________________
તારાચંદભાઈની પત્ની રમાબેનને શ્રી ૧૦૮ પાશ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હતી. તેમણે હોસ્પીટલમાં જ જાપ શરૂ કરી દીધા અને સંકલ્પ કર્યો કે મારા બન્ને પુત્રો હેમખેમ આ ઉપાધિમાંથી બહાર નીકળી જશે તો આપના દર્શનાર્થે આવીશું.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ફરતી ભમતીમાં સાડત્રીસમી દેરી શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી નવખંડા પાર્શ્વ પ્રભુની દિવ્ય પ્રતિમાજી અહીં બિરાજમાન છે.
૨માબેને મનમાં સંકલ્પ કર્યો હતો તે તેમના પતિને જણાવ્યો. ત્યારે તારાચંદભાઈએ કહ્યું : ‘૨મા, ડોક્ટરો તો ખૂબજ નાજુક પરિસ્થિતિ જણાવી રહ્યાં છે... શું થશે તે ખબર નથી.’
‘તમે જો જો...કશું થવાનું નથી. મારા શ્રી નવખંડાજી પાર્શ્વનાથ દાદા બધા સારાવાનાં કરી દેશે. મને પુરેપુરી શ્રધ્ધા છે. હું જાપ ચાલુ જ રાખવાની છું...'
આમ રમાબેન જાપમાં બેસી ગયા. ચાર-ચાર દિવસ પસાર થઈ ગયા પછી ડોક્ટરોએ બન્ને ભાઈઓને ભયમુક્ત જાહેર કર્યાં. ડોક્ટરોને પણ નવાઈ લાગી કે આટલી જલ્દી રીકવરી સંભવ નથી છતાં રીકવરી થઈ છે. ખરેખર આશ્ચર્ય છે. રમાબેનની શ્રધ્ધાનો વિજય થયો હતો.
દર્શન અને કરણને પંદર દિવસ સુધી હોસ્પીટલે રહેવું પડ્યું પછી ઘેર આવ્યા.
એક મહિના પછી તારાચંદભાઈનો પરિવાર શંખેશ્વર આવ્યો અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યાં. ત્યાં બે દિવસ રોકાયા. તારાચંદભાઈ અને રમાબેને ભાવથી ભક્તિ કરી. શ્રી શંખેશ્વર દાદાની પણ ભાવથી ભક્તિ કરી. તારાચંદભાઈનો પરિવાર બે દિવસ ત્યાં રોકાઈને પાછો બેંગલોર પરત થયો. શ્રી નવખંડા પાર્શ્વનાથ દાદાનો મહિમા અનેરો છે. શ્રધ્ધાથી ભક્તિ કરવામાં આવેતો વિપદા ટળી જાય છે.
શ્રી નવખંડાજી પાર્શ્વનાથ
૩૦૨