________________
પૂજ્યશ્રીએ આત્મા સાથેના કર્મોનો નાશ કરવા માટે તપનું પણ આલંબન લીધું હતું. કેમકે તપ વિના ચીકણાં કર્મરૂપી મેલને બાળવા માટે બીજી કોઈપણ રામબાણ ઔષધિ જિનશાસનમાં બતાવી નથી. એને માટે પૂજ્ય ગુરૂદેવને પોતાની લેખિની અને પ્રૌઢવાણી દ્વારા તથા પોતાની જીવન ચર્યામાં પ્રેક્ટીક્લ સિધ્ધ કરીને જગતના મુમુક્ષુઓ સમક્ષ એક મહાન આંદોલન જગાડ્યું હતું. તેના ફળ સ્વરૂપે ભારત વર્ષના ખૂણે ખૂણે શ્રી વર્ધમાન આયંબીલ તપની સંસ્થાઓ જોવામાં આવી રહી છે. તે પૂજ્યશ્રીના અથાગ પરિશ્રમ અને આત્મદેઢતાના સુંદર ફળો છે.
- પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી મ.નું અંતીમ ચાતુર્માસ સમીમાં હતું. આ અરસામાં તેઓશ્રીની વૃધ્ધાવસ્થાના કારણે શારીરિક અશક્તિ વધવા લાગી હતી. તેથી ચાતુર્માસ પહેલાં જ તેઓશ્રીએ પોતાના સુશિષ્યો પૂ. પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મ. (હાલમાં ગચ્છાધિપતિ - તપાગચ્છ સૂર્ય આ.ભ. શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા)તથા પૂ. પંન્યાસજી શ્રી સુબોધ વિજયજી મ. આદિઠાણાંઓને પોતાની પાસે ચાતુર્માસની આરાધના કરવા માટે મુંબઈથી બોલાવી લીધા હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તબિયત વિશેષ બગડી, જેથી સમીના ગુરૂભક્ત શ્રીસંઘે પાટણથી ડોક્ટર સેવંતીલાલભાઈને બોલાવ્યા. ડોક્ટરે પૂજ્યશ્રીનું શરીર તપાસ્યું. અને આશ્ચર્ય અનુભવતાં બોલી ઉઠ્યા કે આવી પરિસ્થિતિમાં તો કેસ ખલાસ જ થઈ જાય, છતાં આ મહાપુરુષ કઈ રીતે જીવે છે ? એ મારી સમજની બહાર છે. પૂજ્યશ્રીની આ અગાઉ તબીયત બગડી હતી ત્યારે લાગતું હતું કે આ મહાપુરુષ બે-ચાર કલાકમાં પોતાનો દેહ છોડી દેશે. પરંતુ તે વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે. ગુરૂદેવનું તપોબલ અલૌકિક છે. તેઓશ્રીના તપોબળ પાસે અમારૂં વિજ્ઞાન પાંગળું છે.
ડોક્ટરના ગયા પછી પૂજ્યશ્રીને થોડા દિવસોમાં આરામ થઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂ. આચાર્યદેવને શાસનદેવનાસંક્તાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવાની પ્રબળ ભાવના થઈ.
તેઓશ્રીએ પોતાના શિષ્ય પરિવારને કહ્યું: “ચાલો શંખેશ્વર...મારે આ મહાતીર્થમાં પંદર દિવસની આરાધના કરવી છે...”
ભક્તિ પાર્શ્વનાથ