________________
બીજે દિવસે સૌ શંખેશ્વરથી વડોદરા જવા પાછા ફર્યા. આ વખતે પ્રથમવાર પ્રકાશભાઈના હૈયામાં ધર્મનો રંગ લાગ્યો હતો. શંખેશ્વરથી પાછા ફર્યા પછી તેઓ વડોદરાના જિનાલયમાં પત્ની સાથે સેવા પૂજા માટે જવા લાગ્યા. પ્રકાશભાઈના જીવનમાં પરિવર્તન આવી ગયું.
નિલેશની તબિયત પણ સુધરી ગઈ હતી.
in મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રી મનમોહન પાર્શ્વનાય નમ :
આ મંત્ર ચમત્કારી છે. આ મંત્રની એક માળા દરરોજ કરવી. સમય અને જાપ કરવાની જગ્યા એક જ રાખવી. આ મંત્રના જાપથી વિપ્નો નષ્ટ થાય છે. પરિવારમાં શાંતિ સ્થપાય છે.
(૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં મનમોહન પાર્શ્વનાથાય નમઃ - આ મંત્રની માળા દરરોજ એક કરવી, કોઈપણ મંત્રના જાપ કરવામાં આવે ત્યારે દીવો અને ધૂપ અખંડ રાખવા જરૂરી છે. આ મંત્ર પણ પ્રભાવશાળી છે.
(૩) ૐ શ્રીં હ્રીં શ્રીં મનમોહન પાર્શ્વનાથાય નમઃ
આ મંત્રની માળા દરરોજ એકવાર સવારના ભાગે કરવાથી મનને શાંતિ મળે છે તેમજ મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
: સંપર્કઃ શ્રી મનમોહન પાર્શ્વનાથ દરખાના ટ્રસ્ટ
| મુ.પો. કંબોઈ તા. ચાણસ્મા ( જિ. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૧૦
ફોનઃ (૦૨૭૩૪) ૨૭૧૩૧૫
ભારતીય
શ્રી મનમોહન પાર્શ્વનાથ
૧૯૪