________________
શ્રી નારંગાજી પાર્શ્વનાથ
છે અને તે પુણ્યભૂમિ પાટણમાં એક કાળમાં વિપુલ પ્રમાણમાં જિનાલયો હતા. પાટણ જિનાલયોની નગરી ગણાતી હતી. પાટણ ઉ. ગુજરાતની રાજધાની હતી. વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સંવત ૮૦૨માં રચના કરી હતી. અહીં મહારાજા સિધ્ધરાજ જયસિંહ, મહારાજા કુમારપાળ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષો રહ્યાં હતા.
| ઉત્તર ગુજરાતના પાટણના ઝવેરીવાડામાં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય શિખરબંધી જિનાલય આવેલું છે. ઝવેરીવાડો પહેલાં પોસાળના પાડા તરીકે ઓળખાતો હતો. ઝવેરીવાડામાં શ્રી નારંગા પાર્શ્વનાથના જિનાલયની સાથે જ અન્ય ત્રણ જિનાલયો છે.
આ જિનાલયમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી આદિનાથજી અને શ્રી પાર્શ્વનાથજી મૂળનાયક પદે બિરાજમાન છે. ઝવેરીવાડામાં બીજું શ્રી વાડી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય પણ છે.
શ્રી નારંગા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ પાટણ છે. તે ઉપરાંત સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, ખંભાતના સાગોટા પાડાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં પણ શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
પાટણના ઝવેરીવાડામાં કલાત્મક પરિકરથી પરિવૃત્ત શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુની શ્વેત વર્ણની પ્રતિમાજી પદ્માસનસ્થ, સપ્તણાથી અલંકૃત અને ૨૧ ઈંચની ઊંચાઈ તથા સવા અઢાર ઇંચની પહોળાઈ ધરાવે છે. આ પ્રતિમાજી મહારાજા સંમત્તિના સમયની છે. સપ્તફણાના મસ્તક પર આંખો છે.
ઈ.સ. ૧૭૨૯માં શ્રી નારંગા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય “ભૂજબળ શેઠના દેરાસર' તરીકે જાણીતું હતું એમ પં. હર્ષ વિજયજી કૃત” “પાટણ ચૈત્ય પરિપાટી” પરથી જણાય છે.
આ ભવ્ય જિનાલયનું ધ્વજારોપણ સંવત ૧૭૯૨માં અખાત્રીજના શુભ દિને થયેલું તેમ ખીમવિજય રચિત એક સ્તવનમાં જણાવાયું છે. વર્તમાન
શ્રી નારંગાજી પાર્શ્વનાથ
૨૯૩