________________
ના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર આ મહા પ્રાસાદમાં શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ અત્યંત પવિત્ર તીર્થ સ્થાન છે. તીર્થની અલૌકિતાના કારણએ યાત્રિકોને અહીં વારંવાર આવવાનું મન થયા કરે છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય દર્શનીય છે. આ જિનાલયને ફરતી ભમતીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે. ભમતીમાં પંદરમી દેરીમાં ચમત્કારિક શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુજીની દર્શનીય અને નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવેલ છે.
શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમાજી શ્વેત પાષાણના છે. ફણા ચરિત છે તેમજ પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની
|
મહિમા અપરંપાર
અમદાવાદમાં ગૌતમભાઈનો પુત્ર સતીષ ભણવામાં તેજ નહોતો. તેને અભ્યાસમાં ઝાઝો રસ પડતો નહોતો. તેનું ચિત્ત રમતગમતમાં વધારે રમતું હતું.
ગૌત્તમભાઈ સતીષને અભ્યાસમાં ચિત્ત પરોવવા ખૂબજ સમજાવતાં પણ સતીષ એક કાનેથી શિખામણ સાંભળે અને બીજા કાનેથી કાઢી નાંખે. તેને કોઈ શિખામણની અસર થતી નહોતી. સતીષની મમ્મી આરતીબેન પણ ભારે પરેશાન રહેતા હતા.
| એકવાર ગૌતમભાઈને ત્યાં વડોદરાના તેમના સંબંધી શરદભાઈ અને તેમના પત્ની ગીતાબેન આવ્યા. આમ તો તેઓ ક્યારેક જ આવતા.
ગૌત્તમભાઈ અને આરતીબેને બન્નેનું સ્વાગત કર્યું. બન્નેએ ખબર અંતર પૂછયા.
ત્યાં સતીષ રમીને ઘેર આવ્યો. ડ્રોઈંગરૂમમાં મહેમાનો આવેલા જોઈને તે
શ્રી ધૃતકલોલજી પાર્શ્વનાથ
૧૪૪