________________
શ્રી કંકણજી પાર્શ્વનાથ
જિનાલયોની નગરી એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ. પાટણમાં આજે પણ પોળોમાં જિનાલયો વિદ્યમાન છે અને ભવ્ય ભૂતકાળના ઈતિહાસની સાક્ષી પૂરતાં અડિખમ ઊભાં છે. પાટણમાં ઢંઢેરવાડામાં આવેલ શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આજે શ્રી કલિકુંડ પાર્શ્વનાથથી ઓળખાય છે.
ઢંઢેરવાડામાં જ બીજા બે ભવ્ય જિનાલયો આવેલાં છે, તેમાંથી એક જિનાલયમાં શ્રી ઢંઢેર પાર્શ્વનાથ બિરાજે છે. આજે તે ‘શ્રી શ્યામલા પાર્શ્વનાથ’ તરીકે ઓળખાય છે. આ પ્રતિમાજી અતિ ચમત્કારિક અને પ્રભાવશાળી છે. મહારાજા કુમારપાળ દ૨૨ોજ આ પ્રતિમાજી સમક્ષ સ્નાત્ર ભણાવતા હતા તેવું કહેવાય છે.
ઢંઢે૨વાડામાં બીજું જિનાલય શ્રી મહાવીર સ્વામીનું છે. આ જિનાલય પણ ભવ્યતાની સાક્ષી પૂરે છે. પાટણમાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુજીનું આ મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત રાધનપુર, સાંતાક્રુઝ(મુંબઈ) માં જિનાલય પણ ભમતીમાં શ્રી કંકણ પાર્શ્વનાથજીની મનોહારી પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના ભવ્ય જિનાલયની ભમતીમાં પાંત્રીસમી દેરી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુજીની છે. અહીં પ્રતિમાજી અત્યંત દર્શનીય છે.
પાટણના ઢંઢેરવાડામાં શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. પ્રતિમાજી ભૂખરા રંગના પાષાણની છે. અને ફણારહિત છે. પ્રતિમાજી પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૨૩ ઈંચની છે. કલાત્મક પરિકરથી શ્રી કંકણ પાર્શ્વનાથ પ્રભુ પરિવૃત્ત છે.
આ પ્રતિમાજીની કોઈપણ શ્રધ્ધાળુ શ્રાવક પુષ્પમાળા સાથે સેવાપૂજા અને ભક્તિ કરે છે તે હંમેશ માટે વીંછીના ભયથી નિશ્ચિંત બની જાય છે. પ્રભુના કંઠે એક માળા આરોપે તેને વિશ્વના સમસ્ત વીંછીઓ અભયદાન આપી દે આવી પ્રભુની પ્રભાવકતાને આજનું વિજ્ઞાન સમજી શકે નહિ તે સ્વાભાવિક છે. પ્રભુના આવા દિવ્ય પ્રભાવથી ગદ્ગદિત થયેલા શ્રાવકોએ પાર્શ્વનાથ પ્રભુને ‘વીંછિયા
શ્રી કંકણજી પાર્શ્વનાથ
૨૮૮