SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ખંડિત બની. રામદેવ અને આશાધર નામના બે સોનાર શ્રાવકો આ ભાંગી પડેલા જિનાલયનો જીર્ણોધ્ધાર કરવા કટિબધ્ધ બન્યા. રામદેવે અભિગ્રહ સાથે આહા૨નો ત્યાગ કર્યો. ગુરૂદેવે પણ તેવો જ કઠોર અભિગ્રહ ધારણ કર્યો. આઠમા દિવસે શાસનદેવે રામદેવને માર્ગ બતાવ્યો, તે અનુસાર દેરાસરની નજીકની ભૂમિ ખોદીતો ચમકતા આરસના ત્રણ ટુકડા પ્રાપ્ત થયા. રામદેવે તેમાંથી સુમનોહર જિનબિંબોનું સર્જન કરાવ્યું. Tue 6 અને સંવત ૧૨૬૨માં આચાર્ય ભગવંતશ્રી દેવાનંદસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જિનાલયમાં પરમાત્માને ગાદીનશીન કરાવ્યા. 1893) શ્રી કોકા પાર્શ્વનાથના નામથી જ નૂતન પ્રભુ પ્રસિધ્ધિ પામ્યા. આજે શ્રી કોકા પાર્શ્વનાથનું જિનાલય ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. અનેક પ્રાચીન ગ્રંથો અને પ્રાચીન તીર્થ માલાઓ તથા સ્તવનોમાં શ્રી કોકા પાર્શ્વનાથ તીર્થના ઉલ્લેખો ઉપલબ્ધ છે. સંપર્ક : શ્રી કોકા પાર્શ્વનાથ શ્વે. જૈન દેરાસરજી, કોકાનો પાડો, મુ.પો. પાટણ (ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫. Susy flippe bhalls mus : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર કર મહાપ્રાસાદમાં શ્રી કોકા પાર્શ્વનાથ શંખેશ્વરમાં આવેલું પરમ પાવન તીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્યાતિભવ્ય જિનાલયમાં અગિયારમી દેરીમાં શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની ફણાયુક્ત પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત આરસની આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. પ્રતિમાજી અત્યંત મનો૨મ્ય અને પ્રભાવક છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભાવ મહોરી ઉઠે તેવી દર્શનીય પ્રતિમાજી છે. આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત છે. 218 FREISP al JUS શ્રી કોઠાજી પાર્શ્વનાથ I precis music flows below sfogats Fyr the parogs (harts pus aussp 25516 ૧૦૯
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy