________________
કૂવામાં પોટલીમાં બાંધીને ફેંકી દીધા હતા.
વર્ષો વીતવા લાગ્યા. આ ખંડિત પ્રતિમાજી આ કૂવામાં વરસોના વરસ અજ્ઞાત રહી. એક દિવસ ઘોઘાના એક સુશ્રાવકને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આ પ્રતિમાજીના પ્રાગટ્યનો સંકેત કર્યો.
શ્રાવકને સ્વપ્રમાં અધિષ્ઠાયક દેવે સંપૂર્ણ સમજ આપી. તે મુજબ શ્રાવક ભાવનગરના વડવામાં આવેલા કૂવા પાસે ગયો. અને તેણે હીરના તાંતણે વીંટીને તે પોટલીને કૂવા માંથી બહાર કાઢી.
ઘોઘાનો તે સુશ્રાવક પોટલી લઈને પોતાના ગામે પાછો ફર્યો. તેણે ઘોઘામાં આવીને તે નવખંડને નવમણ લાપસીમાં બરાબર ગોઠવ્યા. નવ દિવસ બાદ તે લાપસી માંથી બહાર કાઢતાં એ પ્રતિમાજી અખંડિત નીકળશે તેવો સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવ દ્વારા શ્રાવકને સંકેત મળ્યો હતો.
તેથી સહુ અધીરા બનીને નવ દિવસ પૂરા થવાની પ્રતિક્ષા કરી રહ્યાં હતા. ત્યાં આઠમા દિવસે ભરૂચનો શ્રી સંઘ ત્યાં યાત્રાર્થે આવ્યો. હતો. ભરૂચના શ્રી સંઘે દર્શનની ઈચ્છા દર્શાવી. આમેય સહુને પ્રતિમાજીના દર્શન કરવાની ભાવના અંતરમાં રમતી હતી તેમજ કુતુહલતા પણ હતી કે શું દેવે કહેલું વિધાન સત્ય ઠરશે કે નહિ ? શું થશે ? કેમ થશે ? વગેરે પ્રશ્નોની ગડમથલ દરેકના અંતરમાં હતી.
ભરૂચના શ્રી સંઘે પ્રતિમાજીના દર્શન કરવાની ભાવના વ્યક્ત કરી ત્યારે આઠમો દિવસ હતો. આમ આઠમા દિવસે લાપસીમાંથી પ્રતિમાજીને બહાર લાવવામાં આવ્યા. પ્રતિમાજી નવખંડમાં સંધાઈ ગયા હતા, પરંતુ શ્રાવકોની અધીરાઈના કારણે સાંધા અદેશ્ય ન થયા. આજે પણ તે પ્રતિમાજી પર નવ ખંડના આકારને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ઘોઘામાં આવેલ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ભવ્ય અને મનોહર છે. કલાત્મક બાંધણી આ જિનાલયની વિશેષતા છે. ઘોઘા, મહુવા અને ધોલેરાનાં જિનાલયો એક જ શિલ્પીએ બનાવેલા છે. આથી ત્રણેય જિનાલયોની બાંધણી એકસરખી છે. આ જિનાલયનો રંગ મંડપ વિશાળ છે. છે. આ તીર્થની પ્રાચીનતાના અનેક આધારો ઈતિહાસમાં છે તેમજ જૈનાચાર્યો
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
૨૯૯