________________
પાર્શ્વનાથ પ્રભુની વાસક્ષેપ પૂજા કરી. જ્યાં જ્યાં ભમતીમાં પૂજા થઈ હતી ત્યાં તેઓએ પૂજા કરવાનો લાભ લીધો.
જ્યારે ધર્મશાળામાં આવ્યા ત્યારે સાડાનવ જેવો સમય થઈ ગયો. બન્નેએ વસ્ત્ર પરિવર્તન કરીને નવકારશી વાપરી. ત્યારબાદ બજારમાં આંટો માર્યો.
ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે બપોરે બે વાગ્યાની બસ છે. ચંદ્રવદનભાઈ બોલ્યા : “રાધા, બે વાગ્યાની બસ છે નીકળી જવું છે?” જવું હોય તો વાંધો નથી... આપણે ધર્મોલ્લાસ સાથે સેવા પૂજા કરી છે...'
એમજ થયું. બન્ને બપોરના બાર વાગે ભોજન કરીને ધર્મશાળામાં આવ્યા. થોડીવાર આરામ કરીને દોઢ વાગે બસ સ્ટેશન પર સામાન લઈને આવી ગયા. ત્યાં બસ ઊભી જ હતી. બન્નેને બેસવાની સરસ જગ્યા મળી ગઈ. તેઓ સીધા પોરબંદર આવ્યા.
ચંદ્રવદનભાઈ અને રાધાબેન થાકીને લોથ થઈ ગયા હતા. પથારીમાં પડતાં વેંત સૂઈ ગયા.
આમ આઠ દિવસ પસાર થઈ ગયા.
ચંદ્રવદનભાઈના ધંધામાં થોડો ફરક પડ્યો. વિપુલે કહ્યું : “પપ્પા, આપણે દુકાનમાં થોડો ફેરફાર કરાવીએ...એનાથી ધંધામાં ફરક પડશે.”
ચંદ્રવદનભાઈને પુત્રની વાત ઉચિત લાગી. તરત જ બીજા દિવસથી સુતારીકામ શરૂ કરાયું. બધું ફર્નીચર નવું કરાવાયું. ત્યાર પછી ચંદ્રવદનભાઈની દુકાન ધમધોકાર ચાલવા લાગી. જૂના ગ્રાહકો પાછા આવી ગયા. નવા ગ્રાહકો પણ આવી ગયા. વિપુલનું પોરબંદરમાં જ ગોઠવાઈ ગયું. તેની શ્રીફળ વિધિ અને લગ્ન પણ ધામધુમથી કરવામાં આવ્યા.
ચંદ્રવદનભાઈ અને રાધાબેને વર્ષમાં બે વાર શંખેશ્વર જવાનો સંકલ્પ કર્યો. જ્યારે દુકાનમાં ફર્નીચરનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે બન્ને શંખેશ્વર જઈ આવ્યા. તેમની શ્રધ્ધા અને ભક્તિમાં વધારો થયો.
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૪