહિરભાઈ, મારો કહેવાનો મતલબ એ કે જ્યાં દવાઓ કામ ન કરે ત્યાં દુઆ કામ કરે છે. આવા અનેક પ્રસંગો મેં અનુભવ્યા છે જેમાં દુઆ કામ કરે છે.” દલીચંદભાઈ, અમે તો શૈલેષના સારા થવા અંગે હવે પલાંઠી વાળીને બેસી ગયા છીએ. ભાગ્યમાં જે હશે તેમ થશે તેવું માનવા લાગ્યા છીએ.” ના..ના.. એમ બેસી રહેવાથી કશું ન થાય..” “તો પછી અમારે શું કરવું ? અમારી તો મતિ જ બાઝી ગઈ છે.’ જયોત્સનાબેન બોલ્યા. | ‘એક કામ કરો... આવતી કાલે હું શંખેશ્વર જવાનો છું. તમે બન્ને શૈલેષને લઈને મારી સાથે આવો. આપણે ટેક્સી કરીને જ જઈશું જેથી પ્રવાસમાં સુગમતા રહે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ આવેલું છે. ત્યાં તમે કોઈ દિવસ ગયા છો?” ના...અમે માત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયે દર્શનાર્થે જ ગયેલા છીએ. “મિહિરભાઈ બોલ્યા. મિહિરભાઈ, શંખેશ્વરનું બીજું જાગૃત તીર્થ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ છે. દરેક પ્રતિમાજી દર્શનીય અને વંદનીય છે. જિનાલયની ભમતીમાં ૭મી દેરીમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીની આવતીકાલે તમે બન્ને અને શૈલેષ અત્યંત ભાવથી સેવા-પૂજા , શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન કરજો અને શૈલેષની જીભ સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરજો. અને શૈલેષને એક મહિનામાં સારું થઈ જાય પછી દર્શનાર્થે આવવાનું પણ નક્કી કરી લેજો.” ‘દલીચંદભાઈ, શૈલેષને ખરેખર સારું થઈ જશે?' મિહિરભાઈએ પૂછયું.” શંકા કરશો નહિ પણ હૈયામાં માત્ર શ્રધ્ધા અને ભક્તિને સ્થાન આપશો તો શૈલેષ અવશ્ય સ્વસ્થ થઈ જશે. ‘દલીચંદભાઈએ કહ્યું.' આ વિષય પર અર્ધો કલાક સુધી ચર્ચા વિચારણા ચાલી. મિહિરભાઈએ પોતાના જાણીતા ટેક્સીવાળાને આવતી કાલે વહેલી સવારે આવી જવાનું કહ્યું. ત્યારપછી સાંજે સૌએ વાળું કર્યું. બીજે દિવસે વહેલી સવારે મિહિર, જ્યોત્સનાબેન, શૈલેષ અને દલીચંદભાઈ ટેક્સીમાં બેસીને શંખેશ્વર જવા માટે વિદાય થયા. અને સવારે આઠ વાગે તો શંખેશ્વર પહોંચી ગયા. સૌ પ્રથમ તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં આવ્યા અને ધર્મશાળામાં એક રૂમ લીધી. મિહિરભાઈએ દલીચંદભાઈને કહ્યું : “આ તીર્થનો ખૂબજ સરસ છે. વાતાવરણ કેટલું સરસ છે. પવિત્રતા છવાયેલી હોય તેમ લાગે છે.” હા...અહીં નીરવ શાંતિ અને પવિત્રતા રહેલી હોવાથી સાધકોને મંત્રજાપ કરવામાં સુવિધા રહે છે. આ ભૂમિ પર અનેક સાધકોએ પુષ્કળ મંત્રજાપ કર્યા છે.” ત્યાર પછી સૌએ નવકારશી વાપરી અને પછી સ્નાનાદિથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા. દલીચંદભાઈ ત્રણેયને લઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા. સર્વ પ્રથમ મૂળનાયકની વાસક્ષેપથી પૂજા કરી ત્યાર પછી ભમતીમાં રહેલા દરેક પ્રતિમાજીને તિલક કરીને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજી પ્રભુની દેરી પાસે આવ્યા અને દલીચંદભાઈએ કહ્યું: ‘મિહિરભાઈ, તમે અને ભાભી અહીં સ્વસ્થ મનથી, અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા, ભક્તિ કરો અને શૈલેષ માટેનો સંકલ્પ મનમાં ધારી લેજો...” એમજ થયું. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ ૭૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ મિહિરભાઈ, જયોત્સનાબેન તથા શૈલેષે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધાથી સેવા-પૂજા કરી. ત્યાર પછી ચૈત્યવંદન કર્યું અને શ્રી ગંભીરા પાર્શ્વનાથજીનું સ્તવન ગાયું. મિહિરભાઈ અને જ્યોત્સનાબેને ખરા હ્મયથી શૈલેષ માટેની પ્રાર્થના કરી. લગભગ ૪૫ મિનિટ જેવો સમય પસાર થઈ ગયો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સેવા-પૂજા કર્યા પછી સૌ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે ગયા અને ત્યાં પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. જ્યારે તેઓ સૌ ધર્મશાળામાં આવ્યા ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. સૌ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ભોજનશાળામાં ભોજન માટે ગયા. આ ભોજનશાળામાં સાત્વિક અને શુધ્ધ ભોજન પીરસવામાં આવતું હોય છે. સૌએ ભોજન ગ્રહણ કર્યું. ત્યાર પછી રૂમ પર આવ્યા. મિહિરભાઈ બોલ્યા: “આજે પ્રભુની સેવા પૂજામાં અતિ આનંદ આવ્યો... આટલી શાંતિથી ક્યારેય સેવા-પૂજા કરી નથી. આ લાભ તમને મળે છે દલીચંદભાઈ !” દલીચંદભાઈ એ હસતાં હસતાં કહ્યું : “મિહિરભાઈ, આજે શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુ તથા અન્ય પ્રભુની પૂજા કરવાનું તમારા ભાગ્યમાં જ લખાયું હતું. જ્યારે મનની પ્રસન્નતા વધે ત્યારે હૈયાનો ભાર ઓછો થઈ જાય છે.' | ‘આપણે ક્યારે પાછા ફરવું છે?” જ્યોત્સનાબેન બોલ્યા. આપણે ચાર વાગે નીકળીએ... થોડીવાર આડે પડખે થઈએ'. દલીચંદભાઈ બોલ્યા. આ છે આમ થોડીવાર આરામ કરીને સૌ બપોરના સાડાચાર વાગે અમદાવાદ જવા રવાના થયા, તે પહેલાં જિનાલયમાં જઈને દર્શન-વંદન કરી આવ્યા. સૌ અમદાવાદ આવ્યા. દલીચંદભાઈ બીજે દિવસે મુંબઈ જવા રવાના થયા. એ આમને આમ પંદર દિવસ વીતી ગયા. શૈલેષના અવાજમાં કશો ફરક જણાતો નહોતો. આથી મિહિરભાઈ અને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્યોત્સનાબેનની શ્રધ્ધામાં લેશમાત્ર ફેરાર થયો નહોતો. બન્ને પતિ-પત્ની શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજી પ્રભુનું સ્મરણ કરીને ભાવપૂજા કરતાં હતા અને પ્રાર્થના કરતાં હતા. ચોવીસમાં દિવસે એક એવી ઘટના બનીકે તેમાં શૈલેષનું તોતડાપણું ગાયબ થઈ ગયું. વાત જાણે એમ બની હતી કે શૈલેષ સ્કૂલેથી છૂટીને ઘેર આવતો હતો ત્યારે રસ્તામાંથી પસાર થતો હાથી તેની સામે આવ્યો અને શૈલેષે બીકમાં મોટી રાડ પાડી, એવી બુમ તો તેણે પોતાના જીવનમાં ક્યારેય પાડી નહોતી. આ રાડના કારણે તેનો અવાજ ખુલી ગયો અને તોતડાપણું ગાયબ થઈ ગયું. તે ઘેર આવ્યો અને તેના સ્પષ્ટ ઉચ્ચારોથી મિહિરભાઈ અને જ્યોત્સનાબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ માનવા લાગ્યા કે આ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો જ ચમત્કાર છે. | શૈલેષને એકદમ સ્પષ્ટ બોલતો જાણીને તેના મિત્રો પણ નવાઈ પામ્યા. પાડોસીઓને પણ નવાઈ લાગી... આ કઈ રીતે બન્યું? શૈલેષે બનેલી ઘટના સૌ કોઈને જણાવી પરંતુ રાડ પાડવાથી તોતડાતી જીભ સુધરે નહિ તેમ લોકો કહેવા લાગ્યા પરંતુ શૈલેષની જીભ સુધરી ગઈ તે સત્ય હતું. શૈલેષમાં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કામ કરી ગઈ.. બીજે જ દિવસે મિહિરભાઈ અને જયોત્સનાબેન પોતાના પુત્ર મિહિરને લઈને શંખેશ્વર આવ્યા અને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભાવથી ભક્તિ કરી. પતિ-પત્ની બન્નેની આંખ માંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમની શ્રધ્ધામાં ઉમેરો થયો અને સંકલ્પ કર્યો કે વર્ષે ત્રણવાર શંખેશ્વર દર્શનાર્થે આવવું. મિહિરે એ જ દિવસે મુંબઈમાં રહેતા દલીચંદભાઈને શૈલેષના સમાચાર આપ્યા. દલીચંદભાઈને પણ ભારે હર્ષ થયો. આમ શ્રી ગંભીરજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી શૈલેષની તોતડી જીભ સુધરી ગઈ. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ ૮૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ ફકીર પર ફિલ્મ મંત્ર – આરાધના SUBMI કોઈપણ મંત્રનું રટણ કરવામાં આવે તો તે મંત્ર સમય જતાં સિધ્ધ થઈ જાય છે. મંત્ર આરાધન માટે એકાગ્રતા, મનની સ્વસ્થતા અને શ્રધ્ધા અત્યંત આવશ્યક છે. મંત્ર આરાધના માટે કોઈ એક નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત સમય જરૂરી છે. આનું પાલન અવશ્ય કરવું. મંત્ર આરાધના જેમ આગળ વધતી જાય તેમ સાધકમાં એકાગ્રતાનો ગુણ આવવા લાગે છે. અનેક લોકો નિશ્ચિત સમયે અને સ્થળે માળા ફેલવીને જાપ કરે છે પરંતુ જાપ માટેની પૂરી સમજણ ગુરૂ પાસેથી મેળવી લેવી આવશ્યક છે. કયો મંત્ર પોતાના માટે લાભદાયી થશે તેની જાણકારી ગુરૂ પાસેથી મેળવી લેવી આવશ્યક છે ખાસ તો ગુરૂ પોતે સાધકને મંત્ર આપે અન પછી તે મંત્રની સાધના સાધક કરે તો તે અવશ્ય ફળદાયી નીવડે છે. શ્રી ગંભીરાજી પાર્શ્વનાથજીની આરાધના ફળદાયી રહે છે. પૂરેપુરી શ્રધ્ધાથી, એકાગ્રતા કેળવીને શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓ હલ થઈ જાય છે. અહીં શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ પ્રભુના મંત્રો આપ્યા છે. સાધકોએ મંત્ર જાપ પુરી સ્વસ્થતાથી અને શ્રધ્ધાપૂર્વક કરવો. ૐ હ્રીં શ્રીં ગંભીરાજી પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રની માળા દરરોજ ૧૧ વખત કરવી. જો સમય ન મળે તો એકવાર તો અવશ્ય કરવી. આ મંત્રના જાપથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. ૐૐ k Æ Æ Æ ગંભીરાજી પાર્શ્વનાથાય નમો નમઃ । આ મંત્રની દ૨૨ોજ પાંચ માળા કરવી. જો સમય ન મળતો હોય તો એકવાર અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શ્રીં ગંભીરાજી પાર્શ્વનાથાય નમો નમઃ । આ મંત્રના જાપ અત્યંત ફળદાયી છે. મંત્ર આરાધનથી મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. મંત્ર આરાધનમાં પૂરેપુરી શ્રધ્ધા રાખવી જરૂરી છે. માત્ર ગણવા ખાતર કરાય તો તેનું ફળ મળવું મુશ્કેલ છે. : સંપર્કઃ શ્રી ગાંભુ જૈન શ્વેતાંમ્બર મૂર્તિ પૂજક સંઘ ટ્રસ્ટ મુ.પો. ગાંભુ, તા. બેચરાજી જી. મહેસાણા ગુજરાત - ૩૮૪૦૦૧. ફોન : (૦૨૭૩૪) ૨૮૨૩૨૫ ૮૧ શ્રી ગંભીરાજી પાર્શ્વનાથ * JA telem fis Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાડી પાર્શ્વનાથ અણહિલપુર પાટણ એ કાળમાં ગુજરાતનું પાટનગર હતું. પાટણ માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ અને ગુજરાતનું જ આકર્ષણ નહોતું, માત્ર પશ્ચિમ ભારતનું જ આકર્ષણ નહોતું, પરંતુ સમગ્ર ભારત વર્ષના સમૃદ્ધ ગણાતા નગરોમાંનું એક હતું. કલા, સંસ્કાર, સંપત્તિ, સાહિત્ય, ઉદ્યોગ, વેપાર અને વાણિજયમાં અણહિલપુર પાટણ પોતાનું અનોખું વ્યક્તિતત્ત્વ રજૂ કરતું હતું. સંવત ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણની પ્રતિષ્ઠા કરી હતી. અને ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા પધરાવીને જૈન ધર્મની જાહોજલાલીનો, ત્યાગ માર્ગની એક મહાન શાખાનો તથા શ્રમણ સંસ્કૃનિા વિશ્વકલ્યાણમય આદર્શનો વિજયધ્વજ રોપ્યો હતો. મહામંડલેશ્વર ત્રિભુવનપાળના સમયમાં પાટણની જાહોજલાલી અપૂર્વ હતી. નગરીમાં બાવન જેટલી બજારો હતી. એંસી ચૌટા ચોક હતા. સરસ્વતીના કિનારે ઊભા થયેલા ભવ્ય પ્રાસાદો વડે પાટણનગરી ઈંદ્રપુરી સમી લાગતી હતી. એ સમયે જૈનો અને બ્રાહ્મણોનું ખૂબજ વર્ચસ્વ હતું. લગભગ ત્રણસોને એક્યાસી જૈન મંદિરો હતા અને ત્રેપન નાના મોટા શિવાલયો હતા. ત્રણસો એક્યાસી જિનાલયોમાં પંચાસરા પાર્શ્વનાથ, શામળાજી પાર્શ્વનાથ, નેમનાથ ભગવાનના મંદિરો કલા અને કારીગીરીમાં અજોડ લેખાતા હતા. પાટણ નગરી લગભગ છથી સાત કોશ લાંબી હતી. પાટણના રાજસિંહાસને મહારાજા કુમારપાળ, મહારાજા સિધ્ધરાજ જયસિંહ બિરાજમાન થયા હતા. પાટણ નગરીમાં શ્રી હેમચંદ્રાચાર્ય અનેક જૈન ગ્રંથની રચના કરી હતી. આજે તો પાટણમાં લગભગ ૨૦૦ જિનાલયો છે. પાટણ શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતા માટે પ્રખ્યાત છે. જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિના અખૂટ ભંડાર જેવા આ શહેર માંથી સેંકડો વીર પુરુષો, આચાર્યો, શ્રેષ્ઠીઓ, શ્રાવકો એ દુનિયાભરમાં પાટણને મશહુર કર્યું છે. આવી એક સમયની સમૃધ્ધ નગરી પાટણ મહેસાણા ૩૦ કિ.મી., સિધ્ધપુર ૧૯ કિ.મી. તથા ચારૂપ ૮ કિ.મી.ના અંતરે છે. શ્રી વાડીજી પાર્શ્વનાથ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ગુજરાતના પાટણ શહેરના ઝવેરીવાડામાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન, સુમનોહર જિનાલય આવેલું છે. પાટણ જવા માટે બસ, રેલ્વે તેમજ જીપ વગેરે સાધનો મળી શકે છે. જિનાલયોની નગરી પાટણના ઝવેરીવાડામાં બે દર્શનીય જિનાલયો આવેલા છે તેમાંનું એક શ્રી વાડીજી પાર્શ્વનાથનું જિનાલય છે. જ પાટણના ઝવેરીવાડમાં ભવ્ય શિખરબંધી જિનાલયમાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુ ચર્તુમુખે બિરાજીત છે. અહીં પ્રતિમાજી શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને ૨૯ ઈંચ ઊંચી તથા ૨૩ ઈંચ પળોળી છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. [ આ જિનાલયમાં મૂળનાયક પ્રભુની પ્રતિમાજી સાથેની દીવાલ પર બાવન પંક્તિનો સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરેલો છે. આ લેખના પ્રારંભમાં ખરતર ગચ્છની પટ્ટાવલી અપાઈ છે. જેમાં શ્રી ઉદ્યોતનસૂરિથી લઈને શ્રી જિનચંદ્રસૂરિ સુધીના નામો છે. તેમજ જિનાલયના નિર્માતા શ્રેષ્ઠી કુંવરજીની વંશ પરંપરા આપી છે. કુંવરજી શ્રેષ્ઠી તે ભીમ મંત્રીના વંશજ હતા. કુંવરજી શ્રેષ્ઠીએ સંવત ૧૬૫૨માં આ.શ્રી જિનચંદ્રસૂરિજીના વરદ હસ્તે આ જિનાલયમાં વાડી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી વાડી પાર્શ્વનાથની પ્રતિમાજી કયાંથી લાવવમાં આવી તે સંશોધન વિષય બન્યો છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૬૫રમાં થઈ અને સંવત ૧૬૪૮માં આ.શ્રી લલિત પ્રભુસૂરિએ પાટણ તેમજ આસપાસના ગામોમાં આવેલા ચૈત્યોને જુહાર્યા છે. તેમાં શ્રી વાડીપુર પાર્શ્વનાથને ભેટયાનો ઉલ્લેખ છે. આથી કુંવરજી શ્રેષ્ઠીએ આ પ્રતિમાજી વાડીપુરથી લાવીને અહીં પ્રતિષ્ઠિત કરી હોય તે માની શકાય. વાડીપુરમાંથી લાવ્યા હોવાથી વાડીપુર કે વાડી નામથી આ પ્રભુ પ્રખ્યાતિ પામ્યા હોય તેમ જણાય છે. જિનાલયના શિલાલેખમાં પણ મૂળનાયકને માટે “શ્રી વાડીપુર પાર્શ્વનાથ” એવો ઉલ્લેખ થયો છે. વર્તમાન સમયમાં પાટણની આસપાસ વાડીપુર નામનું કોઈ ગામ નથી, 5) પરંતુ સંવત ૧૬૪૮માં આચાર્ય શ્રી લલિતપ્રભસૂરિજી મહારાજે રચેલું “ચૈત્ય શ્રી વાડીજી પાર્શ્વનાથ ( ૮૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ પરિપાટી’ નો ક્રમ જોતાં વાડીપુર પાટણથી થોડે દૂર દક્ષિણ દિશામાં આવેલું હોય તેમ સમજાય છે. હાલ પાટણી દક્ષિણ દિશામાં અત્યંત નિકટ ગામ બાદીપુર છે, જે પૂર્વે વાડીપુર હોવાની સંભાવના છે. એ સંવત ૧૬૪૮ના વાડીપુરમાં અમીપુરા પાર્શ્વનાથ નામથી ઓળખાતી મૂર્તિને ચારવર્ષ બાદ કોઈ અગમ્ય કારણોસર પાટણમાં શ્રેષ્ઠી કુંવરજીએ લાવીને ઝવેરીવાડાના જિનાલયમાં પ્રતિષ્ઠિત કરાવી હોય અને વાડીપુરથી લાવ્યા હોવાથી વાડીપુર પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધિ પામી હોય તેમ માનવામાં આવે છે. શ્રી વાડી પાર્શ્વનાથ વિષેના સંદર્ભો આચાર્ય મહારાજ તથા કવિઓની રચનાઓમાં જોવા મળે છે. આથી આ તીર્થ પ્રાચીન હોવાના પૂરતા પુરાવા છે. સંપર્ક : શ્રી વાડી પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ. ઠે. ઝવેરીવાડો, મુ. પાટણ(ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમા શ્રી વાડીજી પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં વર્ષ દરમ્યાન હજારો યાત્રિકોની આવન-જાવન રહે છે. આ તીર્થમાં ભોજનશાળા, ધર્મશાળાની સર્વશ્રેષ્ઠ સગવડ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અદૂભૂત કલા કારીગીરીથી સંપન્ન છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે ભારતના વિવિ શહેરોમાં આવેલા શ્રી પાર્શ્વનાથ તીર્થોનો મહિમા ગાય છે. જેમકે શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ, શ્રી જીરાવલા પાર્શ્વનાથ વગેરે... આ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ જિનાલયની ભમતીમાં આઠમી દેરીમાં શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય મનોહર, પરિકરથી વિભૂષિત પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીથી વિભૂષિત પ્રતિમાજી બિરાજમાન છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી શંખેશ્વર તીર્થની યાત્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર ધામ - શ્રી વાડીજી પાર્શ્વનાથ / ૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રસાદ આજે યાત્રિકો માં મહત્વનું અને શ્રધ્ધા - ભક્તિનું અનેરું સ્થાન બની ગયું છે. ન વ મહિમા અપરંપાર , | દરદ ગાયબ થઈ ગયું... સુશીલાબેન આમતો ધોરાજીમાં રહેતા હતા પરંતુ પાંચેક વર્ષથી તેઓ રાજકોટ રહેવા આવ્યા હતા. ધોરાજીમાં તેમનું સ્વાથ્ય સરસ રહેતું હતું પરંતુ રાજકોટ આવ્યા પછી તેમને માથાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઈ. સુશીલાબેને શરૂઆતમાં તો ગણકાર્યું નહિ. આથી માથાનો દુઃખાવો વધતો ગયો. દિવસમાં કે રાતમાં ગમે ત્યારે માથામાં ભારે સણકાં જ ઉપડે... તેમનાથી રહેવાય જ નહિ. એ વખતે તેમને માથા પર જાડું વસ્ત્ર કસોકસ બાંધવું પડતું હતું. તેમના પતિ ધીરજલાલ પણ પત્નીની આ દશાથી ભારે પરેશાન હતા. તેમણે અનેક ડોક્ટરો – વૈદ્યોને બતાવ્યું. ડોક્ટરો - વૈદ્યો જે કહે તેવી પરેજી પાળે અને દવા લે... સુશીલાબેનને દવા લેવાથી બે-ત્રણ દિવસ સારું લાગે પછી હતું એમને એમ. ધીરજલાલ જ્ઞાતિએ સુતાર હતા અને તેમને ફર્નીચરની દુકાન હતી. | ધીરજલાલે રાજકોટના દરેક જાણીતા ડોક્ટરોની સલાહ લીધી અને દવા કરાવી છતાંય સુશીલાબેનની તબિયતમાં કોઈ સુધારો થતો નહોતો. કોઈ સલાહ આપતું કે ગોંડલની બાજુમાં એક સારા વૈદ્ય છે તેને બતાવી આવો... તો ધીરજલાલ તરત જ પત્નીને લઈને ત્યાં પહોંચી જતાં અને તે વૈદ્યની દવા શરૂ કરતાં. પણ સુશીલાબેનને બે-ત્રણ દિવસ સારૂં રહેતું પછી હતા ત્યાંના ત્યાં જ જેવું થતું હતું. ધીરજલાલને થતું કે હવે કરવું શું? કોઈ ઓસડીયા કે ડોક્ટરની દવા કામ જ આવતી નથી. એકવાર ધીરજલાલની ફર્નીચરની દુકાને કાંતિલાલ નામના જૈન સગૃહસ્થ આવ્યા તેમણે એક ટેબલ લેવું હતું. ભાવતાલ નક્કી કર્યા પછી મોકલી દેવાનું શ્રી વાડીજી પાર્શ્વનાથ ૮૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું. કાંતિલાલ આ અગાઉ બે-ત્રણ વાર ધીરજલાલની દુકાનેથી ફર્નીચરની આઈટમો લઈ ગયેલા એટલે ધીરજલાલ કાંતિલાલને નામથી જાણે. ધીરજલાલે કહ્યું... ‘કાંતિલાલભાઈ, તમે તો આ વખતે ઘણા દિવસે આવ્યા છો... ! ઘરમાં બધા કુશળ છેને ?’ Disc ‘હા...ભાઈ... આજે ટેબલની જરૂરત ઊભી થઈ એટલે થયું કે ચાલો ધીરજલાલની દુકને પહોંચી જઈએ. અને મેં તો નક્કી કર્યું છે કે કોઈપણ ફર્નીચર વસાવવું હોય તો તમારી દુકાનેથી જ લેવું. છેતરાવાનો ભય નહિ. તમે સૌ મજામાં છો ને?’ ‘કાંતિભાઈ, મારી તબિયત તો સારી છે પરંતુ મારા ઘેરથી અસ્વસ્થ છે.’ ‘કેમ શું થયું છે ?’ ‘તેને છેલ્લા ત્રણ વર્ષથી માથાનો સખત દુઃખાવો રહે છે.’ ‘એ તો ચપટી વગાડતાં મટી જાય. હવે તો ઘણી ટેબલેટ મળે છે.’ ‘કાંતિભાઈ, મારી પત્નીને જેવો તેવો માથાનો દુઃખાવો નથી. એને માથામાં જ્યારે સણકા ઉપડે ત્યારે આપણાથી તેની દશા જોઈ ન શકાય. મેં રાજકોટના તમામ જાણીતા ડોક્ટરોને બતાવી દીધું છે. કોઈ વૈદ્યો બાકી રાખ્યા નથી. પરંતુ બે-ત્રણ દિવસ દવા લે ત્યારે સારું લાગે. પછી તે દવા અસર કરતી જ નથી. હવે શું કરવું ? તેની સમજ પડતી નથી. ‘ધીરજલાલ બોલતાં બોલતાં ગળગળાં થઈ ગયા. ‘ધીરજલાલભાઈ, એક રસ્તો છે, જો તમે માનો તો...’ ‘શું...? દવાની વાત હોય તો કરતાં જ નહિ કારણકે તેથી કોઈ અર્થ નહિ સરે...' ‘ના... હું તો પ્રભુ ભક્તિની વાત કરવા માગું છું... પ્રાર્થના કરવાની વાત કહેવી છે.’ ‘એમાં વાંધો નથી...' ધીરજલાલે કહ્યું. ‘ધીરજલાલભાઈ, અમારૂં જૈનોનું પરમ પવિત્ર તીર્થ શ્રી શંખેશ્વર છે. તમારે ત્યાં ભાભીને લઈને જવું પડે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર શ્રી વાડીજી પાર્શ્વનાથ ૮૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રસાદ છે. આ જિનાલયની ભમતીમાં આઠમી દેરી શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની છે ત્યા દર્શન વંદન કરશો તો મસ્તકશૂળની ભાભીની સમસ્યા હલ થઈ જશે.” કાંતિભાઈ, અમે સુતાર છીએ.... અમને તમારી આરાધના નફાવે માત્ર દર્શન-વંદન કરી શકીએ... એ માટે આપે અમારી સાથે આવવું પડે ‘તો એક કામ કરો... આપણે શનિવારે બપોરે અહીંથી સાથે નીકળીએ. રવિવારે દર્શન-વંદન કરીને ત્યાંથી બપોરે નીકળી જઈશું.' ના ‘ભરે...આપ કહો તેમ... આપણે શેમાં જઈશું?” ‘ટેક્સીમાં જવું જ અનુકુળ રહેશે.” એમજ થયું. શનિવારે બપોરે કાંતિભાઈ, ધીરજલાલ અને સુશીલાબેન ટેક્સીમાં બેસીને શંખેશ્વર જવા રવાના થયા. એજ દિવસે રાત્રે શંખેશ્વર પહોંચી ગયા. શંખેશ્વર પહોંચીને સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ધર્મશાળામાં બે રૂમ બુક કરાવી. | ધીરજલાલે કહ્યું : “કાંતિભાઈ, તમારું આ તીર્થ કેટલું સ્વચ્છ અને સુઘડ છે ? ખરેખર અહીં તો કાયમ માટે રહી જવાનું મન થાય...” કાંતિભાઈએ કહ્યું : “દરેક જૈન તીર્થોમાં આટલી જ સ્વચ્છતા હોય છે.” “કાંતિભાઈ, આપણે અહીં તો આવી પહોંચ્યા. હવે આવતીકાલે અમારે શું કરવાનું તે જણાવી દેજો...” ધીરજલાલે કહ્યું. “ધીરજભાઈ, તમને સેવા-પૂજા તો ફાવશે નહિ. તમારે શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે બેસી રહેવાનું છે અને બન્નેએ સંકલ્પ ધારણ કરીને પ્રાર્થના કરવાની છે.' ‘ભલે...તમે જેમ કહેશો તેમ અમે કરીશું.” સુશીલાબેન બોલ્યા. ત્યાં જ સુશીલાબેનને માથામાં સૂળ ઉપડ્યું અને ન રહી શકે તેવી પરિસ્થિતિ થઈ. ધીરજલાલે તેની પત્નીના માથા પર વસ્ત્ર બાંધ્યું. સુશીલાબેનને અર્ધીકલાક સુધી માથાનો સખત દુઃખાવો રહ્યો પછી પીડા શ્રી વાડીજી પાર્શ્વનાથ Page #112 -------------------------------------------------------------------------- ________________ She bo ત્યાર પછી સૌ આડે પડખે થતાં નિદ્રાધીન થઈ ગયા. બીજે દિવસે સવારે ધીરજલાલ અને સુશીલાબેન સ્નાન આદિથી નિવૃત્ત થઈને કાંતિલાલ સાથે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે આવ્યા કાંતિલાલે પૂજાના વસ્ત્રો ધારણ કરીને બધેય પૂજા કરી. ધીરજલાલ અને સુશીલાબેન જિનાલયની કલા કારીગીરીથી ભારે પ્રભાવિત થયા હતા. તેમણે પણ એકવાર બધી દેરીઓની ભમતી ફરી લીધી હતી અને કાંતિભાઈની પ્રતિક્ષા કરતાં એક તરફ બેઠા હતા. કંઈક શાંત પડી. કાંતિભાઈ લગભગ એક કલાક પછી ધીરજલાલની પાસે આવ્યા અને કહ્યું : ‘ચાલો... આપણે શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે જઈએ.' ત્રણેય શ્રી વાડીજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. કાંતિભાઈએ પૂજા તો કરી લીધી હતી. તેમણે ચૈત્યવંદન કર્યું. પછી બન્ને પતિ-પત્નીને કહ્યું : ‘આ ભગવાનની સામે તમે પ્રાર્થના કરો અને સંકલ્પ કરો કે સુશીલાબેનનું માથાના દુઃખાવાનું દર્દ ગયાબ થઈ જશે તો અહીં જાત્રાએ આવીશ.’ કાંતિભાઈના કહેવા પ્રમાણે બન્ને પતિ-પત્નીએ અનેરી શ્રધ્ધા અને ભક્તિથી પ્રાર્થના કરી. ધીરજલાલની આંખમાંથી તો પ્રાર્થના કરતી વખતે આંસુ ટપકી પડ્યા હતા. કાંતિલાલને થયું કે બન્નેએ દિલથી પ્રાર્થના કરી છે. કાંતિલાલ, ધીરજલાલ અને સુશીલાબેન ધર્મશાળામાં આવ્યા. કાંતિલાલે પૂજાના વસ્ત્રો બદલાવ્યા. સૌએ નવકારશી કરી. બપોરે ભોજનશાળામાં ભોજન લઈને બપોરે નીકળી ગયા. સુશીલાબેન રાજકોટ આવ્યા. આ વખતે તેમને પૂરી શ્રધ્ધા હતી કે મારો અસાધ્ય માથાનો દુઃખાવો પ્રભુ ભક્તિથી દૂર થઈ જશે. અને એમજ થયું. આઠ દિવસમાં સુશીલાબેનનો માથાનો દુઃખાવો ગાયબ થઈ ગયો. ધીરજલાલ અને સુશીલાબેન તરત જ શંખેશ્વર જઈ આવ્યા અને દર્શન-વંદન કરી આવ્યા. તેમણે કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો. શ્રી વાડીજી પાર્શ્વનાથ ८८ Page #113 -------------------------------------------------------------------------- ________________ મંત્ર-આરાધના માનવી પોતાના જીવનમાં નિત્ય પૂજા, ભક્તિ કે કોઈપણ મંત્રનું આરાધન કરતાં હોય તો તેને તેનું ફળ મળતું જ રહે છે. કોઈપણ ભાવિકે મંત્ર આરાધના શુધ્ધભાવથી અને નિર્મળ ચિત્તથી કરવી જોઈએ. મંત્ર આરાધના માટે અપેક્ષા સેવવી નહિ. માત્ર આત્મ કલ્યાણ કે વિશ્વ કલ્યાણની ભાવના રાખવી જે કોઈ સાધક મંત્ર આરાધના કરશે ત્યારે એ મંત્રની તાકાતથી તેને સમસ્યાઓનો અંત આવી જશે એટલું જ નહિ સાધકનું અંતર પણ સ્ફટિક જેવું નિર્મળ બની જશે. ૐ હ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ | | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ કરવા. શુભ દિવસે અને શુભ ચોઘડિયે મંત્ર જાપનો પ્રારંભ કરવો. જો બને તો દરરોજ એક માળા તો અવશ્ય ગણવી. આ મંત્રના આરાધનથી મનોબળ મજબૂત થાય છે. આત્મવિકાસ થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની માળા દરરોજ સવારે સૂર્યોદય પહેલાં કરવી, દરરોજ એક માળા તો કરવી. જો સમય હોય તો દરરોજની અગિયાર માળા કરવાનો ઉલ્લેખ છે. આ મંત્ર આરાધનાથી ચિત્તની સ્વસ્થતા વધે છે. સુખ-સંપત્તિમાં વધારો થાય - ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં વાડીજી પાર્શ્વનાથાય નમઃ | દરરોજ પ્રાતઃ કાળે આ મંત્રની એક માળા કરવી. આ મંત્રના આરાધનથી અનેક મુંઝવતા પ્રશ્નો, સમસ્યાઓનો નિકાલ થાય છે એટલું જ નહિ યશકીર્તિમાં પણ વધારો થાય છે. : સંપર્કઃ શ્રી વાડીજી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થની ઝવેરી વાડો, મુ.પો. પાટણ. (ઉ.ગુ.) ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯ | શ્રી વાડી પાર્શ્વનાથ ૮૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરા તીર્થમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના દ્વિતીય પટ્ટધર અંતિમ કેવલી શ્રી જખ્ખસ્વામીજીની ચરણપાદુકાઓ છે. મથુરા તીર્થ સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના સમયનું ગણાય છે. અહીં એક રત્નજડિત સ્તૂપનું સ્થાપન થયેલ છે. જે વર્તમાન સમયમાં ઈંટોથી ઢંકાયેલ છે. આ ઉપરાંત અહીં ઘણા સ્તૂપો છે. અહીં ભૂગર્ભમાંથી ઘણા જૈન ગ્રંથો, તામ્રપત્રો વગેરે ઉપલબ્ધ થયા છે. દિલ્હીથી આ તીર્થ ૧૪૫ કિ.મી. ના અંતરે તથા આગ્રાથી ૫૪ કિ.મી.ના અંતરે આવેલું છે. મથુરાએ મહાન હિંદુ તીર્થ છે. શ્રીકૃષ્ણની ભૂમિ ગણવામાં આવે છે. મથુરામાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. મથુરા યમુના નદીના તટે વસેલું છે. આ નગર અનેક ભવ્ય ઈતિહાસ લઈને ગૌરવભેર ઊભું છે. અહીંના કંકાલી ટીલા વગેરે ઐતિહાસિક સ્થાનો ભવ્ય અતીતના મંગલ સ્મરણો કરાવે છે. | મથુરામાં શ્વેતાંબર જૈનોના ઘર નથી, આથી આ તીર્થનો વહીવટ આગ્રાની શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ. પેઢી કરી રહી છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું આ એક માત્ર મુખ્ય તીર્થ મથુરા છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ જિનાલયમાં ફરતી ભમતીમાં નવમી દેરીમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. મુંબઈના મુલુન્ડમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની મનોહર પ્રતિમાજી છે. મથુરાથી ૪ કિ.મી. ના અંતરે આવેલું સપ્તફણા મંડિત, ૨૩ ઈંચ ઊંચા અને ૨૧ ઈંચ પહોળા, શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. પ્રતિમાજીના દર્શન થતાં જ મસ્તક નમ્યા વગર ન રહે. યમુના નદીના તટે આવેલું મથુરા ભવ્ય ભૂતકાળના વારસાને સાચવીને બેઠું છે. અહીંના પ્રાચીન અવશેષોની ગૌરવસમી એક-એક ગાથા છે. પહેલાં મથુરાનગરી ૧૨ યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. દેવાલયો અને જિનાલયોથી આ નગરીની શોભા અપૂર્વ અને અલૌકિક હતી. પ્રાચીનકાળમાં શ્રી લ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ આ નગરીનું નામ ઈંદ્રપુર હોવાનું જણાય છે. આ નગરી સુખી અને સમૃદ્ધ હતી. સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના કાળથી આ નગરી જૈનોના પવિત્ર તીર્થધામ તરીકેનું સ્થાન પામી છે. આ નગરીમાં દેવોએ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ રત્નમય સુવર્ણસ્તૂપ નિર્માણ કર્યો હતો. ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના સમયમાં આ સ્તૂપને ઈંટોથી મઢવામાં આવ્યો હતો. આઠમા સૈકામાં આ સ્તૂપનો જીર્ણોધ્ધાર શ્રી બપ્પભટ્ટસૂરિની મંગલ વાણીથી થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે આ સ્તૂપનો ઉત્સવ થતો હતો ત્યારે ઠેરઠેરથી જૈનસંઘો યાત્રાર્થે આવતા હતા. દેવોએ નિર્માણ કરેલ રત્નમય સુવર્ણસ્તૂપમાં શ્રી હરિભદ્રસૂરિએ ૧૫ ઉપવાસની તપશ્ચર્યા કરીને ઉધઈથી નાશ પામેલ ‘મહાનિશીથ સૂત્ર’નું અનુસંધાન કરીને ગ્રંથને વ્યવસ્થિત કર્યો હતો. Als મથુરાની જાહોજલાલી અપૂર્વ હતી. એ સમયે મથુરાના બારણાંની ઉત્તરંગા પર અદ્વૈત પ્રતિમાની ગૌરવભેર સ્થાપના કરાતી. મકાનોની રક્ષા માટે આ પ્રકારના મંગલ ચૈત્યના નિર્માણનો રિવાજ પ્રસિધ્ધ હતો. હાલ જૈનોના મકાનોના મુખ્ય દ્વારના બારસાખ પર ‘અષ્ટમંગલ’ મૂકવામાં આવે છે. ઈ.સ. પૂર્વે બીજી સદીથી વિક્રમના ૧માં સૈકા સુધી મથુરામાં જૈન સંસ્કૃતિનો વ્યાપ વિસ્તર્યો હતો. વિદ્યા અને કલામાં મહા યોગદાન રહ્યું હતું. ‘માથુરી વાચના’ અથવા તો ‘સ્કાંદિલી વાચના' નામથી પ્રખ્યાતિ પામેલી આગમ વાચનાનું સૌભાગ્ય મથુરાને જ મળેલું. વિક્રમ સંવત ૩૫૭ થી ૩૭૦ ના ગાળામાં વિચ્છિન્ન થતાં શ્રુતની રક્ષા કાજે આર્ય સ્કંદિલે પૂરી લગનથી માથુરી વાચનામાં આગમ વાચના ના પાઠને વિશુધ્ધ કર્યાં. આ નગરીનો ભૂતકાળ ભવ્યતાથી ઓપે છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ આ નગરીમાં થયો હતો. સંવત ૮૨૬માં શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આમ રાજાએ મથુરા તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેણે બનાવેલા નૂતન શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પણ શ્રી બપ્પભટ્ટસૂરિએ કરી હતી. શ્રી મહાવીર સ્વામીના જીવે શ્રી વિશ્વભૂતિ મુનિના ભવમાં બળનું નિયાણું શ્રી ક્લ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ મથુરામાં જ કર્યું હતું. જ દંડ મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મથુરામાં થઈ હતી. એ સિવાય અનેક સંભારણાંઓ મથુરા નગરી સાચવીને બેઠી છે. અઢાર નાતરાનું ઘટના સ્થળ મથુરા જ છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપસર્ગ પ્રસંગે ડંબલ-સંબલ દેવતા દ્વારા થયેલી દૈવી સહાયની ઘટના અહીં જ બનવા પામી હતી. સાધ્વી પુષ્પચૂલાને મથુરામાં કેવળ જ્ઞાન થયેલું. શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં ઉગ્રસેન રાજાની રાજધાની મથુરા હતી, તેમજ સતી શિરોમણિ રાજીમતીનું આ જન્મ સ્થાન રહેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણસ્પર્શથી આ ભૂમિ અત્યંત પવિત્ર બની છે. અંતિમ કેવળ જ્ઞાની શ્રી જંબૂસ્વામીનું નિર્વાણ મથુરામાં થયું હતું. આ ભૂમિ પર મહા પ્રભાવક જૈનાચાર્યોના આવાગમન થયાં છે. શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ સાધુ સાધ્વીજીઓના સ્તૂપોની રચના પણ આ પવિત્ર સ્થાનમાં થઈ છે. શ્રી હીર વિજયસૂરિ આ સ્થળે સંઘ લઈને આવેલા હતા. મથુરાના ‘કંકાલી ટીલા’ માંથી મળેલાં પ્રાચીન અવશેષો ગવાહી પુરે છે કે મથુરા એ જૈનોનું પ્રાચીન તીર્થધામ રહ્યું હતું. ચૌદમા સૈકામાં અહીં મહાલક્ષ્મી સ્તૂપ, શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અને શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય હતા. કુબેરસેના નામની ગણિકાએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાનું માનવામાં આવે છે. ગણિકા કુબેરસેનાના જીવનમાં કોઈ અણધાર્યું પરિવર્તન આવ્યું હશે અથવા કોઈ મુનિના ઉપદેશથી તેના જીવનમાં બદલાવ આવ્યો હોય તેથી તેણીએ શ્રી કલ્પદ્રુમ જિનલયનું નિર્માણ કર્યાનું મનાય છે. આમ રાજાએ શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધા૨ કરાવ્યો હતો. મહંમદ ઘોરીએ આ જિનાલય પર આક્રમણ કરીને જિનાલય જમીનદોસ્ત બનાવેલ, પરંતુ શ્રી સંઘે પ્રતિમાજીને ભંડારી દીધી હતી. આ પછી લાંબો કાળ પસાર થઈ ગયો. સૈકાઓ પછી ખોદકામ કરતાં શ્રી શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી મળી આવ્યા. શ્રી હરિ વિજયસૂરિજીએ સંઘ સહિત અહીંના શ્રી સુપાર્શ્વનાથ જિનાલય તથા શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયના દર્શન કર્યા હતા. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન અને દર્શનીય છે. હાલમાં મથુરામાં આ એકમાત્ર જિનાલય છે. “કલ્પદ્રુમ' નામ પ્રચીન છે. આ નામ કેમ પડ્યું હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથને “મથુરા પાર્શ્વનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૮૪માં મુનિવર શ્રી દર્શનવિજયજી મહારાજે કરાવ્યો હતો. આ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની એક માહિતી સાંભળવા મળી છે, તે અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાણા પ્રતાપ અને ભામાશાના સમયમાં ૩૨ જિનાલયો હતા. આજે માત્ર આઠ દેરાસરો છે. તેમાં એક જિનાલય શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું રહ્યું હતું. જૂના પાર્શ્વનાથ ચરિત્રમાં આ અંગેનો ઉલ્લેખ થયો છે. - હાલ ચિત્તોડમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય રહ્યું નથી. તે પ્રતિમાજી કયાં હશે તેની પણ જાણકારી મળતી નથી. આજે જૈનાચાર્યોએ શ્રી મથુરા પાર્શ્વનાથની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે. સંપર્ક શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ . જૈન તીર્થ, ૭૬ ૨, ધી આમેડી, મથુરા (ઉ.પ્ર.). શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જૈનોના પરમ પાવન શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ આવેલ છે. આ સ્થાને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં જિનાલય ઉપરાંત આધુનિક અને અદ્યતન ધર્મશાળા, ભોજનશાળાની સુવિધા છે. વિશાળ જગ્યામાં આ તીર્થની રચના થઈ છે. આ તીર્થમાં જે કોઈ યાત્રિક શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ Page #118 -------------------------------------------------------------------------- ________________ આવે તેને ત્રણ-ચાર દિવસ રોકાઈ જવાનું મન થયા વિના ન રહે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ફરતી ભમતીમાં નવમી દેરી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાનની છે. શ્વેત આરસની, પદ્માસનસ્થ આ પ્રતિમાજી સપ્તફણાથી વિભૂષિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી અત્યંત દર્શનીય અને ચમત્કારિક છે. ભાવિકોના મનમાં દર્શન કરતાં જ ભક્તિ જાગૃત બની ઊઠે તેવા પ્રતિમાજી છે. મહિમા અપરંપાર સંસારમાં રહેલો જીવ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. કોઈને આર્થિક સમસ્યા નડતી હોય તો કોઈને શરીર સાથે લેણું ન હોય તો કોઈને બીજી નાની મોટી સમસ્યા ઘેરી વળતી હોય છે. | સુરતમાં સુખી જૈન પરિવારમાં જન્મેલો રોહન બાર વર્ષનો થયો છતાંય તેને ઊંઘમાં ચાલવાની આદત પડી ગઈ હતી. તેના પરિવારજનોને આ અંગે ખૂબ ચિંતા રહેતી હતી. તેમણે ડોક્ટરોની સલાહ લીધી. મનોચિકિત્સકને બતાવ્યું પરંતુ રોહનની ઊંઘમાં ચાલવાની આદતમાં કશો ફરક નહોતો પડ્યો. રોહનના પિતા ચંદ્રકાંતભાઈ અને માતા નીલાબેન જ્યારે તેને પૂછે ત્યારે રોહન એકજ જવાબ આપતો કે મને કશી ખબર નથી. હું સૂઈ ગયા પછી ઊઠતો જ નથી. | ઘણીવાર તેના માતા-પિતાએ રોહનને ઊંઘમાં ચાલતો પકડ્યો હતો પરંતુ રોહનને કશું ભાન રહેતું નહોતું તે કંઈપણ ઉત્તર આપ્યા વિના પાછો પથારીમાં જઈને સૂઈ જતો. આ | ચંદ્રકાંતભાઈ અને નીલાબેનને થતું કે રોહનની આ આદત કેવી રીતે છોડાવવી? આને માટે શું કરવું? ક્યારેક તે ઊંઘમાં ઘરની બહાર નીકળી જશે તો મુશ્કેલી સર્જાયા વિના નહિ રહે...રોહનના માતાપિતા પોતાના પુત્રની આ આદતથી ભારે ચિંતામાં હતા અને પરેશાની અનુભવતા હતા. એકવાર ચંદ્રકાંતભાઈ સુરતના ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ ભગવંત પાસે શ્રી ૫દ્ધમજી પાર્શ્વનાથ Page #119 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. ચંદ્રકાંતભાઈએ ગુરૂ વંદના કરીને સાત પૂછી. ત્યાર પછી મુનિરાજ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. મુનિરાજે કહ્યું: ‘ચંદ્રકાંતભાઈ, તમે અહીં બે-ચાર વખત આવી ગયા છો. મારે એક વાત પૂછવી છે.” ગુરૂ ભગવંત, આપને જે પૂછવું હોય તે પૂછો.” ચંદ્રકાંતભાઈ બોલ્યા. મને એવું થયા કરે છે કે તમે કોઈ ચિંતામાં છો?' મહારાજ, એવું ખાસ નથી.' જે હોય તે જણાવો...” મહારાજ, મારે બાર વર્ષનો રોહન નામનો પુત્ર છે. તે ભણવામાં હોશિયાર છે. પણ તેની એક આદતથી પરિવારના બધા સભ્યો પરેશાની અનુભવીએ છીએ.” રોહનને શી આદત છે?' મહારાજ, રોહનને ઊંઘમાં ચાલવાની આદત છે.” કોઈ ડોક્ટરોને બતાવ્યું નથી?” ઘણા ડોક્ટરો, મનોચિકિત્સકો, વૈદ્યો વગેરેને બતાવ્યું છે. દવાઓ કરાવી છે પરંતુ તેની આદતમાં જરાય ફરક પડ્યો નથી.” ઓહ...! એમ વાત છે...હું તમને એક ઉપાય બતાવું છું...' ‘મહારાજ, મારો પુત્ર સ્વસ્થ થઈ જાય તે જ અમે ઈચ્છીએ છીએ...આપ કંઈક માર્ગદર્શન આપો.' ચંદ્રકાંતભાઈ, તમે શંખેશ્વર ગયા છો?” “હા...વર્ષમાં એકાદ વાર જરૂર જઈએ છીએ.” “શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત ‘મહારાજ, હું તે સ્થળે ગયો નથી. માત્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરીને નીકળી જ જતો હોઉ છું” શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ તો તમે એક કામ કરો. એક-બે દિવસમાં શંખેશ્વર જાઓ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરજો. ત્યાં ભોજનશાળા તથા ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય છે. જિનાલયને ફરતી ભમતીમા નવમી દેરીમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી દર્શનીય અને નયનરમ્ય છે. દરેક પ્રભુની પૂજા કર્યા પછી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા અને અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરજો... લાભ થશે.' ગુરૂદેવ, આપના કથન અનુસાર હું, મારી પત્ની અને રોહન પરમદિવસે જ શંખેશ્વર જઈશું અને આપની આજ્ઞા મુજબ પૂરી શ્રધ્ધાથી શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા અને ભક્તિ કરીશું... મુનિરાજે ચંદ્રકાંતભાઈના મસ્તક પર વાસક્ષેપનો છંટકાવ કર્યો. અને...નિર્ધારિત દિવસે ચંદ્રકાંતભાઈ, નીલાબેન તથા રોહન ટ્રાવેલ્સની બસમાં બેસીને અમદાવાદ આવ્યા અને અમદાવાદથી શંખેશ્વરની બસ પકડીને શંખેશ્વર પહોંચ્યા. સૌ પ્રથમ તો ત્રણેય ધર્મશાળાની એક રૂમમાં ઉતર્યા. થોડીવાર આડે પડખે થઈને તૈયાર થવા લાગ્યા. સવારના સાડાદસ થયા હતા. - સૌએ પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવા પૂજા અર્થે રૂમ બંધ કરીને નીકળ્યા. સંકુલનું પવિત્ર વાતાવરણ જોઈને ત્રણેયને ખુશી ઉપજી. ત્રણેય કેસર ભંડાર માં જઈને કેસરની વાટકી સાથેની થાળી લીધી. ફૂલો લીધા અને સર્વ પ્રથમ મૂળનાયકની પૂજા કરીને પછી દરેક પ્રભુજીની પૂજા કરવા લાગ્યા. બધેય પૂજા થયા પછી લગભગ સવારના સાડા અગિયારે શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. ત્યાં ત્રણેયે અનેરી શ્રધ્ધા અને ભાવથી શ્રી શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ ૯૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ત્યાર બાદ ચૈત્યવંદન કર્યું. - ચંદ્રકાંતભાઈ અને નીલાબેને પુત્રની ઊંઘમાં ચાલવાની આદત દૂર થાય તેવી પૂરી શ્રધ્ધાથી પ્રાર્થના કરી. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મંગલમય સ્તુતિ કરી. સ્તવન ગાયું. અર્ધા કલાક પસાર થઈ ગઈ. | ત્રણેય ઊભા થયા અને પુનઃ ધર્મશાળાની રૂમ પર આવ્યા. વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં ભોજન અર્થે ગયા. ભોજનશાળાનું સાત્વિક અને સાદું ભોજન જોઈને ત્રણેય ખુશ થયા. ભોજન કર્યા પછી ધર્મશાળામાં આવીને આરામ કર્યો. લગભગ ચાર વાગે ઊઠ્યા. સાંજે પાંચ વાગ્યાની અમદાવાદ જવાની બસ હતી. ચંદ્રકાંતભાઈ તેના પરિવાર સાથે સાંજે પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા. નીકળતાં પહેલાં ત્રણેય જિનાલયમાં ગયા અને દર્શન-વંદન કર્યા હતા. ચંદ્રકાંતભાઈ અને તેમનો પરિવાર શંખેશ્વરથી બસમાં બેસીને અમદાવાદ આવ્યો. તેઓએ અમદાવાદમાં એક સ્નેહીને ત્યાં રાત્રિ રોકાણ કર્યું. બીજે દિવસે ટ્રેન દ્વારા સુરત પહોંચ્યા. સુરત પહોંચ્યા પછી બીજે દિવસે ચંદ્રકાંતભાઈ ઉપાશ્રયે મુનિરાજના દર્શનવંદના અર્થે આવ્યા. તેમણે મુનિરાજને બધી વાત કરી. આમને આમ આઠ દિવસ પસાર થઈ ગયા. તેમાં છેલ્લા બે દિવસથી રોહને ઊંઘ માંથી ચાલવાનું બંધ કરી દેતા ચંદ્રકાંતભાઈ અને નીલાબેનને ભારે ખુશી ઉપજી... તેઓ માનવા લાગ્યા કે પ્રભુએ અમારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો એક મહિનો પસાર થઈ ગયો. રોહનની ઊંઘમાં ચાલવાની આદત કાયમ માટે જાણે જતી રહી... શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની દિવ્યતાના તેજપુંજ સમી પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં બિરાજમાન છે. શ્રી કલ્પદ્રુમજી પાર્શ્વનાથ Page #122 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના શ્રધ્ધા અને પૂર્ણ ભક્તિથી કોઈપણ મંત્રનું આરાધન કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. માનસિક ચિંતાઓ સતાવતી હોય તો તેનું નિરાકરણ થઈ જતું હોય છે. મંત્ર આરાધનથી કાયાની અને મનની શુધ્ધિ થાય છે. ૐ હ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ । આ મંત્ર ૧૨,૫૦૦ જાપ કરવા. ત્યારબાદ દ૨૨ોજ એક માળા કરવી. આ મંત્રની આરાધનાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રના ૧૨,૫૦૦ જાપ કરવા. ત્યારબાદ દ૨૨ોજ એક માળા કરવી. આ મંત્રના આરાધનથી આરોગ્યની સુખાકારી મળે છે. ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમો નમઃ । આ મંત્રના એક સમયે અને નિશ્ચિત સ્થાને બેસીને આઠ દિવસમાં ૧૨,૫૦૦ જાપ કરવા. પુષ્પ નક્ષત્રમાં જાપનો આરંભ કરવામાં આવે તો સર્વ શ્રેષ્ઠ છે. ૧૨,૫૦૦ જાપ થઈ જાય પછી દરરોજ એક માળા કરવી. આ મંત્ર જાપથી સર્વ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 3 Queb સંપર્ક : : શ્રી ક્લ્પદ્રુમ પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મંદિર ૭૯૨, વિદ્યા મંડી, મથુરા - ૨૮૧૦૦૧ (ઉ.પ્ર.) ફોન : (૦૫૬૨) ૨૫૦૩૩૫૬ ૦૯૩૫૯૫. ૦૮૦૦૬ શ્રી ક્લ્પદ્રુમજી પાર્શ્વનાથ Piso ૯૮ rufs 300g) Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ રાજસ્થાનમાં અનેક ગામો અને શહેરોમાં પ્રાચીન તથા અર્વાચીન જિનાલયો આવેલા છે. કલા કારીગીરીથી સમૃધ્ધ આ જિનાલયો અતીતની ભવ્યતાનું સ્મરણ કરાવે છે. રાજસ્થાનના જાલોર ખાતે શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથનું એકમાત્ર તીર્થ સુવર્ણગિરિ છે. જાલોર રેલ્વે સ્ટેશનથી સુવર્ણગિરિ તળેટી સાડા ત્રણ કિલોમીટર દૂર છે. જાલોરમાં ૧૨ ભવ્ય જિનાલયો છે. તેમજ શ્રી નંદીશ્વર દ્વીપનું મંદિર અતિ કલાત્મક અને દર્શનીય છે. સુવર્ણગિરિ કિલો ૧ માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો છે. ૧૨૦૦ ફૂટ ઊંચી ટેકરી ઉપર આ કિલ્લો છે. કિલ્લામાં આવેલ ચાર જિનાલયો પ્રાચીન છે. અહીં દર વર્ષે ભાદરવા વદ-૧૦ અને મહા સુદ-૧ ના દિવસે મેળો ભરાય છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. સુવર્ણગિરિ તથા જાલોરમાં ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલ ભવન, ઉપાશ્રયો વગેરેની ઉત્તમ સગવડ છે. અહીં જૈનોની વસ્તી પ્રમાણમાં વિશેષ છે. સુવર્ણગિરિ (જાલોર - રાજસ્થાન)ના શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ પ્રભુ શ્વેત પાષાણના, પદ્માસનસ્થ અને ફણારહિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૨ાા ઈંચની છે. સુવર્ણગિરિની તળેટીમાં જાલોર નગર વસેલું છે. આ ગિરિ પર કોટયાધીશો જ નિવાસ કરતા હતા. વિક્રમના બીજા સૈકાના પ્રારંભમાં નારદ રાજાના શાસનકાળમાં અહીં ‘યક્ષવસતિ' નામના જિનપ્રાસાદનું નિર્માણ થયેલું. જેની પ્રતિષ્ઠા આચાર્ય ભગવંત પ્રદ્યોતનસૂરિજી મ. ના વરદ હસ્તે થઈ હતી. તેથી આ તીર્થ બીજા સૈકા જેટલું પ્રાચીન છે. આ સ્થળે ઠેરઠેરથી જૈનો યાત્રાર્થે આવતા રહેતા હતા. જૈનાચાર્યોના આગમન થતાં અનેક જૈનાચાર્યોએ વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. શ્રી ફૅમરોલજી પાર્શ્વનાથ ૯૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૦૮૦માં શ્રી જિનેશ્વરસૂરિએ હરિભદ્રસૂરિકૃત “અષ્ટસંગ્રહ' પરની ટીકા અહીં રચી હતી. શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ “બુધ્ધિસાગર' નામનું વ્યાકરણ આ તીર્થધામમાં રચેલું હતું. આચાર્ય ભગવંત શ્રી ઉદ્યોતનસૂરિએ વિ.સં. ૮૩૫માં જાબાલિપુર નગરમાં ‘કુવલયમાલા' ગ્રંથની અહીં પૂર્ણાહુતિ કરી હતી. જાબાલિપુર તે જ આજનું જાલોર તેમ ઈતિહાસકારો માને છે. વિક્રમ સંવત ૧૨૨૧માં રાજ રાજેવર કુમારપાળ મહારાજાએ સુવર્ણગિરિ પર જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં શ્રી વાદિદેવસૂરિજીના હસ્તે શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી પ્રતિતિ કરાવેલ. આ જિનાલય ‘કુમારવિહાર' તરીકે ઓળખાતું. આ જિનાલય બાવન દેવકુલિકાઓથી અલંકૃત હતું. પ્રાચીન સમયમાં સ્વર્ણગિરિ પર ‘ચંદનવિહાર' એટલે કે શ્રી મહાવીર સ્વામીનું જિનાલય તથા શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય હતું. મોગલકાળમાં આ જિનાલયો મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યા. આ મંદિરના કલાકારીગીરી યુક્ત પથ્થરો મજીદના નિર્માણમાં વપરાયા. આમ પૂર્વજોનો વારસો સાચવી ન શકાયો. વિક્રમ સંવત ૧૬૮૧માં મહાદાનેશ્વરી મંત્રી જયમલે સુવર્ણગિરિનાં પ્રાચીન જિનાલયોનો ઉધ્ધાર કરાવ્યો હતો. તેમજ નૂતન જિનાલય બંધાવ્યું હતું. સંવત ૧૬૫૧માં પં. નગર્ષિગણિ અહીં ચાર્તુમાસ અર્થે રહ્યાં હતા. તેમણે વરકાણા પાર્શ્વનાથ સ્તોત્ર’ તથા જાલુર ચૈત્ય પરિપાટી'ની રચના કરી હતી. પંડિત વીરચંદે જાલોરમાં શાસનની પ્રભાવના મંત્રવિદ્યાના જોરે કરી હતી. સુવર્ણગિરિ કિલ્લાને બાવન બુરજ અને ચાર દરવાજા છે. ચાર દરવાજા પસાર કર્યા પછી જ ચાર જિનાલયો આવે છે. રાજ રાજેશ્વર કુમારપાળ મહારાજાએ ‘કુમાર વિહાર' જિનાલય બંધાવ્યું, તે પાર્શ્વનાથ પ્રભુનું જ ‘કુંકુમરોલ પાર્શ્વનાથ' હોવાનું મનાય છે. કાળક્રમે આ જિનાલયનો ધ્વંશ થતાં નૂતન જિનાલયમાં છે. ૧૭માં સૈકાની ગુજરાતી રચનાઓમાં ‘શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ' ના નામનો ઉલ્લેખ જોવા મળે છે. કુંકુમરોલ' નામ શીરીતે પડ્યું તે જાણી શકાતું નથી. આ મંદિરનો જીર્ણોધ્ધાર શ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મ.ના ઉપદેશથી થયો છે શ્રી મરોલજી પાર્શ્વનાથ ૧૦૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ હતો. સુવર્ણગિરિ પર શ્રી મહાવિ૨સ્વામી, શ્રી ચૌમુખજી મંદિર, શ્રી આદિનાથના જિનાલયો દર્શનીય અને પ્રભાવક છે. પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ થયેલો છે. સંપર્ક : શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈનતીર્થ, શ્રી સુવર્ણગિરિ શ્વે. જૈનતીર્થ પેઢી, જાલોર - ૩૮૩૦૦૧(રાજ.) | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ દર્શનીય તીર્થધામ છે. આ જિનાલયની ભમતીમા દસમી દેરીમાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની નયન રમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિનું ગાન ગુંજવા લાગે છે. આ પ્રતિમાજી શ્વેત આરસ પહાણના છે, ફણારહિત છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તથા તેની ઊંચાઈ૩૧ ઈંચની છે. | મહિમા અપરંપાર - માનવીના જીવનમાં ઘણીવાર અકલ્પનીય ઘટનાઓ બનતી હોય છે જેથી આશ્ચર્ય સર્જાયા વિના રહેતું નથી. ભરૂચમાં કાંતિલાલ નામના જૈન શ્રેષ્ઠીના જીવનમાં અકલ્પનીય ઘટના બની ગઈ. વાત જાણે એમ બની કે કાંતિલાલ દરરોજ સવારે ‘સમડી વિહાર' જિનાલયમાં સેવાપૂજા કરવા જતાં અને અત્યંત શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતાં હતા. એક દિવસ તેઓ પૂજા કરીને પોતાના ઘેર જતાં હતા ત્યાં એક માણસ સામે મળ્યો અને કહ્યું : “તમે જ કાંતિલાલ શેઠ છો ને ?' કાંતિલાલે ડોકું ધુણાવ્યું. સાંભળો કાંતિલાલ શેઠ, તમે અત્યંત શ્રધ્ધાળુ છો. તમે આઠ દિવસ ઘરની બહાર નીકળશો નહિ... શું થશે તેની મને ખબર નથી પણ મારી આ વાત ઉચિત લાગે તો માનજો ...' શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ ૧૦૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ પેલો માણસ કાંતિલાલના ઉત્તરની રાહ જોયા વિના ચાલ્યો ગયો. કાંતિલાલે બે-ત્રણ વાર બોલાવવા બૂમો પણ પાડી પણ તે માણસ એટલો ઝડપથી ચાલતો હતો કે થોડીવારમાં તો ક્યાં ગયો તેની કાંતિલાલને ખબર જ ન રહી. કાંતિલાલ ઘેર આવ્યા. પેલા માણસના શબ્દો મગજમાં ઘર કરી ગયા. તેમને થયું કે તે માણસને મારા નામની ક્યાંથી ખબર પડી ? મને આઠ દિવસ ઘેર રહેવાનું શા માટે કહ્યું ? તેની કોઈ વાત સમજાતી નથી... શું કંઈ અજુગતુ બનશે ? ના.... ના... એવું કશું નહિ થાય... તો....! કાંતિલાલે ઘેર આવીને તેની પત્ની કિરણબેનને વાત કરી. કિરણબેન પણ આ વાત સાંભળીને ગભરાઈ ગયા. તેઓ પણ ધર્મ શ્રધ્ધાળુ હતા. 1:0 કિરણબેન બોલ્યા : ‘જુઓ, આઠ દિવસ ઘરની બહાર જશો જ નહિ. મને તો તમારી વાત સાંભળીને ભય લાગે છે.’ ‘અરે.. ! એવું કંઈ માનવાનું ન હોય...!' કાંતિલાલ બોલ્યા. કિરણબેને કહ્યું : ‘જુઓ, તમે મારી વાત માનો, તે માણસે કંઈક વિચારીને જ કહ્યું હશે. આઠ દિવસ ઘરની બહાર ન નીકળો તો શું તકલીફ પડવાની છે ? આઠ દિવસ દુકાન બંધ રહેશે એટલું જ ને...! ભલે દુકાન બંધ રહેતી...! ‘જુઓ, દુકાન બંધ રહે તો ઘણું નુકસાન થાય તેમ છે. મેં તને વળી ક્યાં આ વાત કરી...! તે તો વાતનું વતેસર કરી નાખ્યું...! કાંતિલાલ બોલ્યા. ‘ના...હવે મારો જીવ ન રહે...’ કિરણબેન બોલ્યા. ત્યાં ઘરમાં ફોનની ઘંટડી રણકી. કાંતિલાલે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો : કોણ..? કાંતિલાલ શેઠ ? ‘હા...બોલો...’ ‘હું નરેન્દ્રભાઈ બોલું છું. આજે બપોરે દુકાને આવું છું. ખૂબજ અગત્યનું કામ છે... બપોરે વાત કરીશ.’ કાંતિલાલ કંઈ જવાબ આપે તે પહેલાં ફોન મૂકી દીધો. કિરણબેને પૂછ્યું : ‘કોનો ફોન હતો ? ૧૦૨ શ્રી મરોલજી પાર્શ્વનાથ Page #127 -------------------------------------------------------------------------- ________________ ‘નરેન્દ્રભાઈનો, એને મારું અગત્યનું કામ છે. બપોરે દુકાને મળવા આવવાનો છે. હું તેને કંઈ પૂછું તે પહેલાં તો ફોન મૂકી દીધો... મારે દુકાને જવું જ પડશે...’ ‘પણ પેલા માણસે ઘરની બહાર નીકળવાની ના પાડી છે ને ? એમ કરો, તમે નરેન્દ્રાઈને ફોન કરીને અહીં જ બોલાવી લો કે અને તેમને કહો કે મારી તબિયત બરાબર નથી એટલે દુકાને આવવાનો નથી...' પત્નીની ઈચ્છાને સંતોષવા કાંતિલાલે નરેન્દ્રભાઈની દુકાને ફોન કર્યો તો જવાબ મળ્યો કે અત્યારે બહાર છે. ક્યારે પાછા આવશે તે નક્કી નથી. અને અંતે કાંતિલાલને દુકાને જવું જ પડ્યું. તેમની દુકાન ઘરથી નજીક હતી આથી તેઓ હંમેશા ચાલીને જ દુકાને જતા હતા. રોજના ક્રમ પ્રમાણે તેઓ ચાલીને દુકાને જવા નીકળ્યા. કિરણબેનને તો ભય પેસી ગયો હતો છતાંય કચવાતા મને રજા આપી. આ તરફ કાંતિલાલ પોતાની દુકાને પહોંચે તે પહેલાં એક વાહનચાલકે કાંતિલાલને ઠોકર મારી. કાંતિલાલ ગબડી પડ્યા. એક તરફ ફંગોળાઈને પડ્યા. તરજ ત્યાં માણસો ભેગા થઈ ગયા. તેમાં કાંતિલાલને ઓળખનારા પણ હતા. વાહનચાલક તો ભાગી ગયો હતો. કાંતિલાલને ઓળખનારા બે-ત્રણ જણાં કાંતિલાલને રીક્ષામાં બેસાડીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટરે કાંતિલાલના પગના અને હાથના એક્સરે લીધા પછી કહ્યું : ‘ડાબા પગમાં ફેક્ચર છે અને હાથમાં પણ નાનું ફેક્ચર છે. ઓપરેશન કરવું પડશે...’ ઓપરેશનનું નામ સાંભળીને કાંતિલાલ ગભરાઈ ગયા. તેમણે કહ્યું : ‘ડોક્ટર, ઓપરેશનનું પછી વિચારીશું. પહેલા મારા પત્નીને અહીં બોલાવવા પડશે...’ એક જણાએ કાંતિલાલના ઘેર ફોન કરીને કિરણબેનને બધી વાત કરીને હોસ્પિટલે તાત્કાલિક પહોંચી જવા જણાવ્યું. કિરણબેન જેમતેમ તૈયાર થઈને રીક્ષામાં બેસીને હોસ્પિટલે આવ્યા, ત્યાં શ્રી મરોલજી પાર્શ્વનાથ ૧૦૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ કાંતિલાલની દશા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. કિરણબેન બોલ્યા : મેં ના પાડી હતી કે બહાર નીકળશો નહિ. પણ તમે માન્યા જ નહિ. હવે બે મહિનાનો ખાટલો આવ્યોને!' ‘હવે આમ રડવાથી કશું વળશે નહિ... ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે... હાથે-પગે ફેક્ચર છે...’ ‘ના...ઓપરેશન કરાવવું નથી. ...' કિરણબેન બોલ્યા. ત્યાં જ ડોક્ટર આવ્યા અને કહ્યું : ‘કાંતિભાઈ, તમે શું નક્કી કર્યું ?' ‘સાહેબ, ઓપરેશન વગર સારૂં નહિ થઈ જાય..?' ‘ના...ઓપરેશન જરૂરી છે નહિંતર ખોડ રહી જશે.’ કિરણબેને કહ્યું ઃ આમને એક કલાકનો સમય આપો. બે-ત્રણ સ્નેહીઓને પૂછીને નિર્ણય લઈ લેશું.’ ડોક્ટરે કહ્યું : ‘મને વાંધો નથી... તમે જે કંઈ નિર્ણય લો તે ઝડપથી લેજો .. .’ કહીને ડોક્ટર ચાલ્યા ગયા. કિરણબેને કહ્યું : ‘તમને ખબર છે મને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં દસમી દેરીમાં બિજા૨માન શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા છે. આપણે જ્યારે શંખેશ્વર જઈએ છીએ ત્યારે ત્યાં સેવાપૂજા તથા ભાવથી ચૈત્યવંદન કરીએ છીએ. હું અત્યારે જ શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરૂં છું અને આ ઉપાધિ માંથી ઉગારી લેવા વિનંતી કરૂં છું. મારી પ્રાર્થના નિષ્ફળ જવાની નથી...' કિરણબેનની આંખો માંથી આંસુ સરી રહ્યાં હતા. કિરણબેન હોસ્પિટલના એક રૂમમાં જઈને શાંત ચિત્તે શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું, શ્રધ્ધા અને પૂરી ભક્તિથી પ્રાર્થના કરી... તેમજ ઓપરેશન ન કરવું પડે તેવી પ્રાર્થના પણ કરી. લગભગ અર્ધો કલાક પછી કિરણબેન કાંતિલાલની પાસે આવ્યા અને કહ્યું : ‘મેં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી છે... તમને ઓપરેશન વગર જ સારૂં થઈ જશે ! ૧૦૪ શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ Page #129 -------------------------------------------------------------------------- ________________ ત્યાં હોસ્પિટલના ડોક્ટરની સાથે એક બીજા ડોક્ટર આવ્યા. તે પણ ઓર્થોપેડિક સર્જન હતા. બન્ને ડોક્ટરોએ કાંતિલાલને ફરીથી તપાસ્યા એકસરે જોયા પછી નિર્ણય જણાવ્યો કે ઓપરેશનની જરૂર નથી માત્ર પ્લાસ્ટર બાંધવું પડશે. આ સાંભળીને કિરણબેન રાજીરાજી થઈ ગયા. કાંતિલાલે પણ હાશકારો અનુભવ્યો. બન્ને ડોક્ટરોએ કાંતિલાલને હાથ અને પગે પ્લાસ્ટર બાંધ્યું. દ કાંતિલાલને લઈને કિરણબેન ઘેર આવ્યા. કિરણબેન બોલ્યા : “સાંભળો, તમે સાજા થઈ જાઓ પછી તરત જ શંખેશ્વર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં જવાનું છે. ત્યાં શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને ભક્તિ કરવાની છે.' ‘તારી ભક્તિ સાચી છે... આપણે જરૂર જઈશું.’ કાંતિલાલ બોલ્યા. આમને આમ કાંતિલાલ એક મહિનો ઘેર રહ્યાં. પછી તેનું હાથ-પગનું પ્લાસ્ટર ખોલી નાંખવામાં આવ્યું. કાંતિલાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. કાંતિલાલ અને કિરણબેન બે-ત્રણ દિવસમાં જ શંખેશ્વર જઈ આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં રોકાઈને શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની અનેરા ઉમંગથી ભક્તિ કરી, સ્તવના કરી. શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં નયનરમ્ય અને અલૌકિક પ્રતિમાજી છે. આ મંત્ર આરાધના શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના મંત્રજાપ સાધકને માનસિક સ્થિરતા બક્ષે છે. જીવનને સુખમય, આરોગ્યમય બનાવવા શ્રી કુંકુમરોલજી પાર્શ્વનાથ પ્રભુના અત્યંત લાભદાયક છે. ૐ હ્રીં શ્ર કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની દરરોજ એકવાર માળા કરવી. યોગ્ય આસન અને નિશ્ચિત સમય રાખવો. માનસિક શાંતિ માટે આ મંત્રજાપ લાભદાયી છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ | શ્રી મરોલજી પાર્શ્વનાથ ૧૦૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ | આ મંત્રના જાપ સાધકને આરોગ્યની સ્વસ્થતા આપનારા છે. દરરોજ પ્રાતઃ કાર્ય સમયે આ મંત્રની ત્રણ માળા કરવી. સ્નાન આદિથી નિવૃત્ત થયા પછી આ મંત્રના જાપ કરવામાં આવે તો ઉત્તમ, નહિતર સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ મંત્રની માળા કરવી. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કુંકુમરોલજી પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની માળા દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ, શુધ્ધ વસ્ત્રો ધારણ કર્યા પછી કરવી. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી સુખ, લક્ષ્મી અને યશની પ્રાપ્તિ થાય છે. - : સંપર્કઃ શ્રી મરોલ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી શ્વેતામ્બર મૂપૂ. જૈન તીર્થ ખરતરા વાસ પો. જાલોર, જિ. જાલોર, રાજસ્થાન -૩૪૩/0૧. ફોન : (૦૨૯૭૩) ૨૨૨૩૬૯ ૦૯૩૫૯૫. ૦૮૦૦૬ | શ્રી ફૅમરોલજી પાર્શ્વનાથ ૧૦૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી કોકાજી પાર્શ્વનાથ ભવ્ય જિનાલયોની નગરી એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું ઐતિહાસિક નગર પાટણ, એક સમયે પાટણ ગુજરાતની રાજધાની હતી. એ સમયમાં પાટણ અત્યંત સુખી અને સમૃધ્ધ હતું. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રજીના પાવન પગલાથી આ નગરી પરમ પવિત્ર બની છે. મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્ર આચાર્યજીના ઉપદેશથી ૧૮ દેશોમાં અહિંસાની આહલેક જગાવીને “અમારિ પ્રવર્તન' અર્થાત જીવહિંસા બંધ કરાવી હતી. આવી પરમ પવિત્ર ભૂમિ પાટર્ણમાં મહોલ્લે મહોલે પ્રાચીન જિનાલયો આવેલા છે જે ભૂતકાળની ભવ્યતાના દર્શન કરાવનારા છે. ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. પાટણ શહેરમાં કોકાનો પાડો આવેલો છે. અર્થાત કોકાનો મહોલ્લો આવેલો છે. કોકાના પાડામાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. કોકાના પાડામાં બે જિનાલયો છે. એકમાં શ્રી અભિનંદન સ્વામી તથા બીજામાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતીમાં ૧૧મી દેરી શ્રી કોકા પ્રાર્થનાથ પ્રભુજીની છે. અહીં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. શાંતાક્રુઝ-મુંબઈમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનલયની ભમતીમાં શ્રી કાકા પાર્શ્વનાથ બિરાજે છે. પાટણના કોકાના પાડામાં હૈયાના ભાવને ઝંકૃત કરે તેવા શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ભવ્ય ભૂતકાળના વારસા સાથે આજે પણ અડીખમ છે. શ્રી કોકા પાર્શ્વનાથની પ્રતિમાજી શ્વેત વર્ણના પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી વિભૂષિત, સુંદર પરિકરથી પરિવૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચની છે. સાતફણા પર બે-બે ચક્ષુઓ દર્શનીય છે. શ્રી કોમજી પાર્શ્વનાથ ૧૦૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ | ને મહારાજા સિધ્ધરાજ જયસિંહના સમયની વાત છે. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ દરરોજ ધીમટા(પાટણ)માં ભવ્ય જીવોના આત્મકલ્યાણ અર્થે વ્યાખ્યાન આપતા હતા. એક દિવસ એક પુજારીએ આચાર્યને વ્યાખ્યાન ફરમાવવાની મનાઈ કરી, કારણ એ હતું કે બલિ બાકળા દ્વારા પૂર્વજોના શ્રાધ્ધ પૂજન કરવાનો દિવસ હતો. પુજારીએ શ્રાધ્ધ વિધિના માંડણ માટે જગ્યા રોકી લીધી હતી અને પ્રશ્ન ઊભો થયો કે શ્રી હેમચંદ્રાચાર્યજીનું વ્યાખ્યાન ક્યાં રાખવું? વ્યાખ્યાન તો નિયમિત ચાલતું હતું. ( પુજારીને સમજાવવામાં કોઈ મણા રાખી નહોતી. પરંતુ પુજારી ટસનો મસ ન થયો. આચાર્યદેવ ઉપદેશ આપ્યા વગર પાછા ફરે તે સમસ્ત જૈન સંઘ માટે અપમાન સમાન હતું. પાટણના શાસનભક્ત શ્રેષ્ઠીઓએ તરત જ ગીમટાની બાજુમાં જ નૂતન જિનાલયનું નિર્માણ કરવા માટે યોગ્ય જગ્યાની શોધ ચલાવી. ત્યારે પુજારીની શરમ અને ધમકીને અવગણીને કોકા નામના શેઠે શ્રી સંઘને જિનાલય નિર્માણ માટે પોતાની જગ્યા આપી. શ્રી સંઘે જિનાલયના નિર્માણ માટે કોકા શેઠે આપેલી જગ્યા બદલ તેમનું અદકેરૂં સન્માન કર્યું અને જગ્યાનું ત્રણ ગણું મૂલ્ય ચૂકવ્યું. તેમજ કોકા શેઠના નામને ચિરંજીવ બનાવવા જિનાલયની સાથે તેમનું નામ જોડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્રી સંઘે અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રતિષ્ઠા કરી અને નિત્ય પૂજાતા પ્રભુજી “શ્રી કોકા પાર્શ્વનાથ” તરીકે પ્રસિધ્ધ થયા. વર્ષો પસાર થયા. એક દિવસ માળવાના રાજાએ સમૃધ નગરી પાટણ પર હલ્લો કર્યો અને પાટણના રાજા ભીમદેવને પરાજિત કર્યો. શત્રુઓના આક્રમણથી શ્રી કોકા ) શ્રી ક્રેકજી પાર્શ્વનાથ ૧૦૮. Page #133 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ખંડિત બની. રામદેવ અને આશાધર નામના બે સોનાર શ્રાવકો આ ભાંગી પડેલા જિનાલયનો જીર્ણોધ્ધાર કરવા કટિબધ્ધ બન્યા. રામદેવે અભિગ્રહ સાથે આહા૨નો ત્યાગ કર્યો. ગુરૂદેવે પણ તેવો જ કઠોર અભિગ્રહ ધારણ કર્યો. આઠમા દિવસે શાસનદેવે રામદેવને માર્ગ બતાવ્યો, તે અનુસાર દેરાસરની નજીકની ભૂમિ ખોદીતો ચમકતા આરસના ત્રણ ટુકડા પ્રાપ્ત થયા. રામદેવે તેમાંથી સુમનોહર જિનબિંબોનું સર્જન કરાવ્યું. Tue 6 અને સંવત ૧૨૬૨માં આચાર્ય ભગવંતશ્રી દેવાનંદસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જિનાલયમાં પરમાત્માને ગાદીનશીન કરાવ્યા. 1893) શ્રી કોકા પાર્શ્વનાથના નામથી જ નૂતન પ્રભુ પ્રસિધ્ધિ પામ્યા. આજે શ્રી કોકા પાર્શ્વનાથનું જિનાલય ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. અનેક પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન તીર્થ માલાઓ તથા સ્તવનોમાં શ્રી કોકા પાર્શ્વનાથ તીર્થના ઉલ્લેખો ઉપલબ્ધ છે. સંપર્ક : શ્રી કોકા પાર્શ્વનાથ શ્વે. જૈન દેરાસરજી, કોકાનો પાડો, મુ.પો. પાટણ (ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫. Susy flippe bhalls mus : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર કર મહાપ્રાસાદમાં શ્રી કોકા પાર્શ્વનાથ શંખેશ્વરમાં આવેલું પરમ પાવન તીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્યાતિભવ્ય જિનાલયમાં અગિયારમી દેરીમાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની ફણાયુક્ત પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત આરસની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજી અત્યંત મનો૨મ્ય અને પ્રભાવક છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભાવ મહોરી ઉઠે તેવી દર્શનીય પ્રતિમાજી છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે. 218 FREISP al JUS શ્રી કોઠાજી પાર્શ્વનાથ I precis music flows below sfogats Fyr the parogs (harts pus aussp 25516 ૧૦૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ મહિમા અપરંપાર નડિયાદમાં દીપચંદભાઈનો પુત્ર રોહિતને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. રોહિત પોતાની રીતે વર્ષમાં ત્રણ-ચાર વાર શંખેશ્વર આવતો અને એક દિવસ રોકાઈને દરેક પ્રભુની પૂજા કરીને છેવટે શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની દેરીએ આવીને અનન્ય ભાવથી સેવા-પૂજા ભક્તિ કરતો. રોહિતને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં ભક્તિ કરવાનું ખૂબજ ગમતું એટલું જ નહિ કોઈપણ સમસ્યા ઉદ્ભવે ત્યારે તે તરત જ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવીને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતો...બીજે જ દિવસે તેની સમસ્યાનો ઉકેલ થઈ જતો. | રોહિત તેના પિતાની સાથે કરિયાણાની દુકાને જ બેસતો હતો. બી.કોમ થયા પછી આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેણે પિતાનો ઘણો ભાર હળવો કરી દીધો હતો. તેના પિતા સવારના એકાદ કલાક અને સાંજે એકાદ કલાક દુકાને આવતાં. બાકીનો સમય ધર્મધ્યાનમાં પસાર કરતાં હતા. છેઆમ રોહિતનું જીવન શાંતિથી પસાર થતું હતું. એકવાર તે ખરીદી માટે વડોદરા આવ્યો. તેને મહિનામાં એકાદવાર તો વડોદરા આવવાનું થતું હતું. | રોહિત વડોદરા ખરીદી માટે આવી પહોંચ્યો. હંમેશની જેમ તે ધર્મશાળામાં ઉતર્યો અને તૈયાર થઈને બહાર નીકળતો હતો ત્યાં વરસાદ ચાલુ થયો. તેણે જલ્દી જલ્દી રીક્ષા કરી અને બજારમાં ગયો. અર્ધીકલાકમાં વરસાદે ભારે જોર પકડ્યું. મુશળધાર વરસાદ પડતો હતો. એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો. માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ગોઠણભેર સુધીના પાણી ભરાયા હતા. રોહિતને થયું કે હવે ધર્મશાળાએ કેવી રીતે પહોંચવું? કોઈ વાહનો મળી શકે તેમ નહોતા. ગોઠણ સુધીના પાણીમાં રીક્ષા ચાલી શકે તેમ નહોતી. આથી રોહિત ખરીદીનું ઝટપટ કામ પતાવીને ગોઠણભેર પાણીમાં ચાલીને ધર્મશાળા તરફ જવા આગળ વધવા લાગ્યો. આ તરફ વરસાદ એકધારો પડતો હતો. મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ નિર્માણ ( શ્રી કાજી પાર્શ્વનાથ ૧૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ પામી હતી. રોહિત ધીરેધીરે બજાર પસાર કરીને ધર્મશાળાના માર્ગ તરફ જવા લાગ્યો. તે ખૂબજ સાચવીને પગ મૂકતો હતો. મનમાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતો હતો. તેણે સંકલ્પ કર્યો કે હું સુખરૂપ મારા ઘેર પહોંચી જઈશ પછી શંખેશ્વર જઈને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન વંદન કરીશ. | રોહિત આગળ વધતો હતો...ત્યાં પાણી વધ્યું. રોહિતના કેડ સુધી પાણી પહોંચ્યું. એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને તેની વિરૂધ્ધ દિશામાં જવાનું હોવાથી રોહિત માંડ માંડ એક-એક પગલું મૂકી રહ્યો હતો. રસ્તામાં કોઈ નહોતું. 0 માણસો પોતાનો જીવ બચાવવા ઊંચી જગ્યાએ બેસી ગયા હતા. એ માર્ગમાં એક મકાનના રવેશમાં બેઠેલા ભાઈએ રોહિત સામે જોઈને કહ્યું: ‘ભાઈ, તું અહીં આવીજા... આજનો વરસાદ અતિ ભારે છે. વડોદરામાં આવી વરસાદ કદીયે પડ્યો નથી... આગળ માથાભર પાણી હશે... જીવનું જોખમ ‘તમારી વાત સાચી છે પરંતુ મારે ગમે તેમ કરીને ધર્મશાળાએ પહોંચવું છે.' રોહિતે કહ્યું. ‘ભાઈ, તને તરતા આવડે છે?” પર આ “ના.. : | ‘તો પછી શા માટે જીદ કરે છે... તું અહીં આવતો રહે... શા માટે તારો જીવ જોખમમાં મૂકે છે. ?' કરી રોહિત ઉત્તર આપે ત્યાં પાણીનું એક તેજ વહેણ આવી ચડ્યું. તેમાં રોહિત સમતુલા ન જાળવી શક્યો અને ઊંધો પડ્યો... તેના નાકમાં પાણી જતું રહ્યું. તેને થયું કે હવે બચી શકાશે નહિ... તે શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. તે પાણીમાંથી ઊભો થઈ શકતો નહોતો. ત્યાં પેલા રવેશવાળા ભાઈ ઝડપથી નીચે આવ્યા અને રોહિતને ઊભો કરીને પોતાના મકાનના પહેલે માળે લઈ ગયો. રોહિત ખૂબ ગભરાઈ ગયો હતો. તેને થયું કે આજ હું માંડ માંડ બચી શ્રી કોકાજી પાર્શ્વનાથ ૧૧૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ શક્યો છું. જો આ ભાઈ ન આવ્યા હોત તો મારા જીવવાની શક્યતા હતી જ નહિ. રોહિતે મદદરૂપ થનારા ભાઈને પગે લાગ્યો અને બચાવવા બદલ ગદગદિત થઈને આભાર માન્યો. fis The ther PRUS S રોહિતે કહ્યું : ‘વડીલ, મેં આપની સલાહ ન માની એનું પરિણામ ભોગવી લીધું. જો આપ નીચે ન આવ્યા હોત તો હું બચી શકવાનો નહોતો...' [9‘ભાઈ, જુવાન હૈયા ઘણીવાર વડીલોની સલાહને ગણકારતા નથી ત્યારે મુશ્કેલી સર્જાય છે. જો હું પાંચ મિનિટ મોડો આવ્યો હોત તો ન થવાનું થતાં વાર લાગત નહિ.’ has fer pick Up તે ભાઈએ રોહિતને ગરમા ગરમ ચા પીવડાવી. અને કહ્યું : ‘મેં મારા જીવનમાં આવો મુશળધાર વરસાદ પડતો જોયો નથી ચાર કલાકમાં ૮ ઈંચ જેવો વરસાદ પડ્યાનું સમાચારમાં જણાવે છે. ઝુંપડપટ્ટી વિસ્તારની હાલત તો એકદમ કરૂણાજનક છે... તમે હવે પાણી ઉતરે પછી જ જઈ શકશો. વરસાદ થોડો ધીમો પડ્યો છે.’ ‘મારે મારા ઘે૨ ફોન કરવો છે.’ રોહિતે કહ્યું. Bu ‘રોહિતે તરત જ નડિયાદ તેના પિતાને ફોન કર્યો અને કહ્યું : ‘પપ્પા, વડોદરામાં અતિ ભારે વરસાદ છે. હું આજ આવી શકીશ નહિ. વાહન વ્યવહાર બંધ છે. હું સુરશ્રિત જગ્યાએ છું. ચિંતા કરશો નહિ...’ દીકરા, અમે તારા ફોનની બે કલાકથી પ્રતીક્ષા કરતાં હતા. તારો ત્યાં સંપર્ક કેવી રીતે કરવો તે સમજમાં આવતું નહોતું. અમને તારી ભારે ચિંતા થતી હતી. તારી મમ્મી પણ ઢીલી પડી ગઈ હતી. પણ તારો આ ફોન આવ્યો એટલે એટલી ચિંતા ઓછી થઈ. તું ઘેર હેમખેમ પાછો આવીજા... વડોદરામાં અતિ ભારે વરસાદ છે તે સમાચારમાં આવતાં જ અમને તારી ચિંતા થવા લાગી હતી...' વડા‘અહીંની પરિસ્થિતિ સુધરશે, વાહન વ્યવહાર શરૂ થશે પછીજ આવી શકીશ.' File for Favic પ્રાણી માતા 26 ‘ભલે...સાવચેતીથી રહેજે...નીકળતાં પહેલાં ફોન કરજે.’ ધી ‘ભલે...પપ્પા...' કહીને રોહિતે ફોન મૂકી દીધો. hais ૧૧૨ શ્રી કોાજી પાર્શ્વનાથ C Page #137 -------------------------------------------------------------------------- ________________ રોહિતને તે વડીલને ત્યાં બે દિવસ રહેવું પડ્યું. ત્રીજે દિવસે રસ્તા પરથી પાણી ઉતરતાં માંડ એસ.ટી. બસ સ્ટેશને પહોંચ્યો. બસ સ્ટેશનમાં ભારે ભીડ હતી. પરંતુ રોહિત ગમે તેમ કરીને નડિયાદની બસમાં જઈ બેઠો અને સાંજે પોતાના ઘેર પહોંચી ગયો. રોહિતે પોતાના પપ્પા-મમ્મીને વિગતથી બધી વાત કરી અને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી માંડ માંડ જીવ બચી ગયાનું પણ જણાવ્યું. 195 અને ત્રણ ચાર દિવસ પછી રોહિત શંખેશ્વર ગયો ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં પહોંચ્યો. તેણે સામાન પેઢી પર મૂકીને પ્રથમ જિનાલયમાં દર્શનાર્થે ઉપડયો. શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી જ મનમાં શાંતિ થઈ. મને થય છે. િ IP IP શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી રોહિતે ધર્મશાળાની રૂમ લીધી અને સ્નાન કરી, પૂજાના વસ્ત્રો ધારણ કરીને જિનાલયે આવ્યો ત્યાં દરેક જગ્યાએ ભાવથી પૂજા કર્યા પછી શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી, ત્યાં જ ચૈત્યવંદન કર્યુ. સ્તવન ગાયું. ચૈત્યવંદન કરતી વખતે તે ભાવવિભોર બની ગયો હતો. રોહિત એ જ દિવસે બપોરે ચાર વાગે જિનાલયમાં દર્શન કરીને નડિયાદ જવા વિદાય થયો. રોહિતને શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા હતી. તે માનતો હતો કે મારો જીવ બચાવવા પ્રભુએ જ તે વડીલને મારી પાસે મોકલ્યા, નહિંતર આ સંસારમાં કોઈ કોઈનું કરતું નથી... રોહિતની શ્રધ્ધામાં વધારો થયો. મંત્ર આરાધના આ સંસારમાં કોઈપણ માણસ શુધ્ધ અને પવિત્ર હૃદયે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કે મંત્ર જાપ કરે તો તેને તેનું ફળ અવશ્ય મળે. મંત્ર આરાધનામાં પૂરેપુરી શ્રધ્ધા અને સમર્પણ ભાવ જરૂરી છે. ૐ હ્રીઁ Æ કોકાજી પાર્શ્વનાથાય નમઃ । શ્રી કોકાજી પાર્શ્વનાથ ૧૧૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ | દરરોજ સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ અને ચોખ્ખા વસ્ત્રો પહેરીને એક માળા કરવી. બને ત્યાં સુધી સવારના સમયે એક જ સ્થાને બેસીને માળા કરવી. મંત્ર આરાધનથી સુખ સમૃદ્ધિ તથા માનસિક શાંતિ મળે છે. તો ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ | દરરોજ આ મંત્રની સવારે એક માળા કરવી. હૈયાના ભાવ અત્યંત શુધ્ધ રાખવા. ૧૨,૫૦૦ મંત્ર જાપ થયા પછી લાભ મળે છે. શરીર સ્વાથ્ય માટે આ મંત્ર જાપ અત્યંત લાભદાયક છે. 1 ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં કોકાજી પાર્શ્વનાથાય નમઃ પર આ મંત્રનો જાપ આઠ દિવસમાં ૧૨,૫૦૦ની સંખ્યામાં કરવો. ત્યારબાદ રોજ એક માળા કરવી. આ મંત્ર જાપથી સુખ વૈભવમાં વધારો તથા યશ - કીર્તિ મળે છે. કરી જ | | # છે ઃ સંપર્કઃ શ્રી લેક પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસરજી કોકાનો પાડો, ગોળ શેરી, મુ.પો. પાટણ, (ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૨૧૭૪૭ 1 શ્રી રોકજી પાર્શ્વનાથ ૧૧૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ MUSIC સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. ઊના રેલ્વે સ્ટેશનથી પાંચ કિ.મી. અને દેલવાડા તીર્થથી અઢી કિ.મી. ના અંતરે આ પ્રાચીન તીર્થધામ આવેલું છે. સૌરાષ્ટ્રમાં અજાહરા પંચતીર્થનું આ મુખ્ય સ્થાન છે. દેલવાડા, દીવ, ઉના વગેરે તીર્થો નજીકમાં છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં દર વર્ષે કારતકી પુનમ, ચૈત્રી પુનમ તથા માગશર વદ-૧૦ના મેળા ભરાય છે.તેમજ વૈશાખ સુદ-૧૧ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભમતીમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની બારમી દેરી છે. અહીં રક્તવર્ણના શ્રી અઝાહરા પાર્શ્વનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાજી છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે. મુંબઈના શાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા શ્રી જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે. અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ જિનાલયમાં તાજેતરમાં નાગનું રૂપ ધારણ કરીને અધિષ્ઠાયક દેવે પ્રવેશ કરી પોતાની ફણા વિકુર્તીને આ સર્પ પરમાત્માની સામે ધ્યાનસ્થ દશામાં સ્થિર થયો હતો. આ ઘટનાના અનેક યાત્રાળુઓ સાક્ષી બન્યા હતા. ઘણીવાર રાત્રીના સમયે આ જિનાલયમાં દિવ્ય ઘંટનાદ સંભળાય છે. ભૂતકાળમાં અહીં એકવા૨ કેસરની વૃષ્ટિ થઈ હતી. આથી આ સ્થાનની પ્રભાવક્તાનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી. અજાહરા ગામની બહાર દાડમના વૃક્ષ જેવા વિશિષ્ટ પ્રકારના વૃક્ષો ખૂબ જોવા મળે છે. આ વૃક્ષોનાં પાંદડાં ક્યારેય કરમાતા નથી તેમજ અનેક રોગોમાં આ પર્ણનો ઉપયોગ કરાતો હોય છે. શ્રી અજાહરા પાર્શ્વનાથજીની પ્રતિમાના સ્નાનજળથી અનેકના અસાધ્ય શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૧૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ Brew Cisaris Re રોગો મટ્યાનું સંભળાય છે. શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થના મૂળનાયક તરીકે બિરાજતી આ પ્રતિમાજી કેશરવર્ણી અને વેળુ માંથી નિર્મિત થઈ છે. સપ્તફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૪૬ સે.મી. ની છે. આ પ્રતિમાજી અત્યંત દિવ્ય અને પ્રભાવશાળી છે. 50. આ તીર્થનો ઈતિહાસ ગૌરવવંતો છે. 1 પ્રાચીન કાળમાં અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન હતું. તેમાં પુરંદર, કીર્તિધર, સુકોશલ, નઘુષ વગેરે મહા પ્રતાપી રાજવીઓ થયા. નઘુષ મહારાજાની રાણી પવિત્ર સતી હતી. જેની રાજ્ય પરંપરામાં ચોવીસમા રાજા કુકુસ્થ થયો. આ રાજાને રધુ નામનો પુત્ર હતો. રઘુ રાજાને અજયપાળ અર્થાત અનરણ્ય નામનો પુત્ર હતો. અજયપાળે રાજ્યની પૂરાં સંભાળ્યા પછી સાકેતપુરને પોતાની રાજધાની બનાવી. 永 મહારાજા અજયપાળ પરમ જિનભક્ત હતો. તે એકવાર શ્રી શત્રુંજય ગિરિવરની યાત્રાએ નીકળ્યો. દીવ બંદર આવતાં તેના દેહમાં ન સમજી શકાય તેવી અસહ્ય પીડા ઉત્પન્ન થઈ. તે રાજા અસહ્ય પીડાને કારણે થોડો સમય ત્યાં રોકાઈ ગયા. ૐ આ સમય દરમ્યાન સાગરમાં એક ચમત્કારિક ઘટના બની. રત્નસાર નામના સાર્થવાહના વહાણો સમુદ્રના તોફાનોમાં અટકી પડ્યાં. પરિસ્થિતિ ભયંકર હતી. NUKIR ૨ સાર્થવાહ રત્નસાર ભારે ભયભીત બન્યો અને જીવ બચાવવા અર્થે તેણે પરમાત્માનું અપૂર્વ શ્રધ્ધા સાથે ધ્યાન ધર્યું. તેની શ્રધ્ધા અને ભક્તિના કારણે આકાશવાણી સંભળાઈ. આકાશવાણીના સંકેતથી રત્નસાર સાર્થવાહે તે સ્થાનમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલી દિવ્યતાના તેજ પાથરતી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીની માહિતી મેળવી. 1. રત્નસારને વધુમાં જાણવા મળ્યું કે આ પ્રતિમાજી અતિ પ્રાચીન અને સર્વનું શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૧૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કરનારી છે. નાગરાજ ધરણેન્દ્રએ આ પ્રતિમાજીની સાત લાખ વર્ષ સુધી પૂજા કરી છે. કુબેર દેવતાએ ૬00 વર્ષ અને વરુણદેવે સાત લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીની સેવા-પૂજા અને ભક્તિ કરી છે. આ મનોહારી, દિવ્ય અને પ્રભાવક પ્રતિમાજી મેળવીને દીવ બંદરે રહેલા મહારાજા અજયપાળને સોંપવી. ગ શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાની વાત સાંભળીને તેને મેળવવા સાર્થવાહ રત્નસાર ઉત્સુક બન્યો. તેણે દૈવી સહાયથી આ પ્રતિમાજી સાગરમાંથી પ્રાપ્ત કરી લીધી. અને પ્રતિમાજીના પ્રાગટ્યની સાથે જ તોફાને ચડેલો સમુદ્ર ધીર, ગંભીર અને શાંત બની ગયો. પછી છે સાર્થવાહ રત્નસારે તરત જ પોતાના વહાણોને દીવ બંદરે લાંગર્યા અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી મહારાજા અજયપાલના હાથમાં સોંપી. રત્નસારે અથથી ઈતિ સુધીની વાત પણ કરી. મહારાજા અજયપાળ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી ધન્ય બની ઉઠ્યો. તેણે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો અને તેણે પરમાત્માનું સ્નાત્ર જળ પોતાના અંગ પર લગાડતાં તમામ વ્યાધિ નષ્ટ થઈ ગઈ. | આ પ્રતિમાના દિવ્ય પ્રભાવથી મહારાજા અજયપાળે અજયનગર નામનું શહેર વસાવ્યું. આ નગરની મધ્યમાં ભવ્ય જિનાલય બંધાવીને આ દિવ્ય પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરી. રાજા નિયમિત ત્રિકાળ સેવા-પૂજા કરવા લાગ્યો. તેથી તેની સમૃધ્ધિ અને યશ-કીર્તિમાં વધારો થયો. લગભગ છમાસ પર્યત ત્યાં રહ્યો, તે દરમિયાન તેણે શ્રી સિધ્ધગિરિની યાત્રા અનેરા ભાવ સાથે કરી. મહારાજા અજયપાળે શ્રી પાર્શ્વ પ્રભુ જિનાલયને દસ ગામ સહિત અજયનગર સમર્પિત શ્રી અજાહરા પાર્શ્વનાથથી જગ પ્રસિધ્ધ થયા. અહીં વિક્રમ સંવત ૧૦૩૪ના લેખવાળો ઘંટ તથા ૧૪માં સૈકાના કેટલાક શિલાલેખો આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે. આચાર્ય ભગવંત શ્રી ઉદયપ્રભસૂરિજીના શિષ્ય આ.ભ.શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના હસ્તે વિ. સં. ૧૩૨૩માં પ્રતિષ્ઠિત થયેલી કાઉસગ્ન અવસ્થાની કેટલીક પ્રતિમાજીઓ અહીંની જમીનમાંથી મળી આવી છે. શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૧૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ અહીં સંવત ૧૩૪૩ મહાવદ-૨ ના દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. સંવત ૧૬૬૭માં આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉના નિવાસી કુંવરજી જીવરાજ દોશીએ આ તીર્થનો ચૌદમો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. અજયપાળ' નામના ચોરાથી ઓળખાતી જગ્યા પર ખોદકામ કરતાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો મળ્યા છે. જે નગરીની સમૃધ્ધિ અને ભવ્યતાનો સુંદર પરિચય આપે છે. - આજે તો અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ જિનાલય સિવાય વિશેષ કશું નથી. અહીંનું શિખરબંધી જિનાલય અત્યંત મનમોહક અને દર્શનીય છે. અહીં યાત્રાળુઓ ની અવર-જવર ખૂબ રહે છે. વર્ષે હજારો યાત્રાળુઓ આવતાં જતાં રહે છે. ચૌદમા સૈકામાં આચાર્ય ભગવંત શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે પોતાની રચનામાં શ્રી અજાહરાના પાર્શ્વનાથને ‘નવનિધિ” નામથી ઓળખાવ્યા છે. અનેક જૈનાચાર્યો, કવિઓએ આ તીર્થના યશોગાન ગાયાં છે અને તીર્થની પ્રભાવકતાનો પરિચય શબ્દો દ્વારા આપ્યો છે. સંપર્ક : શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ. અજાહરા, પોસ્ટ-દેલવાડા (જી. જૂનગઢ) સૌરાષ્ટ્ર. વ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર | મહાપ્રાસાદમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થમાં દર વર્ષે હજારો યાત્રિકોની અવર જવર રહે છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોના યાત્રિકો દર પુનમે શ્રી શંખેશ્વર દાદાની સેવાપૂજા, દર્શન વંદન અર્થે આવે છે ત્યારે આ તીર્થના દર્શનનો પણ લાભ મેળવે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતી આવેલ છે તેમાંની બારમી દેરીમાં દર્શનીય શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. પરિકરથી પરિવૃત આ પ્રતિમાજી સપ્તફણાથી ૧૧૮ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ Page #143 -------------------------------------------------------------------------- ________________ વિભૂષિત છે. દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર ડીસામાં રહેતા ચંપકલાલના પરિવારમાં ધમાલ મચી ગઈ... આખો પરિવાર ચિંતામાં પડી ગયો. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું : ચંપકલાલને પેરેલીસીસનો હૂમલો થયો છે... દવાઓ, કરવી પડશે, સારૂં થશે કે નહિ તેની કોઈ ખાત્રી ન આપી શકાય.' ચંપકલાલ સાંઈઠ વર્ષના હતા. તેઓ ધર્મ પ્રત્યે ભારે આસ્થા રાખનારા હતા. દરરોજ સવારે નજીકના જિનાલયમાં સેવા પૂજા કરવા જતાં. ભાવભરી શ્રી જિનભક્તિ કરતાં. સાંજે સામાયિક કરતાં. બન્ને સમય ભોજન કરતાં પણ સાત્વિક ખોરાક લેતા હતા. તેમણે દુકાને જવાનું તો છેલ્લા બે વર્ષથી છોડી દીધું હતું. તેના બન્ને પુત્રો રમેશ અને પ્રફુલ ધંધો સંભાળતા હતા. ધંધામાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો પિતાની સલાહ લેતા હતા. બન્ને પુત્રો પણ વિવેકી અને વિનયી હતા. માતાપિતાની આમન્યા રાખતા હતા. બન્નેની પત્નીઓ રસીલા અને કૌમુદિની પણ સંસ્કારી પરિવારની હોવાથી ઘરમાં કજીયા કંકાસ જેવું નહોતું. બન્નેએ સાસુ રમાબેનને ઘરની જવાબદારીથી મુક્ત કરી દીધા હતા. રમાબેન પણ દરરોજ સેવા પૂજા કરવા જતા હતા. આખો દિવસ ધર્મધ્યાનમાં પસાર કરતાં હતા. - આજે ચંપકલાલને પેરેલીસીસનો એટેક આવતા રમાબેન સહિત પરિવારના દરેક સભ્યો ચિંતિત બની ગયા હતા. રમેશે કહ્યું : “આપણે પિતાજીને અમદાવાદ લઈ જઈએ ત્યાં સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવીએ... રમાબેને કહ્યું: ‘બે દિવસ અહીંના ડોક્ટરની દવા કરી જોઈએ જો ફરક ન પડે તો અમદાવાદ જઈશું.' રમેશે હ્યું : “મમ્મી, આ પેરેલીસીસનો એટેક છે બે દિવસમાં ફરક ન પડે.. અમદાવાદમાં કોઈ સારા ડોક્ટરોને બતાવીશું તો જલ્દી સુધારો થશે...' ત્યાં ચંપકલાલ થોથવાતાં થોથવાતા બોલ્યા : “૨મેશ, મને અમદાવાદ નહિ પરંતુ શંખેશ્વર લઈજા... ત્યાં મારૂં ઔષધ છે. શંખેશ્વર બે દિવસ રોકાઈને Sી શ્રી અજાહરજી પાર્શ્વનાથ ૧૧૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ પછી આપણે તું કહે છે તેમ અમદાવાદ જઈશું ચંપકલાલના ઉચ્ચારો સંપૂર્ણપણે અસ્પષ્ટ હતા. પુત્રોએ વારંવાર પૂછીને આખી વાત સમજી હતી. પ્રફુલ કહે : “મમ્મી, પિતાજીની ઈચ્છા શંખેશ્વર જવાની છે તો અહીંથી ટેક્સીમાં શંખેશ્વર જવું ઉચિત છે...' બાદ રોકડ રમેશે પણ હામાં સૂર પૂરાવ્યો શંખેશ્વર જવામાં રમાબેને પણ વિરોધ ન નોંધાવ્યો. બે દિવસ પછી ડોક્ટરની પરવાનગી લઈને રમેશ, તેની પત્ની રસીલા તથા રમાબેન સૌ ચંપકલાલ શંખેશ્વર જવા ટેક્સીમાં બેસીને રવાના થયા. માર્ગમાં એક-બે જગ્યાએ રોકાઈને સાંજે શંખેશ્વર પહોંચી ગયા. ( ચંપકલાલ જ્યારે શંખેશ્વર આવતા ત્યારે તેમનો ઉતારો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં રહેતો હતો. ચંપકલાલને કાર્યાલયનો મુનિમ પણ ઓળખતો હતો. ચંપકલાલ વર્ષમાં પાંચ-છ વાર શંખેશ્વર આવતા હતા. તેઓને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાદાસાદના જિનાલયમાં ફરતી ભમતીના બારમી દેરીમાં બિરાજમાન શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતા. તેઓ જ્યારે શંખેશ્વર આવે ત્યારે શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અવશ્ય કરતાં. તેઓ જ્યારે ડીસાથી નીકળ્યા ત્યારે મનમાં સંકલ્પ કર્યો હતો કે શંખેશ્વર જઈને શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરીશ ત્યારે જ સંતોષ થશે. તેમના દર્શન કરીશ પછી જ શાંતિ થશે. તેમણે વિચાર્યું કે શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યા પછી ભલે મોત આવે... કોઈ ડર નથી...! દાદાના દર્શન કરી લઉં એટલે બસ....! શંખેશ્વર પહોંચ્યા પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ચંપકલાલનો પરિવાર બે રૂમમાં ઉતર્યો. ચંપકલાલ શ્રમિત થયા હતા એટલે તેમને જાળવીને રમેશ તથા રમાબેને પલંગ પર સુવડાવી દીધા. ( શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૨૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ભોજનશાળામાં ૨મેશ તપાસ કરી આવ્યો તો જલ્દી આવી જવાનું કહ્યું. આથી રમેશ, રસીલા પહેલા જમી આવ્યા. રમાબેન ચંપકલાલની પાસે બેઠાં હતા. રમેશ અને રસીલા જમીને પાછા ફર્યા પછી રમાબેન જમવા ગયા. ચંપકલાલે માત્ર દૂધ લીધું હતું. સૌ જિનાલયે દર્શનાદિ કરવા માટે ગચા. ચંપકલાલે એક કલાકના વિરામ બાદ કહ્યું : ‘મને જિનાલયે લઈ જાઓ...' IST=PL ચંપકલાલને ચાલવામાં ભારે મુશ્કેલી પડતી હતી. રમેશના ખભા પર હાથ રાખીને ચંપકલાલ જિનાલયમાં આવ્યા. AM મૂળનાયકના દર્શન કર્યા પછી રમેશ પોતાના પિતાને શ્રી અજાહરાજી પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે લઈ ગયો. fée girs fr ચંપકલાલ નીચે બેસી શકે તેમ નહોતા આથી એક ખુરશી પર બેસાડવામાં આવ્યા. ચંપકલાલ શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને ભાવવિભોર બની ગયા. તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ અસ્પષ્ટ શબ્દોમાં સ્તવન ગાવા લાગ્યા... આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. ચંપકલાલ કહેતા હતા કે હે પ્રભુ, હું તારૂં જ શરણું માગું છું. મારે કોઈ અભિપ્સા નથી, કોઈ કામના નથી.’ Bopp લગભગ એક કલાક સુધી ચંપકલાલ ત્યાં બેસી રહ્યાં અને કલાક સુધી ભક્તિમાં ભાવ વિભોર થઈને આંસુ સારતા રહ્યાં... Toupe રમેશ અને રમાબેન તે પછી ચંપકલાલને ટેકો આપીને ધર્મશાળામાં લઈ ગયા. ચંપકલાલને પથારીમાં સુવડાવ્યા. શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૨૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ આખીરાત પસાર થઈ ગઈ. ચંપકલાલના અંતરમન પર શ્રી અજાહરા પાર્શ્વનાથની પ્રતિમાજી જ તરવરતાં હતા. સવાર પડ્યું. આ...શું... ? ચંપકલાલ પથારીમાંથી જાતે ઊભા થયા અને પોતાની પત્નીને ઊઠાડી...તેના શબ્દો સ્પષ્ટ હતા. ..જાણે કંઈ થયું જ નથી તેવા ચંપકલાલ લાગતા હતા. રમાબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો... ૨માબેન તરત જ રમેશ અને રસીલાને બોલાવવા ગયા. રમાબેનની આંખો માંથી હર્ષાશ્રુ વહી રહ્યાં હતા. ૨માબેને રમેશને ઉઠાડીને કહ્યું : ‘બેટા, શ્રી અજાહરા પાર્શ્વપ્રભુની ભક્તિનો ચમત્કાર...! તારા પિતાજી સાજા નરવાં થઈ ગયા છે...!' આમ બોલતાં બોલતાં ૨માબેનને ગળે ડુમો ભરાઈ આવ્યો. રમેશ અને રસીલા તરત જ ચંપકલાલ પાસે આવ્યા અને શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનું પરિણામ જોઈને આશ્ચર્ય પામી ઉઠ્યા. રમેશ પિતાજીને વળગી પડ્યો. રમેશ અને રસીલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા... ચંપકલાલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. રમેશે ડીસા ફોન કરીને બધી વાત જણાવી તો પ્રફુલ પણ આનંદ વિભોર બની ગયો. ચંપકલાલ વગેરે બે દિવસ રોકાઈને ડીસા પરત ફર્યા. : ત્યાંના ડોક્ટરને પણ ભારે નવાઈ લાગી હતી. ૧૨૨ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ Page #147 -------------------------------------------------------------------------- ________________ wiele choisia file મંત્ર આરાધના ૐૐ હ્રીં શ્રીઁ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ । (P) આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. સવારે એક જ જગ્યાએ મન સ્થિર રાખીને મંત્ર આરાધન કરવું. સામે શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. SPIRI ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ અજાહરા પાર્શ્વનાથાય નમઃ । દ૨૨ોજ આ મંત્રની એક બાંધી માળા કરવી. ધૂપ-દીપ અખંડ રાખવા. જાપથી દરેક કાર્યોમાં સફળતા મળે. ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રના જાપ આરોગ્ય સુખાકારી માટે સર્વોત્તમ છે. દ૨૨ોજ એક માળા તો અવશ્ય કરવી. જો સમય રહેતો ૧૧ માળા કરવી જોઈએ. ખૂબજ લાભદાયી ફળ આપે છે. : Rius: શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન પંચતીર્થ પેઢી મુ. અજાહરા તા. ઉના જી જુનાગઢ (સૌરાષ્ટ્ર) ફોન : (૦૨૮૭૫) ૨૨૨૨૩૩ શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૨૩ Sus Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધરણેન્દજી પાર્શ્વનાથ મહાપ્રભાવક શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ઈડરથી કેસરીયાજી (રાજસ્થાન) જતાં, અરવલ્લીની પહાડીઓમાં ધમાસાની નેળ ખાતે આવેલું છે. મોગલ શહેનશાહ અકબરના સમયમાં મહારાણા પ્રતાપ મારવાડનો વીર, પ્રતાપી અને શુરવીર રાજવી હતો. બાદશાહ અકબરના સૈન્ય સાથે તેણે ટક્કર ઝીલી હતી. એકવાર તે ભારે વિપદ પરિસ્થિતિમાં સપડાયો હતો. બાદશાહ અકબરના વિશાળ સૈન્ય સામે તેનું સૈન્ય ટકી શકયું નહોતું ત્યારે રાણા પ્રતાપની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. એ સમયે આચાર્ય ભગવંત પૂ. લક્ષ્મીસાગરસૂરિજી મહારાજ માર્ગ માંથી પસાર થતાં હતા. મહારાણા પ્રતાપ નિઃસહાય દશામાં બિરાજમાન હતા. આચાર્ય ભગવંતે રાણા પ્રતાપને ઉપદેશ આપ્યો. અને પ્રેરણા આપી કે “રાણા, તમે ધમાસાની નેળમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરો. તમને સહાય મળી જશે. આમ નિઃસહાય દશામાં બેસી રહેવું ઉચિત નથી. ત્યારે રાણા પ્રતાપે કહ્યું: ‘ગુરૂ ભગવંત, હું સાવ નિઃસહાય પરિસ્થિતિમાં મૂકાયો છું. મારી પાસે ધન રહ્યું નથી. મારું સૈન્ય વેર વિખેર થઈ ગયું છે.” રાણા, તમે જરાય મુંઝાશો નહિ...મેં કહ્યું તેમ તમે ત્રણ દિવસ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરો. જરૂર સહાય મળી જશે. અને રાણા પ્રતાપે ત્રણ દિવસ સુધી શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની હૃદયના સાચા ભાવ અને ભક્તિ સાથે આરાધના કરી. રાણા પ્રતાપ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે આઠથી દસ વાર ભાવવિભોર થઈને રડી પડ્યા હતા. જ્યારે ચોથે દિવસે રાણા પ્રતાપ જાગૃત બને છે ત્યાં દાનવીર ભામાશા આવ્યા અને ધનના થેલાં લઈ આવ્યા. દાનવીર ભામાશા પોતાની સમગ્ર સંપત્તિ મારવાડના સપૂત, મારવાડના સિંહ રાણા પ્રતાપના ચરણોમાં ધરી દે છે અને દેશની ધરતી માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. ત્યારબાદ રાણા પ્રતાપ ફરીને મા ભોમની રક્ષા કરવા સજ્જ થઈ જાય છે. દાનવીર ભામાશાએ પણ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી હોવાનું જાણવા શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ ૧૨૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ મળે છે. આમ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની રાણા પ્રતાપે સાચા હૃદયથી ભક્તિ કરી ત્યારે આકસ્મિક મદદ મળી ગઈ. દાનવીર ભામાશાએ ભરપૂર મદદ કરેલી. આ પ્રમાણેનો ઈતિહાસ જાણીતો છે. શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુની જ્યાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. તે અત્યંત પ્રાચીન અને અલૌકિક છે. આ પ્રતિમાજીની નીચેથી પાણી ઝરે છે અને આ પ્રતિમાજીના દર્શનાર્થે જેટલા યાત્રિકો આવવાના હોય તેટલો જ કુંડ ભરાય છે. આ તીર્થ અજ્ઞાત છે પરંતુ અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. નાગરાજ ધરણેન્દ્રની કથા, વારાણસી નગરીના રાજ ભવનમાં શ્રી પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થતા હતા. એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરૂખે બેસીને કાશી નગરના રાજમાર્ગને જોઈ રહ્યાં હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય થયું કે રાજમાર્ગ પરથી લોકોના ટોળે ટોળાં ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે ? પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને પૂછયું : આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે ?' ‘કુમારશ્રી, આજે કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું નથી. “તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે? પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો. “અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે.” સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો. પેલો એટલે કયો જોગી ?” પાર્શ્વકુમારને વધારે જાણવાની ઈચ્છા થઈ. કૃપાળુ, કમઠ નામનો એક જટાધારી જોગી કેટલાક દિવસથી આપણા | - ૧૨૫ શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ Page #150 -------------------------------------------------------------------------- ________________ નગર બહાર આવેલો છે. તે મોટો તપસ્વી છે. અને ચમત્કારી પણ છે. તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે.’ સેવકે જોગીની ઓળખાણ આપી. ‘એ જોગી ચમત્કારી છે એમ તે શી રીતે જાણ્યું ?' પાર્શ્વકુમારે ફરીને પ્રશ્ન કર્યો. ‘કૃપાળુ, મેં પોતે તો કોઈ ચમત્કાર જોયો નથી પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કાર કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારના સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઈચ્છા પણ પરિપૂર્ણ કરી છે. સંતાનવિહીનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા છે. ‘ત્યારે તો ‘કલ્પવૃક્ષ’ પોતેજ સામે ચાલીને અહીં આવ્યું છે એમ જ ને...!' પાર્શ્વકુમારે જરા સ્મિત ફરકાવીને કહ્યું. ‘હા...મહારાજ, લોકો તો એવીજ ભ્રમણામાં છે.’ ‘ત્યારે તો આપણે તે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.' આમ કહીને પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા. ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો. પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંદરના ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો તેથી કરૂણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા : ‘ઓહ...’ આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી, તે તપ જ નથી. દયા વિનાનો ધર્મ પણ કેવો...! ત્યારે કમઠે કહ્યું : ‘રાજ પુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...’ કમઠની વાણીમાં ગર્વનો નશો હતો. કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પાર્શ્વકુમારે પોતાના સેવકોને આજ્ઞા કરી : ‘આ કુંડ માંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય. ' શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ ૧૨૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ તે તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યુ. કાઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચખાણ અપાવ્યાં. તે સમાધિવાળા નામે પણ પાર્શ્વકુમારની કૃપાદૃષ્ટિથી સિંચાતા શુધ્ધ બુધ્ધિએ તે નવકાર સાંભળ્યો અને પચ્ચખાણ ગ્રહણ કર્યા. એ પછી તરત જ આયુષ્ય પૂર્ણ થવાથી નવકારમંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વ પ્રભુના દર્શનથી તે સર્પ મૃત્યુ પામીને નાગધરણ નામે નાગરાજ થયો. ત્યાં ઊભેલા નગરજનો આ ઘટનાથી આવાક બની ગયા અને અરસ પરસ બોલવા લાગ્યા : પાર્શ્વકુમારના જ્ઞાન અને વિવેક અસાધરણ છે. લોકો તરત જ પોતાના સ્થાને જવા વિદાય થયા. - આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ આદર્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન ક્યાંથી હોય? અનુક્રમે કમઠતાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી દેવતા થયો. કેટલોક કાળ પસાર થયા પછી પોષ વદી અગિયારસના દિવસે શ્રી પાર્શ્વ પ્રભુએ અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. આ પાર્શ્વનાથ પ્રભુને તરતજ મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રકારનું જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન્ન થાય છે. બીજે દિવસે કોષ્ટક નામના ગામમાં ધન્ય નામના ગૃહસ્થને ઘેર પ્રભુએ પારણું કર્યું. ત્યારબાદ ગામ, નગરમાં પ્રભુ પાર્શ્વનાથ છહ્યસ્થપણે વિહાર કરવા લાગ્યા. ( શ્રી પાર્શ્વ પ્રભુએ સમભાવની સાધના કરવા માટે મોટાભાગે કાયોત્સર્ગમાં રહેવાનું પસંદ કર્યું. તે કાયોત્સર્ગ એટલે દેહભાવનાનો ત્યાગ અને આત્મ સ્વરૂપમાં રમણતા. એ વતે શરીર સ્થિર હોય, વાણી શાંત હોય અને મનની તમામ વૃત્તિઓ ધ્યાનરૂપી ૧૨૭ શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ Page #152 -------------------------------------------------------------------------- ________________ ખીલે બંધાણી હોય. ધ્યાન જેમ આગળ વધતું જાય, તેમ રાગ અને દ્વેષનું પ્રમાણ ઘટતું જાય. એમ કરતાં જ્યારે તે બંનેનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે સમભાવની સિધ્ધિ થાય. એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ફરતાં ફરતાં કોઈ તાપસના આશ્રમ પાસે પહોંચ્યા. તે વખતે સંધ્યાકાળ થઈ ગયો હતો. એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે, વડના વૃક્ષ નીચે ઊભા રહીને કાયોત્સર્ગની મુદ્રામાં સ્થિત થયા. એ રાત્રિએ તેમને અનેક જાતના ઉપદ્રવો થયા. પરંતુ મહાસત્વશાળી અને દૃઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રિએ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું. છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટયું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો, પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી. છતાંયે તેઓ ધ્યાનમાં પરમ મગ્ન જ રહ્યાં. કુદરત જાણે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું હતું. અને.. .જળનો પ્રવાહ શ્રી પાર્શ્વ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો, પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરાપણ ડગ્યા નહિ કે કંપ્યા નહિ. ઓહ...! શું એમની અડગતા...! શું તેમની અપૂર્વ સાધના......! અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો, પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી. આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે અરે..! પેલો બાળ તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે... અને તત્કાળ પોતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર પૂરા વેગથી પ્રભુ પાસે આવ્યો. શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ ૧૨૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ધરણેન્દ્રએ તરતજ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવા વાળું એ સુવર્ણકમળ વિકવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાતફણા વડે પ્રભુને માથે છત્ર કર્યું. ના જળની ઊંચાઈ જેવડાં લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત - નૃત્ય કરવા લાગી.. આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ સમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાલી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો. ન ધેષ, ન ક્રોધ, ન વૈર, ન સ્નેહ, ન ઉમંગ કે ન કોઈ જાતનો ઉમળકો. પ્રભુતો ધ્યાન મુદ્રામાં સ્થિર બન્યા હતા. આ સમયે નાગરાજ ધરણેન્દ્રથી ન રહેવાયું. નાગરાજે ક્રોધિત સ્વરે કહ્યું : અરે...! તું આ શું કરી રહ્યો છે ? હું એ મહા કૃપાળુનો શિષ્ય છું પણ હવે હું સહન કરી શકીશ નહિ. યાદ કર...તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતાં સર્પને બચાવીને તને પાપમાંથી બચાવ્યો હતો. એથી એમણે તારો શું અપરાધ કર્યો છે? તે પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈને જે કાર્યારંભ કરેલ છે તે અટકાવી દે નહિતર તું રહી શકીશ નહિ..' નાગરાજ ધરણેન્દ્રના શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચી દૃષ્ટિ કરીને જોયું તો નાગેન્દ્ર સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને જોયા. મેઘમાળીને પોતાનો પરાજય દેખાયો. મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરુણા નિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી... પરંતુ મને તો આ ધરણેન્દ્ર નો ભય લાગે છે શું કરું? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઉગરી શકીશ. અને મારું હિત એમાં જ સમાયેલું છે. ' આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભર્યા વંદન કરીને બોલ્યો: “પ્રભુ, આપતો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા ૧૨૯ શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ Page #154 -------------------------------------------------------------------------- ________________ વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો. ક્ષમા આપો...મારી રક્ષા કરો...” આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાતાપ કરતો પોતાના સ્થાને ગયો. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા. [ આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ જ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં ૧૩મી દેરી શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તેરમી દેરીમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ શ્યામવર્ણની છે. સપ્તફણાથી અલંકૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી અત્યંત ચમત્કારિક અને અલૌકિક છે. પરિકરથી પરિવૃત છે. ( મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં ધરણેન્દ્ર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધરણેન્દ્ર પાર્શ્વનાથાય નમઃ | (૨) | શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ ૧૩૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ (૩) આપ ઇટ એક મિ ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ધરણેન્દ્ર પાર્શ્વનાથાય નમઃ । સામા ઉપરોક્ત ત્રણેય મંત્રો માંથી કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય કરવી. મંત્રના જાપ વહેલી સવારે નિર્ધારિત સમયે અને નિશ્ચિત આસને બેસીને કરવા. વસ્ત્રો સ્વચ્છ અને શુધ્ધ ધારણ કરવા. ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. સાધકની સર્વ મનોકામના પૂર્ણ કરનારા છે. << YL JA Things માનવીન : 2145: શ્રી રાણપુર જૈન તીર્થ શ્રી ધરણેન્દ્ર પાર્શ્વનાથ ભગવાન શેઠ. અણંદજી કલ્યાણજી ટ્રસ્ટ મુ.પો. રાણકપુર. જી. : પાલી રાજસ્થાન : ૩૦૬૬૦૨ poke Il-karls Taping fresc F ****B/ ૧૩૧ || 1 ] [5 FRICA પીરિ ૩૩ નવી 陳庭 શ્રી ધરણેન્દ્રજી પાર્શ્વનાથ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલિડજી પાર્શ્વનાથ અમદાવાદથી ૨૬ કિલોમીટર અને ધોળકાથી બે કિલોમીટરના અંતરે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈનતીર્થ આવેલું છે. આજે આ નૂતન તીર્થનો મહિમા દિન - પ્રતિદિન વધતો ગયો છે. અહીં વિશાળ ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા વગેરે આવેલાં છે. તથા આ જિનાલયમાં શ્રી આદિનાથ પ્રભુ તથા શ્રી શીતલનાથ પ્રભુજીની પ્રાચીન અને દર્શનીય પ્રતિમાજીઓ છે. અહીં શત્રુજ્ય ગિરિવરની રચના કરવામાં આવી છે. અહીં દર્શનાર્થે આવતાં યાત્રિકો મીની શત્રુંજય યાત્રાનો લાભ લેવાનું ચૂકતા નથી. આ તીર્થની સામેજ ખરતર ગચ્છની દાદાવાડી આવેલ છે. ધોળકા ગામમાં અન્ય ત્રણ પ્રાચીન જિનાલયો દર્શનીય છે. માતર. ખેડા. ખંભાત, સોજીત્રા વગેરે તીર્થો અહીંથી નજીકમાં જ છે. માતર તીર્થની પંચતીર્થમાં ધોળકા ગણવામાં આવે છે. ભીલડિયાજી તીર્થ, સુરતમાં અષ્ટાપદજીનું જિનાલય, પાટણમાં ઢંઢેરવાડામાં, અમદાવાદ – ખાનપુરમાં, સાંતાક્રુઝ (મુંબઈ), કપડવંજ, જેસલમેર, ભરૂચ, કુંભોજગિરિ તળેટીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીના જિનાલયો | શ્રી શત્રુંજય તીર્થ ઉપર જયાં જૂનો અને નવો માર્ગ અલગ પડે છે ત્યાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાંની દેરી છે. જીરાવલા તીર્થ, વાલકેશ્વર-મુંબઈ, અમદાવાદ હઠીભાઈની વાડી તથા ચોમુખજીની પોળ વગેરેમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની મનોહારી પ્રતિમાજીઓ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતીની ૧૪મી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. ધોળકામાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી શ્વેત પાષાણમાં, પદ્માસનસ્થ મુદ્રામાં, નવફણાથી યુક્ત બિરાજમાન છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવનકાળ દરમ્યાન ત્રણ તીર્થોની રચના થઈ હતી. શ્રી લિફ્રેંડજી પાર્શ્વનાથ ૧૩૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થની સ્થાપના પાછળ શ્રી પાર્શ્વ પ્રભુના જીવનનો દિવ્ય પ્રસંગ સમાવિષ્ટ છે. અંગદેશની રાજધાની ચંપાનગરીની બાજુમાં કાદંબરી નામનો વન્ય પ્રદેશ હતો. આ વન્ય પ્રદેશમાં કલિનામનો પર્વત હતો. કલિપર્વતની સુમનોહર તળેટીમાં શ્રી પાર્શ્વ પ્રભુ કાઉસગ્ગ ધ્યાને સાધનામાં મગ્ન બન્યા હતા. પશુ-પંખીઓ મુક્તમને વિહરી રહ્યાં હતા. વાતાવરણમાં પવિત્રતાની સૌરભ ભરી હતી. એ વખતે મહીધર નામના હાથીને પ્રભુના દર્શન માત્ર થવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. મહીધર હાથીના હરખનો પાર ન રહ્યો. તે પ્રભુની પૂજા કરવા અર્થે કુંડ નામના સરોવર માંથી કમળો લઈ આવ્યો. કુંડ સરોવરમાંથી લાવેલા કમળો દ્વારા અનેરા ભાવ સાથે શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મહીધર હાથી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો. બીજે દિવસે અંગદેશનો રાજા કરકંડુ શ્રી પાર્શ્વ પ્રભુના દર્શનાર્થે કલિપર્વતની તળેટી પાસે આવ્યો ત્યારે પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા હતા. રાજા હાથીને પ્રાપ્ત થયેલા સૌભાગ્યની અનુમોદના કરવા લાગ્યો અને પોતાના ભાગ્ય પર વિષાદ કરવા લાગ્યો. કલિપર્વતની તળેટી પર રાજા કરકુંડું વિષાદભર્યા મુખે બેસી રહ્યો. તેની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં હતા. રાજા ક૨ેકંડું મનોમન બોલતા હતા : ‘હે પ્રભુ, હું આપના દર્શનથી અલિપ્ત રહ્યો...! એમાં મારા ભાગ્યનો જ દોષ છે...' રાજા ક૨ેકંડુ પ્રભુની ભક્તિ કરતો બેસી રહ્યો હતો. તે ભાવ વિભોર બનીને આંસુ સારી રહ્યો હતો. એ વખતે દેવોએ રાજા કરકંડુની પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિ નિહાળીને નવ હાથની પરમ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિનું નિર્માણ કર્યુ. પોતાની સામે દેવોએ નિર્મિત કરેલી પ્રભુજીની પ્રતિમા નિહાળીને રાજા કરકંડુ અત્યંત હર્ષ પામ્યો. મહારાજા ક૨કંડુએ તત્કાળ ત્યાં ભવ્ય જિનાલય બંધાવ્યું. મહારાજા ક૨ેકંડુ શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ ૧૩૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ દરરોજ પ્રભુની સેવા-પૂજા શ્રધ્ધાભાવ સાથે કરવા લાગ્યો. આમ આ તીર્થ ‘કલિકુંડ પાર્શ્વનાથ' ના નામથી પ્રસિધ્ધ થયું. આ તરફ મહીધર હાથીએ પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ દર્શાવીને પૂજા કરી હતી. તેના ફળ સ્વરૂપે તે મહર્થિક વ્યંતર થયો. તે કલિકુંડ તીર્થનો અધિષ્ઠાયક દેવ બનીને તીર્થનો મહિમા વિસ્તારવા લાગ્યો. તેની જ આ મૂળ તીર્થ આજે વિદ્યામાન નથી. પરંતુ ભારતભરમાં અનેક શહેરોમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની પ્રતિમાજીઓ જિનાલયોમાં પ્રતિષ્ઠિત છે. ધોળકામાં આવેલ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થ આજે ખૂબ પ્રકાશમાં આવેલ છે. હજારો યાત્રિકોની અવરજવર રહે છે. , ધોળકામાં ઉદયન મંત્રીના પુત્ર વાભર મંત્રીએ “ઉદયન વિહાર' નામનું જિનાલય બંધાવ્યું. તેમાં શ્રીવાદીદેવસૂરિજી મહારાજ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. મંત્રી વસ્તુપાળે અહીં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય અને બે ઉપાશ્રય બંધાવ્યા હતા. છે. માંડવગઢના મહામંત્રી પેથડ શાહે ચૌદમા સૈકામાં અહીં જિનાલય બંધાવ્યું હતું. ધોળકા ગામમાં ત્રણ પ્રાચીન જિનાલયો છે. શ્રી સુમતિનાથ જિનાલયમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજી મનોહારી છે. ભાલાપોળમાં શ્રી ઋષભદેવ જિનાલયના ભોંયરામાં ૨૨૦૦ વર્ષ પ્રાચીન શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે. થોડા વર્ષો પહેલા હાલ આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ અત્રે પધારતા અને ભોંયરામાં સ્થિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથના દર્શન કરતાં આહલાદક અનુભવ કરેલ, અને આ પ્રતિમાજીને પ્રકાશમાં લાવવા તેઓ કટિબધ્ધ થયા. તેમની મનોકામના સાકાર બની. ધોળકાથી ૨ કિ.મી. ના અંતરે “શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થના નિર્માણનું કાર્ય આરંભાયું. અને વિક્રમ સંવત ૨૦૩૮ના ફાગણ સુદ-૩ના દિવસે હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે આચાર્ય ભગવંત શ્રી કનકપ્રભસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે શ્રી લિકુંડજી પાર્શ્વનાથ ૧૩૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ આ નૂતન તીર્થની મંગલમય પ્રતિષ્ઠા થઈ. આ મહોત્સવ દરમ્યાન પં. રાજેન્દ્ર વિજયજી ગણિવરને આચાર્ય પદવીથી વિભૂષિત કરાયા હતા. આ પ્રસંગે આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ, આચાર્ય ભગવંત શ્રી ભુવનશેખરસૂરિજી મહારાજ તથા આચાર્ય ભગવંત શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મહારાજ આદિ ઉપસ્થિત રહ્યાં હતા. ધોળકામાં આવેલ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ તીર્થના વિકાસનું કાર્ય હજુ ચાલુ છે. ચોવીસ દેવકુલિકાઓથી આ જિનાલય ભવ્ય બન્યું છે. આચાર્ય ભગવંત શ્રી સિધ્ધસેનસૂરિશ્વરજી મહારાજે ‘તીર્થવંદના’ માં શ્રી કલિકુંડ તીર્થને વંદના કરી છે. એ સિવાય અનેક મહાન જૈનાચાર્યોએ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની મુક્તમને સ્તુતિ ગાઈ છે. મંગલ ભક્તિના સુરીલા ગાન ગાયા છે. સંપર્ક : શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ (શ્રી તેજપાળ વસ્તુપાળ જૈન ચેરિટી ટ્રસ્ટ) બાવળા - ખેડા રોડ, શ્રી કલિકુંડ તીર્થ, મુ.પો. ધોળકા, જી. અમદાવાદ, ગુજરાત. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ હજારો જૈન-જૈનેતરો માટે શ્રધ્ધાનું પરમ મંગલ સ્થાન બનેલું છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો શંખેશ્વર આવે ત્યારે આ તીર્થના દર્શન-વંદન, સેવા-પૂજા કરવાનો લાભ છોડતા નથી. ભક્તિવિહારના વિશાળ અને કલાત્મક કારીગીરીથી સમૃધ્ધ જિનાલયમાં ફરતી ભમતીની ચૌદમી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે. પદ્માસનસ્થ મુદ્રામાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયેલા છે તેમજ ફણાથી વિભૂષિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. ૧૩૫ શ્રી લિકુંડજી પાર્શ્વનાથ Page #160 -------------------------------------------------------------------------- ________________ મહિમા અપરંપાર રાજકોટમાં એક જૈનેતર પરિવારના આઠ વર્ષ બાળક સુમિતની તબિયત બરાબર રહેતી નહોતી. અવાર-નવાર નબળાઈ આવી જતી, ચક્કર આવી જતાં. રસ્તામાં ક્યારેક ચક્કરના કારણે પડી પણ જતો. શરૂઆતમાં તેના પરિવારે ખાસ કંઈ ગણકાર્યું નહિ. પરિવારના સભ્યો માનતા હતા કે કદાચ વધારે પડતો રમતિયાળ છે તેથી આમ બનતું હશે. એકવાર સુમિત સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એકાએક ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયો. વર્ગશિક્ષક અને કેટલાક મોટા વિદ્યાર્થીઓ તેને પ્રિન્સીપાલની ઓફિસમાં ઊંચકીને લઈ ગયા. પ્રિન્સીપાલે તરત જ નજીકના જીણીતા ડોક્ટરને બોલાવ્યા. બીજી તરફ સુમિતના ઘેર ફોન કરી દીધો. ડોક્ટર આવ્યા. સુમિતનું ચેકઅપ કર્યું. પછી કહ્યું : “આ બાળકના બધા જ ટેસ્ટ કરાવવા જરૂરી છે. મને લાગે છે કે કોઈ વિચિત્ર બીમારી છે. ટેસ્ટના રિપોર્ટ આવ્યા પછી જ તારણ નીકળી શકે.' ત્યાં તો સુમિતના મમ્મી-પપ્પા સ્કૂલે આવી ગયા. ડોક્ટરે સુમિતના પપ્પા રજનીભાઈને પૂછ્યું: ‘તમારા પુત્રના અગાઉ ટેસ્ટ કરાવ્યા છે. ?” ના...એને આવું તો અવાન-નવાર થઈ જાય છે. રમવાને લીધે અશક્તિ આવી જતી હોય તેમ માનીને અમે કંઈ ટેસ્ટ કરાવ્યા નથી.' રજનીભાઈ બોલ્યા. ‘તમે લોકો આવું માનીને આ કુમળા બાળકની જીંદગી પર રમી રહ્યાં છો... તમે આજેજ બધા ટેસ્ટ કરાવો અને મને આવતીકાલે બધા રિપોર્ટ બતાવી જાઓ.... અને બીજું એ કે હું આ બાળકની તપાસવાની કે સારવારની કોઈ પ્રકારની ફી લઈશ નહિ...તમે આળશ કરશો નહિ... આજેજ ટેસ્ટ કરી આવો... શેના શેના ટેસ્ટ કરાવવાના છે તેની વિગતવાળો આ કાગળ લેતાં જાઓ.’ આમ કહીને ડોક્ટરે એક ગુલાબી રંગનો કાગળ રજનીભાઈને આપ્યો. એ જ દિવસે રજનીભાઈ સુમિતની બીમારી અંગેના ટેસ્ટ માટે પેથોલોજીસ્ટ હ શ્રી લિડજી પાર્શ્વનાથ ( ૧૩૬: Page #161 -------------------------------------------------------------------------- ________________ પાસે ગયા. સુમિતના બ્લડ ટેસ્ટ, યુરીન ટેસ્ટ સહિતના વિવિધ ટેસ્ટ લેવામાં આવ્યા. બીજે દિવસે રીપોર્ટ આવી ગયો. રજનીભાઈ સુમિતના ટેસ્ટનો રિપોર્ટ લઈને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે રીપોર્ટ જોયો અને કહ્યું : “રજનીભાઈ, તમારા બાળકને હૃદયમાં નળી બ્લોક થઈ જાય છે તેના કારણે લોહીનું ભ્રમણ અટકી જાય છે. આના કારણે તેને ચક્કર આવતાં બેભાન થઈ જાય છે. તમે તાત્કાલિક કોઈ હોસ્પિટલમાં દાખલ કરી દો... ઓપરેશન કરાવવું પડશે. સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવે ?” રજનીભાઈ તો આ વાત સાંભળીને ગભરાઈ ગયા હતા. ‘લગભગ એકાદ લાખ જેવો ખર્ચ થઈ જાય....' ઓહ...અમારા જેવા નોકરીયાત પાસે એટલા પૈસા ક્યાંથી હોય...! બીજો કોઈ ઉપાય હોય તો જણાવો...” આનો બીજો કોઈ ઉપાય નથી. આ ઓપરેશન બને તેટલી વહેલી ત્વરાએ કરાવવું જરૂરી છે. નહિંતર મુશ્કેલી ઊભી થશે...' ‘ભલે...હું સાંજના આપની પાસે આવીશ...ઘરમાં વાત કરીને નક્કી કરી લઈએ... પછી આપ જે કહેશો તો હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરાવી લઈશું...' રજનીભાઈએ આટલું કહીને ડોક્ટર પાસેથી વિદાય લીધી. રજનીભાઈ ભારે ચિંતામગ્ન બની ગયા. તેમને ઓફિસે જવાનું મન ન થતું. તેણે ઓફિસમાં પોતાના સાહેબને ફોન કરીને “આજ નહિં આવી શકે તેમ જણાવી પણ દીધું. રજનીભાઈ ઘેર આવ્યા. રજનીભાઈની પત્ની સુમિત્રાએ પુછયું : “સુમિતના રીપોર્ટમાં કંઈ નથી .! ડોક્ટરે શું કહ્યું? મને હતું જ કે સુમિતનો રીપોર્ટ નોર્મલ આવશે... ના...સુમિત્રા...ના...રીપોર્ટ નોર્મલ નથી...' ‘તો...?” આપણા સુમિતનું ઓપરેશન કરાવવું પડશે. તેના હૃદયની નળી ક્યારેક બ્લોક થઈ જાય છે. તેના કારણે લોહીનું ભ્રમણ અટકી જાય છે. આ કારણે તે શ્રી કલિડજી પાર્શ્વનાથ ૧૩૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ બેભાન થઈ જાય છે. તેમણે સુમિતનો એક્સરે તથા બધી રીપોર્ટસનું બારીકાઈથી અભ્યાસ કર્યા પછી કહ્યું છે...’ ‘ઓહ... આ તો ખૂબ જ ચિંતાજનક વાત છે. ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે ? ‘એકાદ લાખ તો ખરાજ... વધારે થાય તો વ્યવસ્થા રાખવાની..’ ‘એક લાખ રૂપિયા...? ઓહ...હું મારા બધા દાગીના વેંચી નાખું તો ૩૦ હજાર રૂપિયા આવે... બાકીના ક્યાંથી એકઠા કરવા ? બીજો કોઈ ઉપાય ન કહ્યો ?’ ‘ના...મેં એ પણ પૂછ્યું હતું.... પણ ડોક્ટરે કહ્યું કે બીજો કોઈ ઉપાય નથી.’ આમ રજનીભાઈ અને સુમિત્રાબેન ગંભીર બનીને વાતો કરતાં હતા ત્યાં તેમના ઘેર નીતિનભાઈ કરીને એક જૈન શ્રાવક આવ્યા. નીતિનભાઈએ બન્નેના ચિંતામગ્ન ચહેરા જોઈને પૂછ્યું : ‘સદાય આવકાર આપતાં આપ બન્નેના ચહેરાં મ ક ઉદાસ છે ?’ રજનીભાઈએ કહ્યું : ‘નીતિન, વાત જ કંઈક એવી છે...’ એમ કહીને સુમિતની બધી વાત કરી. નીતિને કહ્યું : ‘રજનીભાઈ, ડોક્ટર પાસે ભલે બીજો ઉપાય નથી પણ મારી પાસે છે...’ 'j...?' ‘આપણે શંખેશ્વર જવું પડશે. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ચૌદમી દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. તમે જૈન નથી એટલે સેવા-પૂજા કરતાં ન ફાવે પણ ભાવભરી ભક્તિતો દર્શાવી શકશો. હું પૂજા કરીશ. આપણે સુમિતને સાથે લઈ લઈશું.... મને પૂરેપૂરી શ્રધ્ધા છે કે સુમિતનું ઓપરેશન કરવાનો વારો નહિ આવે...’ ‘અમે તારી સાથે જરૂર આવીશું...' રજનીભાઈ બોલ્યા. શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ ૧૩૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ હું મારા પુત્ર માટે ખોળો પાથરીશ...' કહેતાં કહેતા મુત્રિત્રાબેન રડી પડ્યા. અને બીજે જ દિવસે વહેલી સવારે ટેક્સીમાં બેસીને નીતિનભાઈ, રજનીભાઈ, સુમિત્રા, સુમિત શંખેશ્વર જવા નીકળી ગયા. સવારે લગભગ નવ વાગે પહોંચી ગયા. ધર્મશાળામાં ઉતરીને નીતિનભાઈએ પૂજાના વસ્ત્રો પહેર્યા તથા રજનીભાઈ, સુમિત્રા તથા સુમિતે નવા વસ્ત્રો પહેર્યા. સૌ જિનાલયમાં ગયા. પ્રથમ મૂળનાયકને વંદના કરી, નીતિનભાઈએ દરેક પ્રતિમાજીની પૂજા કરી પછી ચૌદમી દેરીમાં બિરાજમાન શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા. ત્યાં સૌએ ભક્તિભાવથી દર્શન અને વંદન કર્યાં. રજનીભાઈ અને સુમિત્રાબેને પુત્ર સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી. સુમિતે પણ ભાવથી વંદન કર્યાં. લગભગ અર્ધી કલાક ભક્તિ કર્યા પછી સૌ ધર્મશાળા પર આવ્યા. બપોરે ૪ વાગે નીકળીને પરત રાજકોટ આવ્યા. ત્રીજે દિવસે ડોક્ટરની સૂચના મુજબ ફરીથી રીપોર્ટ અને એક્સરે ક્ટાવવામાં આવ્યા તો તેમાં બધું નોર્મલ આવ્યું. ડોક્ટરને ભારે નવાઈ લાગી. રજનીભાઈએ ડોક્ટરને બધી વાત કરી. ડોક્ટરે પણ શંખેશ્વર દર્શનાર્થે જવાનો નિર્ણય લઈ લીધો. આમ અનન્ય શ્રધ્ધાથી કરવામાં આવેલી ભક્તિનું પરિણામ મળે છે. શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ ૧૩૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૩ૐ હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર અર્થાત એક માળા કરવી, આરોગ્ય સુખાકારી માટે ઉત્તમ છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસ દરમ્યાન કરી લેવા, ત્યારબાદ રોજ એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર થશે. શ્રેષ્ઠ મંત્ર છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ ૧૨,૫૦૦ આઠ દિવસમાં કરી લેવા ત્યાર બાદ રોજ એક બાંધી માળા કરવી. જીવનને સુખમય, આનંદમય તથા આરોગ્યમય બનાવે છે. : સંપર્કઃ શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી કલિકુંડ તીર્થ મુ.પો. : ધોળકા જી. અમદાવાદ, ગુજરાત - ૩૮૭૮૧૦ ફોન નં : (૦૨૭૧૪) ૨૨૫૭૩૮, ૨૨૫૨૧૮ શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ . ૧૪૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના સુથરી ગામમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને ભવ્ય મુખ્ય તીર્થ આવેલું છે. ભૂજ રેલ્વે સ્ટેશનથી સુથરી તીર્થનું અંત૨ ૮૬ કિલોમીટરનું છે. માંડવી તીર્થથી ૬૪ કિ.મી. તથા કોઠારા તીર્થથી માત્ર ૧૧ કિ.મી. ના અંતરે સુથરી તીર્થ આવેલું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ભમતીની ૧૫મી દેરીમાં બિરાજમાન છે. સાંતાક્રુઝ(મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીની એક દેરીમાં બિરાજમાન છે. કચ્છના અબડાસા તાલુકાના સુથરી ગામે એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. દર્શનીય અને કલાત્મક પરિકર વચ્ચે શ્રી પાર્શ્વ પ્રભુ અત્યંત દર્શનીય લાગે છે. શ્વેતવર્ણ, પાષાણની, પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને ૧૦.૫ ઈંચ પહોળી છે. સુથરી તીર્થ એ પંચતીર્થનું એક તીર્થ છે. આ તીર્થની ઉત્પતિ અને વિકાસની કોઈ માહિતી મળતી નથી, છતાં લોકવાયકા અનુસાર આ તીર્થનો ગૌરવવંતો ઈતિહાસ જાણી શકાય છે. વિક્રમના સોળમાં સૈકામાં અચલગચ્છના ગોરજી ધરમચંદે શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિમાજી પોતાના સ્થાનમાં સ્થાપી હતી. આ ગામના શ્રાવકો આ પરમાત્માની પૂજા-ભક્તિ કરતા હતા. આ સમયગાળા દરમ્યાન મજુરીકામ કરીને પેટનું ગુજરાન ચલાવતા મેઘજી ઉડીઆ નામના શ્રાવકને માથે ખૂબ દેવું થઈ ગયું. મેઘજી શ્રાવક સમજી ગયો કે પોતાથી આ દેણું કોઈ કાળે ભરપાઈ થઈ શકે તેમ ની. આથી રોજની હાય-બળતરા કરતાં આત્મહત્યા જ શ્રેષ્ઠ ઉપાય છે. આમ વિચારીને તે આત્મહત્યા કરવા માટે નીકળ્યો તો માર્ગમાં તેને દિવ્ય વાણી સાંભળવા મળી. શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ ૧૪૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ low volboeop મેઘજી શ્રાવકે દિવ્યવાણીના કથનથી આત્મહત્યા કરવાનું ટાળ્યું અને પોતાના ઘેર પાછો ફર્યો. તે દિવસે રાત્રે તેણે સ્વપ્રમાં પોતાના ઉજ્જવળ ભાવિના શુભ સંકેત જોયા. વહેલી સવારે ઊઠીને તેણે એક વેપારી પાસેથી ૨૦૦ કેરી મેળવી. તેમાંથી ૧૦૦ કેરીથી પોતાનું દેણું ચૂકવ્યું. બીજી સો કેરી લઈને તે સ્વપ્રના સંકેત પ્રમાણે ગોધરા ગયો, ત્યાં તેને હાલારના છોતરી ગામના દેવરાજ વણિકનો ભેટો થયો. તે વણિકના બળદના પોઠિયા ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી હતા. મેઘજી શ્રાવકે શ્રી પાર્શ્વ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજીના દર્શન કર્યા, તેણે દેવરાજ વણિકને સો કેરીનું મૂલ્ય ચૂકવીને પ્રતિમાજી લઈ લીધા. આ પ્રતિમાજી લઈને હર્ષ અનુભવતો મેઘજી ઉડીઆ સુથરી ગામે આવ્યો અને ઘરમાં રોટલા રાખવાના કોઠામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરી. મેઘજી શ્રાવક નિત્ય પરમાત્માની સેવા-પૂજા કરવા લાગ્યો. ગામના અન્ય શ્રધ્ધાળુઓ પણ આ પ્રતિમાજીની પૂજા કરવા આવવા લાગ્યા. આ ગામના શ્રેષ્ઠી મેઘણશાએ એકવાર સમગ્ર જ્ઞાતિનો ભોજન સમારોહ યોજ્યો. આ સમારોહમાં ધારણા કરતાં વધારે માણસો એકઠાં થયા. રસોઈ ખુટી ગઈ. શ્રેષ્ઠી મુંઝાયા અને તેમણે પાર્શ્વ પ્રભુને પોતાની આબરૂ સાચવવા ખરા હૃદયથી પ્રાર્થના કરી. તેણે આ પ્રતિમાજીને ઘીના ગાડવામાં બિરાજમાન કરી. સૌના આશ્ચર્ય વચ્ચે પ્રતિમાજીના પ્રભાવથી બધી રસોઈ વધી પડી. આમ ભોજન સમારોહ સરસ રીતે ઉજવાયો. શ્રેષ્ઠીની વાહવાહ થઈ ગઈ. આ તરફ ગાડવામાંથી ગમે તેટલું ઘી કાઢવામાં આવ્યું છતાં ખૂટ્યું જ નહિ. પ્રતિમાના દિવ્ય પ્રભાવથી આવેલા સંઘો વિસ્મય પામ્યા. મોટા જનસમુદાયને આ પરમાત્માએ ઘીનો કલ્લો કરાવ્યો. આ પ્રસંગથી અત્યંત હર્ષ પામેલા શ્રાવકોએ પરમાત્માને ‘ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ પ્રભુના નામથી સંબોધ્યા. ૧૪૨ શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ Page #167 -------------------------------------------------------------------------- ________________ આ ઘટના ક્યારે બની તેનો ઉલ્લેખ પ્રાપ્ત નથી. ૧૬મા કે ૧૭મા સૈકામાં ‘શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ નામ પ્રસિધ્ધ થયાનું માની શકાય. કારણકે એ સમયમાં થઈ ગયેલા જૈનાચાર્યોએ આ પાર્શ્વનાથનો ‘શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ’ તરીકેનો નામોલ્લેખ પોતાની રચનાઓમાં કર્યો છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. વિક્રમ સંવત ૧૭૧૨માં શ્રી સંઘે આ પ્રતિમાજીનો સ્વીકાર કરીને પ્રથમ કાજ મંદિરમાં, બાદમાં ભવ્ય જિનાલયમાં સં.૧૮૯૮ના વૈશાખ સુદ-૮ના દિવસે પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. વર્તમાનમાં આ તીર્થની યાત્રાએ મોટી સંખ્યામાં ભાવિકો આવતા-જતાં રહે છે. એવું કહેવાય છે કે અચલગચ્છાધિપતિ શ્રી કલ્યાણસાગરસૂરિશ્વરજી મહા૨ાજ છીકા૨ીમાં આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી હતી. સુથરી તીર્થનું આ જિનાલય કલાત્મક અને દર્શનીય છે. જૈનાચાર્યો અને કવિઓએ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની મુક્ત મને પોતાની કૃતિઓમાં સ્તુતિ કરી છે. સંપર્ક : શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ. સુથરી તા. અબડાસા (કચ્છ). આ પ્રભુજીની પ્રતિમાના અનેક ચમત્કારો પ્રસિધ્ધ છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ૨૫૦૦મી નિર્વાણ જયંતી વખતના મહોત્સવે અહીં ચાર વર્ષ ઓછા વરસાદના કારણે પાણીની તીવ્ર તંગી હતી. ત્યારે એક શ્રાવકને દૈવી સંકેત થતાં એક ખાડો ખોદવામાં આવ્યો અને પુષ્કળ પ્રમાણમાં નિર્મળ પાણી મળ્યું. વર્ષમાં બેવા૨ સૂર્યકિરણો ભગવનાની પ્રતિમાના ચરણોને સ્પર્શ કરીને પખાળે છે. આ દેરાસરની શિખરકલા અને વિશાળતા જોવાલાયક છે. અહીં ગૌત્તમસ્વામી તથા પદ્માવતી દેવીની નિરાળા ઢંગની પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ ૧૪૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર આ મહા પ્રાસાદમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ અત્યંત પવિત્ર તીર્થ સ્થાન છે. તીર્થની અલૌકિતાના કારણએ યાત્રિકોને અહીં વારંવાર આવવાનું મન થયા કરે છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય દર્શનીય છે. આ જિનાલયને ફરતી ભમતીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. ભમતીમાં પંદરમી દેરીમાં ચમત્કારિક શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુજીની દર્શનીય અને નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્વેત પાષાણના છે. ફણા ચરિત છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની | મહિમા અપરંપાર અમદાવાદમાં ગૌતમભાઈનો પુત્ર સતીષ ભણવામાં તેજ નહોતો. તેને અભ્યાસમાં ઝાઝો રસ પડતો નહોતો. તેનું ચિત્ત રમતગમતમાં વધારે રમતું હતું. ગૌત્તમભાઈ સતીષને અભ્યાસમાં ચિત્ત પરોવવા ખૂબજ સમજાવતાં પણ સતીષ એક કાનેથી શિખામણ સાંભળે અને બીજા કાનેથી કાઢી નાંખે. તેને કોઈ શિખામણની અસર થતી નહોતી. સતીષની મમ્મી આરતીબેન પણ ભારે પરેશાન રહેતા હતા. | એકવાર ગૌતમભાઈને ત્યાં વડોદરાના તેમના સંબંધી શરદભાઈ અને તેમના પત્ની ગીતાબેન આવ્યા. આમ તો તેઓ ક્યારેક જ આવતા. ગૌત્તમભાઈ અને આરતીબેને બન્નેનું સ્વાગત કર્યું. બન્નેએ ખબર અંતર પૂછયા. ત્યાં સતીષ રમીને ઘેર આવ્યો. ડ્રોઈંગરૂમમાં મહેમાનો આવેલા જોઈને તે શ્રી ધૃતકલોલજી પાર્શ્વનાથ ૧૪૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ બે મિનિટ ઊભો રહ્યો. ગૌત્તમભાઈએ કહ્યું : ‘સતીષ, આ આપણા વડોદરાના શરદભાઈ છે. તેમને જય જિનેન્દ્ર કહીને પગે લાગ...’ સતીષ તરતજ આગળ આવ્યો તેણે જયજિનેન્દ્ર બોલીને શરદભાઈ અને ગીતાબેનને પગે લાગ્યો અને સીધો તેના રૂમમાં જતો રહ્યો. શરદભાઈએ કહ્યું : ‘તમારો પુત્ર સતીષ મોટો થઈ ગયો. શેમાં અભ્યાસ કરે છે. ?’ ‘નવમા ધોરણમાં છે પણ તેની ચિંતા વધારે છે’ ‘કેમ...?’ ગીતાબેને પૂછ્યું. ‘ગીતાભાભી, સતીષ નવમા ધોરણમાં આવ્યો છતાં હજુ ૨મવામાંથી ઊંચો આવતો નથી. તેનો જીવ રમતમાં જ રહે છે. અમે દરરોજ એટલી શિખામણ આપીએ છીએ તો પણ તે કંઈ જ સાંભળતો જ નથી...’ હવે તે દસમા ધેરણમાં આવશે તેથી તેની ચિંતા ઘણીજ રહે છે.’ આરતી બોલી. ‘તેનું રીઝલ્ટ કેવું આવે છે ?’ ‘પાસ થઈ જાય છે...આમ તો તેની બુધ્ધિ તીવ્ર છે પણ શું કામની ? ભણવામાં રસ ન લે તો હોય તો તે બુધ્ધિ શું કામની ગણાય ?' ગૌત્તમભાઈ બોલ્યા. ‘આવતા વર્ષે દસમા ધોરણમાં આવે તો ખરેખર મુશ્કેલી ઊભી થાય...તેને તમે પ્રેમથી સમજાવો...' શરદભાઈએ કહ્યું. ‘શરદભાઈ, અમે તેને ખૂબ જ પ્રેમથી જ સમજાવીએ છીએ, પણ બે દિવસ ભણે અને ત્રીજા દિવસે ભાઈ હતા તેવાના તેવા...' ગૌત્તમભાઈએ કહ્યું. ‘સતીષને ટ્યુશનમાં મોકલો છો ?’ ‘હા....અહીં ઘેર ભણાવવા શિક્ષક આવે છે.’ ‘ત્યારે બરાબર ભણી લે છે ને’ ‘હા...એના કારણે તો પાસ થવા જેટલા ગુણ આવી જાય છે. પણ શિક્ષક જેવા ગયા કે ભાઈ સીધા તેના ભાઈબંધો પાસે પહોંચી જાય.' શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ ૧૪૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ ‘તમે એક કામ કરો. આનો એક ઉપાય મારા મનમાં છે. મારા વડોદરાના એક મિત્રના બાબાને આવી જ કંઈક તરલીફ હતી. કોઈએ તેને શંખેશ્વર જવાનું કહ્યું, ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. આ તીર્થ અત્યંત પવિત્ર અને મનોરમ્ય છે. ત્યાં બે દિવસ રોકાવાનું પણ મન થાય તેવું છે. ખુલ્લા વાતાવરણમાં આ તીર્થમાં ભક્તિ કરવાની ખૂબ મજા પડે તેમ છે. આમ મારો મિત્ર તેના બાબાને લઈને શંખેશ્વર ગયો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ભમતીની ૧૫મી દેરીમાં બિરાજમાન શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી મારા મિત્ર અને તેમની પત્નીએ પોતાના પુત્ર માટે પ્રાર્થના કરી, સેવા-પૂજા, ભક્તિ કરી. તેઓ પાછા વડોદરા આવ્યા અને માત્ર આઠ દિવસમાં તેના પુત્રમાં એકાએક પરિવર્તન આવી ગયું. જે અભ્યાસમાં એકદમ નબળો હતો તેનું શંખેશ્વરની યાત્રા પછી શ્રેષ્ઠ આવ્યું. આથી તમે પણ શંખેશ્વર જાઓ અને પ્રભુને પ્રાર્થના કરતાં આવો... પરિણામ જરૂર મળશે...' ગૌત્તમભાઈએ કહ્યું : ‘શરદભાઈ, તમે અહીં આવ્યા જ છો તો આવતીકાલે આપણે સૌ સાથે જ શંખેશ્વર જઈએ. આવતીકાલે આપણે સૌ સાથે જ શંખેશ્વર જઈએ. આવતીકાલે રવિવાર છે એટલે કોઈ ચિંતા નથી સાંજના પાછા આવી જઈશું. કે એમજ થયું. બીજે દિવસે ગૌત્તમભાઈ, આરતીબેન, સતીષ, શરદભાઈ, ગીતાબેન વગેરે એક ટેક્સી કરીને શંખેશ્વર ગયા. શંખેશ્વર પહોંચ્યા પછી ધર્મશાળામાં ઉતર્યા. પ્રથમ એકવાર જિનાલયમાં દર્શન કરીને નવકા૨શી વાપરવા ગયા. ત્યારબાદ રૂમમાં આવીને તૈયાર થવા લાગ્યા. દરેકે પૂજાના વસ્ત્રો ધારણ કર્યાં. સતીષે પણ પૂજાના વસ્ત્રો પહેર્યાં હતા. સૌએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા અને દરેક પ્રભુની પ્રસન્નતાથી પૂજા કરી. જ્યાં પૂજા થઈ નહોતી ત્યાં વાસક્ષેપથી પૂજા કરી. સૌ ભમતીની ૧૫મી દેરી પાસે આવ્યા. ૧૪૬ શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫મી દેરીમાં શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને દિવ્ય પ્રતિમાજી બિરાજમાન હતા. ગૌત્તમભાઈ, આરતી, સતીષ, શરદભાઈ તથા ગીતાબેને અનેરા ભાવથી પૂજા કરી. ત્યારબાદ ચૈત્યવંદન કર્યું. અને ભક્તિ કરી. ગૌત્તમભાઈ અને આરતીબેને સતીષનું મન અભ્યાસમાં પરોવાય તે માટે ખરા હૃદયથી, અનેરી શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી. થોડીવા૨માં સેવા-પૂજાથી નિવૃત્ત થઈને ધર્મશાળામાં આવ્યા. બપોરના બાર વાગી ગયા હતા. સૌએ વસ્ત્ર પરિવર્તન કરીને ભોજનશાળામાં જમવા માટે ગયા. જમીને પાછા રૂમ પર આવ્યા. ગૌત્તમભાઈએ કહ્યું : ‘શરદભાઈ, આજે પ્રભુ ભક્તિ થઈ છે તેવી ક્યારેય થઈ નથી. આજે ખૂબજ આનંદ આવ્યો છે. તમે નિમિત્ત બન્યા છો.' ‘પણ તમે પેલી પ્રાર્થના કરીકે નહિ...?’ ગીતાબેને પૂછ્યું. ‘હા...અને નક્કી કર્યું કે પ્રાર્થના સફળ થશે કે ફરીવાર અહીં આવીને દર્શન – વંદન, સેવા-પૂજા કરીશ.’ ‘વાહ...હવે તમારી ભક્તિ જરૂર પરિણામ લાવશે.’ શરદભાઈ બોલ્યા. ત્યારપછી સામાન્ય વાતચીત કરવા લાગ્યા. બપોરે ચાર વાગે શંખેશ્વરથી અમદાવાદ જવા માટે નીકળ્યા તે પહેલા ફરીથી જિનાલયમાં જઈને દર્શન વંદન કર્યા. સૌ અમદાવાદ સુખરૂપ પહોંચી ગયા. અને ખરેખર ચમત્કાર સર્જાયો. જેનું રમતમાં જ ધ્યાન હતું તેનું અભ્યાસમાં ધ્યાન પરોવાયું. સતીષને પણ ભારે નવાઈ લાગી કે હવે રમતમાં ચિત્ત કેમ ચોટતું નથી.... અભ્યાસમાં સતીષ એવો લાગી ગયો કે વાત ન પૂછો...! ગૌત્તમભાઈ અને આરતીબેનને થયું કે પ્રભુ ભક્તિનું ફળ છે. તેમણે વડોદરા શરદભાઈને ફોન કરીને વિગતવાર જણાવી દીધું. શરદભાઈ પણ આનંદ પામ્યા. શ્રી ધૃતક્લોલજી પાર્શ્વનાથ ૧૪૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગૌત્તમભાઈ અને આરતીબેન સતીષને લઈને બીજા અઠવાડિયે શંખેશ્વર ગયા અને ભક્તિભાવ સાથે સેવા પૂજા કરી. અત્યારે સતીષનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ છે. દસમા ધોરણની તૈયારીમાં પણ પડી ગયો. ગૌત્તમભાઈ અને આરતીબેનના મસ્તક પરથી ચિંતાનો બોજ હળવો થઈ ગયો. આ મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. એક જ સમયે અને સ્થાને બેસીને ધર્મ આરાધન કરવું જરૂરી છે. અખંડ દીવો અને ધુપ જાપ કરતી વખતે ચાલુ રહેવા જોઈએ. વિદ્યાભ્યાસ માટે લાભદાયી છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રનું આરાધન દરરોજ સવારે સ્નાન કરીને, ચોખા વસ ધારણ કરીને કરવું. દરરોજ ૧૦૮ વાર જાપ અર્થાત એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર કરવામાં ફળદાયી છે. ૐ હ્ શ્રીં શ્રીં હ્રીં શ્રુતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં કરી લેવા ત્યારબાદ દરરોજ એક બાંધી માળા કરવી, સુખ, વૈભવ તેમજ આરોગ્ય માટે આ જાપ ગુણકારી છે. : સંપર્કઃ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. સુથરી તા. અબડાસા, જી. કચ્છ, (ઉ.ગુ.) - ૩૭૦૪૯૦ ફોન નં : (૦૨૮૩૨) ૨૮૪૨૨૩ શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ ૧૪૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાદાજી પાર્શ્વનાથ રાજસ્થાનના સિરોહી જીલ્લાના શિવગંજ તાલુકાના બેડા ગામમાં શ્રી દાદા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. નવા બેડાથી પ કિલોમીટર દૂર આવેલા જૂના બેડામાં ટેકરી પાસે આ ભવ્ય જિનાલય છે. જ્યારે નવા બેડામાં શ્રી સંભવનાથ પ્રભુનું બાવન જિનાલય છે. આ તીર્થ સાદડી અને પીંડવાડાથી ૪૦ કિ.મી. ના અંતરે આવેલ છે. બેડાથી ૧૦ કિ.મી. ના અંતરે નાણા ગામમાં જીવિત સ્વામી બાવન જિનાલય આવેલ છે. - આ સિવાય નજીકમાં વેલાર તીર્થ, રાતા મહાવીર(હજુડી), બોપલતીર્થ. સેવાદીતીર્થ, સેસલી તીર્થ, પિંડવાડા, બ્રાહ્મણ વાડા, અજારી વગેરે તીર્થધામો છે. શ્રી દાદા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ જૂના બેડા છે. વડોદરા માં નરસિંહજીની પોળમાં તથા રાજસ્થાનમાં ધાણેરાવમાં શ્રી દાદા પાર્શ્વનાથના જિનાલયો છે. વડોદરામાં આવેલ શ્રી દાદા પાર્શ્વનાથનું જિનાલય રાજ રાજેશ્વર કુમારપાળ મહારાજાએ બંધાવ્યું હતું. અહીં શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી ભૂખરા પાષાણની, પાંચ ફૂટ ઊંચાઈ, નવફણાવાળી તથા પાછળ ધરણેન્દ્ર - પદ્માવતી છે. પ્રતિમાજી ભવ્ય અને દર્શનીય છે. જૂના બેડામાં બિરાજમાન શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી ૨૬ ઈંચ અને ૨૨ ૧/૪ ઈંચ પહોળી છે. કોઈ ભાવિક ભક્તજનથી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરતાં ‘દાદા’ નામ મુખમાંથી સરી પડ્યું હશે અને ત્યારથી “શ્રી દાદા પાર્શ્વનાથ' તરીકે આ તીર્થ પ્રસિધ્ધ થયું હોવાનું માનવામાં આવે છે. | શ્રી દાદા પાર્શ્વનાથજી અનેક તીર્થોમાં બિરાજમાન છે. નવા બેડાથી ૫ કિલોમીટરના અંતરે જૂના બેડામાં આ તીર્થ વિદ્યમાન છે. આ પ્રાચીન જિનાલય વિક્રમના ૧૧માં સૈકામાં બન્યું હોવાનું મનાય છે. આ તીર્થ અત્યંત પવિત્ર હોવાથી તેનો મહિમા અપૂર્વ છે. શ્રી દાદા પાર્શ્વનાથજીની ગાદી પર સંવત ૧૬૪૪નો લેખ છે. આચાર્ય ભગવંત શ્રી હરિસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાઈ હતી. તે પૂર્વે આ જિનમંદિરમાં મૂળનાયક પદે પ્રથમ તીર્થકર ભગવંત શ્રી આદિશ્વરજીની પ્રતિમા બિરાજમાન હતી. શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૪૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી પંન્સાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મ. ની આ વિશિષ્ટ સાધનાભૂમિ રહી હતી. આ તીર્થમાં અનેક અનુષ્ઠાનો થવાથી તીર્થનો મહિમા વધ્યો છે. વડોદરામાં શ્રી દાદા પાર્શ્વનાથજીનું પ્રાચીન જિનાલય આવેલું છે. આ જિનાલય પરમાઈત મહારાજા કુમારપાળે બંધાવ્યાનું જણાય છે. અહીંના પ્રતિમાજી વેળુના છે. શ્રી ચંદ્રપ્રભાસ પાટણ તીર્થના શ્રી ડોકરિયા પાર્શ્વનાથ “શ્રી દાદા પાર્શ્વનાથ'ના નામથી સંબોધાય છે. સેસલીના શ્રી સેસલી પાર્શ્વનાથનું બીજું નામ “શ્રી દાદા પાર્શ્વનાથ' તરીકે જાણીતું છે. અનેક જૈનાચાર્યોએ પોતાની રચનાઓમાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રત્યેની ભક્તિ દર્શાવી છે. વડોદરાના “શ્રી દાદા પાર્શ્વનાથ' ના જિનાલય અંગેની બીજી માહિતી પ્રમાણે - વડોદરાનું પ્રાચીન નામ વટપદ્રનગર હતું. એ વખતે ૧૮ જિનમંદિરો પૈકી શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય નરસિંહજીની પોળમાં ત્યારે હતું અને આજે પણ છે. પાંચ ફૂટની ઊંચાઈ, નવફણાવાળા પાષાણના પ્રતિમાજી ભૂખરા રંગના ભવ્ય અને દર્શનીય છે. મૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ ઉપદેશપદના ગ્રંથમાં આ જિનાલયનો ઉલ્લેખ કરેલ છે. તેમજ સંવત ૮૬૯ના દાનપત્રમાં ઉલ્લેખ મળ્યો છે તેથી આ તીર્થ આઠમા સૈકા પહેલાનું વટપદ્રનગર હતું. સજ્જન મંત્રીએ અહીં વિશાળ રથયાત્રા કાઢી હતી. તેમજ મહામંત્રી વસ્તુપાલે અહીંના પાર્શ્વનાથ જિનાલયનો જીણોધ્ધાર કરાવેલ હતો. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર કરી મહાપ્રાસાદમાં શ્રી દાદા પાર્શ્વનાથજી જૈન-જૈનેતરો માટે શ્રધ્ધાનું પરમ તીર્થધામ બનેલું, શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભમતીની ૧૬મી દેરીમાં બિરાજિત છે. શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય અત્યંત મનોહર અને ભવ્ય છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓને બિરાજમાન કરવામાં આવેલ છે. શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત મનોહર અને અલૌકિક છે. પ્રતિમાજીના દર્શન કરતાં હૈયામાં ભક્તિના તરંગો ઉછળવા લાગે છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર પોરબંદરના જૈન સુશ્રાવક ચંદ્રવદનભાઈ શહેરની મધ્યમાં આવેલ જિનાલયમા નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા કરે. પોરબંદરમાં તેમને કરિયાણાની દુકાન હતી. વર્ષોથી આ વ્યવસાય હતો. તેમના પિતા પણ આજ દુકાનનો વહીવટ કરતાં હતા. પણ છેલ્લા પાંચેક વર્ષથી તેમનો વેપાર ઘટવા લાગ્યો હતો આથી તેમને ચિંતા સતાવ્યા કરતી હતી. પોરબંદરમાં કરિયાણાની અદ્યતન દુકાનો થવાથી તેમના વર્ષો જૂના ગ્રાહકો તે તરફ વળ્યા. અદ્યતન દુકાનોમાં દરેક વસ્તુના તૈયાર પેકીંગ મળતા આથી સમયનો બગાડ થતો નહિ, એટલું જ નહિ વારામાં ઊભું રહેવું પડતું નહિ. જાતે જ જે પ્રકારનું પેકીંગ જોઈતું હોય તે લઈ લેવાનું રહેતું. બીજું પોતે હવે જૂનવાણી રહ્યાં નથી એવું કહેવડાવવા આવી અદ્યતન દુકાનોમાં જતા હતા. ચંદ્રવદનભાઈનો એકનો એક પુત્ર બી.કોમ ભણીને પિતાની દુકાનમાં બેસવા લાગ્યો હતો. તેપણ નિરાશ થઈ ગયો હતો. કારણકે ધંધો જોઈએ તેવો ચાલતો નહોતો. ચંદ્રવદનભાઈ અને તેમની પત્ની રાધાબેનને પુત્રના વિવાહ માટેની પણ ચિંતા હતા. ચંદ્રવદનભાઈ કહેતા: ‘રાધા, એક બાજુ દુકાનનો ધંધો ઠપ્પ થતો જાય છે અને માથે પુત્રના વિવાહની ચિંતા છે. શું કરવું કોઈ રસ્તો સુઝતો નથી.” 7 શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ 4 “મને પણ થાય છે કે આપણે શું કરવું? આપણા પુત્ર વિપુલ માટે યોગ્ય કન્યા મળવી પણ મુશ્કેલ છે. આપણા સમાજમાં કન્યાઓ ખૂબ ભણવા લાગી છે ત્યારે સારી કન્યાઓ પોરબંદર રહેવા તૈયાર પણ ન થાય...' “ત્રણ-ચાર સંબંધીઓને વિપુલ માટેની વાત કરી છે પણ હવે જ્યારે તેના ભાગ્ય ખુલશે ત્યારે જ બધું બનશે... ખરી તો દુકાનની ચિંતા છે.' ‘આપને ખોટું ન લાગે તો એકવાત જણાવું.' “અરે પગલી, તારાથી મને શું ખોટું લાગે ?' ચંદ્રવદનભાઈ હસી પડ્યા. ‘ઉપલેટામાં મારા માસી રહે છે. તેઓ અવાર-નવાર શંખેશ્વરની યાત્રાએ જાય છે. તેમનો વેપાર ધમધોકાર ચાલે છે. જ્યારે તેઓની સ્થિતિ ખરાબ હતી ત્યારે કોઈએ તેમને શંખેશ્વર જવાનું કહેલું. ત્યાં હમણાં તો તે લોકોએ ગાડી પણ લીધી છે...આપણે શંખેશ્વર જઈએ અને દર્શન-વંદન કરી આવીએ...' | ‘શંખેશ્વર જવામાં વાંધો નથી પણ મારી પાસેથી બધી વિગતો જાણી લે... ત્યાં કઈ ધર્મશાળામાં ઉતરવું, સેવાપૂજા ક્યારે થઈ શકે છે તે બધું જાણી લેવું જોઈએ.’ ‘લાવોને...હમણાંજ અહીંથી ફોન કરૂં...' આમ કહીને રાધાબેને ઉપલેટા માસીને ત્યાં ફોન જોડ્યો. સદ્ભાગ્યે માસીએ જ ઉપાડ્યો. પ્રથમ એકબીજાના ખબર અંતર પૂછાયા. પછી રાધાબેને કહ્યું : “માસી, અમે શંખેશ્વરની યાત્રાએ જવા ઈચ્છીએ છીએ... અમે કોઈ દિવસ એ સાઈડ ગયા નથી તો ત્યાં કઈ રીતે જવું? ક્યાં ઉતરવું? તે જણાવો...', માસી બોલ્યા : “રાધા, શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ રોડ પર આવેલું છે. આ તીર્થ વિશાળ જગ્યામાં છે ત્યાં ધર્મશાળા - ભોજનશાળાની સુંદર વ્યવસ્થા છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા થઈ શકે છે તેમાંય સોળમી દેરીમાં શ્રી દાદાજી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા ખાસ કરજો ... ચૈત્યવંદન કરજો અને પ્રાર્થના કરજો ...આપણા જીવન વ્યવહારની સમસ્યાઓ નષ્ટ થાય છે. આ અમારો જાત અનુભવ છે.” શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ ભલે...માસી, અમે આવતીકાલે શનિવાર છે એટલે નીકળીશું. રવિવારે રોકાઈશું. સોમવારે પાછા પોરબંદર આવી જઈશું.' “વળતાં ઉપલેટા આવજો ... હમણાંથી તમે કોઈ આવ્યા નથી.” માસી બોલ્યા. | ‘જો શંખેશ્વરથી વહેલા નીકળી જઈશું તો જરૂર વળતાં ઉપલેટા ઉતરી જઈશું.” રાધાએ કહ્યું. રાધાબેને બધાની કુશળતા પૂછીને ફોન મૂકી દીધો. બીજે જ દિવસે ચંદ્રવદનભાઈ અને રાધાબેન નવકારનું સ્મરણ કરીને વહેલી સવારે શંખેશ્વર પહોંચ્યા. માસીએ જણાવ્યું તે રીતે બન્ને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. બન્નેએ બપોરે રસ્તમાં જજમી લીધુ હતું. આથી સામાન એક તરફ ગોઠવીને આડે પડખે થયા. લગભગ સાડાચાર વાગે ઊઠ્યા અને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં દર્શન-વંદન કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે ગયા. લગભગ પોણા છ વાગી ગયા હતા એટલે ભોજનશાળામાં જઈને બન્નેએ વાળું કરી લીધું. રાત્રે ભાવનામાં બેઠા. ભાવના પુરી થયા પછી પાછા ધર્મશાળામાં આવીને વાતોએ વળગ્યા. અહીં બીજું કોઈ કામ હતું નહિ એટલે રાત્રિના સાડાદસ વાગે સૂઈ ગયા. | બીજે દિવસે સવારે છ વાગે ઊઠી ગયા અને સ્નાનાદિ કાર્ય સંપન્ન કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવાપૂજા કરવા ગયા. ત્યાં મૂળનાયકની વાસક્ષેપ પૂજા કરી. ફરતી ભમતીમાં પક્ષાલ થતા હતા. તેમણે પક્ષાલનો લાભ લીધો. તેઓ ૧૬મી દેરીમાં બિરાજમાન શ્રી દાદા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પાસે આવ્યા ત્યાં બન્નેએ અનેરા ભાવથી પ્રક્ષાલ કર્યો અને બરાસ તથા ચંદન પૂજા કરી. - બન્નેએ ત્યાં બેસીને ચૈત્યવંદન કર્યું. સ્તવન ગાયું. ચંદ્રવદનભાઈએ પ્રાર્થના કરી સવારના સાડા આઠ જેવો સમય થઈ ગયો હતો. બન્ને ત્યાંથી શ્રી શંખેશ્વર શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરી. જ્યાં જ્યાં ભમતીમાં પૂજા થઈ હતી ત્યાં તેઓએ પૂજા કરવાનો લાભ લીધો. જ્યારે ધર્મશાળામાં આવ્યા ત્યારે સાડાનવ જેવો સમય થઈ ગયો. બન્નેએ વસ્ત્ર પરિવર્તન કરીને નવકારશી વાપરી. ત્યારબાદ બજારમાં આંટો માર્યો. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બપોરે બે વાગ્યાની બસ છે. ચંદ્રવદનભાઈ બોલ્યા : “રાધા, બે વાગ્યાની બસ છે નીકળી જવું છે?” જવું હોય તો વાંધો નથી... આપણે ધર્મોલ્લાસ સાથે સેવા પૂજા કરી છે...' એમજ થયું. બન્ને બપોરના બાર વાગે ભોજન કરીને ધર્મશાળામાં આવ્યા. થોડીવાર આરામ કરીને દોઢ વાગે બસ સ્ટેશન પર સામાન લઈને આવી ગયા. ત્યાં બસ ઊભી જ હતી. બન્નેને બેસવાની સરસ જગ્યા મળી ગઈ. તેઓ સીધા પોરબંદર આવ્યા. ચંદ્રવદનભાઈ અને રાધાબેન થાકીને લોથ થઈ ગયા હતા. પથારીમાં પડતાં વેંત સૂઈ ગયા. આમ આઠ દિવસ પસાર થઈ ગયા. ચંદ્રવદનભાઈના ધંધામાં થોડો ફરક પડ્યો. વિપુલે કહ્યું : “પપ્પા, આપણે દુકાનમાં થોડો ફેરફાર કરાવીએ...એનાથી ધંધામાં ફરક પડશે.” ચંદ્રવદનભાઈને પુત્રની વાત ઉચિત લાગી. તરત જ બીજા દિવસથી સુતારીકામ શરૂ કરાયું. બધું ફર્નીચર નવું કરાવાયું. ત્યાર પછી ચંદ્રવદનભાઈની દુકાન ધમધોકાર ચાલવા લાગી. જૂના ગ્રાહકો પાછા આવી ગયા. નવા ગ્રાહકો પણ આવી ગયા. વિપુલનું પોરબંદરમાં જ ગોઠવાઈ ગયું. તેની શ્રીફળ વિધિ અને લગ્ન પણ ધામધુમથી કરવામાં આવ્યા. ચંદ્રવદનભાઈ અને રાધાબેને વર્ષમાં બે વાર શંખેશ્વર જવાનો સંકલ્પ કર્યો. જ્યારે દુકાનમાં ફર્નીચરનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે બન્ને શંખેશ્વર જઈ આવ્યા. તેમની શ્રધ્ધા અને ભક્તિમાં વધારો થયો. શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ શ્ર દાદા પાર્શ્વનાથાય નમ: આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો. એકજ સમયે અને એકજ સ્થાને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના જાપથી સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. જો બને તો શુભ દિવસોમાં ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં ગણવા. ખૂબ જ લાભદાયી મંત્ર છે. આરોગ્ય, સુખ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ મંત્ર છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. એકજ સમયે એકજ આસને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના ૧૨,૫૦૦ જાપ થાય તો ઉત્તમ ગણાશે. આ મંત્ર પણ માનસિક શાંતિ તથા આરોગ્ય, સુખ વૈભવ માટે લાભદાયી છે. : સંપર્કઃ શ્રી દાદા પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર તીર્થ બેડા મૂ. જૈન સંઘ સ્ટે. : મોરી બેડા, તા. શિવગંજ, જિ, સિરોહી (રાજસ્થાન) શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનોરંજનાજી પાર્શ્વનાથ ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે સ્ટેશન રોડ પર શ્રી મનોરંજન પાર્વનાથજીનું ભવ્ય જિનાલય આવેલું છે. મહેસાણામાં શ્રી સિમંધર સ્વામીની વિશાળકાય પ્રતિભાવાળું ભવ્ય જિનાલય હાઈવે પર આવેલું છે. ગામમાં કુલ ૧૫ જિનાલયો છે. મહેસાણામાં ઉપાશ્રયો, પાઠશાળા, જ્ઞાનભંડાર આદિ છે. અહીંની શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાએ જૈન શિક્ષણના પ્રચારમાં અપૂર્વયોગદાન આપેલું છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડો છે. | મહેસાણામાં શ્રી મનોરંજન પાર્શ્વનાથની પ્રતિમાજી શ્રી સુમતિનાથ જિનાલયમાં બિરાજે છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮, પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયની ભમતીમાં સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની દેરીમાં પણ શ્રી મનોરંજન પાર્શ્વનાથની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. મહેસાણામાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી સુમતિનાથ પ્રભુના શિખરબંધી જિનાલયમાં મહારાજા સંપ્રતિના સમયની શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની મનોહર, શ્વેતવર્ણની, પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. મનના તારોને રંજિત કરનારી ને ભાવ વિકસિત કરનારી આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ સવા બાવીસ ઈંચ છે. આ પ્રતિમાજી ફણારહિત છે. | વિક્રમ મહારાજાના ૧૨-૧૩માં સૈકામાં મહેસાજી ચાવડાએ મહેસાણા નગર વસાવ્યું હતું. મહેસાણામાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં એક પ્રાચીન મૂર્તિ પર વિક્રમ સંવત ૧૨૫૭નો ઉલ્લેખ છે. આ લેખ જિનાલય બંધાવનાર શ્રેષ્ઠીનો હોવાનું માનવામાં આવે છે. તે ઉપરથી જણાવી શક્યા કે મહેસાણા શહેર તેરમા સૈકાથી પણ પ્રાચીન હોવું જોઈએ. આ પૂર્વે મહેસાણામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું જિનાલય હતું. ચૌદમાપંદરમાં સૈકામાં આ જિનાલય મુસ્લિમ આક્રમણોનો ભોગ બનેલું. તે આક્રમણથી મૂર્તિઓનું રક્ષણ કરવામાં આવ્યું હતું. હાલમાં તે પરમાત્માની પ્રતિમાજી વિસનગરમાં છે. ચૌદમા સૈકા સુધી મહેસાણામાં મહેસાજીના વંશજોનું રાજ્ય શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૬૫૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ હતું, સમય જતાં તેમાં ફાટફૂટ પડી અને ચાવડાનું રાજ્ય નાનું થયું. અત્યારે જે જિનાલયો છે તે ગાયકવાડ રાજ્યની સ્થાપના થયા પછીના છે. ‘શ્રી મનોરંજન પાર્શ્વનાથ' ના નામ પાછળ એક ઈતિહાસ છૂપાયો છે. ચાવડા મહેસાજીના ચરણે સુખ અને સમૃદ્ધિ આળોટતી હતી. તમામ પ્રકારના સુખો હોવા છતાં એક શેર માટીની ખોટ હતી. ગાદીનો વારસ ન હોવાના કારણે તેમનું મન હંમેશા ચિંતિત રહેતું હતું. 1 એકવાર મહેસાણાં વિહાર કરતાં કોઈ જ્ઞાની જૈનાચાર્ય પધાર્યા. જૈનાચાર્ય જ્ઞાની અને મહાન છે તેવી વાત કોઈએ મહેસાજી ચાવડાને કરી. મહેસાજી ચાવડા તરત જ તે ગૃહસ્થની સાથે આચાર્ય ભગવંતના દર્શનાર્થે આવ્યા. વંદના કરીને મહેસાજીએ પુત્ર પ્રાપ્તિની પોતાની ઝંખના આચાર્ય ભગવંત સમક્ષ રજૂ કરી. જૈનાચાર્યે ભાવિ કળી જઈને મહેસાજી ચાવડાને શ્રી પાર્શ્વ પ્રભુની આરાધના કરવાનું જણાવ્યું. આરાધનાની વિધિ બતાવી. ત્યાર પછી મહેસાજી ચાવડાએ શુધ્ધ ભૂમિમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા સામે બેસીને શુદ્ધ ભાવે આરાધના કરી. તે આરાધનાના ફળ સ્વરૂપે પુત્ર પ્રાપ્તિની ઝંખના પૂરી થઈ. તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પુત્રના દર્શનથી તેમના મનનું રંજન થયું. મહેસાજી ચાવડાના મુખોથી એ વખતે “મનોરંજન પાર્શ્વનાથ” એવું નામ પ્રગટ્યું. ત્યારથી આ પાર્શ્વનાથ ‘શ્રી મનોરંજન પાર્શ્વનાથ' તરીકે જાણીતા થયા. આ પ્રતિમાજી એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં બિરાજે છે. પૂર્વે મનોરંજન પાર્શ્વનાથ અને સુમતિનાથજી ભગવંતના જુદાં જુદાં બે જિનાલયો હતા. અત્યારે બન્ને જિનાલયો ભેગા કરીને મોટું જિનાલય બાંધેલું છે. નૂતન જિનાલયમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથની વિ.સં. ૧૯૨૦ના મહા સુદ-૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરાઈ છે. શ્રી મનોરંજન પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ જૈનાચાર્યોએ કરી છે. સંપર્ક :- શ્રી મનોરંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર, સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.) શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૫૭ . Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ શંખેશ્વરમાં આંતરિક ચેતનાને જાગૃત કરતું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામ આવેલું છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય, અલૌકિક અને નયન રકમ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ જિનપ્રસાદને ફરતી ભમતીમાં સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેતવર્ણની, પદ્માસનસ્થ, ફણા રહિત આ પ્રતિમાજીની ઉંચાઈ ૩૧ ઈંચની છે. | મહિમા અપરંપાર પુના (મહારાષ્ટ્ર) માં રહેતા કાર્તિકભાઈ અને રેખાબેનના લગ્ન જીવનને ચૌદ વર્ષ પસાર થઈ ગયા. બન્નેનું લગ્ન જીવન સુખી અને મધુર હતું પરંતુ શેર માટીની ખોટ હતી. કાર્તિકભાઈ અને રેખાબેનના રીપોર્ટ નોરમલ હતા છતાં તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. આ પ્રશ્ન બન્ને પતિ-પત્ની ભારે ચિંતિત હતા. તેમણે અનેક ડોક્ટરો-વૈદ્યોની દવાઓ કરી હતી પરંતુ કોઈપણ દવાએ સફળતા ન અપાવી. કાર્તિકભાઈ અને રેખાબેન ધર્મ પ્રત્યે ભારે આસ્થા ધરાવતા હતા. કાર્તિકભાઈને પુનામાં ઓટોમોબાઈલ્સની દુકાન હતી. તેમજ ઘરમાં ગાડી હતી. કાર્તિકભાઈના પિતા સૌરાષ્ટ્રના ધોરાજી નામના ગામમાં રહેતા. ત્યાં તેઓ વ્યાજ વટાવનો ધંધો કરતાં હતા. કાર્તિકનો નાનો ભાઈ મેહુલ ધોરાજીમાં રહીને પિતાના ધંધામાં મદદરૂપ થતો હતો. કાર્તિકના પિતાને પણ ચિંતા થતી હતીકે કાર્તિકને ત્યાં પારણું બંધાય તો સારૂં... શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૫૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકના પિતા મનસુખલાલ પાસે એકવાર તેમના મિત્ર આવ્યા. અરસપરસ ખબર અંતર પૂછયા પછી કહ્યું: “કાર્તિકના શું સમાચાર છે. ?' “જુઓને... ! હમણાંથી તે આવ્યો જ નથી. મેં કહ્યું કે હવે દેશમાં આવી જા.. પણ તે પુના છોડવા માગતો નથી...' ‘તેને સંતાનમાં શું છે?' ‘ભાઈ, તેના લગ્નને ચૌદ વર્ષ થઈ ગયા પણ પારણું બંધાયું નથી...એની ચિંતા મને અને તેની માતાને કોરી ખાય છે. ડોક્ટરો - વૈદ્યોની દવાઓ કરી પરંતુ કંઈ જ વળ્યું નહિ. હવે તો તે કોઈ ડોક્ટર કે વૈદ્ય પાસે જવા ઈચ્છતો જ નથી. તે માનવા લાગ્યો છે કે ભાગ્યમાં હશે તો સંતાન આવશે.' 1. “ઓહ...! આ વાતની મને ખબર જ ન રહી. થોડા સમય પહેલા મારા એક મિત્રના પુત્રને પાંચ વર્ષથી સંતાન નહોતુ તો તે શંખેશ્વર યાત્રાએ ગયો અને ત્યાં પ્રાર્થના કરી તો તેને ત્યાં પુત્ર જન્મ થયો... શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર નામનું તીર્થધામ છે તેમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથજી પ્રભુની પ્રતિમાજી છે ત્યાં ખરા હૃદયથી પ્રાર્થના કરવાની હોય છે.' | “ઓહ... અમે તો ઘણીવાર શંખેશ્વર જઈએ છીએ. અમને આ વખતે અમે જઈશું એટલે પ્રભુની સેવા - પૂજા સાથે મંગલ પ્રાર્થના કરી આવીશું.” જ ‘તમે જાઓ તેમાં ખોટું નથી પણ કાર્તિક અને તેની પત્ની શંખેશ્વર આવે તો સારું રહે...' મિત્રએ કહ્યું. એમાં શું...? હું આજે જ પુના ફોન કરીને જણાવી દઈશ... તેને અને તેની પત્નીને અહીં બોલાવી લઈશ પછી અમે સાથે શંખેશ્વર જઈશું...” હા... એમજ કરો...' મિત્રએ કહ્યું. થોડીવાર વાતચીત કર્યા પછી મિત્ર ચાલ્યા ગયા. એ જ રાત્રે મનસુખલાલે પુના ફોન જોડ્યો અને કાર્તિક સાથે વિગતથી વાત કરી ત્યારે કાર્તિકે કહ્યું: ‘પપ્પા, આમ કહો તો હું આવી જઉં... હવે એ બધું ભાગ્યના ભરોસે છોડ્યું છે...' “ના... તું એકવાર અહીં આવી જા... આપણે સૌ સાથે શંખેશ્વર જઈશું... શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૫૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ તારી માતાની ઈચ્છા છે ‘ભલે... હું અહીંની ગોઠવણ કરીને બે-ચાર દિવસમાં રેખાને લઈને ત્યાં આવી જઈશ.' મનસુખલાલ ખુશ થઈ ગયા. પણ અને આઠ દિવસ પછી કાર્તિક અને રેખા ધોરાજી આવી પહોંચ્યા. બીજે દિવસે ટેક્સી બાંધીને મનસુખલાલ, તેમના પત્ની પ્રભાબેન, કાર્તિક અને રેખા શંખેશ્વર જવા વિદાય થયા. સૌ બપોરે ચાર વાગે શંખેશ્વર આવ્યા. મનસુખભાઈએ મિત્ર પાસેથી ઉતારા વગેરેની વિગતો લઈ લીધી હતી આથી પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રસાદમાં આવ્યા અને ધર્મશાળામાં બે રૂમ બુક કરાવી. વાર સૌ રૂમ પર આવ્યા. કાર્તિકે કહ્યું : “પપ્પા, તમે થાકી ગયા હશો. થોડીવાર તમે અને મમ્મી આડે પડખે થાઓ. પછી દર્શને જઈશું...” | ‘પા-અડધી કલાક આરામ કરી લઈએ... પછી દર્શન માટે જઈએ...” એમજ થયું. અર્ધા કલાકનો આરામ કરીને ચારેય જિનપ્રાસાદમાં દર્શનાર્થે ગયા. મૂળનાયકને ભાવથી વંદના કરી ફરતી ભમતીમાં દર્શન કર્યા. તેઓએ જોયું કે સત્તરમી દેરીમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે સૌએ અત્યંત ભાવથી વંદન કર્યા. અને આગળ જવા લાગ્યા. દર્શન-વંદન કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે જઈ આવ્યા ત્યાં તો સાંજના પોણા છ જેવો સમય થવા આવ્યો હતો. સૌ ભોજનશાળામાં જમવા ગયા. ચારેય અને સાદા ભોજનથી સૌ પરિતૃપ્ત થયા. ભોજન કરીને ચોરેય બજારમાં ચક્કર લગાવવા ગયા. રાત્રે ભાવનામાં બેઠા ભાવના પૂરી થયા પછી રૂમ પર આવીને સૂઈ ગયા. શ્રી મનોરંજનાજી પાર્શ્વનાથ ૧૬૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે વહેલા જાગૃત થયા. સ્નાન કાર્યથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં પૂજા કરવા ગયા. ત્યાં સૌએ દરેક શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા પછી સત્તરમી દેરીમાં બિરાજમાન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા. ત્યાં પુનઃ પૂજા કરી. પૂજા કર્યા પછી સૌએ ચૈત્યવંદન કર્યું. કાર્તિક અને રેખાએ પ્રાર્થના કરી. ફરીવાર દર્શન આવવાનો સંકલ્પ કર્યો. . મનસુખલાલ અને પ્રભાબેન પોતાના પુત્રના કલ્યાણ અને સુખ માટે પ્રાર્થના કરી. ની સેવા પૂજાથી નિવૃત્ત થઈને સૌ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે ગયા. ત્યાં કતારમાં બેસવાનું થયું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને બહાર આવ્યા ત્યારે બપોરેના સાડાબાર થઈ ગયા હતા. સૌ ધર્મશાળામાં આવ્યા અને વસ્ત્ર પરિવર્તન કરીને ભોજનશાળામાં જમવા ગયા. અને બપોરે ચાર વાગે તેઓ ધોરાજી જવા રવાના થયા. કાર્તિક અને રેખા ધોરાજી એક દિવસ રોકાઈને પુના જવા નીકળી ગયા. ત્રણ મહિના પછી કાર્તિકે મનસુખલાલ અને પ્રભાબેનને સારા સમાચાર જણાવ્યા અને રેખા સાથે આવતી કાલે ધોરાજી આવવા નીકળીએ છી તેમ જણાવ્યું. મનસુખલાલ અને પ્રભાબેનના હરખનો પાર ન રહ્યો. તેમણે મનોમન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી. કાર્તિક અને રેખા ધોરાજી આવ્યા અને ચારેય ફરીને શંખેશ્વર ગયા અને ભાવભરી વંદના સાથે સેવાપૂજા કરીને પાછા ફર્યા. અને પુરા દિવસે રેખાએ પુત્રરત્નને જન્મ આપ્યા. સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૬૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રની માળા દરરોજ એક કરવી. આ મંત્રના જાપ અત્યંત લાભદાયી છે. અત્યંત લાભદાયી છે. શરીરના આરોગ્ય તથા માનસિક શાંતિ માટે આ મંત્રજાપ ઉત્તમ છે. 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | દરરેજ આ મંત્રની એક માળા કરવી. ગુરૂપુષ્યામૃતનો યોગ હોય ત્યારે આ મંત્રના જાપ ખૂબ જ લાભદાયી છે. આ મંત્ર આરાધનથી માનસિક શાંતિ તો મળે છે. તેમજ અનેક પ્રશ્નોનું નિવારણ પણ થઈ જાય છે. - ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોરંજન પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના આઠ દિવસમાં ૧૨૫૦૦ જાપ કરવા. જાપનો આરંભ કરતાં પહેલાં શુભ દિવસ જોઈ લેવો. આ મંત્રની રોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના આરાધનથી ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. અનેક મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. અત્યંત લાભદાયી મંત્ર છે. આ | શ્રી મનોરજન પાર્શ્વનાથ જૈન દેરાસર . પો. મહેસાણા જી. મહેસાણા (ઉ.ગુ.) - ૩૮૪૦૦૧ ફોનઃ (૦૨૭૬૨) ૨૨૧૨૫૩ શ્રી મનોરંજનજી પાર્શ્વનાથ ૧૬૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહારકુશળ, ધર્મવત્સલ અને કલાપ્રેમી રહ્યા છે. ભારતમાં ધર્મપ્રેમી શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદિપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. તે આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદ્રશ્ય થયા છે, પરંતુ તીર્થનું મહાત્મા અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં ઘટાડો થયો નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ભારતના વિવિધ પ્રદેશોમાં આવેલા છે. આજે પણ આ પ્રાચીન જિનાલયો ભૂતકાળની ભવ્યતાની યાદ અપાવે છે. કલા કરીગરીના ઉત્તમ નમૂના સમાન આ જિનાલયો સંસ્કૃતિના ગૌરવરૂપ રહ્યાં છે. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના નેર નામના ગામમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રેષ્ઠ કલાત્મક કારીગીરીથી શોભતું આ જિનાલય યાત્રિકો માટે પરમ શ્રધ્ધાનું કેન્દ્ર છે. નેર ગામમાં સ્થિત શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજી શ્યામ વર્ણના, પદ્માસનસ્થ અને સપ્રફણા અલંકૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૦ ઈંચ અને પહોળાઈ ૧૬.૫ ઈંચની છે. સંપક:- શ્રી મનોવાંચ્છિત પાર્શ્વનાથ જૈનતીર્થ પેઢી, મુ.નેર(જી. ધુલીયા) -૪૨૪૩૦૩ (મહારાષ્ટ્ર) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ શંખેશ્વરમાં આવેલું છે. શંખેશ્વર આવતા હજારો યાત્રિકો અહીં દર્શન-વંદન તથા સેવા પૂજા કરવા અર્થે શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ૧૬૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ પોલ અવશ્ય પધારે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયમાં ફરતી ભમતીની અઢારમી દેરીમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાજી બિરાજે છે. પાર્શ્વનાથનું નામ મનોવાંછિત એટલા માટે છે કે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ પ્રભુની સાચા હૃદયની ભક્તિ કરે છે તેની મનોકામના પૂર્ણ કરે છે આથી ‘શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ' નામકરણ થયું હોય તેમ લાગે છે. શ્રી ૧૦૮ ભક્તિવિહાર મહાપ્રસાદના જિનાલયમાં અઢારમી દેરીમાં બિરાજમાન શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના, સમફણાથી યુક્ત અને પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર મુંબઈમાં રહેતા બાબુલાલ શેરબજારના દલાલ હોવાથી લે-વેંચ અને દલાલી કરતાં. આમ તેઓ મધ્યમવર્ગના હતા. શેરબજારમાં ક્યારેક સટ્ટો પણ રમી લેતા. એક-બેવાર તેમને ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. બાબુલાલના પત્ની ધર્મિષ્ઠાબેન નામ પ્રમાણેજ ગુણ ધરાવતા હતા. તેમને ધર્મધ્યાનમાં વિશેષ રૂચિ હતી. સવારે દેરાસરે જઈને શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરવી, ભક્તિ કરવી, સામાયિક, પ્રતિક્રમણ કરવું, ધાર્મિક જૈન કથાઓ વાંચવી વગેરેમાં જ દિવસો વીતાવતા. તેમનો પુત્ર અતુલ એક કંપનીમાં નોકરી કરતો હતો. એક દિવસ બાબુલાલ વહેલા ઘેર આવ્યા અને પત્ની ધર્મિષ્ઠાને કહ્યું : ધર્મિષ્ઠા, આ ફ્લેટ આજેજ વેંચી નાખવો પડશે. મને સટ્ટામાં ભારે નુકસાની ગઈ છે. આ ફ્લેટ વેચ્યા વિના ચાલે તેમ નથી.’ ‘મારા દાગીના છે તેના એકાદ લાખ રૂપિયા તો ઉપજી જશે.’ ધર્મિષ્ઠાએ કહ્યું . ‘એક લાખથી કામ પતે એવું નથી. હું મારા જીવનમાં આટલું ક્યારેય ૧૬૪ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુમાવ્યું નથી... મેં બે-ત્રણ મકાનના દલાલને બોલાવ્યા છે. દસ લાખથી વધારે મળે તો એટલા બચશે. મારે બજારમાં દસ લાખ રૂપિયા આઠ દિવસમાં ચૂકવી આપવા પડશે. ‘ઓહ... ભારે કરી... આપણે રહેવા ક્યાં જઈશું ?’ ‘કોઈ ભાડાના ફલેટમાં... બીજો કોઈ રસ્તો નથી.' બાબુલાલે કહ્યું. આમ પતિ-પત્ની વાતો કરતાં હતા ત્યાં એક મકાનનો દલાલ આવ્યો. બાબુલાલનો જાણીતો હતો. મકાનનો દલાલ રવજીભાઈએ કહ્યું : ‘કહો બાબુલાલ શેઠ, ક્યું મકાન વેંચવાનું છે ?’ ‘રવજીભાઈ, આ ફલેટ વેંચવાનો છે...’ ‘મારી પાસે એક ગ્રાહક તૈયાર છે. કહો તો તેને આ ફલેટ બતાવી દઉ...’ ‘તમે એને અત્યારે જ લઈ આવો...’ ‘તમે શું ગણતરી માંડી છે ?’ ‘બાર લાખ’ ‘અને.... બાબુભાઈ, તમે પણ ખરા છો... આ ફ્લેટના બાર લાખ કોણ આપે ? જરા બજારભાવ તો જાણો... આ ફલેટના વધુમાં વધુ નવ લાખ જ ઉપજે...' ‘૨વજીભાઈ, મારા પર આભ તૂટી પડ્યું છે. આજે આ ફલેટ ઊંચી કિંમતે તમારે વેંચી આપવાનો છે. તમારો ઉપકાર જીંદગીભર ભૂલીશ નહિ.’ બાબુભાઈ કરગર્યાં. ‘અરે.. અરે . . બાબુલાલ શેઠ, મારે તો બન્ને પક્ષનું હિત જોવાનું હોય કોઈને નુકસાન ન જવું જોઈએ. હજુ થોડા સમય પહેલા તમારા જ બિલ્ડીંગનો ફલેટ મેં આઠ લાખમાં વેંચ્યો હતો. હજુ એક ફલેટ આ બિલ્ડીંગમાં વેચવા કાઢ્યો છે તેની કિંમત સાડા નવ લાખ ફલેટ ધારક કહે છે. મેં પણ તેને નવ લાખ કહ્યાં હતા.' ‘તમારી બધી વાત બરાબર છે... પણ મને ઓછામાં ઓછા દસલાખ તો જોઈએ...’ ‘તમે કહો એટલે દસ લાખ ન આવે મારા સાહેબ, નવ લાખમાં કાઢવાની શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ૧૬૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા હોય તો જણાવો. આજે જ સોદો પાકો કરાવી દઉં...” “તમે તમારા ગ્રાહકનો જરા દાણો તો દાબી જુઓ...” ‘એ તો આઠ લાખથી વધારે રૂપિયો આપવા તૈયાર નથી. આ તો મારા વિશ્વાસે નવ લાખ આપવા તૈયાર થઈ જશે. તમે બીજા કોઈપણ દલાલ પાસે ભાવ કઢાવી લેજો... પછી મને ફોન કરજો...” રવજીભાઈ ચાલ્યા ગયા. રવજીભાઈના ગયા પછી બીજા બે મકાનના દલાલ આવ્યા તેમાંથી એકે સાત લાખ કહ્યાં અને બીજાએ આઠ લાખ કહ્યાં. અને ન છૂટકે બાબુલાલ રવજીભાઈને બોલાવ્યા અને નવ લાખમાં સોદો ફાઈનલ કર્યો. ચાર દિવસમાં ફલેટના હિસાબનો વહીવટ પતી ગયો. રવજીભાઈએ બાબુલાલને નાનકડો ફલેટ પણ ભાડે અપાવી દીધો. બાબુલાલ ત્યાં રહેવા ચાલ્યા ગયા. બાબુલાલે પત્નીના દાગીના વેંચીને એક લાખ જેવી રકમ મેળવીને શેરબજારમાં દસલાખનું ચુકવણું કરી દીધું. અતુલ કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેનો પગાર માત્ર ચાર હજાર રૂપિયા જેવો હતો. તે કંઈ મદદ કરી શકે તેમ નહોતો. બાબુલાલ ફરીથી શેરબજારમાં જવા લાગ્યા એક દિવસ શેર બજારમાં તેના મિત્ર મુક્તિચંદ મળ્યા. મુક્તિચંદે કહ્યું : “બાબુલાલભાઈ, મને સાંભળવામાં આવ્યું છેકે તમને ભારે નુકસાની ગઈ છે. ફલેટ પણ વેંચી નાંખવો પડયો....' . પૈસો આજે નથી તો કાલે આવશે પરંતુ મેળવેલી શાખ પાછી ન ફરે... એ વાત સાચી...' ‘તમે કેમ હમણાંથી દેખાતા નહોતા...?' હું શંખેશ્વર ગયો હતો. અહીંથી ટ્રેનમાં અમદાવાદ અને અમદાવાદથી શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ૧૬૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ ટેક્સી કરીને શંખેશ્વર, ત્યાં સેવા પૂજા કરીને સાંજે અમદાવાદ પરત. રાત્રે ટ્રેન પકડી લીધી અને સવારે અહીંયા આવી ગયો હતો.” ‘પણ તમે તો પંદર દિવસથી દેખાતા નહોતા.' ‘હું એક કામ માટે સુરત ગયો હતો. ત્યાં મારે અઠવાડીયું રહેવું પડ્યું. પણ તમે શંખેશ્વર જઈ આવોને...” જવું છે...હું બે-ત્રણ વર્ષથી જઈ શક્યો નથી.' તો એક કામ કરો... તમે બે-ત્રણ દિવસનો પ્રોગ્રામ કરીને જજો . ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ તીર્થ છે ત્યાં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડ છે.” ‘ભલે અમે ત્યાં રોકાઈશું...” બીજું, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું જિનાલય મનોરમ્ય છે. ત્યાં પ્રતિમાજી દર્શનીય છે. આ જિનાલયની ભમતીમાં ૧૮મી દેરીમાં શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. શ્યામવર્ણની આ પ્રતિમાજી ભારે અલૌકિક છે. ત્યાં અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.” ‘ભલે... આજે રાત્રે ધર્મિષ્ઠા સાથે બેસીને યાત્રાનો કાર્યક્રમ ગોઠવી લઈશ. શેરબજાર પણ હમણાં સ્થિર જેવું છે. દલાલી પણ નથી... આ દિવસોમાં શંખેશ્વર જઈ શકાશે.' થોડીવાર સુધી બન્ને મિત્રોએ વાતો કરી પછી છૂટા પડ્યા. અને ત્રણ દિવસ પછી બાબુલાલ અને ધર્મિષ્ઠા મુંબઈથી શંખેશ્વર આવ્યા. તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા, ધર્મશાળામાં રૂમ રાખી. તેઓ શંખેશ્વર બે દિવસ રહ્યાં. ત્યાં બે દિવસ સુધી શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી બે દિવસ રોકાઈને પાછા મુંબઈ આવ્યા. બાબુલાલ નિત્યક્રમ મુજબ શેરબજારમાં આવ્યા. દલાલી મળવા લાગી. | બાબુલાલે બજારમાંથી એક કંપનીના થોડા શેર લીધા અને આઠ દિવસ બાદ વેચ્યા તો તેમાં તેને સારી એવી રકમ મળી... બે મહિનામાં તેણે ગુમાવેલી શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ૧૬૭ , Page #192 -------------------------------------------------------------------------- ________________ રકમ પાછી મેળવી લીધી. બાબુલાલે છ મહિના પછી નવો ફલેટ ખરીદી લીધો. બાબુલાલ અને ધર્મિષ્ઠાને શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર શ્રધ્ધા થઈ ગઈ. ફલેટમાં રહેવા ગયા હતા પહેલાં શંખેશ્વર આવી ગયા. બન્નેએ નક્કી કર્યુ કે વર્ષમાં બે વાર શંખેશ્વર તો આવવું જ. અને એ નિયમ પાળવા તેઓ મક્કમ હતા. મંત્ર આરાધના ૐ હ્રીઁ * મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રની દરરોજ એક માળા કરવી. સૂર્યોદય પહેલાં મંત્રજાપ કરવામાં આવે તો શ્રેષ્ઠ છે. સમય અને આસન જાળવી રાખવું. આ મંત્ર જાપથી જીવનમાં ઉદભવેલી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રના જાપ શુભ દિવસ જોઈને શરૂ ક૨વા શરૂઆત ના આઠ દિવસમાં ૧૨૫૦૦ જાપ થઈ જાય તો ઉત્તમ, ત્યાર પછી દરરોજ એક માળા અવશ્ય કરવી. મનની ઈચ્છાઓ આ મંત્ર જાપથી પૂરી થાય છે. ૐ મૈં શ્રીં શ્રીં શ્રીં મનોવાંછિત પાર્શ્વનાથાય નમઃ । આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર ગણવા. આ મંત્રના આરાધનથી મનોકામના પૂર્ણ થાય છે. મંત્ર જાપ કરતી વખતે સ્થાન સ્વચ્છ હોવું જોઈએ. સમય એક જ રાખવો જરૂરી છે. કોઈપણ મંત્રજાપ વખતે દીવો અને ધૂપ અખંડ રાખવા. સામે શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. : સંપર્કઃ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક સંઘ મુ. પો. નેર, જી. ધુલિયા, (મહારાષ્ટ્ર)-૪૨૪૩૦૩. ફોન : (૦૨૫૬૦) ૨૭૬૫૦૦ ૧૯૮ શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ રાજસ્થાનમાં કલાત્મક કારીગીરીથી સંપન્ન અદ્ભૂત જિનાલયો આવેલા છે. રાજસ્થાનમાં નાગોર જીલ્લામાં આવેલ મેડતા રોડ નજીક શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન અને દર્શનીય તીર્થધામ આવેલું છે. મેડતા રોડ જંકશન સ્ટેશનથી આ તીર્થ ૧ ફલાંગ દૂર આવેલું છે. મેડતા શહેર અહીંથી ૧૫ કિ.મી ના અંતરે છે. જોધપુર, બિકાનેર, નાગોર, મેડતા વગેરે શહેરો સાથે આ તીર્થ રોડ રસ્તે સંકળાયેલું છે. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મેડતા રોડ નજીક ફલોધિ ગામમાં આવેલું છે. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદની ભમતીમાં ૧૯મી દેરીમાં, મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, જીરાવલા તીર્થની ભમતીમાં બિરાજમાન કરાયેલ છે. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ તીર્થમાં ભોજનશાળા, ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં યાત્રાળુઓની આવન-જાવન રહે છે. મેડતા શહે૨માં ૧૪ ભવ્ય જિનાલયો દર્શનીય છે. મહાયોગી આનંદધનજી મહારાજની સાધના ભૂમિ મેડતા રોડ પાસે આવેલ છે. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ તીર્થમાં દર ભાદરવા વદ-૧૦નો જૈનેતરોનો મેળો ભરાય છે. આસો સુદ-૧૦ અને પોષ સુદ-૧૦ ના દિવસે મેળો ભરાય છે. દર્શનીય તીર્થધામ છે. મેડતા રોડની નજદિક ફલોધિ ગામમાં બિરાજમાન શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથજીની પ્રતિમા અલૌકિક અને પરમ પ્રભાવક છે. પ્રતિમાજી શ્યામ વર્ણની, વેળુની, પદ્માસનસ્થ છે. જેની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. આ તીર્થના ઉદ્ભવની કથા અનુસાર ફલોધિ (મેડતા) ગામમાં પારસ નામનો શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. એક દિવસ પારસ શ્રેષ્ઠીએ ગામની બહાર અચરજ પમાડે તેવું દ્રશ્ય જોયું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેણે જોયું કે શુધ્ધ ભૂમિ પર અમ્લાન પુષ્પોના એક ઢગલા માંથી દિવ્યતાથી સભર શ્રી લવૃધ્ધિજી પાર્શ્વનાથ ૧૬૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ સૌરભ પ્રસરી રહી હતી. છે પારસ શ્રેષ્ઠીએ પોતાના જીવનકાળ દરમિયાન આવી સુગંધ ક્યારેય માણી નહોતી. તે આશ્ચર્ય અનુભવતો ગામમાં આવ્યો. એ વખતે ગામમાં આચાર્ય ભગવંત શ્રી વાદીદેવસૂરિશ્વરજી મહારાજા બિરાજેલા હતા. પારસ શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંતને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો. આચાર્ય ભગવંત શ્રી વાદીદેવસૂરિજી મહારાજ જ્ઞાની ભગવંત હતા. શ્રેષ્ઠીની વાતનો સાર તરત જ પામી ગયા. તેઓ પોતાના આસન પરથી ઊભા થયા અને શ્રેષ્ઠીની સાથે તે પવિત્ર ભૂમિ પાસે આવ્યા. તે પુષ્પઢગ નીચેની ભૂમિ ખોદતાં તેમાંથી એક અલૌકિકતા પ્રસારવતું જિનબિંબ પ્રગટ થયું. પ્રતિમાજી નયનરમ્ય અને અલૌકિક ભાસતાં હતા. છે આ પ્રતિમાજીના દર્શન માત્રથી સૌ કોઈના હૈયામાં અનેરો હર્ષ ઉભરાઈ આવ્યો. [ આ ઘટના સં. ૧૧૯૯ના ફાગણ સુદ-૧૦ ના પવિત્ર દિવસે બની હતી. પ્રગટ થયેલી પ્રતિમાજીને વાજતે-ગાજતે, મહોત્સવ રચીને ગામમાં લઈ આવવામાં આવી. અધિષ્ઠાયક દેવોએ પારસ શ્રેષ્ઠીને આ પ્રભુજીને બિરાજમાન કરવા એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરવા જણાવ્યું. એવું કહેવાય છે કે જિનાલયના નિર્માણ માટે અધિષ્ઠાયક દેવે પારસ શ્રેષ્ઠીને ગુપ્ત રીતે સહાય કરી હતી. પારસ શ્રેષ્ઠી દરરોજ પરમાત્માની સેવા-પૂજા, ભક્તિ કર્યા પછી અક્ષતનો સ્વસ્તિક કરતો. દૈવી પ્રભાવથી તે સ્વસ્તિક સુવર્ણમય બની જતો. આ સુવર્ણના અક્ષતોથી પરમાત્માના ભવ્ય જિનાલયના નિર્માણનું કાર્ય આરંભાયું. જિનાલયના નિર્માણ માટે અઢળક ધન ક્યાંથી આવે છે તે પ્રશ્ન સહુ કોઈને મનમાં થવા લાગ્યો. પારસ શ્રેષ્ઠીના પુત્રોએ આ ગુપ્ત રહસ્ય જાણવાનો આગ્રહ સેવતાં શ્રેષ્ઠીએ સુવર્ણના સ્વસ્તિકની વાત પોતાના પુત્રોને કરી, બસ, તે પછીથી અક્ષત માત્ર અક્ષત રહ્યાં. દૈવી સહાય બંધ થઈ ગઈ. અને જોરશોરથી ચાલતું જિનાલયનું નિર્માણકાર્ય અધુરૂં રહ્યું. ત્યાર પછી તો શ્રી સંઘે જિનાલયનું કાર્ય ૭ શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ ૧૭૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ સંપન્ન કર્યું. આમ જિનાલયનું નિર્માણકાર્ય પુરૂં થતાં આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સૂરિજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૨૦૪ના મહા સુદ ૧૩ના શુક્રવારે શ્રી જિન પ્રતિમાજીની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ સાથે થઈ. | વિક્રમ સંવત ૧૨૨૧માં પોરવાડ વંશીય સેયિમુણિ અને દશાઢા ભંડારીએ આ જિનાલયમાં ચંદરવો અને શિલા ફલક કરાવી આપ્યાં હતા. શ્રેષ્ઠી મુનિચંદ્ર ઉત્તાનપટ કરાવ્યો હતો. આ તીર્થ મોગલકાળમાં મુસ્લિમ આક્રમણનો ભોગ બન્યું હતું. શાહબુદ્દીન સુલતાન આ મંદિર પર ત્રાટક્યો હતો, પરંતુ તેના શરીરે એકાએક વ્યાધિ થતાં પોતાના સૈનિકો સાથે ભાગી નીકળ્યો. | વિક્રમ સંવત ૧૫૫૨માં સુરવંશી શિવરાજના પુત્ર હેમરાજે આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને ફલોદિ પાર્શ્વનાથથી ઓળખવામાં આવે છે. આ તીર્થની પ્રશસ્તિ અનેક જૈનાચાર્યોએ કરી છે. આ તીર્થ પ્રાચીન હોવાના ઐતિહાસિક પ્રમાણો તેમની રચનામાંથી પ્રાપ્ત થાય છે. સંપર્ક : શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ પેઢી, મુ.પો. મેડતા રોડ, (જી. નાગોર) રાજસ્થાન. શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ શ્રી શંખેશ્વરમાં શ્રધ્ધા અને ભક્તિનું ધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ. વિશાળ જગ્યામાં જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળા વગેરે આવેલા છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મુભુની અલૌકિક અને દર્શનીય પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં ભમતીની ૧૯મી દેરીમાં શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની અત્યંત મનમોહક અને દર્શનીય પ્રતિમાજી છે. શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ ૧૭૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્યામવર્ણના, સપ્રફણાથી સુશોભિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. | મહિમા અપરંપાર જામનગરમાં મણિલાલભાઈના પરિવારમાં પત્ની કાંતાબેન, પુત્ર નીતિન અને પુત્રી સુધા હતા. આ પરિવાર ખાધેપીધે સુખી હતું. સુધાના પાંચ વર્ષ પહેલાં વિવાહ કરી નાખ્યા હતા. તેને સંતાનમાં એક પુત્ર હતો, તે ત્રણ વર્ષનો હતો. તેનું નામ આકાશ હતું. વેકેશન હોવાથી સુધા તેના પુત્રને લઈને જામનગર માતા પિતા પાસે આવી હતી. | આકાશ કાલી કાલી ભાષામાં બોલતો હતો. તે સૌને પ્રિય થઈ પડે તેવો હતો. તે ભારે તોફાની હતો. નાના મણીલાલ તેને ભારે લાડ લડાવતા હતા. આકાશને ગમેતે વસ્તુ મોઢામાં મૂકવાની ખરાબ આદત હતી. સુધા કે કોઈ મોટેરાની નજરજાય તો તેની આ આદત છોડાવવા પ્રયાસો કરતાં પણ આકાશભાઈ સમજે તોને ? આકાશભાઈને રમતાં રમતાં એક વળી ગયેલી મોટી ખિલ્લી હાથમાં આવી.આકાશે ખિલ્લી હાથમાં લીધી ત્યારે કોઈ આજુબાજુ નહોતું. આકાશે પોતાની આદત મુજબ વળેલી ખિલ્લી મોઢામાં નાંખી અને ગળે ઉતરીને અન્નનળીમાં ફસાઈ ગઈ... થોડીવાર થઈ ત્યાં તો આકાશે રડવાનું શરૂ કર્યુ. તરત જ તેની મમ્મી સુધાબેન આવ્યા. આકાશને તેડી લીધો પણ આકાશ શાંત થતો નહોતો. સુધાએ પૂછયું: ‘બેટા, શું થાય છે. ?' આકાશે ગળા પાસે આંગળી રાખીને કહ્યું : અહીં દુ:ખે છે...' સુધાને થયું કે આકાશે મોઢામાં જરૂર કંઈક કઠણ વસ્તુ નાંથી હશે અને તે શ્રી ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ ૧૭૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ અટકી ગઈ હશે. શાળ સુધાએ તરત જ ભાઈ નીતિનને બોલાવ્યો અને વાત કરી. મણિલાલ ત્યારે બહાર ગયા હતા. કાંતાબેન પણ આવી ગયા હતા તેઓ પણ ચિંતા કરવા લાગ્યા. નીતિને કહ્યું : ‘બેન, આપણે જલ્દી ડોક્ટર પાસે જઈએ... જો ગફલતમાં રહીશું તો મુશ્કેલી ઊભી થશે.’ નીતિન અને સુધા આકાશને લઈને હોસ્પિટલે પહોંચ્યા. આ તરફ કાંતાબેન મનોમન શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં બિરાજમાન શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને પ્રાર્થના કરી. કાંતાબેન અને મણિલાલને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપાર શ્રધ્ધા હતી. વર્ષમાં બે-ત્રણવાર તેઓ શંખેશ્વર જતાં અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતરતા હતા. એક-બે દિવસ રોકાતા અને સેવાપૂજા કરતાં. બન્ને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરતાં અને ચૈત્યવંદન કરતાં. કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે કાંતાબેન શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથને મનોમન પ્રાર્થના કરતાં અને તેમની વિપત્તિ ટળી જતી પછી શંખેશ્વર જઈ આવતા. આમ કાંતાબેને સુધાના પુત્ર આકાશ માટે શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથને પ્રાર્થના કરી અને કોઈ વિપત્તિ ન આવે તેની પ્રાર્થના કરી. આ તરફ નીતિન અને સુધા આકાશને લઈને ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે આકાશને તપાસ્યો અને કહ્યું : ‘આ બાળકની અન્નનળીમાં કંઈક ભરાઈ ગયું છે તમે અત્યારે જ મોટી હોસ્પિટલે લઈ જાઓ... તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે.’ નીતિન અને સુધા આકાશને લઈને મોટી હોસ્પિટલે ગયા ડોક્ટરે ત્યાં ફોન શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ ૧૭૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ કરી દીધો હતો. હોસ્પિટલમાં આકાશને ઈમરજન્સી વોર્ડમાં લઈ આવવા માં આવ્યો. ત્યાં ટ્રીટમેન્ટ શરૂ થાય તે પહેલાં નીતિને ઘેર ફોન કરી દીધો હતો. કે થોડી વારે મણિલાલ અને કાંતાબેન પણ મોટી હોસ્પિટલે આવી ગયા. આ તરફ હોસ્પિટલના ઈએનટી સર્જકોએ દૂરબીન મૂકીને જોયું તો અન્નનળી પર કોઈ કઠણ વસ્તુ જોવા મળી. તરતજ ડોક્ટરે અદ્યતન ઉપકરણો દ્વારા બાળકની અન્નનળી માંથી ખિલ્લી બહાર કાઢી.... લગભગ બે કલાક જેવો સમય થયો હતો. ઈ.એન.ટી. સર્જને સુધાને કહ્યું : “બાળકને ગમે તે વસ્તુ ખાવાની આદત હોય તો તમારે નીચે કોઈ વસ્તુ પડી ન રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે... બાળકની આદત સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓ તેની અન્નનળી ના દ્વાર પાસે આ વળી ગયેલી ખિલ્લી હતી...” ડોક્ટરે ખિલ્લી બતાવી ને કહ્યું: ‘તમે નસીબદાર છો કે ખિલ્લી પેટમાં ન ચાલી ગઈ નહિતર આ બાળક બચી શકત જ નહીં...” નીતિને હોસ્પિટલમાં રકમ ભરીને પાછો આવ્યો અને સૌ આકાશને લઈને ઘેર આવ્યા. આ સમાચાર સુધાએ શ્વસુરપક્ષમાં રાત્રે જણાવ્યા, ત્યારે સુધાનો પતિ બીજે દિવસે સવારે જામનગર આવી પહોંચ્યો. કાંતાબેન માનવા લાગ્યા કે શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની જ કૃપા રહી ચાર દિવસ પછી મણિલાલ અને કાંતાબેન શંખેશ્વર જઈ આવ્યા અને શ્રીફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભક્તિ ભાવથી ભક્તિ કરી... શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ (૧૭૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ આરાધના ૐ હ્રીં શ્ર ફલવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ આ મંત્રની આરાધના દરરોજ કરવી. મંત્ર આરાધન સવારે એક નિશ્ચિત સ્થાન પર બેસીને કરવું. દરરોજ ૧૦૮ મંત્ર જાપ કરવા અર્થાત એક માળા કરવી. વસ્ત્રો ચોખ્ખા ધારણ કરવા. ધૂપ-દીપ મંત્ર આરાધન વખતે અખંડ રાખવા આ મંત્ર જાપથી યશ-કીર્તિમાં વધારો થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ફલવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ | | આ મંત્રની માળા દરરોજ ૧૦૮ વાર કરવી. આ મંત્રના જાપથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ અનેક પ્રશ્નોનું નિરાકરણ થતું જોવા મળે છે. એ ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર ફડવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. પુષ્યયોગ હોય ત્યારે મંત્ર આરાધનનો આરંભ કરવો. આઠ દિવસમાં ૧૨,૫૦૦ જાપ થાય તો અત્યંત લાભદાયી બને છે. લક્ષ્મી કીર્તિ અને યશમાં વૃદ્ધિ થાય છે. : સંપર્કઃ શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી ફલૌધી તીર્થ તપાગચ્છ પેટી સદર બજાર, મુ. ફલીધી, જિ. જોધપુર (રાજસ્થાન) - ૩૪૨૩૦૧. ફોન : (૦૨૯૨૫) ૨૩૩૩૪ શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ ૧૭૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાભાજી પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના જામનગર શહેરના ચોકમાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુજીનું પ્રાચીન જિનાલય આવેલું છે. જેને ચોરીવાળું દેરાસર પણ કહેવાય છે. જામનગરમાં આવેલા જિનાલયો સર્વશ્રેષ્ઠ કલાકારીગીરીથી સમૃધ્ધ છે. જામનગરમાં ૧૬થી વધારે જિનાલયો છે. અહીં જૈનોની પ્રમાણમાં સારી એવી વસ્તી છે. Eી જામનગર જીલ્લાના ગામડાઓમાં પણ ભવ્ય જિનપ્રસાદો છે. શ્રી ભાભા પાર્શ્વનાથનાં જિનાલયો અમદાવાદ તથા પાટણના ભાભાના પાડામાં છે. ( શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૦મી દેરીમાં શ્રી ભાભાજી પાર્શ્વનાથ પ્રભુની અત્યંત દર્શનીય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. મુંબઈના પરા સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની દેરીમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજિત છે. જામનગરમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીના જિનાલયમાં પ્રતિમાજી શ્યામવર્ણની, વેળુના, પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ૪૭ ઈંચ ઊંચી અને ૪૦ ઇંચ પહોળી છે. આ પરમ વંદનીય પ્રતિમાજી સપ્તફણાથી સુશોભિત છે. જામનગરના મોટા ભાગના જિનાલયોના નિર્માણમાં ભદ્રેશ્વરની અહીં આવીને વસેલા શ્રેષ્ઠીઓનું યોગદાન રહ્યું છે. જામનગરના જિનાલયોની કલાત્મક બાંધણી અદ્ભુત છે. ભદ્રેશ્વરથી શ્રી વર્ધમાન શાહ, પદ્મસિંહ રાઠોડ, તેજસી શેઠ, રાયસિંહ શેઠ વગેરે જામનગર આવીને વસ્યા અને જિનાલયોના નિર્માણમાં મહત્તમ યોગદાન આપ્યું છે. - શ્રી ભાભા પાર્શ્વનાથનું જિનાલય ચોરીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. સંવત ૧૬૭૮ના વૈશાખ સુદ-૮ ના રવિવારે અચલગચ્છીય આચાર્ય શ્રી કલ્યાણ સાગર સૂરિજીના ઉપદેશથી શ્રી સંઘે આ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૭૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાભા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય અમદાવાદમાં પણ છે. ઉપાધ્યાય શ્રી સમય સુંદરજી મહારાજ જણાવે છે કે દશમા સૈકા પૂર્વે અમદાવાદ આશાવલ કે આશાપલ્લીના નામથી ઓળખાતું, ત્યારે પણ શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય વિદ્યમાન હતું. અમદાવાદમાં શ્રી ભાભા પાર્શ્વનાથજીનું બિંબ નાનું હોવા છતાં દર્શનીય છે. પાટણમાં ભાભાના પાડામાં શ્રી ભાભા પાર્શ્વનાથજીનું ભવ્ય જિનાલય પ્રાચીનતાના ગૌરવની સાક્ષી પૂરે છે. તેના પ્રતિમાજી મહારાજા સંપ્રત્તિના સમયના નયનરમ્ય છે. વિક્રમ સંવત ૨૦૧૫માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ વદ ૭ના દિને જિનાલયની વરસગાંઠ ઉજવવામાં આવે છે. શ્રી ભાભા પાર્શ્વનાથની સ્તુતિ જૈનાચાર્યો અને મહાપુરુષોએ પોતાના ગ્રંથમાં હૈયાના ઉમળકા સાથે કરી છે. સંપર્ક : શ્રી ભાભા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ, ઠે. ચોકમાં, ચોરીવાળું દેરાસર, મુ. જામનગર (સૌરાષ્ટ્ર) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં શ્રી ભાભા પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદના વિશાળ સંકુલમાં આવેલ ભવ્ય જિનાલયની ભમતીમાં ૨૦મી દેરીમાં શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. અહીં શ્યામ વર્ણની પ્રતિમાજી છે, પદ્માસનસ્થ આ પ્રતિમાજી ફણારહિત છે. આ પ્રતિમાજી દર્શનીય અને અલૌકિક છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર માનવીના જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેનો તાગ મેળવી શકાતો નથી. માનવીના જીવનમાં સુખ અને દુઃખ આવતાં જ હોય છે. દરેકના જીવનમાં તડકો – છાંયો આવતો જ રહે છે. B ૧૭૭ શ્રી ભાભાજી પાર્શ્વનાથ Page #202 -------------------------------------------------------------------------- ________________ કલકત્તાના જૈન સુશ્રાવક પ્રાણલાલ ભાઈના જીવનમાં એવી ઘટના બની, તેઓ રાતોરાત રસ્તા પર આવી ગયા. થી વાત જાણે એમ છે કે પ્રાણલાલ ભાઈ વર્ષોથી સટ્ટાબજારમાં હતા. તેમની પોતાની પેઢી હતી. ભારતના અનેક શહેરોમાં તેમનો વહીવટચાલતો હતો. પ્રાણલાલભાઈ દરરોજ દેરાસરે જતા અને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરતાં. તેમની સાથે તેમના પત્ની રમીલાબેન પણ સેવા પૂજા કરવા માટે જતા. પ્રાણલાલ સેવા પૂજા કરીને લગભગ દસેક વાગે પેઢી પર જતાં અને વેપાર - ધંધો સંભાળતા. વેપારી આલમમાં પ્રાણલાલભાઈની પેઢીની શાખ ખૂબ હતી. - એ દિવસે સવારે પ્રાણલાલ અને તેમની પત્ની રમીલા શ્રી જિનેશ્વર દાદાની સેવાપૂજા કરીને પાછા ફર્યા. ત્યારે તેમના નોકરે કહ્યું કે મુંબઈથી શામજીભાઈના બે-ત્રણ ફોન આવ્યા છે. તાત્કાલિક ફોન કરવા જણાવ્યું છે. પ્રાણલાલ ભાઈને વસ્ત્રો બદલાવીને મુંબઈ શામજીભાઈને ફોન કર્યો. બોલો, શામજીભાઈ, બજાર કેમ છે?' પ્રાણલાલભાઈ, ખૂબજ આઘાત જનક સમાચાર છે. બજાર ગાગડી ગઈ છે. સરકારે નીતિમાં પરિવર્તન કરતાં આજ સવારથી બજાર બેસી ગઈ છે. તમો કરેલા સોદામાં લાખોનું નુકસાન થવા જાય છે. મેં બે-ત્રણવાર તમને ફોન કર્યા પણ તમે પૂજા કરવા ગયા હતાં.' ‘કેટલું નુકસાન જાય છે?' ‘લગભગ નેવું લાખ જેવા દેવાના થાય છે....” “ઓહ... તો તો મારે બધુંય વેચવું પડે તેવી સ્થિતિ થશે... વાંધો નહિ... હું બપોર સુધીમાં વ્યવસ્થા કરૂં છું...” પ્રાણલાલે કહ્યું. , એમજ થયું. એ દિવસે સાંજ સુધીમાં પ્રાણલાલે પોતાની ઓફિસ, મકાન તથા ગાડી વેંચીને જેમતેમ કરીને પંચાસી લાખ ભેગા કર્યા. પત્નીના દાગીનાના પાંચ લાખ આવ્યા આમ તેણે નેવું લાખ એકત્ર કરીને મુંબઈ ચૂકવી આપ્યા. આમ પ્રાણલાલભાઈ સટ્ટાબજારના સટ્ટામાં ઊભી કરેલી દૌલત ગુમાવી શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૭૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ દીધી. પ્રાણલાલભાઈને તેનું દુઃખ નહોતું. તેઓ સમજતા હતા કે કલકત્તા જયારે આવ્યો ત્યારે કશુંય નહોતું. જેમ અત્યારે લક્ષ્મી ચાલી ગઈ છે તેમ પાછી આવવાની જ છે.. આ પ્રાણલાલભાઈ, રમીલાબેન અને તેના બે પુત્રો રાજેશ અને હિમાંશુ લીલીયામાં રહેવા આવી ગયા ત્યાં શાંતિનગરમાં એક ભાડાનો ફલેટ મળી ગયો. પ્રાણલાલે મોટી નુકસાની વહોરી તે સમાચાર તેમના ધનવાન મિત્રો જાણતાં હોવા છતાં પડખે ઊભા રહેવા આવ્યા નહોતા. જો કે પ્રાણલાલભાઈએ તેની પરવા પણ કરી નહોતી. છે. પ્રાણલાલે અનેકને ભૂતકાળમાં ખૂબ મદદ કરેલી તેવા લોકો પણ આશ્વાસન દેવા માટે પણ આવ્યા નહોતા. આ તરફ રમીલાબેને કહ્યું : “હવે શું કરીશું?' પ્રાણલાલ પત્નીનો પ્રશ્ન સમજી ગયા. પ્રાણલાલે કહ્યું : “રમીલા, ભાગ્યમાં આવું લખ્યું હશે એટલે વિપત્તિકાળ આવ્યો છે, એથી નિરાશ થવાની જરૂર નથી. આજે આપણા દિવસો માઠા છે પણ કાલ સુધરી જશે. હવે ફરીથી શાખ જમાવવી પડશે... હું હવે ધંધામાં પ્રવૃત્ત બનું તે પહેલાં દેશમાં જવાનો વિચાર છે.. .. “હા... એ ઠીક રહેશે... આપણે ત્રણ-ચાર વર્ષથી દેશમાં ગયા નથી...” રમીલાએ કહ્યું. | ‘આજે જ સ્ટેશને જઈને ટિકિટ લઈ લઉં છું. “પ્રાણલાલે કહ્યું. [ પ્રાણલાલના કાકા અમદાવાદ રહેતા હતા. તેઓ અવાર-નવાર ભત્રીજાને તેડાવતા હતા પરંતુ પ્રાણલાલ ધંધાના કારણે નીકળી શકતા નહોતા. હવે ધંધો ઠપ્પ થઈ ગયો તેથી પ્રાણલાલે દેશમાં જવાનો વિચાર કર્યો હતો. પ્રાણલાલ એ જ દિવસે બે દિવસ પછીની કલકત્તાથી અમદાવાદની સેકન્ડ ક્લાસની બે ટિકિટ લઈ આવ્યો, પ્રાણલાલ અને રમીલા ક્યારેય સેકન્ડક્લાસમાં ગયા નહોતા પરંતુ આજે આર્થિક પરિસ્થિતિ નબળી પડી જતાં સેકન્ડક્લાસમાં જવાનું ગોઠવ્યું હતું. રાજેશ અને હિમાંશુ અભ્યાસમાં હોવાથી આવવાના નહોતાં. શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૭૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજેશ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે હિમાંશુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને બે દિવસ બાદ પ્રાણલાલ અને રમીલાબેન કલકત્તાથી દેશમાં આવવા નીકળી ગયા. દર વખતે પ્રાણલાલને દેશમાં જતાં ધંધાની ઉપાધિ રહેતી હતી પરંતુ આ વખતે તેઓ શાંતિ અનુભવતા હતા. તેમણે હવે કેવીરીતે આગળ વધવું તેનો વિચાર કર્યો નહોતો. તેમના મિત્રો દેખાતા નહોતા. આ સંસાર માયા મરિચિકાથી ભરેલો છે. સ્વાર્થના સૌ સગાં હોય છે. જ્યારે માણસની પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે. ત્યારે સગા-સ્નેહીઓ તથા મિત્રોને ખસી જતા વાર લાગતી નથી. આવું જ પ્રાણલાલની સાથે બન્યું, જયારે તેઓની જાહોજલાલી હતી, ત્યારે સગા-સ્નેહીઓ અને મિત્રોની અવરજવર પુષ્કળ રહેતી હતી. એટલું જ નહિ લોકો તેમને ત્યાં વ્યાજે રકમ મૂકવા પણ આવતાં હતા. આજ તેમની પરિસ્થિતિ બદલાઈ કે મિત્રોએ પૈસા પાછા મેળવી લીધા. સગા-સ્નેહીઓએ મોં ફેરવી લીધું હતું. પ્રાણલાલને તેનો કોઈ હરખ-શોક નહોતો. તેઓ હવે ફરીથી ધંધામાં બેઠાં થવા માંગતા હતા પરંતુ તે પહેલાં શંખેશ્વર જવાનું નક્કી કરી લીધું હતું અને તેઓ પોતાની પત્ની રમીલાને લઈને નીકળી ગયા. પ્રાણલાલ અને રમીલા હાવરા અમદાવાદ એક્સપ્રેસમાં સેકન્ડક્લાસની મુસાફરી કરીને અમદાવાદ સ્ટેશન પર આવી ગયા. અમદાવાદ સ્ટેશને કાકાનો પુત્ર તેડવા આવ્યો હતો. સ્ટેશન પર ઉતરીને એકબીજાએ કુશળ પૂછ્યા અને કુલી પાસે સામાન ઉપડાવીને સ્ટેશન બહાર નીકળ્યા. પ્રાણલાલના ચમનકાકાનો પુત્ર રાહુલ ગાડી લઈને આવ્યો હતો આથી બધો સામાન ગાડીની ડેકીમાં ગોઠવવામાં આવ્યો. ત્યાર પછી પ્રાણલાલ અને રમીલાબેનને લઈને રાહુલ આંબાવાડીના નિવાસસ્થાને આવ્યો. પ્રાણલાલે અંદર આવતાવેંત ચમનકાકાને વંદન કર્યા. રમીલાબેને પણ વંદન કર્યા. ચમનકાકા કહે: ‘ભાઈ, તને ઘણા વખતથી તેડાવું છું... આજે તું આવી શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૮૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ગયો... મને ખૂબજ ગમ્યું છે.' | ‘કાકા, છેલ્લા અઠવાડિયાથી શંખેશ્વર જવાની ઈચ્છા થઈ હતી ત્યાં તમારો ફોન આવ્યો એટલે નક્કી કરી લીધું કે હવે ગમે તેમ કરીને દેશમાં જવું જ છે.” ‘ભાઈ, તું આવ્યો તે સારું કર્યું. મને પણ મનમાં ઈચ્છા થઈ હતીકે તને જોઈ લઉં... હું તો હવે ઘરની બહાર નીકળતો નથી. ધંધો હવે છોકરાઓ સંભાળે છે... તારૂં ત્યાં કેમ છે?' ચમનકાકા, આપતો જાણો છો કે સટ્ટામાં મેં બધું ગુમાવી દીધું છે. અમે કલકત્તાના પરા વિસ્તાર લિલીયામાં રહેવા જતા રહ્યાં છીએ. ત્યાં શાંતિનગર ફલેટમાં રહીએ છીએ. ભાડા પર ફલેટ અત્યારે લીધો છે.' ‘હવે તું શું કરવા માંગે છે?' ચમનકાકા એ પૂછયું. કાકા, હજુ કંઈ નક્કી કરી શક્યો નથી. શંખેશ્વરની યાત્રા કર્યા પછી તમારી સલાહ લેવી છે. પછી નક્કી કરવું છે. અત્યારે તો કંઈ નક્કી કર્યું નથી.' કાંઈ વાંધો નહિ... બે ચાર દિવસ અહીં શાંતિથી રહો પછી શંખેશ્વર જજો...” કાકા, અમે પરમ દિવસે શંખેશ્વર જઈ આવીએ તો કેમ ? શંખેશ્વર યાત્રા કર્યા પછી શાંતિથી બે ચાર દિવસ રોકાઈશું. અમે આવતા સપ્તાહમાં કલકત્તા ચાલ્યા જવાના છીએ. રીટર્ન ટિકિટ પણ લેતા આવ્યા છીએ...' ‘તમે તો ભારે જબરા, આમતે રીટર્ન ટિકિટ લઈને અવાતું હશે ?' ત્યાં રાહુલ બોલ્યો : “રીટર્ન ટિકિટ તો ટ્રાન્સફર કરાવી શકાશે.' “ના...ના... રાજેશ અને હિમાંશુ ત્યાં છે તેને પાછી અગવડ પડે ને...!” એ બધી ચર્ચા પછી કરીશું... પહેલાં તમે નાહીલો અને જમીલો...' ચમનકાકા બોલ્યા. એમજ થયું પ્રાણલાલ અને રમીલાબેન સ્નાનકાર્ય પતાવ્યું અને પછી ભોજન કરવા બેઠા. બે-ત્રણ વર્ષ બાદ પ્રાણલાલ અને રમીલા કંઈક નિરાંતે આવ્યા હોવાથી અનેક વાતોને વાગોળવામાં આવી. રાતનો ક્યારે એક વાગી ગયો તેની ખબર જ શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૮૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ન રહી. પ્રાણલાલ અને રમીલાબેન માટે એક રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી હતી. બન્ને સૂવા માટે ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાણલાલ અને રમીલા અમદાવાદના હઠીસિંહના દેરાસરે ગયા, પ્રાણલાલભાઈ રાહુલ સાથે ઓફિસે ગયા. આમ દિવસ પૂરો કર્યો. અને ત્યાર પછીના દિવસે પ્રાણલાલ અને રમીલાબેન રાહુલની ગાડીમાં શંખેશ્વર ગયા. રાહુલે ડ્રાઈવરને મોકલ્યો હતો. ચમનકાકાને જવું હતું પણ તેમની તબિયત થોડી અસ્વસ્થ હોવાથી છેલ્લી ઘડીએ તેઓ ન ગયા. આમ પ્રાણલાલ અને રમીલાબેન શંખેશ્વર ગયા. રસ્તામાં એક જગ્યાએ ચા-પાણી માટે ગાડી રોકવામાં આવી હતી. બપોરે અગિયાર વાગે શંખેશ્વર પહોંચી ગયા તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા. અને ત્યાંની ધર્મશાળામાં ઉતર્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદનું વાતાવરણ અત્યંત પવિત્ર અને પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. આમતો પ્રાણલાલ અને રમીલાબેન પ્રથમવાર જ ભક્તિવિહારમાં ઉતરતા હતા. ચમનકાકાએ ત્યાં ઉતરવાનું જણાવેલું હતું. પેઢીના મુનિમે ધર્મશાળામાં સરસ મજાની રૂમ કાઢી આપી અને કહ્યું : ‘ભોજનશાળાના પાસ પણ લેતા જજો... નાહીને પૂજા કરી શકાશે ત્યારબાદ વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં જમવા જઈ શકશો.’ પ્રાણલાલે ત્રણ પાસ લીધા એક ડ્રાઈવરને આપી દીધો અને તેને કહી દીધું કે તું તારી અનુકુળતા પ્રમાણે જમી લેજે. આ તરફ પ્રાણલાલ અને રમીલાબેન સ્નાનકાર્ય પૂર્ણ કરીને સેવાપૂજા કરવા ગયા. તેઓ કેસર રૂમ માંથી કેસરની વાટકીઓ ભરી, ફૂલવાળા પાસેથી ફૂલ લીધા અને પૂજાની થાળી લઈને સર્વ પ્રથમ મૂળનાયકની પૂજા કરી પછી ભમતીમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી પૂજા કર્યા પછી પ્રાણલાલે રમીલાને કહ્યું : ‘રમીલા, મને વીસમી દેરીમાં બિરાજમાન શ્રી ભાભા પાર્શ્વનાથદાદાની પ્રતિમાજી નિહાળીને અંતરમાં ભક્તિની છોળો ઉદ્ભવી છે. આપણે ત્યાં બેસીને ચૈત્યવંદન શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૮૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ કરીશું...' ‘ભલે...' રમીલા બોલી. બન્ને વીસમી દેરી પાસે આવ્યા અને શ્રી ભાભા પાર્શ્વનાથ દાદાની પ્રતિમા સામે બેસીને ચૈત્યવંદન કર્યુ. પ્રાણલાલે સ્તવન ગાયું. તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. આ પ્રાણલાલ મનોમન બોલ્યા : હે દાદા, આપ તો કરૂણાના સાગર છો... આપ તો સર્વજીવો પ્રત્યે અમી દ્રષ્ટિ રાખનારા છો... આપની કૃપા મારા પર વરસાવો... મારી પરિસ્થિતિ પરિવર્તન પામી છે... તેમાં આપ મને માર્ગ દેખાડો... હવે તો આપનો જ આશરો છે... દાદા... આપનો જ આધાર છે...' - પ્રાણલાલ મનોમન પ્રાર્થના કરી રહ્યાં હતા ત્યાં પ્રતિમાજી પરથી એક ફૂલ પ્રાણલાલના ખોળામાં પડ્યું. પ્રાણલાલ તો પ્રાર્થનામાં તન્મય બની ગયા હતા. તેમનું તો ધ્યાન હતું જ નહિ. રમીલાબેનનું ધ્યાન ગયું તેમણે તે ફૂલ લઈ લીધું. થોડીવાર પછી પ્રાણલાલે રમીલાને કહ્યું : ‘રમીલા, આજે અહીં આવ્યાનો ફેરો સફળ થઈ ગયો. આજના જેવો આનંદ મને ક્યારેય મળ્યો નથી.' | ‘તમે પ્રાર્થનામાં મગ્ન હતા ત્યારે શ્રી ભાભા પાર્શ્વનાથજીની પ્રતિમાજી પરથી એક પુષ્પ આપના ખોળામાં પડ્યું હતું... આપને તેની ખબર જ ન રહી... તે પુષ્ય આ રહ્યું...” રમીલા બોલી. | રમીલાએ તે પુષ્ય પ્રાણલાલના હાથમાં મૂક્યું પ્રાણલાલે તે પુષ્પ અનેરી શ્રધ્ધા સાથે મસ્તકે અડાડયું. બન્ને ફરીને વંદન કરીને ધર્મશાળામાં આવ્યા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા બીજે દિવસે કરવા જવાનું નક્કી કર્યુ. બપોરનો એક વાગ્યો હતો. બન્નેએ વસ્ત્રો બદલાવી ભોજનશાળામાં જઈને ભોજન કર્યું. સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન લઈને પુનઃ રૂમ પર આવ્યા અને આડે પડખે થયા. સાંજે પાંચ વાગે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શન કર્યા. રાત્રે ભાવનામાં બેઠા.... બીજે દિવસે સવારે નવકારશી વાપરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના તથા શ્રી ભાભાજી પાર્શ્વનાથ ૧૮૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ તીર્થમાં બન્નેએ પૂજા કરી બપોરે ભોજન કરીને થોડીવાર આરામ કરીને બપોરે ચાર વાગે અમદાવાદ જવા નીકળી ગયા. નીકળતાં પહેલાં પ્રાણલાલે મનમાં એક સંકલ્પ ધારણ કર્યો હતો. સંકલ્પ પૂરો થાય કે તુરત જ શ્રી ભાભા પાર્શ્વનાથના દર્શન-સેવા-પૂજા અર્થે આવવાની ભાવના સેવી હતી. - પ્રાણલાલ અને રમીલા ચાર દિવસ અમદાવાદ રોકાઈને કલકત્તા જવા નીકળી ગયા. કલકત્તા પહોંચ્યા પછી બીજે દિવસે સવારે પ્રાણલાલ શ્રી ભાભા પાર્શ્વનાથનું સ્મરણ અને માળા ગણીને બજારમાં જવા નીકળ્યા તેઓ સીધા સટ્ટાબજારમાં ગયા અને એક સોદો કર્યો. તે દિવસે પ્રાણલાલને સોદાના કમીશનના દસ હજાર રૂપિયા મળ્યા. | બસ, ત્યાર પછી પ્રાણલાલનું ભાગ્ય પરિવર્તન થવા લાગ્યું. માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં પ્રાણલાલે દસલાખ રૂપિયા જેવી રકમ મેળવી. તેણે જે સંકલ્પ કર્યો હતો તે પૂરો થતાં જ પત્ની સાથે શંખેશ્વર આવ્યા અને શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે ભક્તિ કરી. તેણે મનમાં નક્કી કર્યુ કે દર વર્ષે એકવાર આ તીર્થના દર્શને અવશ્ય આવવું. અને એક વર્ષમાં પ્રાણલાલની સ્થિતિ ફરીને ઝળહળતી થઈ ગઈ. પ્રાણલાલ અને રમીલાબેન શ્રી ભાભા પાર્શ્વનાથની ભક્તિ તથા દરવર્ષે એકવાર શંખેશ્વર જવાનો નિયમ જાળવી રાખવાનો નિશ્ચય કર્યો હતો. ત્રણ વર્ષમાં તેઓ ત્રણ વાર નહિ પરંતુ છવાર શંખેશ્વર આવી ગયા હતા. આજ પણ પ્રાણલાલ અને રમીલાબેન શંખેશ્વર યાત્રાના નિયમને ચુસ્ત પણે વળગી રહ્યાં છે. શ્રી ભાભા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધાથી ભક્તિ કરી રહ્યાં છે. શ્રી ભાભા પાર્શ્વનાથને વંદન અમારા કૃપા વરસે સદા, અમ જીવન બને ન્યારા શ્રી ભાભાજી પાર્શ્વનાથ | ૧૮૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ હિ મંત્ર આરાધના ૐૐ હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ દ૨૨ોજ આ મંત્રની એક માળા કરવી. અપૂર્વ શ્રધ્ધા અને ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો મુશ્કેલીઓ, સંકટ કે વિપત્તિ દૂર થાય છે. જાપ સવારના સમયે કરવા જરૂરી છે. ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ ઉપરોક્ત બન્ને મંત્રોના જાપ કલ્યાણકારી અને મંગલદાયી છે. જીવનની વિકટ સમસ્યાઓને નષ્ટ કરનારા છે. જાપનું આરાધન શ્રધ્ધા પૂર્વક કરવું. : સંપર્ક શ્રી ભાભા પાર્શ્વનાથ જૈન દેરાસર શેઠ રાપશી વર્ધમાન જૈન પેઢી મુ.પો. જામનગર, જિ. સૌરાષ્ટ્ર - ૩૬૧૦૦૧ ફોનઃ (૦૨૮૮) ૨૬૭૮૪૦૦ ૧૮૫ શ્રી ભાભાજી પાર્શ્વનાથ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનમોહન પાર્શ્વનાથ મનને મોહી લેનારા દર્શનીય અને દિવ્યતાના તેજ પ્રસરાવતું તીર્થ “શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મહેસાણા જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામમાં આવેલ છે. મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈન પર કંબોઈ રેલ્વે સ્ટેશન છે. કંબોઈ ગામ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે છે. તથા ચાણસ્માથી કંબોઈ ૧૬ કિ.મી. ના અંતરે આવેલું છે. કંબોઈમાં આ એક માત્ર પ્રાચીન તીર્થ છે. આ પ્રાચીન જિનાલયમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. કંબોઈના શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની પાસે ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધા છે. શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દર્શનીય અને ચમત્કારિક માનવામાં આવે છે. પ્રતિમાજીના દર્શન કરતાં મન પ્રસન્નતાથી ભરાઈ જાય તેવી પ્રભુજીની પ્રતિમા ભારતના અનેક જિનાલયોમાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. કલકત્તાના ભવાનીપુરમાં આવેલા જિનાલયમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. ખંભાતમાં ત્રણ જિનાલયોમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે જેમાં એક જીરાળોપાડો, બીજી ચોક્સીની પોળમાં તથા શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલયમાં છે. - જ્યારે સુરતમાં ઓસવાળ મહોલ્લો તથા વકીલના ખાંચામાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે. પાટણમાં ત્રણ સ્થળો પર શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે. તેમાં એક મહાલક્ષ્મીના પાડામાં, બીજું ખજુરીના પાડામાં અને ત્રીજું જિનાલય મનમોહન શેરીમાં આવેલ છે. તે ઉપરાંત પેટલાદ વડોદરા, રાધનપુર, મહેસાણા, નંદાસણ, રાજસ્થાનમાં બાલી, સાંચોરીમાં, મહારાષ્ટ્રમાં ઈચલકરંજી, પુના, સાંગલી તથા કરેડા પાર્શ્વનાથ શ્રી મનમોહન પાર્શ્વનાથ - ૧૮૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ જિનાલય શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (મુંબઈ) ની ભમતીમાં, શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ તીર્થની ભમતીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમા બિરાજમાન છે. બુરાનપુર, લાડોલમાં પણ આ પાર્શ્વનાથજીનાં જિનાલયો છે. વ્યા શ્રી શંખેશ્વર તીર્થમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થધામમાં ૨૧મી દેરીમાં પરિકરથી યુક્ત શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. સ્તુતિ હે મનમોહન પાર્શ્વ પ્રભારી દર્શન કરતાં મનડું મલકે. કંબોઈનગરમાં બિરાજે, શ્રધ્ધાળુઓના ચિત્ત ચોરે... કંબોઈમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પરમ પ્રભાવક છે. શ્વેત પાષાણની પ્રતિમાજીના મસ્તક પર સપ્તફણાનું છત્ર છે. આ દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે. કંબોઈમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયની ઐતિહાસિક વિગતો પ્રમાણે એ વખતે મૂળરાજ ચાવડાનું શાશન હતું. મૂળરાજ ચાવડાએ સંવત ૧૦૪૩માં વઢિયાર દેશમાં આવેલા મંડલીના મૂળનાથને મોઢેરા પાસેનું કંબોઈ ગામ દાનમાં લખી આપ્યું હતું. મૂળરાજ ચાવડાએ જે દાનપત્ર મૂળનાથને લખી આપ્યું હતું તેમાં કંબોઈ ગામના જૈનતીર્થની કોઈ વાત દર્શાવી નથી. આ પ્રતિમાજી સંપત્તિ મહારાજાના કાળની હોવાની સંભાવના છે. કંબોઈ તીર્થ અંગેના ઐતિહાસિક તથ્યો ૧૭મી સદી અને ત્યાર પછીના ઉપલબ્ધ છે. આથી કહી શકાય કે આ તીર્થ ૧૭મા સૈકાથી તો અસ્તિત્વ ધરાવે છે. સંવત ૧૬૩૮ની એક ધાતુની પ્રતિમાજીમાં કંબોઈ ગામનો ઉલ્લેખ દર્શાવાયો છે. શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૮૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ | સંવત ૧૯૪૮માં આચાર્ય ભગવંત પૂ. શ્રી લલિત પ્રભસૂરિજી મહારાજ દ્વારા રચિત “પાટણ ચૈત્ય પરિપાટી'માં કંબોઈના પાર્શ્વનાથજીનો ઉલ્લેખ છે. | મૂળનાયકની બંને બાજુમાં રહેલી મૂર્તિઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તે મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત ૧૬૫૯ના વૈશાખ સુદ ૧૩ની આચાર્ય ભગવંત શ્રી વિજ્યસેનસૂરિજી મહારાજે કરી હતી. તે સિવાય સંવત ૧૫૦૪, ૧૫૦૫, ૧૫૧૮ ની સાલ અન્ય મૂર્તિઓ પર જોવા મળે છે. પૂર્વે આ મનમોહન પાર્શ્વનાથજીની પ્રતિમા એક નાનકડી દેરીમાં હતી. સંવત ૧૯૬૮માં પ્રતિમાજીને મૂળ મંદિરમાં પધરાવાઈ. સંવત ૨૦૦૩ના મહા સુદ પુનમના રોજ મૂળનાયક તરીકે શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુને પુનઃ પ્રતિષ્ઠિત કરવમાં આવ્યા. જિનાલયમાં સભામંડપ અને ચાર દેરીઓ છે. ભવ્ય શિખર અને ચાર ઘુમ્મટ છે. શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું આ તીર્થ દર્શનીય છે અને મનને સાતા ઉપજાવનારૂં છે. - અહીં દર મહા સુદ પૂનમના દિવસે જિનાલયની વર્ષગાંઠ ઉજવાય છે. તેમજ ફાગણ સુદ-૨ ના અહીં મોટો મેળો ભરાય છે. અહીં અનેક ભાવિકો પુનમ ભરે છે. દર પુનમના આ તીર્થ પર મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ મુંબઈના ભાવિકોની ઉપસ્થિતિ રહે છે. કંબોઈ ગામમાં પ્રાચીન જિનમૂર્તિઓના અવશેષ અવાર નવાર પ્રાપ્ત થતાં રહે છે. જૈનાચાર્યો અને મહાપુરુષોએ શ્રી મનમોહન પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ મુક્ત કંઠે પોતાની રચનાઓમાં ગાઈ છે. સંપર્ક : શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, મુ.પો. કંબોઈ, તા. ચાણસ્મા, જી. મહેસાણા (ઉ.ગુજરાત). શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૮૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ સમસ્ત જૈન સમાજ તથા જૈનેતર સમાજ માટે શ્રી શંખેશ્વર તીર્થ આસ્થાના કેન્દ્ર સમું છે. શંખેશ્વર તીર્થમાં રોજ વિશાળ ભાવિકોની અવરજવર રહે છે. જ્યારે ઉત્સવ હોય ત્યારે હજારો ભાવિકો દૂર દૂરથી આવતા હોય છે. 5 શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ ધામ આવેલું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન-જૈનેતરો માટે અત્યંત શ્રધ્ધાનું ધામ બન્યું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં દર્શનીય અને કલાત્મક કારીગીરીથી યુક્ત શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું મહા જિનાલય આવેલ છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દેરીઓ છે. દરેક દેરીમાં મનને પ્રસન્નતા ઉપજાવે, ભક્તિના ભાવ પૂરે તેવી પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં મૂળનાયકની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને સૌ કોઈને ભાવ વિભોર કરી મૂકે તેવી છે. આ સંકુલમાં જિનાલય ઉપરાંત ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સર્વોત્તમ સગવડ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૧મી દેરી શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેતવર્ણની છે. તેમજ સપ્તફણાથી યુક્ત છે. પરિકરથી પરિવૃત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી સૌ કોઈના મન મોહી લે તેવી છે. ચમત્કારિક છે. મહિમા અપરંપાર વડોદરામાં ઓટો સ્પેર્સ પાર્ટસનો વ્યવસાય કરતાં પ્રકાશભાઈ દોશીને ધર્મ પ્રત્યે ખાસ કંઈ શ્રધ્ધા નહિ. તેઓ પરિવારને લઈને ધાર્મિક સ્થાનો પર જતાં પરંતુ શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૮૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ તેમના મનમાં ભક્તિના ભાવ જોવા ન મળે. તેઓ માત્ર સહેલગાહે નીકળ્યા હોય તેવું માનતા. તેમના પત્ની સુશીલાબેન શ્રી જિનેશ્વર ભગવંતની અપૂર્વ ભક્તિ કરતાં તેઓ ક્યારેક પતિને સમજાવતા: “આપ એકવાર ભક્તિનો માર્ગ અપનાવશો તો આપના હૈયામાં અનેરો આનંદ ઝુમી ઉઠશે... પરંતુ પ્રકાશભાઈ પત્નીની આ વાત ગણકારતાં નહોતા. તેઓ તો તેની મસ્તીમાં જ રમતાં... પ્રકાશભાઈનો ઓટો સ્પેર્સ પાર્ટસનો વ્યવસાય સરસ ચાલતો હતો. ઘરમાં ગાડી હતી અને અલ્કાપુરીમાં સરસ મજાનું મકાન હતું. તેમને સંતાનમાં માત્ર નિલેશ પુત્ર હતો. તે હજુ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એકવાર સ્કૂલમાં નિલેશને ચક્કર આવતાં પડી ગયો. શાળાના આચાર્ય તરત જ પ્રકાશભાઈને ફોન કર્યો અને તત્કાળ આવી જવા જણાવ્યું. શાળાના શિક્ષકો અને નિલેશના વર્ગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવતી હતી કે એકાએક નિલેશને શું થઈ ગયું? આચાર્યએ નિલેશને પંખા નીચે રાખ્યો. પાણીનો છંટકાવ કર્યો પણ નિલેશ ભાનમાં આવ્યો નહિ. તરત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે નિલેશની નાડી તપાસી. નાડી બરાબર ચાલતી હતી. ડોક્ટર કોઈ ઉપચાર કરે તે પહેલાં નિલેશના પપ્પા આવી ગયા. પ્રકાશભાઈએ આચાર્યને પૂછયું : “સાહેબ, મારા પુત્રને શું થઈ ગયું છે? ડોક્ટર શું કહે છે?' આચાર્યે કહ્યું: ‘પ્રકાશભાઈ, આપ ચિંતા કરશો નહિ. તેને વર્ગમાં એકાએક ચક્કર આવી ગયા તેમાં તે પડી ગયો અને બેભાન થઈ ગયો, અમે તેના પર પાણીનો છંટકાવ કર્યો પરંતુ તે ભાનમાં ન આવતાં ડોક્ટરને અહીં બોલાવ્યા. ડોક્ટર હજુ હમણાંજ આવ્યા છે. શું કારણથી આમ બન્યું તે હવે જાણવા મળશે.' તે ડોક્ટરે તરત જ પ્રકાશભાઈને કહ્યું : “પ્રકાશભાઈ, આપનો પુત્ર આ અગાઉ ક્યારેય ચક્કર આવતાં પડી ગયો હતો ?' “હા... બે વર્ષ પહેલાં એવું બન્યું હતું. પણ તે તો તરત જ ભાનમાં આવી ગયો હતો. ત્યારે અમે તેની દવા કરાવી હતીફેરીને આવું કેમ બન્યું?', શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૯૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રકાશભાઈ, તમારા પુત્રને સામાન્ય બીમારી છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી...’ ‘પણ આમ થવાનું શું કારણ ?’ ‘નબળાઈના કારણે આમ બન્યું છે. છતાં બધા રીપોર્ટ કઢાવીએ પછી ખબર પડે...’ ડોક્ટરે કહ્યું. ‘હું આજે જ તમામ રીપોર્ટ કઢાવી લઈશ.’ પ્રકાશભાઈ ના મનમાં ચિંતા પેસી ગઈ હતી. તેમને થયું કે શું નિલેશને કોઈ ગંભીર બીમારી હશે...!ના..ના.. એવું તો ન જ હોય...! લગભગ એક કલાક બાદ નિલેશ ભાનમાં આવ્યો. ડોક્ટરે તેને શક્તિનું ઈન્જેકંશન આપ્યું હતું. શાળાના આચાર્યે પ્રકાશભાઈને કહ્યું : ‘પ્રકાશાઈ, તમે નિલેશને ઘેર લઈ જાઓ.. બે-ત્રણ દિવસ સ્કૂલે નહિં આવે તો ચાલશે. તેની સારવાર શરૂ કરી દો...’ ‘ભલે...’ આમ કહીને પ્રકાશભાઈ નિલેશને લઈને ઘેલ આવ્યા. પ્રકાશભાઈને એકાએક નિલેશ સાથે આવેલા જોઈને સુશીલાબેનને આશ્ચર્ય થયું. સુશીલાએ પુછયું : ‘આજે તમે નિલેશને લઈને ઘેર વહેલાં આવી ગયા..!' ‘સુશીલા, નિલેશને સ્કૂલમાં ચક્કર આવ્યા હતા તેથી તે ત્યાં બેભાન થઈ ગયો હતો. આજે જ આપણે આપણા ફેમીલી ડોક્ટર પાસે જવું પડશે અને તેની દવા કરાવવી પડશે.’ ‘ઓહ...! મારા દીકરાને એકાએક શું થઈ ગયું ?’ સુશીલા રડવા લાગી. ‘સુશીલા, આમ રડવાથી કંઈ જ નહિ વળે... ચાલ તું તૈયાર થઈ જા... આપણે ત્રણેય અત્યારે જ ડોક્ટર પાસે જઈએ...’ ‘ચાલો... હું થોડીવારમાં તૈયાર થઈ જઉં છું.’ સુશીલા બોલી. થોડીવાર રહીને પ્રકાશભાઈ અને સુશીલા નિલેશને લઈને પોતાના ફેમીલી ડોક્ટરની પાસે ગયા. ફેમીલી ડોક્ટર ત્રિવેદીએ નિલેશને તપાસ્યો અને કહ્યું : ‘પ્રકાશભાઈ, મને ૧૯૧ શ્રી મનમોહન પાર્શ્વનાથ Page #216 -------------------------------------------------------------------------- ________________ લાગે છે કે આપણે નિલેશના બધા ટેસ્ટ કરાવી લઈએ... નબળાઈનું કારણ લાગતું નથી...” આ ડોક્ટરનો જવાબ સાંભીને પ્રકાશભાઈને ભારે પ્રાસ્કો પડ્યો શું કોઈ ગંભીર બીમારી હશે? પ્રકાશભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર જ હતો. સુશીલાબેનની આંખો રડી રડીને સુઝી ગઈ હતી. તેઓ વિચારતા હતા કે મારા લાલને શું થયું? ડોક્ટરે બધા ટેસ્ટ કરાવવાનું કહ્યું છે તો જરૂર કંઈક હશે. નહિતર ડોક્ટર દવા આપે જ...' સુશીલાબેનને શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની એકવીસમી દેરીમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા હતી તેઓ જ્યારે શંખેશ્વર જતાં ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ જિનાલયમાં દર્શનાર્થે જતાં, સેવા પૂજા કરતાં પરંતુ વિશેષ ભક્તિ શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની કરતાં. તેઓ નાનપણથી જ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારા હતા. સુશીલાબેને મનમાં સંકલ્પ કર્યો કે પુત્રના રીપોર્ટમાં કશું ન આવે તો નિલેશને લઈને શંખેશ્વર જવું, ત્યાં એક દિવસ રહીને શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવી. સુશીલાએ પોતાનો સંકલ્પ પ્રકાશભાઈને જણાવી દીધો. પ્રકાશભાઈ પણ નિલેશના રીપોર્ટમાં કશું ન આવે તો શંખેશ્વર જવા કબુલ થયા. પરંતુ પ્રકાશભાઈને મનમાં ઊંડે ઊંડે વું લાગતું હતું કે નિલેશના રીપોર્ટમાં જરૂર કંઈક આવશે જ. ડોક્ટરની વાત પછી આ શંકા દઢ બની હતી. બીજે દિવસે નિલેશના તમામ ટેસ્ટ લેવામાં આવ્યા અને સાંજે રીપોર્ટ લેવા જવાનું હતું. રીપોર્ટ લઈને ડોક્ટર પાસે જવાનું હતું. એ દિવસે સાંજે પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ સાથે જ નીકળ્યા. સુશીલા મનમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતી હતી. પ્રકાશભાઈએ પેથોલોજીસ્ટ પાસેથી રીપોર્ટ લીધા અને પૂછયું : “ડોક્ટર, ટેસ્ટમાં કંઈ ગંભીર બાબત નથી ને?” ના...ના... બધું જ નોર્મલ છે. હીમોગ્લોબીન અને કેલ્શીયમ જરા ઓછુંe શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૯૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ 5. કોઈ ચિંતા કરવા જેવી વાત નથી.” ડોક્ટરે હસતાં હસતાં કહ્યું” પ્રકાશભાઈએ રાહતનો શ્વાસ ખેંચ્યો. તેઓ સુશીલાને જણાવ્યું કે રીપોર્ટમાં કાંઈ નથી...' સુશીલાબેન પ્રકાશની વાત સાંભળીને રાજી રાજી થઈ ગયા. તેમનો સંકલ્પ સફળ થયો હતો. ત્રણેય ત્યાં પોતાના ફેમીલી ડોક્ટર ત્રિવેદી પાસે આવ્યા. ડો. ત્રિવેદીએ નિલેશના તમામ રીપોર્ટ તપાસ્યા પછી કહ્યું: ‘પ્રકાશભાઈ, તમે ચિંતામુક્ત રહેજો, માત્ર હીમોગ્લોબીન અને કેલ્શીયમ જરા ઓછું છે. પણ એ તો દવા કરવાથી તેમજ ફળ-ફુટ ખાવાથી સરખું થઈ જશે. મને તો બીજી જ શંકા હતી પણ એવું કશું નથી.' ના પ્રકાશભાઈએ કહ્યું : “ડોક્ટર સાહેબ, મારી પત્ની સુશીલાએ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનપ્રસાદમાં બિરાજમાન શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુના દર્શનની માનતા રાખી હતી કે રીપોર્ટમાં કંઈ ન નીકળે તો દર્શન કરવા જવું....' પ્રકાશભાઈ, તમે ખુશીથી જાઓ... અને માનતા પુરી કરી આવો... નિલેશ એકદમ ઓ.કે. છે. ચિંતાનું કોઈ કારણ નથી. હું દવા લખી દઉ છું તે તેને નિયમિત આપતા રહેજો તથા કાચા શાકભાજી, ફળ-ફુટ પણ આપતાં રહેજો...” ભલે... ડોક્ટર..!' પ્રકાશભાઈએ કહ્યું. સૌ ઘેર પાછા ફર્યા બીજે દિવસે શનિવાર આવતાં પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ શંખેશ્વર જવા વિદાય થયા. પ્રકાશભાઈ, સુશીલા અને નિલેશ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદમાં આવ્યા અને ત્યાં રૂમ રાખીને એક દિવસ રહ્યાં. આ વખતે પ્રથમવાર પ્રકાશભાઈએ પત્ની અને પુત્ર સાથે રહીને શ્રી જિનેશ્વર ભગવંતોની સેવાપૂજા. કરી તેમજ શ્રી મનમોહન પાર્શ્વનાથ પ્રભુની અંતરના ઉમળકા સાથે પૂજા કરી. સુશીલાબેને ચૈત્યવંદન વગેરે કર્યું, પ્રભુની સ્તુતિ ગાઈને ભક્તિમાં રસ તરબોળ બન્યા. શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૯૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે સૌ શંખેશ્વરથી વડોદરા જવા પાછા ફર્યા. આ વખતે પ્રથમવાર પ્રકાશભાઈના હૈયામાં ધર્મનો રંગ લાગ્યો હતો. શંખેશ્વરથી પાછા ફર્યા પછી તેઓ વડોદરાના જિનાલયમાં પત્ની સાથે સેવા પૂજા માટે જવા લાગ્યા. પ્રકાશભાઈના જીવનમાં પરિવર્તન આવી ગયું. નિલેશની તબિયત પણ સુધરી ગઈ હતી. in મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રી મનમોહન પાર્શ્વનાય નમ : આ મંત્ર ચમત્કારી છે. આ મંત્રની એક માળા દરરોજ કરવી. સમય અને જાપ કરવાની જગ્યા એક જ રાખવી. આ મંત્રના જાપથી વિપ્નો નષ્ટ થાય છે. પરિવારમાં શાંતિ સ્થપાય છે. (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનમોહન પાર્શ્વનાથાય નમઃ - આ મંત્રની માળા દરરોજ એક કરવી, કોઈપણ મંત્રના જાપ કરવામાં આવે ત્યારે દીવો અને ધૂપ અખંડ રાખવા જરૂરી છે. આ મંત્ર પણ પ્રભાવશાળી છે. (૩) ૐ શ્રીં હ્રીં શ્રીં મનમોહન પાર્શ્વનાથાય નમઃ આ મંત્રની માળા દરરોજ એકવાર સવારના ભાગે કરવાથી મનને શાંતિ મળે છે તેમજ મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. : સંપર્કઃ શ્રી મનમોહન પાર્શ્વનાથ દરખાના ટ્રસ્ટ | મુ.પો. કંબોઈ તા. ચાણસ્મા ( જિ. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૧૦ ફોનઃ (૦૨૭૩૪) ૨૭૧૩૧૫ ભારતીય શ્રી મનમોહન પાર્શ્વનાથ ૧૯૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભયભંજન પાર્શ્વનાથ રાજસ્થાનના જાલોર જીલ્લાના ભિન્નમાલ મુકામે હાથીચોકી પોલ નામના વિસ્તારમાં પ્રાચીન અને પ્રભાવક શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. શ્રી ભયભંજન પાર્શ્વનાથ નામની પ્રતિમાજી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ૨૨મી દેરીમાં પ્રતિષ્ઠિત છે. ભીલડીથી જાલોર રેલ્વેલાઈનમાં આવેલ ભિન્નમાલ રેલ્વે સ્ટેનથી આ તીર્થસ્થળ એક કિ.મી.ના અંતરે આવેલું છે. ભિન્નમાલમાં અન્ય અગિયાર પ્રાચીન અને દર્શનીય જિનાલયો આવેલા છે. આ જિનાલયો ૧૪મીથી ૧૮મી સદીના છે. તેમજ નૂતન જિનાલય પણ આવેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્રી વજસ્વામી આ નગરમાં પધારેલા હતા. ભિન્નમાલ એક સમયે ગુજરાતની પ્રાચીન રાજધાનીનું શહેર હતું. આબુ દેલવાડાના મંત્રી વિમલ શાહના પૂર્વજો આ ગામના હતા. સમગ્ર શહેર કલાપૂર્ણ અવશેષોના ખંડેરોથી ભરેલું છે. દરેક મંદિર ૪૦૦થી ૬૦૦વર્ષ પૌરાણિક છે. પ્રતિમાજીઓ પ્રાચીન અને મનોરમ્ય છે. ભિન્નમાલની એક જમાનામાં ભવ્ય જાહોજલાલી રહી હતી. ભિન્નમાલ શહેરમાં શિખરબંધી જિનાલયમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની પંચધાતુની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને પ્રાચીન છે. ફણા રહિતની આ દિવ્ય પ્રતિમાજીની ઊંચાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે. પૂર્વકાળમાં આજનું ભિન્નમાલ ખૂબજ સમૃધ્ધ નગર હતું. શ્રીમાલ, રત્નમાલ કે ભિલ્લમાલ વગેરે ભિન્નમાલના અપર નામો છે. ભિન્નમાલ નગરીનું તથા તેની સમૃધ્ધિનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયું છે. આ નગરીમાં પૂર્વકાળમાં ચોર્યાસી જ્ઞાતિની અહીં સ્થાપના હતી. આ નગરને ૮૪ દરવાજા હતા. આ નગરમાં નેવું હજાર વ્યવહારી, પિસ્તાલીસ હજાર બ્રાહ્મણો વસતા હતા. ૮૪ વણિકો, ૬૪ શ્રીમાલ બ્રાહ્મણ અને ૮ પ્રાગ્વાર બ્રાહ્મણો કોટ્યાધિપતિ હતા. અહીંનું મહાલક્ષ્મી દેવીનું મંદિર લોકોની આસ્થાનું સ્થાન હતું. વિ.સંવત ૫૫૦માં ચાપવંશનો રાજા વ્યાપ્રમુખ અહીંથી ગુર્જર દેશનું શાસન શ્રી ભયભંજન પાર્શ્વનાથ િ૧૯૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ચલાવતો હતો. વિક્રમની ૭મી સદીથી ૧૧મી સદી સુધીમાં રચાયેલા ગ્રંથોમાં આ નગરીનો ઉલ્લેખ “ભિલ્લમાલ' તરીકે થયો છે. ત્યાર પછી “શ્રીમાલ' અને પંદરમાં સૈકામાં ‘ભિન્નમાલ' તરીકે ઓળખાવા લાગ્યું. એ આ નગરમાં એક વ્યવહારી શ્રાવકે જિનાલય બંધાવ્યું, તેમાં પિત્તળના પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન કરાવી હતી, પરંતુ મુસ્લિમ આક્રમણોના ભયથી આ પ્રતિમાજીને ભંડારી દેવામાં આવી હતી. વર્ષો વીતી ગયા. સંવત ૧૬૫૧માં દેવળની ઈંટ ખોદતાં આ પિત્તળની ધાતુના પ્રતિમાજી પ્રગટ થયા. તેની સાથે એક સમવસરણ, સરસ્વતી આદિની પ્રતિમાજીઓ પણ પ્રગટ થઈ, તે સમયે ત્યાં બિરાજમાન પંન્યાસજી (ભાવડ હરાગચ્છીય ચતુર્દશી પક્ષ) ભાવ વિભોર બન્યા પંન્યાસજીએ આ પ્રતિમાજી શ્રી શાંતિનાથજીના જિનાલયમાં પ્રતિષ્ઠિત કરી ત્યારે ભવ્ય મહોત્સવ રચવામાં આવ્યો હતો. મહોત્સવમાં શ્રી જિનેશ્વર ભક્તિ કરાઈ હતી. આ પ્રસંગમાં આજુબાજુના ગામો અને શહેરો માંથી વિશાળ સંખ્યામાં જૈન - જૈનેતરો ઉમટી આવ્યા હતા. ભિન્નમાલના સૂબાને આ પ્રતિમાજી પ્રગટ થયાની જાણ થઈ. એ વખતે જાલોરમાં ગઝનીખાન સત્તા પર હતો. ભિન્નમાલના સૂબાએ ગઝનીખાનને પિત્તળની પ્રતિમાજી પ્રગટ થયાની જાણ કરી. મુસ્લિમ રાજા ગઝનીખાને તે પ્રતિમા પ્રાપ્ત કરીને તેમાંથી ઘંટ બનાવવાની યોજના ઘડી. તેણે સૂબા મારફત તે પિત્તળના પ્રતિમાજી મેળવી લીધા. | ભિન્નમાલના સમસ્ત જૈન સંઘમાં ચિંતાના વાદળો ઘેરાયાં. સમસ્ત જૈન સમાજ ઉપાશ્રયમાં એકઠો થયો અને પ્રતિમાજી પાછી મેળવવા શું કરવું તે અંગેની ચર્ચા વિચારણા કરી. કોઈએ કહ્યું : “આપણે ગમે તેમ કરીને ગઝનીખાન પાસેથી પ્રતિમાજી મેળવી લેવા જોઈએ...' બીજો કહે: “પણ સત્તાના નશામાં ઝુમતા ગઝનીખાન પાસેથી પ્રતિમાજી મેળવવા શી રીતે? તેની પાસે લશ્કર છે. વિશાળ સત્તા છે. આપણે તેની સામે યુધ્ધ કરી શકીએ તેમ નથી... કોઈ એવો માર્ગ વિચારો કે આપણને પ્રતિમાજી લે શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૧૯૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ સહજતામાં પ્રાપ્ત થઈ જાય...’ 6 ભિન્નમાલના એક જૈન શ્રેષ્ઠીએ કહ્યું : · આપણે દસ બાર શ્રાવકો ઝાલોર જઈએ અને ગઝનીખાનને સમજાવવાનો પ્રયત્ન કરીએ... આ પ્રતિમાજી સાથે અમારી શ્રધ્ધા અને ભક્તિ જોડાયેલાં છે.' ‘પણ...આપણી વિનંતીનો સ્વીકાર કરશે ખરો ?’ કોઈએ પૂછ્યું. ‘મેં અગાઉ કહ્યું કે આપણે પ્રયાસ કરવાનો છે. જો એમને એમ હાથ જોડીને બેસી રહીશું તો કોઈ કાર્ય સિધ્ધ નહી થાય.' બધાને થયું કે આ વાત સાચી છે. અને નિર્ણય લેવાયો કે ગઝનીખાન પાસે જવું અને અનુરોધ કરવો. એમજ થયું. ભિન્નમાલ જૈન સંઘના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ જાલોર ગઝનીખાનને મળવા ગયું. ત્યાં લગભગ એક કલાક સુધી વિનંતીઓ કરી પરંતુ જક્કી સ્વભાવનો ગઝનીખાન કોઈ વાતે ન માન્યો... પ્રતિનિધિ મંડળને સફળતા ન મળતાં નિરાશ વદને પાછા ફર્યા. ભિન્નમાલના ભાવિક શ્રાવકોએ પ્રતિમાજીની રક્ષા કાજે વિવિધ અભિગ્રહો ધારણ કર્યા. એ વખતે વીરચંદ સંઘવી નામના એક સુશ્રાવકે પ્રતિમાજી પાછા ભિન્નમાલ ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો. આ શ્રેષ્ઠીની મક્કમતા અને પ્રભુભક્તિ જોઈને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયા. વીરચંદ શ્રેષ્ઠીએ અધિષ્ઠાયક દેવને હૈયાની વાત જણાવી. અધિષ્ઠાયક દેવે ઝાલોરમાં જઈને ગઝનીખાનને પ્રતિમા પાછી આપવાનો આદેશ કર્યો. પરંતુ સત્તાના મદમાં ગર્વિષ્ઠ બનેલા ગઝનીખાને દેવની વાત કાને ન ધરી અને તેણે દેવ સાથે દુષ્ટતાપૂર્ણ વ્યવહાર કર્યો. આ તરફ ગઝનીખાને પોતાના મહેલમાં સુવર્ણકારોને બોલાવ્યા અને આજ્ઞા આપી કે આ મૂર્તિમાંથી પોતાની બેગમ માટે નવસેરો હાર અને અશ્વને ગળે બાંધવાનો ઘૂઘરો બનાવો. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૧૯૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ મુસ્લિમ રાજાની આજ્ઞાનુસાર સુવર્ણકારોએ પ્રતિમા ભાંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલાં ભ્રમરોનું વિશાળ ઝુંડ સુવર્ણકારોની આસપાસ આવી ગયું. તેના ગુંજારવથી વાતાવરણ ભયાનક બની ગયું. મુસ્લિમ રાજા ગઝનીખાનની બેગમ પણ ડરીને ભાગી ગઈ. મુસ્લિમ રાજા ગઝનીખાન એકાએક ભ્રમરોના આક્રમણથી ભયભીત બન્યો. ગઝનીખાનના સૈનિકો અદ્રશ્ય રીતે હણાવા લાગ્યા. ચારે તરફ નાસભાગ મચી ગઈ. એ વખતે ભિન્નમાલનો સૂબો ત્યાં જ હતો. તેણે ગઝનીખાનને પોરસ ચડાવ્યો અને પ્રતિમાજી ન સોંપવા જણાવ્યું. અદ્રશ્ય શક્તિએ મુસ્લિમ રાજા પર પ્રહારો કર્યો. મુસ્લિમ રાજા ગબડી પડ્યો. ભિન્નમાલના સૂબા પર પ્રહારો થયા. તે પોતાનો જીવ બચાવવા રઘવાયાની જેમ આમતેમ નાસભાગ કરવા લાગ્યો. ગઝનીખાન પણ અધમૂઓ થઈ ગયો હતો. તેને થયું કે લડાઈ કરવી કોની સાથે ? કોઈ શક્તિ હવામાં જ પ્રહાર કરે છે...! ત્યાં જ ગઝનીખાને કહ્યું : “હું પ્રતિમાજી સોંપી આપવા તૈયાર છું.' ગઝનીખાને હાર સ્વીકારી લીધી. મુસ્લિમ રાજાએ આદરભાવથી પ્રતિમાજીને સિંહાસન પર બેસાડીને પૂજી અને સ્તુતિ ગાઈ. છેવટે તે પ્રતિમાજીની સોંપણી ભિન્નમાલના જૈન સંઘને કરવામાં આવી. જૈન શાસનનો જયનાદ ગુંજવા લાગ્યો. આમ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઝાલોરથી ભિન્નમાલ વાજતે ગાજતે લઈ આવવામાં આવી. દિવ્ય અને અલૌકિક શ્રી પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ થયો. ઝાલોર અને ભિન્નમાલના જૈન સંઘો તેમાં જોડાયા. સૌના હૈયામાં અનેરો ધર્મોલ્લાસ છવાયો. આ તરફ ગઝનીખાનને ખોટી સલાહ આપનાર ભિન્નમાલનો સૂબો પાંચ પુત્રો સાથે મૃત્યુ પામ્યો.. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૧૯૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૬૭૧માં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાયું. જૈન સંઘને રાજાના ભયથી મુક્ત કરનારા આ પરમ પ્રભાવી પાર્શ્વનાથ ‘ભયભંજન' ના નામથી પ્રસિદ્ધ થયા. દર વર્ષે કારતક સુદ-૧૫ના જિનાલયની સાલગીરી ઉજવવામાં આવે છે,. પ્રાચીન ગ્રંથો તથા સ્તુતિઓમાં આ તીર્થની પ્રાચીનતાનો ઉલ્લેખ જોવા મળે છે. સંપર્ક :- શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપાગચ્છ ટ્રસ્ટ, હાથીયોંકી પોલ, મુ.પો. ભિન્નમાલ, જીલ્લો-ઝાલોર(રાજસ્થાન) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ભયભંજન પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થ, શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર. શ્રી શંખેશ્વર તીથના દર્શનાર્થે માત્ર જૈનોજ નહિ પરંતુ જૈનેતરો પણ આવે છે. આ પ્રાચીન તીર્થના દર્શનાર્થે શૈક્ષણિક સંસ્થાઓ યાત્રા પ્રવાસ પણ ગોઠવે છે. શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુનું આ મુખ્ય તીર્થધામ છે. આ તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં વિશાળ જિનપ્રાસાદ તથા ધર્મશાળા, ભોજનશાળા આવેલી છે તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવાલા છે. સંકુલમાં સુંદર, મનોરમ્ય બગીઓ આવેલો છે. વૃક્ષોની હારમાળાઓ છે તેથી પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉક્યું છે. ધર્મશાળામાં પુરી સગવડતા છે. જે યાત્રિક આ તીર્થના દર્શનાર્થે પહેલીવાર આવે છે તે કાયમનો આવતો થઈ જાય તેટલું સુંદર આ સ્થાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ૨૨મી દેરી શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની છે. બાવીસમી દેરીમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને ચમત્કારી પ્રતિમાજી પ્રતિષ્ઠિત થયેલા છે. ફણારહિત અને પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૧૯૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ મહિમા અપરંપાર જૈનોના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા દિન પ્રતિદિન સર્વત્ર ફેલાતો જાય છે. ભારતમાં આવેલા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન જિનાલયોમાં બિરાજમાન શ્રી પાર્શ્વ પ્રભુના વિવિધ ચમત્કારિક પ્રસંગો સમાયેલા છે આ કારણે ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન તીર્થોની યાત્રાએ ભાવિકોની અવર જવર નિરંતર રહે છે. ચાણસ્માના ચતુરભાઈ પટેલને ખેતીવાડી હતી. ચતુરભાઈની ઉંમર માંડ ચાલીસ વર્ષની હતી તેમના પત્ની દયાબેન પણ પતિને ખેતીવાડીના કામમાં મદદરૂપ થતાં. એક દિવસ ચતુરભાઈને ખેતરમાં કામ કરતાં આંખમાં વૃક્ષની કોઈ ડાળી અજાણતાં લાગી ગઈ. તેનાથી આંખની કીકીને નુકસાન થયું. એ દિવસે દયાબેન તેમની સાથે ખેતરમાં જ હતા. તેઓ તરત જ એમના પતિ ચતુરલાલને લઈને ઘેર આવ્યા. ચતુરભાઈથી આંખનો દુઃખાવો સહન થતો નહોતો. ગામના ત્રણ-ચાર વડીલો ચતુરભાઈને લઈને ડોક્ટર પાસે આવ્યા. ડોક્ટરે ચતુરભાઈની આંખ તપાસી અને કહ્યું: ‘ચતુરભાઈને અમદાવાદ લઈ જવા પડશે. અહીંયા તેમની કોઈ સારવાર થઈ શકશે નહિ.” તરત જ અમદાવાદ જવાનો નિર્ણય લેવાયો. આ તરફ દયાબેનની આંખો રડી રડીને સોજી ગઈ હતી ત્યારે બાજુમાં રહેતા સુશીલાબેને કહ્યું: ‘દયાબેન, આ રીતે આંસુ સારવાથી ચતુરભાઈની વ્યથા દૂર ન થઈ શકે. તમે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં આવેલ ફરતી ભમતીમાં ૨૨મી દેરીમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. તમે તે પ્રભુની પ્રાર્થના કરો કે મારા પતિને સારૂં થઈ જશે તો હું આપના દર્શનાર્થે આવીશ.” | દયાબેન બોલ્યા : “ મારા પતિની આંખો સારી અને સાજી થઈ જશે તો શંખેશ્વર જઈશ અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ . શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૨૦૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના દર્શન – વંદન કરીને ભાવથી ભક્તિ કરીશ.’ ‘બસ...હવે તમારા પતિને સારૂં થઈ જશે. આપ પૂરી શ્રધ્ધા રાખજો... જ્યારે તમારે શંખેશ્વર જવાનું થાય ત્યારે ત્યાં જઈને શું કરવું તે હું પછીથી સમજાવીશ.’ સુશીલાબેન બોલ્યા. સુશીલાબેન જૈન પરિવારના હતા. તેમને શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. કોઈપણ વિકટ કે મુંઝવણ ભર્યા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તેઓ પ્રભુને યાદ કરતાં અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થઈ જતું. તેઓ શંખેશ્વર અવાર નવાર જતાં પણ ખરા. આ તરફ એ દિવસે જ ચતુરભાઈ, દયાબેન તથા અન્ય ત્રણ સંબંધીઓ અમદાવાદ જવા નીકળી પડ્યા. ચાણસ્માના ડોક્ટરે અમદાવાદના ડોક્ટર પર ચિઠ્ઠી લખી દીધી હતી. એટલે સીધા ત્યાં જ પહોંચ્યા. ચતુરભાઈથી દુઃખાવો સહન થતો નહોતો. સૌ અમદાવાદમાં આંખના ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે આંખ તપાસી અને નિદાન કર્યું કે ચતુરભાઈને ડાળી લાગવાથી આંખની અંદર ઈજા થઈ છે. તેના કારણે અસહ્ય દુઃખાવો છે, ત્યાં દવા લગાવવાથી રાહત થવા લાગશે. નસીબ જોગે આંખ સારી રહી છે...’ તરત જ ડોક્ટરે સારવાર શરૂ કરી. બે કલાક બાદ ચતુરભાઈને કંઈક રાહત થઈ. ડોક્ટરે આંખમાં ચોપડવાની દવા તથા દુઃખાવાની દવા લખી આપી અને કહ્યું : ‘આઠ દિવસમાં સારૂ થઈ જશે.’ એમજ થયું. ચતુરભાઈને આઠ દિવસમાં સારૂં થઈ ગયું. દયાબેનને થયું કે મારી પ્રાર્થના શ્રી ભયભંજન પાર્શ્વનાથ દાદાએ સાંભળી છે. દયાબેન પોતાના પતિને લઈને શંખેશ્વર આવ્યા ત્યાં શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુની દેરી સામે રહીને ભાવભરી ભક્તિ કરી અને દરવર્ષે એકવાર દર્શનાર્થે આવવાનો નિયમ લીધો. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૨૦૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ આમ ચતુરભાઈની આંખની પીડા જોઈને દયાબેનને જે ભય ઊભો થયો હતો તે ભય શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની અનેરી શ્રધ્ધા અને પ્રાર્થનાથી દૂર થયો. મંત્ર આરાધના ૐ હ્રીં શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. ઓછામાં ઓછી એક માળા અવશ્ય કરવી. આસન અને સમય એકજ રાખવો. શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવાથી ભય અને સંકરો દૂર થયા વિના રહેતા નથી. : સંપર્ક: શ્રી ભયભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તપાગચ્છીય ટ્રસ્ટ હાથીની પોળ, મુ. પો. ભિનમાલ જિ. ઝાલોર (રાજસ્થાન) – ૩૪૩૦૨૯ ફોન : (૦૨૯૬૯) ૨૨૧૧૯૦ શ્રી ભયભંજન પાર્થાનાથ, ૨૦૨. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ઉત્તરપ્રદેશની ધર્મનગરી મથુરામાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથજીને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ તરીકે પણ ઓળખાય છે. મથુરા યમુના નદીના તટે વસેલું છે. આ નગર અનેક ભવ્ય ઈતિહાસ લઈને ગૌરવભેર ઊભું છે. અહીંના કંકાલી ટીલા વગેરે ઐતિહાસિક સ્થાનો ભવ્ય અતીતના મંગલ સ્મરણો કરાવે છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ તીર્થ મથુરા રેલ્વે સ્ટેશનથી ૪ કિલોમીટર અંતરે છે. મથુરા દિલ્હીથી ૧૪૫ કિ.મી. અને આગ્રાથી પ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. મથુરામાં શ્વેતાંબર જૈનોના ઘર નથી, આથી આ તીર્થનો વહીવટ આગ્રાની શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે. પેઢી કરી રહી છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું આ એક માત્ર મુખ્ય તીર્થ મથુરા છે. મુંબઈમાં મુલુન્ડના શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુજીની મનોહર પ્રતિમાજી છે તથા શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભમતીમાં ત્રેવીસમી દેરીમાં શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. આ મથુરાથી ચાર કિલોમીટરના અંતરે આવેલું સંપ્રફણા મડિત, ૨૩ ઈંચ ઊભા અને ૨૧ ઈંચ પહોળા, શ્વેત પાષાણના, પદ્માસનસ્થ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથજીની પ્રતિમા અત્યંત દર્શનીય છે. પ્રતિમાજીનાં દર્શન થતાં જ મસ્તક નમ્યા વગર ન રહે. યમુના નદીના તટે આવેલું મથુરા ભવ્ય ભૂતકાળના વારસાને સાચવીને બેઠું છે. અહીંના પ્રાચીન અવશેષોની ગૌરવસમી એક-એક ગાથા છે. પહેલાં મથુરા નગરી ૧૨ યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. દેવાલયો અને જિનાલયોથી આ નગરીની શોભા અપૂર્વ હતી. પ્રાચીનકાળમાં આ નગરીનું નામ ઈંદ્રપુર હોવાનું જણાય છે. આ નગરી સુખી અને સમૃધ્ધ હતી. સાતમા તીર્થંકર ભગવંત શ્રી સુપાર્શ્વનાથ સ્વામીના કાળથી આ નગરી શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ ૨૦૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈનોના પવિત્ર તીર્થધામ તરીકેનું સ્થાન પામી છે. આ નગરીમાં દેવોએ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો વિશાળ સુવર્ણતૂપ નિર્માણ કર્યો હતો. ત્રેવીસમા તીર્થંકર પાર્થ પ્રભુના સમયમાં આ સૂપને ઈંટોથી મઢવામાં આવ્યો હતો. ના આઠમા સૈકામાં આ સૂપનો જીર્ણોધ્ધાર શ્રી બપ્પભટ્ટસૂરિની મંગલવાણીથી થયો હતો. એવું કહેવાય છે કે જ્યારે આ સૂપનો ઉત્સવ થતો ત્યારે ઠેરઠેરથી જૈનસંઘો યાત્રાર્થે આવતા હતા. દેવોએ નિર્માણ કરેલ સુવર્ણતૂપમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે પંદર ઉપવાસની તપશ્ચર્યા કરીને ઊધઈથી નાશ પામેલ મહાનિશીથ સૂત્ર' નું અનુસંધાન કરીને ગ્રંથને વ્યવસ્થિત કર્યો હતો. એ સમયે મથુરાની જાહોજલાલી અપૂર્વ હતી. એ સમયે મથુરાનાં બારણાંની ઉત્તરંગા પર અહંત પ્રતિમાની ગૌરવભેર સ્થાપના કરાતી. મકાનોની રક્ષા માટે આ પ્રકારના મંગલ ચૈત્યના નિર્માણનો રિવાજ પ્રસિદ્ધ હતો. હાલ જૈનોના મકાનોના મુખ્ય દ્વારના બારસાખ પર ‘અષ્ટમંગલ' મૂકવામાં આવે છે. ઈ.સ. પૂર્વે બીજી સદીથી વિક્રમના ૧૧મા સૈકા સુધી મથુરામાં જૈન સંસ્કૃતિનો વ્યાપ વિસ્તર્યો હતો. વિદ્યા અને કલામાં મહાયોગદાન રહ્યું હતું. માથુરી વાચના” અથવા તો “સ્કાંદિલી વાચના' નામથી પ્રખ્યાતિ પામેલી આગમ વાચનાનું સૌભાગ્ય મથુરાને જ મળેલું. વિક્રમ સંવત ૩૫૭થી ૩૭૦ના ગાળામાં વિચ્છિન્ન થતાં શ્રુતની રક્ષા કાજે આર્ય સ્કંદિલે પૂરી લગનથી માથુરી વાચનામાં આગમ વાચનાના પાઠને વિશુધ્ધ કર્યા. આ નગરીનો ભૂતકાળ ભવ્યતાથી ઓપે છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ આ નગરીમાં થયો હતો. સંવત ૮૨૬માં શ્રી બપ્પભટ્ટસૂરિના ઉપદેશથી આમ રાજાએ મથુરા તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેણે બનાવેલા નૂતન શ્રી મહાવીર સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા પણ શ્રી બપ્પભટ્ટસૂરિએ કરી હતી. શ્રી મહાવીર સ્વામીના જીવે શ્રી વિશ્વભૂતિ મુનિના ભવમાં બળનું નિયાણું - ૨૦૪ શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ Page #229 -------------------------------------------------------------------------- ________________ મથુરામાં જ કર્યું હતું. દંડ મુનિને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ મથુરામાં થઈ હતી. એ સિવાય અનેક સંભારણાઓ મથુરા નગરી સાચવીને બેઠી છે. અઢાર નાતરાનું ઘટનાસ્થળ મથુરા જ છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપસર્ગ પ્રસંગે કંબલ તથા સંબલ દેવતા દ્વારા થયેલી દૈવી સહાયની ઘટના અહીંજ બનવા પામી હતી. સાધ્વી પુષ્પચૂલાને મથુરામાં કેવળજ્ઞાન થયેલું. શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં ઉગ્રસેન રાજાની રાજધાની મથુરા હતી. તેમજ સતિ શિરોમણી રાજીમતીનું આ જન્મસ્થાન રહેલ છે. શ્રી પાર્શ્વ પ્રભુ અને શ્રી વીર પ્રભુના ચરણ સ્પર્શથી આ ભૂમિ અત્યંત પવિત્ર બની છે. અંતિમ કેવળજ્ઞાની શ્રી જંબુસ્વામીનું નિર્વાણ મથુરામાં થયું હતું. આ ભૂમિ પર મહા પ્રભાવક આચાર્યના આવાગમન થયાં છે. શ્રી જંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ સાધુ-સાધ્વીજીઓના સ્તૂપોની રચના પણ આ પવિત્ર સ્થાનમાં થઈ છે. શ્રી હીર વિજયસૂરિ અહીં સંઘ લઈને આવેલા હતા. મથુરાના ‘કંકાલી ટીલા’ માંથી મળેલા પ્રાચીન અવશેષો સાક્ષી પૂરે છે કે મથુરાએ જૈનોનું પ્રાચીન તીર્થધામ રહ્યું હતું. ચૌદમા સૈકામાં અહીં મહાલક્ષ્મી સ્તૂપ, શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અને શ્રી નેમિનાથ પ્રભુનું જિનાલય હતાં. કુબેરસેના નામની ગણિકાએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાનું માનવામાં આવે છે. ગણિકા કુબેરસેનાના જીવનમાં કોઈ અણધાર્યુ પરિવર્તન આવ્યું હશે અથવા તો કોઈ મુનિના પદેશથી તેના જીવનમાં બદલાવ આવ્યો હોય તેથી તેણીએ શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કર્યાનું મનાય છે. આમ રાજાએ શ્રી બપ્પભટ્ટસૂરિજી મ. ના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. મહંમદ ઘોરીએ આ જિનાલય પર આક્રમણ કરીને જિનાલય જમીનદોસ્ત બનાવેલ, પરંતુ શ્રી સંઘે પ્રતિમાજીને ભંડારી દીધી હતી. આ પછી દીર્ઘ કાળ પસાર થઈ ગયો. શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ ૨૦૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ સૈકાઓ પછી ખોદકામ કરતાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથની પ્રતિમા મળી આવી હતી. શ્રી હરિ વિજયસૂરિએ સંઘ સહિત અહીંના શ્રી સુપાર્શ્વનાથ જિનાલય તથા શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયના દર્શન કર્યા હતા. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન અને દર્શનીય છે. હાલમાં મથુરામાં આ એકમાત્ર જિનાલય છે. ‘કલ્પદ્રુમ' નામ પ્રાચીન છે. આ નામ કેમ પડ્યું હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથને મથુરા પાર્શ્વનાથ' તરીકે ઓળખવામાં આવે છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા સં. ૧૯૪૮ માં મુનિવર શ્રી દર્શન વિજયજી મહારાજે કરાવી હતી. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની અન્ય એક માહિતી સાંભળવા મળે છે, તે અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢમાં રાણા પ્રતાપ અને ભામાશાના સમયમાં ૩૨ જિનાલયો હતા. આજે ત્યાં માત્ર આઠ દેરાસરો છે. જેમાં એક જિનાલય શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું રહ્યું હતું. જૂના પાર્શ્વનાથ ચરિત્રમાં આ અંગેનો ઉલ્લેખ થયો છે. હાલ ચિત્તોડમાં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય રહ્યું નથી. તે પ્રતિમાજી ક્યાં હશે તેની પણ જાણકારી મળતી નથી. | આજે જૈનાચાર્યોએ શ્રી મથુરા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે. | સંપર્ક : શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જે. જૈન તીર્થ, ૭૬૨, ધીઆમેડી, મથુરા (ઉ.પ્ર.) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ આજના કાળમાં શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા ખૂબજ છે. દરરોજ દેશવિદેશના યાત્રિકોની આ તીર્થસ્થાન પર અવજ જવર રહે છે. શંખેશ્વર ગામ નાનું શ્રી મનોરથ જ્યઠ્ઠમ પાર્શ્વનાથ ૨૦૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ યાત્રિકોની આવન જાવનના કારણે હંમેશા મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. અહીં શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુનું તીર્થ અને બીજું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ - જિનપ્રાસાદજાણીતા છે. જે યાત્રિકો શંખેશ્વર યાત્રાર્થે આવે છે ત્યારે આ બન્ને તીર્થોના દર્શન-વંદન અવશ્ય કરે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના સંકુલમાં આધુનિક સગવડો ધરાવતી ધર્મશાળા છે તથા સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન માટેની ભોજનશાળા છે. સવારે નવકારશી, બપોરે અલ્પાહાર કરી શકાય તેની વ્યવસ્થા છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદનું બીજું આકર્ષણ પ્રાકૃતિક સૌદર્ય છે. અહીં વિશાળ છાંયડા આપતાં વૃક્ષોની હારમાળા છે. સુંદર બગીચો હોવાથી વાતાવરણમાં હંમેશા ઠંડક રહે છે. આ તીર્થના દર્શને એકવાર આવેલો યાત્રિક કાયમનો આવનારો બની જાય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની જગ્યા પણ વિશાળ છે. જિનાલયની કલાત્મક કોતરણી, કારીગીરી મનને પ્રસન્ન કરી મૂકે તેવી છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદની ભમતીમાં ૨૩મી દેરી શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની છે. ભમતીમાં ભારતમાં આવેલા પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુના જિનાલયોની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. ૨૩મી દેરીમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ પરિકરથી પરિવૃત્ત છે તથા સપ્તફણાથી મંડિત છે. શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના અને પદ્માસનસ્થ છે. શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર વડોદરાના કંચનબેનને શ્રી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. લગ્ન જીવનને પાંચ વર્ષ પસાર થઈ ગયા છતાં પારણું ન બંધાતા તેઓ ચિંતા અનુભવતા હતા. તેમણે અનેક ડોક્ટરો - વૈદ્યોની દવા કરી હતી પરંતુ કોઈ દવા કામ આવતી શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ ૨૦૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ નહોતી. પરંતુ જ્યારે દવા કામ ન આપે ત્યારે દુઆ કામ આપે છે તેવું કંચનબેનના જીવનમાં બન્યું. એકવાર તેઓ બજારમાં ગયા ત્યારે તેમને દૂરના સંબંધી માનસીબેન મળ્યા. માનસીબેને ખબર અંતર પૂછયા અને વાતવાતમાં સંતાન પ્રાપ્તિ અંગેની વાત નીકળી. કંચનબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને કહ્યું: “માનસીબેન, ઘણી દવાઓ કરી પણ કોઈ દવા કામ ન આવી... હવે તો બધી દવાઓ બંધ કરી દીધી છે. માત્ર ભાગ્ય પર છોડી દીધું છે.' માનસીબેન બોલ્યા : “કંચનબેન, તમે એકવાર શંખેશ્વર જઈ આવો... ત્યાં પ્રાર્થના, સેવા-પૂજા કરશો તો જરૂર તમારી આશા ફલિભૂત થશે.” શંખેશ્વર તો વર્ષો પહેલાં ગઈ હતી. હમણાંથી તો ગઈ જ નથી.' સાંભળો, શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. આ જિનાલયની ત્રેવીસમી દેરીમાં શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરીએ તમે અનન્ય શ્રધ્ધા અને ભક્તિથી સેવા પૂજા કરજો... તમારી આશા જરૂર ફલિભૂત થશે....' માનસીબેને કહ્યું.. “માનસીબેન, હું એક - બે દિવસમાંજ શંખેશ્વર જઈશ અને તમે કહ્યું તેમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થધામમાં જઈશ અને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ખરા હૃદયથી પ્રાર્થના કરીશ.” કંચનબેન, ત્યાં રહેવા તથા ઉતારાની પણ સુંદર વ્યવસ્થા છે એટલે એક દિવસ રહેજો... ખૂબ જ મજા આવશે.” ના...ના... તમે કહ્યું છે તેમ એક દિવસ ત્યાં રોકાઈશું. જીગ્નેશને સાથે લઈને જ જઈશ.” કંચનબેન બોલ્યા. થોડીવાર વાતચીત કરીને કંચનબેન અને માનસીબેન છુટ્ટા પડ્યા. બે-ત્રણ દિવસ બાદ શનિવાર આવતાં કંચનબેન પોતાના પતિ જીગ્નેશને લઈને શંખેશ્વર પહોંચ્યા. શ્રી મનોરથ લ્પદ્રુમ પાર્શ્વનાથ ૨૦૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ બન્ને પતિ-પત્ની શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. ધર્મશાળાનો રૂમ જોઈને ખૂબજ આનંદિત પામ્યા. વસ્ત્ર પરિવર્તન કરીને બન્ને પ્રથમ જિનાલયે દર્શન કરવા ગયા. મૂળનાયકને દર્શન કરીને ભમતીના દર્શન કર્યા અને ત્રેવીસમી દેરીમાં બિરાજમાન શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની પાસે આવીને ઊભા રહ્યાં અને ભાવથી વંદન કર્યા. ફાઈ બીજે દિવસે જીગ્નેશ અને કંચનબેને શ્રીમનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની અંતરના ઉમળકા સાથે સેવા-પૂજા કરી અને ભાવથી ભક્તિ કરી. કંચનબેને પોતાનો મનોરથ મનમાં ગણગણ્યો અને પ્રભુની સમક્ષ સ્તવન ગાયું. જીગ્નેશ અને કંચનબેન એ જ દિવસે સાંજે વડોદરા જવા માટે નીકળી ગયા. કંચનબેને અનન્ય શ્રધ્ધાથી પ્રાર્થના કરી હતી. તેનું પરિણામ ત્રણ મહિના પછી જોવા મળ્યું. કંચનબેનના હૈયામાં અનેરો હર્ષ છવાયો. તેઓ પુનઃ શંખેશ્વર આવ્યા અને શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ કરી... - શ્રી મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભક્તિ કરવાથી મનના મનોરથ પૂર્ણ થયા વિના રહેતા નથી. | મંત્ર આરાધના - ૐ હ્રીં શ્રીં મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમઃ | - ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર મનોરથ કલ્પદ્રુમ પાર્શ્વનાથાય નમ: ઉપરોક્ત ત્રણેય મંત્રો સાધના કરવા માટે શ્રેષ્ઠ છે. કોઈપણ એકની માળાનો દરરોજ સવારે વહેલા ઊઠીને જાપ કરવો. આસન અને સમય એક જ રાખવો આ મંત્રના જાપ કરવાથી મનની મુરાદો પુરી થયાના અનેક દાખલા બન્યા છે. કે : સંપર્કઃ શ્રી મનોરથ ક્લધૂમ પાર્શ્વનાથ જૈન દેરાસર કરી શ્રી વર્ધમાન જૈન પેઢી જંબુદ્વીપ તળેટી રોડ પાલીતાણા, સૌરાષ્ટ્ર- ૩૬૪૨૭૦ ફોન : (૦૨૮૪૮) ૨૫૨૩૦૭ શ્રી મનોરથ ઠુમ પાર્શ્વનાથ ૨૦૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહારાષ્ટ્રના આકોલાથી ૭૨ કિ.મી.ના અંતરે શીરપુર ગામે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. આ તીર્થનું નજીકનું ગામ વાસિમ છે. શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ તીર્થ (શીરપુર)માં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર રહેલી છે. શ્યામવર્ણની આ પ્રતિમાજી વેળુની છે અને પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ૩૬ ઈંચ ઊંચી આ પ્રતિમાજી ફણા સહિત ૪૨ ઈંચ ઊંચી છે અને પહોળાઈ ૩૦ ઈંચની છે. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં રાવણ નામનો મહાશક્તિશાળી પ્રતિવાસુદેવ થયો. એકવાર રાવણે પોતાના બનેવી ખરદૂષણને રાજ્યના મહત્વના કાર્ય અર્થે દૂર દેશમાં મોકલ્યો. ખરદૂષણ વિદ્યાના બળે આકાશમાર્ગે વિગોલી દેશમાં મધ્યાહકાળે પહોંચ્યો. ભોજનનો સમય થઈ ગયો હતો. આ ખરદૂષણ શ્રી જિનપૂજા વિના ભોજન કરતો નહોતો. તેણે શ્રી જિનપૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવાનો નિયમ લીધો હતો. અને આ નિયમ તે ખૂબજ ચુસ્તતાથી પાળતો હતો. તે શ્રી જિનબિંબ સાથે લાવવાનું ભૂલી ગયો હતો. આથી શ્રી જિનપૂજા કેમ કરવી તેવો પ્રશ્ન ખરદૂષણના મનમાં ઉગ્યો. આથી તેણે રેતી અને ગોબરના મિશ્રણથી પ્રતિમાજી બનાવ્યા. અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ પ્રતિમાજીનું પૂજન કર્યા પછી જ તેણે ભોજન ગ્રહણ કર્યું. રાજા ખરદૂષણ જે કાર્ય અર્થે આવ્યો હતો તે કાર્ય સંપન્ન થતાં તેણે આ પ્રતિમાજીને એક કૂવામાં પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે આ પ્રતિમાજીને ઝીલી લીધી. દેવના અલૌકિક પ્રભાવથી તે પ્રતિમાજી વ્રજમય બની અને દીર્ઘકાળ પર્યત આ પ્રતિમાજીની પૂજા કૂવામાં રહેલા દેવે અનેરી શ્રધ્ધા સાથે કરી. | વરાડ દેશના એલચીપુર નામના નગરનો ચંદ્રવંશી રાજા શ્રીપાલ વર્ષોથી કુષ્ઠ રોગથી પીડાતો હતો. રોગ નિર્મૂળ કરવા માટે રાજાએ અનેક ઉપચારો કર્યા હતા. પરંતુ તમામ ઉપચારો નાકામિયાબ રહ્યાં હતા. એકવાર નગરની બહાર નીકળેલા રાજા શ્રીપાલને પાણીની ભારે તરસ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ૨૧૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ લાગી. પાણીની શોધમાં ફરતો તે આ કૂવા પાસે આવ્યો. કૂવામાં પાણી જોઈને રાજા શ્રીપાલ આનંદિત બન્યો. તેણે એક પાત્ર વડે કૂવામાંથી જળ બહાર કાઢ્યું. તે જળ વડે સૌપ્રથમ રાજાએ પોતાના હાથ પગ અને મુખ સ્વચ્છ કર્યાં. પછી કૂવાનું મીઠું જળ ગ્રહણ કર્યું. થોડીવાર રહીને રાજા પોતાના સ્થાને ગયો. શ્રમિત થયેલા રાજાને આજ ઘણા વર્ષે શાંતિની નિદ્રા લીધી હતી. વ્યાધિની પીડા જાણે ગાયબ થઈ ગઈ હતી. બીજે દિવસે સવારે ઊઠતાં રાજાને પોતાના હાથ, પગ અને મુખ કુષ્ઠરોગથી રહિત થયેલા જણાયા. રાજાને તરત જ મનમાં થઈ ગયું કે આ તો કૂવાના જળનો દિવ્ય પ્રભાવ છે. રાજા તરતજ પુનઃ તે કૂવા પાસે ગયો, ત્યાં પહોંચીને કૂવાના જળથી સમગ્ર શરીરે સ્નાન કર્યું. આથી ચમત્કાર સર્જાયો. રાજા શ્રીપાલ વર્ષોથી કુષ્ઠ રોગના વ્યાધિથી પીડાતો હતો. તે વ્યાધિ સાવ નિર્મૂળ થઈ ગયો. રાજાનું શરીર સ્વસ્થ અને તેજસ્વી બની ગયું. કૂવાના પવિત્ર અને પ્રભાવક જળનું રહસ્ય જાણવા રાજા શ્રીપાલે ત્યાં રહીને આરાધના કરી. અને કૂવાના અધિષ્ઠાયક દેવને પ્રસન્ન કર્યાં. અધિષ્ઠાયક દેવે કૂવામાં રહેલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની રાજાને વાત કરી મહારાજા શ્રીપાલ આ પ્રતિમાજીના મહાત્મ્યથી અત્યંત પ્રભાવિત અને પ્રસન્ન થયો. અને દેવ પાસે આ પ્રતિમાજીની માંગણી કરી. મહારાજા શ્રીપાલની શ્રધ્ધા અને ભક્તિથી સભર આગ્રહ સામે ઝુકીને કૂવાનો અધિષ્ઠાયક દેવ તેને પ્રતિમા સોંપવા સહમત થયો. બીજે દિવસે વહેલી સવારે રાજા કૂવા પાસે ગયો. અધિષ્ઠાયક દેવની સૂચના અનુસાર જુવારના સાંઠાની પાલખી બનાવીને સૂરતરના તાંતણાથી બાંધીને તે પાલખી કૂવામાં ઉતારી. ૨૧૧ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ Page #236 -------------------------------------------------------------------------- ________________ દેવે પ્રતિમાજી પાલખીમાં મૂકી. રાજાએ અનેરા ધર્મોલ્લાસ સાથે ધીરેધીરે પાલખી કૂવાની બહાર કાઢી, પછી જુવારના સાંઠાના જ બનેલા રથમાં પ્રતિભાવંત પાર્શ્વનાથજીની પ્રતિમાને બિરાજમાન કરી અને સાત દિવસના જન્મેલા વાછરડાને રથમાં જોડ્યો અને રાજાએ રથ ચલાવ્યો. અધિષ્ઠાયક દેવે રાજાને રથ ગતિમાન કર્યા પછી પાછળ જોવાની સ્પષ્ટ ના પાડી હતી, છતાંય થોડે આગળ ગયા પછી રાજાએ કુતૂહલવશ પાછળ જોયું અને પ્રતિમાજી ત્યાં જ સ્થિર થઈ ગઈ અને રથ આગળ નીકળી ગયો. રાજા શ્રીપાલે પ્રતિમાજીને આગળ લઈ જવા માટે ઉપાડી. પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો. પરંતુ પ્રતિમાજી એક તસુ પણ ન ખસી. વડના વૃક્ષ નીચે સાત હાથ ઊંચે આકાશમાં આ દિવ્ય, મનોહર પ્રભાવશાળી પ્રતિમાજી જગતમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ' ના નામથી જાણીતી થઈ. વિક્રમ સંવત ૧૧૪૨માં શ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ પ્રતિમાજીને શ્રી સંઘ દ્વારા નિર્માણ પામેલા ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. શ્રીપાલ રાજાએ શ્રી અંતરિક્ષ પાર્શ્વપ્રભુની પ્રતિમાજીને રત્નજડિત અલંકારો ચડાવ્યા અને તેમણે ભક્તિપૂર્વક સ્તુતિ કરી સ્તુતિ કરતાં એમનું હૃદય ભાવવિભોર બની ગયું. પ્રભુની આરતી ઉતારતાં હૈયું દ્રવિત થઈ ગયું. નયનોમાંથી અશ્રુ સ૨વા લાગ્યા. શ્રીપાલ રાજાએ આ પવિત્ર એ પુનીત જગ્યા પર શ્રીપુર નામનું નગર વસાવ્યું. પાછળથી શ્રીપુરની જગ્યાએ શીરપુર ગામ થયાનું મનાય છે. ધીરેધીરે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા વધવા લાગ્યો. શ્રધ્ધાળુઓની પ્રભુના દર્શન માટેની ભીડ થવા લાગી. એવું પણ કહેવાય છે કે શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથજીની પ્રતિમાની નીચેથી અશ્વારોહી પસાર થઈ જાય તેટલી તે વખતે પ્રતિમાજી અધ્ધર હતા. આજે દુષિત કાળના પ્રભાવે માત્ર અંગલૂછણું પસાર થાય તેટલી જ અધ્ધર છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ૨૧૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ આ જિનાલયનો શ્રી ભાવવિજ ગણિના ઉપદેશથી જીર્ણોધ્ધાર થયો અને તેમના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૭૧૫ના ચૈત્ર સુદ-૫ના દિવસે પ્રતિષ્ઠા – મહોત્સવ રંગેચંગે યોજાયો હતો. અનેક જૈનાચાર્યોએ આ તીર્થનો મહિમા ગાયો છે. ચૌદમા સૈકામાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા તીર્થકલ્પમાં ‘શ્રીપુર અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ' માં આ તીર્થનો ઉદ્ગમ અને ઈતિહાસ દર્શાવ્યો છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ શીરપુર (મહારાષ્ટ્ર)માં છે. શ્રી જીરાવલા તીર્થની પંદરમી દેરીમાં, શ્રી ભીલડિયાજી તીર્થની ૩૮મી દેરીમાં, સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયમાં, કરેડામાં, શેરીસા, પાલીતાણા સહિત અન્ય સ્થળોએ અંતરિક્ષજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. જે શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. શંખેવરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના જિનાલયની ચોવીસમી દેરીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. શ્રી હીરસૂરિજી મહારાજના પ્રશિષ્ય તથા ઉત્તરાધ્યયન સૂત્ર પરના ટીકાકાર શ્રીભાવવિજયજી ગણિવરનો આંખનો રોગ આ પ્રભુના પ્રભાવથી દૂર થયો હતો. પૂર્વે શ્વેતાંબરોની સાથે દિગંબર ભાઈઓએ વિક્ષેપ ઊભો કરેલો, તે માટે કાનુની લડત ચાલી હતી. છેવટે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોનો વિજય થયો હતો. પં.શ્રી ચંદ્રશેખર વિ.મહારાજે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના તીર્થના પ્રશ્ને ઉગ્ર લડત માંડેલી હતી. હાલ આ તીર્થમાં મૂળનાયક યામ પાષાણના છે. મંદિરમાં નાનું ભોયરૂં છે. તેમાં મૂલનાયકજી બિરાજમાન છે. અહીં ધર્મશાળા - ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. વર્ષે હજારો ભાવિકો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ આવતા જતા રહે છે. મોશન ૨૧૩ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ Page #238 -------------------------------------------------------------------------- ________________ fo 15 PHOT શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી અંતરમાં ભક્તિના પુર વહે શ્રધ્ધાની સરિતા વહે શ્રી અંતરિક્ષ પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં જીવન ધન્ય ધન્ય બને. ભારતમાંજ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં શંખેશ્વર તીર્થનો મહિમા અપરંપાર છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત જાગૃત છે. આ તીર્થની ધરતી અત્યંત પવિત્ર અને ભક્તિને પ્રોત્સાહિત કરનારી છે. શંખેશ્વર તીર્થમાં રોજ હજારો યાત્રિકોની અવરજવર રહે છે તેમાંય દર પુનમે તો શંખેશ્વરમાં યાત્રિકોનો મેળો ભરાય તેવું વાતાવરણ ઊભું થાય છે. શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલય આવેલું છે. - દિન - પ્રતિદિન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનો મહિમા સર્વત્ર પ્રસરવા લાગ્યો છે. આ જિનાલયમાં બિરાજમાન શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુજીની પ્રતિમાજીઓ અત્યંત દર્શનીય અને મનોહારી છે. Depa The falls શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહા૨ જિનાલયની સાથે આ સંકુલમાં ધર્મશાળા, ભોજનશાળા, સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. આ જિનપ્રાસાદ અત્યંત દર્શનીય છે. વર્ષ દરમ્યાન હજારો લોકો અહીં આવીને ભક્તિ કરે છે અને મનની શાંતિ પ્રાપ્ત કરે છે. આ સંકુલમાં પ્રાકૃતિક સૌદર્યં જ મનને અપાર શાંતિ બક્ષે છે તેમાં ભક્તિનો સૂર પૂરાય એટલે તેની મજા જ કંઈ જુદી યાત્રિકો અનુભવે છે. એકવાર જે યાત્રિક આ તીર્થસ્થળે આવે છે તેને વારંવા૨ આવવાનું મન થાય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની ૨૪મી દેરીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ૨૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. અત્યંત દર્શનીય પ્રતિમાજી શ્યામવર્ણના, પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. સર્વત્ર શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ફેલાયેલો છે. અહીં બિરાજમાન કરવામાં આવેલ શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી ચમત્કારી છે અનેકને સેવાપૂજાથી લાભ થયો છે. મહિમા અપરંપાર અમદાવાદના પ્રતાપભાઈ શાહને શ્રી જિનશાસન પ્રત્યે અપૂર્વ અનુરાગ હતો. તેઓ અમદાવાદના જિનાલયમાં દ૨૨ોજ સવારે સેવા પૂજા કરવા જતા અને ભાવભરી ભક્તિ કરતાં. એક દિવસ પ્રતાપભાઈ સ્કુટર પર બેસીને ઓફિસે જતાં હતા ત્યારે આશ્રમરોડ પર આવતાં એક ટ્રકની અડફેટે આવ્યા અને ઊડીને દસફૂટ દૂર પડ્યા. રાત્રિના આઠ વાગ્યાનો સમય હતો. ત્યાં માણસોનું ટોળું ભેગું થઈ ગયું. ટ્રકચાલક ટ્રક મૂકીને છુમંતર થઈ ગયો. ત્યાંથી કોઈએ પોલીસ અને વી.એસ. હોસ્પિટલમાં ફોન કર્યો. થોડીવારમાં પોલીસવાન આવી ગઈ અને પાછળ પાછળ એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. પ્રતાપભાઈને તરત જ વી.એસ. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પ્રતાપભાઈ બેભાન હતા. તેમના ખિસ્સામાંથી વીઝીટીંગ કાર્ડ કાઢીને તેમના ઘરનાઓને બનેલી ઘટનાની જાણ કરી અને વી.એસ. હોસ્પિટલે પહોંચી જવા કહેવાયું. પ્રતાપભાઈના ઘરના સભ્યો, તેમના નજીકના લોકો વી.એસ. હોસ્પિટલ પહોંચી ગયા. ડોક્ટરો પરિવારના સભ્યોની પ્રતિક્ષા કરતા હતા. ત્યાં પરિવારના વડીલ રમણીકભાઈએ ડોક્ટર સાથે બધી વાતચીત કરી. ડોક્ટરે જણાવેલું કે પગ કાપવો પડશે. રમણિકભાઈએ કહ્યું : ‘ડોક્ટર સાહેબ, આપ ગમે તેમ કરો, મારા પ્રતાપનો ૨૧૫ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ Page #240 -------------------------------------------------------------------------- ________________ પગ ન કપાય તે માટે બનતું બધું કરી છૂટો. પૈસાની કોઈ ચિંતા કરશો નહિ. રમણિકભાઈએ પ્રતાપભાઈના પત્ની ગૌરીબેનને કહ્યું : “કદાચ ડોક્ટરો પ્રતાપનો પગ કાપશે... ખૂબજ ગંભીર ઈજા છે...” [ આ સાંભળીને ગૌરીબેન રડી પડ્યા અને તેમણે તરત જ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવેલ ભમતીની ૨૪મી દેરીમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના દર્શને આવવાની માનતા માની અને પગ કાપવો ન પડે તો શ્રી પાર્શ્વનાથ પૂજન ત્યાં ભણાવવાની માનતા રાખી. આ તરફ પ્રતાપભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ઓપરેશન શરૂ થયું. વી.એસ.હોસ્પિટલમાં ઓર્થોપિડિક સર્જરીના નિષ્ણાંત ડોક્ટરોની પેનલ હતી. એક્સરે કાઢવામાં આવ્યા. ત્યારે એક ડોક્ટરે કહ્યું : પ્રતાપભાઈનો પગ કાપવો પડશે નહિ... તેના સાંધા જોડાઈ શકશે... આ કામ કપરું છે છતાં આપણે તે પ્રમાણે પ્રયત્ન કરીએ. આમ પ્રતાપભાઈનું ઓપરેશનછ કલાક ચાલ્યું અને ઓપરેશન બાદ ડોક્ટરો બહાર આવ્યા ત્યારે સારા સમાચાર આપ્યા કે પ્રતાપભાઈનો પગ કાપવામાં આવ્યો નથી. તત્કાળ સારવાર મળી હોવાથી તેમજ કુદરતી રીતે એક-બે જગ્યા બચી ગઈ છે તેના કારણે પગ કાપવાની જરૂર રહી નથી. ગૌરીબેનની ખુશીનો પાર ન રહ્યો. પંદર દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. અને છ મહિના પછી પ્રતાપભાઈ લાકડીના ટેકે ચાલવાનું શરૂ કર્યું. ચાલવાનું શરૂ કર્યા પછી ડોક્ટરોની રજા લઈને ગૌરીબેન પ્રતાપભાઈને શંખેશ્વર દર્શનાર્થે લઈ આવ્યા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. પ્રતાપભાઈ, ગૌરીબેન તથા પરિવારના સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ૨૪મી દેરીમાં બિરાજમાન શ્રી અંતરિક્ષ પાર્શ્વ પ્રભુની અનેરા ધર્મોલ્લાસ સાથે ભક્તિ કરી, ત્યાં શ્રી પાર્શ્વનાથ પૂજન ભણાવ્યું. ગૌરીબેનની માનતા પૂરી કરવામાં આવી. બે દિવસ શંખેશ્વર રોકાઈને પ્રતાપભાઈનો પરિવાર અમદાવાદ પાછો ફર્યો. ૯ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ૨૧૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ગૌરીબેન અને પ્રતાપભાઈને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો. તેઓ ત્યાર પછી દર વર્ષે બે-ત્રણ વાર શંખેશ્વર જવા લાગ્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ના જિનાલયની ભમતીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી અંતરિક્ષ પાર્થ પ્રભુ સર્વની મનોકામના પૂર્ણ કરનારા છે. મંત્ર આરાધના (૧) ૐ હં શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથાય નમ: ૐ હ્રીં શ્રીં અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રોના જાપ અત્યંત મંગલકારી અને લાભદાયી છે. દરરોજ વહેલી સવારે કોઈપણ એક મંત્રની માળા કરવી. જાપ આરાધના કર્યા પછી જ દરવાજાની બહાર પગ મૂકવો. આ મંત્રના જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. : સંપર્કઃ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજા સંસ્થાન શિરપુર મુ.પો. શિરપુર તા. મોબેગાંવ, જિ. વાસિમ (મહારાષ્ટ્ર) - ૪૪૪૫૦૪. ( ફોન : (૦૭૫૪) ૨૩૪૦૦૫ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ૨૧૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી લોઢવાજી પાર્શ્વનાથ રાજસ્થાનના જેલમેર જિલ્લાના લોદ્રવા કે લોદ્રવપુર ખાતે શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ જેસલમેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. આ જિનાલય અત્યંત દર્શનીય અને કલા કારીગીરીથી સમૃધ્ધ છે. અહીંયા કાષ્ઠનો પ્રાચીન, કલાત્મક રથ જોવા જેવો છે. અહીં ત્રણ ઉપાશ્રય અને ધર્મશાળા પણ છે. જીરાવલા તથા ભીલડીયાજી તીર્થની ભમતીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન કરાયેલી છે. આની શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના દર્શનીય જિનાલયની પચ્ચીસમી દેરીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. લોદ્રવપુરમાં શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ પ્રભુની શ્યામરંગી પ્રતિમાજી કસોટીના પાષાણમાંથી બનાવાઈ છે. અભૂત, કલાત્મક પરિકરથી સુશોભિત આ પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. પદ્માસનસ્થ, ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૦ ઈંચ અને પહોળાઈ ૨૪ ઈંચની છે. જેસલમેર યાત્રા પ્રવાસે જવાનું થાય ત્યારે આ તીર્થના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી. પૂર્વે લોદ્રવા વૈભવશાળી નગર હતું. અહીં પ્રાચીન વિશ્વ વિદ્યાલય હતું. લોદ્રવા એ લોદ્ર રાજપૂતોની રાજધાનીનું મુખ્ય શહેર હતું. દેવરાજ ભાટીએ રજપૂતોને પરાજિત કરીને સંવત ૧૮૮૨માં દેવગઢથી લોદ્રા પોતાની રાજધાની બદલાવી. આ નગરના એ સમયે ૧૨ જેટલાં પ્રવેશ દ્વારો હતા. એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ નગરી પર સગર નામના રાજાનું રાજ્ય હતું. તેને બે પુત્રો શ્રીધર અને રાજધર હતા. એકવાર જૈનાચાર્યના સંપર્કમાં આવ્યા પછી પ્રતિબોધ પામીને જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. બન્ને ભાઈઓએ આ નગરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું હતું. મોગલકાળમાં આ જિનાલય આક્રમણનો ભોગ બન્યું હતું ત્યારે ખીમસી નામના શ્રીમંત શ્રેષ્ઠીએ આ જિનાલયનો જીર્ણોધ્ધાર શરૂ કરાવ્યો અને તેના પુત્ર મુનશીએ આ જીર્ણોધ્ધારનું કાર્ય સંપન્ન કરાવ્યું હતું. શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ ૨૧૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ જેસલજીએ જેસલમેર વસાવ્યું ત્યારે લોદ્રવાથી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમાજી ત્યાં લઈ જવામાં આવેલ. શ્રેષ્ઠી થીરૂ શાહે લોદ્રવાના જિનાલયનું જીર્ણોધ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું. અને જિનાલય તૈયાર થઈ ગયું ત્યારે આ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવા એક નયનરમ્ય અને દર્શનીય પ્રતિમાજીની શોધ આરંભાઈ. - આ તરફ પાટણના બે શિલ્પકારોએ કસોટીના પાષાણમાંથી બે મનોરમ્ય જિનપ્રતિમાજી બનાવી હતી. તેઓ બન્ને પ્રતિમાજીઓ ને મૂલતાન તરફ લઈ જતા હતા ત્યારે માર્ગમાં લોદ્રવા આવતાં રાતવાસો કર્યો, ત્યારે આ પ્રતિમાઓ શ્રેષ્ઠી થીરૂ શાહને આપવા અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં સંકેત કર્યો. પેલી બાજુ થીરૂ શાહ શ્રેષ્ઠીને પણ સ્વપ્નમાં આવો સંકેત જોવા મળ્યો. બીજે દિવસે સવારે થીરૂ શાહ શ્રેષ્ઠીએ ખૂબ ધન આપીને બન્ને દિવ્ય અને અલૌકિક આભા ધરાવતી પ્રતિમાજીઓ પ્રાપ્ત કરી લીધી. થીરૂ શાહ શ્રેષ્ઠીના હૈયામાં અનેરો આનંદ ઉભરાયો હતો. બન્ને પ્રતિમાજી અત્યંત મનોરમ્ય અને દર્શનીય હતા. બન્ને પ્રતિમાજીઓ મૂલ્ય કર્યા વિના મેળવેલી હોવાથી આ પાર્શ્વનાથની પ્રતિમાજી “અમૂલ્ય પાર્શ્વનાથ' તરીકે ઓળખાઈ. - જે રથમાં આ પ્રતિમાજીઓ લઈને શિલ્પકારો આવેલા તે કાષ્ઠનો રથ આજે પણ લોદ્રવાના જિનાલયમાં છે. એ રથ પણ અત્યંત કલા કરીગીરીથી સમૃધ્ધ છે. રથને જોતાં જ તેની પ્રાચીનતાનો સહેજે ખ્યાલ આવી શકે છે. વિક્રમ સંવત ૧૬૭૫ના માગશર સુદ-૧૨ના દિવસે શ્રી લોદ્રવાના આ જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી જિનસિંહ સૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પરગામના જૈન શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સંગીતના સુમધુરા સૂરો અને નગારાના ગુંજન સાથે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ત્રણ-ત્રણ દિવસ સુધી ધુમાડાબંધ ગામ જમાડવામાં આવેલું હતું. દાનની અપૂર્વ ધારા વહેવડાવનાર શ્રેષ્ઠી થીરૂ શાહે વિક્રમ સંવત ૧૬૮૨માં શ્રી લોઢવાજી પાર્શ્વનાથ ૨૧૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિધ્ધગિરિ તીર્થનો સંઘ કાઢયો હતો. એ વખતે ક્યા ગુરૂ ભગવંતની નિશ્રા રહી હતી તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ શ્રી સિધ્ધગિરિ તીર્થ ના છરી પાલિત સંઘમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મારા ( શ્રેષ્ઠી થીરૂ શાહનો છરી પાલિત સંઘ વાજતે ગાજતે શ્રી સિધ્ધગિરિ તીર્થ પહોચ્યો ત્યારે ત્યાં ભવ્ય સ્વાગત થયું હતું. યાત્રિકોના મુખ પર અનેરા હર્ષની લાગણી છવાઈ હતી. એક દિવસનો વિરામ કરીને બીજે દિવસે છ“રી પાલિત શ્રી સંધે અનેરા ઉલ્લાસ સાથે યાત્રા કરી. અને દાદાના દરબારમાં પહોંચીને સૌએ સેવાપૂજા કરીને ધન્ય બન્યા હતા. શ્રેષ્ઠી થીરૂ શાહે શત્રુંજય ગિરિવર પર ગણધરોની પાદુકાઓ મૂકાવી હતી. આ સિવાય થીરૂ શાહે લોદ્રવામાં અનેક દેવમંદિરો બંધાવ્યાના ઉલ્લેખ મળે લોદ્રવાના આ જિનાલયમાં ભારતીય શિલ્પકલાના દર્શન થાય છે. આ જિનાલયના ચારેય ખૂણામાં નાના શિખરબંધી મંદિરો છે. જે વિક્રમ સંવત ૧૬૯૩માં બંધાયાનું જાણી શકાય છે. આ લોદ્રા ગામ પરથી આ પ્રતિમાજીનું નામ “શ્રી લોદ્રવા પાર્શ્વનાથ' છે. તેમજ આ પરમાત્મા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાય છે. | વિક્રમ સંવત ૨૦૨૯માં આ જિનાલયના જીર્ણોધ્ધારનું કાર્ય આરંભવામાં આવ્યું હતું અને વિક્રમ સંવત ૨૦૭૪ ના કારતકી પુનમના દિવસે જીર્ણોધ્ધારનું કાર્ય સંપન્ન થયું હતું. જૈનાચાર્યો, મુનિ ભગવંતો તથા કવિઓએ પોતાની પ્રાચીન રચનામાં આ તીર્થની પ્રશસ્તિ ગાઈ છે. ના સંપર્ક : શ્રી જેસલમેર લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વે. ટ્રસ્ટ, મુ.પો. લોદ્રવપુર, જીલ્લો જેસલમેર (રાજસ્થાન). હે પાર્શ્વ પ્રભુ, ભક્તિ કરતાં હૈયું હરખે ભવસાગર પાર કરવા, આપનું સ્મરણ ગુંજે લોદ્રવપુર તીર્થમા શ્યામ વર્ણના શ્રી સહસ્ત્ર ફણા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં આ લોદ્રવપુર રાજપૂતોની શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ ૨૨૦ Page #245 -------------------------------------------------------------------------- ________________ રાજધાનીનું એક વૈભવશાળી નગર હતું. ભારતનું પ્રાચીન વિશ્વ વિદ્યાલય અહીં હતું. આ સ્થળની પૂર્વકાળમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. એક સમયે આ રાજય સગર રાજાને આધીન હતું. કે આ જિનાલયમાં બિરાજમાન શ્યામ વર્ણના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી કલાત્મક અને ચમત્કારિક છે. આવા પ્રતિમાજીના દર્શન અન્યત્ર દુર્લભ છે. જૈન શાસનના અધિષ્ઠાયક દેવ આજે પણ જાગૃત છે. ઈ.સ. ૧૯૬૫માં ભારત - પાકિસ્તાનના યુદ્ધ વખતે અન્ય ધર્મીઓને આ વાતની પ્રતિતિ થઈ હતી. આ ચમત્કારિક અને ધાર્મિક સ્થળની મૂલાકાત અવશ્ય યાત્રાળુઓએ લેવી. અહીં કલ્પવૃક્ષ તથા પ્રવેશદ્વાર જોવા જેવું છે. અહીં છ ફૂટના નાગરાજ અવારનવાર દર્શન આપે છે. આ તીર્થ સ્થળ જેલમેરથી ૧૧-૧૨ કિ.મી.ના અંતરે આવેલું છે. રહેવા માટે ધર્મશાળા તથા ભોજનશાળા છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી લોદ્રા પાર્શ્વનાથ જૈનોનું મહાતીર્થ શંખેશ્વર વિશ્વમાં વિખ્યાત છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રિકોની અવરજવર રહે છે. જ્યારે શ્રી પાર્શ્વ પ્રભુનું જન્મ કલ્યાણક હોય છે ત્યારે દરેક ધર્મશાળાઓ યાત્રિકોથી ઉભરાવા લાગે છે. અનેક યાત્રિકો અગાઉથી બુકીંગ કરાવી લેતા હોય છે એટલું જ નહિ મુંબઈ, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોના ભાવિકો પુનમ ભરવા માટે શંખેશ્વર આવે છે તેમજ અનેક સંઘો પુનમે શંખેશ્વર યાત્રાની બસ લઈને આવે છે. શંખેશ્વર તીર્થનો મહિમા અનેરો છે. | આવા મહાતીર્થ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય સંકુલ આવેલું છે. જે યાત્રિકો શંખેશ્વર યાત્રા પર આવતાં હોય છે તેઓ જરૂર શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના દર્શન, સેવા-પૂજાનો લાભ અચૂક લે છે. શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ ૨૨૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં ભવ્યાતિભવ્ય જિનાલયની સાથોસાથ સુંદર સગવડતા ધરાવતી ધર્મશાળા તથા સ્વાદિષ્ટ, સાત્વિક ભોજન પીરસતી ભોજનશાળા પણ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો પણ છે. વિશાળ જગ્યામાં આ તીર્થનું નિર્માણ થયું છે. સંકુલમાં વૃક્ષ, છોડ, લત્તાઓ હોવાથી પ્રાકૃત્તિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. યાત્રિકોને આ તીર્થમાં શાંતિથી સેવા ભક્તિ કરવાનો લ્હાવો મળે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૫મી દેરી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની સુમનોહર, નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવી છે. સહસ્ત્રફણાથી યુક્ત શ્યામ વર્ણના શ્રી લોદ્રવા પાર્શ્વનાથજીની પ્રતિમાના દર્શનથી ભાવિકો ભાવ વિભોર બન્યા વગર રહી શકતા નથી. શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે તેમજ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર પ્રાગંધ્રામાં રવિચંદભાઈ દેસાઈનો પરિવાર ધાર્મિક. પણ તેમના પરિવારમાં વીસ વર્ષનો હર્ષિલ જિનાલયે દર્શન કરવા જતો નહિ. તેને એવી શ્રધ્ધા પણ નહિ. એકવાર હર્ષિલ બીમાર પડ્યો. પંદર દિવસ પછી વાર્ષિક પરીક્ષા શરૂ થતી હતી. ડોક્ટરોએ એક મહિનો આરામ કરવાનું કહ્યું હતું. જો આરામ નહિ કરે તો ટાઈફોઈડ ઉથલો મારશે ત્યારે મુશ્કેલીમાં મુકાવું પડશે. હર્ષિલના મમ્મી રેખાબેન પુત્રની વેદના જાણતા હતા. પણ તેઓ ડોક્ટરની સૂચના મુજબ વર્તવા માંગતા હતા. હર્ષિલ વિચારતો હતો કે જો પરીક્ષા નહિ આપું તો મારું વર્ષ બગડશે... શું કરવું? , ત્યારે રેખાબેને હર્ષિલને કહ્યું: “દીકરા, તને તારી મુંઝવણ માંથી શ્રી લોદ્રવા શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ ૨૨૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ પ્રભુ બચાવી શકે તેમ છે.’ ‘એ કઈ રીતે ?’હર્ષિલે પૂછયું. ‘શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. ત્યાં વિશાળ જગ્યામાં જિનાલય છે. આ જિનાલયને ફરતી ભમતીમાં ૨૫મી દેરી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી લોદ્રવા પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય જેસલમે૨ની બાજુમાં છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથની દેરી છે. અહીં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ અત્યંત દર્શનીય છે. તું તેમના દર્શન કરવાની ભાવના રાખીશ તો અવશ્ય તું પરીક્ષા આપી શકીશ...' cis ‘મમ્મી, હું શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા અવશ્ય જઈશ. જો હું પરીક્ષા આપી શકીશ તો, ત્યાં હું સેવાપૂજા અને પ્રભુ ભક્તિ કરીશ.’ હર્ષિલે ખરા હૃદયથી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને દર્શને આવવાની ભાવના ધારી. હર્ષિલ આઠ દિવસમાં સાજો થઈ ગયો. તેનો વર ઉતરી ગયો. ડોક્ટરોએ ક્યું : ‘આ કેવી રીતે બન્યું ? આ રીતે તાવ ચાલ્યો ન જાય... છતાં ઘણું સારૂં છે. હર્ષિલ હવે પરીક્ષા આપી શકશે.’ એમજ થયું. હર્ષિલે કોલેજની વાર્ષિક પરીક્ષા આપી. પરીક્ષા પુરી થયા બાદ પોતાના માતાપિતા અને બહેન સાથે શંખેશ્વર ગયો ત્યાં તેણે શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરી. અને નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરવાની ભાવના સેવી. સૌ પાછા ધ્રાગંધ્રા આવ્યા. હર્ષિલ ત્યાર પછીથી નિયમિત સેવાપૂજા કરવા લાગ્યો. જ્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેને ફર્સ્ટક્લાસ આવ્યો. પરિવારના બધા સભ્યોને આનંદ થયો. હર્ષિલને શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો. ૨૨૩ શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ Page #248 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ 'ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં લોદ્રા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મહામંત્ર માંથી કોઈપણ એકમંત્રની દરરોજ સવારે એક માળા કરવી. શ્રધ્ધા અને ભક્તિથી જાપ કરવામાં આવે તો અવશ્ય આરાધકની મનોકામના પરિપૂર્ણ થાય છે. : સંપર્કઃ શ્રી જેસલમેર લોટૂયપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ | મુ.પો. લોદ્રવ પોસ્ટ-રૂપસી, જી. જેસલમેર (રાજસ્થાન) – ૩૪૫૦૦૧ ફોનઃ (૦૨૯૯૨) ૨૫૨૪૦૪, ૨૪૦૩૮૮ શ્રી લોઢવાજી પાર્શ્વનાથ ૨૨૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી બારેજા પાર્શ્વનાથ જૈનોના ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના આજના કાળમાં ખૂબજ ફળદાયી છે. ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ અને કલાપ્રેમી રહ્યા છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેર ઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદિપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક ઊભા છે. ભોગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદ્રશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં ઘટાડો થયો નથી પણ દિન-પ્રતિદિન તેમાં વધારો થતો રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના બરેજા ગામમાં ‘શ્રી બજા પાર્શ્વનાથ' અથવા તો “શ્રી બલેજા પાર્શ્વનાથ” પ્રભુનું પ્રાચીન તીર્થધામ આવેલું છે. આ તીર્થ જૂનાગઢથી ૪૬ કિ.મી. ના અંતરે અને માંગરોળથી ૩૬ કિ.મી. ના અંતરે તેમજ પોરબંદરથી ૪૨ કિ.મી. ના અંતરે આવેલું છે.. શ્રી બરજા પાર્શ્વનાથ પ્રભુનું બજારમાં આવેલું જિનાલય મુખ્ય છે. મુખ્ય તીર્થ છે. આ સિવાય શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થની ભમતીમાં શ્રી બરજા કે બોજા પાર્શ્વનાથ મુજીની પ્રતિમાજી બિરાજમાન છે. તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ - જિનાલયની ભમતીમાં ૨૬મી દેરીમાં શ્રી બલેજા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. બરેજ ગામમાં આવેલ શ્રી બરજા પાર્શ્વનાથજીની પ્રતિમા વેળુની, કૃષ્ણવર્ણ, પદ્માસનસ્થ અને ફણારહિતની છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે. કહેવાય છે કે એકવાર એક સાર્થવાહ માલ ભરીને વહાણમાં બેસીને વેપાર શ્રી બજા પાર્શ્વનાથ ૨૨૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ SOLSTS PRO અર્થે પરદેશ જવા માટે નીકળ્યો. જ શાંત સમુદ્રમાં વહાણ તેજ ગતિથી આગળ વધી રહ્યું હતું. સાર્થવાહ તો આ અગાઉ અનેકવાર દરિયાઈ સફરે થઈ આવ્યો હતો એટલે તેના માટે આ સફર સહજ હતી. સમુદ્રી તોફાનના કોઈ અણસાર નહોતા. આઠ દિવસ પસાર થઈ ગયા. નવમે દિવસે સવારે સાર્થવાહ વહાણના મુખ્ય નાવિક સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો. નાવિકે કહ્યું : “શેઠજી, આપણી સફર નિર્વિઘ્ન પાર થઈ જશે. ચાર દિવસ પછી મીઠા જળનો ટાપુ આવશે ત્યાંથી મીઠું જળ ભરીને આગળ વધીશું. સમુદ્રમાં તોફાનના કોઈ એંધાણ દેખાતા નથી. દરિયો એકદમ શાંત છે.” - સાર્થવાહે કહ્યું: “અત્યારે તો દરિયો શાંત લાગે છે પરંતુ ક્યારે તોફાન સર્જે છે તે કહી શકાય નહિ. આપણે તો પૂરતી સાવધાની અને સાવચેતી રાખવાની “શેઠજી, અમે હવામાનનું બરાબર ધ્યાન રાખીએ છીએ. આપ જરાય ચિંતા કરશો નહિ....' આમ સાર્થવાહ અને વહાણના મુખ્ય નાવિક સાથે વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં સમુદ્ર વચ્ચે એકાએક વહાણ ખંભિત થઈ ગયું. સાર્થવાહે નાવિકને પૂછયું: ‘નાવિક, વહાણ કેમ રોકાઈ ગયું છે? તેની ગતિ કેમ રોકાઈ ગઈ ? શું થયું?” શેઠજી, કશું સમજાતું નથી. આ રીતે તો કોઈ દિવસ બન્યું નથી. મારા જીવનમાં પણ આ રીતે સમુદ્રની વચ્ચે કોઈ કારણ વિના વહાણ રોકાઈ જાય તેવી પ્રથમ ઘટના છે.” નાવિકના માણસો જ્યાં સાર્થવાહ અને નાવિક બેઠા હતા ત્યાં એકઠાં થયા અને એકાએક વહાણ કેમ રોકાઈ ગયું તેનું કારણ જાણવા અધીરા બન્યા. ખલાસીઓ ઊંડી તપાસ કરી પણ કંઈ જાણવા ન મળ્યું. શ્રી નરેના પાર્શ્વનાથ ૨૨૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ સાર્થવાહને ભારે આશ્ચર્ય થતું હતું. નોકરી સાર્થવાહે મુખ્ય નાવિકને કહ્યું: ‘ભાઈ, તું સમુદ્રમાં ચાર-પાંચ ખલાસીઓને મોકલ અને તપાસ કરાવ...' હા...હવે એમજ કરવું પડશે.’ નાવિકે કહ્યું. તરત જ નાવિકે ચાર ખલાસીઓને સમુદ્રમાં કુદીને તપાસ કરવા જણાવ્યું. ખલાસીઓ સમુદ્રમાં કુદ્યા અને સમુદ્રમાં તપાસ આરંભી દીધી. થોડીવારમાં ખલાસીઓને તે સમુદ્રના જળમાંથી એક મનોરમ્ય જિન પ્રતિમાજીની પ્રાપ્તિ થઈ. ખલાસીઓ શ્રી જિનપ્રતિમાજી સાચવીને વહાણમાં લઈ આવ્યા. સાર્થવાહ મનોહારી શ્રી જિનપ્રતિમાજી જોઈને અતિ હર્ષિત બન્યો. સાર્થવાહે શ્રી જિન પ્રતિમાજીની ખરા હૃદયથી ભક્તિ કરી. ત્યારપછી વહાણ ગતિમાન થયું. આગળ જતાં મીઠા જળનો ટાપુ આવ્યો, ત્યાંથી પાણી ભરવામાં આવ્યું. ત્યાંથી વહાણ આગળ વધ્યું અને ચાર દિવસના અંતે આવેલા રંગદ્વીપમાં જઈને સાર્થવાહે પોતાનો માલ વેંચ્યો. સાર્થવાહ ત્યાં અઢળક ધન કમાયો. ત્યાંથી ચીજ વસ્તુઓ ભરીને સાર્થવાહ ભારત તરફ વળ્યો. તેણે આ પ્રતિમાજીને બરેજા ગામમાં પધરાવી. ત્યાં આ પ્રતિમાજીને એક ભવ્ય જિનાલયમાં મૂળનાયક રૂપે વિભૂષિત કરાવી. આ પ્રભુજીનો પ્રભાવ અલૌકિક અને દિવ્ય છે. આ પ્રતિમાજીની સેવાપૂજા કરનારા ભાવિકોને અનેક લાભો થયા છે તેમજ ચમત્કારના અનેક પ્રસંગો સર્જાયા છે. શ્રી બરજા પાર્શ્વનાથ તીર્થ અતિ પ્રાચીન છે. જિનાલય રમણીય છે. વિક્રમ સંવત ૧૯૦૦માં ભીમજી કલ્યાણજી શેઠ નામના શ્રેષ્ઠી(પોરબંદર)એ હાલનું જિનાલય બંધાવ્યું હતું. વિક્રમ સંવત ૧૯૫૦ના મહાવદ ૩ના દિવસે આચાર્ય ભગવંત શ્રી જિનેશ્વરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ જિનાલયનો પ્રતિષ્ઠા - મહોત્સવ રચાયો હતો. ગામના નામ પરથી આ પાર્શ્વ પ્રભુ “શ્રી બરજા પાર્શ્વનાથ' નામથી ઓળખાય છે. શ્રી બજા પાર્શ્વનાથ ૨૨૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક : શ્રી બજા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, મુ. બારેજા (જી. જુનાગઢ), સૌરાષ્ટ્ર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં | બિરાજમાન શ્રી નરેજી પાર્શ્વનાથ વિશ્વ વિખ્યાત જૈનોનું સુપ્રસિધ્ધ તીર્થધામ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું બેનમુન, નયનરમ્ય જિનાલય છે. આ જિનાલયમાં મનોરમ્ય અને ચમત્કારી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના ભાવ જાગ્યા વગર ન રહે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ૨૬મી દેરી શ્રી બોજા કે બલેજા પાર્શ્વનાથ પ્રભુની છે. ભમતીમાં આવેલી આ દેરીમાં શ્રી બલેજા પાર્શ્વનાથ પ્રભુની ફણારહિતની પ્રતિમાજી છે. તેમજ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ દેરીમાં બિરાજમાન પ્રતિમાજી અત્યંત મનોહારી અને ચમત્કારી છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ મહાપ્રાસાદમાં ધર્મશાળા, ભોજનશાળાની સર્વ શ્રેષ્ઠ સુવિધા છે. - મહિમા અપરંપાર માનવીના જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે કે તેની કલ્પના માનવી કરી શકતો નથી. શ્રધ્ધા અને ભક્તિનું પરિણામ કેવું સુખદ આવતું હોય છે તેનો એક સત્ય ઘટના પર આધારિત એક પ્રસંગ પ્રસ્તુત છે. ઘટનાનું સ્થળ અને નામ બદલવામાં આવ્યા છે. આણંદમાં અમીચંદભાઈને કરિયાણાની નાની એવી દુકાન હતી. અમીચંદભાઈ રાત-દિવસ મહેનત કરે ત્યારે માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ શ્રી બારેજા પાર્શ્વનાથ ૨૨૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ કરી શકતા હતા. ગામમાં અન્ય મોટા સ્ટોર્સ થવાથી તેમના વેપારમાં પણ ફરક આવ્યો હતો. પણ મધ્યમ પરિવારના અમીચંદભાઈ બીજું કશું કરી શકે તેમ નહોતા. તેઓ ખૂબજ પ્રમાણિક અને નીતિમત્તાથી ધંધો કરતાં હતા. બાદમાં - એક દિવસ તેમની દુકાન પાસેથી એક જૈનમુનિ પસાર થતા હતા. અમીચંદભાઈ પોતાના થડા પરથી ઊભા થયા અને રસ્તા પર આવીને ભાવથી વંદના કરી. જૈનમુનિએ અમીચંદભાઈનું મુખ જોઈને કહ્યું : “તું શ્રી બરજા પાર્શ્વનાથના દર્શન કરી આવ... લાભ થશે...' આટલું કહીને જૈનમુનિ “ધર્મલાભ” આપીને ચાલ્યા ગયા. અમીચંદભાઈ ઘેર આવ્યા અને તેની પત્ની પાર્વતીને કહ્યું : “શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર ક્યાં આવ્યું છે?' કેમ...?' પાર્વતીએ પૂછયું. આજે સવારે આપણી દુકાન પાસેથી એક જૈનમુનિ પસાર થતા હતા. તેમણે મને કહ્યું કે તું શ્રી બરજા પાર્શ્વનાથના દર્શન કરીને આરાધના કર... લાભ થશે...' is “મને યાદ છે કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી છે. ફરતી ભમતીમાં એક દેરી શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની છે. આપણે આવતીકાલે જ શંખેશ્વર જઈએ અને શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરીને અંતરના ભાવ સાથે ભક્તિ કરીએ...” - “હા...એમજ કરીએ... આવતીકાલે રવિવાર છે તો આપણે આજે નીકળીએ તો... ! રાતના પહોંચી જઈશું. સીધી બસ નહિ મળે... અહીંથી અમદાવાદ જઈએ ત્યાંથી શંખેશ્વર પહોંચી શકાશે...' અને..અમીચંદભાઈ અને પાર્વતીબેન બપોરે આણંદથી શંખેશ્વર જવા નીકળી ગયા. તેઓ સૌ પ્રથમ આણંદથી અમદાવાદ આવ્યા, ત્યાં તેમને શખેશ્વર જવાની તરત જ બસ મળી ગઈ. રાતના આઠ વાગે તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં આવી પહોંચ્યા. શ્રી બજા પાર્શ્વનાથ ૨૨૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવિહારના કાર્યાલય પર પહોંચીને ધર્મશાળામાં રૂમ લીધી. અને બન્ને પતિ-પત્ની રૂમ પર આવ્યા. બપોર પછી સતત પ્રવાસ થયો હોવાથી બન્ને થાકી ગયા હતા. રૂમ પર આવીને જરા હાથમોં ધોઈને વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા. અનેરા ભાવથી દર્શન કર્યા તેઓએ જોયું કે ૨૬મી દેરી શ્રી બલેજા-(બરેજા)પાર્શ્વનાથ પ્રભુની છે. તેઓ દસ મિનિટ સુધી પ્રતિમાજીને જોઈ જ રહ્યાં બન્નેએ ત્યાં સ્તવન ગાયું અને પછી ત્યાંથી પાછા રૂમ પર આવ્યા. બીજે દિવસે નવકા૨શી વા૫૨ીને સ્નાનાદિથી નિવૃત્ત થઈને બન્ને જિનાલયમાં પૂજા કરવા આવ્યા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. દેરીમાં અંદર જઈને અને૨ા ભક્તિભાવથી સેવા-પૂજા કરી. e પૂજા કર્યા પછી બન્ને બહાર આવ્યા અને ભાવથી ચૈત્યવંદન કર્યું. સ્તવનો ગાયા. બન્નેએ અંતરથી ભક્તિ કરી લગભગ એકાદ કલાક જેવો સમય પસાર થઈ ગયો. ત્યાં સેવા-પૂજા કર્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના જિનાલયે જઈને સેવાપૂજા કરી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કર્યા બાદ બન્ને ધર્મશાળામાં આવ્યા અને થોડીવાર વિશ્રામ કરીને ભોજનશાળામાં ભોજન લીધું. રૂમ પર થોડીવા આરામ કરીને આણંદ જવા માટેની બસ પકડી. બસસ્ટેન્ડ પર અમદાવાદ જવા માટેની બસ ઊભી હતી. તેઓ તેમાં બેસી ગયા અને સાંજે આણંદ પહોંચી ગયા. પંદર દિવસ પસાર થઈ ગયા. એક દિવસ એક જૈન શ્રેષ્ઠી આવ્યા અને તેમણે રૂા. બે લાખનો માલ પહોંચાડવાનું જણાવ્યું તેમાં પચાસ હજાર રૂપિયા રોકડા આપી ગયા. અમીચંદાઈના જીવનની આ પ્રથમ ઘટના હતી કે આટલી મોટી રકમનો ઓર્ડર મળ્યો હોય. ક્યારેય પાંચ હજારથી મોટો ઓર્ડર મળ્યો નહોતો. એટલું જ નહિ તેમણે ક્યારેય પચાસ હજાર રૂપિયા એક સાથે ઘણા વખતે જોવા મળ્યા હતા. અમીચંદભાઈએ જૈન શ્રેષ્ઠીનો ઓર્ડર બે દિવસમાં પૂરો કરી દીધો. તેમાં શ્રી બરેજા પાર્શ્વનાથ ૨૩૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ અમીચંદભાઈને વીસ હજાર રૂપિયા જેવો નફો થયો. અમીચંદભાઈના આનંદનો પાર ન રહ્યો. તેઓ પોતાના ઘેર શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુનો જાપ કરતાં હતા. તેમની શ્રધ્ધામાં વધારો થયો. ચાર દિવસ પછી બે-ત્રણ મોટા ઓર્ડર આવી ગયા. અમીચંદભાઈએ પોતાની કરિયાણાની દુકાન હોલસેલ વેપારમાં ફેરવી નાંખી. એક વર્ષમાં તેમનું નામ આણંદમાં મશહુર થઈ ગયું. તેમણે પ્રમાણિકતા અને નિષ્ઠાને જાળવી રાખી હતી તેમજ શ્રી બજા પાર્શ્વનાથની ભક્તિ નિયમિત કરતાં હતા. બે વર્ષ પછી તેમણે સારા વિસ્તારમાં મકાન લીધું અને એક ગાડી પણ લીધી. શંખેશ્વર દર વર્ષે બે-ત્રણ વાર જતા હતા અને શ્રી બરજા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરી શ્રધ્ધા સાથે કરતાં હતા. તેમજ સાત ક્ષેત્રમાં મોટી રકમ પણ લખાવતા હતા. મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ | (૩) | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં બરજા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો અત્યંત લાભદાયક છે. કોઈપણ એક મંત્રની એક માળા નિયમિત સવારે કરવાથી આર્થિક, સામાજીક અને શારીરિક લાભ મળે છે. મંત્ર જાપ વખતે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા તેમજ ધૂપ-દીપ અખંડ. મુખ પૂર્વ દિશામાં રાખવું. બને ત્યાં સુધી જે સમય નક્કી કર્યો હોય તે જાળવી રાખવો. આ મંત્રો અત્યંત ફળદાયી છે. : સંપર્ક: શ્રી બારેજા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પોરબંદર જૈન તપાગચ્છ સંઘ ટ્રસ્ટ મુ. બારેજા વાયા-માધવપુર જિ. પોરબંદર ફોન : (૦૨૮૬) ૨૨૬૩૪૧૭ શ્રી બજા પાર્શ્વનાથ , ૨૩૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મુંબઈથી ૧૮૪ કિલોમીટરના અંતરે નાસિક સીટીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના અન્ય સ્થાનો પર તીર્થો આવેલા છે. નાસિક સીટીથી ગંજપથા તથા દેવલાલી સ્થળ નજદિકમાં છે. નાસિકથી પુના સીટી ૨૦૯ કિ.મી. ના અંતરે છે. મહારાષ્ટ્રના નાસિક સીટી ખાતે પાર્શ્વનાથ લેનમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અત્યંત દર્શનીય છે. તેમજ અન્ય જિનાલયો દર્શનીય છે. અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી નીલવર્ણની, પદ્માસનસ્થ તથા સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૭ ઈંચની છે. પ્રતિમાજી પ્રાચીન અને પ્રભાવક છે. સંપર્ક : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, પાર્શ્વનાથ લેન, ભદ્રકાલી, નાસિક સીટી - ૪૨૨૦૦૧ (મહારાષ્ટ્ર) નાસિકની બાજુમાં આવેલ શ્રી ગજપંથા તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણની, અર્ધ પદ્માસનસ્થ પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. નાસિક શહેરથી લગભગ સાત કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. તળેટી મંદિર સુધી લગભગ દોઢ કિલોમીટરનું ચઢાણ છે. જેસલમેર (રાજસ્થાન) માં સંવત ૧૨૧૨માં રાવળ જેસપાળે ગામને ફરતો કિલ્લો બંધાવ્યો હતો. એ વખતે કિલ્લામાં આઠ મંદિરો અને ગામમાં એક મંદિર અને સાત ઘર મંદિર હતા. તેમાં મુખ્ય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી ભગવાનનુ છે. જેસલમેરમાં લગભગ સાતહજાર શ્રી જિન પ્રતિમાજીઓ મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન સુરક્ષિત રાખવા જુદા જુદા સ્થળેથી આવેલી હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન તાડપત્રોના ભંડારો પણ અહીં સુરક્ષિત છે. કલામય હવેલીઓથી આ ભવ્ય તીર્થ શોભી રહ્યું છે. જોધપુરથી ૧૪૦ માઈલ, બાડમેરથી ૧૧૦ માઈલ અને પોકરણથી ૭૦ માઈલ જેસલમેર છે. જેસલમેરનો ઉલ્લેખ અનેક ગ્રંથો અને સ્તવનોમાં મળે છે. જૈન ધર્મનું આ પ્રાચીન અને અત્યંત મહત્વનું સ્થળ છે. કલાકારીગીરી અને ગ્રંથભંડારોના દર્શન જરૂ૨ ક૨વા જેવા છે. અહીં પટવાઓની હવેલી જોવા જેવી છે. જેસલમેર એક પ્રાચીન, મહત્વનું સ્થળ છે. વિદેશીઓ આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૩૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ કલાત્મક હવેલીઓ જોવા ખાસ આવતા-જતાં રહે છે. જેસલમેર ભારતનું પીતવર્ણ શહેર છે. સુરતમાં ચૌદમા સૈકાના કાષ્ટમય કલા કારીગીરીથી બેનમુન ભવ્ય મંદિર સુરતના લગભગ ૭૫ જિનાલયોમાં અગ્રસ્થાને શોભી રહ્યું છે. આ પ્રાચીન મંદિર પંદરમા સૈકામાં પરિવર્તન પામ્યું હતું. એક ભાવિકને સ્વપ્નથી કુવામાંથી પ્રતિમાજી મળ્યા હતા. માંત્રિક ગુરૂએ યંત્ર અને એક રૂપિયો મૂકી કોઠળી આપી. ઊંધી ન વાળવાની શરતથી મંદિર બંધાયું છે. “એક રૂપિયાના જિન મંદિર' તરીકે પ્રસિધ્ધ છે. દર રવિવારે તથા બેસતા મહિને સેંકડો જૈન-જૈનેતરો ઉપાસના કરવા માટે આ જિનાલયમાં આવે છે. તાપી નદીના કાંઠે આ જિનાલય આવેલું છે. લાકડાનું સુંદર કોતરકામ છે. આનો નમુનો સુખડમાં કોતરીને લંડનના મ્યુઝિયમમાં મુકેલો છે. વિ.સંવત ૨૦૨૫ માગસર મહિનામાં આ. શ્રી ચંદ્રાદેય સૂરિશ્વરજી મહારાજે બસો વર્ષમાં ન થઈ હોય તેવો અંજન શલાકા મહોત્સવ આ જિનાલયમાં કર્યો હતો. રાજકોટમાં મણિયાર જિનાલય તરીકે સુવિખ્યાત જિનમંદિરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી મૂળનાયક રૂપે બિરાજમાન છે. તેમજ રાજકોટમાં રૈયા ચોકડી વિસ્તારમાં શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ સ્થળ સૌરાષ્ટ્રના મહુડી તરીકે પ્રસિધ્ધ છે. અહીં શ્રી ઘંટાકર્ણવીર નું મંદિર આવેલું છે. આ સ્થાને પૂ.શ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ બિરાજે છે. શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં પરમ પ્રભાવી શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાજી દર્શનીય છે. આ સિવાય અન્ય તીર્થ સ્થળોમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૭મી દેરી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં અત્યંત મનોરમ્ય અને દર્શનીય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિ કરવાનું મન થઈ જાય તેવા ચમત્કારી પ્રતિમાજી છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૩૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે આ પરમ તારક તીર્થ સ્થળમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને દર્શનીય પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. દિન-પ્રતિદિન આ તીર્થનો મહિમા વધતો જાય છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો આ તીર્થના દર્શનાર્થે આવે છે અને બે-ત્રણ દિવસ રોકાઈને સેવા-પૂજાનો લાભ લે છે. આ સંકુલમાં અત્યંત આધુનિક ધર્મશાળા તથા ભોજનશાળા છે. યાત્રિકો બે-ત્રણ દિવસ પ્રાકૃતિક વાતાવરણમાં પ્રભુ ભક્તિ કરી શકે તેવી વ્યવસ્થા છે. સુંદર બગીચાઓ અને વિશાળ વૃક્ષો હોવાથી કુદરતનું સાંનિધ્ય યાત્રાળુઓ મેળવી શકે છે. | આ સંકુલમાં વહેલી સવારે પક્ષીઓનું ગાન સાંભળવા મળે છે. યાત્રાળુઓના હૈયામાં પણ આનંદનો ધ્વનિ ગુંજ્યા વગર ન રહે તેવું વાતાવરણનું નિર્માણ થાય છે સંકુલનો સ્ટાફ પણ વિનયી અને કાર્યદક્ષ છે. ભક્તિવિહાર મહાપ્રાસાદના સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ બિરાજમાન છે તથા ફરતી ભમતીમાં ૧૦૭ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે. દરેક દેરીમાં ભારત ભર માં આવેલા શ્રી પાર્શ્વ પ્રભુના પ્રાચીન તીર્થોની સ્મૃતિ કરાવે તેવી છે તે તીર્થ સ્થળના શ્રી પાર્શ્વ પ્રભુજી બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૭મી દેરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. સપ્તફણાથી મંડિત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં પ્રભુભક્તિનો નિનાદ ગુંજયા વગર ન રહે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય સ્થળ નાસિક સીટીનું જિનાલય છે. છતાં અહીં બેઠાં ભાવિકોને નાસિક પહોંચી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૩૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ગયાનો અહેસાસ થયા વિના રહેતો નથી. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન-વંદન અને ભક્તિ ક૨વાથી સમસ્ત ચિંતાઓ નષ્ટ થાય છે. ઉપાધિઓ દૂર થાય છે, વિપદાઓનો નાશ થાય છે. મહિમા અપરંપાર Hur Is thes જસદણના અમુલખભાઈ મહેતાનો પરિવાર સુખી અને સંપન્ન. જસદણમાં તેમને કરિયાણાનો વેપાર. દુકાન પણ ધમધોકાર ચાલે. તેમનો મોટો પુત્ર અનિલ પિતાની સાથે દુકાન પર બેસી ગયો હતો. અમુલખભાઈનો બીજો પુત્ર સુનીલ રાજકોટમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લી પરીક્ષામાં પાસ થયો પછી એડમીશન માટે એક ટકો ઓછો પડતો હતો. સુનીલે તેના પિતાને કહ્યું : ‘પિતાજી, એડમીશનમાં મને એક ટકો ઓછો પડે છે પેમેન્ટ સીટ પર પ્રવેશ મળી જાય પણ મારે તે રીતે પ્રવેશ લેવો નથી. મને ચિંતા કોરી ખાય છે મારે શું કરવું? જો પ્રવેશ નહિં મળે તો મારૂં વર્ષ બગડશે.’ ‘ભાઈ, તું મુંઝાઈશ નહિ...બધા સારાંવાના થઈ જશે. તું રાજકોટમાં મનસુખભાઈને મળ્યો હતો કે નહિ ? તેને વાત કરવી હતી ને ?’ ‘પિતાજી, મનસુખકાકાને ત્યાં ગયો હતો પરંતુ તેમનાથી પણ કંઈ ન થઈ શક્યું. હમણાં કોલેજમાં પંદર દિવસની રજા છે. ત્યારબાદ નિયમિત વર્ગો શરૂ થઈ જશે. મારે જે કંઈ પ્રયત્નો કરવાના છે. તે આ પંદર દિવસમાં જ કરવાના રહેશે.’ ત્યાં અમુલખભાઈને શંખેશ્વરનું સ્મરણ થઈ આવ્યું. તેઓને સુખદ અનુભવ હતો કે જ્યારે કોઈ વિકટ પ્રશ્નો કે ઘેરી ચિંતા ફરી વળે તેવી વિપદા હોય ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ભમતીની ૨૭મી દેરીમાં બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન-વંદન અને પૂજા કરીએ તો મુશ્કેલી તરત જ દૂર થઈ જાય છે. અમુલખભાઈએ સુનીલને કહ્યું : ‘ મારી એક વાત માનીશ’ ૨૩૫ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ Page #260 -------------------------------------------------------------------------- ________________ ‘પિતાજી, આપની વાત તો મારે માનવી જ પડેને...! આપ હંમેશા સંતાનોનું હિત ઈચ્છો છો. . .’ ‘તું મનમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખરા હૃદયથી પ્રાર્થના કર... અને સંકલ્પ ધારણ કરકે જો મને આઠ દિવસમાં પ્રવેશ મળી જશે તો હું દર્શનાર્થે આવીશ...’ ‘પિતાજી, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ભમતીની ૨૭મી દેરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. અગાઉ એકવાર મેં ખરા હૃદયથી પ્રાર્થના કરેલી ત્યારે મારી ચિંતા દૂર થઈ ગઈ હતી. હું આજેજ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરીશ. હવે મને લાગે છે કે પ્રાર્થના કર્યા પછી મારો પ્રશ્ન ઉકેલાઈ જશે. મને ઘેરી વળેલી ચિંતા દૂર થઈ જશે.’ સુનીલે કહ્યું. એમજ થયું. એ દિવસે સુનીલે ધૂપ-દીપ કરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અંતરમાં સ્થિર કરીને ખરા હૃદયથી પ્રાર્થના કરી અને પ્રવેશ મળી જશે પછી તરત જ દર્શને આવવાની ભાવના સેવી. ચાર દિવસ પસાર થઈ ગયા ત્યાં પાંચમાં દિવસે કોલેજ માંથી પત્ર આવ્યો અને તેમાં લખ્યું હતું કે તમને સ્પેશ્યલ કેટેગરીમાં લઈને પ્રવેશ આપવામાં આવ્યો છે તમે નિયત તારીખે પ્રવેશ ફી અને શિક્ષણ ફી ભરી જશો. સુનીલના આનંદનો પાર ન રહ્યો. તેણે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને મનોમન વંદન કર્યાં અને તેને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવનો અનુભવ ફરીવાર થયો. અમુલખભાઈ અને તેના પરિવારના તમામ સભ્યો સુનીલને પ્રવેશ મળવાથી રાજી રાજી થઈ ગયા. અમુલખભાઈએ બીજે જ દિવસે ક્વાલીઝ ભાડે કરીને પરિવાર સાથે શંખેશ્વર ઉપડ્યા. બે દિવસનો કાર્યક્રમ કરીને જ પરિવાર શંખેશ્વર ગયો હતો. અમુલખભાઈ વગેરે બપોરે ૧૨ વાગે શંખેશ્વર પહોંચ્યા. ત્યાં પહોંચીને પ્રથમ બે રૂમ લીધા. સૌએ થોડીવાર વિશ્રામ કર્યો. મોટો અનિલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૩૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ભોજનશાળાના પાસ લઈ આવ્યો. ભોજનશાળામાં જતા પહેલાં સૌ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે દર્શનાર્થે ગયા. ત્યાં સૌએ ચૈત્યવંદન સાથે ભક્તિ કરી. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની દેરી સામે સૌએ ભક્તિભાવ સાથે સ્તવન ગાયું, સ્તુતિ કરી. ના દર્શન-વંદન કરીને અમુલખભાઈનો પરિવાર ધર્મશાળામાં રાખેલી રૂમો પર આવ્યો. થોડીવાર રહીને સૌ ભોજનશાળામાં જમવા માટે ગયા. સાત્વિક અને શુધ્ધ ભોજનથી સૌ તૃપ્ત થયા. સાંજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દરબારમાં દર્શનાર્થે ગયા. રાત્રે ભાવનામાં બેઠા. અને રાત્રે દસ વાગે ધર્મશાળામાં આવીને સૂઈ ગયા. - બીજે દિવસે અમુલખભાઈના પરિવારના તમામ સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તથા ખાસ તો શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરા ઉમંગ સાથે કરી. ત્યાં ચૈત્યવંદન તથા સ્તવન વગેરે કર્યું. સૌના મુખ પર આનંદ હતો. આ એજ દિવસે બપોરે ભોજનશાળામાં જમીને જસદણ જવા નીકળી ગયા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો અવશ્ય ચિંતાઓ નષ્ટ થાય છે. મંત્ર સાધના (૧) ૐ હ્રીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હૂ ર્થી હું Ø ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હું શ્ર શ્ર શ્ર ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના કરવી. દરરોજ વહેલી સવારે એક નક્કી કરેલા સમયે તથા નિશ્ચિત આસન પર બેસીન એકી રકમમાં માળા કરવી. મંત્ર જાપથી સર્વ વિઘ્નો દૂર થાય છે ચિંતાઓ નષ્ટ પામે છે. : સંપર્કઃ શ્રી બારેજા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પોરબંદર જૈન તપાગચ્છ સંઘ ટ્રસ્ટ મુ. બારેજા વાયા-માધવપુર જિ. પોરબંદર ફોન : (૦૨૮૬) ૨૨૬૩૪૧૭ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૩૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વેનો છે. આ મહાતીર્થ પાછળનો ઈતિહાસ રસપ્રદ છે. આ તીર્થ જાગૃત તીર્થ સ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં આવ્યું છે. ગઈ ચોવીશીમાં નવમા તીર્થંકર શ્રી દામોદર સ્વામી પાસેથી ધર્મવત્સલ અષાઢી શ્રાવક પોતાની મુક્તિનું કારણ જાણે છે અને પોતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધર થઈને નિર્વાણ પામશે એ હકીકત જાણતાં તેના હૈયામાં અતિ હર્ષ ઉત્પન્ન થયો. અષાઢી શ્રાવકે શિલ્પી પાસે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નિર્માણ કરાવી ત્યાર પછી અષાઢી શ્રાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા આરાધના કરવા લાગ્યા. ત્યાર પછી અષાઢી શ્રાવક મૃત્યુ પામીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાન વડે જાણીને તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેવલોકમાં લઈ આવ્યા. અને તે પ્રતિમાજીની પૂજા દેવલોકમાં થઈ. સૂર્ય-ચંદ્રના વિમાનમાં પ્રભુની પૂજા થઈ. પાતાળમાં પણ એ દિવ્યતા ધરાવતી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની પૂજા થઈ. જ્યાં જ્યાં એ પ્રતિમાજીની પૂજા થઈ ત્યાં ત્યાં સુખની ધારા વહેતી થઈ. વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત ઋષભદેવના કાળમાં નાગરાજ ધરણેન્દ્ર આ મૂર્તિનો દિવ્ય પ્રભાવ જાણ્યો તેણે આ મૂર્તિ નમિ અને વિનમિ નામના વિદ્યાધરોને આપી બન્ને વિદ્યાધરોએ વૈતાઢય પર્વત ઉપર આ પ્રતિમાજી લઈ જઈને જીવન પર્યત પૂજા-આરાધના કરી. ( આઠમા તીર્થંકર ભગવંત શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમવસરણમાં સૌધર્મેન્દ્ર દેવે પોતાની મુક્તિ વિષે પૃચ્છા કરી ત્યારે પ્રભુના મુખેથી ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના શાસનકાળમાં પોતાની મુક્તિ જાણીને ભાવી તીર્થપતિ પાર્શ્વના પ્રત્યે સૌધર્મેન્દ્ર દેવને અનેરો ભક્તિભાવ ઉત્પન્ન થયો. સૌધર્મેન્દ્ર દવે પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવક દિવ્યતાને જાણી અને તે પ્રતિમાજીને પોતાના વિમાનમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૩૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ લાવ્યો. ત્યાં ઈન્દ્ર-ઈન્દ્રાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી હૈયાના ભાવ સાથે ભક્તિ કરી. એક મૃત્યુલોકના માનવી દ્વારા નિર્માણ થયેલી આ જિન પ્રતિમાજી પુનઃ મૃત્યુલોકમાં આવી. સૌધર્મેન્દ્રએ તે મૂર્તિને રૈવતગિરિની કંચન બલાનક નામની સાતમી ટુંક પર પ્રસ્થાપિત કરી. આ જિનમૂર્તિની નાગકુમાર આદિદેવોએ ચિરકાળ પર્યત સેવાપૂજા કરી. દેવો અને મનુષ્યોને દર્શન શુધ્ધિ કરાવતું આ દિવ્યતાનું પરમ પાવક ઝરણું કાળના અનેક પૃષ્ઠો પસાર કરીને વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સમય સુધી આવી પહોંચ્યું. એ વખતે સૌધર્મ દેવલોકના ઈન્દ્રએ આ પ્રતિમાને પોતાના ભવનમાં લાવી ચિર:કાળ પર્યત પૂજી. જ્યારે અયોધ્યાના રાજકુમાર રામચંદ્રજી વનવાસ માટે નીકળી પડ્યા અને દંડકારણ્યમાં પહોંચ્યા ત્યારે પરમ જિનભક્ત એવા રામચંદ્ર અને સીતાના દર્શનપુજાના વ્રતની સૌધર્મેન્દ્રએ ચિંતા કરી. ત્યારે સૌધર્મેન્દ્ર દેવે પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુની આ દિવ્ય મૂર્તિને એક રથમાં પધરાવીને બે દેવોની સાથે દંડકારણ્યમાં મોકલી આપી. વનવાસકાળ દરમ્યાન રામ અને સીતાએ અનેરા ભક્તિભાવ સાથે આ જિનબિંબની સેવાપૂજા કરી. - જ્યારે રામચંદ્રજીનો વનવાસ પૂરો થયો ત્યારે સૌધર્મેન્દ્રદેવ આ પ્રતિમાને પોતાના ભવન પર લઈ આવ્યા. દીર્ઘકાળ સુધી સૌધર્મેન્દ્રએ તેને પૂજી. સૌધર્મેન્દ્રએ પુનઃ આ દિવ્ય પ્રતિમાજીને ગિરનારના કંચન બલાનક નામની સાતમી ટુંકમાં પ્રસ્થાપિત કરી. ત્યાં નાગકુમારાદિ દેવો તેની ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યા. [ આ અલૌકિક અને દિવ્ય પ્રતિમાના પ્રભાવની કથા તેમજ તેનો ઈતિહાસ એ વખતે નાગરાજ ધરણેન્દ્રએ એક જ્ઞાની મહાપુરુષ પાસે સાંભળ્યો. ધરણેન્દ્ર આ પ્રતિમા પોતાના ભવન પર લઈ આવ્યો. ત્યાં ધરણેન્દ્ર - પદ્માવતી સહિત અન્ય દેવીઓએ તેની ભક્તિ સહિત સેવા પૂજા કરી. આમ દીર્ઘકાળ પસાર થઈ ગયો. | મહાભારતના સમયમાં દ્વારિકા નગરીના ઈશાન ખૂણામાં આવેલ વઢિયાર દેશમાં સરસ્વતી નદીની પાસે સેનપલ્લી ગામની નજદિક મહાસંગ્રામ જામ્યો હતો. દ્વારિકાધીશ કૃષ્ણ વાસુદેવ અને રાજગૃહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૩૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે ભયંકર યુધ્ધ થયું. બન્ને રાજાઓ તાકાતવાન, શક્તિશાળી હતા. જરાસંઘને ભરતક્ષેત્રના તમામ રાજવીઓ અને વૈતાઢય પર્વતના વિદ્યાધરોનું પીઠબળ હતું. જ્યારે શ્રીકૃષ્ણના પક્ષમાં ૫૪ કુલકોટિ યાદવો, પાંડવો, અનેક રાજાઓ અને વિદ્યાધરો હતા. બન્ને મહારથીઓ વચ્ચેનો જંગ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. શ્રી કૃષ્ણના શક્તિશાળી સૈન્ય સામે જરાસંઘનું સૈન્ય પાછું પડતું જોઈને જરાસંધે પ્રપંચનો સહારો લીધો. જરાસંઘે સિધ્ધ કરેલી જરા વિદ્યાનો પ્રયોગ કૃષ્ણના સૈન્ય ૫૨ કર્યો. આ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણનું સૈન્ય વ્યાધિ અને વૃધ્ધત્વથી પીડિત બન્યું. આમ કૃષ્ણના યોધ્ધાઓ લડવા માટે શક્તિહીન બની ગયા. શ્રીકૃષ્ણના સૈન્યમાં શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રી અરિષ્ટ નેમિકુમાર એ ત્રણ મહાપુણ્યશાળી હતા. ત્રણ ઉપર જરાસંઘની વિદ્યાની અસર ન થઈ. પોતાના સૈન્ય પર જરા વિદ્યાનો પ્રભાવ જોઈને શ્રકૃષ્ણ ચિંતાતુર બની ગયા. તેમણે પિત્રાઈ બંધુ નેમિકુમારને ચિંતામાંથી મુક્તિ મેળવાનો ઉપાય પૂછયો. ત્યારે નેમિકુમારને પોતાના જ્ઞાનમાં ભવનપતિ નાગરાજ ધરણેન્દ્રના ભવનમાં બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવક પ્રતિમા જોવામાં આવી. જરાસંઘે શ્રીકૃષ્ણના સૈન્ય ૫૨ બિછાવેલી જરા વિદ્યાનું નિવારણ આ પ્રતિમાના સ્નાત્ર જળમાં છે તેવું જાણી તેમણે શ્રીકૃષ્ણને ઉપાય સૂચવ્યો. નેમિકુમારે દર્શાવેલા ઉપાય પ્રમાણે શ્રીકૃષ્ણે અમતપની આરાધના શરૂ કરી. આ ત્રણ દિવસ દરમિયાન સૈન્યની સંભાળ રાખવાની જવાબદારી નેમિકુમારે પોતાના હાથમાં લીધી. આ તરફ જરાસંઘના જરા વિદ્યાના પ્રયોગથી ક્ષીણ બનેલા શ્રીકૃષ્ણના સૈન્ય પર જરાસંઘ પોતાના સાથી રાજાઓ સાથે તૂટી પડયો. એ વખતે સૌધર્મેન્દ્રએ મોકલેલા રથમાં બેસીને નેમિકુમારે શંખનાદ કર્યો. ભયાનક શંખનાદથી જરાસંઘનું સૈન્ય ભયભીત બન્યું. અને આમતેમ નાસભાગ કરવા લાગ્યું. નેમિકુમારે લધુ-લાઘવી કલાથી ભયાનક બાણ વર્ષા કરી. બાણવર્ષોથી અનેક રાજાઓના મુકટ, કુંડળ, છત્ર, શસ્ત્રો વગેરે ભૂમિ પર ગબડી પડ્યાં. નૈમિકુમારે કોઈપણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ જાનહાનિ વગર દુશ્મનના સૈન્યને હંફાવી દીધું. નેમિકુમારે ત્રણ દિવસ સુધી સૈન્યની રક્ષા ઉચિત રીતે કરી. શ્રીકૃષ્ણની ત્રણ દિવસની અઠ્ઠમ તપની આરાધના ફળી. ભવનપતિ નાગરાજ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણની સાધનાથી પ્રસન્ન થયા. તેમણે શ્રીકૃષ્ણની મનોકામના સિધ્ધ કરવા પદ્માવતીને આજ્ઞા કરી. અને પદ્માવતીએ શ્રીકૃષ્ણ સમક્ષ પ્રત્યક્ષ થઈને શ્રી પાર્શ્વ પ્રભુની પ્રાચીન અને અલૌકિક પ્રતિમાજી અર્પણ કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણ અત્યંત ભક્તિભાવથી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાનો સ્નાત્ર મહોત્સવ કર્યો. શ્રીકૃષ્ણ ક્ષીણ બનેલા પોતાના સૈન્ય પર સ્નાત્રજળ છાંટ્યું. સૈન્ય નવી સ્કુર્તિ અને ઉમંગ સાથે જાગૃત થયું. - શત્રુસેનાના એક દૂતે આ સમાચાર મગધેશ્વર જરાસંઘને આપ્યાં. આ સમાચાર સાંભળીને જરાસંઘ ધ્રુજી ઊઠ્યો. જરાસંઘ પોતાના વિશાળ સૈન્ય સાથે યુધ્ધભૂમિ પર આવી પહોંચ્યો. શ્રીકૃષ્ણ પોતાના સૈન્યને શત્રુસેના પર તૂટી પડવા આદેશ આપ્યો અને ફરીથી ધમસાણ યુધ્ધ આરંભાયું. જરાસંઘના અઠ્ઠાવીસ પુત્રોને બળદેવે યુધ્ધમાં મારી નાખ્યા. બાકીના એકતાલીસ પુત્રોને શ્રીકૃષ્ણ યમસદને પહોંચાડ્યા. ત્યારબાદ શ્રીકૃષ્ણ અને જરાસંઘ સામસામાં આવી ગયા. કારમો સંઘર્ષ થતાં જરાસંઘે પોતાનું અંતિમ શસ્ત્ર સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણ પર છોડ્યું. પરંતુ ચક્ર શ્રીકૃષ્ણ ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી અને તે ચક્ર સીધું જરાસંઘ પર જઈ ચડ્યું. તેનાથી જરાસંઘનું મસ્તક છેદાઈ ગયું. મગધેશ્વર જરાસંઘ મરાયો. જરાસંઘ યુધ્ધભૂમિ પર ઢળી પડ્યો. ત્યારે શ્રીકૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો. - જ્યાં શંખનાદ કર્યો ત્યાં જ શંખપુર નગર વસાવ્યું. શંખપુરમાં શ્રીકૃષ્ણ એક ભવ્ય જિન પ્રાસાદ બંધાવીને તેમાં મહા મહોત્સવ રચીને તેમાં મહા પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને બિરાજમાન કરી ત્યાર પછી દિન-પ્રતિદિન શંખપુર નગરની જાહોજલાલી વધવા લાગી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ઉપર્યુક્ત ચમત્કારની ઘટના ચારેય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ દિશાઓમાં વાયુવેગે પ્રસરી ગઈ. આથી દેશ-વિદેશથી લોકો આ તીર્થની યાત્રાએ આવવા લાગ્યા અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. ગામના નામ પરથી મહા પ્રભાવક પ્રતિમાજીનું નામ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લોકોમાં પ્રસિધ્ધ પામ્યું. 116 18+ +8 આશરે ૮૬,૫૦૦ વર્ષ સુધી આ પ્રતિમાજી શંખેશ્વર ગામમાં રહી. તે દરમ્યાન થયેલા જીર્ણોધ્ધારની માહિતી ઉપલબ્ધ થતી નથી. વિક્રમ સંવત ૧૧૫૫ ના સમયે પાટણની રાજગાદી પર મહારાજા સિધ્ધરાજ જયસિંહ બિરાજેલા હતા. મહારાજા સિધ્ધરાજ જયસિંહે સંય ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્યની ધૂરા સંભાળી હતી. સિધ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં સજ્જન શેઠ નામના એક મંત્રી હતા. તે ઘણા ચતુર અને કુશાગ્ર બુધ્ધિ ધરાવતા હતા. સિધ્ધરાજે તેમને સોરઠના દંડનાયક તરીકે મૂક્યા. સજ્જન શેઠ સોરઠ દેશમાં આવ્યા. ત્યાં તેમણે ગિરનાર પરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો. સજ્જન શેઠને સાંભળવામાં આવ્યું કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા અતિ પ્રાચીન અને ચમત્કારિક છે. આથી તેઓ પોતાના પરિવાર સાથે શંખેશ્વર ગયા. સજ્જન મંત્રીએ પરમ પાવન તીર્થની જીર્ણ હાલત જોઈને આંખો માંથી આંસુ ટપકી પડ્યા. શ્રી દેવચંદ્રસૂરિજી મ. ના ઉપદેશથી એમણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને દેવવિમાન જેવું નૂતન જિનાલય બંધાવ્યું. વિ.સં. ૧૧૫૫માં નૂતન જિનાલયમાં સજ્જન મંત્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પધરાવીને પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા ગુરૂવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી મ. ત્યાં ઉપસ્થિત રહ્યાં હોવાનું જણાય છે. ગુજરાતના ગૌરવસમા મંત્રીઓ વસ્તુપાળ-તેજ પાળે ગુજરાતના રાજકીય, સામાજીક, આર્થિક તેમજ ધાર્મિક જીવનને પુનઃ જીવિત કરવામાં મોટો ફાળો આપેલો છે. વસ્તુપાળ-તેજપાળે ત્રણ હજાર બસો બે જિનપ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો છે. એકવાર વસ્તુપાળ-તેજપાળે વૃધ્ધ(વડ) ગચ્છાધિપતિ સંવેગી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાનસૂરિજીના મુખેથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થનો અભૂત મહિમા સાંભળ્યો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અભૂત – અલૌકિક મહિમા સાંભળીને વસ્તુપાળ-તેજપાળ અત્યંત પ્રભાવિત થયા. એમણે ગચ્છાધિપતિ શ્રી વર્ધમાનસૂરિજી સમક્ષ સંઘ કાઢીને તીર્થયાત્રાએ જવાની ભાવના રજૂ કરી. આ આ.શ્રી વર્ધમાનસૂરિજીએ વસ્તુપાળ-તેજપાળની ભાવનાને આવકારી અને નિશ્ચિત દિવસે શ્રી વર્ધમાનસૂરિજીની પાવન નિશ્રામાં વસ્તુપાળ-તેજપાળે ભવ્ય સંઘ કાઢ્યો. અને શંખેશ્વર તીર્થની યાત્રા કરી. વસ્તુપાળ-તેજપાળે પોતાના પરિવાર સાથે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભાવભક્તિથી પૂજા કરી. બન્ને ભાઈઓએ તે જિનપ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો. તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ પર સોનાના કળશ ચડાવ્યા. | વસ્તુપાળ – તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૬ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી વર્ધમાનસૂરિજી મ. સહિત અન્ય આચાર્યોની ઉપસ્થિતિ વચ્ચે કરાવી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના આ જીર્ણોધ્ધાર તથા પ્રતિષ્ઠા પાછળ વસ્તુપાળ તેજપાળે બે લાખ જેટલું દ્રવ્ય વાપર્યું હતું. - આ જીર્ણોધ્ધાર બાદ થોડા વર્ષો બાદ ઝંઝુપુર(ઝીંઝુવાડા) ના રાણા દુર્જનશલ્ય પણ આ મહાતીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો. ( ત્યાર પછી ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાત પર મુસ્લિમ શાસકોએ કબજો જમાવ્યો. તે વખતે અલ્લાઉદ્દીન ખીલજી તેમજ ત્યાર પછીના મુસલમાન બાદશાહોના આક્રમણોથી આ મંદિરનો નાશ થયો પરંતુ તે વખતે શંખેશ્વરના શ્રી સંઘે આગમચેતી વાપરીને મૂળનાયકની અસલ મૂર્તિને જમીનમાં ભંડારી દીધી. ઉપર્યુક્ત જિનાલય અત્યારે વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર હશે તેમ જણાય છે. અત્યારના શંખેશ્વર ગામથી અંદર જવાના માર્ગે લગભગ અર્થે માઈલના અંતરે એક ઊંચો ટેકરો (ટીંબો) દેખાય છે. ત્યાં મકાન જેવો ટીંબો છે. જાણકારોનું કહેવું છે કે મૂળ જિનાલય ત્યાં છે અને લોકોની વાતમાં વજુદ જણાય છે. એ સ્થળનું સંશોધન થયું નથી, પરંતુ એ માટે પ્રયત્ન કરવામાં આવે તો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક હકીકત પ્રકાશમાં આવે તેમ છે. પ્રાચીન શંખેશ્વર ગામ પણ ત્યાં વસેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુસલમાન શાસકોએ શંખેશ્વર જિનાલયને નષ્ટ કર્યા પછી શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શંખેશ્વર ગામમાં નૂતન જિનાલય બનાવાયું. શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપાની બહાર આવેલ ખારસોલ તળાવના પશ્ચિમ દિશા તરફના કિનારા ૫૨ના એક મેદાનમાં એક જગ્યાએ ખારા પથ્થરમાંથી બનાવેલી શેષનાગની ફણા ઉપર સૂતેલા શ્રીકૃષ્ણની મૂર્તિ છે. તેમના ચરણો પાસે લક્ષ્મીદેવી બિરાજમાન છે તેમજ લક્ષ્મીદેવીની આસપાસ દાસદાસીઓની મૂર્તિઓ જોવા મળે છે. તેની બાજુમાં એક મૂર્તિ છે જેમાં વચ્ચે એક દેવની આકૃતિ છે અને દેવની આસપાસ બે દેવીઓ . એક ખારા પથ્થરની અને એક આરસની પાદુકા પણ જોવા મળે છે. આ સ્થળની નજીકમાં એક વાવ દટાઈ હોવાનું કહેવાય છે. આ મેદાનમાં જીર્ણ થઈ ગયેલા મકાનોના પાયા વગેરે જોવા મળે છે. આ સ્થળેથી આગળ જતાં એક ખાડો દ્રષ્ટિગોચર થાય છે, જેને આ વિસ્તારના લોકો ઝુંડ કુવો કહે છે. કહેવાય છે કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની જમીનમાં ભંડારાયેલી પ્રતિમા આ સ્થળેથી એટલે કે ઝુંડ કૂવામાંથી કાઢવામાં આવી હતી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા વિશે એક એવી લોકવાયકા છે કે આ ગામના રહેવાસીની એક ગાય રોજ જંગલમાં ચારો ચરીને ઝુંડ કૂવાના સ્થાને આવતી અને ત્યાં તેનું દૂધ ઝરી જતું, આવું કેટલાક સમય સુધી બન્યા બાદ જેની ગાય હતી તેના માલિકને થયું કે પોતાની ગાય રોજ જંગલમાં ચારો ચરીને પાછી ફરે છે છતાં દૂધ ઓછું કેમ થઈ ગયું ? એક દિવસ ગાયનો રખેવાળ ગાયની પાછળ પાછળ ગયો. ગાયે ચારો ચરી લીધા પછી ઝુંડ કૂવાના સ્થાને આવી, ત્યાં તેનું દુધ ઝરી ગયું. આથી રખેવાળને થયું કે અહીં કોઈ ચમત્કારિક દેવની મૂર્તિ હોવી જોઈએ. એણે ગામલોકોને એકત્ર કર્યાં. ત્યાં ખાડો કરાવ્યો. ખૂબ ઊંડે સુધી ખોદતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજી બહાર આવી. તે પ્રતિમાજીને વાજતે-ગાજતે ગામમાં લઈ આવવામાં આવી. જ્યારે સંઘમાં આ સમાચાર વાયુવેગે વહેતા થયા તો ગામેગામથી સંઘો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ઉમટવા લાગ્યા. નૂતન જિનાલય બંધાવા માટેની ચર્ચા સર્વત્ર થવા લાગી. તપાગચ્છના જગદ્ગુરૂ શ્રી હીરસૂરિશ્વરજીના પટ્ટધર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી મ. ના ઉપદેશથી શંખેશ્વર ગામની મધ્યમાં બાવન જિનાલયવાળું ભવ્ય, કલાત્મક જિનાલય તૈયાર કરવામાં આવ્યું. જિનાલયના નિર્માણનું કાર્ય સંપન્ન થતાં શ્રી વિજયસેનસૂરિજી મ. ની નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. શ્રી વિજયસેનસૂરિશ્વરજીની નિશ્રામાં તૈયાર થયેલ આ (જૂનું) જિનાલય પશ્ચિમ સન્મુખનું હતું. અર્થાત તેમાં બિરાજમાન મૂળનાયકનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ જિનાલય શિખર બંધી હતું. મૂળ ત્રણ ગભારા, ગુઢ મંડપ, સભા મંડપ અને બાવન જિનાલયથી યુક્ત બનેલું હતું. આટલું સુંદર, કલાત્મક અને ભવ્ય જિનાલય બનેલું હોવા છતાં કોઈ કુદરતી આફતના કારણે અથવા તો મુસ્લિમ શાસકોના પ્રકોપથી આ જિનાલયે પૂરાં એંસી વર્ષનું આયુષ્ય ભોગવ્યું નહીં. આ મંદિર એંસી વર્ષમાં હતું ન હતું થઈ ગયું. અર્થાત વિદ્યમાન રહી શક્યું નહિ. વિક્રમ સંવત ૧૭૧૫ થી ૧૭૬૪ ના ગાળા દરમ્યાન મોગલ બાદશાહ ઔરંગઝેબનું શાસન હતું. ઔરંગઝેબ ધર્મઝનુની બાદશાહ હતો. ઉપર્યુક્ત સમયગાળાના કોઈપણ વર્ષમાં ઔરંગઝેબની આજ્ઞાથી અમદાવાદના સૂબાએ શંખેશ્વરજીની નજીક આવેલા મુંજપુરના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા સૈન્ય મોકલ્યું. અમદાવાદના સૂબાના સૈન્યે મુંજપુરના ઠાકોરને તાબે કર્યો અને વિજય હાંસલ કર્યો. જ્યારે સૂબાનું સૈન્ય પાછું ફર્યુ ત્યારે ધર્મઝનુની સૈન્યે વિજયના નશામાં શ્રી શંખેશ્વરજીનું જિનાલય તોડી પાડ્યું. હાથમાં જે મૂર્તિઓ આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૨૪૫ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાને એક ભોંયરામાં ભંડારી દીધી. આથી તે પ્રતિમા અખંડ રહી જવા પામી. કેટલાક વર્ષો સુધી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભોંયરામાં નિરાપદ સ્થાને રહી, જ્યારે મુસલમાનોના સૈન્યનો ભય અને આંતક દૂર થયો પછી તે મૂર્તિને બહાર લાવવામાં આવી. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો સુધી મુંજપુર કે શંખેશ્વરના રાજવીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પોતાના કબજામાં રાખીને અમુક અમુક રકમનું ઉઘરાણું કરતા, પછી જ યાત્રિકોને દર્શન કરવા દેતા હતા. આ વાતની જાણ શ્રી વિજયપ્રભસૂરિજી મ. ને થઈ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. તે વિજયદેવ સૂરિજીના પદે પ્રભાવક હતા. અને શ્રી વિજયદેવસૂરિજી તે શ્રી વિજયસેનસૂરિજીના પદેધર હતા. શ્રી વિજયપ્રભસૂરિજી શંખેશ્વર આવ્યા અને ત્યાંના સંઘને ઉપદેશ આપ્યો અથવા તો સંઘના અગ્રણીઓના પ્રયત્નોથી અથવા તો ઉપાધ્યાય અને કવિ શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિના પ્રભાવથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી સંઘને પાછી સોંપાઈ હોય તેમ જણાય છે. શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી એક નયનરમ્ય નૂતન જિનાલયનું નિર્માણ થયું. સંવત ૧૭૬૦ની આસપાસ શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિજીના વરદ હસ્તે આ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો. આમ કાળના પ્રવાહમાં અનેક વિડંબનાઓ, સંકટો, મુશ્કેલીઓ આવી, છતાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જાગૃત ભક્તોને કારણે ઊની આંચ આવી નથી. હાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું વિદ્યમાન જિનાલય છેલ્લા બે-ત્રણ સૈકાથી સ્થિત છે. એક વિશાળ કમ્પાઉન્ડની મધ્યમાં બેઠી બાંધણીનું આ મનોહર જિનાલય બાવન દેવકુલિકાઓથી અલંકૃત છે. મૂળ ગભારાની બહાર એક ગુઢ મંડપ અને બે સભામંડપ આવેલા છે. મૂળ ગભારાની બન્ને બાજુના શિખરબધ્ધ ગભારામાં શ્રી અજીતનાથ અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક રૂપે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન છે. ભમતીમાં ત્રણ બાજુ એક-એક મોટા ગભારા સાથે પ૫ મોટી દેરીઓ છે. સમગ્ર જિનાલયમાં આરસનું કલાત્મક કોતરકામ છે. | વિક્રમ સંવત ૧૯૬૭માં મહા સુદ પાંચમના દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં દર વર્ષે કારતકી પુનમ, ચૈત્રી પુનમ, પોષ દશમ કે એવા મોટા પર્વમાં ધજાઓ ચડતી, પરંતુ મહા સુદ પાંચમના રોજ તમામ ગભારા - દેરીઓ ઉપર ધજાઓ ચડાવવામાં આવે છે. સાથોસાથ આ જ દિવસે મૂળનાયકજી ના શિખરે બધા ગભારા અને દેરીઓ થઈને ૬૫ ધજાઓ ચડાવવામાં આવે છે. આ જિનાલયમાં પ્રાચીન શિલાલેખો પણ પ્રાપ્ત થયા છે. તેમાં સૌથી જૂનો વિક્રમ સંવત ૧૨૧૪નો અને નવો શિલાલેખ વિ.સં. ૧૯૧૬નો છે. કુલ્લે પચ્ચીસ શિલાલેખો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થે દર વર્ષે ત્રણ મેળા ભરાય છે. પ્રથમ ચૈત્રી પુનમ, બીજો કારતકી પુનમ અને ત્રીજો મેળો માગશરવદ દશમનો ભરાય છે. એમાં ચૈત્રી પુનમનો મેળો જોવાલાયક છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાના દિવ્ય પ્રભાવ અંગે આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે. અનેક મહાપુરુષોએ આ તીર્થના ગુણગાન ગાયા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ શંખેશ્વર છે એ સિવાય ભારતભરમાં અનેક જિનાલયોમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી શંખેશ્વર તીર્થનો વહીવટ શેઠ જીવણદાસ ગોડાદાસની પેઢી કરે છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ છે. આ તીર્થની આસપાસ મુંજપુર, માંડલ, ઉમરિયાળા, રાધનપુર, ભીલડીયાજી, રાંતેજ, શંખલપુર, ભોંયણી, કંબોઈ વગેરે તીર્થો આવેલા છે. રાજ્યના મુખ્ય શહેરો સાથે શંખેશ્વર તીર્થ પાકી સડકો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ સાથે જોડાયેલું છે. સંપર્ક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ. શેઠ જીવણદાસ ગોડાદાસની પેઢી, મુ. શંખેશ્વર (તા.સમી) જી.મહેસાણા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૮મી દેરી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની દિવ્ય પ્રતિમાજી છે. પદ્માસનસ્થ પ્રતિમાજી શ્વેત વર્ણના છે. ફણાથી યુક્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. અત્યંત પ્રભાવશાળી પ્રતિમાજી છે. નિજ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો જાપ માટે સર્વશ્રેષ્ઠ છે. દરરોજ વહેલી સવારે કોઈપણ એક મંત્રના જાપનું આરાધન કરવું. મંત્રના જાપથી મનની મુરાદો પૂરી થાય છે. : સંપર્કઃ શ્રી શેઠ જીવનદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. શંખેશ્વર, તા. સમી જિ. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૪૬ ફોનઃ (૦૨૭૩૩) ૨૭૩૧૧૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ થી નાર પાનાથ રાજસ્થાનમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. જે નાગેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. રાજસ્થાનના જીલ્લા ઝાલાવાડમાં ઉન્હેલ ખાતે આ તીર્થ આવેલું છે. નાગેશ્વર તીર્થ જવા માટે આલોદ રેલ્વે સ્ટેશનથી ૮ કિ.મી. ના અંતરે અને ચૌમહલાથી ૧૫ કિ.મી. ના અંતરે આ તીર્થ છે. શ્રી નાગેશ્વર તીર્થ રતલામથી ૯૦ કિ.મી. તથા ઉજ્જૈનથી ૧૩૦ કિ.મી. ના અંતરે આવેલ છે. ચૌમહલા રેલ્વે સ્ટેશનથી નાગેશ્વર તીર્થ જવા બસ, જીપ વગેરેની સુવિધા પ્રાપ્ત છે. અહીં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થમાં, સુરત પાસેના અમરોલી ગામના જિનાલયમાં, કાંદીવલી(મુંબઈ), જૈન દેરાસરમાં, રાજકોટમાં મણિયાર જિનાલયમાં, દાઢા(ભાવનગર)માં કાચના જિનાલયમાં, સોજીત્રા, અમદાવાદ, કૃષ્ણનગર, તથા સુરતના નૂતન જિનાલયમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે. - નાગેશ્વર તીર્થમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. મથુરાની કંકાલી ટેકરી પાસે બીજી શતાબ્દીમાં બનાવેલા જૈન સ્તૂપમાંથી એક શિલાલેખ પ્રાપ્ત થયો છે. તેમાં તે સમયથી અગિયારસો વર્ષ પૂર્વે નિર્માણ થયેલી જૈન ઈમારતો અને મૂર્તિઓનો ઉલ્લેખ કરાયો છે. તે અનુસાર પાર્શ્વનાથ પ્રભુના દેહના પરિમાણ જેટલી મરકતમણિની એકપ્રતિમાજી ધરણેન્દ્ર દ્વારા અપાઈ હતી. વિદ્વાનોના મતે ધરણેન્દ્ર દ્વારા અપાયેલી મૂર્તિ તે જ આ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ છે. આથી આ મૂર્તિ પ્રાચીન છે તેમાં બેમત નથી. નાગેશ્વર તીર્થમાં બિરાજમાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી કાઉસગ્ગ દશામાં, નીલવર્ણી સપ્તફણાથી યુક્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ સાડા તેર ફૂટ (નવ હાથ)ની છે. પ્રતિમાજીનાં દર્શન કરતાં જ હૈયું ભાવ વિભોર બની જાય તેવી દર્શનીય છે. પ્રતિમાજીની પાસે અષ્ટમંગલ આદિ ચિન્હો છે. આ પ્રતિમાજીનો પથ્થર બે હજાર વર્ષથી વધુ પ્રાચીન હોવાનું શિલ્પજ્ઞો કબૂલે છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૪૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ લોકવાયકા અનુસાર આ પ્રતિમાજી મૂળ મરકતમણિથી અલંકૃત હતી, પરંતુ કાળના પ્રભાવે અનેક ધૂર્તોની બૂરી નજર મરકતમણિરત્નો પર પડી અને રત્નમય પ્રતિમાજીને ઉપાડી જવા ધૂર્તોએ વારંવાર પ્રયાસો કર્યા હતાં, પરંતુ અધિષ્ઠાયક દેવે ધૂર્તોની મહેચ્છા પૂર્ણ થવા દીધી નહિ. તેઓને કોઈ ન કોઈ પરચો આપીને દૂર હડસેલ્યા. ત્યારબાદ એક જૈનાચાર્યે તપ આરાધના દ્વારા ધરણેન્દ્ર દેવને પ્રત્યક્ષ કર્યા અને કાળના પ્રભાવની વાત જણાવીને રત્નમય પ્રતિમાને પથ્થરમય બનાવી દેવા વિનંતી કરી. ધરણેન્દ્રદેવે જૈનાચાર્યની માંગણીનો સ્વીકાર કર્યો અને દેવે શ્રી પાર્શ્વનાથની રત્નમય પ્રતિમાજીને પથ્થરમય બનાવી દીધી. વિદ્વાનોના કથન અનુસાર આ પ્રતિમાજીનું નિર્માણ દેવ દ્વારા થયું છે. આમ તો આ પ્રતિમાજી અહિચ્છાત્રા નગરીમાં પ્રસ્થાપિત કરાઈ હતી. ત્યાં મૂર્તિની સુરક્ષાનો પ્રબંધ ઉચિત ન જણાતાં દૈવી તાકાતથી આ પ્રતિમાજી પારસનગરમાં આવી. એ સમયે પારસનગરમાં મહારાજા અજિતસેન રાજયનો કારભાર સંભાળતા હતા. તેમની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા-રાણીને સંતાન પ્રાપ્તિની અદમ્ય ઝંખના હતી. વિવિધ ઉપચારો કરાવ્યા છતાં તેમના ભવનમાં પારણું બંધાયું નહોતું. ત્યાં દિવ્ય પ્રતિમાજી પ્રાપ્ત થતાં રાજા-રાણીએ ભવ્ય જિનાલય બંધાવ્યું. નાગેન્દ્રગચ્છના જૈનાચાર્યના હસ્તે આ દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. રાજારાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુની અંતરના ભાવ સાથે આરાધના કરવા લાગ્યાં અને તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થઈ. કાળનો પ્રવાહ વહેતો રહ્યો, વર્ષોના વર્ષો વીતી ગયાં. આ જિનાલય ખંડેર બનતાં વિક્રમ સંવત ૧૬૨૪માં નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજની પ્રેરક વાણીથી તેનો જીર્ણોધ્ધાર થયો. ક સમય પસાર થતાં પારસનગરનો લોકો “પારસ નાગેશ્વર” કહેવા લાગ્યા. ગામનું નામ “નાગેશ્વર” પ્રભુજીની પડખે જોડાઈ ગયું અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ નામથી જગ પ્રસિધ્ધ થયા. | નાગેશ્વર તીર્થની આસપાસ નગરીની પ્રાચીનતા દર્શાવતા અનેક ખંડેરો અને અવશેષો આજે પણ વિદ્યમાન છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પૂજાનો અધિકાર શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ વંશ-વારસાગત રીતે ચાલ્યો આવતો હતો. પૂજારીઓ પરમ પ્રભાવક જિન પ્રતિમાના માલિક બની બેઠા. અનેક વર્ષો સુધી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી પુજારીઓના હાથમાં રહી. થોડા દશકાઓ પહેલાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને પુજારીઓના હાથમાં રહેલી આ પ્રભાવક પ્રતિમાજીની જાણ થયેલી. પૂજ્યશ્રીએ આ પ્રતિમાજી પાછી મેળવવા ભરપૂર પ્રયત્નો કર્યા છેવટે આ પ્રતિમાજી પર શ્વેતાંબર જૈનોનો હક્ક કોર્ટે ઘોષિત કર્યો અને ધરણેન્દ્રદેવ નિર્મિત શ્રી પાર્શ્વ પ્રભુની આ દિવ્ય પ્રતિમાજી પુનઃ જૈનોના હાથમાં આવી. વિક્રમ સંવત ૨૦૨૬ના વૈશાખ વદ દસમના પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિ મહારાજની પાવન નિશ્રામાં આ પ્રતિમાજીને અઢાર અભિષેક કરવામાં આવ્યા અને ત્યાર બાદ સેવાપૂજા માટે ઘોષિત કરાઈ.. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલું છે. ભારત ભર માંથી હજારો યાત્રાળુઓ આ દિવ્યના તેજ સમા પરમ પ્રભાવક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન, સેવા-પૂજા અને ભક્તિ અર્થે જતાં હોય છે. શ્રી નાગેશ્વર તીર્થ આજે મહાતીર્થ તરીકે આકાર પામ્યું છે. જીર્ણોધ્ધાર જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી ચંદ્રોદયસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે પરમ પ્રભાવક આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૩૭ના વૈશાખ સુદ-૬ના થઈ હતી. જીવનમાં એકવાર દરેક જૈન પરિવારે શ્રી નાગેશ્વર તીર્થની યાત્રા અવશ્ય કરવી જોઈએ. સંપર્ક : શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પો. ઉન્ડેલ. જી. ઝાલાવાડ (રાજસ્થાન) સ્ટેશન-ચૌમહલા. એક અન્ય માહિતી અનુસાર - ઉન્હેલ ગામે એકઝરણાના કિનારે, રતલામ - કોટા લાઈન પર આવેલા ચૌમહલા ગામથી પંદર કિલોમીટર દૂર આ મંદિર ૧૧૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે. ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચાર મીટર ઊંચી કાર્યોત્સર્ગ મુદ્રાધારી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ આટલી વિશાળ અને પ્રાચીન શ્વેતાંબર પ્રતિમાના દર્શન બીજે દુર્લભ છે. પહેલાં જીર્ણ અવસ્થામાં રહેલા આ મંદિરની દેખભાળ એક સંન્યાસી બાબા કરી રહ્યાં હતા. પ્રતિમા હંમેશા અપૂજીત રહેતી હોવાનું દ્રશ્ય જૈન સંઘના ખ્યાલમાં આવતાં જૈન સંઘે યોગ્ય સરકારી કાર્યવાહી કરીને મંદિરનો કારભાર લઈ જીર્ણોધ્ધાર કરાવેલ છે. તે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી અત્યંત ભવ્ય, સુંદર અને ચમત્કારિક છે. મંદિરના સંકુલમાં ધર્મશાળા, ભોજનશાળાની સગવડતા છે. ચૌમહલા ગામથી સડક પાકી છે. આ તીર્થધામ રાજસ્થાનમાં આવેલું. પરંતુ મધ્યપ્રદેશની સરહદ નજીક જ છે. ચિતોડગઢથી આ સ્થળ દક્ષિણ પૂર્વ દિશામાં ૧૭૦ કિ.મી. ના અંતરે અને રતલામથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલું છે. નજીકનું ગામ આલોટ ૮ કિ.મી.ના અંતરે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ફરતી ભમતીમાં ઓગણત્રીસમી દેરી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છે. દેરીમાં કાઉસગ્ગ મુદ્રાની શ્રી પાર્થ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરીમાં બિરાજમાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ નાગેશ્વર તીર્થનું સ્મરણ થયા વિના ન રહે. આબેહુબ નાગેશ્વર તીર્થમાં જેવી પ્રતિમાજી છે તેવી જ અહીં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની વિશેષ માહિતી. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી ૨૯૦૦ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. સંભવત આ પ્રતિમાજીનું નિર્માણ શ્રી ૯ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ પ્રભુના જીવનકાળ દરમ્યાન થયું હશે. આ પ્રતિમાજી પહેલાં મરકત મણિની હતી, તે સર્વશ્રેષ્ઠ મનાય છે. હાલ પાષાણની છે. આજે કુલપાકજી (આંધ)માં માણેકરનની મૂર્તિ છે. એક જ્ઞાની ભગવંત શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ અંગે જણાવેલ છે કે સૌ પ્રથમ શ્રી પાર્શ્વ પ્રભુની આ કાર્યોત્સર્ગ મુદ્રાની પ્રતિમાજી અહિચ્છાત્રા નામની નગરીના સુવર્ણ મંદિરમાં સ્થાપિત થઈ હતી. તે નગરી પ્રભુના જીવનકાળ દરમ્યાન વસાવાઈ હતી. પ્રભુ દીક્ષિત થયા તે પૂર્વે કમઠ નામના તાપસને જોવા ગયા હતા. કમઠ તપસ્વી પંચાગ્નિ તપમાં લીન હતા. કમઠ ચારે દિશામાં ચાર અગ્નિકુંડોનો તાપ અને ઉપરથી સૂર્યના તાપને સહન કરવાની કલાનું પ્રદર્શન કરી રહ્યો હતો. આ કલા જોવા માનવ મેદની ઉમટી પડી હતી. ત્યારે પાર્શ્વકુમારે દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે તાપસની સામેના અગ્નિકુંડમાં એક લાકડામાં નાગ બળી રહ્યો છે ત્યારે કરૂણાના સાગર એવા પાર્શ્વકુમાર શાંત કઈ રીતે રહી શકે. તેમણે પોતાના સેવકો દ્વારા તે લાકડું ફડાવ્યું અને અર્ધજલિત નાગને કઢાવીને તેને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. (ફળ સ્વરૂપે તે નાગ મૃત્યુ પામીને ધરણેન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો) પાર્શ્વકુમારે તાપસને જણાવ્યું કે જેમાં જીવોની જયણાં હોય તે સાચી તપશ્ચર્યા કહેવાય. જ્યાં અજયણા હોય ત્યાં ધર્મ ન હોઈ શકે કે ન તો તપ.' આ સાંભળી કમઠતાપસ ક્ષોભ પામ્યો પણ માનવ મેદની વચ્ચે અપમાનિત થયાનું પણ લાગ્યું. તેનો અહંકાર ઘવાયો. તેનામાં ક્રોધ ઉત્પન્ન થયો. અને વેરની તીવ્ર ભાવના સાથે મૃત્યુ પામીને અસુર યોનિમાં મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામના દેવરૂપે ઉત્પન્ન થયો. | પાર્શ્વ પ્રભુ દીક્ષિત થઈને એકવાર કૌસ્તુભ નામના વનમાં ઊભા ઊભા કાઉસગ્ગ કરી રહ્યાં હતા ત્યારે બદલો લેવા માટે કમઠ અર્થાત મેઘમાલી દવે ભયંકર વર્ષા કરી, પ્રભુના નાક સુધી પાણી આવી ગયું. ત્યારે પાર્શ્વ પ્રભુએ જે નાગને બચાવ્યો હતો તે ધરણેન્દ્રદેવે સહસ્ત્રફણા વાળા સર્પનું રૂપ ધારણ કરીને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના મસ્તક ઉપર છાયા(છત્ર) કરીને ત્રણ દિવસ સુધી ભક્તિના રૂપમાં રહ્યાં. આમ આ ઉપસર્ગ શાંત થયા પછી આ ઘટનાની સ્મૃતિમાં “અહિચ્છત્રા” અર્થાત ‘સર્પનું છત્ર' નામની નગરી વસાવી. જે ચંપાનગરીથી ઉત્તરપૂર્વ દિશામાં હતી. જે પ્રતિમા લગભગ બે હજાર વર્ષથી વધારે પ્રાચીન છે એના પર કોઈ શિલાલેખ મળી શકતા નથી. શંખેશ્વર, કેશરિયાજી, મક્ષીજી વગેરેની જેમ નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ઉપર પણ શિલાલેખનું અસ્તિત્વ નથી. પાદપીઠમાં સ્થિત અષ્ટ માંગલિક વિશિષ્ટ ચિન્હોથી સિદ્ધ થાય છેકે આ પ્રતિમા બે હજાર વર્ષથી વધારે પ્રાચીન હોવી જોઈએ. પાદપીઠમાં કમલ-પત્ર, હરણ, સિંહ, ધર્મચક્ર વગેરે ચિન્હો કોતરેલા છે. આ રચના મથુરા શૈલીમાં ગણાવાય છે જો ભારતમાં ૧૧૦૦ વર્ષ પહેલાં મળી શકતી હતી. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની મનોહર અદૂભૂત આનંદદાયક પ્રતિમાની વિશેષતા આ પ્રમાણે છે. [, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો વર્ણ લીલો છે (જે પ્રભુના દેહનો હતો). પ્રભુ ઊભા ઊભા કાઉસગ્ગ કરી રહ્યાં હોય તેવી મુદ્રા છે. પાદાસનમાં ધર્મચક્રની લંબાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૮ઈંચ, પગના પંજાની લંબાઈ ૧૫ ઈંચ અને ૮ ઈંચ પહોળી છે. ઘુંટણથી પગ સુધીની લંબાઈ ૩૫ ઈંચ, કમરથી ઘુંટણ સુધીની લંબાઈ ૪૧ ઈંચ, વૃક્ષસ્થળની લંબાઈ ૧૫ ઈંચ તથા પહોળાઈ ૩૮ ઈંચ, બન્ને ભુજાઓનું અંતર ૪૩ ઈંચ, ભુજાની લંબાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૮ ઈંચની છે. હાથની લંબાઈ ૩૫ ઈંચ, પહોળાઈ ૬ ઈંચ, કંઠથી નાભિની લંબાઈ ૩૫ ઈંચ, મુખની લંબાઈ ૩૦ ઈંચ, પહોળાઈ ૨૭ ઈંચ, ભામંડળની લંબાઈ ૩૨ ઈંચ, પહોળાઈ ૩૬ ઈંચ, મસ્તક પર ફણાની લંબાઈ ૧૯ ઈંચ તથા પહોળાઈ ૪૨ ઈંચ તથા શિખા અને ફણાના વચ્ચેનું અંતર ૬ ઈંચ લંબાઈનું સાત ફણાનું છત્ર માથા પર બનેલું છે. ફણાની છત્ર સહિતની કુલ ઊંચાઈ ૧૪ ફુટ થાય છે. અને ફણા વિના દેહની ઊંચાઈ સાડા તેર ફૂટ છે. અર્થાત નવ હાથ છે જે પ્રભુના શરીરની વાસ્તવિક ઊંચાઈ હતી. પ્રતિમાજીનો પથ્થર કઠણ છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ મૂળનાયકની આસપાસ સાડા ચાર ફૂટ ઊંચી શ્રી શાંતિનાથ તથા શ્રી મહાવીર સ્વામી કાઉસગ્ગ મુદ્રામાં શ્વેત પાષાણની મૂર્તિઓ છે. મૂર્તિમાં જ યથા સ્થાને લંગોટ - કંદોરો (કરધની) અને ભામંડલ છે. આટલી વિશાળતા હોવા છતાં મૂર્તિ સમતોલ સ્વાભાવિક રીતે પગો ઉપર છે. શ્રેષ્ઠ કારીગરો માટે પણ એક આશ્ચર્ય સમાન છે. ભામંડલ પર સુંદર કલાત્મક ધારીઓ અભૂત છે. ! મસ્તક પર ફણાઓની પાછળની પથ્થરની દિવાલમાં જે ગોખલું છે એમાં વર્ષોથી એક નાગ રહે છે. જે ભાગ્યશાળીઓને જ કોઈ કોઈવાર સફેદ કે કથ્થાઈ રંગમાં દર્શન આપે છે. મૂળ નાયકના પગ પાસે બંને બાજુ ચામરધારી દેવોની ૩૭ ઈંચની પાષાણની મૂર્તિઓ છે. પ્રતિમાજી એટલા ચકચકિત છે કે પ્રગટાવેલા દીવા પણ તેમાં પ્રતિબિંબત થાય છે. સસ્મિત મુખ મંડલ ખીલેલા કમળ જેવું દેખાય છે. પાર્શ્વનાથ પ્રભુની આવી દિવ્ય, ભવ્ય, વિશાળ અને સુંદર પ્રતિમા ભારત વર્ષમાં અન્યત્ર નથી. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયનું મુખ પૂર્વ દિશા તરફ છે. પૂર્વ દિશામાં બે માઈલ દૂર કાલી સિંઘ નામની મોટી નદી વહે છે અને પશ્ચિમમાં એક માઈલ દૂર કાલીદાસની પ્રિયા ક્ષિપ્રા નદી છે. બન્ને નદીઓના મધ્યમાં પહાડી ભાગ છે. આ તીર્થમાં આ.શ્રી કુશલસૂરિજી મ. ની એક દાદાવાડી છે. જેમાં સાડા પાંચ ફૂટની એક ઉભી પ્રતિમાજી છે. તેમજ અહીં વિશાળ નવ મંઝીલનું શ્રી ઋષભદેવ જિનાલય દેવગુરૂ “હૂકાર ધામ' જિન ચૈત્યનું નિર્માણ થયું છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત શ્રી નાગેશ્વર પાર્શ્વ પ્રભુના ત્રણ મંત્રો માંથી કોઈપણ એકની સાધના કરવી. આરાધકે દરરોજ વહેલી સવારે એક જ સમયે તથા એક જ આસન પર બેસીને, ધૂપ-દીવા અખંડ રાખીને એકી સંખ્યામાં મંત્રની માળા કરવી. જીવનના મુંઝવતા પ્રશ્નો તથા આપત્તિ નષ્ટ થાય છે. : સંપર્ક: શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢીના સ્ટેશન ફૌજાહલા, મુ.પો. ઉન્હેલ ૩૨૬૫૧૫ જિ. ઝાલાવાડ પ્રાપ્ત રાજસ્થાન ફોન : (૦૭૪૧૦) ૨૪૦૭૧૫ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ૨૫૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાગફણા પાર્શ્વનાથ મહેસાણા જીલ્લાના વીજાપુર તાલુકાના વિહાર ગામમાં પરમ પ્રભાવક શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આ ગામમાં ઉપાશ્રયની સગવડ છે. | અરવલ્લી પર્વતની ગોદમાં શ્રી નાગફણા પાર્શ્વનાથનું બીજું તીર્થ આવેલું છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ - મુંબઈ), જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનપ્રાસાદની ભમતીમાં ૩૦મી દેરી શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની છે. વિહાર ગામમાં શ્રી નાગફણા પાર્શ્વનાથજીનું શિખર બંધી જિનાલય આવેલું છે. શ્વેત પાષાણની, સપ્તફણાથી અલંકૃત, પદ્માસનસ્થ પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. આ પ્રાચીન પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૧ ઈંચની છે. આ ગામ ભૂતકાળમાં અન્ય નામથી ઓળખાતું હતું નાગરાજ ધરણેન્દ્રએ શ્રી પાર્શ્વ પ્રભુને પોતાની ફણાનું છત્ર ધરેલું હોવાથી શ્રી પાર્શ્વ પ્રભુનું નામ ‘નાગફણા પાર્શ્વનાથ' તરીકે પ્રસિધ્ધ થયું. અનેક પ્રાચીન કૃતિઓમાં “નાગફણા' નામનો ઉલ્લેખ જોવા મળે છે. | વિહાર ગામની શ્રી નાગફણા પાર્શ્વનાથજીના પ્રતિમાજી વિક્રમ સંવત ૧૮૭૩ની સાલના હોવાનું મનાય છે. સંવત ૧૯૮૬ની સાલમાં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું. અને પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો હતો. દર વર્ષે સંઘ દ્વારા મહા સુદ ૫ નો પ્રતિષ્ઠા દિન ઉજવવામાં આવે છે. મુનિ-ભગવંતો, કવિઓની પ્રાચીન રચનામાં આ તીર્થનો ઉલ્લેખ થયો છે. સંપર્ક : શ્રી નાગફણા પાર્શ્વનાથ જે. જૈન દેરાસર ટ્રસ્ટ, મુ.પો. વિહાર, તા. વીજાપુર જી. મહેસાણા (ઉ.ગુ.)રો શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૫૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ Suoliu 19 iata s શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ના ર બિરાજમાન શ્રી નાગફણા પાર્શ્વનાથ શંખેશ્વર તીર્થ સમસ્ત વિશ્વમાં જાણીતું છે. શંખેશ્વર તીર્થે જૈન-જૈનેતરોનું દરરોજ વિશાળ પ્રમાણમાં આવન-જીવન રહે છે. શંખેશ્વરતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં બીજું તીર્થધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય તેમજ ધર્મશાળાની સગવડ તેમજ સાત્વિક ભોજનની ભોજનશાળા છે. ભોજનશાળામાં બપોર-સાંજનું ભોજન તથા સવારે અલ્પાહારની વ્યવસ્થા છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સાધુ અને સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. બગીચા અને વૃક્ષોની હારમાળાના કારણે વાતાવરણમાં શુધ્ધતા જોવા મળે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં ભમતીની ૩૦મી દેરીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી નાગફણા પાર્શ્વનાથ પદ્માસનસ્થ મુદ્રામાં છે તેમજ સપ્તફણાથી મંડિત છે. શ્વેત પાષાણની પ્રતિમાજી ની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્રધ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. મહિમા અપરંપાર | નડિયાદમાં રશ્મિભાઈ પારેખના પત્ની રસીલાબેનને દાગીના પહેરવાનો ભારે શોખ. ક્યાંક નજીકમાં જવાનું હોય તોય સજી-ધજીને જ જાય. રશ્મિભાઈને સરકારી નોકરી હતી. પગાર પણ સારો હતો એટલે પત્નીની મનોકામના સંતોષતા હતા. તેમાંય દિવાળી આવે એટલે રસીલાબેન તેના પતિ સાથે અવશ્ય સોની બજારમાં જાય અને સોનાની કોઈપણ વસ્તુ ખરીદે. રશ્મિભાઈએ થોડા વખત પહેલાં રસીલાબેન માટે હીરાની વીંટી લીધી શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૫૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ હતી. તેની કિંમત લગભગ પચાસ હજાર જેવી હતી. હીરો પણ મોટો અને ઝગમગતો, રસીલાબેન હીરાની વીંટી કાયમ પહેરી રાખતાં. રસીલાબેન સગા સ્નેહીઓ કે આડોસ પાડોસમાં જાય ત્યારે દાગીના પહેરીને જ જાય. સ્ત્રીનો સહજ સ્વભાવ છે કે મારી પાસે જે છે તે બતાવવું. પણ આવી બતાવવાની લ્હાયમાં એક દિવસ રસીલાબેને હીરાની વીંટી ખોઈ. તે હીરાની વીંટીની કિંમત પચાસ હજાર રૂપિયા હતી. રસીલાબેન ઘરમાં અને રસ્તા બહાર બે કલાકથી ગોત્યા કરતાં હતા પણ ક્યાંય જોવા ન મળે. તેમણે તરત જ રશ્મિભાઈને ઓફિસે ફોન કર્યો અને હીરાની વીંટી ક્યાંક પડી ગઈ છે તેમ જણાવ્યું ત્યારે રશ્મિભાઈ ઉકળી પડ્યા : ‘તને પહેરવું ખૂબ ગમે છે પણ તારામાં સાચવણ નથી. પચાસ હજાર રૂપિયાની હીરાની વીંટી હતી... તું તપાસ કર... હું સાંજે આવું છું. મારે ઓફિસે સખત કામ છે...’ રસીલાબેન આમ તો રશ્મિભાઈનો ઉધડો લઈ લેતા પણ આજે પોતે વાંકમાં આવ્યા એટલે તેમની બોલતી બંધ થઈ ગઈ તેમને થયું કે સાંજે ઘેર આવશે એટલે જરૂર મહાભારત શરૂ થઈ જવાનું...ઓહ...હવે શું કરવું ? હીરાની વીંટી ગઈ ક્યાં ? મેં કાઢી તો નહોતી જ... તો પછી હાથમાંથી કેવી રીતે પડી ગઈ હશે... હું શું કરૂં ? રશ્મિ સાંજે આવે તે પહેલા મળી જાય તો સારૂં...’ આમ વિચારતાં લમણે હાથ દઈને રસીલાબેન ડ્રોઈંગરૂમના સોફામાં બેઠા હતા ત્યાં બાજુના પાડોસી સુનયનાબેન આવ્યા. સુનયનાબેને કહ્યું : ‘કેમ, રસીલાબેન ? આજે દેખાયા નહિ...’ તમારૂં મોં આજ ઉતરેલું કેમ લાગે છે ? શું તબિયત બરાબર નથી ?’ ‘તબિયત તો સારી છે પણ મારી હીરાની વીંટી ક્યાંક પડી ગઈ છે. હીરાની વીંટી પચાસ હજાર રૂપિયાની છે. હું શું કરૂં ? બધેય જોઈ લીધું...ક્યાંય દેખાતી નથી.' રસીલાબેન રડવા જેવા થઈ ગયા. ‘તમે તમારા પતિને જાણ કરી...?’ સુનયનાએ પૂછ્યું. ‘હા...મેં તેમને ફોન કર્યો હતો પણ તેઓ ભારે ગુસ્સે થઈ ગયા... એ સાંજે આવશે ત્યારે શું થશે તેની મને ખબર નથી.’ શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૫૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ ‘રસીલાબેન, આ તમારી બેદરકારીનું જ પરિણામ છે. તમારે આટલી મોંઘી વીંટી પ્રસંગોમાં જ પહેરવી જોઈએ. એક વાત જણાવું?” કહો...' રસીલાબેન બોલ્યા. રસીલાબેન, તમે શંખેશ્વર ગયા છો ?' “હા...એક-બે વાર ગઈ હતી... તમારા ભાઈને રજા ઓછી મળે એટલે જવાનું ન થાય...' “શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ પણ છે. આ સંકુલમાં જિનાલય આવેલું તેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને દિવ્ય પ્રતિમાજીઓ આવેલી છે. તેમાં ૩૦મી દેરીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરો કે જો મારી હીરાની વીંટી સાંજ સુધીમાં મળી જશે તો હું દર્શનાર્થે આવીશ. સેવાપૂજા અને ભક્તિ કરીશ. પ્રાર્થના ખરા હૃદયથી કરજો...તમને જરૂર સફળતા મળશે. સુનયનાબેન, હું તમારી સમક્ષ શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના કરું છું કે જો મારા હીરાની વીંટી સાંજ સુધીમાં મળી જશે તો હું શંખેશ્વર દર્શનાર્થે જઈશ.’ રસીલાબેન આંખો બંધ કરીને બોલ્યા હતા. | સુનયનાબેને કહ્યું: “રસીલાબેન, હવે સમજી લો કે તમારું કામ પતી જવાનું છે. શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુને કરેલી પ્રાર્થના ક્યારેય અફળ જતી નથી.' સુનયનાબેન થોડી વાર બેસીને ચાલ્યા ગયા. રસીલાબેન ફરી પોતાની હીરાની વીંટી શોધવા લાગી ગયા ત્યાં અન્ધકલાક બાદ રસોડામાં આવ્યા ત્યારે ત્યાં ફંફોળવા લાગ્યા. અને રસીલાબેન ના આશ્ચર્ય વચ્ચે મગફળીની બરણી પાછળ હીરાની વીંટી જોવા મળી. રસીલાબેને હીરાની વીંટી હાથમાં લઈ લીધી. તેને હાશકારો થયો. તેમણે મનોમન શ્રી નાગફણા પાર્શ્વનાથને ભાવથી વંદન કર્યા તેઓ માનવા લાગ્યા કે તેમની કૃપાથી જ મારી હીરાની વીંટી મળી છે. કારણકે તેમણે રસોડામાં આ શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૬૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ પહેલાં ત્રણ વાર શોધખોળ કરી હતી. રસીલાબેન રસોડા માંથી બહાર આવ્યા અને રશ્મિભાઈને ફોન કર્યો કે હીરાની વીંટી મળી ગઈ છે. રશ્મિભાઈએ પણ હાશકારો આ વાત સાંભળીને અનુભવ્યો. રસીલાબેને હીરાની વીંટી સાચવીને પોતાના કબાટમાં યોગ્ય સ્થળે મૂકી દીધી. સાંજે રશ્મિભાઈ આવે તે પહેલાં રસીલાબેને સુનયનાને હીરાની વીંટી મળી ગયાનું જણાવી દીધું હતું. સાંજે રશ્મિભાઈ આવ્યા થોડીવાર બન્ને વચ્ચે રકઝક થઈ. પછી શાંતિ સ્થપાઈ ગઈ. રસીલાબેને રમિભાઈને શંખેશ્વર જવાની વાત કરી. રશ્મિભાઈ તરતજ શંખેશ્વર જવા માટે માની ગયા. બીજે દિવસે રશ્મિાઈ અને રસીલાબેન શંખેશ્વર ગયા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. બીજે દિવસે પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી પછી તેઓ ભમતીની ત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા ત્યાં બન્નેએ ભક્તિભાવ પૂર્વક સેવા-પૂજા કરી. ચૈત્યવંદન કર્યું. અને સ્તવન ગાયું. એ જ દિવસે રશ્મિભાઈ અને રસીલાબેન નડિયાદ જવા નીકળી ગયા. રસીલાબેન અને રશ્મિભાઈને શ્રી નાગફણા પાર્થ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા વધારે ગાઢ બની ગઈ અને નિશ્ચય કર્યો કે દર વર્ષે એકવાર તો શંખેશ્વર યાત્રાએ અવશ્ય આવવું અને પ્રભુ ભક્તિ કરવી. શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૬૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના (૩). ૐ હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમ: ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગફણા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની સાધના કરવી. દરરોજ વહેલી સવારે એક જ સમયે અને એક જ સ્થાને બેસીને એકી રકમમાં માળા કરવી. આ મંત્રો અત્યંત લાભદાયી છે. 1 : સંપર્કઃ શ્રી નાગફણા જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ મુ. પો. વિહાર, તા. વિજાપુર, જી. મહેસાણા (ઉ.ગુ.) ફોનઃ (૦૨૭૬૩) ૨૪૫૫૫૯ શ્રી નાગફણા પાર્શ્વનાથ ૨૬૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી શામળાજી પાર્શ્વનાથ - અમદાવાદમાં શામળાની પોળમાં શ્રી શામળા પાર્શ્વનાથ મુખ્ય તીર્થ આવેલું છે. પાટણમાં શાહવાડા, ઢંઢેરવાડા, ખેતરવસીમાં તથા નિશાળની શેરીમાં શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે એ સિવાય ઈડર, રણાસણ (વિજાપુર), વઢવાણ, તેરા (કચ્છ), દાંતરાઈ (રાજસ્થાન), સમેતશિખર તીર્થ, મહિમાપુર (બિહાર), ડભોઈ, બોરસદ, રાધનપુર, ઉના, ગિરનાર પર્વત (જૂનાગઢ) તથા અજીમગંજ વગેરે સ્થાનો પર શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિમાજીઓ બિરાજમાન છે. અમદાવાદમાં લાંબેસરની પોળમાં પણ શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અમદાવાદમાં શામળાની પોળમાં શાળાના ખાંચામાં શ્રી શામળા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. પદ્માસનસ્થ, શ્યામવર્ણની, પાષાણની પ્રતિમાજી સપ્તફણાથી વિભૂષિત છે. પ્રતિમાજી ૧૪ ઈંચ ઊંચી અને ૧૨ ઈંચ પહોળી છે. આ જિનાલયનું નિર્માણ વિક્રમ સંવત ૧૬૫૬માં મંત્રીશ્વર વસ્તુપાળના વંશજ સોમજી સંઘવી તથા તેમના ભાઈ શિવાએ કરાવ્યું હતું. જિનાલયમાં કાષ્ઠ પરનું કોતરકામ, કલા કારીગરી મોહિત કરી મૂકે તેવી છે. તીર્થંકર પ્રભુના પાંચ કલ્યાણકોના પ્રસંગોને લાકડામાં કોતરવામાં આવ્યા છે. આ મંદિરના મેડા ઉપર આરસના પાર્શ્વનાથજી કાઉસગ્ગ મુદ્રામાં છે. આ જિનબિંબ ઘણું પ્રાચીન છે. ભારતભરમાં અનેક સ્થાનો પર શ્રી શામળાજી પાર્શ્વનાથના જિનાલયો આવેલાં સમેત શિખરમાં શ્રી પાર્શ્વનાથજીની મુખ્ય ટૂંક છે. અહીંની પ્રતિમાજી શ્યામવર્ણી છે, તેથી તે શામળા પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધ છે. તેને ફરતું જલમંદિર છે. સમેત શિખર એ વર્તમાન ૨૦તીર્થકરોની નિર્વાણભૂમિ છે. સમેત શિખરજીની યાત્રા જીવનમાં એકવાર તો કોઈપણ જૈન પરિવારે અવશ્ય કરવી જોઈએ. પાટણના ઢંઢેરવાડામાં મહારાજા સંપ્રતિના સમયના કસોટી પથ્થરના શ્રી શામળા પાર્શ્વનાથજીની પ્રતિમા છે. એવું કહેવાય છે કે રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળ આ પ્રભુજીની સામે શ્રેષ્ઠીવર્યોની સાથે સ્નાત્ર મહોત્સવ કરતા હતા. શ્રી શામળાજી પાર્શ્વનાથ ૨૬૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિમાજી પાટણના ત્રણ દરવાજા પાસેની ભૂમિમાંથી પ્રગટ થઈ હતી. પ્રભુજીને ગાડામાં બેસાડીને લઈ જતાં ઢંઢેરવાડા પાસે ગાડું અટકી પડ્યું અને પ્રભુજીને ઢંઢેરવાડામાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. પાટણના જોગીવાડામાં આવેલ શ્રી શામળા પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથને શ્રી ધિંગડમલના નામથી ઓળખવામાં આવે છે. આ પાર્શ્વનાથ અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે. અનેક જૈનાચાર્યો અને મહાપુરુષોએ શ્રી શામળા પાર્શ્વનાથની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે. સંપર્ક : શ્રી શામળા પાર્શ્વનાથ જૈન શ્વેત. તીર્થ, ઠે. : શામળાની પોળ, શામળાજીનો ખાંચો, મદન ગોપાલની હવેલી પાસે, અમદાવાદ(ગુજરાત) શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથ પરમ તારક તીર્થ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. દર પુનમે તો શંખેશ્વરમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. દર પુનમ ભરવા મુંબઈ, અમદાવાદ સહિત વિવિધ શહેરો અને ગામોમાંથી શ્રધ્ધાળુઓ નિયમિત આવતાં રહે છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને અલૌકિક પ્રતિમાજીઓથી સુશોભિત જિનાલય છે. યાત્રાળુઓ ખૂબજ શાંતિથી રહીને જિનભક્તિ કરી શકે તેવી આરામદાયક અને સુવિધાવાળી ધર્મશાળાઓ છે તેમજ સવાર-બપોર સાંજના ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન મળી રહે, અલ્પાહાર મળી રહે તેવી ભોજનશાળા - આ સંકુલમાં સાધુ - સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો છે. બગીચો અને વૃક્ષોની હારમાળાથી આ સંકુલની શોભામાં અનેરો વધારો થયો છે. શ્રી શામળાજી પાર્શ્વનાથ ૨૬૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ જે કોઈ શ્રધ્ધાળુ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં એકવાર આવે છે એને પરમ શાંતિની અનુભૂતિ થયા વિના રહેતી નથી અને ત્યાર પછી અવાર-નવાર ભક્તિવિહાર માં આવતો રહે છે. ન આવી પરમ પાવન ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં એકત્રીસમી દેરીમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ બિરાજમાન - અહીંના શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિમાના દર્શન કરતાં શ્રધ્ધાળુંના હૈયામાંથી શબ્દો સ્ફરવા લાગે છે કે : વંદના...વંદના....શામળા પાર્શ્વપ્રભુને વંદના, ના ભક્તિ કરતાં મનડું ન થાકે, હૈયાની ભાવ વંદના, મોહિત કરી મૂકે આપની પ્રતિમા, જીવન ધન્ય બને શરણ માંગુ શામળા પાર્શ્વ આપનું, ભક્ત એવું ઝંખે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ જિનાલયની ભમતીની ૩૧મી દેરીમાં બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથજી ની પ્રતિમા અત્યંત દર્શનીય અને પરમ પ્રભાવિક છે. અહીં બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઊંચાઈ ૩૧ ઈંચની છે તથા પદ્માસનસ્થ છે. શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ઠેરઠેર છે. ભક્ત શ્રધ્ધાથી શ્રી શામળા પાર્શ્વનાથનું સ્મરણ કરે તો અવશ્ય તેની મનોકામના પૂર્ણ થાય છે. મહિમા અપરંપાર ભાવનગરના જીવણભાઈ બ્રાહ્મણ હતા. તેઓ શૈવધર્મી હતા, પરંતુ બાજુમાં જિનાલય હોવાથી અવાર-નવાર જૈન મુનિ ભગવંતોનો સત્સંગ થતો. આવા સત્સંગનું પરિણામ એ આવ્યું કે તેમને જૈન ધર્મ અને તેના સિધ્ધાંતોનું મનન કરવા માંડ્યું. જીવણભાઈને જૈન ધર્મના આચાર-વિચાર તેમજ દર્શનમાં ભારે રસ પડ્યો. જૈનમુનિ ભગવંતોના સંપર્કના કારણે તેમણે જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. જીવણભાઈ અનેક લોકોને કહેવા લાગ્યા કે હું જન્મ બ્રાહ્મણ છું પણ કર્મો શ્રી શામળાજી પાર્શ્વનાથ ૨૬૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન થયો છું. તેઓ જૈન ધર્મના તત્વજ્ઞાનથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા. જીવણભાઈને કબજીયાતની પીડા વર્ષોથી હતી પરંતુ જ્યારથી તેમણે ચોઉવિહાર પાળવાનું શરૂ કર્યું ત્યારથી તેમની તબિયત સુધરી ગઈ. તેઓ ચોઉવિહાર પાછળનું હાર્દ સમજી ગયા હતા. જીવણભાઈના પત્ની સુજાતાબેન એકવાર ભયંકર બીમારી સપડાયા. જીવણભાઈ પોતાની પત્ની સુજાતાને લઈને ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે બધા રીપોર્ટ કઢાવવા જણાવ્યું. રીપોર્ટ આવી ગયા પછી જીવણભાઈને એકલાને બોલાવીને ડોક્ટરે કહ્યું : “જીવણભાઈ, તમારી પત્ની લીવર પર સોજા છે... તેની તાત્કાલિક સારવાર કરાવવી પડશે...” ડોક્ટર, આપ જેમ કહેશો તેમ અમે કરીશું' ‘ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ દવા કામ નહિ કરે તો તેમને અમદાવાદ લઈ જવા પડશે... આપણે ચાર દિવસ રાહ જોઈશું.” ડોક્ટર, કોઈ ગંભીર બીમારી છે?' ના...એવું કંઈ નથી...ઈશ્વરને પ્રાર્થના કરો કે ચાર દિવસમાં સુજાતાબેનને કંઈક રાહત થઈ જાય...' ડોક્ટરે કહ્યું. જીવણભાઈને મનમાં થયું કે ડોક્ટર જરૂર કંઈક છૂપાવે છે પરંતુ ત્યારે કશું પૂછ્યું નહિ. જીવણભાઈ પત્નીને લઈને ઘેર આવ્યા. તેમના પત્ની ખોરાક લે તો તરત જ ઉલ્ટી થઈ જતી...અને પછી ચક્કર આવી જતાં અને બેભાન બની જતા. સુજાતાબેને ડોક્ટરની દવા શરૂ કરી દીધી. જીવણભાઈ નજીકના જિનાલયના ઉપાશ્રયે આવ્યા અને ત્યાં તેમને સંઘના પ્રમુખનો ભેટો થઈ ગયો... સંઘ પ્રમુખે પૂછયું : “કેમ જીવણભાઈ...! અત્યારે ? મુનિરાજ પાસે આવ્યો છું...' ‘મુનિવરે તો આજે જ વિહાર કર્યો છે. તમે ચિંતામાં લાગો છો. શું વાત છે?” શ્રી શામળાજી પાર્ટાનાથ ૨૬૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જીવણભાઈએ પત્નીની તબિયતની વાત કરી. સંઘ પ્રમુખે જીવણભાઈને કહ્યું: ‘તમે એક કામ કરો...” આપ જેમ કહેશો તેમ કરીશ. પત્નીની તબિયતના કારણે મારી ચિંતાનો કોઈ પાર નથી.” ‘તમે શંખેશ્વર ગયા છો ?' ના...એવું સદ્ભાગ્ય હજુ સુધી સાંપડ્યું નથી...” શંખેશ્વર તીર્થ યાત્રાનું ધામ છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. અહીં ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની એકત્રીસમી દેરીમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આપ મનમાં સંકલ્પ ધારણ કરો કે મારી પત્ની ચાર દિવસમાં સ્વસ્થ થઈ જાય તો હું શંખેશ્વર પત્નીને લઈને દર્શનાર્થે આવીશ.” જીવણભાઈએ સંકલ્પ લીધો પછી કહ્યું : “મને સેવા પૂજા આવડતી નથી માત્ર દર્શન-વંદન જ કરી શકીશ.” | ‘કશો વાંધો નહિ. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. આપનો સંકલ્પ જરૂર પૂર્ણ થશે.” જીવણભાઈ ઘેર આવ્યા તેણે સુજાતાને સંકલ્પ ગ્રહણ કર્યાની વાત જણાવી. આમને આમ બે દિવસ પસાર થઈ ગયા. સુજાતાને રાહત થવા લાગી. ચાર દિવસ બાદ ડોક્ટરે ફરીને રીપોર્ટ કઢાવ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું કે રીપોર્ટ ઘણા સરસ છે. ડોક્ટરે કહ્યું : “હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ દવા ચાલુ રાખજો ...ખરેખર આશ્ચર્યની વાત છે કે આટલો જલ્દી સુધારો થયો હોય તેવો આ પ્રથમ કેશ છે...' જીવણભાઈએ ડોક્ટરને લીધેલા સંકલ્પની વાત કરી ત્યારે ડોક્ટરે કહ્યું : ‘તમે કાલેજ શંખેશ્વર જઈ આવો. ચિંતા કરવાની જરૂર નથી.' બીજે દિવસે જીવણભાઈ અને સુજાતાબેન શંખેશ્વર ગયા અને ત્યાં એક દિવસ રોકાઈને શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી અને પછી ભાવનગર શ્રી શામળાજી પાર્શ્વનાથ ૨૬૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ પાછા ફર્યા. શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે જીવણભાઈ અને સુજાતાબેનની ભક્તિમાં વધારો થયો. તેઓએ નક્કી કર્યું કે હવે દર વર્ષે એકવાર શંખેશ્વર યાત્રાએ જવું. આવો મહિમા છે શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુનો. મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્ર શામળાજી પાર્શ્વનાથાય નમઃ | (૨) 3ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર શામળાજી પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શામળાજી પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની સાધના આરાધકે કરવી. આરાધકે દરરોજ એકી સંખ્યામાં માળા કરવી. સમય વહેલી સવારે એક જ રાખવો તથા આસન અને જગ્યા એક જ રાખવી. ધૂપ-દીવા અખંડ રાખવા. શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી મનની પ્રસન્નતા વધે છે અને વિપદાઓ દૂર થાય છે. સંપર્કઃ શ્રી શામળાજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી મુ.પો. પાટણ તા. જી. પાટણ (ઉ.ગુ.) જોગીવાડા - ૩૮૪૨૬૫ ફોનઃ (૦૨૭૬૬) ૨૨૨૭૨૪ શ્રી શામળાજી પાર્શ્વનાથ ૨૬૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમ પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થની પવિત્ર ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં આવેલું છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓથી અલંકૃત ભવ્ય જિનાલય આવેલું છે. આ ભવ્ય જિનાલયના પ્રેરક તપાગચ્છ સૂર્ય અને ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજા છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં બત્રીસમી દેરી શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની છે. આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજના શુભ અને મંગલકારી નામ સાથે શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુનું નામ સંકળાયેલું છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. સ્વ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહુર્ત આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતોની અંજન શલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. આ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જોવા અને શ્રી પાર્શ્વ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓને વંદના કરવા, ભક્તિ કરવા દૂરદૂરથી ભાવિકો હજારોની સંખ્યામાં આવતા - જતા રહે છે. વિશ્વભરમાં આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાને કારણે વર્તમાનકાળમાં સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહ્યો છે. લગગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું જિનાલય, જાણે પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર ન હોય તેમ દર્શનાર્થીને લાગ્યા વગર રહેતું નથી. આ જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચ ધાતુની મૂર્તિઓ તેમજ સહસ્ત્રફણા, લોદ્રવાજી, અઝારા તથા શ્રી પ્રેમ પાર્શ્વનાથ ૨૬૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ વાર જાહ polar the file નાગેશ્વર પાર્શ્વનાથની વિશિષ્ટ મૂર્તિઓના દર્શન કરીને ભાવિકો ધન્ય બની ઊઠે છે. ૧૧૬ દેવકુલિકાઓ (દેરી) ના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત, બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉન્નત શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ, અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના નામ સાથે જિનાલયની બત્રીસમી દેવકુલિકામાં શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાઈ છે. ગચ્છાધિપતિ આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મ.સા. પ.પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. એક એવું વિરાટ વ્યક્તિત્વ છે કે હજારો વર્ષે ક્યારેક જ એવુવિરલ વ્યક્તિત્વ સદેહે પૃથ્વી પર વિચરતું જોવા મળે. જૈન શાસનના ગગન મંડળમાં અત્યંત દૈદિપ્યમાન તેજસ્વી તારા હંમેશા ચમકતા રહ્યાં છે. આ ચમકતાં તારાઓની અનોખી શ્રૃંખલામાં એક વિશિષ્ટ, અજોડ, શુક્ર સમાન વિલક્ષણ તારો ચમક્યો. જે ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના નામથી લોકો જાણે છે. પ.પૂ. પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ એક સિધ્ધ મહાત્મા છે. માનવતાના મસીહા, ધૂરંધર ધર્મગુરૂ, અનુભૂતિ સંપન્ન,આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહાર કુશળ, સુજ્ઞ સમયજ્ઞ, પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ, વિલક્ષણ વ્યક્તિત્વ, વિખ્યાત વચન સિધ્ધ, પ્રખ્યાત પુણ્ય પ્રભાવી, પ્રસિધ્ધ પ્રવચનકાર, મહિમાવંત મહાપુરુષ, પરમશાસન પ્રભાવક, ધર્મધ્રુવ તારક, શિષ્ય વત્સલ, પ્રેમની પ્રતિમા, સ્નેહના ઉછળતા સાગર સમાન અને મોહક સ્મિતના જાદુગર છે. એવા વિસ્મય વિમુગ્ધ કરવાવાળા, વિલક્ષણ વ્યક્તિ વિના ધણી હોવા ૨૭૦ શ્રી પ્રેમ પાર્શ્વનાથ Page #295 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ પૂજ્યશ્રી બાળક જેવા સરળ, સહજ, નિખાલસ, નિષ્પક્ષ, મૃદુતામય, કોમળ, આડંબર રહિત, નિર્મોહી અને નિર્દભ છે. પૂજ્યશ્રી મૂળ દુંદાડાના નિવાસી છે. તેમના પિતાજી પ્રતાપચંદજી વર્ષો પૂર્વે ગુજરાતના મહેસાણા ગામમાં આવીને વસ્યા હતા. પૂજ્યશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા. નો જન્મ વિક્રમ સંવત ૧૯૭૬માં ફાગણ સુ.૧૫ (ધુળેટી) વિજયનગરમાં થયો હતો. પણ બાળપણ મહેસાણામાં વીત્યું. ત્યાં રોજ પાઠશાળામાં જતા હતા. એકવાર ૫.પૂ. વૈરાગ્યવારિધિ વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરિશ્વરજી મ.સા. બાળકોની પરીક્ષા લેવા માટે પધાર્યાં. ત્યાં જ આ ત્રિવેરીએ હીરાને પારખી લીધો. જૈન શાસનના એક અણમોલ રત્ન પર નજર પડતાં જ પં. ભક્તિ વિજયજી મ.ની આંખો ચમકી ઊઠી. તે દિવસ પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરિશ્વરજી મ. માટે એક યાદગાર મહોત્સવનો દિવસ બની ગયો. કારણ કે આ. શ્રી ભક્તિસૂરિજી મહારાજે એક યોગ્ય શિષ્યને ઘણી ઘણી સંભાવનાઓના બીજના રૂપમાં પ્રાપ્ત કર્યો હતો. ગુરૂ પણ શિષ્યોને શોધે છે. દૂરદૂર જાય છે અને અસલી રત્ન જેવા શિષ્યને પ્રાપ્ત કરીને તે પણ ધન્યતાનો અનુભવ કરે છે. આવા શિષ્ય હતા પન્નાલાલભાઈ. દીક્ષા નક્કી થઈ. પણ બાલ દીક્ષા પ્રતિબંધનો કાયદો ગાયકવાડ સરકારે કર્યો હતો કેટલાક વિરોધીઓએ દીક્ષા અટકાવવાનો વિચાર કર્યો પણ તેમને ક્યાં ખબર હતી કે આ નાનકડી જ્યોતિ દેદીપ્યમાન સૂર્ય (હાલ તપાગચ્છ સૂર્ય) બનવા જઈ રહી છે. તે કેવી રીતે રોકાઈ શકે ? અને મહેસાણામાં વિક્રમ સંવત ૧૯૮૭ અષાઢ વદ છઠ્ઠના દીક્ષા મહોત્સવ થયો અને અમદાવાદમાં દીક્ષા થઈ. પ.પૂ. આગમોદ્વારક આચાર્ય પ્રવર શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંયમ યાત્રાનો શુભારંભ થયો. પૂ. સાગરાનંદસૂરીજી મહારાજે પૂછ્યું : ‘બેટા પન્નાલાલ, તારું સાધુ નામ શું રાખવું છે ?’ ત્યારે દસ વર્ષના પન્નાલાલે કહ્યું : ‘પ્રેમવિજય’ બસ તે જ નામ રાખવામાં આવ્યું. શ્રી પ્રેમ પાર્શ્વનાથ ૨૭૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ વિનય, વૈયાવચ્ચ, સેવા, સદ્ભાવના, મિષ્ટભાષા, ભણવાની લગની, વાંચનની ધૂન અને પ્રવચન શ્રવણ કરવાની રૂચિ, આ સર્વ ગુણોને બાલમુનિ શ્રી પ્રેમવિજયજી મહારાજે એવા આત્મસાત કરી લીધા કે તેમનું જીવન રાત રાણીના ફૂલોની માફક સુગંધનો સમુદ્ર અને મોદકની માફક મધુર મનમોહક બની ગયું. સમય પસાર થવા લાગ્યો. પૂજ્યશ્રીની ઉંમર ૩૪ વર્ષની થઈ. પૂ. ગુરૂદેવે વિ.સં. ૨૦૧૦માં શાહપુર(અમદાવાદ)માં તેમને પન્યાસ પદ પર આરૂઢ કર્યાં. પન્યાસજી શ્રી પ્રેમ વિજયજી મ. જ્યાં જ્યાં ગયા ત્યાં દરેક પ્રકારના શુભકાર્યોની હારમાળા સરજાવતાં ગયા. પૂજ્યશ્રીની પ્રવચનગંગા તો સહુને મંત્રમુગ્ધ કરતી વહેતી રહી. શાસન પ્રભાવનાના સહસ્ર કિરણોવાળો આ નૂતન સૂર્ય મધ્યાન્હે આવ્યો. ત્યારે સમગ્ર દુનિયા આ મહાપુરુષના ચરણોમાં ઝુકી પડી. સૌ ઈચ્છતા હતા કે પૂજ્યશ્રી હવે આચાર્ય બને. જ્યારે આ તરફ પૂજ્યશ્રીના ગુરૂદેવને અંતરાનુભૂતિ થઈ કે મારૂં આયુષ્ય હવે છ મહિનાથી વધારે નથી તેથી પંન્યાસ પ્રેમવિજયજી મહારાજને પોતાના હાથે આચાર્યપદ અર્પણ કરવાનો વિચાર કર્યો પણ યોગ્ય મુહૂર્ત ન હતું. ત્યારે પાસે રહેતા આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજીને કાર્યભાર સોંપીને કહ્યું કે મારા આ પ્યારા પન્યાસજીને તમે આચાર્ય બનાવજો. આચાર્યપદ પર આરૂઢ કરજો. પૂજ્યશ્રીએ ગુરૂદેવના અંતિમ સમયમાં તેમની પાસે લગાતાર દિવસ-રાત સજાગ રહીને અદ્ભૂત સેવા કરી. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં વિ.સં. ૨૦૧૪ પોષ સુદ-૩ ના પ.પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરિશ્વરજી મ.સા. ની ચિર વિદાયથી તેમના અગ્રણી શિષ્ય, સેવાવ્રતી પન્યાસ પ્રેમ વિજયજીએ હૃદય દ્રાવક વિલાપ કર્યો હતો. વિલાપ કેમેય કરીને શાંત થતો નહોતો ત્યારે અદશ્યના પડદા પાછળથી ગુરૂદેવે દર્શન આપ્યા ત્યારે જ આ શોક દાવાનલ શાંત થયો. પરોપકારની ભાગીરથી ફરીથી નવા ઉમળકા સાથે ભારતભૂમિને પાવન કરતી વહેવા લાગી. જ્યાં જ્યાં પૂજ્યશ્રીના ચાર્તુમાસ થયા ત્યાં દાન-શીલ -તપ-ત્યાગ, ૨૭૨ શ્રી પ્રેમ પાર્શ્વનાથ Page #297 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવ અને સમાજમાં નવી આરાધના પધ્ધતિની લહેરથી તે ચીર સ્મરણીય બન્યા. ગુરૂદેવશ્રી આ. પૂ. ભક્તિસૂરિશ્વરજી મ.ની આજ્ઞાને ચરિતાર્થ કરવા માટે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ના વાસક્ષેપ અને આજ્ઞાથી પૂ.આ.શ્રી સુબોધ સૂરિજી મ.સાહબે પૂજયશ્રીને પાટણના મુખ્ય ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૧૫ની વૈશાખ સુદ ૬ ના મહોત્સવ રચીને આચાર્ય પદથી અલંકૃત કર્યા. પૂજયશ્રીનો વાત્સલ્ય ગુણ અનુપમ છે. સેંકડો હજારો લોકો જાણે છે કે કેવી રીતે ચિંતાગ્રસ્ત અભાવ પીડિત મૃત્યુકામી માનવ પણ તેમની સાથેના સત્સંગથી સ્વસ્થ અને વૈર્યપૂર્ણ બની જાય છે. પૂજયશ્રી કુલ ત્રણ ભાઈઓ હતા. મોટાભાઈ શેષમલજીએ આપના પછી દીક્ષા ગ્રહણ કરી અને આગળ વધતાં-વધતાં આચાર્ય પદારૂઢ બનીને પ.પૂ. આ.દેવશ્રી વિજય સુબોધસૂરિશ્વરજી મ. ના પુણ્યનામથી ઓળખાતા હતા. અમદાવાદ-શાહીબાગ, રાજસ્થાન હોસ્પીટલમાં વિ.સં. ૨૦૪૭ માગસર સુદ૧૩ ના પૂ.આ.શ્રી વિજય સુબોધસૂરિશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. રામ - લક્ષ્મણની જોડીના રૂપમાં પ્રખ્યાત બંને આચાર્ય બંધુ હંમેશા સાથે જ વિચરતા હતા. શાસન પ્રભાવનાના સર્વ કાર્યમાં બંનેની પ્રેરણા સાથે રહેતી હતી. પૂજ્યશ્રીના ત્રીજા ભાઈ હરિભાઈ પ્રતાપચંદ શાહ નો પરિવાર મુંબઈ (ગોરેગાંવ) રહે છે. - પૂજયશ્રીની શુભ નિશ્રામાં અનેક જગ્યાએ અંજનશલાકા પ્રતિષ્ઠા, મહાપૂજન, મહોત્સવ થયા છે અને ધર્મસંસ્થાઓની સ્થાપના થઈ છે. પ્રતિષ્ઠાઓમાં મુખ્ય રૂપમાં પુના, મુંબઈ, હિંગનઘાટ દૌડ, વાઈ, દાંતા, મરીનડ્રાઈવ, શંખેશ્વર વગેરે ઉલ્લેખનીય છે. | પૂજ્યશ્રીનો બહોળો સાધુ - સાધ્વીજી ભગવંતોનો શિષ્ય પરિવાર છે. પૂજ્યશ્રી જૈનાચાર્ય હોવા છતાં સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય અસ્મિતાની સુરક્ષાના પ્રખર હિમાયતી છે. શ્રી પ્રેમ પાર્શ્વનાથ ૨૭૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ | | ગક ગહલી ગીત ગક ગહલી ગીત સુણજોરે, પ્રેમસૂરીશ્વરજી કેરો મહિમા જગમાં રે ગવાય, મારા ગુરૂજી તો પ્રેમના સાગર કહેવાય.... ૧ પ્રતાપભાઈ પિતા કૃપાલુ, રતનબેન છે માતા કુખ અજવાળી, માતાપિતાની, બેઉ અમર થઈ જાતા, સુણજોરે, કુમળીવયમાં ત્યાગી થઈને શાસનમાં સોહાય..૨ ભક્તિસૂરીશ્વર ગુરૂવર જેના, કેવા હતા રે મહાન, પ્રેમસૂરિશ્વરજી ગુરૂવર આજે, જિનશાસનની શાન, સુણજો રે, આપના ગુણગાન ગાતા ગાતા હૈયા રે હરખાયા..૩ જ્યાં જ્યાં ગુરૂજી આપ પધાર્યા, કંઈ માનવોને તાર્યા, ગચ્છ, સંધી કે તિથિ કેરા, મત ભેદો નિવાર્યા, સુણજો રે, આપના દર્શન કરતાં કરતાં સહુના હૈયા રે ભિંજાયા..૪ શાસનને શ્રી સંઘ ઉપર, લાખો છે ઉપકારો, કોટિ કોટિ ભક્તિ વંદન, ગુરૂજી પ્રેમે સ્વીકારો, સુણજો રે, આપના પગલા જયાં જ્યાં જાતા આનંદ મંગલ થાય..૫ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમા શ્રી પ્રેમ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ભવ્ય, કલાત્મક કોતરણીથી સમૃધ્ધ, પદ્મ સરોવરની શોભાથી અલંકૃત ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. આ જિનાલયની ફરતી ભમતીમાં બત્રીસમી દેરીમાં શ્રી પ્રેમ પાર્શ્વનાથજીની શ્રી પ્રેમ પાર્શ્વનાથ ૨૭૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ solew Deis fie પરિકરથી પરિવૃત્ત પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જેની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનું પ્રવેશદ્વાર કલાત્મક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. સાધુ – સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો આવેલા છે. તેમજ વ્યાખ્યાન હોલ પણ છે. શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવામાં આવે તો મનની પ્રસન્નતા ખીલી ઊઠે છે. (૧) (૨) (3) ૐ હ્રીં * પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । 1651 ઉપરોક્ત ત્રણ મંગલમય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપ આરાધનાનો સમય એક જ રાખવો તથા સ્થાન પણ નિશ્ચિત રાખવું. ધૂપ-દીપ આરાધના દરમ્યાન અખંડ રાખવા. કોઈપણ એક મંત્રના જાપથી મનની પ્રસન્નતા વધે છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. આ મહામંગલકારી મંત્રો છે. મંત્ર આરાધના શ્રી પ્રેમ પાર્શ્વનાથ : સંપર્કઃ પ્રેમ પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તા. સમી, જિ. પાટણ-૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫ ૨૭૫ Pan S der geis Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય પાટણ (ઉ.ગુ.) માં છે. આ નગરનો ઈતિહાસ વિક્રમ સંવત ૮૦૨ વર્ષ પૂર્વેથી શરૂ થાય છે. આ નગરની સ્થાપના વનરાજ ચાવડાએ કરાવેલી. આ નગરનું નામ અણિહલપુર પાટણ રાખવામાં આવેલું. આ સ્થાન નક્કી કરવામાં અણિહલ ભરવાડનો સારો એવો ફાળો હતો. પાટણમાં વિ.સં. ૧૬૦૦માં ૧૦૧ મોટા અને ૯૯ નાના જૈન દેરાસરો હતા. હજારો પ્રતિમાઓ હતી. જેમાં ૩૮ પ્રતિમાઓ રત્નોની હતી. | વિક્રમ સંવત ૧૭૦૦ માં મોટાં ૯૫ અને નાના જિનાલયો ૫૦૦ હતા. ત્યારબાદ અલ્લાઉદ્દીન ખીલજીએ ઘણું જ નુકશાન કરેલ હતું. હાલમાં ૮૪ મોટા જિનાલયો અને ૧૩૪ નાના દેરાસરો છે. પાટણ શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતા માટે પ્રખ્યાત છે. જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિના અખૂટ ભંડાર જેવા આ શહેરમાંથી સેંકડો વીર પુરુષો, આચાર્યો, શ્રેષ્ઠીઓ તથા શ્રાવકોએ દુનિયાભરમાં પાટણને મશહુર કર્યું છે. પાટણ મહેસાણાથી ૩૦ કિ.મી., સિધ્ધપુરથી ૧૯ કિ.મી. તથા ચારૂપથી ૮ કિ.મી. ના અંતરે આવેલું છે. આ પ્રાચીન અને ભવ્ય જિનાલયોની નગરી પાટણ (ઉ.ગુ.) માં શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ડંખ મહેતાના પાડામાં આવેલું છે. તેમજ શ્રી ટાંકલા પાર્શ્વનાથજીની પ્રતિમા મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ જિનાલયની ભમતીની એક દેરીમાં છે. પાટણના ધન મહેતાના પાડામાં હાલ બે જિનાલયો આવેલાં છે. એકમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ મૂળનાયક રૂપે તથા બીજા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુ મૂળનાયક રૂપે તથા બીજા જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના જિનાલયમાં ફરતી ભમતીમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુની ૩૩મી દેરી આવેલી છે. પાટણમાં ડંખ મહેતાના પાડામાં એક સુંદર કલાત્મક પરિકરમાં પંચધાતુના, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૭૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૩ ઈંચની છે. વર્તમાનમાં પાટણ ખાતે ૮૫ જેટલા મુખ્ય જિનાલયોમાં ૧૩૪ જેટલા કુલ જિન પ્રાસાદો છે. ડંખ મહેતાના પાડામાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ નામ કેમ પડ્યું તેની પાછળનો ઈતિહાસ છે. આ પરમાત્મા પાણી ભરેલા એક ટાંકામાંથી પ્રાપ્ત થયા તેથી તે શ્રી ટાંકલા પાર્શ્વનાથના નામથી પ્રસિધ્ધ થયા. આ પ્રતિમાજી દર્શનીય અને પરમ વંદનીય અહીં દર વર્ષે મહા સુદ-૧૦ ના રોજ જિનાલયની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે બહારગામથી પાટણના જૈનો તેમજ ડંખ મહેતાના પાડાના પરિવારો અહીં આવીને ઉત્સવમાં અનેરા ભાવ સાથે ભાગ લે છે. ગુરૂ ભગવંતો અને કવિઓએ શ્રી ટાંકલા પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ પોતાની રચનાઓમાં કરી છે. શ્રી ટાંકલા પાર્શ્વનાથની પ્રતિમાજી અત્યંત ભવ્ય અને દિવ્ય સંપર્ક : શ્રી ટાંકલા પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય, ડંખ મહેતાનો પાડો, પાટણ (જી. મહેસાણા) ઉ.ગુ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ વર્તમાનકાળમાં શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. આજે શ્રી શંખેશ્વર તીર્થ જાગૃત અને પરમ પવિત્ર તીર્થ સ્થાન તરીકે જાણીતું છે. દરરોજ શંખેશ્વરમાં હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મૂળનાયક રૂપે બિરાજમાન છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં ભવ્ય જિનાલય આવેલું છે. જેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને ભક્તિ જગાડે તેવી પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૭૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં ૩૩મી દેરી શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં બિરાજીત શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી ૩૧ ઈંચની ઊંચાઈ ધરાવે છે. પરિકરથી પરિવૃત આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. શ્રી ટાંકલાજી પાર્શ્વનાથના દર્શનથી મનની શાંતિમાં વધારો થાય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના સંકુલમાં કલાત્મક અને કારીગીરીયુક્ત ભવ્ય જિનાલય ઉપરાંત રહેવા – ઉતરવા માટે ધર્મશાળા તથા ભોજનશાળા આવેલ છે. સાધુ- સાધ્વીજીઓ માટેના ઉપાશ્રયો છે. સંકુલમાં વૃક્ષો અને બગીચા હોવાથી યાત્રિકોને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ થયા વગર રહેતો નથી. ભોજનશાળામાં સવારે નવકારશી, બપોરે ભોજન તથા સાંજે વાળની સગવડ છે. ભોજનશાળામાં ભોજન સામગ્રી સ્વાદિષ્ટ અને સાત્વિક બનાવવામાં આવે છે. શંખેશ્વર જવાનું થાય તો અહીંની ધર્મશાળામાં ઉતરવા જેવું છે. મહિમા અપરંપાર વાંકાનેરના લખુભાઈને મેડીકલ સ્ટોર્સ છે. તેમને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા પર્યુષણમાં તેઓ નાની-મોટી તપશ્ચર્યા કરે. તેમના પત્ની સુશીલાબેન પણ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારા હતા. ચાતુર્માસમાં બન્ને પતિ-પત્ની નિયમિત ગુરૂદેવનું વ્યાખ્યાન સાંભળવા જાય અને ઘેર સામાયિક - પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે. તેમનો મોટો પુત્ર મેહુલ અને નાનો દીપક મેડીકલ સ્ટોર્સ સંભાળે. લખુભાઈ સવારે અને સાંજના એકવાર પોતાની દુકાને જતાં. આમ તો તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. | એક દિવસ લખુભાઈ બીમાર પડ્યા. તેમના પુત્રો મેહુલ અને દીપક પોતાના પિતાને ફેમીલી ડોક્ટર પાસે લઈ ગયા. ફેમીલી ડોક્ટર ત્રિવેદીએ લખુભાઈને તપાસ્યા અને બધા રીપોર્ટસ કાઢવાની સલાહ આપી. એ દિવસે જ લખુભાઈના બધા રીપોર્ટસ કાઢવામાં આવ્યા. શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૭૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ રીપોર્ટસના અભ્યાસ પછી ડો. ત્રિવેદીએ લખુભાઈના પુત્રોને જણાવ્યું કે ખાસ કંઈ નથી પરંતુ હમણાં આરામ કરવો પડશે. દવાથી તાવ ઉતરી જશે. મેહુલ અને દીપકે ઘેર આવીને પોતાના માતા-પિતાને બધી વાત કરી. લખુભાઈ આ પહેલાં ક્યારેય બીમાર પડ્યા નહોતા આથી તેમને માટે પથારી એક સજા જેવી હતી. પરંતુ ડોક્ટરની સૂચના હોવાથી તેઓ આરામ કરવા લાગ્યા. - આઠેક દિવસ પસાર થયા ત્યાં લખુભાઈને આંચકી આવી અને એકાએક બેભાન થઈ ગયા. ડો. ત્રિવેદીને તરતજ બોલાવવામાં આવ્યા. ડૉ. ત્રિવેદીએ જણાવ્યું કે લખુભાઈને માઈનોર એટેક છે તમે તાત્કાલિક રાજકોટ લઈ જાઓ અને ત્યાં સારવાર કરાવો. ડૉ.ત્રિવેદીએ તરતજ રાજકોટની જાણીતી હોસ્પીટલ પર ચિઠ્ઠી લખી દીધી. | મેહુલ અને દીપક પોતાના પિતાજીને લઈને વાંકાનેરથી રાજકોટ આવવા ટેક્સી ભાડે કરીને નીકળી ગયા. તેમની સાથે સુશીલાબેન પણ હતા. વાંકાનેરથી નીકળ્યા પછી અધવચ્ચે લખુભાઈની તબીયત જરા બગડી. સુશીલાબેન ભારે ચિંતામાં પડી ગયા. તેમણે તરતજ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી કે આવેલી ઉપાધિ માંથી હેમખેમ બહાર નીકળી જઈશું તો દર્શનાર્થે સહકુટુંબ આવીશું. સુશીલાબેન મનમાં આવો સંકલ્પ કરીને શ્રીટાંકલા પાર્શ્વનાથ ના જાપ કરવા લાગ્યા. રાજકોટ ટેક્સી પહોંચી ત્યારે લખુભાઈને થોડી ઘણી સ્વસ્થતા આવી ગઈ હતી. વાંકાનેરના ડૉ.ત્રિવેદીની સૂચના અનુસાર જાણીતી હોસ્પીટલમાં પહોંચી ગયા. ત્યાં તરતજ સારવાર શરૂ કરાઈ. હોસ્પીટલના મુખ્ય ડૉક્ટરે કહ્યું કે દર્દીને એક દિવસ દવાખાનામાં રાખવા પડશે. અત્યારે તો તેમને કશું નથી. તાવ પણ નથી. છતાં નીરિક્ષણ કરવું પડશે. એમજ થયું. લખુભાઈને એક દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું. બીજે દિવસે ડોક્ટરે શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ , ૨૭૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ જણાવી દીધું કે હવે ઘેર જવું હોય ત જઈ શકશો. લખુભાઈ સાવ નોર્મલ છે. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેહુલ, દીપક અને સુશીલાબેન લખુભાઈને લઈને વાંકાનેર આવી ગયા. ત્યાર બાદ પંદર દિવસ વીતી ગયા. લખુભાઈની પહેલાં જેવી તબીયત થઈ ગઈ. સુશીલાબેન લખુભાઈને લઈને ડો. ત્રિવેદી પાસે ગયા અને પૂછયું : “ડોક્ટર સાહેબ, મેં એમના માટે એક સંકલ્પ કર્યો હતો કે શંખેશ્વર લઈ જવા. હવે એમની તબીયત સારી થઈ છે તો જઈ શકાય કે નહિ?” હા...જરૂર...હવે કશું નથી...બધું બરાબર છે.' ડૉ.ત્રિવેદીએ છૂટ આપી દીધી. ' અને...લખુભાઈને લઈને પરિવારના સભ્યો રવિવારે વહેલી સવારે શંખેશ્વર જવા વિદાય થયા. તેઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. એ જ દિવસે સૌ કોઈએ પૂજાના વસ્ત્રો પહેરીને ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી અને સુશીલાબેને ખાસ શ્રી ટાંકલાજી પાર્શ્વનાથની સેવા પૂજા અને ભક્તિ કરી અને મનમાં બોલ્યા : “હે પ્રભુ, આપની કૃપા સદાય આ રીતે અમારા પર વરસ્યા કરે...” સુશીલાબેનની આંખો માંથી આંસુ આવી ગયા. તેમણે ત્યાં ચૈત્યવંદન કર્યું. ભક્તિભાવ પૂર્વકનું સ્તવન ગાયું. ' લખુભાઈ અને તેનો પરિવાર બપોરે ભોજન લઈને વાંકાનેર જવા નીકળી ગયો. મોડી રાતે તેઓ વાંકાનેર પહોંચી ગયા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ કરવાથી કષ્ટો દૂર થાય છે. શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૮૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા નિયમિત કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ નિશ્ચિત સ્થાન રાખવું. ધૂપ-દીવો જાપ દરમ્યાન અખંડ રહે તે રીતે રાખવા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ જીવનને મંગલમય બનાવનારું છે. : સંપર્કઃ શ્રી ટાંકણા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ડંખ મહેતાનો પાડો, મુ.પો. - પાટણ તા. જી. પાટણ(ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૩૦૯૮૧ શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૮૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ગુજરાંતના અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકામાં આવેલ માંડલ મુકામે શ્રી ગાડિયા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય જિનાલય આવેલું છે. વીરમગામથી ૨૨ કિ.મી. તથા શંખેશ્વરથી ૩૦ કિ.મી. ના અંતરે માંડલ તીર્થ આવેલ છે. આ ગામ ઘણું પ્રાચીન છે. તેમજ અહીં જૈનોની વસ્તી પણ સારી એવી છે. અહીં અન્ય ચાર જિનાલયો આવેલા છે. તેમાં શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજય સ્વામી વગેરે મૂળનાયક રૂપે બિરાજે છે. અહીં સાત ઉપાશ્રય તથા ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. માંડલ જૈન સંઘ દ્વારા યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરાય છે. માંડલમાં જ્ઞાનભંડાર, આયંબિલશાળા, પાઠશાળા પણ છે. દર વર્ષે સાધુસાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થતાં રહે છે. અહીંની પાંજરાપોળનો વહીવટ જૈનો કરે છે. અહીંના જૈનો તરફથી સદાવ્રત ખાતું, હોસ્પીટલ તથા હાઈસ્કૂલ ચાલે છે. માંડલ તીર્થની નજીકમાં ભોંયણી, વડગામ, શંખેશ્વર, ઉપરિયાળાજી, રાંતેજ વગેરે તીર્થો છે. શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય અને દર્શનીય તીર્થ સ્થાન છે. આ સિવાય જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, સાંતાક્રુઝ(મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં શ્રી ગાડિલયાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. માંડલ ગામની વચ્ચે આવેલ ગાંધીવાસમાં શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલ છે. શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેતવર્ણ, પાષાણની, પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૦ ઈંચ અને પહોળાઈ સવા છ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની આ પ્રતિમાજીને ક્યારેક ગાડરિયા પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવતી હતી. પ્રાચીન સ્તવનોમાં ગાડરિયા, ગાડર કે ગાડરી તરીકે આ પાર્શ્વનાથ પ્રભુનું શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ થયું છે. વર્તમાનમાં શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુ તરીકે જાણવામાં આવે શ્રી ગાડિલયા પાર્શ્વનાથ કેમ કહેવાય છે તેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. આ પ્રતિમાજી દિવ્ય અને અલૌકિક છે. તેનો મહિમા અપરંપાર છે. એમ કહેવાય છે કે આ પ્રતિમાજીનું પબાસણ ગાલ્લીના (એક જાતનું ગાડું) આકારમાં છે. તેથી ગાલિયા પાર્શ્વનાથ' નામ પડ્યું હોવું જોઈએ. હાલનું જિનાલય સંવત ૧૮૭૫ની આસપાસ બંધાયેલું છે. દર વર્ષે મહા સુદ-પના પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સંઘ દ્વારા ભવ્ય રીતે ઉજવાય છે. | મહામંત્રી વસ્તુપાળ - તેજપાળની માંડલ જન્મભૂમિ છે. આથી આ ગામ પ્રાચીન અને ઐતિહાસિક છે. અનેક કવિઓ, આચાર્યો તથા મુનિવરોએ પ્રાચીન રચનાઓમાં આ તીર્થના યશોગાન ગાયા છે. સંપર્ક : શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુ.માંડલ તા. વીરમગામ, જી. અમદાવાદ. (ગુજરાત) પીન: ૩૮૨૧૩). શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પરમ પુણ્યવંતી ભૂમિ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલય કલા કારીગીરીથી સમૃધ્ધ છે. શાંત અને પવિત્ર વાતાવરણમાં આરાધના કરવા માટેનું સર્વશ્રેષ્ઠ તીર્થધામ છે. જિનાલયની બહાર આ સંકુલમાં ઉતારા માટેની ધર્મશાળા, ભોજનશાળા તથા સાધુ-સાધ્વીજી ભગવંતો માટેના ઉપાશ્રયો આવેલા છે. આ સંકુલમાં વૃક્ષો-લત્તાઓ તથા બગીચા હોવાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વહેલી સવારે આ સંકુલનું વાતાવરણ દિવ્યતાથી ઓપતું જણાય છે. પક્ષીઓનો મધુર કલરવ હૈયાને પ્રસન્ન કરી મૂકે તેવો છે. શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતમાં ૩૪મી દેરી શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને મનોરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના અનેરા ભાવો ઉછળ્યા વિના ન રહે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે, શ્વેત પાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર સાંજના સાત વાગ્યાનો સમય હતો. ઘરમાં દિલસુખભાઈ અને તેમના પત્ની રંજનબેન ઓફિસમાં બેઠા હતા. બન્ને વાતો કરતાં હતા. દિલસુખભાઈની ઉંમર બોંતેર વર્ષની હતી. નિયમિત ભોજન અને સાત્વિક ખોરાક લેતા હોવાથી તેમની તબીયત સારી હતી. તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. દિલસુખભાઈ રેલ્વેમાં નોકરી કરતાં હતા. છેલ્લા કેટલાક વર્ષોથી નિવૃત્ત હતા. ર દિલસુખભાઈ અને રંજનબેન વાતો કરી રહ્યાં હતા ત્યાં એકાએક દિલસુખભાઈ વાતો કરતાં કરતાં ઢળી પડ્યા રંજનબેને મોટેથી બૂમ પાડી : અરે...કોઈ આવો...તારા બાપુજીને કાંઈક થઈ ગયું છે...' ( દિલસુખભાઈને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રી સરોજ સાસરે હતી. પુત્ર નીરજ સરકારી નોકરી કરતો હતો. તેની પત્ની રમા ગૃહકાર્ય કરતી હતી. નીરજ હજુ આવ્યો નહોતો. રંજનબેનની બુમ સાંભળીને રમા દોડતી આવી અને બોલી : “મમ્મી, પપ્પાજીને શું થયું?” તું જલ્દી નીરજને જણાવકે તારા બાપુજીને જરાય ઠીક નથી અને ડોક્ટરને ફોન કરી દે...” શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ રમાએ પ્રથમ ડોક્ટરને તત્કાળ આવી જવા માટેનો ફોન કર્યો. ત્યાર પછી નીરજને ઓફિસે ફોન કર્યો પરંતુ નીરજ ઓફિસેથી નીકળી ગયો હતો. ૨માએ ફોન મૂકીને રંજનબેન પાસે આવી ત્યાં તો ની૨જ આવી ગયો. દિલસુખભાઈ બેભાન અવસ્થામાં હતા. રંજનબેને પંખો વધારે તેજ કર્યો હતો. શું કરવું તેની કોઈ સુઝ પડતી નહોતી. ત્યાં તો ફેમીલી ડોક્ટર આવી પહોંચ્યા. ડોક્ટરે દિલસુખભાઈને તપાસ્યા અને એક ઈન્જેકશન આપી દીધું. 5 7] by ડોક્ટરે નીરજને કહ્યું : ‘ભાઈ, તમારા પિતાને પેરેલીસીસનો એટેક આવ્યો છે. મેં ઈન્જેક્શન આપ્યું છે એથી થોડીવારમાં ભાનમાં આવશે. ભાનમાં આવી જાય પછી વધારે ખ્યાલ આવશે.’ This psi ***jec લગભગ પંદરેક મિનિટ પછી દિલસુખભાઈ ભાનમાં આવ્યા. તેઓ બોલવા ગયા પણ જીભના થોથાં વળતા હતા. ડોક્ટરે તેમનું શરીર પુનઃ તપાસ્યું અને કહ્યું : ‘પેરેલીસીસનો એટેક છે. હમણાં દવા ચાલુ રાખવી પડશે.’ ડોક્ટરે દવાની ચિઠ્ઠી નીરજને પકડાવી દીધી અને નિયમિત દવા કરવા જણાવ્યું. nesale frie અને દિલસુખભાઈની સારસંભાળ પરિવારના દરેક સભ્યો દિલથી લેવા માંડ્યા. સાસરેથી સરોજ અને તેનો વર પણ ખબર પૂછવા આવી ગયો હતો. બન્ને જણાં ત્રણેક દિવસ રોકાઈ ગયા હતા. safe રંજનબેનને થયું કે ખરેખરી ઉપાધિ આવી ગઈ છે. રંજનબેનનું મન અશાંત બની ગયું હતું. ત્યાં પાડોસમાંથી દીનાબેન ખબર પૂછવા આવ્યા. ટ્ટિ fis દીનાબેને કહ્યું : ‘રંજનબેન, આતો અણધારી ઉપાધિ આવી ગઈ....' ‘હા...મારૂં મન આખો દિવસ વ્યગ્ર રહે છે. શું કરવું તેની સુઝ પડતી નથી.' ખરા ?’ દીનાબેન બોલ્યા : ‘રંજનબેન, તમે શંખેશ્વર ગયા છો ‘હા...બે વર્ષ પહેલા ગયા હતા કેમ ?’ ૨૮૫ શ્રી ગાડલિયા પાર્શ્વનાથ Page #310 -------------------------------------------------------------------------- ________________ ‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ગાડલિયા પાર્થ પ્રભુની તેજસ્વી પ્રતિમાજી બિરાજમાન છે. તમે મનમાં સંકલ્પ કરો કે દિલસુખભાઈને આઠ દિવસમાં પહેલાં જેવી સ્વસ્થતા આવી જશે તો દર્શનાર્થે આવીશ. સેવા-પૂજા અને ભક્તિ કરીશ.” જો એમને સારું થઈ જતું હોય તો મનમાં સંકલ્પ ધારી લઉં છું. હું એમને લઈને શંખેશ્વર દર્શનાર્થે જઈશ અને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરીશ.' થોડીવાર સુધી દીનાબેન રંજનબેનની સાથે વાતચીત કરી પછી વિદાય થયા. આમને આમ ચાર દિવસ વીતી ગયા. તારા દિલસુખભાઈની તબીયતમાં ઝડપી સુધારો થવા લાગ્યો. માઈનોર એટેક હોવાથી દવા પણ કામ કરતી હતી અને રંજનબેન ઘરમાં બેસીને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની માળા પણ ફેરવતા હતા. આમ દવા અને દુઆ બન્ને કાર્યરત હતા. અને ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે આઠ દિવસમાં દિલસુખભાઈ પથારીમાંથી ઊભા થઈ ગયા. પેરેલીસીસની જરા પણ અસર દિલસુખભાઈમાં દેખાતી નહોતી. | રંજનબેનને થયું કે શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો આ પ્રભાવ છે. ડોક્ટરો પણ આ કઈ રીતે શક્ય બન્યું તે જાણી શક્યા નથી. રંજનબેને ઘરમાં બધાને શંખેશ્વર યાત્રાની અને પોતાના સંકલ્પની વાત કરી. સૌ કોઈ શંખેશ્વર જવા રાજી થયા. બીજે જ દિવસે દિલસુખભાઈને લઈને પરિવાર શંખેશ્વરટેક્સી કરીને રવાના થયો. ત્યાં બે દિવસ રહીને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની સૌએ ભાવથી ભક્તિ કરી અને દર વર્ષે એકવાર શંખેશ્વર યાત્રાએ આવવાનો નિર્ણય કર્યો. સૌ પાછા ફર્યા. શી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમ: | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ગાડલિયા પાર્શ્વનાથાય નમઃ | ઉપરના કોઈપણ મંત્રની એક માળા વહેલી સવારે નિર્ધારિત સમયે અને સ્થાન પર બેસીને કરવી. ધૂપ અને દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. આ મંત્રના જાપથી સંકટ, ઉપાધિ, ચિંતા દૂર થાય છે. .: સંપર્કઃ શ્રી ગાંડલીયા પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. માંડલ, તા. માંડલ જી. અમદાવાદ (ગુજરાત) ૩૮૨૧૩) ફોન : (૦૨૭૧૫) ૨૫૩૧૮૮ શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી કંકણજી પાર્શ્વનાથ જિનાલયોની નગરી એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ. પાટણમાં આજે પણ પોળોમાં જિનાલયો વિદ્યમાન છે અને ભવ્ય ભૂતકાળના ઈતિહાસની સાક્ષી પૂરતાં અડિખમ ઊભાં છે. પાટણમાં ઢંઢેરવાડામાં આવેલ શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આજે શ્રી કલિકુંડ પાર્શ્વનાથથી ઓળખાય છે. ઢંઢેરવાડામાં જ બીજા બે ભવ્ય જિનાલયો આવેલાં છે, તેમાંથી એક જિનાલયમાં શ્રી ઢંઢેર પાર્શ્વનાથ બિરાજે છે. આજે તે ‘શ્રી શ્યામલા પાર્શ્વનાથ’ તરીકે ઓળખાય છે. આ પ્રતિમાજી અતિ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. મહારાજા કુમારપાળ દ૨૨ોજ આ પ્રતિમાજી સમક્ષ સ્નાત્ર ભણાવતા હતા તેવું કહેવાય છે. ઢંઢે૨વાડામાં બીજું જિનાલય શ્રી મહાવીર સ્વામીનું છે. આ જિનાલય પણ ભવ્યતાની સાક્ષી પૂરે છે. પાટણમાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુજીનું આ મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત રાધનપુર, સાંતાક્રુઝ(મુંબઈ) માં જિનાલય પણ ભમતીમાં શ્રી કંકણ પાર્શ્વનાથજીની મનોહારી પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના ભવ્ય જિનાલયની ભમતીમાં પાંત્રીસમી દેરી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુજીની છે. અહીં પ્રતિમાજી અત્યંત દર્શનીય છે. પાટણના ઢંઢેરવાડામાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. પ્રતિમાજી ભૂખરા રંગના પાષાણની છે. અને ફણારહિત છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. કલાત્મક પરિકરથી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુ પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની કોઈપણ શ્રધ્ધાળુ શ્રાવક પુષ્પમાળા સાથે સેવાપૂજા અને ભક્તિ કરે છે તે હંમેશ માટે વીંછીના ભયથી નિશ્ચિંત બની જાય છે. પ્રભુના કંઠે એક માળા આરોપે તેને વિશ્વના સમસ્ત વીંછીઓ અભયદાન આપી દે આવી પ્રભુની પ્રભાવકતાને આજનું વિજ્ઞાન સમજી શકે નહિ તે સ્વાભાવિક છે. પ્રભુના આવા દિવ્ય પ્રભાવથી ગદ્ગદિત થયેલા શ્રાવકોએ પાર્શ્વનાથ પ્રભુને ‘વીંછિયા શ્રી કંકણજી પાર્શ્વનાથ ૨૮૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ' તરીકે સંબોધ્યા. પ્રભુના અલૌકિક પ્રભાવનો પરિચય કરાવતું વીંછીનું પ્રતીક જિનાલયની દીવાલ પર અંકિત છે. આ જિનાલયમાં દિવ્ય તેજની આભા પીરસતા શ્રી પાર્શ્વ પ્રભુને “કંકણ” તથા “વીંછિયા' સિવાયના ત્રીજા નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજુ નામ વર્તમાનમાં વધારે પ્રખ્યાત છે તે “શ્રી કલિકંઠ પાર્શ્વનાથ”. હાલનું જિનાલય સંવત ૧૭૦૦ની આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. દર વર્ષે માગસર સુદ-૨ના શ્રી સંઘ દ્વારા જિનાલયની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. ગુરૂ ભગવંતો અને કવિઓએ પોતાની રચનાઓમાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની મુક્તકંઠે સ્તુતિ ગાઈ છે. સંપર્ક : શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય, શ્રી ઢંઢેરવાડા મહોલ્લા પ્રોપર્ટી ટ્રસ્ટ, મુ.પો. પાટણ (જી. મહેસાણા) ગુજરાત. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કંકણ પાર્શ્વનાથ પરમ જાગૃત અને પુણ્યભૂમિ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે તેમજ આ ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ આવેલું છે. આ સંકુલમાં ભવ્ય, કલાત્મક અને દર્શનીય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. દર વર્ષે હજારો યાત્રિકો આ તીર્થના દર્શનાર્થે આવતા-જતાં રહે છે. આ સંકુલમાં રહેવા-ઉતરવા માટેની અદ્યતન સવલતોથી યુક્ત ધર્મશાળા છે. તેમજ ભોજનશાળા પણ છે. સવારે નવકારશી, બપોરે ભોજન અને સાંજે વાળની વ્યવસ્થા તેમજ બપોરે ચા-પાણી-અલ્પાહારની પણ સુવિધા ઉપલબ્ધ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની જગ્યા વિશાળ છે. બગીચો, વૃક્ષોથી સુશોભિત આ સ્થાન પર્યાવરણની દ્રષ્ટિએ સર્વોત્તમ છે. અહીં વહેલી સવારનો સમય અત્યંત આલાદક છે. આરાધના – ભક્તિ શ્રી કંકણજી પાર્શ્વનાથ * ૨૮૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ માટે સવારનો સમય અત્યંત લાભદાયી બને છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં શ્રી કંકણજી પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે પરિકરથી પરિવૃત્ત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. અત્યંત દર્શનીય આ પ્રતિમાજીને જોતાં જ હૈયામાં ભક્તિના ભાવ ઉત્પન્ન થયા વિના રહેશે નહિ. મહિમા અપરંપાર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં લંડનનો પરિવાર આવ્યો હતો. મનસુખભાઈ શાહ તથા તેમના પત્ની લીલાબેનને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા હતી આથી તેઓ જ્યારે લંડનથી ભારત આવે ત્યારે શંખેશ્વર અચૂક દર્શન કરવા આવતા. તેઓ વર્ષમાં એકવાર તો જરૂર આવતાં હતા. અને ઉતારો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં આવેલ પાંત્રીસમી શ્રી કંકલાજી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા અને ભક્તિ હતી. તેઓ જ્યારે શંખેશ્વર આવતાં ત્યારે શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ, સેવાપૂજા અનેરા ભાવથી કરતાં હતા. બન્ને પતિ-પત્ની દરરોજ શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની માળા પણ કરતાં હતા. મનસુખભાઈ અને તેમના પત્ની લીલાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારની ધર્મશાળામાં ઉતર્યા. તેઓ જ્યારે આવતાં ત્યારે બે-ત્રણ દિવસનો કાર્યક્રમ નક્કી કરીને જ આવતા હતા. મનસુખભાઈ અને તેમના પત્ની લીલાબેન સ્નાનાદિથી નિવૃત્ત થઈ, પૂજાના વસ્ત્રો ધારણ કરીને સેવાપૂજા કરવા માટે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં ગયા. તેમણે ત્યાં અનેરી શ્રધ્ધા સાથે સેવાપૂજા કરી. બન્ને પતિ-પત્ની શ્રી કંકણ પાર્શ્વનાથની સેવા-પૂજા કરી, ચૈત્યવંદન કર્યું શ્રી કંકણજી પાર્શ્વનાથ ૨૯૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ અને મનસુખભાઈએ પોતાની પત્નીને કહ્યું : ‘લીલા, યાદ છે, લંડનમાં મને ગુંડાઓ ઘેરી વળ્યા હતા ત્યારે શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુના જપની મનોમન શરૂ કરી દેતા અચાનક મદદ મળી ગઈ હતી. જાપ શરૂ કર્યાને માત્ર બે-ત્રણ મિનિટમાં પોલીસવાન આવી ગઈ. ગુંડાઓ મારા પર પ્રહાર કરે કે લૂંટ ચલાવે તે પહેલાં પોલીસે તેઓને આબાદ રીતે પકડી લીધા અને મારો જીવ બચી ગયો... બસ ત્યારથી મને શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વારો થયો છે.’ ‘હા...મને એ ઘટનાની ખબર છે. મને પણ શ્રી કંકણજી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. આપણા સામાજીક વ્યવહારમાં જ્યારે કોઈ પ્રશ્નો ઊભા થાય છે ત્યારે શ્રી કંકણજી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીએ તો વિઘ્નો નાશ પામે છે.’ મનસુખભાઈ અને લીલાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવાપૂજા કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા ગયા. અમદાવાદ આવ્યા પછી તેઓ ત્યાં સંપૂર્ણ આરામ જ કરતાં હતાં. અમદાવાદમાં તેમના બેત્રણ સગા-સ્નેહીઓ રહેતા હતા. તેઓની પાસે બન્ને એકએક વાર જઈ આવતા. મનસુખભાઈ અને લીલાબેન પોતીના સ્નેહી જમનભાઈને ત્યાં એક દિવસ જઈ ચડ્યા. જમનભાઈએ ઉમળકાથી સ્વાગત કર્યું અને ખબરઅંતર પૂછયા. મનસુખભાઈએ શંખેશ્વર જઈ આવ્યાની વાત કરી. જમનભાઈ બોલ્યા : તમે જ્યારે જ્યારે લંડનથી અહીં આવો છો ત્યારે શંખેશ્વર જવાનું નક્કી જ હોય...' ‘હા જમનભાઈ, અમે અમદાવાદ ન આવીએ તો ચાલે પરંતુ શંખેશ્વર ગયા વગર નચાલે... ત્યાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. તેમની આરાધના અત્યંત ફળદાયી છે. અમને એમની આરાધનાના અનુભવો છે. " શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ક્યાં છે. ?' જમનભાઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની જાણ નહોતી. ત્યારે મનસુખભાઈ બોલ્યા : ‘શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું શ્રી કંકણજી પાર્શ્વનાથ ૨૯૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય જિનાલય તો આવેલું છે. પણ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજીઓ બિરાજીત છે. આ જિનાલયની ભમતીમાં પાંત્રીસમી દેરી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની છે. તેમની સેવાપૂજા અને ભક્તિ કરવાની જીવન નિર્કંટક રીતે પસાર થઈ શકે છે.” એમ કરીને મનસુખભાઈએ પોતાના બે-ત્રણ અનુભવો સંભળાવ્યા. - જમનભાઈ કહે : “અમે શંખેશ્વર જઈએ છીએ પણ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય ગયા નથી. આ વખતે જરૂર ત્યાં જઈશું અને રોકાઈશ.' મનસુખભાઈ અને લીલાબેન બે કલાક જમનભાઈને ત્યાં રોકાઈને પોતાના ફૂલેટ પર પાછા ફર્યા. આમને આમ દિવસો પસાર થતાં ગયા. ત્યાં લંડન જવાની તારીખ આવી ગઈ. તે પહેલાં મનસુખભાઈ અને લીલાબેન એક દિવસ માટે શંખેશ્વર જઈ આવ્યા. પછી લંડન જવા વિદાય થયા. મંત્ર આરાધના (૧) ૐ હ Ø કંકણ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્ શ્રીં હ્રીં શ્રીં કંકણ પાર્શ્વનાથાય નમ: ૐ હ્રીં હ્રીં શ્ર કંકણ પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ય ત્રણ માંથી એક મંત્રની માળાનો જાપ વહેલી સવારે નિર્ધારિત સમયે અને સ્થાને કરવો. ઓછામાં ઓછી એક માળા જરૂર કરવી. શ્રધ્ધા અને ભક્તિથી જાપ કરવામાં આવે તો અચૂક ફળની પ્રાપ્તિ થાય છે. સંકટો, વિનોનો નાશ થાય છે. તેમજ જીવનમાં ઉન્નતિ થાય છે. | સંપર્કઃ શ્રી કંકણ પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય ઢંઢેરવાળા મહોલ્લો, પ્રોપર્ટીસ્ટ મુ.પો. પાટણ, જી. પાટણ, ગુજરાત-૩૮૪૨૯૫ ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯ શ્રી કંકણજી પાર્શ્વનાથ ૨૯૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી નારંગાજી પાર્શ્વનાથ છે અને તે પુણ્યભૂમિ પાટણમાં એક કાળમાં વિપુલ પ્રમાણમાં જિનાલયો હતા. પાટણ જિનાલયોની નગરી ગણાતી હતી. પાટણ ઉ. ગુજરાતની રાજધાની હતી. વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સંવત ૮૦૨માં રચના કરી હતી. અહીં મહારાજા સિધ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષો રહ્યાં હતા. | ઉત્તર ગુજરાતના પાટણના ઝવેરીવાડામાં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય શિખરબંધી જિનાલય આવેલું છે. ઝવેરીવાડો પહેલાં પોસાળના પાડા તરીકે ઓળખાતો હતો. ઝવેરીવાડામાં શ્રી નારંગા પાર્શ્વનાથના જિનાલયની સાથે જ અન્ય ત્રણ જિનાલયો છે. આ જિનાલયમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી આદિનાથજી અને શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક પદે બિરાજમાન છે. ઝવેરીવાડામાં બીજું શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પણ છે. શ્રી નારંગા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ પાટણ છે. તે ઉપરાંત સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, ખંભાતના સાગોટા પાડાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં પણ શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. પાટણના ઝવેરીવાડામાં કલાત્મક પરિકરથી પરિવૃત્ત શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની શ્વેત વર્ણની પ્રતિમાજી પદ્માસનસ્થ, સપ્તણાથી અલંકૃત અને ૨૧ ઈંચની ઊંચાઈ તથા સવા અઢાર ઇંચની પહોળાઈ ધરાવે છે. આ પ્રતિમાજી મહારાજા સંમત્તિના સમયની છે. સપ્તફણાના મસ્તક પર આંખો છે. ઈ.સ. ૧૭૨૯માં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય “ભૂજબળ શેઠના દેરાસર' તરીકે જાણીતું હતું એમ પં. હર્ષ વિજયજી કૃત” “પાટણ ચૈત્ય પરિપાટી” પરથી જણાય છે. આ ભવ્ય જિનાલયનું ધ્વજારોપણ સંવત ૧૭૯૨માં અખાત્રીજના શુભ દિને થયેલું તેમ ખીમવિજય રચિત એક સ્તવનમાં જણાવાયું છે. વર્તમાન શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૨૯૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ new encène Be જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૫૯ના મહાસુદ ૨ને દિવસે થઈ હતી. કલાત્મક પરિકરમાં શિલ્પકારની કારીગરી અદ્ભૂત છે. પ્રતિમાજી અત્યંત દર્શનીય અને પ્રાચીન છે. શ્રી નારંગા પાર્શ્વનાથ તીર્થ વિષે આચાર્ય ભગવંતો, મુનિઓ તથા કવિઓએ પોતાની રચનામાં ઉલ્લેખ કર્યો છે. જેથી આ તીર્થની પ્રાચીનતા જાણી શકાય છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં છત્રીસમી દેરીમાં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત કરવામાં આવેલા છે. સંપર્ક : શ્રી નારંગા પાર્શ્વનાથ જિનાલય, ઠે. ઝવેરીવાડો, મુ. પાટણ (ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫. Care શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નારંગા પાર્શ્વનાથ આજે શ્રી શંખેશ્વર તીર્થ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ તીર્થની યાત્રાએ વિશ્વભરમાંથી યાત્રિકોનો સમુદાય આવતો-જતો રહે છે. દ૨૨ોજ હજારો યાત્રિકોની આવન-જાવન રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું મુખ્ય તીર્થ આવેલું છે તેમજ અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ અલૌકિક અને અનુપમ તીર્થધામ છે. આ સંકુલમાં ભવ્યાતિભવ્ય જિનાલય આવેલું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. યાત્રિકોની શ્રધ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું . શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ધામમાં રહેવા ઉતરવા માટેની સર્વોત્તમ સગવડ છે. સવાર-સાંજ ભોજન તથા નવકારશી માટેની વ્યવસ્થા છે. ૨૯૪ શ્રી નારંગાજી પાર્શ્વનાથ Page #319 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરવા માટે આ તીર્થધામ અત્યંત નિરાળું છે. પવિત્ર વાતાવરણ અને શાંત જગ્યા હોવાથી યાત્રાળુને ભક્તિ કરવામાં અનેરો આનંદ આવે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ભમતીમાં છત્રીસમી દેરીમાં શ્રી નારંગાજી પાર્શ્વ પરમાત્માની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તથા સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ઈંચની છે. શ્રધ્ધા અને ભક્તિથી શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની આરાધના કરવામાં આવે તો અનેક કષ્ટો નષ્ટ પામે છે. આ મહિમા અપરંપાર મુંબઈમાં રહેતા નીરૂબેન સંઘાણી મહિલા મંડળના પ્રમુખ હતા. તેમને સામાજીક પ્રવૃત્તિઓની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો. નીરૂબેને એક દિવસ મંડળની મીટીંગ પોતાના ઘેર બોલાવી. મંડળના વીસ બહેનો આવી પહોંચ્યા. મીટીંગ સમયસર શરૂ થઈ. પ્રમુખ સ્થાનેથી નીરૂબેન બોલ્યા : ‘આપણું મહિલા મંડળ નાનું છે પણ પ્રવૃત્તિઓનો વ્યાપ વધારે છે. ગયા મહિને અનાથાશ્રમના બાળકોને મિષ્ટ ભોજન આપવાનો કાર્યક્રમ કર્યો હતો. વૃધ્ધાશ્રમના વડીલો સાથે એક દિવસ પસાર કર્યો ત્યારે વડીલો કેવા કેવા રાજી થઈ ગયા હતા ! જ્યારે આપણે સૌએ ત્યાંથી વિદાય લીધી ત્યારે વડીલજનોની આંખો માંથી આંસુ ઊભરાઈ આવ્યા હતા.’ ‘નીરૂબેન, આ મહિનાનો શું કાર્યક્રમ ગોઠવ્યો છે ?’ Ibr ‘બહેનો, આ મહિનાના અંતમાં શંખેશ્વરયાત્રાનો કાર્યક્રમ યોજ્યો છે. આપ સૌની સહમતિ હોય તો દરેકની ટિકિટ બુક કરાવી લઈએ. આવવા – જવાની ટિકિટ અત્યારથીજ લઈ લેવી પડશે. મુંબઈથી વીરમગામ અને ત્યાંથી મેટાડોર માં જવાની વ્યવસ્થા કરાશે’ શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૨૯૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ ‘પણ ત્યાં ઉતારાની વ્યવસ્થા શું?’ એકે પ્રશ્ન કર્યો. ‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉત્તમ સગવડતા વાળી ધર્મશાળા છે. તેમજ ભોજનશાળા પણ છે. જો નક્કી થાય તો ત્યાં આજે જ રૂમ બુક કરાવી દઈશું. ‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું જિનાલય અત્યંત દર્શનીય છે. હું એકવાર જઈ આવી છું...” મંડળમાંથી એક બહેન બોલ્યા. “સાચી વાત છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય અત્યંત દર્શનીય છે. વાતાવરણ પણ પવિત્ર છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શન-વંદન-સેવા પૂજા સાથે અહીં પણ સેવા પૂજા થઈ શકશે.’ | ‘નીરૂબેન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતીભમતીમાં શ્રી નારંગાજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલા દિવ્ય અને અલૌકિક છે કે જાણે આપણી સાથે વાતો ન કરતાં હોય...!” “બહેન, તમારી વાત સાચી છે. શ્રી નારંગા પાર્થ પ્રભુની ભવ્ય પ્રતિમાજી ત્યાં બિરાજીત છે. એટલું જ નહિ, શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે. “એ વાતની અમને ખબર નહોતી.' | “મારા પુત્ર હિતેને સ્કૂલની અંદર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આંતરસ્કૂલની વકતૃત્વ સ્પર્ધા હતી. તેની મનોકામના હતી કે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળે... તેણે તે માટે મહેનત પણ કરી હતી એટલું જ નહિ તે રોજ શ્રી નારંગા પાર્શ્વનાથનું સ્મરણ પણ કરતો હતો. સ્પર્ધા યોજાઈ અને તેમાં તે પ્રથમ વિજેતા થયો. તેની મનોકામના પૂર્ણ થઈ. તે રાજીના રેડ થઈ ગયો હતો. એ સિવાય મારી પણ મનોકામના પૂરી થઈ છે. શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ જીવનને ઉજ્જવળ બનાવે છે.” | લગભગ અર્ધી કલાકથી ચર્ચા બાદ નક્કી થયું કે મહિનાના અંતમાં શંખેશ્વરનો યાત્રા પ્રવાસ ગોઠવવો. યાત્રા પ્રવાસ અંગે ચારેક બહેનોને વિવિધ શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૨૯૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ SOLISH કામગીરી સોંપવામાં આવી. અને નિશ્ચિત દિવસે મુંબઈનું જૈન મહિલા મંડળ નીરૂબેન સંઘાણીની આગેવાની હેઠળ શંખેશ્વર આવ્યું. ત્યાં અગાઉથી ધર્મશાળામાં રૂમ બુક કરવામાં આવી હતી એટલે ઉતારાની ચિંતા નહોતી. એ દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં મહિલા મંડળના સભ્યો સ્નાનથી પરવારીને દર્શનાર્થે ગયા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મુખ્ય જિનાલયે દર્શન કર્યા : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે દર્શન આદિ કર્યા : રાત્રે બજારમાં ફર્યા. બીજે દિવસે સૌએ પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની સેવાપૂજા કરી. તેમાંય શ્રી નારંગાજી પાર્શ્વ પ્રભુની દેરી પાસે સૌએ સેવાપૂજા કર્યા બાદ ચૈત્યવંદન કર્યું.મહિલા મંડળના બહેનોએ શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ અને સ્તવન ગાયું. ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પૂજા કરી. મહિલા મંડળના તમામ સભ્યોને ભારે આનંદ આવ્યો હતો. તે દિવસે બપોરે ભોજન લઈને વીરમગામ જવા નીકળી ગયા. અને વીરમગામથી ટ્રેઈન પકડીને મુંબઈ પરત આવી ગયા. મહિલા મંડળના બહેનોએ નીરૂબેનને સૂચન કર્યું કે શંખેશ્વરની યાત્રા પ્રવાસ દર છ મહિને ગોઠવવો. નીરૂબેને મહિલા મંડળના સૂચનને આવકાર્યો અને તે માટે સહમતિ પણ આપી દીધી. - મંત્ર આરાધના. (૧) ૐ હૂ નારંગા પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર નારંગા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નારંગા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ય ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે નિર્ધારિત સમયે કરવી. આરાધના માટે નિશ્ચિત સ્થાન રાખવું. મુખ પૂર્વદિશા તરફ રાખવું. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. આ મંત્રની એક માળા અવશ્ય ગણવી. આ મંત્ર જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. | : સંપર્કઃ શ્રી નારંગા પાર્શ્વનાથ આદેશ્વર જૈન દેરાસર ) ઝવેરી પાડો, મુ.પો. પાટણ, જી. પાટણ, ગુજરાત-૩૮૪૨૯૫ ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯ શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૨૯૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવખંડાજી પાર્શ્વનાથ સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના ઘોઘા(બંદર) ગામે શ્રી નવખંડા પાર્શ્વનાથજીનું મુખ્ય તીર્થ આવેલું છે. શ્રી નવખંડા પાર્શ્વનાથજીની પ્રતિમાજીનાં દર્શન ભીલડીયાજી, જીરાવલા તીર્થ, શાંતાક્રુઝ(મુંબઈ), ખંભાત, પાટણ (પંચાસરા પાર્શ્વનાથ), શંખલપુરમાં થાય છે. શ્રી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ભમતીમાં ૩૭મી દેરી શ્રી નવખંડાજી પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી નવખંડા પાર્શ્વનાથ મુખ્ય તીર્થ ભાવનગરથી ૨૧ કિ.મી.ના અંતરે આવેલું છે. ઘોઘામાં શ્રી નવખંડા પાર્શ્વનાથ જિનાલયની બાજુમાં અન્ય ચાર જિનાલયો આવેલા છે તેમજ બે જિનાલયો ગામમાં છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. આ તીર્થની નજીકના દર્શનીય સ્થાનો પાલીતાણા, મહુવા, દાઠા, તળાજા, કંદગિરિ, હસ્તગિરિ, શત્રુંજ્ય ડેમ દેરાસર વગે૨ે છે. અહીં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે આવનાર યાત્રિકોને ભાતું અપાય છે. ઘોઘા બંદર ખાતે શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય અને અંત૨માં શ્રધ્ધાના ભાવ પૂરે તેવી દિવ્ય પ્રતિમાજી છે. શ્યામવર્ણી, નવફણાથી અલંકૃત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૬ ઈંચ (ફણા સહિત) અને ફણા રહિત સવાત્રીસ ઈંચ તથા પહોળાઈ સવા ચોવીસ ઈંચની છે. પૂર્વે ઘોઘા બંદર ગુંડીગાઢના નામથી ઓળખાતું હતું. ભાવનગર વસ્યું તે પહેલાં આ બંદર ખૂબ વિકસેલું હતું. શ્રી નવખંડા પાર્શ્વનાથનું આ તીર્થ પ્રાચીન છે. આચાર્ય ભગવંત શ્રી મહેન્દ્રસૂરિજીના ઉપદેશથી સંવત ૧૧૬૮માં શ્રીમાળી જ્ઞાતિના નાણાવટી હીરુભાઈએ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું હતું. તે પૂર્વે પણ ઘોઘામાં જૈનોની વસ્તી અને ભવ્ય જિનાલયો તો હતાં જ. શ્રી નવખંડા પાર્શ્વનાથ કેમ કહેવાયા તેની એક કથા છે. આ તીર્થ પર મ્લેચ્છોએ આક્રમણ કરીને મૂર્તિને ખંડિત કરી નાંખી અને પ્રતિમાજીના નવ ખંડ કરી નાખ્યા. મ્લેચ્છોએ આ નવ ખંડોને ભાવનગરના વડવામાં આવેલ બાપેસરાના શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૨૯૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ કૂવામાં પોટલીમાં બાંધીને ફેંકી દીધા હતા. વર્ષો વીતવા લાગ્યા. આ ખંડિત પ્રતિમાજી આ કૂવામાં વરસોના વરસ અજ્ઞાત રહી. એક દિવસ ઘોઘાના એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આ પ્રતિમાજીના પ્રાગટ્યનો સંકેત કર્યો. શ્રાવકને સ્વપ્રમાં અધિષ્ઠાયક દેવે સંપૂર્ણ સમજ આપી. તે મુજબ શ્રાવક ભાવનગરના વડવામાં આવેલા કૂવા પાસે ગયો. અને તેણે હીરના તાંતણે વીંટીને તે પોટલીને કૂવા માંથી બહાર કાઢી. ઘોઘાનો તે સુશ્રાવક પોટલી લઈને પોતાના ગામે પાછો ફર્યો. તેણે ઘોઘામાં આવીને તે નવખંડને નવમણ લાપસીમાં બરાબર ગોઠવ્યા. નવ દિવસ બાદ તે લાપસી માંથી બહાર કાઢતાં એ પ્રતિમાજી અખંડિત નીકળશે તેવો સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવ દ્વારા શ્રાવકને સંકેત મળ્યો હતો. તેથી સહુ અધીરા બનીને નવ દિવસ પૂરા થવાની પ્રતિક્ષા કરી રહ્યાં હતા. ત્યાં આઠમા દિવસે ભરૂચનો શ્રી સંઘ ત્યાં યાત્રાર્થે આવ્યો. હતો. ભરૂચના શ્રી સંઘે દર્શનની ઈચ્છા દર્શાવી. આમેય સહુને પ્રતિમાજીના દર્શન કરવાની ભાવના અંતરમાં રમતી હતી તેમજ કુતુહલતા પણ હતી કે શું દેવે કહેલું વિધાન સત્ય ઠરશે કે નહિ ? શું થશે ? કેમ થશે ? વગેરે પ્રશ્નોની ગડમથલ દરેકના અંતરમાં હતી. ભરૂચના શ્રી સંઘે પ્રતિમાજીના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી ત્યારે આઠમો દિવસ હતો. આમ આઠમા દિવસે લાપસીમાંથી પ્રતિમાજીને બહાર લાવવામાં આવ્યા. પ્રતિમાજી નવખંડમાં સંધાઈ ગયા હતા, પરંતુ શ્રાવકોની અધીરાઈના કારણે સાંધા અદેશ્ય ન થયા. આજે પણ તે પ્રતિમાજી પર નવ ખંડના આકારને સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘોઘામાં આવેલ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ભવ્ય અને મનોહર છે. કલાત્મક બાંધણી આ જિનાલયની વિશેષતા છે. ઘોઘા, મહુવા અને ધોલેરાનાં જિનાલયો એક જ શિલ્પીએ બનાવેલા છે. આથી ત્રણેય જિનાલયોની બાંધણી એકસરખી છે. આ જિનાલયનો રંગ મંડપ વિશાળ છે. છે. આ તીર્થની પ્રાચીનતાના અનેક આધારો ઈતિહાસમાં છે તેમજ જૈનાચાર્યો શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૨૯૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ અને કવિઓએ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની મંગલમય સ્તુતિઓ પોતાની કૃતિઓમાં અંતઃકરણ ભાવથી કરી છે. Ppba સંપર્ક : શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર, શેઠ કાળા મીઠાની પેઢી, ભજી પોળ, મુ.ઘોઘા (જી.ભાવનગર) સૌરાષ્ટ્ર. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથજી ‘શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરતાં હૈયું હરખાય. શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં નયનો ન ધરાય...' શ્રી શંખેશ્વર તીર્થ જગ વિખ્યાત છે. શંખેશ્વરમાં દેશવિદેશથી યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહે છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો શંખેશ્વરની યાત્રાએ આવતા-જતાં હોય છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખ્યતીર્થ આવેલું છે. અહીં ભોજનશાળા - ધર્મશાળાઓ આવેલી છે. તેટલું જ નહિ પરંતુ અન્ય દર્શનીય જિનાલયો પણ છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થ આવેલું છે. જે યાત્રિક શંખેશ્વરની યાત્રાએ આવે છે તે અચૂક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્યાતિભવ્ય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માના દર્શનાર્થે આવે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં આવેલું છે. પ્રાકૃતિક વાતાવરણ અને વૃક્ષો, લત્તાઓ તથા બગીચાથી આ સંકુલ સમૃધ્ધ હોવાથી ભક્તિ ક૨વામાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. આ સંકુલમાં ઉત્તમ સગવડતાથી યુક્ત ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે. ભોજનશાળામાં સવારે નવકારશી, બપોરે તથા સાંજે ભોજનની વ્યવસ્થા છે. સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયોની વ્યવસ્થા છે. વિશાળ વ્યાખ્યાન હોલ છે. જ્યારે ગુરૂ ભગવંતોની શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૩૦૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ નિશ્રા હોય ત્યારે પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થતાં રહે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માના જિનાલયની ફરતી ભમતીમાં સાડત્રીસમી દેરીમાં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુનો મહિમા અપરંપાર છે. ભાવનગર જીલ્લાના ઘોઘા બંદરે શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. અહીંની સાડત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના અને પદ્માસનસ્થ છે. સપ્તફણાથી અલંકૃત છે આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. મહિમા અપરંપાર બેંગલોરમાં તારાચંદભાઈ દેસાઈનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. તેમને ત્યાં પ્લાસ્ટીકના પાઈપની મોટી ફેક્ટરી હતી. તારાચંદભાઈ પુત્રો દર્શન અને કરણ ધંધો સંભાળતા હતા. તારાચંદભાઈનો પરિવાર શ્રધ્ધાળુ હતો. તેઓ જ્યારે કામસર ગુજરાતમાં આવતાં ત્યારે અચૂક શંખેશ્વર, ભદ્રેશ્વર તથા પાલીતાણાની યાત્રાએ જવાનું રાખતા. એક દિવસ દર્શન અને કરણ ફેક્ટરીએ જતાં હતા ત્યારે સામેથી ધસમસતો ટ્રક ધસી આવ્યો. અને દર્શન-કરણની ગાડી સાથે ભયંકર એક્સીડન્ટ થયો. તરત જ માણસો ભેગા થઈ ગયા. દસ મિનિટમાં પોલીસ અને એબ્યુલન્સ આવી ગઈ. દર્શન અને કરણને એબ્યુલન્સ મારફત હોસ્પીટલે પહોંચાડવામાં આવ્યા. ત્યાં ઈમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી. તારાચંદભાઈના પરિવારને ફોન દ્વારા સમાચાર આપવામાં આવ્યા. પરિવારના સભ્યો સીધા હોસ્પીટલે આવ્યા. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને લોકઅપમાં નાંખ્યો. આ તરફ હોસ્પીટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઘવાયા છે. અત્યંત નાજુક તબીયત છે. શું થશે તે કહી ન શકાય. શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૩૦૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ તારાચંદભાઈની પત્ની રમાબેનને શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેમણે હોસ્પીટલમાં જ જાપ શરૂ કરી દીધા અને સંકલ્પ કર્યો કે મારા બન્ને પુત્રો હેમખેમ આ ઉપાધિમાંથી બહાર નીકળી જશે તો આપના દર્શનાર્થે આવીશું. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં સાડત્રીસમી દેરી શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુની દિવ્ય પ્રતિમાજી અહીં બિરાજમાન છે. ૨માબેને મનમાં સંકલ્પ કર્યો હતો તે તેમના પતિને જણાવ્યો. ત્યારે તારાચંદભાઈએ કહ્યું : ‘૨મા, ડોક્ટરો તો ખૂબજ નાજુક પરિસ્થિતિ જણાવી રહ્યાં છે... શું થશે તે ખબર નથી.’ ‘તમે જો જો...કશું થવાનું નથી. મારા શ્રી નવખંડાજી પાર્શ્વનાથ દાદા બધા સારાવાનાં કરી દેશે. મને પુરેપુરી શ્રધ્ધા છે. હું જાપ ચાલુ જ રાખવાની છું...' આમ રમાબેન જાપમાં બેસી ગયા. ચાર-ચાર દિવસ પસાર થઈ ગયા પછી ડોક્ટરોએ બન્ને ભાઈઓને ભયમુક્ત જાહેર કર્યાં. ડોક્ટરોને પણ નવાઈ લાગી કે આટલી જલ્દી રીકવરી સંભવ નથી છતાં રીકવરી થઈ છે. ખરેખર આશ્ચર્ય છે. રમાબેનની શ્રધ્ધાનો વિજય થયો હતો. દર્શન અને કરણને પંદર દિવસ સુધી હોસ્પીટલે રહેવું પડ્યું પછી ઘેર આવ્યા. એક મહિના પછી તારાચંદભાઈનો પરિવાર શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યાં. ત્યાં બે દિવસ રોકાયા. તારાચંદભાઈ અને રમાબેને ભાવથી ભક્તિ કરી. શ્રી શંખેશ્વર દાદાની પણ ભાવથી ભક્તિ કરી. તારાચંદભાઈનો પરિવાર બે દિવસ ત્યાં રોકાઈને પાછો બેંગલોર પરત થયો. શ્રી નવખંડા પાર્શ્વનાથ દાદાનો મહિમા અનેરો છે. શ્રધ્ધાથી ભક્તિ કરવામાં આવેતો વિપદા ટળી જાય છે. શ્રી નવખંડાજી પાર્શ્વનાથ ૩૦૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ (૧) ૐૐ હ્રીં મૈં નવખંડા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નવખંડા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં નવખંડા પાર્શ્વનાથાય નમઃ। ઉપરોકત ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની સાધના નિત્ય સવારે કરવી. ત્રણેય મંત્રો અત્યંત પ્રભાવક છે. આ મંત્રની આરાધનાથી વિપદાઓ નાશ પામે છે. સંકટ સમયે બચાવ થાય છે. આરોગ્ય ઉત્તમ રહે છે. દ૨૨ોજ એક માળા તો અવશ્ય કરવી. ૧, ૩, ૫, ૭, ૯ કે ૧૧ માળા કરી શકાય છે. (૨) (૩) મંત્ર આરાધના BR સંપર્કઃ શ્રી નવખંડ પાર્શ્વનાથ જૈન દેરાસર શેઠ કાલા મીઠા પેઢી મુ.પો. ધોધા. જી. ભાવનગર (સૌરાષ્ટ્ર) ગુજરાત - ૩૬૪૧૧૦. ફોન : (૦૨૭૮) ૨૨૮૨૩૩૫ Spy In order be pjo pris Bader for fred se As lot ૩૦૩ શ્રી નવખંડાજી પાર્શ્વનાથ Page #328 -------------------------------------------------------------------------- ________________ - સંઘરાયેલું ધન, ખાબોચીયાંના પાણીની જેમ, ગંધાઈ ન ઉઠે તે માટે સત્કાર્યમાં વાપરતાં રહેજો. - માત્રસલાહ આપનારા “મુરબ્બી ન બનશી, સાથે સાથે “સહાય” આપનાર સાથીદાર પણ બનજો... - વર્તમાન કાળની વિચિત્રતા આંખો બંધ થવાના સમયે જ કેટલાંકની આંખો ખૂલે છે. - જૈની મતિ હોય ઠેકાણે તેની સલામતી બધે ઠેકાણે Page #329 -------------------------------------------------------------------------- ________________ દિલના દરીયામાંથી - પાપકતાંપણ પાછા પડેતો માનજોકેપ્રશૂળી કૃપા થઈ છે. - બાળે તે સાશાન, ઠારે તે મંદિર અને ઉaરે તે શુરૂદેવ. . - પોતે સર્જેલી સૃષ્ટિમાં પ્રેક ઠેકાણે પહોંચવું ઈશવર માટે અશક્ય થયું, એટલે તેણે ‘ના’ શું સર્જળા કર્યું છે - સુખ અને દુઃખ એ આપણાં કશું ફળ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ( RB જ B) જીવનનૈ નિર્મલ બનાવે તે છે આરાધના, જીવનને સફળ બનાવે તે છે સાધના, જીવનનૈ ઉજવલ બનાવે તે છે ઉપાસના.. હંમેશા યાદ રાખોઃ જીવનની જે ક્ષણ ગફલતની હોય છે તે અવશ્ય પતનની હોય છે. આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહીં અંતરમાં અનાદર નહીં, જીભમાં તિરસ્કાર નહીં આ છે વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન સફલતાનો માર્ગ Page #331 --------------------------------------------------------------------------  Page #332 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર ઉદારદિલા તપાગચ્છસૂર્ય પ.પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ત ' પ.પૂ. આ. શ્રી વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી 'ભીનમાલ (રાજ.) નિવાસી રવ. સોહનરાજજી, ધર્મપત્ની : યારીબાઈ, પુત્ર : ભંવરલાલજી, પુત્રવધુ ' : શાંતાબેન ભંવરલાલજી પૌત્ર : રાજમલુઉગમરાજ, અશોક, સંજય પૌત્રી-જમાઈ : ઉ” રવ. સોહનરાજજી, પત્રવધુ 'જી, 'સંવરલાલજી સંગીતા, xiાલી પ્રપૌત્ર ' પરેશ, જીતેન્દ્ર, મનિષ, કૃણાલ, પ્રપૌત્રવધુ : શ્વેતા. પ્રપોત્રી સ્નેહા, ઉર્વશી, દિવ્યા, સાક્ષી. 'સમસ્ત શાહજી પરિવાર હાલ-મુંબઈ | જૈનમ ગ્રાફીકસ : ગઝાઈનું , અમદાવાદ. ફોન-રપ૬ર૭૪૬૯, મો. ૯૮રપ૮ 5143