________________
અને મનસુખભાઈએ પોતાની પત્નીને કહ્યું : ‘લીલા, યાદ છે, લંડનમાં મને ગુંડાઓ ઘેરી વળ્યા હતા ત્યારે શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુના જપની મનોમન શરૂ કરી દેતા અચાનક મદદ મળી ગઈ હતી. જાપ શરૂ કર્યાને માત્ર બે-ત્રણ મિનિટમાં પોલીસવાન આવી ગઈ. ગુંડાઓ મારા પર પ્રહાર કરે કે લૂંટ ચલાવે તે પહેલાં પોલીસે તેઓને આબાદ રીતે પકડી લીધા અને મારો જીવ બચી ગયો... બસ ત્યારથી મને શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વારો થયો છે.’
‘હા...મને એ ઘટનાની ખબર છે. મને પણ શ્રી કંકણજી પાર્શ્વ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. આપણા સામાજીક વ્યવહારમાં જ્યારે કોઈ પ્રશ્નો ઊભા થાય છે ત્યારે શ્રી કંકણજી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીએ તો વિઘ્નો નાશ પામે છે.’
મનસુખભાઈ અને લીલાબેન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં સેવાપૂજા કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા ગયા. અમદાવાદ આવ્યા પછી તેઓ ત્યાં સંપૂર્ણ આરામ જ કરતાં હતાં. અમદાવાદમાં તેમના બેત્રણ સગા-સ્નેહીઓ રહેતા હતા. તેઓની પાસે બન્ને એકએક વાર જઈ આવતા.
મનસુખભાઈ અને લીલાબેન પોતીના સ્નેહી જમનભાઈને ત્યાં એક દિવસ જઈ ચડ્યા.
જમનભાઈએ ઉમળકાથી સ્વાગત કર્યું અને ખબરઅંતર પૂછયા. મનસુખભાઈએ શંખેશ્વર જઈ આવ્યાની વાત કરી.
જમનભાઈ બોલ્યા : તમે જ્યારે જ્યારે લંડનથી અહીં આવો છો ત્યારે શંખેશ્વર જવાનું નક્કી જ હોય...'
‘હા જમનભાઈ, અમે અમદાવાદ ન આવીએ તો ચાલે પરંતુ શંખેશ્વર ગયા વગર નચાલે... ત્યાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. તેમની આરાધના અત્યંત ફળદાયી છે. અમને એમની આરાધનાના અનુભવો છે.
"
શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ક્યાં છે. ?' જમનભાઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયની જાણ નહોતી.
ત્યારે મનસુખભાઈ બોલ્યા : ‘શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું
શ્રી કંકણજી પાર્શ્વનાથ
૨૯૧