________________
પહેલાં તમે મારું ખાતું ખોલ્યું અને તમે મૂકેલા પૈસા નીકળ્યા. આવું શા માટે કરો છો ? મેં તમારું શું બગાડયું છે.
હું હવે શાંત રહેવાનો નથી. હું સાહેબ આવશે, એટલે તેની સામે ફરિયાદ કરીશ.'
સ્ટાફના માણસોમાં બે ભાગ પડી ગયા. કેટલાક અરૂણભાઈની પડખે ઉભા રહ્યાં, ત્યારે કેટલાંક ભ્રષ્ટ અધિકારીની પડખે ઉભા રહ્યાં. - ત્યાં ઓફીસમાં મોટા સાહેબ આવ્યા. પેલા ભ્રષ્ટ અધિકારીએ મોટા સાહેબ સમક્ષ ફરિયાદ કરી. અરૂણભાઈ શાહે મારી બેગમાંથી દશ હજારની તફડંચી કરી હતી. તેના ટેબલના ખાના તપાસતાં તેમાંથી મળી આવ્યાં છે.
મોટા સાહેબ અરૂણશાહને પોતાની પાસે બોલાવ્યા અને વિગતો પૂછી ત્યારે અરૂણભાઈએ કહ્યું સાહેબ, મેં જ્યારે ઓફીસમાં પગ મૂક્યો ત્યારે જ આ સાહેબ પોતાના દશ હજાર રૂપિયાની શોધખોળ કરતાં હતા. હું મારા ટેબલ પર જઈને બેસે તે પહેલાં જ તેમણે મૂકેલા તેમની રકમ મારા ટેબલના ખાનામાંથી કાઢી અને મારા પર હળાહળ જુઠો ચોરીનો આરોપ મૂક્યો છે.
મોટા સાહેબે સ્ટાફની એક-એક વ્યક્તિને અલગ-અલગ બોલાવીને પૂછયું. છેવટે સ્પષ્ટ થયું કે અધિકારીની જ આ ચાલ હતી. અરૂણ શાહને નીચો જેવડાવવા તેણે આ રમત આદરી હતી. આ
મોટા સાહેબે ભ્રષ્ટ અધિકારીને પોતાની પાસે બોલાવીને ઠપકો આપ્યો અને અરૂણભાઈની માફી માંગવાનું કહ્યું તે અધિકારીએ અરૂણભાઈની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેમ જણાવ્યું.
અરૂણભાઈ આ બનાવ પછી વધારે સતેજ રહેવા લાગ્યા. તેમના જીવનમાં ક્યારેય આવી ઘટનાઓ બની નહોતી આથી તેમને ઘણું દુઃખ થયું.
બીજીવાર તે ભ્રષ્ટ અધિકારીએ અરૂણભાઈને સપડાવવા યોજના ઘડી. ઓફીસની રકમ જમા કરાવવા તે અધિકારીએ અરૂણભાઈને બેંકમાં મોકલ્યા. લગભગ ૫૦ હજાર જેવી રકમ હતી.
શ્રી સંwહરણજી પાર્શ્વનાથ
૫૭