SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ કરનારી છે. નાગરાજ ધરણેન્દ્રએ આ પ્રતિમાજીની સાત લાખ વર્ષ સુધી પૂજા કરી છે. કુબેર દેવતાએ ૬00 વર્ષ અને વરુણદેવે સાત લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીની સેવા-પૂજા અને ભક્તિ કરી છે. આ મનોહારી, દિવ્ય અને પ્રભાવક પ્રતિમાજી મેળવીને દીવ બંદરે રહેલા મહારાજા અજયપાળને સોંપવી. ગ શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાની વાત સાંભળીને તેને મેળવવા સાર્થવાહ રત્નસાર ઉત્સુક બન્યો. તેણે દૈવી સહાયથી આ પ્રતિમાજી સાગરમાંથી પ્રાપ્ત કરી લીધી. અને પ્રતિમાજીના પ્રાગટ્યની સાથે જ તોફાને ચડેલો સમુદ્ર ધીર, ગંભીર અને શાંત બની ગયો. પછી છે સાર્થવાહ રત્નસારે તરત જ પોતાના વહાણોને દીવ બંદરે લાંગર્યા અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી મહારાજા અજયપાલના હાથમાં સોંપી. રત્નસારે અથથી ઈતિ સુધીની વાત પણ કરી. મહારાજા અજયપાળ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી ધન્ય બની ઉઠ્યો. તેણે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો અને તેણે પરમાત્માનું સ્નાત્ર જળ પોતાના અંગ પર લગાડતાં તમામ વ્યાધિ નષ્ટ થઈ ગઈ. | આ પ્રતિમાના દિવ્ય પ્રભાવથી મહારાજા અજયપાળે અજયનગર નામનું શહેર વસાવ્યું. આ નગરની મધ્યમાં ભવ્ય જિનાલય બંધાવીને આ દિવ્ય પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરી. રાજા નિયમિત ત્રિકાળ સેવા-પૂજા કરવા લાગ્યો. તેથી તેની સમૃધ્ધિ અને યશ-કીર્તિમાં વધારો થયો. લગભગ છમાસ પર્યત ત્યાં રહ્યો, તે દરમિયાન તેણે શ્રી સિધ્ધગિરિની યાત્રા અનેરા ભાવ સાથે કરી. મહારાજા અજયપાળે શ્રી પાર્શ્વ પ્રભુ જિનાલયને દસ ગામ સહિત અજયનગર સમર્પિત શ્રી અજાહરા પાર્શ્વનાથથી જગ પ્રસિધ્ધ થયા. અહીં વિક્રમ સંવત ૧૦૩૪ના લેખવાળો ઘંટ તથા ૧૪માં સૈકાના કેટલાક શિલાલેખો આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે. આચાર્ય ભગવંત શ્રી ઉદયપ્રભસૂરિજીના શિષ્ય આ.ભ.શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના હસ્તે વિ. સં. ૧૩૨૩માં પ્રતિષ્ઠિત થયેલી કાઉસગ્ન અવસ્થાની કેટલીક પ્રતિમાજીઓ અહીંની જમીનમાંથી મળી આવી છે. શ્રી અજાહરાજી પાર્શ્વનાથ ૧૧૭
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy