________________
અર્પણ
જેમની નસ નસ માં છે, સંયમની ખુમારી... જેમના શ્વાસોચ્છવાસમાં છે, જિનભક્તિ... જેમની કૃપાદ્રષ્ટિ જ, મારા જીવન મુડી... જેમના ક્દમ મમાં, શાસન પ્રભાવનાનો મંત્ર... જેમના અણુ-અણુમાં, સમતા ભાવ રમતો હોય...
આવા પરમશ્રેષ્ઠ ગુરૂની કૃપા અને અંતરના આશીર્વાદ વિના આત્મકલ્યાણ સંભવ નથી...
સો સો સૂરજ ભલે ઉગે ચંદા ઉગે હજાર... ચંદા સૂરજ ભલે ઉગે પર ગુરૂ બિન ધોર અંધાર... એવા આ ગુરૂદેવ ના ચરણ કમલમાં તેમના ૭૫ માં સંયમ સુવર્ણ મહોત્સવે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસ” માળા અર્પણ કરીએ છીએ.
શ્રી પ્રેમગુરુ પાપાત્ર શિષ્યરત્ન
પં.શ્રી રત્નશેખર વિ. મ.સા.