________________
નાનપણમાં માતા-પિતાની સાથે પૂજા કરવા જતો પણ પાછળથી ક્રમ ખોરવાઈ ગયો હતો. આજે વર્ષો પછી પ્રભુની ભક્તિ કરું છું મનમાં કેવી પ્રસન્નતા લાગે છે. આ તીર્થધામમાં પ્રસન્નતાનું જ વાતવરણ જણાય છે. મંદ-મંદ સમીર, પક્ષીઓનો કલરવ વગરે પ્રભુભક્તિમાં સાથ પૂરાવે છે. ઓહ હું વર્ષોથી પ્રભુની સેવાપૂજાથી વંચિત રહ્યો છું.
રજનીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને સ્વગત બોલવા લાગ્યા હે ત્રિલોકના નાથ હું આઅસાર એવા સંસાર ચક્રમાં ભટકી ગયો હતો. આજે તારી સેવાપૂજા કરવાથી અંતરમાં જે પ્રસન્નતાનું માધુર્ય ખીલ્યું છે તે હંમેશા રહેવા દેજે... મને તારી ભક્તિથી જુદો કરીશ નહિ.
રજનીભાઈએ ત્યાંજ મનોમન નક્કી કરી લીધું કે હવેથી દરરોજ દેરાસર જઈને સેવાપૂજા કરીશ.
સૌ સેવાપૂજા કરીને ધર્મશાળામાં પાછા ફર્યા ત્યારે રજનીભાઈએ મિત્રોને કહ્યું : મિત્રો, આજે તમે મને ઉગારી લીધો છે. તમારા ઉપકારનો બદલો હું આ ભવમાં તો ચૂકવી શકું તેમ નથી. - મિત્રોને રજનીભાઈની વિચિત્ર વાત સાંભળીને ભારે નવાઈ લાગી, મિત્રોએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું: “રજનીભાઈ તમે શું કહેવા માગો છો ? અમને કંઈ સમજાતું નથી.'
‘મિત્રો, આજે તમારા સૌના અતિ આગ્રહથી મેં પ્રભુની સેવાપૂજા કરી, પ્રભુ ભક્તિ કરી..મારૂ મન નિર્મળબની ગયું અને પશ્ચાતાપ થયો કે બાળપણમાં માતા પિતા સાથે સેવાપૂજા કરવા જવાનો ક્રમ વર્ષોથી ફરી ગયો હતો..અરે.. પ્રભુના દર્શન કરવા પણ પંદર-વીસ દિવસે જતો તે માત્ર ઔચિત્ય જાળવવા. હૈયામાં ભક્તિ ન હોતી પણ આજે તમારી સાથે સેવાપુજા કરીને અંતરમાં ભક્તિની સરિતા વહેવા લાગી છે. આપ સૌએ સંસારના રાગ રંગમાં સપડાયેલા એવા મને ઉગારીને પ્રભુભક્તિ ના માર્ગે વાળ્યો છે. આ ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહી આજથી મનોમન
શ્રી જીરાવાલાજી પાર્શ્વનાથ
૨૬