________________
વાર શંખેશ્વર આવવાનું થાય. અશ્વિનભાઈને વડોદરામાં ફેક્ટરી. તેમનો ધંધો પણ સરસ ચાલતો હતો. સુખી અને સંપન્ન પરિવાર હતો. અશ્વિનભાઈની પત્નીનું નામ દામિની હતું. અને એક પુત્ર રાજેશ તથા મોટી પુત્રી બિજલ.
સુખી અને સંપન્ન હોવા છતાં અશ્વિનભાઈને ચિંતા ઘર કરી ગઈ હતી. તેમને મોટી પુત્રી બિજલના વિવાહની ચિંતા હતી. બિજલનું ક્યાંય ગોઠવાતું નહોતું. યોગ્ય મુરતિઓ મળતો ન હતો.
અશ્વિનભાઈ અને દામિનીબેન પુત્રી માટે મુરતિયો જોયા કરતાં હતાં, પરંતુ ક્યાંય સરખું આવતું નહોતું. બિજલની ઉંમર ૨૪ વર્ષની થઈ હતી.
બિજલ અભ્યાસમાં કુશાગ્ર હતી. તેમજ કલામાં માહિર હતી. તેને સંગીતનો ભારે શોખ હતો. વડોદરામાં તે શાસ્ત્રીય ગાયનનો અભ્યાસ કરી રહી હતી. તે એકદમ સીધી અને સરળ હતી. | એક દિવસ અશ્વિનભાઈએ પોતાની પત્નીને કહ્યું: “દામિની, બિજલને યોગ્ય ઠેકાણું મળતું નથી. ચિંતા ઘેરી વળી છે. શું કરવું?'
અશ્વિન, ચિંતા તો મને પણ થાય છે. આપણો પુરુષાર્થ ઓછો નથી. જ્યાં મુરતિયો આપણને જ પસંદ પડતો ન હોય ત્યાં તેને બિજલ શી રીતે પસંદ કરે ?'
તારી વાત સાચી છે. મેં બે-ત્રણ જયોતિષીઓને તેની જન્મકુંડળી બતાવી, પણ જ્યોતિષીઓ કહે છે કે દીકરીમાં કોઈ દોષ નથી, ખૂબજ સરસ પાત્ર મળશે.'
છેલ્લા બે દિવસથી મારા અંતરમાં શંખેશ્વરની યાત્રા કરવાનું મન થયું છે. બાળકો ન આવે તો કંઈ નહિ પરંતુ આપણે બંને શંખેશ્વર દર્શન કરી આવીએ.
દામિની બોલી તને શંખેશ્વર જવાની કામના થઈ છે તો આવતી કાલે સવારે જ જઈએ. બે દિવસ ત્યાં રોકાઈને પાછા ફરીશું. રાજેશ અને બિજલ
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ