________________
પાર્શ્વનાથ' તરીકે સંબોધ્યા. પ્રભુના અલૌકિક પ્રભાવનો પરિચય કરાવતું વીંછીનું પ્રતીક જિનાલયની દીવાલ પર અંકિત છે.
આ જિનાલયમાં દિવ્ય તેજની આભા પીરસતા શ્રી પાર્શ્વ પ્રભુને “કંકણ” તથા “વીંછિયા' સિવાયના ત્રીજા નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજુ નામ વર્તમાનમાં વધારે પ્રખ્યાત છે તે “શ્રી કલિકંઠ પાર્શ્વનાથ”.
હાલનું જિનાલય સંવત ૧૭૦૦ની આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. દર વર્ષે માગસર સુદ-૨ના શ્રી સંઘ દ્વારા જિનાલયની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. ગુરૂ ભગવંતો અને કવિઓએ પોતાની રચનાઓમાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની મુક્તકંઠે સ્તુતિ ગાઈ છે.
સંપર્ક : શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય, શ્રી ઢંઢેરવાડા મહોલ્લા પ્રોપર્ટી ટ્રસ્ટ, મુ.પો. પાટણ (જી. મહેસાણા) ગુજરાત.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી કંકણ પાર્શ્વનાથ પરમ જાગૃત અને પુણ્યભૂમિ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે તેમજ આ ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ આવેલું છે. આ સંકુલમાં ભવ્ય, કલાત્મક અને દર્શનીય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. દર વર્ષે હજારો યાત્રિકો આ તીર્થના દર્શનાર્થે આવતા-જતાં રહે છે. આ સંકુલમાં રહેવા-ઉતરવા માટેની અદ્યતન સવલતોથી યુક્ત ધર્મશાળા છે. તેમજ ભોજનશાળા પણ છે. સવારે નવકારશી, બપોરે ભોજન અને સાંજે વાળની વ્યવસ્થા તેમજ બપોરે ચા-પાણી-અલ્પાહારની પણ સુવિધા ઉપલબ્ધ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની જગ્યા વિશાળ છે. બગીચો, વૃક્ષોથી સુશોભિત આ સ્થાન પર્યાવરણની દ્રષ્ટિએ સર્વોત્તમ છે.
અહીં વહેલી સવારનો સમય અત્યંત આલાદક છે. આરાધના – ભક્તિ
શ્રી કંકણજી પાર્શ્વનાથ
* ૨૮૯