________________
એકસો વસ૨નું આઈખું, કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લંછન નાગ. ભવબંધનને તોડવા, સમરથ છો, પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવ સુખ રાજ...
સ્તવન
૧
શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ ; નયનાનંદ મનોહર મારાં, પારસનાથ અનુપ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાનરૂપ અરિહંત ૨ પારસ પરસે લોહ ખંડને પળમાં કંચન થાય; પદ પંકજ પરસના પરસે ભવના બંધન જાધ. ૩ પંચાસરાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય ૪. અંતરના અમૃત છલકાવી પૂજીયે પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટે પુરણ ચંદ (રચના : વૈધ મોહનલાલ ચુનીલાલ ધામી)
૫.
PERF
મંત્ર આરાધના
મંત્ર આરાધના કરતી વખતે મનની અને તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તનની સ્વસ્થતા ખૂબજ જરૂરી છે. તન અને મન સ્થિર ન હોય તો મંત્રનો પ્રભાવ જોવા મળતો નથી. મંત્ર આરાધન બને ત્યાં સુધી એકજ સ્થળે અને એકજ સમયે થાય તો ઘણું ઉત્તમ ગણાય. મંત્ર આરાધના સમયે
૫૧
શ્રી પંચાસરાજી પાર્શ્વનાથ