________________
new encène Be
જિનાલયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૫૯ના મહાસુદ ૨ને દિવસે થઈ હતી. કલાત્મક પરિકરમાં શિલ્પકારની કારીગરી અદ્ભૂત છે. પ્રતિમાજી અત્યંત દર્શનીય અને પ્રાચીન છે. શ્રી નારંગા પાર્શ્વનાથ તીર્થ વિષે આચાર્ય ભગવંતો, મુનિઓ તથા કવિઓએ પોતાની રચનામાં ઉલ્લેખ કર્યો છે. જેથી આ તીર્થની પ્રાચીનતા જાણી શકાય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં છત્રીસમી દેરીમાં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત કરવામાં આવેલા છે.
સંપર્ક : શ્રી નારંગા પાર્શ્વનાથ જિનાલય, ઠે. ઝવેરીવાડો, મુ. પાટણ (ઉ.ગુ.) પીન : ૩૮૪૨૬૫.
Care
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી નારંગા પાર્શ્વનાથ
આજે શ્રી શંખેશ્વર તીર્થ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ તીર્થની યાત્રાએ વિશ્વભરમાંથી યાત્રિકોનો સમુદાય આવતો-જતો રહે છે. દ૨૨ોજ હજારો યાત્રિકોની આવન-જાવન રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું મુખ્ય તીર્થ આવેલું છે તેમજ અહીં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ
છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ અલૌકિક અને અનુપમ તીર્થધામ છે. આ સંકુલમાં ભવ્યાતિભવ્ય જિનાલય આવેલું છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને તેજોમય પ્રતિમાજી બિરાજમાન છે. યાત્રિકોની શ્રધ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું .
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ધામમાં રહેવા ઉતરવા માટેની સર્વોત્તમ સગવડ છે. સવાર-સાંજ ભોજન તથા નવકારશી માટેની વ્યવસ્થા છે.
૨૯૪
શ્રી નારંગાજી પાર્શ્વનાથ