Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 319
________________ સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરવા માટે આ તીર્થધામ અત્યંત નિરાળું છે. પવિત્ર વાતાવરણ અને શાંત જગ્યા હોવાથી યાત્રાળુને ભક્તિ કરવામાં અનેરો આનંદ આવે છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની ભમતીમાં છત્રીસમી દેરીમાં શ્રી નારંગાજી પાર્શ્વ પરમાત્માની દિવ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. શ્વેત પાષાણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે તથા સમ્રફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ઈંચની છે. શ્રધ્ધા અને ભક્તિથી શ્રી નારંગા પાર્શ્વ પ્રભુની આરાધના કરવામાં આવે તો અનેક કષ્ટો નષ્ટ પામે છે. આ મહિમા અપરંપાર મુંબઈમાં રહેતા નીરૂબેન સંઘાણી મહિલા મંડળના પ્રમુખ હતા. તેમને સામાજીક પ્રવૃત્તિઓની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો. નીરૂબેને એક દિવસ મંડળની મીટીંગ પોતાના ઘેર બોલાવી. મંડળના વીસ બહેનો આવી પહોંચ્યા. મીટીંગ સમયસર શરૂ થઈ. પ્રમુખ સ્થાનેથી નીરૂબેન બોલ્યા : ‘આપણું મહિલા મંડળ નાનું છે પણ પ્રવૃત્તિઓનો વ્યાપ વધારે છે. ગયા મહિને અનાથાશ્રમના બાળકોને મિષ્ટ ભોજન આપવાનો કાર્યક્રમ કર્યો હતો. વૃધ્ધાશ્રમના વડીલો સાથે એક દિવસ પસાર કર્યો ત્યારે વડીલો કેવા કેવા રાજી થઈ ગયા હતા ! જ્યારે આપણે સૌએ ત્યાંથી વિદાય લીધી ત્યારે વડીલજનોની આંખો માંથી આંસુ ઊભરાઈ આવ્યા હતા.’ ‘નીરૂબેન, આ મહિનાનો શું કાર્યક્રમ ગોઠવ્યો છે ?’ Ibr ‘બહેનો, આ મહિનાના અંતમાં શંખેશ્વરયાત્રાનો કાર્યક્રમ યોજ્યો છે. આપ સૌની સહમતિ હોય તો દરેકની ટિકિટ બુક કરાવી લઈએ. આવવા – જવાની ટિકિટ અત્યારથીજ લઈ લેવી પડશે. મુંબઈથી વીરમગામ અને ત્યાંથી મેટાડોર માં જવાની વ્યવસ્થા કરાશે’ શ્રી નારંગાજી પાર્શ્વનાથ ૨૯૫

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332