________________
વર્ધમાનસૂરિજીના મુખેથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના તીર્થનો અભૂત મહિમા સાંભળ્યો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અભૂત – અલૌકિક મહિમા સાંભળીને વસ્તુપાળ-તેજપાળ અત્યંત પ્રભાવિત થયા. એમણે ગચ્છાધિપતિ શ્રી વર્ધમાનસૂરિજી સમક્ષ સંઘ કાઢીને તીર્થયાત્રાએ જવાની ભાવના રજૂ કરી.
આ આ.શ્રી વર્ધમાનસૂરિજીએ વસ્તુપાળ-તેજપાળની ભાવનાને આવકારી અને નિશ્ચિત દિવસે શ્રી વર્ધમાનસૂરિજીની પાવન નિશ્રામાં વસ્તુપાળ-તેજપાળે ભવ્ય સંઘ કાઢ્યો. અને શંખેશ્વર તીર્થની યાત્રા કરી. વસ્તુપાળ-તેજપાળે પોતાના પરિવાર સાથે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભાવભક્તિથી પૂજા કરી. બન્ને ભાઈઓએ તે જિનપ્રાસાદનો જીર્ણોધ્ધાર કરાવ્યો. તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ પર સોનાના કળશ ચડાવ્યા. | વસ્તુપાળ – તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૬ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા શ્રી વર્ધમાનસૂરિજી મ. સહિત અન્ય આચાર્યોની ઉપસ્થિતિ વચ્ચે કરાવી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના આ જીર્ણોધ્ધાર તથા પ્રતિષ્ઠા પાછળ વસ્તુપાળ તેજપાળે બે લાખ જેટલું દ્રવ્ય વાપર્યું હતું.
- આ જીર્ણોધ્ધાર બાદ થોડા વર્ષો બાદ ઝંઝુપુર(ઝીંઝુવાડા) ના રાણા દુર્જનશલ્ય પણ આ મહાતીર્થનો જીર્ણોધ્ધાર કરાવ્યો.
( ત્યાર પછી ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાત પર મુસ્લિમ શાસકોએ કબજો જમાવ્યો. તે વખતે અલ્લાઉદ્દીન ખીલજી તેમજ ત્યાર પછીના મુસલમાન બાદશાહોના આક્રમણોથી આ મંદિરનો નાશ થયો પરંતુ તે વખતે શંખેશ્વરના શ્રી સંઘે આગમચેતી વાપરીને મૂળનાયકની અસલ મૂર્તિને જમીનમાં ભંડારી દીધી.
ઉપર્યુક્ત જિનાલય અત્યારે વિદ્યમાન શંખેશ્વર ગામની બહાર હશે તેમ જણાય છે. અત્યારના શંખેશ્વર ગામથી અંદર જવાના માર્ગે લગભગ અર્થે માઈલના અંતરે એક ઊંચો ટેકરો (ટીંબો) દેખાય છે. ત્યાં મકાન જેવો ટીંબો છે. જાણકારોનું કહેવું છે કે મૂળ જિનાલય ત્યાં છે અને લોકોની વાતમાં વજુદ જણાય છે. એ સ્થળનું સંશોધન થયું નથી, પરંતુ એ માટે પ્રયત્ન કરવામાં આવે તો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૩