SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ દિશાઓમાં વાયુવેગે પ્રસરી ગઈ. આથી દેશ-વિદેશથી લોકો આ તીર્થની યાત્રાએ આવવા લાગ્યા અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. ગામના નામ પરથી મહા પ્રભાવક પ્રતિમાજીનું નામ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લોકોમાં પ્રસિધ્ધ પામ્યું. 116 18+ +8 આશરે ૮૬,૫૦૦ વર્ષ સુધી આ પ્રતિમાજી શંખેશ્વર ગામમાં રહી. તે દરમ્યાન થયેલા જીર્ણોધ્ધારની માહિતી ઉપલબ્ધ થતી નથી. વિક્રમ સંવત ૧૧૫૫ ના સમયે પાટણની રાજગાદી પર મહારાજા સિધ્ધરાજ જયસિંહ બિરાજેલા હતા. મહારાજા સિધ્ધરાજ જયસિંહે સંય ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્યની ધૂરા સંભાળી હતી. સિધ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં સજ્જન શેઠ નામના એક મંત્રી હતા. તે ઘણા ચતુર અને કુશાગ્ર બુધ્ધિ ધરાવતા હતા. સિધ્ધરાજે તેમને સોરઠના દંડનાયક તરીકે મૂક્યા. સજ્જન શેઠ સોરઠ દેશમાં આવ્યા. ત્યાં તેમણે ગિરનાર પરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો. સજ્જન શેઠને સાંભળવામાં આવ્યું કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા અતિ પ્રાચીન અને ચમત્કારિક છે. આથી તેઓ પોતાના પરિવાર સાથે શંખેશ્વર ગયા. સજ્જન મંત્રીએ પરમ પાવન તીર્થની જીર્ણ હાલત જોઈને આંખો માંથી આંસુ ટપકી પડ્યા. શ્રી દેવચંદ્રસૂરિજી મ. ના ઉપદેશથી એમણે આ તીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને દેવવિમાન જેવું નૂતન જિનાલય બંધાવ્યું. વિ.સં. ૧૧૫૫માં નૂતન જિનાલયમાં સજ્જન મંત્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પધરાવીને પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા ગુરૂવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી મ. ત્યાં ઉપસ્થિત રહ્યાં હોવાનું જણાય છે. ગુજરાતના ગૌરવસમા મંત્રીઓ વસ્તુપાળ-તેજ પાળે ગુજરાતના રાજકીય, સામાજીક, આર્થિક તેમજ ધાર્મિક જીવનને પુનઃ જીવિત કરવામાં મોટો ફાળો આપેલો છે. વસ્તુપાળ-તેજપાળે ત્રણ હજાર બસો બે જિનપ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો છે. એકવાર વસ્તુપાળ-તેજપાળે વૃધ્ધ(વડ) ગચ્છાધિપતિ સંવેગી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૨૪૨
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy