SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય, વૈયાવચ્ચ, સેવા, સદ્ભાવના, મિષ્ટભાષા, ભણવાની લગની, વાંચનની ધૂન અને પ્રવચન શ્રવણ કરવાની રૂચિ, આ સર્વ ગુણોને બાલમુનિ શ્રી પ્રેમવિજયજી મહારાજે એવા આત્મસાત કરી લીધા કે તેમનું જીવન રાત રાણીના ફૂલોની માફક સુગંધનો સમુદ્ર અને મોદકની માફક મધુર મનમોહક બની ગયું. સમય પસાર થવા લાગ્યો. પૂજ્યશ્રીની ઉંમર ૩૪ વર્ષની થઈ. પૂ. ગુરૂદેવે વિ.સં. ૨૦૧૦માં શાહપુર(અમદાવાદ)માં તેમને પન્યાસ પદ પર આરૂઢ કર્યાં. પન્યાસજી શ્રી પ્રેમ વિજયજી મ. જ્યાં જ્યાં ગયા ત્યાં દરેક પ્રકારના શુભકાર્યોની હારમાળા સરજાવતાં ગયા. પૂજ્યશ્રીની પ્રવચનગંગા તો સહુને મંત્રમુગ્ધ કરતી વહેતી રહી. શાસન પ્રભાવનાના સહસ્ર કિરણોવાળો આ નૂતન સૂર્ય મધ્યાન્હે આવ્યો. ત્યારે સમગ્ર દુનિયા આ મહાપુરુષના ચરણોમાં ઝુકી પડી. સૌ ઈચ્છતા હતા કે પૂજ્યશ્રી હવે આચાર્ય બને. જ્યારે આ તરફ પૂજ્યશ્રીના ગુરૂદેવને અંતરાનુભૂતિ થઈ કે મારૂં આયુષ્ય હવે છ મહિનાથી વધારે નથી તેથી પંન્યાસ પ્રેમવિજયજી મહારાજને પોતાના હાથે આચાર્યપદ અર્પણ કરવાનો વિચાર કર્યો પણ યોગ્ય મુહૂર્ત ન હતું. ત્યારે પાસે રહેતા આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિજીને કાર્યભાર સોંપીને કહ્યું કે મારા આ પ્યારા પન્યાસજીને તમે આચાર્ય બનાવજો. આચાર્યપદ પર આરૂઢ કરજો. પૂજ્યશ્રીએ ગુરૂદેવના અંતિમ સમયમાં તેમની પાસે લગાતાર દિવસ-રાત સજાગ રહીને અદ્ભૂત સેવા કરી. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં વિ.સં. ૨૦૧૪ પોષ સુદ-૩ ના પ.પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરિશ્વરજી મ.સા. ની ચિર વિદાયથી તેમના અગ્રણી શિષ્ય, સેવાવ્રતી પન્યાસ પ્રેમ વિજયજીએ હૃદય દ્રાવક વિલાપ કર્યો હતો. વિલાપ કેમેય કરીને શાંત થતો નહોતો ત્યારે અદશ્યના પડદા પાછળથી ગુરૂદેવે દર્શન આપ્યા ત્યારે જ આ શોક દાવાનલ શાંત થયો. પરોપકારની ભાગીરથી ફરીથી નવા ઉમળકા સાથે ભારતભૂમિને પાવન કરતી વહેવા લાગી. જ્યાં જ્યાં પૂજ્યશ્રીના ચાર્તુમાસ થયા ત્યાં દાન-શીલ -તપ-ત્યાગ, ૨૭૨ શ્રી પ્રેમ પાર્શ્વનાથ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy