________________
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
મહેસાણા (ગુજરાત) ના સમી તાલુકાના મુંજપુર ગામમાં પ્રાચીન શ્રી ઝોટીગંજી પાર્શ્વનાથ કે જોટીગડા પાર્શ્વનાથ પ્રભુનું નયનરમ્ય જિનાલય આવેલું છે. | શંખેશ્વરથી મુંજપુર ૬.૫ માઈલના અંતરે આવેલું છે. સમી તથા હારીજ થી ૮ માઈલના અંતરે, કંબોઈ તીર્થ થી ૧૨ માઈલના અંતરે અને હારીજ રેલ્વે સ્ટેશન થી ૧૩ કિ.મીના અંતરે આવેલું છે.
મુંજપુર ગામમાં બે ઉપાશ્રય અને બે ધર્મશાળાની સુંદર સગવડ છે. અહીં પાંજરાપોળ પણ છે. શ્રી જોટીંગડા કે કોટીગંજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ મુંજપુર છે. તે સિવાય શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર તીર્થમાં શ્રી કોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છઠ્ઠી દેરીમાં બિરાજીત છે. સાંતાક્રુઝ (મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શ્રી જીરાવલા તીર્થના જિનાલયની ભમતીમાં શ્રી કોટીંગજી કે શ્રી જેટીગડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે.
મુંજપુર તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી શાંતિનાથ પ્રભુના ઘુમ્મટબંધ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુએ શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી જેટીગંજી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્વેત પાષાણની, ફણારહિત અને પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૨૮ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજાની સંમતિના સમયની હોવાનું માનવામાં આવે છે.
મહાતીર્થ શંખેશ્વરથી ૬.૫ માઈલના અંતરે મુંજપુર તીર્થ આવેલું છે. આ પ્રાચીન અને ઐતિહાસિક ગામ છે. સંવત ૧૦૦૩ માં રાજા મુંજે આ ગામ વસાવ્યું હતું.
મૂળરાજ સોલંકીએ એક પંડિતને આ ગામ દાનમાં આપ્યાનું જણાય છે. પંદરમાં સૈકામાં મુકિંગ નગરના મુંટનામના ભાવિક શ્રેષ્ઠીએ ધાતુની અસંખ્ય
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ