________________
માટે સવારનો સમય અત્યંત લાભદાયી બને છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં શ્રી કંકણજી પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે પરિકરથી પરિવૃત્ત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે.
અત્યંત દર્શનીય આ પ્રતિમાજીને જોતાં જ હૈયામાં ભક્તિના ભાવ ઉત્પન્ન થયા વિના રહેશે નહિ.
મહિમા અપરંપાર
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં લંડનનો પરિવાર આવ્યો હતો. મનસુખભાઈ શાહ તથા તેમના પત્ની લીલાબેનને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનેરી શ્રધ્ધા હતી આથી તેઓ જ્યારે લંડનથી ભારત આવે ત્યારે શંખેશ્વર અચૂક દર્શન કરવા આવતા. તેઓ વર્ષમાં એકવાર તો જરૂર આવતાં હતા. અને ઉતારો શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં આવેલ પાંત્રીસમી શ્રી કંકલાજી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા અને ભક્તિ હતી. તેઓ જ્યારે શંખેશ્વર આવતાં ત્યારે શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ, સેવાપૂજા અનેરા ભાવથી કરતાં હતા. બન્ને પતિ-પત્ની દરરોજ શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની માળા પણ કરતાં હતા.
મનસુખભાઈ અને તેમના પત્ની લીલાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારની ધર્મશાળામાં ઉતર્યા. તેઓ જ્યારે આવતાં ત્યારે બે-ત્રણ દિવસનો કાર્યક્રમ નક્કી કરીને જ આવતા હતા.
મનસુખભાઈ અને તેમના પત્ની લીલાબેન સ્નાનાદિથી નિવૃત્ત થઈ, પૂજાના વસ્ત્રો ધારણ કરીને સેવાપૂજા કરવા માટે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં ગયા. તેમણે ત્યાં અનેરી શ્રધ્ધા સાથે સેવાપૂજા કરી.
બન્ને પતિ-પત્ની શ્રી કંકણ પાર્શ્વનાથની સેવા-પૂજા કરી, ચૈત્યવંદન કર્યું
શ્રી કંકણજી પાર્શ્વનાથ
૨૯૦