SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Basri cosaseis le પોતાની સાથે લાવ્યા અને જેસલમેરના કિલ્લા ઉપરના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી બિરાજમાન કરાવી. જેસલમેર જૈન ગ્રંથ ભંડારો માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અહીંના જ્ઞાન ભંડારો પ્રાચીનતાની રીતે ભારતમાં મોટામાં મોટા ગણાય છે. અહીં તાડપત્રો ઉપર અને કાગળ ઉપર લખાયેલ પ્રાચીન ગ્રંથો વગેરેનો મોટો સંગ્રહ છે. કાગળની શોધ ૧૩ મી કે ૧૪ મી સદીની ગણવામાં આવે છે. જ્યારે અહીં ૧૧ મી સદીમાં લખાયેલ કાગળના ગ્રંથો છે. તાડપત્રના ગ્રંથો સુવ્યવસ્થિત રીતે ભંડારોમાં સચવાયેલા પડયા છે. અહીં બૃહત ગ્રંથભંડારમાં પ્રથમ દાદા શ્રી જિનદત્તસૂરીશ્વરજી ૮૦૦ વર્ષોથી પણ પ્રાચીન ચાદર, મુહપત્તિ અને ચૌલપટ્ટો સુરક્ષિત છે. એવું માનવામાં આવે છે કે ગુરૂદેવના અગ્નિસંસ્કાર વખતે ઉપરોક્ત વસ્તુઓ દિવ્ય શક્તિના કા૨ણે અગ્નિસાત ન થવાથી ગુરૂભક્તોએ પ્રસાદીરૂપ માનીને સુરક્ષિત રાખી છે. જેસલમેર શહેર પોખરણથી ૧૧૦ કી.મી. છે. જેસલમેરમાં પીળા પથ્થર ઉપર અત્યંત બારીક કોતરણી જોવાલાયક છે. અહીં પટવાઓની હવેલી જોવા લાયક છે. અન્ય માહિતી અનુસાર સૈકાઓ પૂર્વે જેસલમેર જૈનોની પ્રવૃત્તિઓનું મુખ્ય મથક હતું. અહીં ૮૪ ગચ્છોના ૮૪ ઉપાશ્રયો હતા. અહીં મહાન આચાર્યોનું આવગમન રહેતું હતું. તેમજ અહીં જૈનોની વસ્તી પણ વિપુલ પ્રમાણમાં હતી. અહીંના જૈનો ધનવાન, ધર્મવત્સલ અને કલા પારખુ હતા. તેની ઝાંખી અહીંના ભવ્ય જિનાલયોમાં પરથી થયા વિના રહેતી નથી. કેટલાક ધનિક જૈનોના ઘરમાં ગૃહ મંદિરો હતા. જેસલમેરની સ્થાપના થઈ એ સમયના જિનાલયો છે. જેસલમેર નગરના કોઠારી પાડામાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું બે માળનું જિનાલય છે. જે તપાગચ્છીય જિનાલય તરીકે ઓળખાય છે. મંદિરના ભોંયતળીયે બે ગભારામાંથી એકમાં શ્રી સુપાર્શ્વનાથ સ્વામી અને બીજામાં ૫૪ શ્રી સંક્ટહરણજી પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy