________________
Brew Cisaris Re
રોગો મટ્યાનું સંભળાય છે.
શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થના મૂળનાયક તરીકે બિરાજતી આ પ્રતિમાજી કેશરવર્ણી અને વેળુ માંથી નિર્મિત થઈ છે. સપ્તફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૪૬ સે.મી. ની છે. આ પ્રતિમાજી અત્યંત દિવ્ય અને પ્રભાવશાળી છે. 50.
આ તીર્થનો ઈતિહાસ ગૌરવવંતો છે.
1 પ્રાચીન કાળમાં અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન હતું. તેમાં પુરંદર, કીર્તિધર, સુકોશલ, નઘુષ વગેરે મહા પ્રતાપી રાજવીઓ થયા.
નઘુષ મહારાજાની રાણી પવિત્ર સતી હતી. જેની રાજ્ય પરંપરામાં ચોવીસમા રાજા કુકુસ્થ થયો. આ રાજાને રધુ નામનો પુત્ર હતો.
રઘુ રાજાને અજયપાળ અર્થાત અનરણ્ય નામનો પુત્ર હતો. અજયપાળે રાજ્યની પૂરાં સંભાળ્યા પછી સાકેતપુરને પોતાની રાજધાની બનાવી.
永
મહારાજા અજયપાળ પરમ જિનભક્ત હતો. તે એકવાર શ્રી શત્રુંજય ગિરિવરની યાત્રાએ નીકળ્યો. દીવ બંદર આવતાં તેના દેહમાં ન સમજી શકાય તેવી અસહ્ય પીડા ઉત્પન્ન થઈ. તે રાજા અસહ્ય પીડાને કારણે થોડો સમય ત્યાં રોકાઈ ગયા.
ૐ આ સમય દરમ્યાન સાગરમાં એક ચમત્કારિક ઘટના બની. રત્નસાર નામના સાર્થવાહના વહાણો સમુદ્રના તોફાનોમાં અટકી પડ્યાં. પરિસ્થિતિ ભયંકર હતી.
NUKIR
૨ સાર્થવાહ રત્નસાર ભારે ભયભીત બન્યો અને જીવ બચાવવા અર્થે તેણે પરમાત્માનું અપૂર્વ શ્રધ્ધા સાથે ધ્યાન ધર્યું. તેની શ્રધ્ધા અને ભક્તિના કારણે આકાશવાણી સંભળાઈ.
આકાશવાણીના સંકેતથી રત્નસાર સાર્થવાહે તે સ્થાનમાં કલ્પવૃક્ષના પાટિયાના સંપુટમાં રહેલી દિવ્યતાના તેજ પાથરતી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાજીની માહિતી મેળવી.
1. રત્નસારને વધુમાં જાણવા મળ્યું કે આ પ્રતિમાજી અતિ પ્રાચીન અને સર્વનું
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
૧૧૬