________________
ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવે પોતાના શિષ્ય-પરિવાર સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભક્તિસૂરિશ્વરજી મહારાજ શંખેશ્વર આવ્યા બાદ પોતાની શુભ ભાવના મુજબ પંદર દિવસની આરાધના પૂરી કરી. અને જાણે આ જીવની આરાધના પણ પૂરી થઈ હોય તેમ સોળમા દિવસે સવારે ૫.શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પં.શ્રી સુબોધવિજયજી મ. આદિ સાથે પ્રતિક્રમણ ખૂબ જ ભાવથી કર્યું. પછી પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન ભક્તિ સભર આત્મિક ઉલ્લાસપૂર્વક કર્યો. ત્યારબાદ ગુરૂભક્ત શિષ્યોએ વાપરવા માટે પૂજ્યશ્રીને વિનયપૂર્વક વિનંતી કરી, પરંતુ જાણે અનશન ન આદર્યું હોય? તેમ તેઓશ્રીએ કહ્યું કે મારે હજી આરાધના બાકી છે. નવકારવાળી ગણવાની બાકી છે. આજે મારે વિજય મુહુર્ત સાધવાનું છે.'
આવા પ્રકારની તેઓશ્રીની વાણી જાણે તે દિવસે સાંકેતિકન હોય. તેમ લાગતું હતું.
જ્યારે વિજય-મુહૂર્તનો સમય નજીક આવ્યો ત્યારે ગુરૂદેવે કહ્યું કે “બધા સાધુઓ હાજર છે ને?” એમ કહીને તેઓ નવકારવાળી ગણવા લાગ્યા.
આ પ્રમાણે નવકારવાળી ગણતાં ગણતાં પૂજ્ય ગુરૂદેવે પૂર્વથી સૂચિત થયેલ ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસને બેસીને પૂર્ણ સમાધિમાં સંવત ૨૦૧૫ના પોષ સુદિ૩ના બપોરે વિજય-મુહૂર્ત નશ્વર દેહનો ત્યાગ કર્યો. પોતાના અંતિમ સમય સુધી આરાધનામાં તલ્લીન રહીને આ મહાપુરુષે આ સંસારમાંથી વિદાય લીધી.
પૂજ્ય ગુરૂદેવે દીર્ઘકાલીન સંયમથી ઉત્કૃષ્ટ સાધનાના શુભફળ રૂપ અજોડ દાખલો પોતાના અંતિમ કાળધર્મ વખતે મહાપ્રભાવક શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં પ્રત્યક્ષ સિધ્ધ કરી બતાવ્યો. પૂજય ગુરૂદેવશ્રીના સમુદાયમાં આજે વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો વિદ્યમાન છે. જે તેઓના પુનીત પગલે ચાલીને શ્રી જિનશાસનની પ્રભાવના કરી રહ્યાં છે.
ભક્તિ પાર્શ્વનાથ