________________
‘પણ ત્યાં ઉતારાની વ્યવસ્થા શું?’ એકે પ્રશ્ન કર્યો.
‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉત્તમ સગવડતા વાળી ધર્મશાળા છે. તેમજ ભોજનશાળા પણ છે. જો નક્કી થાય તો ત્યાં આજે જ રૂમ બુક કરાવી દઈશું.
‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું જિનાલય અત્યંત દર્શનીય છે. હું એકવાર જઈ આવી છું...” મંડળમાંથી એક બહેન બોલ્યા.
“સાચી વાત છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલય અત્યંત દર્શનીય છે. વાતાવરણ પણ પવિત્ર છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજીત છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શન-વંદન-સેવા પૂજા સાથે અહીં પણ સેવા પૂજા થઈ શકશે.’ | ‘નીરૂબેન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતીભમતીમાં શ્રી નારંગાજી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી એટલા દિવ્ય અને અલૌકિક છે કે જાણે આપણી સાથે વાતો ન કરતાં હોય...!”
“બહેન, તમારી વાત સાચી છે. શ્રી નારંગા પાર્થ પ્રભુની ભવ્ય પ્રતિમાજી ત્યાં બિરાજીત છે. એટલું જ નહિ, શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો સર્વ મનોકામના પણ પૂર્ણ થાય છે.
“એ વાતની અમને ખબર નહોતી.' | “મારા પુત્ર હિતેને સ્કૂલની અંદર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આંતરસ્કૂલની વકતૃત્વ સ્પર્ધા હતી. તેની મનોકામના હતી કે વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળે... તેણે તે માટે મહેનત પણ કરી હતી એટલું જ નહિ તે રોજ શ્રી નારંગા પાર્શ્વનાથનું સ્મરણ પણ કરતો હતો. સ્પર્ધા યોજાઈ અને તેમાં તે પ્રથમ વિજેતા થયો. તેની મનોકામના પૂર્ણ થઈ. તે રાજીના રેડ થઈ ગયો હતો. એ સિવાય મારી પણ મનોકામના પૂરી થઈ છે. શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ જીવનને ઉજ્જવળ બનાવે છે.”
| લગભગ અર્ધી કલાકથી ચર્ચા બાદ નક્કી થયું કે મહિનાના અંતમાં શંખેશ્વરનો યાત્રા પ્રવાસ ગોઠવવો. યાત્રા પ્રવાસ અંગે ચારેક બહેનોને વિવિધ
શ્રી નારંગાજી પાર્શ્વનાથ
૨૯૬