________________
આ સ્થાન પર આવીને સૂઈ જઈશ.
ધાંધલ શેઠ ત્યાંથી પોતાના પેઢી પર ગયા. ગામનાનું હતું પણ ધાંધલ શેઠ નો વેપાર ધમધોકાર ચાલતો હતો. આજુબાજુના નાના નાના ગામોના વેપારીઓ બ્રહ્માણ ગામમાં ખરીદી કરવા માટે આવતા હતા.
ધાંધલ શેઠે પેઢી પર આવીને હિસાબ જોયો. વાણોતર પરગામના એક વેપારીને જોઈતી ચીજ વસ્તુઓ આપી રહ્યો હતો. ધાંધલ શેઠે વાણોતરને પૂછયું: ‘ભાઈ કોઈ ખાસ આવ્યું હતું?'
ના શેઠજી, પરગામના પાંચ-સાત વેપારીઓ આપણે ત્યાંથી મોટી ખરીદી કરીને ચાલ્યા ગયા છે. આપને યાદ કરતાં હતા. આજે આપને આવવામાં વિલંબ થયો.'
હા... એક કામ આવી પડ્યું એમાં મોડું થયું.” ધાંધલ શ્રેષ્ઠીએ જણાવ્યું. મધ્યાન્હ થયો એટલે ધાંધલ શેઠ પોતાના ભવન પર આવ્યા. શેઠાણી સ્વામીની પ્રતીક્ષા કરતા હિંડોળા પર બેઠા હતાં. સ્વામી આવેલા જોઈને તે હિંડોળા પરથી ઉભા થઈ ગયા અને કહ્યું: “સ્વામી આપ દેવીની ગુફાએ જઈ આવ્યા?”
“હા... પ્રિયે મને કંઈ અચરજ પમાય તેવું લાગ્યું નથી છતાં મનમાં વિચાર આવ્યો છે કે આજની રાત ત્યાં સૂઈ જઉં જેથી સ્વપ્નમાં કોઈ સંકેત મળે.. ગૌમાતાનું જ્યાં દૂધ ઝરે છે તે જગ્યાએ કોઈ દેવની પ્રતિમાજી હોય એવું લાગે છે.”
“આપણે પછી વાતો કરીશું પહેલા ભોજનને ન્યાય આપી દઈએ.” શેઠાણી રસોડા તરફ ચાલવા લાગ્યા. ભોજનની સામગ્રીઓ તૈયાર હતી. દાસીએ શેઠ-શેઠાણીના ભોજન માટેના પાટલાં ગોઠવી રાખ્યાં હતા. બેસવા માટેના આસનો પણ મૂકી દીધા હતા.
ધાંધલ શેઠ અને શેઠાણી એ હાથ-મોં સ્વચ્છ કર્યા, પછી ભોજન અર્થે આસન પર બેઠાં દાસીએ તરતજ સાત્વિક ભોજન પીરસવું શરૂ કહ્યું.
શ્રી જીરાવલાજી પાર્શ્વનાથ
(
૧૩