SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રસાદ આજે યાત્રિકો માં મહત્વનું અને શ્રધ્ધા - ભક્તિનું અનેરું સ્થાન બની ગયું છે. ન વ મહિમા અપરંપાર , | દરદ ગાયબ થઈ ગયું... સુશીલાબેન આમતો ધોરાજીમાં રહેતા હતા પરંતુ પાંચેક વર્ષથી તેઓ રાજકોટ રહેવા આવ્યા હતા. ધોરાજીમાં તેમનું સ્વાથ્ય સરસ રહેતું હતું પરંતુ રાજકોટ આવ્યા પછી તેમને માથાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઈ. સુશીલાબેને શરૂઆતમાં તો ગણકાર્યું નહિ. આથી માથાનો દુઃખાવો વધતો ગયો. દિવસમાં કે રાતમાં ગમે ત્યારે માથામાં ભારે સણકાં જ ઉપડે... તેમનાથી રહેવાય જ નહિ. એ વખતે તેમને માથા પર જાડું વસ્ત્ર કસોકસ બાંધવું પડતું હતું. તેમના પતિ ધીરજલાલ પણ પત્નીની આ દશાથી ભારે પરેશાન હતા. તેમણે અનેક ડોક્ટરો – વૈદ્યોને બતાવ્યું. ડોક્ટરો - વૈદ્યો જે કહે તેવી પરેજી પાળે અને દવા લે... સુશીલાબેનને દવા લેવાથી બે-ત્રણ દિવસ સારું લાગે પછી હતું એમને એમ. ધીરજલાલ જ્ઞાતિએ સુતાર હતા અને તેમને ફર્નીચરની દુકાન હતી. | ધીરજલાલે રાજકોટના દરેક જાણીતા ડોક્ટરોની સલાહ લીધી અને દવા કરાવી છતાંય સુશીલાબેનની તબિયતમાં કોઈ સુધારો થતો નહોતો. કોઈ સલાહ આપતું કે ગોંડલની બાજુમાં એક સારા વૈદ્ય છે તેને બતાવી આવો... તો ધીરજલાલ તરત જ પત્નીને લઈને ત્યાં પહોંચી જતાં અને તે વૈદ્યની દવા શરૂ કરતાં. પણ સુશીલાબેનને બે-ત્રણ દિવસ સારૂં રહેતું પછી હતા ત્યાંના ત્યાં જ જેવું થતું હતું. ધીરજલાલને થતું કે હવે કરવું શું? કોઈ ઓસડીયા કે ડોક્ટરની દવા કામ જ આવતી નથી. એકવાર ધીરજલાલની ફર્નીચરની દુકાને કાંતિલાલ નામના જૈન સગૃહસ્થ આવ્યા તેમણે એક ટેબલ લેવું હતું. ભાવતાલ નક્કી કર્યા પછી મોકલી દેવાનું શ્રી વાડીજી પાર્શ્વનાથ ૮૫
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy