________________
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના ઘોઘા(બંદર) ગામે શ્રી નવખંડા પાર્શ્વનાથજીનું મુખ્ય તીર્થ આવેલું છે. શ્રી નવખંડા પાર્શ્વનાથજીની પ્રતિમાજીનાં દર્શન ભીલડીયાજી, જીરાવલા તીર્થ, શાંતાક્રુઝ(મુંબઈ), ખંભાત, પાટણ (પંચાસરા પાર્શ્વનાથ), શંખલપુરમાં થાય છે.
શ્રી શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્ય જિનાલયની ભમતીમાં ૩૭મી દેરી શ્રી નવખંડાજી પાર્શ્વનાથ પ્રભુની છે.
શ્રી નવખંડા પાર્શ્વનાથ મુખ્ય તીર્થ ભાવનગરથી ૨૧ કિ.મી.ના અંતરે આવેલું છે. ઘોઘામાં શ્રી નવખંડા પાર્શ્વનાથ જિનાલયની બાજુમાં અન્ય ચાર જિનાલયો આવેલા છે તેમજ બે જિનાલયો ગામમાં છે.
અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. આ તીર્થની નજીકના દર્શનીય સ્થાનો પાલીતાણા, મહુવા, દાઠા, તળાજા, કંદગિરિ, હસ્તગિરિ, શત્રુંજ્ય ડેમ દેરાસર વગે૨ે છે. અહીં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે આવનાર યાત્રિકોને ભાતું અપાય છે.
ઘોઘા બંદર ખાતે શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય અને અંત૨માં શ્રધ્ધાના ભાવ પૂરે તેવી દિવ્ય પ્રતિમાજી છે. શ્યામવર્ણી, નવફણાથી અલંકૃત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૬ ઈંચ (ફણા સહિત) અને ફણા રહિત સવાત્રીસ ઈંચ તથા પહોળાઈ સવા ચોવીસ ઈંચની છે.
પૂર્વે ઘોઘા બંદર ગુંડીગાઢના નામથી ઓળખાતું હતું. ભાવનગર વસ્યું તે પહેલાં આ બંદર ખૂબ વિકસેલું હતું. શ્રી નવખંડા પાર્શ્વનાથનું આ તીર્થ પ્રાચીન છે. આચાર્ય ભગવંત શ્રી મહેન્દ્રસૂરિજીના ઉપદેશથી સંવત ૧૧૬૮માં શ્રીમાળી જ્ઞાતિના નાણાવટી હીરુભાઈએ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવ્યું હતું. તે પૂર્વે પણ ઘોઘામાં જૈનોની વસ્તી અને ભવ્ય જિનાલયો તો હતાં જ.
શ્રી નવખંડા પાર્શ્વનાથ કેમ કહેવાયા તેની એક કથા છે. આ તીર્થ પર મ્લેચ્છોએ આક્રમણ કરીને મૂર્તિને ખંડિત કરી નાંખી અને પ્રતિમાજીના નવ ખંડ કરી નાખ્યા. મ્લેચ્છોએ આ નવ ખંડોને ભાવનગરના વડવામાં આવેલ બાપેસરાના
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
૨૯૮