________________
પદ્માસન સર્વશ્રેષ્ઠ છે. તે ન ફાવે તો સુખાસને કે વજ્રાસનમાં બેસવું. મંત્રની આરાધના ચોક્કસ ફળ આપે છે. તેમાં શ્રદ્ધા અને ભક્તિ ભળવા જોઈએ.
૧. ૐૐ હ્રીં શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમઃ
ઉપરોક્ત મંત્રનું આરાધન નિયમિત કરવાથી સુખ વૈભવમાં વધારો થાય છે. દરરોજ એક માળા અવશ્ય કરવી. આ મંત્રના ૧૨૫૦૦ જાપ કરવા જરૂરી છે.
૨. ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ૐૐ અર્હ શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમો નમઃ આ મંત્રની માળા દરરોજ એક કરવી. અત્યંત પ્રભાવક મંત્ર છે. જીવનમાં આવતી વિપત્તિઓ, સંકટો, મુશ્કેલીઓને નષ્ટ કરે છે. આ મંત્રના ૧૨૫૦૦ જાપ કરવા.
૩. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પંચાસરા પાર્શ્વનાથાય નમઃ
આ મંત્રનું આરાધન ફળદાયી છે. આ મંત્રની દરરોજ એક માળા કરવી. આ મંત્રના આરાધનથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
: સંપર્કઃ
શ્રી પંચાસરા પાર્શ્વનાથજી દેરાસર ટ્રસ્ટ હેમચંદ્રાચાર્ય માર્ગ, પીંપળાશેરી, મુ.પો. પાટણ, જી. પાટણ પીન ઃ ૩૮૪૨૬૫. (ઉ.ગુ.) ફોન: ૦૨૭૬૬-૨૨૨૨૭૮.
.
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ
૫૨