SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ચલાવતો હતો. વિક્રમની ૭મી સદીથી ૧૧મી સદી સુધીમાં રચાયેલા ગ્રંથોમાં આ નગરીનો ઉલ્લેખ “ભિલ્લમાલ' તરીકે થયો છે. ત્યાર પછી “શ્રીમાલ' અને પંદરમાં સૈકામાં ‘ભિન્નમાલ' તરીકે ઓળખાવા લાગ્યું. એ આ નગરમાં એક વ્યવહારી શ્રાવકે જિનાલય બંધાવ્યું, તેમાં પિત્તળના પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન કરાવી હતી, પરંતુ મુસ્લિમ આક્રમણોના ભયથી આ પ્રતિમાજીને ભંડારી દેવામાં આવી હતી. વર્ષો વીતી ગયા. સંવત ૧૬૫૧માં દેવળની ઈંટ ખોદતાં આ પિત્તળની ધાતુના પ્રતિમાજી પ્રગટ થયા. તેની સાથે એક સમવસરણ, સરસ્વતી આદિની પ્રતિમાજીઓ પણ પ્રગટ થઈ, તે સમયે ત્યાં બિરાજમાન પંન્યાસજી (ભાવડ હરાગચ્છીય ચતુર્દશી પક્ષ) ભાવ વિભોર બન્યા પંન્યાસજીએ આ પ્રતિમાજી શ્રી શાંતિનાથજીના જિનાલયમાં પ્રતિષ્ઠિત કરી ત્યારે ભવ્ય મહોત્સવ રચવામાં આવ્યો હતો. મહોત્સવમાં શ્રી જિનેશ્વર ભક્તિ કરાઈ હતી. આ પ્રસંગમાં આજુબાજુના ગામો અને શહેરો માંથી વિશાળ સંખ્યામાં જૈન - જૈનેતરો ઉમટી આવ્યા હતા. ભિન્નમાલના સૂબાને આ પ્રતિમાજી પ્રગટ થયાની જાણ થઈ. એ વખતે જાલોરમાં ગઝનીખાન સત્તા પર હતો. ભિન્નમાલના સૂબાએ ગઝનીખાનને પિત્તળની પ્રતિમાજી પ્રગટ થયાની જાણ કરી. મુસ્લિમ રાજા ગઝનીખાને તે પ્રતિમા પ્રાપ્ત કરીને તેમાંથી ઘંટ બનાવવાની યોજના ઘડી. તેણે સૂબા મારફત તે પિત્તળના પ્રતિમાજી મેળવી લીધા. | ભિન્નમાલના સમસ્ત જૈન સંઘમાં ચિંતાના વાદળો ઘેરાયાં. સમસ્ત જૈન સમાજ ઉપાશ્રયમાં એકઠો થયો અને પ્રતિમાજી પાછી મેળવવા શું કરવું તે અંગેની ચર્ચા વિચારણા કરી. કોઈએ કહ્યું : “આપણે ગમે તેમ કરીને ગઝનીખાન પાસેથી પ્રતિમાજી મેળવી લેવા જોઈએ...' બીજો કહે: “પણ સત્તાના નશામાં ઝુમતા ગઝનીખાન પાસેથી પ્રતિમાજી મેળવવા શી રીતે? તેની પાસે લશ્કર છે. વિશાળ સત્તા છે. આપણે તેની સામે યુધ્ધ કરી શકીએ તેમ નથી... કોઈ એવો માર્ગ વિચારો કે આપણને પ્રતિમાજી લે શ્રી ભયભંજન પાર્શ્વનાથ ૧૯૬
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy