________________
નિશ્રા હોય ત્યારે પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થતાં રહે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માના જિનાલયની ફરતી ભમતીમાં સાડત્રીસમી દેરીમાં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુનો મહિમા અપરંપાર છે. ભાવનગર જીલ્લાના ઘોઘા બંદરે શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. અહીંની સાડત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્યામવર્ણના અને પદ્માસનસ્થ છે. સપ્તફણાથી અલંકૃત છે આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર
બેંગલોરમાં તારાચંદભાઈ દેસાઈનો પરિવાર ગર્ભશ્રીમંત હતો. તેમને ત્યાં પ્લાસ્ટીકના પાઈપની મોટી ફેક્ટરી હતી. તારાચંદભાઈ પુત્રો દર્શન અને કરણ ધંધો સંભાળતા હતા.
તારાચંદભાઈનો પરિવાર શ્રધ્ધાળુ હતો. તેઓ જ્યારે કામસર ગુજરાતમાં આવતાં ત્યારે અચૂક શંખેશ્વર, ભદ્રેશ્વર તથા પાલીતાણાની યાત્રાએ જવાનું રાખતા.
એક દિવસ દર્શન અને કરણ ફેક્ટરીએ જતાં હતા ત્યારે સામેથી ધસમસતો ટ્રક ધસી આવ્યો. અને દર્શન-કરણની ગાડી સાથે ભયંકર એક્સીડન્ટ થયો. તરત જ માણસો ભેગા થઈ ગયા. દસ મિનિટમાં પોલીસ અને એબ્યુલન્સ આવી ગઈ. દર્શન અને કરણને એબ્યુલન્સ મારફત હોસ્પીટલે પહોંચાડવામાં આવ્યા. ત્યાં ઈમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી.
તારાચંદભાઈના પરિવારને ફોન દ્વારા સમાચાર આપવામાં આવ્યા. પરિવારના સભ્યો સીધા હોસ્પીટલે આવ્યા. પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને લોકઅપમાં નાંખ્યો.
આ તરફ હોસ્પીટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઘવાયા છે. અત્યંત નાજુક તબીયત છે. શું થશે તે કહી ન શકાય.
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
૩૦૧