________________
SOLISH કામગીરી સોંપવામાં આવી.
અને નિશ્ચિત દિવસે મુંબઈનું જૈન મહિલા મંડળ નીરૂબેન સંઘાણીની આગેવાની હેઠળ શંખેશ્વર આવ્યું. ત્યાં અગાઉથી ધર્મશાળામાં રૂમ બુક કરવામાં આવી હતી એટલે ઉતારાની ચિંતા નહોતી.
એ દિવસે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં મહિલા મંડળના સભ્યો સ્નાનથી પરવારીને દર્શનાર્થે ગયા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મુખ્ય જિનાલયે દર્શન કર્યા : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે દર્શન આદિ કર્યા : રાત્રે બજારમાં ફર્યા. બીજે દિવસે સૌએ પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુની સેવાપૂજા કરી. તેમાંય શ્રી નારંગાજી પાર્શ્વ પ્રભુની દેરી પાસે સૌએ સેવાપૂજા કર્યા બાદ ચૈત્યવંદન કર્યું.મહિલા મંડળના બહેનોએ શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ અને સ્તવન ગાયું.
ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની પૂજા કરી. મહિલા મંડળના તમામ સભ્યોને ભારે આનંદ આવ્યો હતો. તે દિવસે બપોરે ભોજન લઈને વીરમગામ જવા નીકળી ગયા. અને વીરમગામથી ટ્રેઈન પકડીને મુંબઈ પરત આવી ગયા.
મહિલા મંડળના બહેનોએ નીરૂબેનને સૂચન કર્યું કે શંખેશ્વરની યાત્રા પ્રવાસ દર છ મહિને ગોઠવવો. નીરૂબેને મહિલા મંડળના સૂચનને આવકાર્યો અને તે માટે સહમતિ પણ આપી દીધી.
- મંત્ર આરાધના. (૧) ૐ હૂ નારંગા પાર્શ્વનાથાય નમઃ (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર નારંગા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નારંગા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ય ત્રણ મહામંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના નિત્ય વહેલી સવારે નિર્ધારિત સમયે કરવી. આરાધના માટે નિશ્ચિત સ્થાન રાખવું. મુખ પૂર્વદિશા તરફ રાખવું. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. આ મંત્રની એક માળા અવશ્ય ગણવી. આ મંત્ર જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
| : સંપર્કઃ શ્રી નારંગા પાર્શ્વનાથ આદેશ્વર જૈન દેરાસર
) ઝવેરી પાડો, મુ.પો. પાટણ, જી. પાટણ, ગુજરાત-૩૮૪૨૯૫
ફોન : (૦૨૭૬૬) ૨૨૨૯૬૯
શ્રી નારંગાજી પાર્શ્વનાથ
૨૯૭