________________
‘ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ગાડલિયા પાર્થ પ્રભુની તેજસ્વી પ્રતિમાજી બિરાજમાન છે. તમે મનમાં સંકલ્પ કરો કે દિલસુખભાઈને આઠ દિવસમાં પહેલાં જેવી સ્વસ્થતા આવી જશે તો દર્શનાર્થે આવીશ. સેવા-પૂજા અને ભક્તિ કરીશ.”
જો એમને સારું થઈ જતું હોય તો મનમાં સંકલ્પ ધારી લઉં છું. હું એમને લઈને શંખેશ્વર દર્શનાર્થે જઈશ અને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરીશ.'
થોડીવાર સુધી દીનાબેન રંજનબેનની સાથે વાતચીત કરી પછી વિદાય
થયા.
આમને આમ ચાર દિવસ વીતી ગયા. તારા દિલસુખભાઈની તબીયતમાં ઝડપી સુધારો થવા લાગ્યો. માઈનોર એટેક હોવાથી દવા પણ કામ કરતી હતી અને રંજનબેન ઘરમાં બેસીને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની માળા પણ ફેરવતા હતા. આમ દવા અને દુઆ બન્ને કાર્યરત હતા.
અને ડોક્ટરના આશ્ચર્ય વચ્ચે આઠ દિવસમાં દિલસુખભાઈ પથારીમાંથી ઊભા થઈ ગયા. પેરેલીસીસની જરા પણ અસર દિલસુખભાઈમાં દેખાતી નહોતી.
| રંજનબેનને થયું કે શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો આ પ્રભાવ છે. ડોક્ટરો પણ આ કઈ રીતે શક્ય બન્યું તે જાણી શક્યા નથી.
રંજનબેને ઘરમાં બધાને શંખેશ્વર યાત્રાની અને પોતાના સંકલ્પની વાત કરી. સૌ કોઈ શંખેશ્વર જવા રાજી થયા.
બીજે જ દિવસે દિલસુખભાઈને લઈને પરિવાર શંખેશ્વરટેક્સી કરીને રવાના થયો. ત્યાં બે દિવસ રહીને શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની સૌએ ભાવથી ભક્તિ કરી અને દર વર્ષે એકવાર શંખેશ્વર યાત્રાએ આવવાનો નિર્ણય કર્યો. સૌ પાછા ફર્યા.
શી ગાડલિયા પાર્શ્વનાથ
૨૮૬