________________
રીપોર્ટસના અભ્યાસ પછી ડો. ત્રિવેદીએ લખુભાઈના પુત્રોને જણાવ્યું કે ખાસ કંઈ નથી પરંતુ હમણાં આરામ કરવો પડશે. દવાથી તાવ ઉતરી જશે.
મેહુલ અને દીપકે ઘેર આવીને પોતાના માતા-પિતાને બધી વાત કરી. લખુભાઈ આ પહેલાં ક્યારેય બીમાર પડ્યા નહોતા આથી તેમને માટે પથારી એક સજા જેવી હતી. પરંતુ ડોક્ટરની સૂચના હોવાથી તેઓ આરામ કરવા લાગ્યા.
- આઠેક દિવસ પસાર થયા ત્યાં લખુભાઈને આંચકી આવી અને એકાએક બેભાન થઈ ગયા. ડો. ત્રિવેદીને તરતજ બોલાવવામાં આવ્યા.
ડૉ. ત્રિવેદીએ જણાવ્યું કે લખુભાઈને માઈનોર એટેક છે તમે તાત્કાલિક રાજકોટ લઈ જાઓ અને ત્યાં સારવાર કરાવો. ડૉ.ત્રિવેદીએ તરતજ રાજકોટની જાણીતી હોસ્પીટલ પર ચિઠ્ઠી લખી દીધી.
| મેહુલ અને દીપક પોતાના પિતાજીને લઈને વાંકાનેરથી રાજકોટ આવવા ટેક્સી ભાડે કરીને નીકળી ગયા. તેમની સાથે સુશીલાબેન પણ હતા. વાંકાનેરથી નીકળ્યા પછી અધવચ્ચે લખુભાઈની તબીયત જરા બગડી.
સુશીલાબેન ભારે ચિંતામાં પડી ગયા. તેમણે તરતજ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં બિરાજમાન શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરી કે આવેલી ઉપાધિ માંથી હેમખેમ બહાર નીકળી જઈશું તો દર્શનાર્થે સહકુટુંબ આવીશું.
સુશીલાબેન મનમાં આવો સંકલ્પ કરીને શ્રીટાંકલા પાર્શ્વનાથ ના જાપ કરવા લાગ્યા.
રાજકોટ ટેક્સી પહોંચી ત્યારે લખુભાઈને થોડી ઘણી સ્વસ્થતા આવી ગઈ હતી. વાંકાનેરના ડૉ.ત્રિવેદીની સૂચના અનુસાર જાણીતી હોસ્પીટલમાં પહોંચી ગયા. ત્યાં તરતજ સારવાર શરૂ કરાઈ. હોસ્પીટલના મુખ્ય ડૉક્ટરે કહ્યું કે દર્દીને એક દિવસ દવાખાનામાં રાખવા પડશે. અત્યારે તો તેમને કશું નથી. તાવ પણ નથી. છતાં નીરિક્ષણ કરવું પડશે.
એમજ થયું. લખુભાઈને એક દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું. બીજે દિવસે ડોક્ટરે
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
, ૨૭૯