________________
અને કવિઓએ શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની મંગલમય સ્તુતિઓ પોતાની કૃતિઓમાં અંતઃકરણ ભાવથી કરી છે. Ppba
સંપર્ક : શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર, શેઠ કાળા મીઠાની પેઢી, ભજી પોળ, મુ.ઘોઘા (જી.ભાવનગર) સૌરાષ્ટ્ર.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથજી
‘શ્રી પાર્શ્વ પ્રભુની ભક્તિ કરતાં હૈયું હરખાય. શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન કરતાં નયનો ન ધરાય...' શ્રી શંખેશ્વર તીર્થ જગ વિખ્યાત છે. શંખેશ્વરમાં દેશવિદેશથી યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહે છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો શંખેશ્વરની યાત્રાએ આવતા-જતાં હોય છે.
શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખ્યતીર્થ આવેલું છે. અહીં ભોજનશાળા - ધર્મશાળાઓ આવેલી છે. તેટલું જ નહિ પરંતુ અન્ય દર્શનીય જિનાલયો પણ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થ આવેલું છે. જે યાત્રિક શંખેશ્વરની યાત્રાએ આવે છે તે અચૂક શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના ભવ્યાતિભવ્ય શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માના દર્શનાર્થે આવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં આવેલું છે. પ્રાકૃતિક વાતાવરણ અને વૃક્ષો, લત્તાઓ તથા બગીચાથી આ સંકુલ સમૃધ્ધ હોવાથી ભક્તિ ક૨વામાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. આ સંકુલમાં ઉત્તમ સગવડતાથી યુક્ત ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે. ભોજનશાળામાં સવારે નવકારશી, બપોરે તથા સાંજે ભોજનની વ્યવસ્થા છે. સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રયોની વ્યવસ્થા છે. વિશાળ વ્યાખ્યાન હોલ છે. જ્યારે ગુરૂ ભગવંતોની
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
૩૦૦