________________
કલકત્તાના જૈન સુશ્રાવક પ્રાણલાલ ભાઈના જીવનમાં એવી ઘટના બની, તેઓ રાતોરાત રસ્તા પર આવી ગયા. થી વાત જાણે એમ છે કે પ્રાણલાલ ભાઈ વર્ષોથી સટ્ટાબજારમાં હતા. તેમની પોતાની પેઢી હતી. ભારતના અનેક શહેરોમાં તેમનો વહીવટચાલતો હતો. પ્રાણલાલભાઈ દરરોજ દેરાસરે જતા અને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરતાં. તેમની સાથે તેમના પત્ની રમીલાબેન પણ સેવા પૂજા કરવા માટે જતા. પ્રાણલાલ સેવા પૂજા કરીને લગભગ દસેક વાગે પેઢી પર જતાં અને વેપાર - ધંધો સંભાળતા. વેપારી આલમમાં પ્રાણલાલભાઈની પેઢીની શાખ ખૂબ હતી.
- એ દિવસે સવારે પ્રાણલાલ અને તેમની પત્ની રમીલા શ્રી જિનેશ્વર દાદાની સેવાપૂજા કરીને પાછા ફર્યા. ત્યારે તેમના નોકરે કહ્યું કે મુંબઈથી શામજીભાઈના બે-ત્રણ ફોન આવ્યા છે. તાત્કાલિક ફોન કરવા જણાવ્યું છે.
પ્રાણલાલ ભાઈને વસ્ત્રો બદલાવીને મુંબઈ શામજીભાઈને ફોન કર્યો. બોલો, શામજીભાઈ, બજાર કેમ છે?'
પ્રાણલાલભાઈ, ખૂબજ આઘાત જનક સમાચાર છે. બજાર ગાગડી ગઈ છે. સરકારે નીતિમાં પરિવર્તન કરતાં આજ સવારથી બજાર બેસી ગઈ છે. તમો કરેલા સોદામાં લાખોનું નુકસાન થવા જાય છે. મેં બે-ત્રણવાર તમને ફોન કર્યા પણ તમે પૂજા કરવા ગયા હતાં.'
‘કેટલું નુકસાન જાય છે?' ‘લગભગ નેવું લાખ જેવા દેવાના થાય છે....”
“ઓહ... તો તો મારે બધુંય વેચવું પડે તેવી સ્થિતિ થશે... વાંધો નહિ... હું બપોર સુધીમાં વ્યવસ્થા કરૂં છું...” પ્રાણલાલે કહ્યું. , એમજ થયું.
એ દિવસે સાંજ સુધીમાં પ્રાણલાલે પોતાની ઓફિસ, મકાન તથા ગાડી વેંચીને જેમતેમ કરીને પંચાસી લાખ ભેગા કર્યા. પત્નીના દાગીનાના પાંચ લાખ આવ્યા આમ તેણે નેવું લાખ એકત્ર કરીને મુંબઈ ચૂકવી આપ્યા.
આમ પ્રાણલાલભાઈ સટ્ટાબજારના સટ્ટામાં ઊભી કરેલી દૌલત ગુમાવી
શ્રી ભાભાજી પાર્શ્વનાથ
૧૭૮