________________
મુખ્ય જિનાલય તો આવેલું છે. પણ ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજીઓ બિરાજીત છે. આ જિનાલયની ભમતીમાં પાંત્રીસમી દેરી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની છે. તેમની સેવાપૂજા અને ભક્તિ કરવાની જીવન નિર્કંટક રીતે પસાર થઈ શકે છે.” એમ કરીને મનસુખભાઈએ પોતાના બે-ત્રણ અનુભવો સંભળાવ્યા.
- જમનભાઈ કહે : “અમે શંખેશ્વર જઈએ છીએ પણ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય ગયા નથી. આ વખતે જરૂર ત્યાં જઈશું અને રોકાઈશ.'
મનસુખભાઈ અને લીલાબેન બે કલાક જમનભાઈને ત્યાં રોકાઈને પોતાના ફૂલેટ પર પાછા ફર્યા.
આમને આમ દિવસો પસાર થતાં ગયા. ત્યાં લંડન જવાની તારીખ આવી ગઈ. તે પહેલાં મનસુખભાઈ અને લીલાબેન એક દિવસ માટે શંખેશ્વર જઈ આવ્યા. પછી લંડન જવા વિદાય થયા.
મંત્ર આરાધના
(૧) ૐ હ Ø કંકણ પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્ શ્રીં હ્રીં શ્રીં કંકણ પાર્શ્વનાથાય નમ:
ૐ હ્રીં હ્રીં શ્ર કંકણ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ય ત્રણ માંથી એક મંત્રની માળાનો જાપ વહેલી સવારે નિર્ધારિત સમયે અને સ્થાને કરવો. ઓછામાં ઓછી એક માળા જરૂર કરવી. શ્રધ્ધા અને ભક્તિથી જાપ કરવામાં આવે તો અચૂક ફળની પ્રાપ્તિ થાય છે. સંકટો, વિનોનો નાશ થાય છે. તેમજ જીવનમાં ઉન્નતિ થાય છે.
| સંપર્કઃ શ્રી કંકણ પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય
ઢંઢેરવાળા મહોલ્લો, પ્રોપર્ટીસ્ટ મુ.પો. પાટણ, જી. પાટણ, ગુજરાત-૩૮૪૨૯૫
ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯
શ્રી કંકણજી પાર્શ્વનાથ
૨૯૨